Dhup-Chhanv - 79 books and stories free download online pdf in Gujarati

ધૂપ-છાઁવ - 79

લાલ કલરના કોરવાળા સફેદ પાનેતરમાં દુલ્હનના શણગારવામાં સજેલી અપેક્ષા અવકાશમાંથી પરી ઉતરીને આવી હોય તેટલી સુંદર લાગી રહી હતી. જે તેની સામે નજર કરે તેની નજર તેની ઉપર જ અટકેલી રહેતી હતી. તેનો લાડકવાયો ભાઈ અક્ષત તેને ઉંચકીને લઈ આવ્યો અને તેના પીએસઆઇ મામાએ તેને હાથ પકડીને માયરામાં પધરાવી હતી એક બાજુ ગાયક મંડળી લગ્ન ગીતો ગાઈ રહી હતી અને બીજી બાજુ ગોરમહારાજ સંસ્કૃતમાં શ્લોક બોલીને અપેક્ષા પાસે વિધિ કરાવી રહ્યા હતા. અપેક્ષાને પરણાવવા માટે અર્ચના અને અક્ષત બેઠાં હતાં. થોડીવારમાં ઈશાન
લગ્નના હોલને દરવાજે આવીને અપેક્ષાની રાહ જોતો ઉભો રહ્યો એટલે અપેક્ષાને તેને હાર પહેરાવવા માટે બહાર લઈ જવામાં આવી. ઈશાન પણ લગ્નના જોડામાં કોઈ રાજકુંવરથી કમ નહોતો લાગતો. ઈશાન ધ્યાનપૂર્વક લગ્નની એકે એક વિધિ પૂરી કરી રહ્યો હતો. બંને પ્રેમથી એકબીજાને કંસાર જમાડી રહ્યા હતા અને જોતજોતામાં લગ્નના ફેરા ફરાઈ ગયા હતા. સુખરૂપ લગ્નની વિધિ સંપન્ન થઈ હતી બંને જણાં અપેક્ષાના ઘરે થાપા દેવા માટે ગયા હતા. સુહાગરાત માટેનું બુકિંગ ફાઈવસ્ટાર હોટેલમાં કરાવવામાં આવ્યું હતું. કુળદેવી માંના દર્શન વિગેરે પતાવીને, જમવાનું જમીને બંને પોતાનું જ્યાં નાઈટ આઉટ હતું ત્યાં પહોંચી ગયા હતા.
અક્ષતે આખાયે રૂમનું અને બેડનું આહલાદક ડેકોરેશન કરાવ્યું હતું. અપેક્ષાના દિલોદિમાગમાં આજે ટાઢક વળી હતી પોતે જીવનમાં કંઈક પોતાને ગમતું મેળવ્યાની...અને તેથીજ તેના ચહેરા ઉપર એક અનેરી ખુશી વર્તાઈ રહી હતી.

ઈશાન પણ પોતાને મનગમતી અપેક્ષાને મેળવીને ખૂબજ ખુશ હતો જાણે તેના પ્રેમમાં પાગલ થઈ ગયો હતો. ફાઈવસ્ટાર હોટેલના સંપૂર્ણ ડેકોરેટ કરાયેલા સ્ટુડિયો રૂમમાં આછા જાંબલી કલરની લાઈટનો આછો પ્રકાશ રેલાઈ રહ્યો હતો. ઈશાન, અપેક્ષા સાથે ઘણીબધી વાતો કરવાના મૂડમાં હતો પરંતુ અપેક્ષા જાણે થાકી ગયેલી હતી શરીરથી અને મનથી પણ...

જાંબલી કલરના આછા પ્રકાશમાં અને અનેરી શાંતિમાં ઈશાન અને અપેક્ષા એકબીજાની બિલકુલ નજીક હતા. ઈશાને અપેક્ષાના બંને ખભા ઉપર પ્રેમથી હાથ મૂક્યા અને તેના કપાળ ઉપર કીસ કરી તેને પોતાના આલિંગનમાં લઈ લીધી અપેક્ષા પણ જાણે તેને વીંટળાઈ ગઈ હતી ઈશાનના બ્રાઉન કલરના હોઠ અપેક્ષાના લાલ ચટ્ટાક હોઠ ઉપર ચુસ્તરીતે ગોઠવાઈ ગયા અને તેણે અપેક્ષાને બેડ ઉપર સુવડાવી દીધી અને બંને એકબીજાનામાં ખોવાઈ ગયા.

