Hindu Dharmnu Hard - 17 books and stories free download online pdf in Gujarati

હિંદુ ધર્મનું હાર્દ - 17

(17)

૮૨. સ્મૃતિમાં વિસંવાદિતાઓ

(નીચેના બે સવાલ-જવાબ ‘થોડા કોયડા’ માંથી લીધા છે) સ. - બ્રાહ્મણ સ્ત્રીના શૂદ્ર પુરુષ સાથેના વિવાહને વિશે સ્મૃતિઓમાં જે શ્લોકો છે તેને વિશે આપનું શું કહેવું છે ?

જ. - સ્મૃતિને નામે છપાયેલા ગ્રંથોમાં આવેલા શ્લોકસંગ્રહને હું ઈશ્વરપ્રણીત માનતો નથી. સ્મૃતિઓમાં તેમ જ બીજા શાસ્ત્રોમાં ક્ષેપક ભાગો ઘણા છે એ વિશે મને જરાય શંકા નથી. હું આ પત્રમાં ઘણી વાર કહી ચૂક્યો છું કે સત્ય ને અહિંસા અથવા બીજા સદાચારના મૂળભૂત અનેસાર્વત્રિક સિદ્ધાંતોથી વિસંવાદી એવું સ્મૃતિઓમાં કે બીજાં લખાણોમાં જે કંઈ જોવામાં આવે તે બધાંનો હું ક્ષેપક ગણીને ત્યાગ કરું છું. એવા વિવાહો થતા એમ બતાવનારાં પુષ્કળ પ્રમાણો પ્રાચીન ગ્રંથોમાં પડેલાં છે.

સ. - આપ કહો છો કે ચાર વર્ણમાં ઊંચનીચનો ભેદ જરાય નથી.

આપ કહો છો તે હું માનું છું પણ શાસ્ત્રોમાં કેટલાય શ્લોકો એવા છે જેમાં એથી ઊલટી જ વસ્તુનું પ્રતિપાદન કરેલું છે; એના સાથે આપના કહેવાનો મેળ બેસે છે ખરો ? સ્મૃતિઓમાં શૂદ્રોને વિશે શું કહેલું છે તે જ જુઓને.

જ. - આ સવાલનો જવાબ ચોછા સવાલના જવાબમાં આવી જાય છે. ઊંચનીચભાવ સદાચારનાં મૂળતત્ત્વોનો વિરોધી છે. જે બ્રાહ્મણ પોતાને ઈશ્વરના સરજેલા કોઈ પણ જીવના કરતાં ઊંચો માને છે તે બ્રહ્મજ્ઞાની મટી જાય છે. આપણે સૌ એક જ ઈશ્વરની પ્રજા હોઈએ તો આપણામાં ઊંચનીચના ભેદ શી રીતે હોઈ શકે ? વેદમાં દ્ય્ક્રષ્ટ શબ્દનો જ્યાં પહેલી જ વાર પ્રયોગ થયો છે ત્યાં ચાર વર્ણને શરીરના મુખ્ય અવયવોની ઉપમા અપાઈ છે. માથું એ હાથ, પેટ ને પગના કરતાં શ્રેષ્ઠ ગણાય, કે પગ બીજા ત્રણના કરતાં શ્રેષ્ઠ ગણાય ? આ અવયવો ૮ેષ્ઠ પદવીને સારુ કલહ આદરે તો શરીરની શી દશા થાય ? વર્ણધર્મ કહે છે કે ઈશ્વરના સરજેલા જીવમાત્ર સંપૂર્ણતાએ સમાન છે.

એ જગતના સર્વ ધર્મોનો પાયો છે. શૂદ્રો વિશેના સ્મૃતિઓના શ્લોકો દયાધર્મના વિરોધી ગણીને તરત જ ફેંકી દેવા જેવા છે.

૮૩. ગીતા અને મનુસંહિતા

(એક પંડિતે ગાંધીજીને લખેલા પત્રમાં થોડ મુદ્દાઓ ચર્ચ્યા હતા.

