Guhilot dynasty and Maharana Pratap in Indian history - 42 in Gujarati Short Stories by Sisodiya Ranjitsinh S. books and stories PDF | ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 42

Featured Books
Share

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 42

સૂર્યોદય

પ્રતાપ મહારાણા બન્યા

           સંધ્યાકાળનો રમણિય સમય હતો વાતાવરણમાં મંદ મંદ સુગંધિત સમીર લહેરાઈ રહ્યો હતો. રાજપુતાનાના મેવાડમાં, ઉદયપુર પાસે આવેલા ગોગુન્દામાં, રાજમહેલમાં મહારાણા ઉદયસિંહ પોતાની અતિપ્રિય રાણી ધીરબાઇ ભાટિયાની સાથે પ્રણયમસ્ત દશામાં વિહાર કરી રહ્યા હતા. રાણીની યુવાનીનો વસંતકાળ  જણાતો હતો.  મહારાણાની યુવાનીની પાનખર ચાલતી હતી. મહારાણા ઉદયસિંહની અતિપ્રિય   પત્ની ધીરબાઇ સૌંદર્યવતી હતી. તે મહારાણાના હૃદયનો ધબકાર હતી.1

           ઈ. સ. ૧૫૭૨ના,ફેબ્રુઆરી માસની ૨૭મીની એ સોહામણી સંધ્યા હતી. આજે આખો દિવસ મહારાણાએ બેચેનીથી વિતાવ્યો હતો. તેઓએ પુષ્કળ મનોમંથન અનુભવ્યું.  પોતાના અર્ધસૈકાના જીવનપથ ચિત્રવિચિત્ર સ્મૃતિ-સેર તેમની આગળ તરવરી રહી હતી.  

           મેવાડના ઇતિહાસની છેલ્લા તેત્રીસ વર્ષની, એકેએક ક્રાંતિકારી પળો ઉદયસિંહના જીવન સાથે જોડાયેલી હતી. તૂટેલા મેવાડને આબાદ કરવા તેમણે જીવન અર્પી દીધું હતું.

            પોતે સૌથી વધારે દીર્ઘસમય મેવાડપતિ રહ્યા.  પોતે જીવનમાં યુદ્ધ અને વિલાસ પૂર્ણપણે માણ્યો હતો.  પોતે મેવાડના ઐતિહાસિક મોડના ઘડવૈયા હતા, છતાં આજે તેમના હૈયામાં ઉત્સાહ જણાતો ન હતો.  સંઘર્ષકાળ પછી આવનારી કાળરાત્રિના ગાઢ અંધકારની કલ્પનામાત્રથી તેઓ ધ્રૂજતા હતા.  તેઓ વિચારવાયુએ  ચઢયા.  અગોચર અને અગમ્ય અંધકારની કલ્પના તેઓને ધ્રુજાવી ગઈ. રાજમહેલની અટારીએથી દૂર દૂર નજર નાખતા, ડુંગરાઓ તેમને સાદ પાડી રહયા હતા. બધું છોડીને સાધુજીવનની ઝંખના જાગતી.  પરંતુ મેવાડની ગાદી કોને સોંપવી ? પ્રતાપ યોગ્ય હતો પરંતુ પરંતુ ધીરબાઈ ભટીયાની અને જયમલ કાવત્રુ રચી રહ્યા હતા.  મહારાણા સમજતા હતા કે, ભાટીયાની રાણીએ પોતાની મોટી નિર્બળતા હતી. હજી થોડા સમય પહેલાં જ, મજાકમાં ભટિયાની યુવરાજ પ્રતાપને સ્થાને જગમાલને યુવરાજ બનાવવાની વાત કરી હતી. પ્રતાપ પરંપરા પ્રમાણે યુવરાજ સ્થાપિત થઈ ચૂક્યો હતો.  રાજપુતાનામાં પરંપરાને તોડવાનું સાહત સ્વયં મહારાણા પણ કરી શકતા નહીં, જ્યાં સુધી એને પ્રજાનું સમર્થન મળે ન મળે, સરદારોની સંમતિ ન મળે. અને આ કારણ પરંપરાને બાજુએ મુકવા જેટલું મજબૂત ન હતું.  ઊલટું પોતાની અપકીર્તિ વધારનારૂ બની રહે એવું હતું.  પોતે જાણે-અજાણે દશરથ બની રહ્યા છે.  એવો અજ્ઞાત ભય તેઓને કોરી ખાતો હતો.

            મોહ માનવીને  કદી સાચો અને સમયસર નિર્ણય કરવા દેતો નથી.  દાનવીર કર્ણને માટે બધું ત્યાગમય હતું. સૂર્યપુત્ર કર્ણ જાણતો હતો કે, અર્જુનના પિતા ઈન્દ્ર પોતાના શરીર સાથે જકડાયેલા કવચ અને કુંડળ લેવા બ્રાહ્મણના વેશે આવ્યા છે. છતાં સહેજ પણ અચકાયા વિના, જેમ દધીચિ ઋષિ પોતાના અસ્થિ દેવરાજ ઇન્દ્રને વૃતાસુરને  હણવા, આપવા માટે સાહજિક સમાધિ ધારણ કરે તેમ પોતાના જ મોતને  માટે કવચ અને કુંડળ આપી દે છે. જંગતમાં ત્યાગનો આવો જોટો મળવુો મુશ્કેલ છે

આવો રશ્મિરથિ જગતમાં  એક જ થયો છે, બીજો ક્યારેય થશે નહીં.  પરંતુ ભગવાન શ્રીકૃષ્ણના રૂપની મોહિનીનો તે આશક હતો.  કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન પર શક્તિ છોડવા આવેલા કર્ણને શ્રીકૃષ્ણની સુંદર મુખાકૃતિ નિર્ણય કરવા દેતી નહીં.  એમ મહારાણા ઉદયસિંહને પણ ભટિયાનીનો સુંદર ચહેરો અને કોયલ-શો મધુર કંઠ સાચો નિર્ણય, સમયસર કરવા દેતો નહીં.  છતાં પોતાના પ્રથમ પ્રણયની સુષમાને તેઓ ત્રેવીસ સુંદરીઓ પરણ્યા છતાં ભૂલી શક્યા ન હતા.  પોતાના આશાશાહના કોમલમેરના ડુંગરાઓમાં, વર્ષો સુધી સાથે રમેલી બાળાનું રાજનીતિએ બલિદાન લીધું. એ ઘટના મહારાણાના કાળજાની કોરી ખાતી હતી જેની સાથે સમસ્ત જીવન જોડવાના સોંણલા સેવેલા,એની સાથે પળવાર પણ સહજીવનનો આનંદ ન માણવા મળ્યો એ વસવસો મહારાણાના મનને કોરી ખાતો હતો. એ સુકોમળ કળીનુ બલિદાન પણ કોણ લીધું ? જેણે પોતાને બચાવવા સ્વપુત્રનું બલિદાન આપ્યું. એવી પન્ના ધાઈ એટલે સ્ત્રી-જીવનની મૂર્તિમંત કરુણાતા કાનવાના યુદ્ધમાં જેના પતિ વીરભદ્રસિંહે, બહાદૂરી બતાવી, એક હાથ ગુમાવ્યો હતો. ઘેર પાછા ન ફરતાં સંન્યાસ સ્વીકાર્યો.  અલખની આરાધના કરતાં ગુફામાં બેસી ગયા.  

           અચાનક, એક રાત્રિએ, બાળક સાથે જંગલ વીંધતી પત્ની પન્ના ને જોઈ, પોતાના બાળકના દર્શન કર્યા.  જોગીએ જોગ મૂક્યો અને જૂલ્મી વનવીરને સબક શીખવવા સંસારમાં પાછો ફર્યો.

            પુત્ર માટે અલખની આરાધના ત્યજી દેનાર વીર પિતાને જ્યારે ખબર પડી કે, પોતે જેને પોતાનો પુત્ર માને છે એને તો મહારાણા વનવીરે ઉદય સમજી રહેંસી નાખ્યો છે.  પોતાના ઘરનો દિપક બુઝાઈ ગયો છે, વીંછીનો ડંખ લાગ્યો. પન્ના સામે જોયું વિચાર્યું આ સ્ત્રી જેણે પોતાની નજર સામે, પોતાના પુત્રની જાલીમ રાણાની તલવારથી હત્યા થતાં જોઈ. ન રોવાયું કે ન પુત્ર માટે કહેવાયું. એ મનમાં કેટલું દર્દ ભરીને બેઠી છે! આ તો મહારાણા સંગ્રામસિંહની આખરી નિશાની ઉદય છે.  સમસ્ત મેવાડના ચિરાગને રોશની આપવા વીરભદ્રે શોક ખંખેરી પન્નાની આખરી તમન્ના - બાળક ઉદયને ચિત્તોડનો મહારાણો બનાવવાની -પૂરી કરવા જીવન અર્પી દીધું.  આવા મહાન દેશભક્ત સ્ત્રી-પુરુષો જ્યાં વસતા હોય ત્યાં ધરતીને ચૂમવાનું મન થાય ચિત્તોડની ધરતીમાં પોતાના હાથે જ પન્ના અને વીરભદ્ર અગ્નિદાહ પામ્યા એ વાતનું પણ મહારાણાને સ્મરણ થયું મુખપર આનંદની રેખા ફરી વળી.

           રાજનીતિ બેધારી તલવાર છે.  શાસક કદી દયાવાન હોતો નથી અને દયાવાન કદી યોગ્ય શાસક બનતો નથી.  પોતે જો એ બાળાના પ્રેમમાં ગૂંથાઈ ગયો હોત તો વનવીરને ગાદીએથી ઉઠાવી શકત ખરો ? માં પન્નાએ મેવાડના સપનાને સાકાર કરવા સર્વપ્રથમ પોતાના પુત્રનું અને પછી આ બાળાનું બલિદાન આપ્યું. મેવાડ માટે બલિદાનોની પરંપરા સર્જવીએ નવાઈ ન હતી. માતા કર્માવતીનો પ્રેમ પોતે પામ્યા ન હતા.  જ્યારથી જગતની જાણ્યું ત્યારથી માતાનો પ્રેમ પન્નાએ જ આપ્યો હતો કે પોતે કર્માવતીદેવીનો પુત્ર હતો.  પોતાની માતાએ, પોતાને પન્નાને સોંપીને ઈ. સ ૧૫૩૫ના ચિત્તોડપરના ગુજરાતના બાદશાહ બહાદુર શાહના આક્રમણ વેળા બલિદાન વહોરી લીધું હતું.  હજારો વીરાંગનાઓ સાથે જોહર કર્યો હતો.

            ઉપર નીલગગનમાં પશ્ચિમ દિશાએ સૂર્યની લાલીમાને પેલે પાર એક ગૌરવર્ણી નવયોવના જાણે પોતાના પ્રિયતમ ઉદયને કહી રહી હતી, “ઉદય તું તો મેવાડપતિ બની ગયો.  તારા ચિત્તોડગઢ અભિયાન વેળા પન્નાએ મારી પાસેથી વચન લઇ લીધું હતું.

 

 મારે પ્રણય અને પ્રણયીને વિસરાઈ દેવા મને ખાતરી થઈ ગઈ કે, ઉદય મને મરવા નહિ દે અને પન્ના મને જીવવા નહીં દે એ કરતા હું માતાના દુર્ગાના ચરણોમાં મારું જીવન બલિદાન શા માટે ન કરવું ? અને વ્હાલા ઉદય, તારી બાળ ઉદયની સ્મ્રુતિ લઇ ને હું ચાલી નીકળી. જેમ સીતાને ધરતીમાતાએ સ્વીકારી હતી તેમ દુર્ગામાતાએ મને સ્વીકારી.  વૈષ્ણવોને મન અગિયાર વર્ષ અને બાવન દિવસના બાળકૃષ્ણ  જ કૃષ્ણ છે તેમ મારે મન કોમલમેરનો કુમાર ઉદય જ મારો પ્રિયતમ છે.”

           મહારાણાની આંખોમાંથી બે અશ્રુબિંદુ સરી પડ્યા. બત્રીસ વર્ષ પહેલા કોમલમેરની પહાડીઓમાં, વરસતા વરસાદમાં ઘટાદાર વૃક્ષ નીચે, ભીનાં ભીનાં  કાળા ભમ્મર જુલ્ફાંને કપાળ પરથી વ્યવસ્થિત કરતા એ બાળા બોલી હતી.  “ જીવનપથ પર કદાચ આપણી જુદા પડી ગયા અને મારી યાદ તમને આવી જાય અને એ યાદ તમારા બે આંસુ થી વધાવી લેશો તો મારો પ્યાર સાર્થક થઇ જશે ।  એ માત્ર આંસુ ન હતા પ્રણયના બે અનમોલ મોતી હતા.

           માનવ પ્રથમ પ્રણયની સુષ્મા કદી ભૂલી શકતો નથી. ઇતિહાસ જેને ‘બીજો વિક્રમાદિત્ય’ કહીને આદરથી યાદ કરે છે તે મહારાણા સંગ્રામસિંહ જેવા પિતા ભોજરાજ ,રતનસિંહ અને વિક્રમાદિત્ય જેવા ભાઈઓ આ બધાનો મહાઇતિહાસ હતો.

            મેવાડના ઇતિહાસના અંધારા ઉલેચવાનું કાર્ય પોતાને માથે આવ્યું હતું.  પોતાની નિષ્ફળતા યાદ આવી . મેવાડના રાજપરિવારે કૃષ્ણભક્ત મીરાંબાઈની મહત્તાને સ્વીકારી નહીં. જગતે જેની ભક્તિને વંદન કર્યાં એવી એ મહાભક્ત શક્તિને સતાવીને મેવાડનો તત્કાલીન મહારાણો  રતનસિંહ અને પછી મહારાણા વિક્રમાદિત્ય કલંકિત બન્યા હતા. મીરાબાઈ મેવાડ છોડ્યું, પ્રજામાં આ રાજવંશ આ કારણે જ અપ્રિય બન્યો હતો.  બાપ્પા રાવળથી માંડીને મહારાણા સંગ્રામ સુધી, છેલ્લા આઠસો  વર્ષોમાં, સૌ પ્રથમવાર મેવાડના રાજવંશને પ્રજા તરફથી નફરતની આંધીનો સામનો કરવો પડ્યો.  પ્રજા તરફની નફરતની આંધીનો કારી ઘા સૌથી વધારે મહારાણા ઉદયસિંહને વાગ્યો હતો.  પોતે જયમલ રાઠોડના નેતૃત્વ હેઠળ ચિત્તોડગઢના મહાજનને દ્વારિકા મોકલ્યા. મીરાબાઈને મેવાડમાં સન્માનની મેવાડની રૂઠેલી રાજયશ્રીને આબાદ કરવાની મુરાદ નિષ્ફળ ગઈ. સંતકૃપા સ્વર્ગ અપાવે અને સંત દુભાય તો આફતના ઓળા આવી મીરાંબાઈ જેવી મહાન સંત શક્તિની કૃપાનો વરસાદ પોતાના પર પોતાની પ્રજા પર ન વરસ્યો એનો ગમ મહારાણાને રહી ગયો.

           કેવી રીતે ભુલાય ? ભગિનીને લેવા ગયેલા ભાઈનો, ભગિની વગર ચિત્તોડ પ્રવેશ વેળા વિચારના વાદળ-છાયો દુઃખી ચ્રહેરો.

           ઇ. સ. ૧૫૬૭ના ચિત્તોડગઢના યુદ્ધમાં પોતે વીરગતિ પામીને અમર બનવા માંગતા હતા. પરંતુ ચિતોડના મહાજનો અને રાજ્યસભાના સરદારોની વિનંતીને માન આપીને મહારાણાને રણનીતિ બદલવી પડી.  આમ તો રાજા મહાબળવાન હોય છે પરંતુ જ્યારે પ્રજા અને મંત્રીમંડળની સંયુક્ત ઈચ્છા સાચી દિશામાં વહેતી હોય ત્યારે રાજાનો દુરાગ્રહ નાકામિયાબ નીવડે છે.  ગુજરાતના એક બારોટે, ગુજરાતના ઇતિહાસનો એક પ્રસંગ વર્ણવ્યો તે તેમને યાદ આવ્યો.