ઈશાનના મોમ ફરીથી ઈશાનને ઈન્ડિયામાં સેટલ કરવાની વાત તેના ભાઈ અક્ષતને અને તેની મોમ લક્ષ્મીને કરી રહ્યા હતા અક્ષત વિચારવા લાગ્યો અને તેણે તેમ કરવાનું કારણ પણ પૂછી લીધું. તો ઈશાનના મોમના કહેવા પ્રમાણે શેમ અને તેના માણસો ઈશાનને અને અપેક્ષાને ત્યાં યુએસએ માં શાંતિથી જીવવા નહીં દે.
અક્ષતને ઈશાનના મોમની આ વાત જરાપણ ગમી નહીં અને તેણે તેમને ચોખ્ખું કહ્યું કે, "આન્ટી આપણે આમ શેમ અને તેના ગુંડા જેવા માણસોથી ક્યાં સુધી ડરીને રહીશું બલ્કે આપણે તો તેમનો સામનો જ કરવો રહ્યો અને માટે તો આપણે શેમ ઉપર કેસ કર્યો છે અને હવે આમ ડરીને રહેવાથી કોઈ મતલબ નથી અને તમે ઈશાનની અને અપેક્ષાની સાથે આ બાબતે ચર્ચા કરી કે નહીં?"
ઈશાનના મોમે શાંતિથી જવાબ આપ્યો કે, "મેં તે બંનેની સાથે ચર્ચા કરી પણ તે બંને ના જ પાડે છે."
અક્ષત: બસ તો પછી આન્ટી આ બાબતે ચર્ચા કરવાનો કોઈ વિષય જ નથી રહેતો ને?
"પણ બેટા મને અંદરથી જાણે ખૂબજ ડર લાગે છે." ઈશાનના મોમ પોતાની ચિંતા વ્યક્ત કરતાં બોલ્યા.
આ બંને વચ્ચે ચર્ચા ચાલી રહી હતી અને વચ્ચે જ લક્ષ્મી બા બોલ્યા કે, "અક્ષત વેવાણની વાત સાચી છે અને શેમ એવા પ્રકારનો માણસ છે એટલે તેમની ચિંતા પણ બિલકુલ સાચી જ છે એટલે આ બાબતે વિચારવા જેવું ખરું..."
અક્ષત: પરંતુ મોમ અમે જ્યારે શેમ ઉપર કેસ દાખલ કર્યો હતો ત્યારે વિચારીને જ કર્યો હતો અને ત્યારે પણ આન્ટીએ કેસ કરવાની ના જ પાડી હતી પણ ઈશાન જ કોઈ આવા ગુંડાથી ડરવા માંગતો નહોતો અને તેણે જ પોતાની ઈચ્છાથી કેસ કર્યો છે અને હવે આમ કેસ પાછો ખેંચી લેવાનો અને અહીં ઈન્ડિયામાં સેટલ થઈ જવાનું ને એ બધું મને કંઈ બરાબર લાગતું નથી.
લક્ષ્મી: બેટા તમારી ઉંમર હજી નાની છે તમારું ખૂન હજી ગરમ છે એટલે તમને આ બધું ઈઝી લાગે પરંતુ અમે દુનિયા જોયેલી છે અને ઈશાન તેમનો એકનો એક દીકરો છે બેટા તો પછી પોતાના દીકરા માટે કોણ આમ ન વિચારે?
અક્ષત: પરંતુ મોમ આ વાત ઈશાન માને તેવું મને બિલકુલ લાગતું નથી..
ઈશાનના મોમ: એટલે જ તો હું તને કહું છું બેટા કે તારું કહેલું ઈશાન અને અપેક્ષા કદાચ માની જાય.
અક્ષત: એક વાત કહું આન્ટી, જે વાતનો હું પોતે વિરોધી છું તે બીજાને કઈરીતે સમજાવું? માટે સોરી આન્ટી હું ઈશાનને આ વાત માટે નહીં સમજાવી શકું અને તમે ચિંતા ન કરો આપણે તે કેસ બહુ સારા મજબૂત વકીલને સોંપ્યો છે તે ચોક્કસ શેમને સજા અપાવશે અને હું છું ને ઈશાનની સાથે પછી તમે શા માટે આટલી બધી ચિંતા કરો છો?
ઈશાનના મોમ: ખબર નહીં બેટા પણ મારું મન માનતું નથી. અને તેમણે એક ઉંડો નિસાસો નાંખ્યો.

ઈશાન અને અપેક્ષા બંને એકબીજાનામાં ખોવાયેલા હતા અને એટલામાં અપેક્ષાના સેલફોનમાં રીંગ વાગી અને તે પણ અડધી જ.. ફક્ત મીસકોલ.... કોણે કર્યો હશે મીસકોલ? શું તે મિથિલ હશે? અપેક્ષાએ ઈશાનને મિથિલની વાત જણાવવી પડશે? જોઈએ આગળના ભાગમાં શું થાય છે તે?
અને ઈશાનના મોમનું ધાર્યું થાય છે કે નહીં તે પણ સમય જ બતાવશે...
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
4/11/22