‘એક સનાતનીનો નિર્ણય’ લેખમાં ગીતા અને મનુસંહિતા વિશે નીચે મુજબ જવાબ આપ્યો હતોઃ)

સાંભલવા પ્રમાણે આપે કહ્યું છે કે ગીતા એ એક જ નિર્વિવાદ

પ્રામાણ્યવાળો શાસ્ત્રગ્રંથ છે, અને આપણે સામાજિક, ધાર્મિક અને આધ્યાત્મિક બાબતોમાં માત્ર ગીતાને જ માર્ગદર્શક માનવી જોઈએ. આ વાત ખોટી છે, તેનાં કારણો નીચે પ્રમાણે છે :

(ક) ગીતા એ તત્ત્વજ્ઞાનનો સુંદર ગ્રંથ છે. પણ ેમાં સામાજિક કાયદાની ચર્ચા નથી.

(ખ) ગીતા તો મહાભારતનો અંશમાત્ર છે. અંશ ગમે તેવો સારો હય તોયે સમગ્ર ગ્રંથનો ત્યાગ કરીને અંશનો સ્વીકાર કરવાનું કશું કારણ નથી.

(ગ) ગીતામાં સૂક્ષ્મ તાત્ત્વિક વિચારોનો અને આધ્યાત્મિક ગૂઢવાદનો સંગ્રહ છે. એટલે દુનિયાદારીવાળા માણસો એનો સાચો મર્મ સમજી જ ન શકે. ગીતાધર્મ સમજવાની અને આચરવાની શક્તિ તો કોઈ વિરલા ભાગ્યશાળીઓની જ હોય

પણ એના પર સમાજરચનાનું મંડાણ ન થઈ શકે.

આમ મંદિરપ્રવેશ વિશેના આપના વિચાર બદલો, અને એ ન બની શકે તો સનાતનીઓને સમજાવો. તેઓ તો સમજવાને તૈયાર જ છે.

ગાંધીજીએ પોતાનો વિચાર નીચે મુજબ અભિવ્યક્ત કર્યો :

“આ પંડિતે ગીતા વિશેનાં મારાં વચનો જ ટાંક્યાં હોત તો હુ સારું થાત, કેમ કે મેં જે લખ્યું કહેવાય છે ને મેં જે ખરેખર લખ્યું છે એ બાની વચ્ચેનો ભેદ તે તરત જ જોઈ સકત. મેં ગઈ ૫મી નવેમ્બરના મારા લેખમાં આ પ્રમાણે લખ્યું છે :

‘એનો અભ્યાસ કરવા ઈચ્છનાર દરેક હિંદુને માટે એ એકમાત્ર સુલભ ગ્રંથ છે અને બીજા તમામ શાસ્ત્રગ્રંથો બળીને ભસ્મ થઈ જોય તોફણ આ અમર ગ્રંથના સાતસો શ્લોકો હિંદુ ધર્મ કેવો છે ને એને આચારમાં કેમ ઊતારી શકાય એ બતાવવાને માટે પૂરતા છે અને હું સનાતની હોવાનો દાવો કરું છું કેમ કે હું ચાળીસ વરસથી એ ગ્રંથના ઉપદેશને અક્ષરશઃ જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરતો આવ્યો છું, એના મુખ્ય સિદ્ધાંતથી વિપરીત હોય એનો હું હિંદુ ધર્મનો વિરોધી ગણીને ત્યાગ કરું છું. તેને કોઈ પણ ધર્મનો કે ધર્મગુરુનો દ્વેષ નથી.’

“આ પંડિત તેમ જ વાચક જો કે મેં જે વચનો ખરેખર કહ્યાં છે ને જે વચનો મારા મોંમાં મૂકવામાં આવ્યાં છે તેમાં બહુ ભારે તફાવત છે. તેથી જે વાત મેં કદી કરી જ નથી એ ખોટી છે એમ બતાવવાનો પ્રયત્ન વ્યર્થ છે.