 

            આજે તો ગુજરાતમાં મોગલ સલ્તનતની બોલબાલા છે.  પરંતુ તે વખતે એટલે કે ઇ.સ સન

૧૧૩૫માં ગુજરાતમાં સોલંકીઓની સત્તાનો સુવર્ણયુગ હતો. ત્યાં તે વખતે સિધ્ધરાજ જયસિંહ રાજ્ય કરતો હતો.  નર્મદાતટનો વિશાળ પ્રદેશ , કોકણ અને કર્ણાટક, સૌરાષ્ટ્ર એણે જીતી લીધા હતા. તે પોતે મહાપરાક્રમી હતો. જેણે હાથોહાથની લડાઇમાં બર્બરકને જીત્યો હોય એવા સિદ્ધરાજના બળ માટે કયા શબ્દો વાપરવા ? અને રાજદરબારમાં ઉદયન મહેતા, મુંજાલ મહેતા, શાંતુ મહેતા, કાકભટ્ટ, કેશવદેવ ,કૃષ્ણદેવ ત્રિભુવનપાળ જેવા મહારત્નો વિરાજતા હતા. ભારત વિખ્યાત મહામુનિ હેમચંદ્રાચાર્ય  તે વેળા પાટણની ધરતીને પાવન કરતા હતા.  ‘સિદ્ધહેમ’ જેવો મહાન વ્યાકરણ ગ્રંથ જગત સમક્ષ પ્રકાશિત થઇ ચુક્યો હતો.   રાજમાતા મીનળદેવી ગુજરાતની અસ્મિતાને પોતાના પુત્રના પરાક્રમ વડે સોળે કળાએ ખીલતી સ્વર્ગપથગામી બન્યા હતાં.

           ગુજરાત શ્રીમંત હતું. પાટણ સમૃદ્ધિની છોળોમાં રાચતું હતું.  તે વખતે ગુજરાતનું મહાબળવાન પડોશી માળવા હતું.  ભોજ અને મુંજના ગૌરવથી પોખાયેલા માળવાને યશોવર્મા વધુ દીર્ઘકાય બનાવવા તનતોડ પ્રયત્ન કરતો હતો.એક વેળા, સિદ્ધરાજ જયસિંહના રાજઅમલની શરૂઆતમાં, એની ગેરહાજરીમાં, માળવાના શાસકે પાટણ લૂંટ્યું હતું. આમ માળવા એ ગુજરાત માટે લટકતી તલવાર હતી. સિદ્ધરાજ માળવાના ભોરીંગના મસ્તકનો મણિ ખૂંચવી લેવા માંગતો હતો.  જેમ અશોકે પૂર્વ તૈયારી કરી કલિંગ પર ત્રાટકીને જીતી લીધું તેમ સિદ્ધરાજે યશોવર્માને ઉજજયિની આગળ હરાવી દીધો.  યશોવર્મા પોતાની જાતને  બચાવવા ધારાનગરીમાં ભરાયો. કિલ્લાના દરવાજા કિલ્લાના દરવાજા બંધ કરી દીધા.ચાર ચાર માસ થયા છતાં આ ગઢના કાંગરા પણ તે ખેરવી શક્યો ન હતો.

 

           એક રાત્રે તેને વિચાર આવ્યો. ગુજરાતનો ભાવિ નરેશ કોણ ? કારણ કે તે વૃદ્ધાવસ્થાને આરે પહોંચ્યો હતો.  પ્રાણ ક્યારેય દેહને છોડીને ચાલતી પકડે એનુો શુો ભરોસો ?

           ગુજરાતની ગાદી માટે ત્રણ જણનો હકક દાવો હતો. મહારાજની એકની એક પુત્રી કાંચનદેવી અને શાકંભરીના ચાહમાન ઉર્ફે ચૌહાણ રાજા ઉર્ફે આણોરાજ ઉર્ફે આનકદેવનો પુત્ર સોમેશ્વર મહારાણી લક્ષ્મીદેવી નિ:સંતાન હતા. મહારાજની એક વારાંગનાના સથવારાથી થયેલો પુત્ર કુમારતિલક અથવા વાગડભટ્ટ અને ત્રીજો વારસદાર હતો.  મહામંડલેશ્વર ત્રિભુવનપાળનો પુત્ર કુમારપાળ. એની વંશપરંપરા મજબૂત હતી.  તે રાજા ભીમદેવના પુત્ર ક્ષેમરાજના પુત્ર દેવીપ્રસાદના પુત્ર ત્રિભુવનપાળનો દીકરો હતો.

           દીકરીના દીકરાને ગુજરાતનું મંત્રીમંડળ તો શું સ્વયં ગુર્જરેશ્વર મહારાજાધિરાજ સિદ્ધરાજ અને મહારાણી લક્ષ્મીદેવી પણ સ્વીકારવા તૈયાર ન હતા.  શાકંભરીના અર્ણોરાજની ઈચ્છા એ હતી કે, જો પોતાના પુત્ર સોમેશ્વરને ગુજરાતની ગાદી મળે તો પોતાના બીજા પુત્ર જગતને શાકંભરીનો રાજા બનાવવો જેથી ચૌહાણો ભારતમાં મહાબળવાન બને. આ માટે કાંચનદેવી તૈયાર ન હતી.  શાકંભરીની ગાડી એ પોતાની શોકયનો દીકરો જગત, સોમેશ્વરને સ્થાને આવે એ એનાથી સહન થાય એમ હતું જ નહીં. પિતાના રાજ્યોમાં ચૌહાણો આમ પગપેસારો કરે એ પણ તેને મંજૂર ન હતું.

 

           એક વારાંગના નો દીકરો કુમારતિલક ઉર્ફે વાગભટ્ટ ગાદી પતિ બને એ વાત મહારાણી લક્ષ્મીદેવીના હૈયાને હચમચાવી જતી હતી.  જ્યારે નગરશોભિનીઓ રાજકારણમાં આવી છે ત્યારે ત્યારે ઇતિહાસમાં જબરી હલચલ મચી છે.  તે આમ્રપાલી હોય ચૌલાદેવી હોય કે મહારાજા સિદ્ધરાજની પ્રેયસી  હોય. એ કરતાં તો પોતાનો ભત્રીજો કુમારપાળ રાજબીજ હોઈ ગાદીપતિ બને એમ તેઓ ઈચ્છતા હતા.

           કુમારપાળ યોધ્ધોં હતો. મહાન ધનુર્ધારી હતો.  તે ગજવિદ્યાનો જબરો નિષ્ણાંત હતો.  તે ધાર્મિક પ્રવૃત્તિનો હતો.  તેને જૈનધર્મ તરફ જબરી આસ્થા હતી તે વખતે ગુજરાતના રાજકારણમાં શૈવધર્મ અને જૈન ધર્મ વચ્ચે જબરી રસાખીંચ ચાલતી હતી. રાજા અને સેના શૈવધર્મી હતી જ્યારે મંત્રીમંડળ અને પ્રજાનો થોડો ભાગ જૈનધર્મી હતો સત્તા માટેનો ગજગ્રાહ ધર્મના ધોરણે ચાલતો હતો.

           કુમારપાળને ખતમ કરવા સિદ્ધરાજે તમામ તાકાત લગાવી પરંતુ કુમારપાળ હાથ ન આવ્યો. આ  બાજુ મહારાજે મહામંડલેશ્વર ત્રિભુવનપાળની તમામ સત્તા લઈ લીધી.  ઉદયયને ખંભાત મોકલી આપ્યો.  ‘જો તું તારા સાળાની સહેજ પણ તરફદારી કરીશ તો સાઠ હજાર અશ્વદળના સેનાપતિ તરીકે પદભ્રષ્ટ કરી અને દેહાંતદંડ આપીશ.’ એવી ધમકી કૃષ્ણદેવને આપવામાં આવી.

           હવે સિદ્ધરાજનો સૂર્ય અસ્તાચળે પહોંચ્યો.  તે ‘અવંતીનાથ’ બની ચૂક્યો હતો.  કુમારપાળને હસ્તગત કર્યા વગર મહારાજ સિધ્ધરાજ સ્વર્ગે સંચર્યા.

           ગુજરાતના જૈનધર્મી મંત્રીગણે અણીના સમયે કુમારપાળને પ્રગટ કર્યો અને છેવટે ગુર્જરેશ્વર બન્યો

  

      મહારાણા વિચારવા લાગ્યા, મૃત્યુ પછી શું રાજ્યમાં આંતરવિગ્રહ તો નહીં થાય ? બધા તો લગભગ સ્વીકારી ચૂક્યા છે કે, પ્રતાપ જ ભાવિ મહારાણા છે.  જ્યારે ભાટીયાની રાણી જગમાલ માટે આગ્રહ રાખે છે.  શું મારા મૃત્યુ પછી આંતર-વિગ્રહ થશે કે પછી મેવાડના સામંતો પ્રતાપને મેવાડપતિ બનાવીને જગમાલને ભગાડશે ? જો મહારાણી જયવંતીદેવી જીવંત હોત તો રાજમહેલમાં જબરી ખટપટ ચાલત. છતાં યે જગમાલ માટે માનસિંહ સોનગિર, અક્ષયરાજ સોનગિર, ભાણ સોનગિરા અને પોતાનાથી નિર્વાસિત થયેલ શક્તિસિંહ પડકાર છે જ.

 

       જોકે મહારાણાને એક વાતે સંતોષ હતો કે, રાજપૂતાનામાં સત્તાનો ગજગ્રાહ ધર્મ વડે લડતો ન હતો. રાજપૂતાનાના ત્રણ મુખ્ય રાજ્યો મેવાડ, મારવાડ અને અંબર હતા. તેમાં મેવાડ શૈવધર્મી હતું. જ્યારે મારવાડ અને અંબર વૈષ્ણવધર્મી હતા. છતાંયે આ ત્રણે રાજ્યોમાં કદી ધર્મને કારણે લડાઈઓ થઈ ન હતી. ઊલટું અલગ અલગધર્મ પાળતા હોવા છતાં આપસમાં લગ્ન-સંબંધો બંધાયા હતા.             

        રણનીતિ બદલવાથી ચિત્તોડ ગુમાવ્યું. જે કીર્તિ પોતે ચાહતા હતા તે જયમલ રાઠોડને મળી. પોતાને જગતે વિનાકારણે નામોશી આપી. રાજપૂત માટે યુદ્ધમાં મોતને ભેટવું સરળ છે. પરંતુ બદનામીમાં જીવતાં રહેવું દુષ્કર છે. જનતા જનાર્દ ને રાજવીને આપેલો આદેશ પણ એટલો જ જરૂરી હતો. મેવાડના ઉજ્જવળ ભાવિ માટે પોતાની કીર્તિનું ઉદયસિંહે દફન કર્યું. એનાથી તેઓનો વીરાત્મા કકળી ઉઠ્યો. પરંતુ હવે તેઓ    મૌન બની ગયા હતા. સમાજ અને ઈતિહાસ પોતાને કાયર , વિલાસી ગણેશે ે તથ્ય તેઓથી અજાણ ન હતું.

        પોતાના મહાવીર પુત્ર પ્રતાપસિંહ, બળવીર શક્તિસિંહ, મલ્લરાજ જેવા કર્ણસિંહ , રણશૂરા સાગર, ભાટિયાનીનો જગમાલ અને અન્ય પુત્રોને , જેઓ સાચે જ મહાબળવાન રાજકુમારો હતા. તેઓ વીરતા, વિનય, રૂપમાં મેવાડી પરંપરાને ઉજાળે તેવા હતા. તેથી મહારાણા ઉદયસિંહ પરમ સંતોષ અનુભવતા હતા.            

 

        અક્ષયરાજ સોનગિરા, ભાણ સોનગિરા, કૃષણસિંહ રાવત, સાંમાજી ચૂડાવત, ગુલાબસિંહ ચૌહાણ , લકશસિંહ ઝાલા, કાળુસિંહ રાઠોડ જેવા રાજસ્થંભો, પ્રત્યપજેવો યુવરાજ. મહારણને મેવાડનાં ઉજ્જવળ ભાવિ વિષે રજમાત્ર શંકા ન હતી. જોકે મહારાણા સારી પેઠે જાણતા હતા કે, શહેનશાહ અકબર હવે મેવાડ ઉપર ત્રાટકશે જ. શિવપુર , કોટા અને ચિત્તોડગઢ જેવા મહત્વના કિલ્લા તો મોગલો પાસે જતા રહ્યા હતા. આ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવા માટે તેમણે  મેવાડના સાથી રાજાઓ, સામંતો , સરદારો અને મિત્રો સાથે મંત્રણાઓ કરી હતી. બિહારથી ધનુર્ધારીઓના દળને, રાજ્યના ભીલોને તાલીમ આપવા આમંત્ર્યા હતા. સૈનિક તાલીમ મેવાડના ગામડાઓમાં ચાલતી જ હતી. શાંત જણાતા વાતાવરણમાં ભરેલો અગ્નિ હતો. પ્રચંડ વિસ્ફોટ માટે માત્ર એક ચિનગારીની જરૂર હતી.

 

      ટૂંક સમયમાં જ યુદ્ધ થશે એવા ભણકારા વાતાવરણમાં વાગતા હતા. કોમલમેરના જંગલોમાં વાઘ-વાઘણનો શિકાર ખેલતા સોળ વર્ષના કિશોર ઉદયનું જોમ ૫૦ વર્ષના મહારાણાને સ્પર્શી ગયું. યુધ્ધના મેદાનમાં પોતે રાજા તરીકે. સર્વ પ્રથમ પોતાની અસિ સાથે કૂદી પડશે અને ચિત્તોડ છોડયાનુ કલંક ભૂંસી નાંખશે એવાં સ્વપ્નોમાં તે રાચતા હતા.

       યુવરાજ પ્રતાપે , નાદેડના ચૌહાણો ને , તેમના મહાવીર આગેવાનને મહાત કર્યા. એથી પ્રતાપની યોગ્યતા વિષે સમસ્ત રાજપૂતાનામાં ડંકો વાગી ગયો હતો.

       પ્રતાપ એટલે પોતાની સૌથી તેજસ્વી મહારાણી જયવંતીદેવીનો પુત્ર. પ્રતાપ એટલે પાલીનરેશ  અક્ષયરાજ સોનગિરનો પૌત્ર. પ્રતાપના ગુરુ કોણ ? માનસિંહ સોનગિરા જેસલમેરની પહાડીઓમાં માનસિંહ સોમગિરા એ પ્રતાપને  મેવાડના ભાવિ મહારાણા તરીકે જે તાલીમ આપી હતી એ તાલીમ તો જેમ ગુરુ વસિષ્ઠે રામને આયોધ્યાપતિ બનવા આપી હતી એ પ્રકારની હતી. બહેન જયવંતીએ ભાઈ માનસિંહ સોનગિરા પાસે મૂક્યો હતો જ એટલા માટે   કે , પ્રતાપ મેવાડનો મહાન રાણા બનવાની તાલીમ પ્રાપ્ત કરે.

       “ ભાઈ. આ  બાળક, ચિત્તોડનો.  મેવાડનો ભાવિ નરેશ છે. એનો ઉછેર એવી રીતે થવો જોઈએ કે, એ પોતાના મહાન પૂર્વજ બાપ્પા રાવળ , કાલભોજ, હમ્મીરદેવ , મહારાણા સાંગાજીના  વંશને દિપાવે. મારો ભાઈ માનસિંહ સોનગિરા એમાં કોઈ કસર નહિ રહેવા દે એની મને ખાતરી છે. સૂર્યના આગમને જેમ અંધકાર નાશ પામે એમ પ્રતાપની વીરતાથી સમસ્ત મેવાડ ભારતના નકશાપર ઝગમગી ઉઠે. એના કરકમળોથી મેવાડનું સોનેરી પૃષ્ઠ લખાય. “ કોઈ આર્ષ્રદ્રષ્ઠાની અદાથી જયવંતીદેવી બોલી.

                         

          “ બહેન , પ્રતાપ સૂર્યવંશી છે. મનુ, ઈક્ષ્વાકુ , રઘુ , દિલીપ,સગર ,ભગીરથ, અજ , દશરથ ,રામચંદ્ર, ચંદ્રગુપ્ત , અશોક ,સમુદ્રગુપ્ત , સ્કંધગુપ્ત , સમ્રાટ હર્ષવર્ધન, પરદુખભંજન વિક્રમાદિત્યની પરંપરાને આગળ ધપાવે એવો મહાવીર બનશે. એના માટે હું તન ,મન અને ધન અર્પણ કરતાં ખચકાઈશ નહિ. એ નિર્ધાર મારી આ પ્રિય અસિના શપથ સાથે લઉં છું. “ માનસિંહ સોનગીરાએ ગર્વોન્મત્ત બનીને કહ્યુ,

      “ તો ભાઈ, સંસારની બહેનો, તારા જેવા ભાઈ માટે ભગવાન પિનાકપાણિ પાસે હંમેશાં નતમસ્તક બની વરદાન માંગતી રહેશે.”

