Dhup-Chhanv - 78 books and stories free download online pdf in Gujarati

ધૂપ-છાઁવ - 78

ઈશાન જરા અકળાઈને જ બોલ્યો કે, "મોમ તમે શાંતિ રાખો આમ પાછળ ન થઈ જશો અપેક્ષા જ અહીં ઈન્ડિયામાં સેટલ થવા માટે તૈયાર નથી જરા મારી વાત તો સાંભળો બસ આ એકની એક વાતમાં પાછળ જ પડી જાવ છો!"

ઈશાનની આ વાતથી ઈશાનની મોમ થોડા શાંત પડ્યા અને ઈશાનને કહેવા લાગ્યા કે, "અચ્છા એવું છે? પણ કેમ બેટા અપેક્ષાને શું વાંધો છે?"
આ બધી વાતોથી ઈશાન પણ થોડો ડિસ્ટર્બ થઈ ગયો હતો અને તે બોલ્યો કે, "તે તમે અપેક્ષાને જ પૂછો"
અને ઈશાનની મોમે પ્રશ્નાર્થ ચહેરે જવાબની અપેક્ષાએ અપેક્ષા સામે જોયું....
પરંતુ આ પ્રશ્નનો જવાબ અપેક્ષા આપી શકે તેમ નહોતી અથવા તો આપવા માંગતી નહોતી માટે તે ચૂપ રહી. તેને આમ ચૂપ જોઈને ઈશાનની મોમે ફરીથી પ્રશ્ન કર્યો કે, "અપેક્ષા તને અહીંયા ઈન્ડિયામાં સેટલ થવામાં વાંધો શું છે? તમે બંને અહીં ઈન્ડિયામાં શાંતિથી સુરક્ષિત રહો એટલે આમારે કેટલી શાંતિ!
પરંતુ અપેક્ષાનું દુઃખ અપેક્ષા જ જાણતી હતી તેણે ઈશાનની મોમની સામે જોયું અને નકારમાં પોતાનું માથું ધુણાવ્યું. ઈશાનની મોમે ફરીથી તેને તેજ પ્રશ્ન પૂછ્યો હવે તેણે કંઈક બોલવું પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ તેણે ઈશાનની મોમને શાંતિથી જવાબ આપ્યો કે, "બાળપણથી યુએસએ માં રહેલો અને ત્યાં જ ભણેલો ગણેલો ઈશાન અહીં ઈન્ડિયામાં સેટલ નહીં થઈ શકે અને વળી ત્યાં તેનો પોતાનો સ્ટોર્સ પણ છે જે જામી ગયેલો છે અહીં ઈન્ડિયામાં તે શું બિઝનેસ કરશે મોમ અહીં સેટલ થવું તમને લાગે છે એટલું ઈઝી નથી અને શું તમે એમ માનો છો કે, શેમ તેને અહીં ઈન્ડિયામાં શાંતિથી જીવવા દેશે? તે તેના માણસો અહીંયા પણ તો મોકલી શકે છે અને યુએસએ માં તો તેને પોલીસ પ્રોટેક્શન પણ મળી શકે છે ત્યાંની પોલીસ જાગતી પોલીસ છે અહીં તો તેને પોલીસ પ્રોટેક્શન પણ નહીં મળે માટે તમે આ બધી મથામણ કરવી રહેવા દો..."

અપેક્ષાનો આ બુધ્ધિ ભર્યો જવાબ સાંભળીને ઈશાને પણ તેમાં સુર પુરાવ્યો અને તે બોલ્યો કે, "સાચી વાત છે મોમ અપેક્ષાની, શેમ તો અહીંયા પણ પોતાના માણસોને મોકલી શકે છે તેને માટે કંઈ અઘરું નથી અને ત્યાં આપણો કેસ ચાલે છે એટલે આપણે તરતજ કમ્પલેઈન કરીએ તો મને પોલીસ પ્રોટેક્શન પણ મળી જાય માટે મોમ અત્યારે તમે આ બધી વાતો કરવી રહેવા દો અને શાંતિથી મેરેજ એન્જોય કરો."
"ઓકે, તમને ઠીક લાગે તેમ બીજું તો શું? બાકી તમારી આ વાતમાં મારું તો મન જરાપણ માનતું નથી" એમ કહીને ઇશાનની મોમે પોતાના ડરને હ્રદયમાં ધકેલી દીધો અને એક ઉંડો નિસાસો નાંખીને લગ્નની ધમાલમાં પડી ગયા.
અને તે સાથે જ અપેક્ષાએ રાહતનો દમ ખેંચ્યો અને મનોમન ઈશ્વરને થેંક્સ કહ્યું અને મનમાં ને મનમાં વિચારવા લાગી કે, "હે પ્રભુ માનીએ તેટલું સહેલું નથી આ જીવન પણ કેટલું અઘરું છે!" અને હજુ તો તે રાહતનો દમ લઈ રહી હતી ત્યાં એક નાનકડી ઢબુડી તેને બોલાવવા માટે આવી, "અપુ માસી તમને લક્ષ્મી બા બોલાવે છે."
અને પ્રભુને યાદ કરતાં વેંત તેણે પોતાને મદદ કરી એમ માનીને તે તરત જ ત્યાંથી ઉભી થઈ અને, "આવી બેટા" કહીને ત્યાંથી નીકળી ગઈ.