“એવું જ

વિશે કેવળ ક્ષેપક હોવાના વહેમને લીધે મેં એ આખા ગ્રંથને ફેંકી દેવાલાયક કદી ગણ્યો નથી. અને ક્ષેપકની વાત નર્યો વહેમ નથી. કેમ કે જે વચનોને હું ક્ષેપક ગણું છું તે વચનો ગીતામાં જ નહીં પણ ખુદ માં જ ગણાવેલાં ધર્મનાં લક્ષણોનાં ચોખ્ખાં વિરોધી છે. મનુએ ધર્મની કસોટી નીતે પ્રમાણે આપી છે :

(વિદ્વાન, સંત અને રાગદ્વેષ રહિત પુરુષોએ જેનું હંમાશાં પાલન કર્યું

હોય, અને જે હૃદયે કબૂલ રાખ્યો હોય એ ધર્મ છે એમ જાણો.) એ જ સ્મૃતિનો બીજો એક શ્લોક આ પ્રમાણે છે :

(ધીરજ, ક્ષમા, દમ, અસ્તેય, શૌચ, ઈન્દ્રિયનિગ્રહ, બુદ્ધિ, વિદ્યા, સત્ય અને અક્રોધ એ ધર્મની દસ કસોટી છે.)

આ વચન પ્રમાણે, આ કસોટીનું સ્પષ્ટપણે વિરોધી હોય એવું બધું જ ક્ષેપક ગણીને ફેંકી દેવું જોઈએ.”

૮૪. મનુસ્મૃતિ

(‘આદિ દ્રાવિડની મૂંઝવણ’ માંથી)

હું

ને શાસ્ત્રોનો એક ભાગ ગણઉં છું. પણ એનો અર્થ એવો નથી કે ને નામે ઓળખાતા ગ્રંથમાં છપાયેલો એકેએક શ્લોક મને માન્ય છે. છાપેલા ગ્રંથમાં એટલાં બધાં પરસ્પર વિરોધી વચનો છે કે જો તમે અમુક એક ભાગને સ્વીકારો તો તેની સાથે બિલકુલ સંગત ન હોય એવા બીજા ભાગોનો અસ્વીકાર કરવો જ પડે.

માં રહેલા ઉદાત્ત ઉપદેશોને કારણે હું તેને ધાર્મિક ગ્રંથ ગણું છું. પત્રલેખકે ટાંકેલા શ્લોકો એના મૂળ વિષયની ભાવનાનો ધરાર વિરોધ કરે છે. પત્રલેખકે જાણવું જોઈએ કે મૂળ પાઠ કોઈ પાસે છે જ નહીં. સાચી વાત તો એ છે કે મનુ નામે કોઈ ઋષિ થઈ ગયા હતા એનો કોઈ પુરાવો નથી. હિંદુ ધર્મની એ એક વિશેષતા છે કે ઉદાત્તમાં ઉદાત્ત સત્યોના લેખકો કે ઉપદેશકોએ પોતાની જાતને ભૂસી નાખી છે. આથી સત્યોના શોધકોને શાસ્ત્રોના અભ્યાસને લગતા માર્ગદર્શન માટે એકમાત્ર સલામત નિયમ એ સૂચવ્યો છે કે બધા દ્રમોના સાચા પાયા રૂપ સત્ય અને અહિંસાની વિરુદ્ધ જે કંઈ હોય તેનો અસ્વીકાર કરવો.

૮૫. ગીતાના અભ્યાસની પદ્ધતિ

(ગીતા ક્લાસના સંબોધનનું સંક્ષિપ્ત. ‘સાપ્તાહિક પત્ર’ માંથી) ભગવદ્‌ગીતાનો આદરપૂર્વકનો અભ્યાસ મને જેટલું આશ્વાસન આપે તેટલું બીજું કોઈ આપી શકે એવું હું કલ્પી શકતો નથી. અને ડો વિદ્યાર્થીઓ એટલું યાદ રાખે કે, જે ગીતાનો અભ્યાસ કરે છે તે, એમના સંસ્કૃતના જ્ઞાનનું પ્રદર્શન કરવા માટે નહીં - અરે, એમના ગીતાના જ્ઞાનનું પણ પ્રદર્શન કરવા માટે નહીં -, તો એમને જણાશે કે એનો અભ્યાસ, એમાંથી સાંત્વન મેળવવા માટે અને એમની સામે આવી ઊભેલી નૈતિક મુશ્કેલીઓ નિવારવા માટે એ કરે છે. જે કોઈ એનો માનપૂર્વક અભ્યાસ કરે છે તે દેશનો અને તેની મારફત મનુષ્યમાત્રનો સાચો સેવક બન્યા વિના રહેતો નથી.