  “ બહેન , સેંકડો વર્ષો પહેલાં, ગુજરાતનાં પંચાસરમાં જયશિખર રાજા થઈ ગયો. એની કીર્તિ છેક દક્ષિણ ભારત સુધી ગાજતી. ઈર્ષાનાં માર્યા ક્લ્યાણીના રાજવી ભુવડે વીના કારણે આક્રમણ કર્યું, જયશિખર પાસે યુદ્ધ માંગવામાં આવ્યું એટલે એણે યુદ્ધ આપ્યું. તે વખતે એની રાણી સગર્ભા હતી. રાજા સંગ્રામમાં વીરગતિ પામ્યો. શૂરપાળ તેનો સેનાપતિ અને સાળો હતો. રાણીને લઈને જંગલમાં સંતાઈ ગયો. અંહી બાળકનો જન્મ થયો. નામ પાડ્યું વનરાજ. વનમાં જન્મ્યો માટે વનરાજ કે વનના રાજા જવો બહાદુર માટે વનરાજ . જે સમજવું હોય તે . મામાએ એને શસ્ત્ર, શાસ્ત્ર અને સમાજની તાલીમ આપી. ભાઈ અને બહેનની અભિલાષા વનરાજને ગુર્જરપતિ બનાવવાની હતી. ઈતિહાસ સાક્ષીછે કે , વનરાજ આગળ જતાં મહાન ગુર્જર નરેશ બન્યો. એણે સમાજમાં વિવિધ વર્ગોના મહાન માણસોનો સાથ લઈ, ગુજરાતની એક નવી પ્રતિભા ઈતિહાસના પેન કોતરાવી. માટે આ જગતમાં કશું અશક્ય તો નથી જ, ધ્યેય સિધ્ધિ માટે જોઈએ અણથભ પરિશ્રમ અને શ્રધ્ધા. એના વડે તો સાડાપાંચ ફૂટનો માનવી આસમાનની બુલંદીને પણ આંબી શકે છે. પછી પ્રતાપનો પ્રતાપ ઈતિહાસપર છવાઈ ન જાય એ શું બની શકે ?

        પર્વતની ધારે ધારે ફરતાં ફરતાં, કદી કદી યુવરાજ પ્રતાપને માતાની યાદ આવી જતી. આજે જ્યારે પોતે , સિદ્ધિ ના સોપાનો , એક પછી એક સર કરતો જાય છે ત્યારે માં જયવંતી એ નિહાળવા આ જગતમાં નથી એનો  અફસોસ પ્રતાપને દુ:ખી દુ:ખી કરી દેતો હતો. “માં , તારી યાદ આવે છે. તું હંમેશાં કહેતી , સાચો શાસક વીરતાનો ભંડાર હોય, કાયર શાસકનું શાસન નિસ્તેજ બની જાય છે. સાચા શાસકમાં સ્વાર્થ ન હોય.જે ધરતીમાંથી એ પેદા થયો એનું હિત એના હૈયામાં વસેલું હોય. સમષ્ટિ માટે વ્યક્તિગત સ્વાર્થો ને એ તુચ્છ ગણે. સેવાથી આનંદ પામે, મેવાથી નહિ.”

       સંધ્યાકાળ વીતી ગયો. પૃથ્વીપર અંધકાર પ્રસરી ગયો. ક્ષણે ક્ષણે એની સત્તામાં વધારો થતો ગયો. હવે તો મંદિરની આરતીનો ઘંટારવ પણ શમી ગયો.

             અશ્વારોહી પ્રતાપના વિચારો પણ દોડતા હતા. ભાવિ યુધ્ધમાં પોતે ચિત્તોડગઢને ઉજાડનાર અક્બરશાહ સાથે , મેવાડના વિનાશનો વીણી વીણીને બદલો લેશે, અક્બરશાહ ની ક્રૂરતા તેઓ ભૂલ્યા ન હતા. યુધ્ધની અધવચાળે રાજનીતિએ લીધેલા નિર્ણયથી પ્રતાપને યુધ્ધથી ફારેગ થઈ જવું પડ્યું હતું. ચિતોડગઢના જૌહર અને કેસરિયાં પછી પણ અક્બરશાહે વિજયના ઉપહારમાં રાખ જોઈને ત્રીસ હજાર નાગરિકોની ક્રૂર કત્લે આમ ચલાવીને જે આતંક ફેલાવ્યો હતો. તેથી પ્રતાપના મનમાં સ્વતંત્રતાની ઝંખના વધુ મજબૂત બની ગઈ હતી. પ્રતિશોધની આગના તણખા તો હૈયામાં ફરતાં જ હતા. પણ હવેના યુધ્ધમાં પોતે ખરાખરીનો જંગ ખેલશે, રણાંગણમાં ઘૂમવાનો લ્હાવો મળશે. એ વિચારે એમના રૂંવાડે રૂંવાડે રોમાંચ અનુભવતા.

 

          રાત્રિના બીજા પ્રહરે, ભટિયાની રાણી ધીરબાઈના આવસામાં મહારાણા ઉદયસિંહ પ્રેમાલાપમાં મગ્ન હતા.            

   “ રાણી. તારી ચંચળ આંખોના મારથી હું ઘયલ તો થાઉં છું. પરંતુ વારં વાર ઘાયલ થવાની તમન્ના રાખું છું. પ્રેમરસથી ભરપુર તારી વાણી સાંભળતા હું ધરતો નથી. તારું અધરામૃત વાળું મુખ ચંદ્ર કરતાં વિશેષ સુંદર લાગે છે.”

    “મહારાણાજી, અબળાને વખાણી વશમાં કરી લેવામાં પુરુષો માહીર હોય છે.”

 “ ધીર, સ્ત્રી અબળા કહેવાય જ નહિ. જેના નયનોંના મારથી તો દેવરાજ ઈન્દ્ર જેવા પણ પરાસ્ત થઈ જાય છે. બિચારો કુસુમાયુધ આવી મૃગનયનીનો દસ બનીને વર્તે છે. સ્ત્રીને અબળા કહેવાની મૂર્ખતા હું તો નહિ જ કરું ?”

   “મહારાણાજી , તમારા મેવાડમાં સ્ત્રીઓની કિંમત જ કયાં છે ? અમારા કરતાં તો તલવારો તમારી સાથે વધુ વખત રહે છે, આ તમારા મેવાડમાં તો જ્યાં જુઓ ત્યાં તલવારોનો ખખડાટ, મૂછાળા મર્દોની યુદ્ધ ઘેલછા, જેને જોઈ નથી એવી સ્વર્ગની અપ્સરાઓના હાથે પુષ્પહાર પહેરવા માટે, શીઘ્રાતિશીઘ્ર  વીરગતિ પામવાની આરજૂ , અંહી પત્નીઓ માટે પતિઓને વખત જ ક્યાં છે ? કેટલી રાહ જોવડાવો , તડપાવો, તડફાવો, ત્યારે ‘ઈદ ના ચાંદ’ ની માફક તમારા દર્શન થાય છે.”

     “ ભટિયાની , દરેકને પોતાની વેદના જ મોટી લાગે છે. તારી આંખે જોવાને બદલે મારી આંખે જોવાનો પ્રયત્ન કરીશ તો તને મહારાણા ની દશા પર અવશ્ય દયા આવશે. હુ તારો આશક તો છું જ સાથે સાથે મેવાડનો મહારાણો છું,મેવાડના મહારાણા તરીકે રહેવું એટલે ભીષ્મની બાણશૈયા. મારાં એ કર્તવ્યો કેવી રીતે ભૂલી શકાય ? બાકી મારી હાલત તો તારા વગર કફોડી હોય છે. જ્યાં સુધી હું તને જોતો નથી ત્યાં સુધી જોવાની અભિલાષા જાગે છે. જોયા પછી બાહુપાશમાં ભીંસી લેવાનું મન થાય છે અને બાહુપાશમાં ભીંસેલી ભટીયાની ને અળગી કરાય કે ?

 “ વાહ , રાણાજી, ખૂબ ખીલ્યા છો ને? શ્રીફળના કઠણ  કોચલાની અંદર મીઠું મધુરું પાણી હોય છે તેમ મેવાડના મહારાણાના હૈયામાં આવો પ્રેમરસ વહે છે તેની દુનિયાને શી ખબર ? હું હમણાં જ આવી.” કહી ભટિયાની રુમઝુમ કરતી નાંઠી.

          કાંચન હાથમાં આવતાં જ માનવી મદહોશ નબી જાય છે પરંતુ કમિનીના તો દર્શન થતાં જ માનવી મદહોશ બની જાય છે. યૌવન-સભર સુંદર પત્નીઓ વચ્ચે મહારાણા મદનની માફક વિહાર કરતા હતા. વિલાસ તરફ થલી પડેલા ઉદયસિંહ માટે પ્રજામાં, આ બાબતે થોડો કચવાટ હતો. એમ યે ભટિયાની રાણી ધીરબાઈ માટે વિશેષ પ્રેમ હતો મહારાણાને.

       ભટિયાની રાણી પરમ સુંદરી હતી. ગુણવતી હતી. શીલવાન હતી. વાકચાતુરીમાં નિપૂર્ણ હતી. સુંદર સ્ત્રીમાં ગુણ હોય તો સોનામાં સુગંધ ભળે. પરંતુ ધીરબાઈના સર્વ ગુણોમાં એનું મહત્વાકાંક્ષીપણું ખતરનાક હતું. મહારાણા ઉદયસિંહ પર પોતાના રૂપનો જાદૂ પથરાયા પછી એના હૈયામાં જગમાલને  ભવિષ્યમાં મેવાડપતિ બનાવવાના અંકુર ફુટ્યા હતા. એ નિત્ય સોણલાં જોતી.

 

       ધીરબાઈએ છેલ્લા થોડા સમયથી પોતાના પ્રત્યેક હાસ્ય, પ્રત્યેક હવ ભાવથી મહારાણાને વશમાં લઈ પોતાના એ અંકુરને સિંચન કરવાનું કાર્ય કર્યું હતું, બીજી બાજુ, આ વિચારથી જગમાલ પણ વીરમાંથી કયે બની ગયો. કુચક્ર ચલાવવા માટે એણે સાથીઓ ભેગા કરવા માંડયા. મેવાડપતિ બનવાના ગુપ્ત સપનાએ જગમલ કાવતરાખોર બની ગયો. “પ્રત્યેક માનવીને પોતાનામાં જેટલો રસ હોય એટલો વિશ્વની બીજી કોએ વાતમાં હોતો નથી. મારા જીવનમાં આવનાર , મહારાણા બનવાનો અવસર ગુમાવવાની મારી તૈયારી નથી.” જગમલે નિર્ધર કરી લીધો અને પછી માતા અને પુત્રે પોતાની જાળ ગૂંથી ને ધીરે ધીરે બિછાવવા માંડી.

 

      એકલાં પડેલા મહારાણાએ નયનોને આરામ આપવા તેને મીચીં દીધા હતા. મન સમુદ્રના શાંત નીરની મફર સ્થિર થઈ ગયું.અચાનક નુપૂર્ણ ઝણકારે આંખો ખુલી ગઈ. સામેથી આવતી રાણી, દુગ્ધ-ફેન સશો સફેદ રંગ, ચાંદ જેવુ મુખડું, હરણીશી અણીદાર મોટી મોટી આંખો. નાગણની ફેન જેવા કાળા કાળા વાળની ઘટા, છૂટ રાખેલા વાળ, અધ;સ્નાતાને જોઈં મહારાણા બોલ્યા,

     “ રાણી , જેમ જેમ મારી ઉંમર વધતી જાય છે તેમ તેમ તારા રૂપમાં ઝગમગાટ આવતો જાય છે. રંગ લાટી હૈ હિના, પથ્થર પર ઘીસે જાને કે બાદ. મને આ જોઈ ઘણો હર્ષ થાય છે.                    

    “ સઘળો આપની  કૃપાદ્રષ્ટિનો પ્રભાવ છે. પ્રેમ કદી કદી અતિશયોક્તિ પણ કરે છે. આપણો પ્રેમ મારુ અણમોલ ધન છે. અપ મને મળ્યા પછી અતૃપ્તિ હોય ખરી ? “

“ છતાંયે  જીવનમાં કોઈ ખ્વાહીશ તો હશે ને ? હુ તારા પર પ્રસન્ન છું. તું કંઈક માંગ.”

“ જ્યાં વગર માગ્યે બધું પ્રાપ્ત થતું હોય ત્યાં માંગવાનું શું હોય ?”

“રાણી, મારી પ્રસન્નતા તને કંઈક માંગવા અનુરોધ કરે છે. તું માગીશ તો જ મને ચૈન પડશે.”

   “પણ હું માગીશ તે મને આપશો ? મેવાડની રાણી મામૂલી ં જ માંગે.”

“કેમ ? મેવાડના મહારાણાના વચનપર શંકા છે ?

“મહારાણાજી , જવા દો ે વાત, મેવાડની ગાદીપર આપ બિરાજ્ય અને હું આપની રાણી બની એ કાંઈ જેવુ તેવું ભાગી છે ?આપણો પ્રેમ જ મારે માટે બસ છે.”

   “આટલો બધો સંતોષ તને આળસુ બનાવી દેશે.” હસીને મહારાણા બોલ્યા,

  “આપ મેવાડની પ્રજાના હૈયામાં બિરજો છો. આપના પુરોગામી રન વિક્રમાજીત અને વનવીરનો પથ બદલી. મેવાડની પ્રજાનું હ્રદય-સિંહાસન તમે મેળવ્યું એ કાંઈ જેવી તેવી સિધ્ધિ છે. ?

“પરંતુ રાણી મારા હૈયામાં તો તું જ વિરાજે છે.”

 

   “એટલે જતો , હું વારંવાર કહું છું કે, મેવાડપતિની હ્ર્દયેશ્વરી ની અભિલાષા પણ મામૂલીં ન હોય. બલ્કે હાલના સંજોગોમાં તો એ અસંભવ લાગે છે.”  લાગ જોઈ ધીરબાઈએ પાસો ફેંક્યો. લોખંડ જ્યારે ખૂબ તપે ત્યારે જ કુશળ કારીગર એને મનમાન્યો ઘાટ આપે છે. જગમાલ હવે વિલાસી બની ગયો હોવાથી એને યુધ્ધમાં રસ રહ્યો  ન હતો.      

શસ્ત્ર કરતાં વાણી વિલાસ એને વધુ પ્રિય હતો. મેવાડની વીરભૂમિમાં ગુપ્ત રીતે આ દૂષણ પાંગરી રહ્યું હતું. દેવમાં દાનવ પાંગરી રહ્યો હતો. કળિયુગની ખરી ખૂબી જ એ છે ને ! અંહી રાવં પણ રામના જ વેશમાં આવતો હોય છે. રામ કરતાં રાવણની ધર્મ ઘેલછા ધર્મી લોકોને છેતરી જાય છે. એટલે જ ધીરબાઈ જેવી માં, પોતાના પુત્ર જગમાલને મેવાડપતિ બનાવવા ઝંખતી હતી.

   “ મહારાણાજી, આપની આ દાસી કુંવર જગમાલ ના  ભાવિ વિષે સદી ચિંતિત રહે છે. તમે તો જાણો છો. જગમાલ મારી એક માત્ર આશા છે.”

  “ ભટિયાની , નચિંત રહે, જ્યાં પ્રતાપ જેવો ભાઈ યુવરાજ છે ત્યાં જગમલ તો શું કોઈપણ ભાઈને અન્યાય થવા સંભવ નથી. રામ ભરતને અન્યાય કરે એવી કલ્પના પણ  ન કરી શકાય. “

  “ તમે બધાં પ્રતાપને જેટલાં વખનો છો એવો એ નીવડશે ? મહારાણા પ્રતાપને સ્થાપિત કરવા એની માં જયવંતીદેવીએ જે ગોઠવણો કરી હતી તે હજુપણ સક્રિય છે. એના દાદાને મામા કયાં કોઈ કસર રહેવા દે છે?”

 “ પણ એમ જગમાલનું અહિત કયાં ? અમે સ્ત્રી અને ધર્મને રાજનીતિથી અલગ રાખ્યા છે. રાજનીતિ કરવતીના આરા જેવી છે. જેમ વિષનો સ્વાદ ન લેવાય તેમ એ પણ સ્વાદ લેવા જેવી નથી.”

