Ispector ACP - 22 books and stories free download online pdf in Gujarati

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 22

ભાગ - ૨૨
વાચક મિત્રો,
આગળનાં ભાગ ૨૧માં આપણે જાણ્યું કે,
સરપંચ શિવાભાઈનાં ખૂન, અને લૂંટ કેસમાં,
ઈન્સ્પેક્ટર ACP ને જે બે શંકાસ્પદ વ્યક્તિઓ વિશે બાતમી મળી હતી, એ બંનેની જાત તપાસ કરતા,
એ બંને પણ, આગળનાં ત્રણ-ચાર શકમંદ વ્યક્તિઓની જેમ, બે-કસુર નીકળે છે.
એકતો, આ કેસ ઝડપી ઉકેલવા માટે, ઉપરથી પ્રેશર, ને એમાંય એક પછી એક, શકમંદ વ્યક્તિઓમાં કેસ ઉકેલવા માટે ACP ને, જે આશાની કિરણ દેખાતી હતી, તે બધાજ શકમંદ, બે-કસુર નીકળતા,
ઈન્સ્પેકટર ACP ને, હવે આ તેજપૂરવાળો કેસ, ખૂબજ મૂંઝવણ ભર્યો, અને કઠિન દેખાઈ રહ્યો છે.
આ કેસમાં હવે આગળ કેવી રીતે વધવું ? અને, શક્ય એટલો ઝડપી આ કેસ, કેવી રીતે ઉકેલવો ?
એની અસમંજસમાં, પોલીસ સ્ટેશનમાં પોતાની ચેર પર બેઠાં-બેઠાં ઈન્સ્પેકટર ACP
આ કેસની કોઈ કડી કેવી રીતે મળે ?
ને હવે આ કેસમાં,
તપાસ કેવી રીતે આગળ વધારવી ?
એ વિચારી રહ્યા છે, ને ત્યાંજ....
કોઈ એક વ્યક્તિ, પોલીસ સ્ટેશનમાં આવે છે.
એ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં આવી, હવાલદારને પોતાનું નામ, રામભાઈ જણાવી, સાહેબને મળવાની વાત કરે છે.
હવાલદાર એ વ્યક્તિને, સાહેબને મળવા માટેનું કારણ પૂછે છે.
ત્યારે,
રામભાઈ એ હવાલદાર કહે છે કે,
તેમની પાસે, તેજપુરનાં કેસ વિશે કોઈ અગત્યની માહિતી છે, અને તે માહિતી તેઓ ફક્ત ને ફક્ત,
સાહેબનેજ આપવા માંગે છે,
ને બસ, રામભાઈનાં મોંઢે, તેજપુર ગામનું નામ સાંભળતાં જ.....
તુરંત એ હવાલદાર,
રામભાઈને, સાહેબની કેબિનમાં લઈ જાય છે.
અંદર જતાંજ.....
હવાલદાર, સાહેબને કહે છે કે,
સાહેબ, આ ભાઈ તેજપુરના કેસ વિશે તમારી સાથે કોઈ વાત કરવા માંગે છે.
સાહેબ પણ,
તેજપૂરનું નામ સાંભળતાજ
ACP :- આવો આવો બેસો.
પેલા ભાઈ બેસે છે, ને સાહેબ હવાલદારને ચા મંગાવવા માટે કહે છે, ને પછી ACP, પેલા ભાઈને
ACP :- શું નામ તમારું ?
રામભાઈ :- સાહેબ મારું નામ રામભાઈ છે.
ACP :- બોલો રામભાઈ, શું વાત કરવી હતી ?
રામભાઈ :- સાહેબ,
આજે સવારે હું, તેજપુર બેસણામાં ગયો હતો.
આમ તો શિવાભાઈ, મારા જૂના મિત્ર હતા, પરંતુ...
હમણાંથી અમારે મળવાનું બહુ ઓછું થતું રહેતું, પરંતુ જ્યારે મે આ દુઃખદ ઘટના સાંભળી એટલે,
હું તેજપૂર બેસણામાં ગયો હતો.
એટલામાં ચા વાળો આવે છે, અને બે કપ ચા ભરીને નીકળી જાય છે.
પછી.....
ACP :- હા રામભાઈ, બોલો આગળ
રામભાઈ :- ત્યાં બેસણામાં શિવાભાઈની દીકરી, અને જમાઈ આદર્શ કુમાર પણ હતા.
હું તો ઘણા લાંબા સમયગાળા બાદ તેજપુર ગયો હોવાથી,
એ લોકોને ઓળખી ના શક્યો,
પરંતુ...
ગામલોકોની વાતો સાંભળી, મને જાણવા મળ્યું કે,
સરપંચની દીકરીએ, લવમેરેજ કરેલ છે, અને હાલ તેઓ શહેરમાં રહે છે.