ત્રીજો અધ્યાય ચાવીરૂપ છે. એમાં કર્મ, જ્ઞાન અને ભક્તિની ત્રિવેણી છે. જીવનમાં આ ત્રણેયનો સુમેળ હોવો જોઈએ. પણ બધાંનો પાયો કર્મ છે.

જે સ્વયંસેવક છે તેણે તો કર્મયોગની જ સાધના કરવી રહી, અને એ કરવા માટે કર્મયોગના પ્રકરણના પાઠ સિવાય બીજો કયો પાઠ વધારે યોગ્ય હોય ?

અનેક, એમાંથી હિંસા શોધવા, એ વાંચે છે. પણ ગીતાને બરોબર સમજો એ ખાતર તમારી પાસે સાધનસંપત્તિ પણ જોઈએ. અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને અસ્તિયનાં સાધનો લઈને જ તમે ગીતાનો અર્થ ઉકેલી શકશો. અને એ રીતે ઉકેલતાં તમને એમાંથી હિંસા ન જડે; અહિંસા જ જડશે, યોગ્ય શમદમ સાધનથી એનો અભ્યાસ કરશો તો તમને એમાંથી, તમને ખ્યાલ પણ ન હોય એવી શાંતિ મળશે.

૮૬. ગીતામાતા

કાશી વિશ્વવિદ્યાલય બનારસના વિદ્યાર્થીઓને ગીતા વિશે ‘બે બોલ’

બોલવા આચાર્ય શ્રી આનંદશંકર ધ્રુવે કહ્યું ત્યારે ગાંધીજીએ હિંદી ભાપણ દરમિયાન કહ્યું :

“આચાર્યશ્રી આનંદશંકરે મને ગીતામાતા ઉપર કંઇક કહેવાને કહ્યું છે. એમની સમક્ષ હું શું કહી શકું ?એમના જ્ઞાનનો મને પૂરેપૂરો પરિચય છે. માલવીયાજીની આગળ હું શું બોલું ? એ તો ભાગવતનો નિત્યપાઠ કરનારા છે. ગીતાને તે પી ગયા છે. મારે તમારી આગળ આવીને ગીતા ઉપર કંઇક કહેવાનું છે એમ મેં કહ્યં ત્યારે સરદાર બોલ્યા : “આવા ધુરંધરો આગળ ગીતા ઉપર શું બોલવાના હતા ? સરદારની વાત સાચી છે.

જેમની આગળ માલવીયાજી જેવા પિતા અને ધ્રુવજી જેવા આચાર્ય - અને તે વળી કાશીની પંડિતનગરીમાં - છે તેમને અમારા જેવા ભંગી, વણકર, ખેડૂત શું કહી શકે ? પણ હું તો માત્ર મારા જેવા પ્રાકૃત મનુષ્યો ઉપર ગીતાનો શો પ્રભાવ પડ્યો છે એ કહેવા અહીંયા આવ્યો છું. વલ્લભભાઉની ઉપર ગીતાની જે અસર પડી તે તમે કલ્પી શકો છો ? યરવડામાં એમણે ગીતામાંથી વધારેમાં વધારે આશ્વસાન મેળવ્યું હતું, એનો સાક્ષી હું છું.