“વાગડના ચૌહાણોએ જ્યારે બળવો કર્યો ત્યારે મી આપને કહ્યું હતું કે , યુધ્ધમાં જગમાલને પણ મોકલો પરંતુ આપે કહ્યુ હતું કે, સાવલદાસ ચૌહાણ મહાવીર છે, કુટિલ છે, ભયંકર યુદ્ધ થશે. જગમલ યુદ્ધ માટે હજુ ગણો નાનો છે. બીજી બાજુ પ્રતાપ ગયો. ભાગ્યયોગે આપની સેનાના પ્રયાસથી ચૌહાણો ભૂંડી રીતે હાર્યા. સંવલદાસ ચૌહાણ કેદ પકડાયો અને ચતુર મામાં માનસિંહ સોનગીરા એ  સઘળો યશ પ્રતાપના નામે ચઢાવી દીધો. સારા યે રાજપુતાનામાં પ્રતાપની વીરતાનો પ્રચાર કરી દીધો. જગમાલ માટે કોઈ મ્હોરાં નાખનાર નહિ એટલે એ બિચારો  .. રહી ગયો.”  બોલતા બોલતા રાણીનો કંઠ રૂંધાયો.

    “રાણી, જગમાલ તે સમયે ઘણો નાનો હતો. એ હકીકતનો ઈન્કાર તો તું પણ નહિ કરી શકે. સોમ નદી કાંઠાનું એ યુદ્ધ આપને જીત્યા પણ નાકે દમ આવ્યો હતો. વીરતામાં ચૌહાણો મેવાડીઓની બરાબર ઉતર્યા હતા. પ્રતાપની કુશાગ્રબુધ્ધિ અને શોર્યથી જ સાંવલદાસ ચૌહાણ જીવતો પકડાઈ ગયો ની તો યુદ્ધ લાંબુ ચાલત, મને સમજાતું નથી ક એમાં માનસિંહ સોનગિરાએ કયું કાવતરું  કર્યું ? રાજપૂતાનામાં વીરતા ની ખુશ્બુ તો અત્તરની ખુશ્બૂ ની માફક આપમેળે ફેલાઈ જાય છે, એને માટે કોઈ કાવતરું કરવાની જરૂર પડતી નથી. અરે, ભટિયાની, પ્રતાપ તો એવો સાગરપેટો છે કે, કદી જો જગમાલ ને મહારાણા બનાવીએ તો એના માટે જીવનભર પ્રાણના ભોગે , ભીષ્મપિતામહ અને ચૂડાજી ની માફક રાજ ચલાવે,”

    ભટીયાની ચમકી, ખરેખર જો જગમાલ મહારાણો બને અને જો પ્રતાપ એનો સમર્થક બને તો પોતાની ઈચ્છા બર આવે. એકવાર જો પ્રતાપ પોતાના પક્ષમાં થઈ જાય તો પછી બીજા બધાં એની વિરુધ્ધ જઈ જ ન શકે

    રાણી મનોમન બાજી ગોઠવવા માંડી. જો કોઈ સંજોગો ઉભા થી તો થોડા સરદારોને પોતાના પક્ષમાં ભેળવી દેવા. પ્રતાપને ધમકી આપવી કે જો જગમલને ગાદી નહિં મળે તો ભયંકર આંતર-વિગ્રહ થશે. મેવાડના સરદારો માહોમાંહો કપાઈ મરશે. જગમાલના પક્ષમાં પણ મોટું જૂથ છે, પછી પ્રતાપ જવો ત્યાગી મેવાડની અસ્મિતા માટે જગમલનો સમર્થક બનશે મહારાજાધિરાજ વિક્રમદિત્યે જેમ વૈતાળને સીડી ઉપર, ઉપરનીચે ચઢવા ઉતરવાનું કામ સોંપીને નિરાંત અનુભવી હતી તેમ આ આદર્શઘેલા પ્રતાપને મેવાડની અસ્મિતાની સીડી પર ચઢતો ઉતરતો કરી દઈશ એટલે જગમાલ ને જિંદગીભર નિંરાંત. એકવાર જગમાલ ગાદી પર બેસી જાય પછી તો ગમે તેવા વિરોધીઓ, મેવાડપતિના માનની મર્યાદા માટે રાજપૂતાનાના વીરો ઝઝૂમશે જ્યાં લાખો રાજપૂતો મેવાડપતિ માટે કામ કરતા થઈ જશે ત્યાં પ્રતાપને પણ આ પ્રવાહમાં તય વગર છૂટકો જ નથી. “

 “ રાણી, શા વિચારમાં ડૂબી ગયા.” મહારાણાંએ હસતાં હસતાં પૂછ્યું.

  “ મહારાણાજી, મારા જગમાલને યુવરાજ  બનાવો અને પછી હું  બનીશ (મનમાં)ભવિષ્યમાં રાજમાતા.

“ઓહ હો, આટલી મામૂલી વાત. કાલે સૂર્યોદય થવા દે પછી તારી ઈચ્છા પ્રમાણે આદેશ આપી દઈશ. તારી અભિલાષા કેમ  ન ફળે ? તારી ભાવનાનો તો હું કેદી છું, “

      અને શયનખંડના દ્વાર ભિડાઈ ગયા. દીપકની જ્યોત બુઝાઈ ગઈ. રાત્રિ ના ગાઢ અંધકારમાં પ્રણયઘેલા બે આત્મા, અવિભક્ત બની ગયા. રાણી તો નિદ્રાદેવીને શરણે ઊંઘતો  ઉડી ગઈ મહારાણાની ,પોતે જે વાત ને મજાકમાં કાઢવા માંગે છે રખે ને રાણી ે વાત પર હઠે ચઢી જાય તો ? તો ગજબ થઈ જાય. ભાવિ અંધકારમય બની જાય. મહારાણા પદ માટે મેવાડમાં એક પ્રસ્થાપિત પરંપરા હતી. એને ખુદ મહારાણા પણ તોડી શકતા નહિ.. જ્યાં સુધી મહારાણાની વાણીમાં સચ્ચાઈ નો રણકો રહેતો ત્યાં સુધી મેવાડના સરદારો અને પ્રજા એમની ઈચ્છા પ્રમાણે પસંદ કરેલા વારસદારો ને જ  સર્વોપરી પસંદગી આપતી પરંતુ જ્યારે મહારાણાની વાણીમાં અન્યાયનો અવાજ સંભળાતો, કુચક્રની દુર્ગંધ આવતી અને પડદા પાછળનો નટ ખેલ ખેલ તો ત્યારે એનો સામનો કરવામાં આવતો. ચૂડાવંશના સલુંમ્બરાધિપતિ કૃષણસિંહ રાવત એ માટે સમર્થ હતા. વારસદારની આખરી પસંદગી એમની મરજીથી જ થતી. એ ઈચ્છે તો પરંપરાગત સૌથી મોટા પુત્રને બાજુ પર રાખી , પાટવી કુંવરનો હક્ક ડૂબાડી ને , બીજા કોઈપણ કુમારને યુવરાજ ઘોષિત કરવી શકે. પરંતુ જગમાલ જેવા નાલાયક માટે તેઓ પરંપરા તોડવા કદાપિ તૈયાર ન થાય. તેમાંયે શક્તિસિંહના બનાવ પછી તો તેઓ મારા પર નારાજ છે.

    મહારાજા વિચાર વાયુએ ચઢ્યા. વિચારોનું દબાણ ખૂબ વધી ગયું, આ માંથી તબિયત લથડી. રાત્રિના દશ વાગ્યે સૌ ભેગા થઈ ગયા. દર્દ વધવા લાગ્યું. કાળચક્રની ગતિ તીવ્ર બની. હવે તો, સ્વયં મહારાણા એ પોતાના જીવનની આશા છોડી દીધી. તત્ક્ષણ સરદારો, પ્રતાપ કરણસિંહ, સાગર વગેરે આવી પહોંચ્યા.

     પ્રતાપ જગમાલની  અવળચંડાઈ જાણતો હતો. એ તેનાથી હંમેશાં દૂર રહેતો. પરંતુ આવા ગંભીર પ્રસંગે જગમાલની ઉપસ્થિતિ પણ જરૂરી છે. માની પ્રતાપ જગમાલ પાસે ગયો. પ્રતાપે જ્યારે જગમાલને પિતાજીની માંદગીનાં સમાચાર કહ્યા અને પરિસ્થિતિનો સ્પષ્ટ ખ્યાલ આવે તે માટે કહ્યું. ”જગમાલ ,ચાલ મારી જોડે. કદાચ , પિતાજીની આ માંદગી અંતિમ નીવડે માટે ચાલ.”  ત્યારે જગમાલે ઉધ્ધતાઈથી જવાબ આપ્યો,  “તમે બધાં છો ને ! મારી શી જરૂર છે? અને થોડીવારમાં તે અંધકારમાં સરી ગયો.

   બીમાર મહારાણાની વાચા હરાઈ ગઈ હતી. ભટીયાની ધીરબાઈ ગભરાઈ. રખેને જગમાલવાળી વાત મારી જાય. પતિ એમને એમ વિદાય લઈ લે. એને કાળ દેવતા પર ભારે ગુસ્સો આવ્યો. કારણ કે આજે એ અપ્રત્યાશિત મહેમાન હતો.

     દૂર ઊભેલી રાણી સામે , મહારાણાએ જોયું, છેલ્લે છેલ્લે પણ રૂપનો જાદુ કામ કરી ગયો. બુઝાતા દીપકની અંતિમ રોશની ચમકી. પણ તે અર્ધ ક્ષણ તેઓ માત્ર આટલું જ બોલી શક્યા. “પ્રતાપ , સૌ એક બનીને રહેજો. મારી આ અંતિમ ઘડી છે. મારી ઈચ્છા છે કે, ‘જગમાલ .  “વાણી લથડાઈ, ડોક મરડાઈ, મહારાણા ગયા. ગોગુન્દાના રાજમહેલમાં એ રાત ઉથલપાથલવાળી બની ગઈ. મહારાણા ઉદયસિંહના મૃત્યુ સાથે , મેવાડનો તોફાની ૩૨ વર્ષનો એક આખો કાળ અતીતના ગહરવ્રમાં પોઢી ગયો. પવનવેગી સાંઢણીઓ રાજપૂતાનાં નગરે નગરે દોડાવવામાં આવી. જોધપુર, અંબર,સલુંમ્બર , કોમલમેર, ડુંગરપુર ,બદનૌર , રણથંભોર ,અજમેરના રસ્તે સાંઢણીઓ રવાના થઈ, મેવાડી મહારાણાના અવસાનના સમાચાર સારાયે રજપૂતાનામાં સૂર્યોદય પહેલાં પહોંચાડવા માટે મધ્યરાત્રીથી પવનવેગી સાંઢણીઓ દોડતી હતી.

    બીજી બાજુ, જગમાલ એના દોસ્તોની ટોળકી સાથે આવતીકાલની બાજી ગોઠવી રહ્યો હતો. થોડાક સાધી રાખેલા સરદારો સાથે જગમાલ મંત્રણાનો દોર આગળ ચલાવતો હતો. મેવાડના સરદારો આપસમાં ચર્ચા કરવા લાગ્યા. “ મહારાણા કોણ બનશે ? “ મહારાણાપદની પ્રાપ્તિ માટે બે ઠેકાણે મંત્રણાઓ ચાલતી હતી. કદાચ મેવાડના આઠસો વર્ષના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું.

    ભટીયાની એ ધડાકો કર્યો, “ મેવાડના ભાવિ મહારાણા માટે તેઓ જગમાલનું નામ વિચારતા હતા. તમે સૌ એ કાનોકાન તો સાંભળ્યું છે ને ?”

     સૌ  માટે આ અપ્રત્યાશિત જાહેરાત હતી. ભાવિની વિડંબણા છે કે , મહારાણા પોતાના વારસદારના નામની કોઈ સ્પષ્ટ ઘોષણા કરી શક્યા ન હતા. પરંતુ હાલના તબક્કે, આ વાતને વિવાદનો મુદો બનાવવા જેવુ ગજું , ઉપસ્થિત રહેલા કોઈ સરદારમાં હતું નહીં. છતાં મનમાં તો સૌ સરદારો વિચારતા હતા,  “પ્રતાપ શા માટે નહિ ?”

      આ વખતે પ્રતાપ તો નિર્માણ પામેલી પરિસ્થિતિ ને પહોંચી વળવા મથતો હતો.

 “ મહારાણાજીની અંતિમ ઈચ્છાનો આદર સૌએ કરવો જ જોઈએ નહીં તો અનાદર કરનાર બેવફા ગણાશે. “ ભટીયાની બોલી. પરીસ્થિતિ પોતાના લાભમાં પલટાવવા માટે , ભટીયાની એ  પોતાના વગના સરદારોને જગમાલની પડખે ઉભા રહેવા વિનંતી સાથે માણસોને રવાના કર્યા.

    કેટલાક મહત્વાકાંક્ષી સરદારો નબળા મહારાણા ઈચ્છતાં હતા. પોતાનું વર્ચસ્વ વધારવા માટેનો પામર સ્વાર્થ એમાં નિહિત હતો. આમ, જગમાલ માટે હવા જામતી જણાઈ.

 આમ, સૌ સ્વાર્થમાં રચ્યાં પચ્યા રહ્યા છે ત્યારે પ્રતાપ મૃત મહારાણાના શબ પાસે શોક નિમગ્ન બેઠા છે. બહારથી શાંત જણાતા પ્રતાપના હૈયામાં વિચારોની ભરતી ઉઠી.

   “ એકાએક પિતાજી ગયા શું મેવાડનો સંઘર્ષ અધૂરો રહેશે ? પરિસ્થિતિ વિષમ હતી. શહેનશાહ અકબર આગ્રામાં ખૂબ જામી ગયો હતો. શામ, દામ , દંડ અને ભેદ વડે એમણે રાજપૂતાનામાં કછવાહાઓને પોતાના મહાન મિત્રો બનાવ્યા હતા. જે કછવાહા રાણા સાંગાજી નો જમણો હાથ બની દિલ્હીને ધ્રૂજવતા હતા તે કછવાહા વંશના રાજા ભારમલ, રાજા ભગવાનદાસ અને રાજા માનસિંહ મોગલ સલ્ટન્ટના મુખ્ય સ્થંભ બની ગયા હતા. હવે તો ભારતના મોટા મોટા રાજ્યો પર વિજય મેળવી મોગલ સલ્તનત ખૂબ બળવાન બની હતી. મહારાણા ઉદયસિંહ પર વિજય મેળવવા તેનો ડોળો ફરી રહ્યો હતો., ત્યાં તો મહારાણા માત્ર ૫૦ વર્ષની વયે ચાલ્યા ગયા. જે મેવાડપતિ બનશે તેને લોઢાના ચણા ચાવવા પડશે. પોતે જો મેવાડના મહારાણા બને તો પોતાનું સર્વસ્વ મેવાડ માટે કુરબાન કરવાની તૈયારી સાથે પ્રતાપ ઘૂમી રહ્યા હતા. પોતે ક મહરના બનશે એવી પણ તેઓને ખાતરી હતી. મેવાડી પરંપરા જ્યેષ્ઠ પુત્રને જ મેવાડપતિ બનાવે છે.

   દાદા અક્ષયરાજ સોનગિરા  ,મામા  માનસિંહ સોનગિરા  , ભાઈ ભાણ સોનગિરા  જેસલમેર હતા. ભાઈ શક્તિસિંહ ઘણાં વર્ષોથી, સલુંમ્બરાપતિ કૃષણસિંહને ત્યાં હતો. કૃષણસિંહજી રાવત પણ પોતાપર અપાર હેત રાખતા હતા.

   જગમાલે સાગર , કર્ણસિંહ અને બીજા રાજકુમારોને બોળવ્યા.