સમી સાંજના લગ્ન હતાં, ચોરી ખૂબજ સુંદર શણગારવામાં આવી હતી અક્ષત આજે ખૂબજ ખૂબજ ખુશ હતો કે પોતાની વ્હાલી બહેનના લગ્ન પોતાને પ્રિય એવા પોતાના મિત્ર ઈશાન સાથે થઈ રહ્યા હતા અને તે જેવી રીતે કરવા ઈચ્છતો હતો તેવી રીતે ધામધૂમથી થઈ રહ્યા હતા પોતાની એકની એક બહેનને પરણાવવા માટે તેને અને અર્ચનાને બેસવાનું હતું એટલે અર્ચના પણ બ્યુટી પાર્લરમાં તૈયાર થવા માટે ગઈ હતી. લક્ષ્મીની ખુશી તો આજે તેના દિલમાં સમાય તેમજ નહોતી એટલી બધી તે અનહદ ખુશ હતી ખુશીની મારી જાણે તે પાગલ જ થઈ ગઈ હતી અને અપેક્ષાને તેણે પોતાની પાસે બોલાવી અને ઈશ્વરના દર્શન કરીને તૈયાર થવા માટે નીકળવાનું કહ્યું. અપેક્ષા પોતાના ઘરમાં સ્થાપિત પ્રભુને પગે લાગી અને તેમને કહી રહી હતી કે, "હે પ્રભુ મારી કંઈપણ ભૂલ થઈ હોય તો હું માફી ઈચ્છું છું પરંતુ હેમખેમ મારા લગ્ન પાર પડી જાય અને હું સુખરૂપ યુએસએ પહોંચી જાઉં એટલું તારી પાસે માંગુ છું. હજુપણ તેને ડર હતો કે, મિથિલ એકદમ મારી સામે તો નહીં આવી જાય ને? મારા લગ્ન હેમખેમ પાર તો પડી જશે ને? અને તે થોડી સેકન્ડ માટે જાણે વિચારમાં ખોવાઇ ગઇ અને લક્ષ્મીએ તેને ટકોરી, "જા બેટા હવે નીકળ તારે તૈયાર થવામાં ઘણો સમય લાગશે બેટા."
અને અપેક્ષા ઈશ્વરને પોતાની મદદમાં સાથે રાખીને પોતાની મોમને પગે લાગી અને જયશ્રી કૃષ્ણ કહીને બ્યુટી પાર્લરમાં તૈયાર થવા જવા માટે નીકળી ગઈ...

તો હવે.. અગ્નિદેવની સાક્ષીએ ઈશાન અને અપેક્ષા બંને પ્રેમી પંખીડા એક થવા માટે જઈ રહ્યા છે તો આપણે પણ તે લગ્ન 💒 મંડપમાં હાજર રહેવાનું છે તો ચાલો તે સુમધુર સંગીત સાથે બે દિલ અને આત્માના મિલનને માણવા માટે મળીએ આપણે ઈશાન અને અપેક્ષાના લગ્ન 💒માં....
વધુ આગળના ભાગમાં....
શું અપેક્ષાના લગ્ન નિર્વિધ્ને પાર તો પડી જશે ને? મિથિલ કે બીજી કોઈ મુસીબત હવે તેને નડશે તો નહીં ને? જ્યાં સુધી લગ્ન કરીને તે યુએસએ નહીં પહોંચે ત્યાં સુધી કોઈ ડર તેને જે સતત સતાવ્યા કરે છે તેવું કંઈ ખરાબ તો તેની સાથે નહીં થાય ને? આ બધાજ પ્રશ્નનો જવાબ એટલે આપણી આ વાર્તાનો આગળનો ભાગ....તો ચાલો આપણે લગ્નમાં હાજરી આપવા માટે જવાનું છે...આપણે પણ તૈયાર થઈ જઈએ ઈશાન અને અપેક્ષાના લગ્નને માણવા માટે....
વધુ આગળના ભાગમાં....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
27/10/22