તેમણે ગીતાનો અભ્યાસ પંડિત સાતવળેકરના પુસ્તકમાંથી સંસ્કૃત શીખવાનો આરંભ કરીને શરૂ કર્યૌ. રાત - દિન, ઊઠતાં - બેસતા. એ જ કામ તેમણે કર્યું. કોઇને એમ હોય કે આમ ઘરડે ઘડપણ પ્રપંચમાં ક્યાં પડ્યા ? પણ અમે વિચાર કર્યો કે અન્ય ધર્માવલંબીઓની પાસે જેન બાઇબલ કે કુરાન છે તેમ આપણી પાસે કયું પુસ્તક છે ? વેદ ? ભાગવત ? નહીં. દેવીપુરાણ ? નહીં. બહું બચપણમાં મને કહેવામાં આવ્યું કે વેદોનો અભ્યાસ કરવો હોય તો પંદર - સોળ વર્ષ કાશીમાં જઇને મારે ગાળવાં જોઇએ. તેને સારુ મારી તૈયારી ન હતી. પણ ગીતા શાસ્ત્રોનું દોહન છે, બધાં ઉપનિષદોનો નિચોડ તેના ૭૦૦ શ્લોકોમાં આવી જાય છે, એમ મેં ક્યાંક વાંચ્યું હતું.

એટલે મેં નિશ્ચય કર્યો કે કાંઇ નહીં તો ગીતાનું તો જ્ઞાન મેળવી લેવું. આજે એ ગીતા મારે માટે માત્ર બાઇબલ નથી, માત્ર કુરાન નથી, મારે માટે તે માતા થઇ પડી છે. મારી જન્મદાતા માતા તો ગઇ છે, પણ ભીડને વખતે એ ગીતામાતાની પાસે જવાનું હું શીખ્યો છું. જે કોઇ આ માતાના શરણમાં જાય છે, તેને જ્ઞાનમૃતથી તે તૃપ્ત કરે છે એમ મેં જોયું છે. અસ્પૃશ્યતાનિવારણના મારા કામ વિશે કેટલીયે વાર વિકટ સંકટો મારી આગળ આવીને ઊભાં થાય છે. કેટલાક પંડિતો મને મારા કામમાં સ્થાન નથી. પણ બીજા કેટલાક ધુરંધર પંડિતો એવા પણ છે જે કહે છે કે અસ્પૃશ્યતા એ હિંદુ ધર્મમાં આદિકાળથી છે અને એનું અવિભાજ્ય અંગ છે. આવા પ્રસંગોમાં મારે શું કરવું ? હું ગીતામાતાની પાસે જાઉં છું અને તેને કહું છું કે અસ્પૃશ્યતા એ હિંદુ ધર્મમાં આદિકાળથી છે અને એનું અવિભાજ્ય અંગ છે. આવા પ્રસંગોમાં

મારે શું કરવું ? હું ગીતામાતાની પાસે જાઉં છું અને તેને કહું છું કે “માતા, આ પંડિતોએ મનેે દુગ્ધામાં નાખ્યો છે. વેદ, શાસ્ત્ર, સ્મૃતિ એમાં મને મદદ

કરી શકે તેમ નથી.” ત્યારે માતા મને ઉત્તર આપે છે કે નવમા અધ્યાપકમાં આપેલું મારું આશ્વાસન માત્ર બ્રાહ્મણ માટે નથી, પણ હરિજનો, પતિતજનો,

પ્રાકૃત મનુષ્યોને માટે પણ છે. પણ આ આશ્વાસનનો સાચો અનુભવ તો

માતૃભક્ત જ મેળવી શકે, બેવફા પુત્ર નહીં,

કેટલાક લોકો કહે છે કે ગીતા એ તો મહાગૂઢ ગ્રંથ છે. સ્વ. લોકમાન્ય

ટિળકે અનેક ગ્રંથોનું મથક કરી પંડિતની દૃષ્ટિએ એનો અભ્યાસ કર્યો અને એનો ગૂઢ અર્થ પ્રગટ કર્યો. એના ઉપર એક મહાભાષ્ય પણ રચ્યું. ટિળક

મહારાજને માટે એ ગૂઢ ગ્રંથ હતો. પણ આપણા જેવા પ્રાકૃત મનુષ્યને માટે એ ગૂઢ નથી. આખી ગીતાનું વાંચન અઘરું લાગે તો તમે માત્ર પહેલા ત્રણ અધ્યાય વાંચો. ગીતાનો આખો સાર આ ત્રણ અધ્યાયોમાં આવી જાય છે.