ત્યાંથી મને, એ વાત પણ જાણવા મળી કે,
એ બન્નેનાં લવમેરેજ, શીવાભાઈના પત્ની પાર્વતીબહેનની જેમજ,
આદર્શકુમારના મા-બાપને પણ પસંદ ન હતા, તેથી તેઓએ,
લગ્નના દિવસેજ
શીવાભાઈની દીકરી, અને આદર્શને તેમનાં ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હતા, અને અત્યારે હાલમાં,
શિવાભાઈની દીકરી, અને જમાઈ બંને એ,
જમાઈના કોઈ મિત્રના ઘરે આશરો લીધો છે, અને જમાઈ પોતે, હાલ નોકરીની શોધમાં છે.
ACP :- OK, OK, તો એમાં...
રામભાઈ :- હવે વાત એમ છે કે,
મારી દુકાન શહેરનાં મુખ્ય હાઈવે પર પડતાં, ચાર રસ્તા પરનાં બિલ્ડિંગમાં જ છે, અને
એ જ બિલ્ડિંગમાં કોર્નરની ચાર દુકાનો હમણાં થોડા સમય પહેલાં જ,
કોઈએ ભાડે લીધી છે, અને એ જગ્યા પર, કોઈ મોટી હોટલ બની રહી છે, ને એમાં
અત્યારે ફર્નિચર, અને ઈન્ટિરિયરનું કામકાજ, પુર જોશમાં ચાલી રહ્યું છે, ને એ હોટેલની સજાવટની પાછળ, લગભગ 40 થી 50 લાખનું બજેટ હોય, એટલી સરસ રીતે એ હોટલ તૈયાર થઈ રહી છે, અને, એનું કામ પણ એટલી ઝડપથી ચાલી રહ્યું છે.
આટલું બોલી,
રામભાઈ થોડી વાર માટે, રોકાઈ જાય છે.
ACP એ જોયું કે, રામભાઈનાં ચહેરાં પર, થોડી ગંભીરતા, અને થોડા ડરના ભાવ આવી રહ્યા છે, એટલે, ACP, રામભાઈ ને હિંમત આપતા કહે છે કે....
ACP :- હા તો, એમાં જાણવા જેવું શું છે ?
તમે જરાય ડર રાખ્યાં સિવાય જે હોય તે બધુંજ, નિઃસંકોચ મને જણાવો.
રામભાઈ થોડી હિંમત કરી, થોડા ધીમા અવાજે...
રામભાઈ :- સાહેબ, એ હોટલ, શીવાભાઈ સરપંચના જમાઈ આદર્શ કુમારની છે.
ACP આ વાત સાંભળી, તુરંત...
ACP :- રામભાઈ, તમને એવું કોણે કહ્યું કે, હોટલ એમના જમાઈની છે.
રામભાઈ :- ના સાહેબ, મને કોઈએ કંઈ કહ્યું નથી, પણ...
અત્યારે ત્યાં ફર્નિચરનું કામ ચાલી રહ્યું છે, અને શિવાભાઈ સરપંચના જમાઈ આદર્શ કુમાર,
શુટ-બુટમાં તૈયાર થઈ, રોજ સવારે ગાડીમાં ત્યાં આવે છે, અને રોજે-રોજ આર્કિટેક, અને કારીગરોને કામનું ઈન્સ્ટ્રક્શન આપે છે, અને રોજે રોજ કહેતા પણ હોય છે કે,
જુઓ ભાઈ, મારે ટૂંક સમયમાંજ, આ હોટલનું ઓપનિંગ કરવું છે, તમે બધાં, દસ દિવસમાં તમારું કામ પૂરું કરો.
ને આ વાક્ય તો મેં, મારા સગ્ગા કાને, ઘણીવાર સાંભળ્યું છે.
રામભાઈ થોડીવાર શાંત થઈ, ફરી....
સાહેબ, આમાં મારું ક્યાંય નામ તો નહીં આવે ને ?
ACP :- થેન્ક્યુ રામભાઈ, તમારો ખુબ ખુબ આભાર, અને તમે કોઈ જાતની જરાય ચિંતા ના કરો, તમે તો એક જાગૃત નાગરિક તરીકેની તમારી ફરજ બજાવી છે, તમે તો, સરકારને, અને કાયદાને મદદ કરવાનો પ્રયાસ કર્યો છે.
તમતમારે શાંતિથી જાઓ, અને બીજી કોઈ પણ માહિતી મળે, તો મને જણાવજો.
રામભાઈનાં જતાં... થોડીવાર પછી ACP, હવાલદારને અંદર બોલાવે છે.
હવાલદાર અંદર આવતા જ સાહેબને...
હવાલદાર :- હા સાહેબ,
ACP :- જુઓ, તમે હમણાંજ રમણીકભાઈ ને ફોન કરો, અને કહો કે,
તેઓ, હમણાં ને હમણાં, પોલિસ સ્ટેશન આવી, મને મળી જાય.
આટલું સાંભળી, હવાલદાર રમણીકભાઈને ફોન લગાવે છે.
વધું આગળ, ભાગ ૨૩ માં