  :ભાઈઓ , તમે જાણો છો કે , પ્રતાપસિંહ અને શક્તિસિંહ આપખુદી , જિદડિયાને ઉધ્ધત છે. આ કારણે તો શક્તિસિંહને સલુંમ્બરાધિપતિને ત્યાં વર્ષો થી નિર્વાસિત દશા ભોગવવી પડે છે. પ્રતાપસિંહ પણ એનો જ સહોદર છે. મહારાણાજી છેલ્લા થોડા સમયથી અતિ મહત્વાકાંક્ષી પ્રતાપથી નારાજ હતા. નાદેડના ચૌહાણોને હરાવ્યા પછી પ્રતાપની ઉધ્ધતાઈ વધી ગઈ હતી. મેવાડના સરદારો સમક્ષ અંતઘડીએ મહારાણાએ  , મેવાડની ગાંડી માટે મારુ નામ મૂક્યું છે. પણ હું ધરું છું કે , પ્રતાપ સહેલાઈથી આ વાત ને માનશે નહિ. કદાચ પ્રતાપ માનશે તો એના દાદા અક્ષયરાજ સોનગિરા  , મામા માનસિંહ સોનગિરા  અને ભાણ સોનગિરા માનશે નહિ. સલુંમ્બરથી કૃષ્ણસિંહજી રાવત અને શક્તિસિંહ આવશે તેઓ પણ માનશે નહિ. હું માનું છું કે, તમે સૌ રાજભક્ત છો. મને મદદ કરશો તો તમારું ભાવિ ઉજ્જવળ બનશે. હું એ બધાને પહોંચી વળીશ. મને ખાતરી છે કે. તમે સૌ મારા પક્ષમાં રહેશો. “

 

   “ ભાઈ જગમાલ,તમારી આશા વધારે પડતી છે. સાચો રાજપૂત કદી બીજાને શેર ભવિષ્ય ઘડતો નથી, એનું ભવિષ્ય તો એના હાથમાં રહેલી ભવાની ઘડે છે. આમારામાંથી કોઈ ને પણ રાજકીય તૃષ્ણા ંથી, પરંતુ અમે આ પળે તટસ્થ રહેવા માંગીએ છીએ. મોટાભાઇ સામે જંગ તો તમારે જ ખેલવો પડશે. મેવાડ વીર ને પોખે છે, કાયર ને નહિ. અમે માત્ર એટલું કહી શકીએ કે, મેવાડપતિનો પ્રશ્ન મહારાણા સરદારો અને જનતાનો છે, જ્યાં સુધી અમારો સવાલ છે ત્યાં સુધીઅમે ભાઈ ભાઈઓમાં રક્તપાત સર્જવાનો વિરોધી છીએ. જે મેવાડપતિ બનશે એના માટે અમે તન ,મન અને ધન હ્રદયપૂર્વક અર્પીશું  પરંતુ મેવાડના રાજસિંહાસન સુધી તો જેને પહોંચવું હશે તો , તેને આપ બળે જ પહોંચવું પડશે. “ કર્ણદેવે કહ્યું.

     “હું  પણ એમ જ માનું છું, : સાગર બોલ્યો એને તત્ક્ષણ સૌ રાજકુમારો સ્થાન છોડી ચાલ્યા ગયા.

        “ધર્મપાલ , હવે શું કરીશું ? ભાઈઓ તો ભીરુ નીકળ્યા.   “જગમાલજી , એ બધાં ભીરુ નથી , ભેદી છે, કૂટનીતિ ખેલવી છે. સાંભળો હું હમણાં જ પ્રતાપસિંહ પાસે જાઉં છું. ભાઇઓની તટસ્થતાનો લાભ લેતાં  મને આવડે છે.

           મરતે ઘોડે ધર્મપાલ પ્રત્યપસિંહના નિવાસસ્થાને જઈ પહોંચ્યો.

           “ આવ, ધર્મપાલ , તું અહીં ? આજે ? અચાનક ?

“જય એકલિંગજી , કદાચ આપણે ખ્યાલ નહિ હોય પરંતુ પરિસ્થિતિ ઘણી વિસ્ફોટક છે. આપણો મહત્વાકાંક્ષી ભાઈ જગમાલ , સરદારો અને ભાઇઓની સહાયથી મહારાણાપદ હાંસલ કરવા અધીરો બન્યો છે. ખુદ સદ્દ્ ગત મહારાણાએ જ સરદારો સમક્ષ આ ઈચ્છા દર્શાવી પછી કયો  સરદાર જગમાલની વિરુદ્ધ થાય ? હું માનું છું કે , આવતીકાલે સૂર્યોદયે મેવાડની ભયંકર કસોટી થશે.

           “ ધર્મપાલ , મેવાડનું રાજસિંહાસન એ બાળકને રમવાનું રમકડું નથી, માત્ર શોભા ંથી. એ કંટકથી ભરેલું  છે. વિષપાન કર્યા પછી જ શંકર મહાદેવ કહેવાયાં. ત્યાગ , બલિદાન અને વીરતાની કસોટી માંથી જે પાર ઉતરે તે જ એનો સાચો ઉત્તરાધિકારી બની શકે. બાકી સિંહાસન એ કાચા પારા જેવુ છે. યાદ રાખજે  જગમાલના ગોઠિયા ધર્મપાલ , મેવાડીઓ જેને સિંહાસનપર બેસાડી શકે છે એને ઉઠાઈ શકે છે.”

        “ તો શું આપ અને જગમાલજી રાજમુકુટ માટે સંગ્રામ ખેલશો ?

ધર્મપાલે પ્રતાપનું મન જાણવા દાણો ચાંપી જોયો.

           “ધર્મપાલ , પ્રતાપ પ્રથમ માતૃભૂમિનો સૈનિક છે પછી જ બીજું કાંઈ , મારે મન મેવાડની અખંડિતતા મહારાણાપદ કરતાં ક્યાંયે ઊંચી છે. એના ગૌરવ માટે બધું ત્યાગવા તૈયાર છું. માં જયવંતીદેવીએ મને સત્તાનો ઉપાસક નહિ, સત્યનો ઉપાસક બનાવ્યો છે. “

    “ આપ મેવાડની અખંડિતતા સાચવી રાખવા માંગતા હો તો મહારાણાપદ નો મોહ ત્યજી દો, નહિ તો મેવાડ ભયંકર આંતર-વિગ્રહમાં સપડાઈ જશે. આપણે અંદરોઅંદર લડીને ખતમ થઈ જઈશું. મોગલ બાદશાહ અકબરને જરાયે તકલીફ વગર મેવાડ મળી જશે. આજના તબક્કે તો આપના ભાઈઓ પણ જગમાલની  પડખે છે.”

       “ ધર્મપાલ તું તારી ચિંતા કર, મેવાડની ચિંતા કરનાર ઘણાં છે.  પ્રતાપ બીજાના ઝઝૂમતો નથી. પોતાના અધિકારની રક્ષા માટે , મારા બાવડાંનું બળ જ પૂરતું છે પરંતુ હું , મેવાડના ટુકડા થાય એમ ઈચ્છતો નથી. ભલે પ્રતાપના ટુકડા થાય , જાઓ , જગમાલને કહેજો , રાજગાદી માટે ભાઈ સામે ભાઈની શમશેર ઉઠે એ ગુહિલોત વંશની પરંપરાથી. પ્રતાપ રાજગાદીનો મોહ નહીં રાખે જો મેવાડના સરદારોનું તેને પીઠબળ હશે તો.

 

    ‘ શું આપ આ હ્રદયપૂર્વક કહી રહ્યા છો.” ધર્મપાલે પૂછ્યું.

  “  ભાઈ , હું જગમાલના દોસ્તને ઓળખું છું. તું તારે ચિંતા કર્યા વગર જા.  મારા કથનની  ખાતરી આવતી કાલે સૂર્યોદયે શ્મસાનમાં હાજર રહીને કરવી આપી શું પછી વિશેષ કાંઈ ?”

       ધર્મપાલ જાણતો હતો કે, મેવાડી રાજકૂળની રીતિ પ્રમાણે યુવરાજનો જ્યારે રાજ્યાભિષેક થતો ત્યારે જ મૃત મહારાણાનો અગ્નિસંસ્કાર થતો, રાજગાદી ગાદીપતિ વગર ધડીભર પણ કેવી રીતે રહી શકે ? આ  પરંપરા પ્રમાણે , જો પ્રતાપ સ્મશાનભૂમિમાં હાજર રહે તો પછી જગમાલ અવશ્ય મહારાણા બને જ.

 “  આપ સાચે જ મહાન પિતૃભક્ત છો. ત્યાગ વડે , સાચે જ આપ શોભી રહ્યા છો. “

    આટલી દુ:ખદ પળોમાં પણ પ્રતાપને હસવું આવી ગયું. શેતાન શાસન સમજાવી રહ્યો હતો. તેઓ બોલ્યા.          

 

 

     “પરંતુ ધર્મપાલ , જગમાલને મહારાણાપદ મેળવતા આવડશે ? લાયકાત વગરની સિધ્ધિનો આનંદ ક્ષણજીવી તો નહિ નીવડે ને ? ભલે , જા તારા મિત્રને મહારાણા બનાવવા દોડી જા.”

      યોગ્યતા વિનાનો માનવી જ્યારે સત્તાના સિંહાસનપર ચઢી બેસે છે ત્યારે એનો અને સમગ્ર પ્રજાનો શતમુખી  વિનિપાત સર્જાય છે.

     પ્રતાપને ધર્મપાલની દલીલ યાદ આવી.

 “પ્રતાપસિંહજી , આજે મેવાડ ત્યાગ માંગે છે. પાટવીકુંવર તરીકે મેવાડની ગાદીપર આપણો અધિકાર છે પરંતુ આંતરવિગ્રહ થવાની અણી પર મેવાડ આવીને ઊભું છે. મેવાડી-સેના બે ભાગમાં વહેંચાઈ જાય અને યાદવોની માફક શું આપણે આપસઆપસમાં કપાઈ મરીશું ?”

      આ વાતના સંદર્ભમાં પોતે શું કહેયું હતું.

    “મેવાડ ત્યાગ માંગે છે પરંતુ પ્રાણ માંગે તોય આપવાને હું તૈયાર છું. માતૃભૂમિની સ્વતંત્રતાની રક્ષા કરવી એ જ મારુ ધ્યેય છે. હું આંતર વિગ્રહ નહીં થવા દઉં. ગાદી માટે એકબીજાના લોહીની નદીઓ વહેવડાવે એવો તુચ્છ પ્રતાપ નથી.”

   મેવાડ રાજ્યનો મુદ્રાલેખ છે ધર્મો રક્ષતિ રક્ષતઃ

     મેવાડના મહારાણા પોતાને મહારાણા નહિ સમજતા પ્રજાના સેવક તરીકે સમજે છે. ગાદી  તો ભગવાન એકલિંગજીની. પોતે તો માત્ર દીવાન. કેવી ઉમદા ભાવના ! શું સ્વાર્થી અને વામન જગમળથી આ  પરંપરા સચવાશે ?

           જેસલમેરમાં અડધી રાતે હલચલ મચી ગઈ. દુ:ખદ સમાચાર સાંભળતાં જ અક્ષયરાજ સોનગિરા , માનસિંહ અને ભાણ પોતપોતાનાં કટક સાથે ચુનંદા, પાણીપંથા ઘોડાઓ પર સવાર બનીને ગોગુન્દાના પંથે પડયા.

   “ભાણ , ગોગુન્દામાં રાજખટપટ ચાલે છે. ભટીયાની રાણી કોઈ ચાલ ન રમી જાય એ  આપણે જોવું પડશે. વિશ્વના ઈતિહાસમાં જ્યાર જ્યારે રાજનીતિમાં સુંદર સ્ત્રીઓએ અનધિકાર પ્રવેશની ચેષ્ટા કરી છે ત્યારે ભયંકર ઉથલપાથલો  સર્જાઈ છે. રણમાં વિજેતા બનેલા મહાવીરો પણ જનાનાવાસની આ અબળાઓ પાસે હારી જાય છે. આપણે   “ ભટિયાનીના કુચક્રથી સાવધાન રહેવું પડશે.”

       “દાદાજી , એ ચાલ સફળ થાય તેમજ નથી. ખાટલે મોટી ખોડ હોય તેમ જગમાલ જેવા તદ્ ન અયોગ્ય પુત્રને કયા બળે મહારાણાપદના સ્પર્ધી તરીકે રજૂ કરશે ? “

    “પિતાજી  . પ્રતાપ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળશે. “ માનસિંહજી બોલ્યા.

   “ માન , કુટીલો હંમેશાં પીઠ પાછળ ઘા કરે છે. ભટીયાની રાણી ધીરબાઈએ મહારાણા ઉદયસિંહ પાસે શી બાજી ગોઠવી હશે ?     ખરેખર તો આજે , આ પળે પ્રતાપસિંહ પાસે આપણી હાજરી આવશ્યકતા હતી. વીરો હંમેશાં યુધ્ધભૂમિમાં રુદ્ર જેવા હોય છે પરંતુ કપટવિધામાં કોરા.”

    “સૂર્યોદય પહેલાં, ગોગુન્દા  પહોંચવું અશક્ય છે.” હાં સોનગિર બોલ્યા.

“એ  જ સમય સૌથી અગત્યનો છે. મહારાણાની અંતિમ ક્રિયામાં રાજપૂતાનાના  રાજાઓ , સરદારો અને સામંતો ઉપસ્થિત હશે જ. મેવાડના મહારાણાની વરણી એ રાજપૂતી શાનની વરણી છે. અને સમગ્ર રાજપૂતાના ભાવિ મેવાડપતિ તરીકે તો મોટાભાઇ પ્રતાપસિંહ ને જ ઈચ્છે છે. સૌની એકમાત્ર એ જ આશા છે. શહેનશાહ અકબર સામે જંગ ખેલવા સમર્થ કેવળ પ્રતાપ જ છે. સમગ્ર રાજપૂતી શાનના બુઝાતા દીપકને પ્રજ્વલિત કરનાર પ્રતાપને મેવાડપતિ ન  બનાવે એ હું અસંભવ માનું છું.”

   “ છતાં યે રાજનીતિમાં વિરોધીનું મૂલ્ય ઓછું આંકવું કે પોતાની શક્તિપર જ મુસ્તાક રહેવું એ મૂર્ખતા ગણાય.” અક્ષયરાજ સોનગિરા બોલ્યા.

     “રાજનીતિના સૂક્ષ્મ ભેદમાં પડવાની મારી ક્ષમતા નથી. હું તો એટલું જાણું છું કે, આજે મેવાડને પ્રતાપની જરૂર છે. પ્રતાપની રાહબરી જ મેવાડના ભાવિને મજબૂત બનાવી શકશે. એ સિવાય કોઈપણ વાતને પલટાવવા માનસિંહની  શમશેર સમર્થ છે.”

    “ભાઈ , શમશેર પરાયા સામે હોય, પોતીકાં  સામે નહિ. રાજપૂતો જો એકબીજાની સામે શમશેર ચલાવવાનું બંદ કરીને મોગલો સામે જ શમશેર ચલાવવા માંડે તો મોગલ સામ્રાજ્યના પાયા અવશ્ય હચમચી જાય.” અક્ષયરાજ સોનગિરા બોલ્યા અને ઉમેર્યું.

           “આ સત્ય હજીપણ રાજપૂતો સમજ્યા નથી. એ જ મોટી કમનસીબી છે. ઈ. સ. ૧૫૫૬ માં ૧૩ વર્ષની ઉંમરે . અક્બરશાહ ગાદીએ બેઠો હતો ત્યારે રાજપૂતાનાનોએક પણ ટુકડો મોગલ સામ્રાજ્યમાં ન હતો અને આજે અજમેર ,અંબર , જોધપુર, રણથંભોર, ચિત્તોડગઢ વગેરે કેટલા બધાં પ્રદેશોમાં એના સુબાઓ શાસન ચલાવે છે. છેલ્લાં ૧૬ વર્ષોમાં , રાજપૂતોની મદદથી જ અકબરે આ પ્રદેશો જીત્યા અને ટકાવી રાખ્યા છે. “                           

           અક્ષયરાજ સોનગિરા  નિરાશામાં ડૂબી જઈને બોલ્યા. તેમના મુખપર અતિજ્ઞાની ષદેવન વિષાદ જેવો વિષાદ છવાઈ ગયો હતો.

 “ આજે મેવાડ જે આપત્તિમાં સપડાયું છે તેમાંથી એને છાજે એવો માર્ગ કાઢવાની આપણી ફરજ છે. જો, ભાણ , તુ રાજકુમારોના દળમાં ભળી જજે. માનસિંહ , તું મહારાણા ઉદયસિંહની અંતિમક્રિયાના પ્રસંગપર ધ્યાન રાખજે. હું મેવાડના સરદારોનું મન ક્લવા પ્રયત્ન કરીશ. અને પછી તો જેવા પડશે એવા દેવાશે. પરંતુ એ વાત ચોક્કસ છે કે, આપણે આજના ચંદ્ર અસ્ત પછીના , સૂર્યોદયે મેવાડપતિ તરીકે પ્રતાપસિંહને પ્રસ્થાપિત કરવા છે, એ માટે જે કાંઈ કરવું પડે એ  કરવા તૈયાર રહેજો.