બીજા બધા અધ્યાયોમાં એની એ જ વસ્તુ વધારે વિગતથી, અનેક દૃષ્ટિએ સિદ્ધ

કરવામાં આવી છે. આ પણ કોઇને કઠણ લાગે તો ત્રણ અધ્યાયોમાંથી કેટલાક એવા શ્લોકો તારવી શકાય છે કે જેમાં ગીતાનું હાર્દ આવી જાય, અને ત્રણ જગ્યાએ તો ગીતામાં એમ પણ આવે છે કે બધા ધર્મોને છોડીને તું માત્ર મારું શરણ લે. આથી વધારે સાદો અને સરળ ઉપદેશ શો હોઇ શકે ? જે માણસ ગીતામાંથી પોતાને સારુ આશ્વાસન મેળવવા માગે છે તેને તે તેમાંથી પૂરેપૂરું

મળી રહે છે. જે માણસ ગીતાનો ભક્ત છે તેને માટે નિરાશાને સ્થાન નથી, તે હંમેશ આનંદમાં રહે છે.

પણ આને માટે બુદ્ધિવાદ નહીં, અવ્યભિચારિણી ભક્તિ જોઇએ. હજુ સુધી એકે માણસ મેં એવો જાણ્યો નથી કે જેને ગીતાનું અવ્યભિચારિણી ભક્તિથી સેવન કર્યા છતાં ગીતામાંથી તેને આશ્વાસન ન મળ્યું હોત. તમે વિદ્યાર્થીઓ જરા પરીક્ષામાં નાપાસ થાઓ છો તો નિરાશાના સાગરમાં ડૂબી જાઓ છો. ગીતા નિરાશાવાળાને પુરુષાર્થ શીખવે છે. આળસનો અને વ્યભિચારનો ત્યાગ સૂચવે છે. એક ચીજનું ધ્યાન, બીજી ચીજ બોલવી, ત્રીજીને સાંભળવી, એનું નામ વ્યભિચાર. ગીતા શીખવે છે કે પાસ થવાય કે નાપાસ, એ બંને વસ્તુઓ સરખી છે; માણસને માત્ર પ્રયત્ન કરવાનો અધિકાર છે, ફળ ઉપર અધિકાર નથી. આ આશ્વાસન મને આનંદશંકરભાઇ ન આપી શકે, એ તો અનન્ય ભક્તિથી જ મળે. સત્યગ્રહી તરીકે હું કહી શકું છું કે નિત્ય એમાંથી મને કંઇક નવીન વસ્તુઓ મળી રહે છે. કોઇ મને કહેશે કે આ તારી મૂર્ખતા છે, તો હું તેને કહીશ કે મારી આ મૂર્ખતા ઉપર હું અડધો રહીશ. એટલે બધા વિદ્યાર્થીઓને હું કહીશ કે પ્રાતઃકાળે ઊઠીને તમે એનો અભ્યાસ કરો. તુલસીદાસનો હું ભક્ત છું, પણ તુલસીદાસ તમારે માટે આજે હું નથી સૂચવતો. વિદ્યાર્થી તરીકે તમે ગીતાનો જ અભ્યાસ કરો, પણ તે દ્ધેષભાવથી નહી, પણ ભક્તિભાવથી, ભક્તિપૂર્વક તમે તેમા પ્રવેશ કરશો તો જે તમને જોઇએ તે તેમાંથી તમે પામશો. અઢાર અધ્યાય કંઠ કરવા એ રમત નથી, પણ કરવા જેવી વસ્તુ તો છે જ. તમે એકવાર એના આશ્રય લેશો તો જોશો કે દિવસે દિવસે તમારો અનુરાગ એમાં વધશે. પછી તમે કારાગૃહમાં હો કે જંગલમાં, આકાશમાં હો કે અંધારી કોટડીમાં, ગીતાનું રટણ તો નિરંતર તમારા હ્ય્દયમાં ચાલતું જ હશે, અને એમાંથી તમને આશ્વાસન મળશે. એ આધાર તમારી પાસેથી કોઇ છીનવી જ નહી શકે; એના જ રટણમાં જેના પ્રાણ જશે તેને માટે તો સર્વસ્વ છે જ, કેવળ નિર્વાહ નહી, પણ બ્રહ્મનિર્વાણ છે. આ બ્રહ્મનિર્વાણ શું એની ચર્ચામાં હું આજે નહીં પડું. એ તમને તમારા પંડિતો અને આચાર્ય સમજાશે.