      અક્ષયરાજ સોનગિરાની  ગંભીર વાણીમાં રહેલી અફરતા માનસિંહ અને   ભાણને સ્પર્શી ગઈ, એમના શરીરમાં નવું જોમ આવ્યું. તેઓ સીધાં નિશાન તકવા ઉતાવળા બની ગયા.

           રાત્રિનો અંતિમ પ્રહર આવી ચાલી રહ્યો હતો. સમસ્ત રાજપૂતાનામાં , વીજળી વેગે મેવાડના મહારાણા ઉદયસિંહના અવસાનના સમાચાર પહોંચી ગયા. સૌ શોકસાગરમાં ડૂબી ગયા.  

        હજુ તો હવામાં, એક મહાયુધ્ધના  ભણકારા વાગી રહ્યા હતા. સૌને ધારણા હતી કે, મહારાણા ઉદયસિંહ અને અક્બરશાહ વચ્ચે ,ચિત્તોડગઢ માટે એક ભયંકર સંગ્રામ નિકટમાં ખેલાવાનો છે. વીર યોધ્ધાઓ આ  સમરમાં ભાગ લેવા માટે, ફરી એકવાર , સામ્રાજ્ય સામે જંગ ખેલવા માટે, પોતાની અસિ તેજ કરી રહ્યા હતા. રણઘેલાં રાજપૂતો યુધ્ધમાં જવા માટે , ઘેલા બની જતા. જોનથી થનગનતા અશ્વોને રોકવા કપરા એમ જુવાનજોધ રાજપૂતને યુદ્ધમાં જતો રોકવો કપરો. મીંઢળબંધો રાજપૂત રણનાદ સાંભળી , દુલ્હનનું મુખડું પણ જોવા રોકે નહિ. પરણ્યાની પ્રથમ રાત્રિએ , પત્નીના ઘૂંઘટને ખોલવા જતા રાજપૂતને યુધ્ધની હાકલ સંભળાય અને તે  લડવા સજ્જ થઈ જાય. અને એની વણ બોટિ દુલ્હનને વિચાર આવે કે , રખેને એ પતિનો જીવ પોતાનામાં રહી જાય અને રણભીરુ  બને , કુળનું નામ બોળે માટે પોતાના મસ્તકની ભેટ મોકલાવે આવી ગાથા તો રાજપુતાનામાં  જ જોવા મળે. આવી ખમીરવંતી પ્રજા , અચાનક મહારાણા ઉદયસિંહના અવસાને નિરાશામાં ડૂબી ગઈ.

   મધ્યરાત્રીથી જ મેવાડીઓ ,ડુંગરાઓ શોકથી કાળા  ધબ્બ . પડી ગયા. વાતાવરણમાં ગમગીની છવાઈ. જે સાંઢયું ગોગુન્દાથી સમસ્ત રાજપૂતાનામાં ગઈ હતી એ સાંઢયું,વહેલી સ્વાર્થી રાજસ્થાનના શહેર શહેર,ગામે ગામથી , રાજાઓ , સરદારો , સામંતો અને વીરોને લઈને ગોગુન્દા તરફ પાછી કરતી હતી.

 

      સ્વર્ગીય મહારાણાના મૃતદેહને અંતિમ શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવી, આ વિધિ રાજપુરોહિતજી કરાવી રહ્યા હતા.

      વિધિની વક્રતા કેવી ! જ્યાં માતમ છવાયું હોય ત્યાં શરણાઈ પણ વાગે છે એક બાજુ મહારાણાના મૃત શરીરને અગ્નિદાહ અપાવવા સ્મશાનભૂમિ લઈ જાય ત્યારે બીજું બાજુ રાજમહેલમાં ગાદીવારસએ રાજતિલક કરવામાં આવે. ગાદી કદી બિનવારસી બનતી નથી.

           ગોગુન્દા ગામના તળાવના કિનારાથી થોડે દૂર અગ્નિસંસ્કાર આપવાની તૈયારી થઈ રહી હતી. શોકગ્રસ્ત ગોગુન્દાંને વીંધીને ભવ્ય સ્મશાનયાત્રા , તળાવના કિનારે આવી પહોંચી. માનવસાગર ઉમટી  પડ્યો હતો. ચંદનકાષ્ટની  ચિતા તૈયાર કરવામાં આવી હતી. ઉદયસિંહના પાર્થિવ શરીરને એ ઉપર મૂકી દેવામાં આવ્યું.

   વિરાટ મેદની જામી હતી , કારણકે જેણે આ સમાચાર સાંભળ્યા તે સૌ દોડયા. મહારાણા ઉદયસિંહે દીર્ધ સમય રાજ્ય કર્યું હતું. વનવીર અને વિક્રમદિત્યના સમયના અપકૃત્યો થી પ્રજામાં જે અસંતોષ જાગ્યો હતો તે તેઓ એ દૂર કર્યો હતો. નવી રાજધાની ઉદયપુરનું મોટાભાગનું નિર્માણ થઈ ચૂક્યું હતું. પ્રજા પોતાના પિતા સમાન મહારાણાના મૃત્યુથી શોકમાં ડૂબી ગઈ હતી.

           ચંદન કાષ્ઠની ચિતાપર સુવાડેલા મહારાણાનું મુખ ખુલ્લુ હતું, સૌ ચિતા આગળ આવી , બે હાથ જોડી , માથું નમાવી , વંદન કરતાં અને શોકગ્રસ્ત મુદ્રામાં પાછા ફરતાં ચુપકીદી છવાઈ ગઈ હતી.

           ત્યાં, દૂરથી મારતે ઘોડે અક્ષયરાજ સોનગિરા આવી પહોંચ્યા. પાછળ માનસિંહ સોનગિરા અને ભાણ હતા. ત્યાં તો બીજી દિશાએથી સલુમ્બરાધિપતિ કૃષણસિંહજી રાવત , પાછળ કુંવર શક્તિસિંહ અને તેઓની ટુકડી આવી પહોંચી, મેવાડના રાજપરિવારના ટોચના સલાહકાર અને રાજકુટુંબના અગ્રણી એવા સલુમ્બરાધિપતિ પ્રત્યે સૌને આદર હતો. ભીષ્મપ્રતિજ્ઞ ચૂડાજીના એ સીધા વંશજો હતા. પ્રત્યેક મેવાડી એમને શ્રદ્ધા અને આદરથી જોતા હતા, એમની સાથે મેવાડના માનનીય સેનાપતિ અજયસિંહ આવીને ઉભા રહ્યા.

સેનાપતિ અજયસિંહપણ મેવાડની ઐતિહાસિક પરંપરા દિપાવતો લોકપ્રિય વીરપુરુષ હતો. તેઓના પૂર્વજોએ પેઢીઓથી મેવાડનું સેનપતિપદ શોભાવ્યું હતું. બધાં જ સેનાપતિઓ ત્યાગ , બલિદાન અને કર્તવ્યનિષ્ઠાની મહાન પરંપરા સ્થાપી ગયા હતા.તેઓના દાદા કર્મચંદ્ર મહારાણા  સંગ્રામસિંહના , રતનસિંહના , વિક્રમદિત્યના સેનાપતિ હતા. વનવીરે જ્યારે પદભ્રષ્ટ મહારાણા વિક્રમાદિત્યનો વધ કરવાની વાત કરી ત્યારે તેમણે સ્પષ્ટ સંભળાવી દીધું કે,

           મહારાણાજી , વિક્રમાદિત્ય પદભ્રષ્ટ તો યે માજી મહારાણા છે , રાજદેહ છે. હવે તો એને વિલાસ છોડી ભક્તિ અપનાવી છે. રાજનીતિ સંપૂર્ણપણે ત્યાગી દીધી છે. આપના માર્ગમાં કદાપિ કંટક બનવાના નથી. ત્યારે અવધ્ય રાજદેહી વિક્રમાદિત્યનો વધ ન થઈ શકે.”

           સલાહ સાચી હતી પરંતુ કડવી હતી. તેથી સત્તાના કેફમાં , ખફા થઈ , વનવીરે એક રાત્રિએ , વેશપલટો કરી, અમાવસ્યાના અંધકારમાં, પોતાના નિવાસસ્થાને પાછા ફરી રહેલા સેનાપતિ કર્મચંદ્રની ઘાતકી રીતે હત્યા કરી.

           વહેલી સવારે, ચિત્તોડગઢના રાજમાર્ગ પર એક વૃધ્ધની લાશ જોવામાં આવી. માથું ધડથી અલગ થઈ ગયું હતું. લોહીનું ખાબોચિયું ભરાયું હતું. જોતજોતામાં રાહગીરો ભેગા થઈ ગયા. મૃતદેહ ઓળખાયો. ગજબ થઈ ગયો. મેવાડના વીર સેનપતિની અંધારી રાતે ક્રૂર હત્યા ! કસાઈ જેમ બકરો કાપે તેમ હત્યારાએ સેનાપતિને વાઢી નાખ્યા હતા. સૌ વિખરવા લાગ્યા, હત્યારો વીર ન  હતો. કારણકે ઘા પીઠપર હતો. સૌ જાણતા હતા કે, સાચો રાજપૂત કદી પીઠ પાછળ ઘા નથી કરતો. આવું નરાધમ કૃત્ય કોને કર્યું હશે ? આનો કોઈ જવાબ ન હતો. ગઢના ચોકીદારો આત્મશ્રદ્ધાથી કહેવા લાગ્યા કે , બહારથી કોઈ વ્યક્તિ રાત્રે આવી જ નથી. ચિત્તોડમાં કોઈ એવો નામર્દ નથી જે પાછળથી ઘા કરે. સૌથી અગત્યની વાત તો એ હતી કે , ચિત્તોડના આ વયોવૃદ્ધ સેનાપતિનો કોઈ દુશ્મન ન હતો. તેઓ અજાતશત્રુ હતા. તો શું શેતાન ધરતી ચીરીને આવ્યો ? હત્યા કરીને પાછો ધરતીમાં સમાઈ ગયો ?                   

              આટલી ભયંકર ઘટના બનવા છતાં મહારાણા વનવીરનું રૂવાડું યે ફરક્યું ંથી. હત્યારો કોણ ? એનો જવાબ આપવાની કે શોધ અદ્રવની એમણે કોઈ ઈંતેજારી બતાવી નહિ. મહારાણાની તટસ્થતા અને નિષ્ક્રિયતા સૌને નવાઈ પમાડે એવી હતી. છતાં ભયના માર્યા કોઈ મોં ખોલતા ન  હતા. 

કોણ હત્યારો ? આનો ઉત્તર ભલે કોઇની પાસે ન હોય. પરંતુ સેનાપતિના એકના એક વીરપુત્ર જયસિંહ પાસે હતો. ભવાનીમાતાના મંદિરમાં , માતાને દંડવત્ પ્રણામ કરીને , તે ગર્જી ઉઠ્યો “માં ભવાની , મહારાણા સંગ્રામસિંહથી માંડી મહારાણા વનવીર સુધી આ રાજ્યની વફાદારીથી સેવા બજાવવાનો બદલો આ રીતે આપવામાં આવ્યો ? મને દૃઢ વિશ્વાસ છે કે, મારા પિતાની હત્યા મહારાણા વનવીરે જ કરી છે. જે દેશનો મહારાણો પોતાના વફાદારોને હત્યારાની અદાથી બકરો કાપે તેમ વાઢી નાખે એને શાસન કરવાનો અધિકાર નથી. હું સેનપતિપદનો મારો અધિકાર જતો કરીશ. ભલે ચિત્તોડમાં ભયના ઓથાર નીચે સત્યનો અવાજ રુંધાય પરંતુ મેવાડના ગામડે ગામડા જગવીશ, હું રાજપલ્ટો કરાવીને જ જંપીશ.”

               સૂર્યાસ્ત થવાની વેળા હતી. રાજમહેલના પટાંગણમાં સેનાપતિ કર્મચંદ્રના અકાળ અવસાન નિમિત્તે શોકસભા રાખી હતી.   “સેનાપતિ જેવા મહાન આત્માની વિદાય આપણને ખૂબ કઠશે પરંતુ આપણે એમના વીરપુત્ર જયસિંહને આ રાજ્યના નવા સેનાપતિ તરીકે જોઈશું તો થોડી ઘણી હૈયાધારણા  થશે,  મન શાંત થશે.”  વક્તવ્ય પૂર્ણ કરી રાણા વનવીરે પોતાનું આસન ગ્રહણ કર્યું.

           અચાનક સભામાં ઉભા થઈ જયસિંહે પડકાર ફેક્યો. “દુષ્ટો દંભ છોડી દો. ગઈ કાલે હત્યા કરી અને આજે શોકાંજલિ  આપવા હરીફાઈ કરો છો ? પણ યાદ રાખજો. હું આવા નાટકથી કદાપિ છેતરવાનો નથી. સેનપતિપદની રોટલીનો ટુકડો મને ન  ખપે મારા હ્રદયમાં તો જ્વાળામુખી ધગી રહ્યો છે. પ્રતિશોધની અગ્નિમાં હું સળગી રહ્યો છું. મારા પિતાના હત્યારાને  હું ધૂળ ચાટતો ન કરું ત્યાં સુધી જંપીશ નહિ. આ મારી અટલ પ્રતિજ્ઞા છે.” આમ કહી જયસિંહે ચિત્તોડગઢ છોડ્યો.

           ખંધા વનવીરે કહ્યું. “બિચારો જયસિંહ ! પિતાના અકલ્પ્ય કરૂણ મોતથી ભાંગી  પડ્યો. એનું મગજ સાવ ચસકી ગયું છે. આજે એની બેઅદબી બદલ ક્રોધ નહિ કરું. કારણકે . એ  દયાને પાત્ર છે. વફાદાર પિતાના પુત્રની બેઅદબી પણ માફ. “

           એ ચસકેલ જયસિંહ મેવાડના ગમે ગામ ફરી , વનવીરના જુલમની ગાથા વહેતી મૂકી. વનવીરના જુલ્મોની રજે રજ હકીકત જયસિંહ દ્વારા બધે પ્રસરાઈ જતી. આ પ્રવૃતિ દસ વર્ષ ચાલી. અંતે ઈ. સ. ૧૫૪૦ માં જ્યારે કોમલમેરથી ઉદયસિંહે ચિતોડગઢ પર આક્રમણ કર્યું ત્યારે વનવીર ધૂળ ચાટતો થઈ ગયો. મહારાણા બનેલા ઉદયસિંહે જયસિંહ ને સેનાપતિ બનાવ્યો. અને તેમના મૃત્યુ પછી તેમનો પુત્ર અજીસીન સેનાપતિ બન્યો.        

           અપેક્ષિત સૌ અતિથિગણ હાજર હોવાથી રાજપુરાઓહિતે શીઘ્ર અગ્નિદાહની તૈયારી કરી. સૌથી નાના રાજકુમારે જ્યાં પિતાને અગ્નિદાહ આપવા ચિતામાં તણખો નાખ્યો ત્યારે બધાં જ નેત્રો ત્યાં સ્થિર થઈ ગયા હતા.

           સેનાપતિ અજયસિંહના આદેશથી સેનાએ અસિ નમાવી અંતિમ માં આપ્યું.

           અચાનક એક કદાવર યુવક વીજળી વેગે આવી પહોંચ્યો. અતિથિગણની છેલ્લી કતારમાં , છેવાડે નતમસ્તકે ઊભો રહ્યો. આ વખતે સૌનું ધ્યાન સદ્ ગત મહારણને આપનાર અગ્નિદાહ તરફ હતું.

           પંચતત્વમાંથી બનેલા શરીરના , અગ્નિદાહ વડે પ્રકૃતિના એ પાંચે તત્વોમાં ભળી ગયા, આથી આ નવાગંતુકની નોંધ સુદ્ધાં ન લેવાઈ.

  પરંતુ પ્રજાગણે એ નવાગંતુકની નોંધ બરાબર લીધી. પ્રજામાં ગણગણાટ શરૂ થઈ ગયો.  “યુવરાજ પ્રતાપ, “    “યુવરાજ પ્રતાપ “

           આ ગણગણાટ શોરનું સ્વરૂપ ધારણ કરે તે પહેલાં અક્ષયરાજ સોનગીરાની દ્રષ્ટિ આગંતુક પર પડી.

 

   તેમણે જોયું કે, એ હતા મેવાડના વીર યુવરાજ પ્રતાપસિંહ . થોડે દૂર ઉભેલા રાજકુમાર સાગરને અક્ષયરાજે  પૂછ્યું, “ સાગર , યુવરાજ પ્રતાપસિંહ  અહી ક્યાંથી ? રાજતિલકનું  શું ?”

 

     “ જી , રાજકુમાર જગમાલનું રાજતિલક થઈ રહ્યું હશે. આંતરવિગ્રહની ધમકીથી , પ્રતાપે મેવાડની અખંડિતતા ખાતર પોતાનો હક્ક જતો કર્યો છે.”

           “ પણ એનું કાંઈ કારણ ?”

           “ મેવાડના સરદારો સમક્ષ સદ્ ગત મહારાણાજીએ , અંતિમ સમયે જગમાલને મહારાણા બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પિતાજીની  ઈચ્છાને અવગણવા મોટાભાઈ તૈયાર ન હતા. “

           પળવારમાં અક્ષયરાજ સોનગિરા સમજી ગયા કે , ભટીયાની રાણી ભયંકર કાવત્રુ કરી રહી છે. જો આ ઘડી ચૂકી જઈશું તો , મેવાડને ફરી એકવાર પસ્તાવાનો વારો આવશે. વિક્રમાજીત અને વનવીરના સમયે જે ભૂલ થઈ હતી તેના કડવા અનુભવે હવે કોઈપણ તેનું પુનરાવર્તન નહિ જ ઈચ્છે , આ  સ્થિતિનો લાભ લેવાનો અક્ષયરાજે નિર્ધાર કર્યો.      

           સૂર્યના પ્રથમ કિરણનું જે સ્વાગત કરતોનથી એ  હંમેશાં પ્રમાદી બની જાય છે. એના માંથી પરાક્રમ અને તેજ  જતાં રહે છે. સૂર્યને વંદન કરતાં પોતાના તેજસ્વી તોખાર અંકારા સાથે રાજમહેલમાંથી બહાર આવ્યો. કૃષણસિંહજી રાવતની સૂચનાથી તે શ્મશાનગૃહ થી  સીધો જ રાજમહેલમાં પહોંચી ગયોહતો.

           રસ્તામાં જ મામા માનસિંહ સોનગિરા મળ્યા. બને નું કામ એક જ હતું. કુમાર કર્ણદેવ ને  બોલાવીને  એમણે બધી વાત જાણી લીધી.

           “તો જગમાલ રાજતિલક કરાવવા અધીરો બની ગયો છે. એનામાં મેવાડપતિ તરીકે એકપણ દિવસ ટકી રહેવાની લાયકાત છે ખરી ? હવે એને રાજતિલકને બદલે રકતતિલક મળશે.” ભવાં ચઢાવી કુંવર શક્તિસિંહ  બોલ્યો.

           “ભાઈ શક્તિસિંહ , અમે પણ વીર સંગ્રામસિંહ ના વંશજ છીએ. અમારું ખમીર ઓછું ન આંકતા. “ કુમાર કર્ણદેવ બોલ્યો.

           “ભાઈ કર્ણ , આમાં કોઈનાએ ખમીરને પડકારવાનો સવાલ નથી.  મહારાણા ઉદયસિંહના એકેએક પુત્રમાં ગુહિલોત વંશીય રકતપ્રવાહ વહે છે. મેવાડપતિ બનવાની ક્ષમતા તો સૌમાં છે. પરંતુ પ્રતાપસિંહની  વાત જુદી છે. આજના સંજોગો માં સમગ્ર રાજપૂતાના પ્રતાપને જ વાંછે  છે. એનો બીજો કોઈ વિકલ્પ હોઈ ષ્કએ જ નહિ આપણામાંથી કોઈ એક ગાદીપર બેસશે તો મેવાડ તો જરૂર સાચવશે પરંતુ ઈતિહાસ ને  મોડ નહિ આપી શકે. જગમાલનું ખમીર તો લાલચે તોડી નાખ્યું છે. પ્રતાપનો જન્મ જ ઈતિહાસ રચવા થયો છે, એમના માર્ગ એ પ્રશસ્ત બનાવવા માટે .. “ કુંવર શક્તિસિંહ વાક્ય પૂરું કરે તે પહેલાં

           અમે સૌ તૈયાર છીએ. અમે નમલ જગમાલને કદીયે ઈચ્છતા ન . પરંતુ પરંતુ ભાઈ ભાઈ ના  આંતર વિગ્રહ માં સંડોવાવા પણ માંગતા નથી. “

           “તો પછી તમે બધાં જગમાલ સાથે તો નથી જ  ને ? “માનસિંહજી સોનગિરા એ  મુદાની વાત પૂછી લીધી.

            “ ના , કદાપિ નહિ. મહારાજની અંતિમ ઈચ્છાને બહાને એ પોતાનો પક્ષ મજબૂત કરી રહ્યો છે. તપાસ કરો એ કુચક્રની. વડીલ સલુમ્બરાધિપતિ કૃષણસિંહ રાવતજી, સામંતો , સરદારો અને મહાજન , માનસિંહજી , અક્ષયરાજજી જેવા વડીલોને નિર્ણય કરવા દો. અમે એ શિરોધાર્ય ગણીશું.” એક રાજકુમાર બોલ્યો. શક્તિને પોતાના બંધુઓના શબ્દોમાં ભરોસો હતો જ. સૌ શ્મશામગૃહ તરફ  ધસી ગયા. માનસિંહ સોનગિરા અને શક્તિસિંહ પોતાની ટોળીમાં પહોંચી ગયા. 

    તેજ ક્ષણે  અક્ષયરાજ સોનગિરા પ્રતાપ પાસે પહોંચીને પ્રશ્ન પૂછવા લાગ્યા.

           “પ્રતાપસિંહ , તમે અંહી ?”

   “ જી  , પ્રતાપ પુત્રની હેસિયતથી પિતાના અંતિમ દર્શને આવ્યો છે.”

           “પરંતુ પ્રજાને વરૂના હાથમાં સોંપીને , યુવરાજનો આપદધર્મ ભૂલીને.” યુવરાજ પ્રતાપે પોતાના આપદધર્મ માટે ચિંતન કર્યું હતું. આગ્રામાં શહેનશાહ અક્બરની ગીધ નજર મેવાડની ધરતીપર છે, યુધ્ધના પ્રથમ વ્યુહમાં એણે આપણને મિત્રવિહોણા બનાવી દીધા છે. મોગલે-આઝમની આંખમાં કણાની માફક ખૂંચતા મેવાડમાં જો આંતર વિગ્રહ જાગે તો દુશ્મન માટે , મેવાડની જીત મોંમા આવેલા કોળિયા જેવી બની જાય. મેવાડમાં મારી હાજરી આંતર કલહ જગાડ્યા વીના રહે જ નહિ, જે ધરતિમાટે જાણ કુરબાન કરવાની તમન્ના હતી એ ધરતીને છોડીને મારે બીજા પ્રદેશમાં જવું જ પડશે. નહીં તો લોહીની નડિ વહેશે, છતાં યે મેવાડમાં દુશ્મનની ગુલામીની બેદીઓ ટળવાની  ંથી. મારે માટે કેવળ એક ત્યાગનો પંથ જ બકિચે. પિતાજીના અંતિમ સંસ્કાર પછી હું અજ્ઞાતવાસના ઘોર અરણ્યમાં સપરિવાર વિલીન થઈ જવા માગું છું.

           આ બાજુ, સલુમ્બર નરેશ વિચારી રહ્યા હતા. જે રાજમુકુત માટે વનવીરે વિક્રમાદિત્યની નૃશંસ  હત્યા કરી, ઉદયસિંહને ખુલ્લી તલવારે મરવા દોડ્યો તે રાજમુકુટને  ઘાસના તણખલાની માફક તુચ્છ ગણનાર આ  પ્રતાપ કેવો ? ત્યાગ જ માનવીને મહાન બનાવે છે. મથુરાના સમ્રાટને મારનાર અગિયારનો કૃષ્ણ મથુરાના સમ્રાટપદને ઠોકરે મારી , તેના મૂળ અધિકારી , પોતાના દાદા , જે કેદમાં પડેલા હતા તે ઉગ્રસેનને સોંપે છે. રામ પણ પિતાની ઈચ્છાને માં આપીને ઘડીભરમાં વનવાસી બની ગયા. અમારા પૂર્વજ ચૂડાજી એ પણ ચિત્તોડની ગાદીનો ત્યાગ ક્યાં કર્યો ન  હતો. ?”

           “પ્રતાપસિંહ , મૌન એ કોઈપણ સમસ્યાનું સમાધાન નથી. “

“ જી , યુવરાજનો આપદધર્મ તો જગમાલ બજાવે છે.”

“ એ અનુચિત છે, કાગડો હંસની ચાલ ચાલી શકે ? મેવાડની પરંપરા શી છે ?”

“મેવાડની પરંપરા કરતાં યે , કહેવાતી મહારાણાની અભિલાષા ને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. મને કહેવામાં આવ્યું છે કે , પિતાજી એ અંત સમયે જગમાલને પ્રસ્થાપિત કર્યો છે. મારાં ભાઈઓ પણ એને અનુમોદન આપે છે. મેવાડના સરદારો પણ એજ માર્ગે છે. કસોટીઓ મે પસાર કરી અને પુરસ્કાર જગમાલને મળે છે. કોની વિવેક શક્તિ પર ભરોસો રાખવો ? હું હવે મેવાડ છોડવાનો છું  “ પ્રતાપના શબ્દોમાં કડવાશ અને નિર્ધાર બને હતા. સ્વજનને ભાળીને હ્રદયના કપાટ આપોઆપ ઉઘડી જાય છે.

 

           “એટલે પ્રતાપસિંહ તમે રાજગાદીનો ત્યાગ કર્યો ? આ  મારી જયવંતીનો દીકરો બોલે છે ?

           “દાદાજી , હા , એજ મારે માટે ઉત્તમ હતું. મારી કાળ ભૂજંગિની ભવાની ભાઈઓના રક્તથી ભીંજાય. મૃત્યુની હોળી ખેલી ને ગાદી મેળવવી , એનાં કરતાં સામાન્ય મેવાડી બનીને રહેવામાં શું શાંતિ નથી ? આ  કાંડા  વજ્ર નાં બનાવ્યા છે , શત્રુને મારવા માટે સંહારવા માટે , સ્વજનોને નષ્ટ કરવા માટે નહિ.”

 

    મેવાડને છોડવાનો વિચાર છોડી દો, મેવાડ તમને છોડવાનું નથી. તમે જમહારના બનો. હકીકતમાં  તમારી સાથે કૂટનીતિ આચરવામાં આવેલી છે. તમને આપેલી માહિતી સાચી હોય જ નહિ. મેવાદન રાજવંશની પરંપરા સામાન્ય સંજોગોમાં તોડાતી નથી. છેલ્લા આઠસો વર્ષો માં ફક્ત બે વાર વિશિષ્ઠ સંજોગોમાં એ પરંપરા તોડવામાં આવી છે. એ અધિકસર ટો સ્વયં મહારાણાને પણ  નથી. એનો અધિકાર તો કેવળ રાજસભાને જ હોય છે. અને ત્યાં એ નિરણઃ લેતા પહેલાં ચર્ચા થાય છે. તમને જે આ નિર્ણય રાજસભામાં થયો હોય તો તેનાથી અક્ષયરાજ સોનગિરા કે રાવત કૃશનશીનહ અજાણ તો ન જ હોય. તમે બધાં સારી પેઠે સમજી લો કે , જ્યારે યોગ્યતા વિનાનો માનવી સત્તાના સિંહાસન પર ચઢી બેસે છે ત્યારે એનો અને સમગ્ર જનતાનો શતમુખી વિનિપાત સર્જાય છે. “

 

           અત્યાર સુધી મૌન રહેલા  માનસિંહજી અને કુંવર શક્તિસિંહ આગળ આવ્યા.

“ પ્રતાપસિંહ, રણમાંથી  ભાગે તે રાજપૂત નહિ . તમે તો રાજપૂત કૂળભૂષણ છેો. મારી કેળવણી દિપાવો , તમારા માર્ગંને કંટકહીન  બનાવવા અમે પ્રસ્તુત છીએ. “

           “મોટાભાઇ , મામાજી  સાચું કહે છે. મેવાડના રાજકુમારો વિષે આપણે ખોટી માહિતી આપવામાં આવી છે. ગણ્યા – ગાંઠ્યા સરદારોને મહારાણા સમક્ષ રજૂ કરી , અર્ધદગ્ધ વાક્યોનો ખોટો અર્થ ઠોકી બેસાડવામાં આવ્યો છે. આપ તો તે વખતે માતા ભટિયાની સાથે વાતમાં રોકાયા હતા. મેં તમામ તપાસ કરી છે. સઘળી બાજી સમજવામાં આવી ગઈ છે. એનો એક માત્ર ઉપાય જગમાલને ગાદીપરથી ઉઠાડી ભોંય પર પછાડવાનો છે. “ ઉશ્કેરાટથી શક્તિસિંહ બોલ્યો.

 

           “ ભાઈ શક્તિ , વડીલોને વિચારવા દો. કોઈપણ સંજોગો માં હું આંતર –વિગ્રહ નથી ઈચ્છતો. આપસમાં રક્તપાત સર્જાય એ કલ્પના માત્ર મને ડંખે છે. માટે જ મેં કહ્યું હતું કે , ભલે પ્રતાપના ટુકડા થાય, મેવાડના ટુકડા નહિ થવા જોઈએ.

 

           “ મેવાડ પણ એવા ખમીરવંતા ને જ મહારાણા તરીકે ઝંખે છે. મેવાડપતિ બનાવવાનો ઈજારો મહારાણાને  નથી. ભાવિ ગાદી પતિ નિમતા પહેલાંની જે વિધિ છે તેમાંથી એકપણ વિધિનું પાલન થયું નથી  , માટે જગમાલને ઉઠાડી જ મૂકવો. મેવાડની ગાદી માટે કોઈ કુલડીમાં ગોળ ભાંગે એ ચલાવી લેવાય જ નહિ. એ  કાંઈ લૂંટારાઓએ લૂંટેલી સોનામહોરોની કોથળી નથી ,કે હું ,બાવો ને મંગળદાસ એનો નિર્ણય કરે , એ હક્ક જે સલુંમ્બરાધિપતિ કૃષણસિંહજી રાવતનો છે.

             રાવતજી હવે આપે આગળ આવવું જ પડશે. સલુંમ્બરાધિપતિ કૃષણસિંહજી , લાખા રાણાએ આપના  મહાન પૂર્વજ રાજકુમાર ચૂડાજીને એમના ભીષ્મત્યાગે વંશપરંપરાગત રાજ્યના ઉત્તરાધિકારીની પસંદગી કરવા માટે સલાહ આપવાનો જે અધિકાર આપ્યો છે. એ અધિકારપર તરાપ કેમ મારવામાં આવી રહી છે. ? એક સ્વચ્છ અને સુંદર પ્રથાનો ત્યાગ કરી , મેવાડ ભાવિ આંધીને આમંત્રણ આપી રહ્યું હોય , ત્યારે શું તમારી ફરજ ંથી થઈ પડતી કે , એ કુચક્રને નિર્મૂળ બનાવવા કટિબધ્ધ થવું. “          

 

મહારાણાનો પાર્થિવ દેહ ચંદન-કાષ્ઠની ચિતા પર અગ્નિથી બળી રહ્યો હતો. એની અગ્નિ શિખાઓ વિવિધ આકારો અને રંગ રચતી આસમાન સુધી પહોંચી રહી હતી. જનમેદની “ઉદયસિંહ અમર રહો , મહારાણા અમર રહો. “ નો નાદ કરી રહી હતી.

           “ મને સેનાપતિ અજયસિંહે , રાત્રિના કાવતરાં ની  સઘળી વાત કરી છે. એ તો આપણું સદભાગ્ય છે કે , જેની સાત પેઢી ગુહિલોત વંશને , રાજ્ય વફાદાર રહી છે એવા ખાનદાન પરિવારના અજયસિંહ સેનાપતિ છે. આપણી સેનાનું હૈયું સાબૂત છે નહીં તો ભયંકર રક્તપાત સર્જાત, અમે અક્ષયરાજજીની વાત સાથે પૂર્ણપણે સંમત છીએ. મેવાડના રાજપરિવાર સાથે એમનો ધરેબો છે. આ રાજ્યના સૌથી વૃધ્ધ હિંતચિંતક  સોનગિરા એ આપણાં સૌના મનનો પડઘો પડ્યો છે. બધાં જ આપની  અભિલાષામાં સૂર પૂરાવે છે. રહી વાત રાજતિલકની જગમલ અને એના ગોઠિયાઓની તાકાત નથી  કે , તેઓ મારી સામે થાય. “ રાવત કૃષણસિંહજી એ પ્રચંડ જનમેદની વચ્ચે બુલંદ સાદે ઘોષણા કરી.