હરિજનબંધુ, ૨૬-૮-૧૯૩૪, પા. ૧૮૫

૮૭. ગીતાની ગૂઢતા

(‘ગીતાજયંતી’ માંથી)

પૂનાના ‘કેસરી’ વાળા શ્રી ગજાનન કેતકર લખે છે :

“ઓણ સાલ ‘ગીતાજયંતી’ નો દિવસ આવતી તા. ૨૨મી ને શુક્રવારે આવે છે. ઘણાં વર્ષોથી આપને કહેતો આવ્યો છું તે વિનંતી હું ફરી વાર કરું છું કે આપે હરિજનમાં ગીતા અને ગીતાજયંતી વિશે લખવું જોઇએ. બીજી એક વિનંતી છે જે મેં ગયે વર્ષે કરેલી તે પણ હું આ વર્ષે ફરી વાર આપને કરું છું. ગીતા ઉપરનાં આપનાં ભાષણોમાંના અંકમાં આપે કહ્યું છે કે જેમને આખી ગીતા (૭૦૦ શ્લોકો) વાંચી જવા સમય નથી તેઓ બીજો અને ત્રીજો અધ્યાય

વાંચે તો બસ છે. આપે એમ પણ કહ્યું છે કે આ બે અધ્યાયનું પણ દોહન કરી શકાય. આમ બીજા અને ત્રીજા અધ્યાયને આપ શા સારુ પાયારૂપ લેખો છો તે બને તો આપે સમજાવવું જોઇએ. આ બે અધ્યાયોના શ્લોકોને ‘ગીતાબીજ’

અથવા તો ‘ગીતાબીજ’ અથવા તો ‘ગીતા દોહન’ તરીકે પ્રગટ કરીને જાહેર

પ્રજા સમક્ષ મૂકીને એ જ વિચાર પ્રજા આગળ મૂકવા મેં પ્રયત્નો કર્યો છે. પણ આ વિષય ઉપર આપ લખો તેની સ્વાભાવિક રીતે જ વધુ અસર થાય.”

આજ દિવસ સુધી હું શ્રી કેતકરની માગણીનો સામાનો કરતો આવ્યો છું. આવી જયંતી તેની પાછળ રહેલા ઉદ્દેશને સફળ કરનારી નીવડે છે કે નહીં એ વિશે મને વસવસો છો. આધ્યાયત્મિક બાબતોને સામાન્ય જાહેરાતની રીતો લાગુ કર્યેથી અર્થ સરતો નથી. એની સચોટમાં સચોટ જાહેરાત તેને અનુસરતું આચરણ કરવામાં રહેલી છે. હું માનું છું કે તમામ આધ્યાત્મિક ગ્રંથોની અસરના મૂળમાં એક તો એ વસ્તુ પડેલી છે કે એ ગ્રંથો અને રચનાઓ તેના કર્તાઓ અને પ્રણેતાઓના આત્માનુભવની આબાદ આરસીરૂપ છે; અને બીજું એ કે એમાં રહેલા ઉપદેશોને અનુવર્તીને અને બને તેટલા વળગીને ભક્તોએ પોતાનાં જીવન ઘડ્યાં અને વિતાવ્યાં. આમ આ ગ્રંથના પ્રણેતાઓએ પોતાની રચનાઓમાં પોતાના પ્રાણ ઠાલવ્યા, અને તેમના પૂજારીઓએ અને ભક્તોએ પોતાના જીવનવ્યવહારમાં ઉતારીને એ રચનાઓને પ્રાણવાન અને બળવાન કરી મૂકી. આ જ મારી માન્યતા મૂજબ ગીતા, તલસી રામાયણ અને એવા બીજા ગ્રંથોની લાખો કરોડો લોકોના જીવન ઉપર જે અસર જોવામાં આવે છે તેનું રહસ્ય છે. શ્રી કેતકરના આગ્રહને વશ થઇને હું એવી આશા સેવું છું કે આવતી ગીતાજયંતીના ઉત્સવોમાં ભાગ લેનારા સૌે કોઇ ઘટતી ભાવનાપૂર્વક તેમ કરશે. મેં ગીતા પરત્વે એમ બતાવવા યત્ન કર્યો છે કે તેનો સંદેશ દરેક માણસને અનાસક્તિપૂર્વક પોતપોતાની ફરજ બજાવવા કહે છે. મેં કહ્યું છે કે ગીતાને જે કહેવું છે તે બીજા અધ્યાયમાં કહી નાખ્યું છે અને તેના અમલનો માર્ગ ત્રીજા અધ્યાયમાં બતાવ્યો છે. આનો અર્થ એ નથી કે બીજા અધ્યાયો ઓછા પાવનકારી છે. ખરેખર ગીતાનો એકેએક અધ્યાય ખાસ ગુણા અને મહત્ત્વ ધરાવે છે. ગીતાને શ્રી વિનોબાએ ‘ગીતાઇ’ એટલે ગીતામાતા કહી છે.

એમણે ગીતાજીનો સમશ્લોકી અનુવાદ કરીને અતિ સરળ છતાં ગૌરવભરી મરાઠીમાં તેના એકેએક શ્લોકને ઉતાર્યો છે. છંદ મૂળમાંનો અનુષ્ટુપ જ રાખ્યો છે. હજારોની તે ખરેખર આઇ એટલે માતા થઇ પડી છે, કારણ વસમી વેળાનો વિસામો બનીને એ અમૃત જેવા ઉપદેશનું પાન કરાવે છે. મેં ગીતાજીને મારો આધ્યાત્મિક કોશ કહ્યો છે, કારણ સંકટ વેળાએ તેણે મને કદી છેદ દીધો નથી. વળી ગીતાજી એક એવો ગ્રંથ છે કે જે તમામ સાંપ્રદાયિકતા અને આદેશ વાણીથી મુકત છે. એનો ઉપદેશ દેશકાળની કશી મર્યાદાઓ કે અંતરાય વિના દુનિયાના હરકોઇ માનવના હૈયાને એકસરખો હલાવનારો છે. ગીતાને હું અઘરો કે આંટીઘૂંટીઓથી ભરેલો ગ્રંથ નથી ગણતો. બેશક વિદ્ધાન લોકો અને પોથી પંડિતો જે કંઇ તમને હાથે ચડે તે બધામાં બારીકીઓ અને આંટીધૂંટીઓ જોઇ શકે છે. પણ મારા અભિપ્રાય પ્રમાણે તો સાદી સમજનો માણસ ગીતાના સાદા સરળ ઉપદેશને ગ્રહણ કરવામાં કશી મુશ્કેલી અનુભવશે નહીં. એની સંસ્કૃત ભાષા પણ ન માની શકાય તેટલી સરળ છે. મેં ઘણા અંગ્રેજી અનુવાદો વાંચ્યા છે, પણ એડવિન આર્નોલ્ડે કવિતાના કરેલા અનુવાદની બરોબરી બીજો કોઇ કરી શકે એમ નથી. આ અનુવાદને તેમણે ‘દૈવી ગાન’ () એવું મનોહર અને ગરવું નામ આપ્યું છે. હરિજનબંધુ,૧૭-૧૨-૧૯૩૯,પા.

Share

NEW REALESED