           હવે સમસ્ત કટક રાજમહેલ તરફ ઉપડ્યું.

સમગ્ર જનમેદની એ મહારાણા પ્રતાપ નો જયનાદ કરવા માંડયો. આ નાદથી રાજમહેલમાં સૌના હાંજા ગગડી ગયા.

           સુંદર વસ્ત્રો થી સુશોભિત જગમાલ પાસે પહોંચી જઈ સલુંમ્બર નરેશે એનું બાવડું પકડયું. એ સાથે જ રાજમહેલમાં ઉપસ્થિત કટકે તલવારો મ્યાનમાંથી કાઢી ત્યાં તો , “ખબરદાર , હથિયાર બંધ કરી દો. આ રાજમહેલ છે. એની અદબ રાખો. જો તમે હથિયાર છળવશો તો બીજાં કાંઈ ચૂડીઓ પહેરીને ંથી આવ્યા, તમારું કાવતરું જગજાહેર થઈ ગયું છે. સામે થશો તો નાહક પ્રણ ગુમાવશો.” એવો પહાડી અવાજ સંભળાયો. એ હતા મેવાડના સેનાપતિ અજયસિંહ , પોતાની સાથે તેઓ સેના લઈને આવ્યા હતા.

           જગમાલના ભવાં ઊંચા થઈ ગયા. પરંતુ સમસ્ત રાજપૂતાનાના  રાજાઓ , સામંતો અને સરદારોની હાજરીમાં , પોતે બધી રીતે પાંગળો પુરવાર થયો.

           સૌ જડવત સ્થિર થઈ ગયા. પછીતો જગમાલના સમર્થક સરદારોના મોં સિવાઈ ગયા. તેઓમાંથી કોઈ હરફ સરખો ઉચ્ચારી શક્યો નહિ. ડૂબતો માણસ તણખલું પકડે તેમ જગમાલ પરાણે બોલ્યો. જાણે સાલસ બાપનો વંઠેલ દીકરો બોલ્યો.

            “મારું બાવડું પકડનાર રાવતજી , વયમાં મોટા હોવાથી તમારી આ બેઅદબીમાફ કરું છું. તમે તો મેવાડના વફાદાર નોકર છો. હું આદેશ આપું છું કે , તમારે તમારી મર્યાદા સમજી , મારી સામે , આસન ગ્રહણ કરવું. પિતાજીના અંતિમ આદેશની  અવગણના કરનાર તમે કોણ ?

    “ જગમાલ , શેતાનના મોંમાં શાસ્ત્ર શોભે નહિ, , તમે કેવળ સ્વપ્નમાં રાચો છો. મેવાડની સત્તા તમારી નથી , મેવાડની પ્રજા તમારી નથી , મેવાડના સરદારો તમારા નથી , માટે તમે કેવી રીતે મેવાડના મહારાણા બની શકો.” યાદ કરો , સદગત મહારાણા ઉદયસિંહના અંતિમ શબ્દો , “ પ્રતાપ , સૌ એક બની ને રહેજો , મારી આ  અંતિમ ઘડી છે. મારી ઈચ્છા છે કે જગમાલ ..  “

એમાં કોઈ સ્પષ્ટ .  આદેશ ંથી કે તમને જ સદગત મહારાણા ગાદી સોંપવાના હતા. તમને કદાચ બીજી કોઈ જવાબદારી સોંપવાનો પણ સંકેત હોય. માટે પોતાને મનફાવતું અર્થઘટન રખે કરતા. પારકું પચાવવાના સપના જોનારને બીજાની વફાદારી પૂછવાનો કયો અધિકાર છે ? એ તો સત્ય છે , કે, મેવાડના મહારાણા તો વીરવર પ્રતાપસિંહ છે. તમારું સ્થાન તો તેમની સામે છે. “

           “ આ  મારું અપમાન છે. યાદ રાખો , રાજપૂત કદી પોતાનું અપમાન ભૂલતો નથી. તમે ઉંઘતા સિંહને છંછેડ્યો છે. તમારે એના માઠાં ફળ ભોગવવા પડશે. “

           તેજ ક્ષણે ભાણ  , શક્તિ અને માનસિંહજીથી ઘેરાયેલા , રક્ષાયેલા પ્રતાપસિંહ પ્રવેશ્યા. આ  જોઈ અક્ષયરાજ સોનગિરા બોલ્યા ,

           “પ્રતાપસિંહને રાજતિલક કરો. જગમાલ ભલે બકવાશ  કરતો. “

હતાશ  જગમાલ , ગુસ્સામાં પગ પછાડતો , બબડતો રાજમહેલ છોડી ચાલ્યો ગયો. અને એ સાથે જ મેવાડને લાગેલું ગ્રહણ છૂટી ગયું, હવે સાચો સૂર્યોદય થયો. જે મહારાણાઓએ દેશપરના વિદેશો આક્રમણખોરો ને ઠેઠ ઈરાન સુધી તગેડી મૂક્યા હતા. એમની પરંપરામાં જગમાલ નહિ , પ્રતાપ  જ યોગ્ય છે.

           ગુસ્સાની આગમાં બળતો જગમાલ માં ભટિયાની પાસે જઈ પહોંચ્યો.

“બેટા , આવ્યો. આવ બેસ , હતાશા થી ગભરાઈશ નહિ. મેવાડીઓ વફાદારીના ઘેનમાં જ હોય છે. એ વેચાતા નથી , નહીં તો ક્યારના યે ખરીદી લીધાં હોત.

           “ માં આ દાવમાં હું લૂંટાઈ ગયો. મહારાણાપદ  ન  મેળવ્યું એનો ગમ્ મને કેમ સતાવ્યા કરશે. હું જાણું છું કે, આ  કટ્ટર મેવાડીઓ મને રાજપૂતાનાં માં આવી હાલતમાં જીવવા નહિ ડે. હું મારો દાવ હારી ગયો તે ક્ષણે જ મે નિર્ણય કરી લીધો હતો કે, હું હવે આ ભૂમિમાં નહિ રહું. આજથી મેવાડીઓ મારા દુશ્મન ચાણક્યની નીતિ કહે છે કે , દુશ્મનનો દુશ્મન આપણો મિત્ર. મારા બાહુમાં બળ છે પછી શા માટે પાળેલા શ્વાનની માફક , મેવાડમાં પ્રતાપની છાયામાં રહું. હું હવે આગ્રા જઈશ, અક્બરશાહ રાજપૂત વીરોનો કદરદાન છે. તે મને ઊંચું પદવી આપશે. જો  ભાગય પ્રબળ હશે તો , એ દિશાએથી વધુ બળવાન બનીને મેવાડપતિ બનીશ નહીં તો કદાપિ આ  ભૂમિ કે જએનો રાજવી પ્રતાપ છે ત્યાં પગ મુકીશ નહિ. “

           માં  ધીરબાઈ શું બોલે ? પતિ ગુમાવ્યો હતો , માન ગુમાવ્યું હતું. કાવત્રુ ખુલ્લુ પડી જતાં , સમગ્ર મેવાડ તેને ધિક્કારતું થઈ ગયું હતું. પોતે તો સ્ત્રી છે એટલે ઉપેક્ષામાં અવતાર કાઢી નાખશે પરંતુ જગમાલને શા  માટે, આવા વાતાવરણમાં રહેવા દઈ, જીવતો મારી નાંખવો ? ધીરબાઈ બોલી , “ જા , બેટા , વીરો માટે પૃથ્વી બહુ મોટી છે, તું રાજ કરજે , મારી એવી મનોકામના છે.

          

           માં-દીકરો થનાર વિયોગના ખ્યાલે દુ:ખી દુ:ખી હતા. પરંતુ મ એટલા માટે રડી નહિ કે , જગમાલ ભાંગી પડશે અને જગમાલે તો આંસુના પૂરને સંયમના બંધ વડે રોકી રાખ્યા.

           “બેટા , મારુ મન કહે છે. ફરી હું તને મળીશ. જા હવે વિલંબ ન  કરીશ.”

 ને જગમાલ રાજ્યાભિષેકનો તમાશો જોવા રવાના થયો.

 

           તે દિવસે સમસ્ત ભારત હોળીનો ઉત્સવ ઉજવતું હતું. ૨૮મી ફેબ્રુઆરી , ૧૫૭૨ના આ  દિવસે ગોગુન્દામાં મેવાડપતિ તરીકે મહારાણા પ્રતાપ નો વિધિવત રાજ્યાભિષેક કરવામાં આવ્યો.

       પ્રસંગ ગંભીર હતો. મેવાડના યુવાન સેનાપતિ અજયસિંહે ઉભા થઈને પોતાનું નિવેદન શરૂ કર્યું, “ સન્માનનીય મહારાણાજી , મેવાડના મહાન સરદારો અને પ્રજાજનો , જ્યારે કોઈપણ ક્રાંતિ થાય છે ત્યારે અફવાઓનું બજાર ગરમ થઈ જાય છે. દિવંગત મહારાણા ઉદયસિંહજી અને યુવરાજ પ્રતાપસિંહ ને મનમેળ ન હતો. વાગળ-વિજય પછી યુવરાજ ઉન્મત્ત બની ગયા હતા, કેટલાંક પ્રસંગોએ યુવરાજ પ્રતાપસિંહ પિતાના આદેશનું પાલન કર્યું ન  હતું. મહારાણા આથી યુવરાજ પ્રતાપસિંહ પર ખૂબ નારાજ હતા. આને પરિણામે તેનમી ઈચ્છા કુંવર જગમાલને મહારાણા બનાવવાની હતી. આવી અફવાઓ ફેલાવવા પાછળ વિરોધીઓની ચોક્કસ ચાલ હતી. આપણું ખમીર તોડી નાખવા માટે ફેકેલો એ એક જોરદાર પાસો હતો. જે જનતા-જનાર્દન વાગડ-વિજેતા યુવરાજ પ્રતાપસિંહને પોતાના હૈયામાં મહાનવીર તરીકે સ્થાપી ચૂકી હતી. તે જનતા જનાર્દનના હૈયામાંથી યુવરાજ  પ્રતાપસિંહને ભૂંસી નાખવાની ચાલ હતી. આ ચાલના સગડ છેક દિવંગત મહારાણાશ્રીના અંતઃપુર સુધી પહોંચે છે. માટે પ્રજાજનો કોઈપણ જાતની અફવાથી ગેરમાર્ગે દોરશો નહિ. આવી વાતોથી સદગત મહારાણા ઉદયસિંહજી અને મહારાણાજી , બનેં ના  ચારિત્ર્ય-ખંડનનો , એક ઘા અને બે પક્ષીનો વધ જેવી વિરોધીઓની ચાલ સફળ થાય છે. માટે જેમ મેવાડી સત્તાએ હૈયું સાબૂત રાખીને , એક ભયંકર સંકટ પર કર્યું છે. તેમ આપ પ્રજાજનો પણ હૈયું સાબૂત રાખીને મહારાણાજીને સાથ આપશો.”

           વીરતાની ભવ્ય મૂર્તિ , આજાનબાહુ કૃષ્ણસિંહજી ચૂડાવત ઉભા થયા,

           “મહારાણાજી , મેવાડના સરદારો , સામંતો અને જનતા-જનાર્દન , હમણાં જ આપણને , મેવાડના સેનાપતિ અજય સિંહે જે વાત કરી એ ખૂબ મહત્વની છે. ગઈ કાલે , જે મહાનાટક ગોગુન્દામાં ભજવાયું એને સુખાંતમાં પલટાવી નાખવામાં તેમનો સિંહફાળો છે. મહારાણાના અણચિંતવ્ય મૃત્યુની ખબર પછી તેઓએ પળનો યે વિલંબ કર્યા વગર સેનાને સબડી કરી દીધી હતી. કપટી કુંવર જગમાલને તો એ ભ્રમ હતો કે , મએ મોકલાવેલા નાણાં થી સેનાપતિ ખરીદાઈ ગયો હતો. વસ્તુતઃ એ નાણું હવે મેવાડની સેના માટે કામ આવશે.

મેવાડનો મહારાણો ગાદી પર બેસતા પહેલાં હત્યા કરે અથવા કરાવે એ ઘટના શોચનીય ગણાય. તમે જાણો છો કે , માનનીય અક્ષયરાજ સોનગિરા, ભાણ સોનગિરા અને કુંવર શક્તિસિંહ આ હરતીઓ મેવાડ માટે ખૂબ મહત્વની છે.  

  કુંવર જગમાલે પોતાના ધ્યેયની સિધ્ધિ માટે આ ત્રણેયનું  કાસળ કાઢવા કોમલમેરથી આવતા આ  ત્રણે મહાનુભાવોને રસ્તામાં આંતરી ખતમ કરવા , મોટી સંખ્યામાં માણસો રોક્યા હતા. પરંતુ સેનાપતિ અજયસિંહ પાસે , એમાંના  એક માણસે , જે દેશભક્ત હતો , આ  બાતમી આપી દીધી. પરિણામે મોટો આઘાતજનક બનાવ બનતો અટકી ગયો. એ મરાઓ અત્યારે તો રાજ્યની તુરંગમાં સબડે છે.

           આજની યુવા પેઢી ને કદાચ ખબર નહિ હોય કે, જ્યારે મહારાજ વિક્રમાજીત મદથી છકી ગયા હતા. મેવાડના પરમપવિત્ર રાજદરબારમાં  વારાંગનાઓને નચાવતા  હતા. શોર્યતર્પણ ને બદલે સુંદરીઓની છાયામાં વિહરતા હતા. ત્યારે તેઓને ગાદીપરથી ઉઠાડી મૂકવામાં અને મહારાણા સંગ્રામસિંહજીના નાના ભાઈ વીરવર પૃથ્વીરાજના પુત્ર વનવીરને સિંહસણરૂઢ કરવામાં તે વખતના સેનાપતિ કર્મચંદનો મુખ્ય ફાળો હતો. એ આપણા વર્તમાન સેનાપતિ અજયસિંહના દાદા હતા. સાથે સાથે એ વાત પણ ઉલ્લેખનીય છે કે, વનવીરે પૂજામાં બેઠેલા વિક્રમાજીતની ગરદન , તલવારના ઝાટકે ઉડાવી દીધી અને પલંગમાં પોઢેલા બાળ ઉદયની હત્યા કરી ત્યારે  “મહારાણાજી , મેવાડના શાસક અને ખાટકીમાં  કોઈ ફરક ખરો કે નહિ ?” કહી સખ્ત શબ્દોમાં તેમના વિનાશની ચેતવણી આપનાર પણ સેનાપતિ કર્મચંદ હતા.

           ગભરાયેલા વનવીરે તે જ રાત્રે , અમાસની કાજળઘેરી  છાયાનો લાભ લઈ , બુકાનીથી પોતાનો ચહેરો છુપાવી  , ચિત્તોડના રાજમાર્ગે પોતાના જ વૃધ્ધ સેનાપતિની , જેમ ખાટકી બકરાંની ગરદન વાઢે તેમ ગરદન કાપી નાંખી. ચિત્તોડગઢના વૃધ્ધો આ વાત જાણે છે, એ રસ્તે જતાં કુંવર જગમાલ બચી ગયો એનું શ્રેય સેનપી અજયસિંહને છે. “

           આટલું બોલતા બોલતા તો ચૂડાવત કૃષણસિંહનો અવાજ ગળગળો થઈ ગયો. માનવમેદનીપર ગંભીરતા છવાઈ ગઈ. સૌ સ્તબ્ધ બની ગયા. તેમને આગળ કહ્યું, “મેવાડની અવદશા પર આંસુ સારતા સારતા મારાં નયનો નૂરવિહોણા બની ગયા. હું એવા સેનાનાયકની શોધમાં હતો કે, જેના એક જ ઈશારે માદરે વતનની આઝાદી કાજે રક્ત વહાવવાની તમન્ના હૈયામાં જાગે. મેવાડને આજે એક એવો નાયક મણિ ગયો છે, આજથી મેવાડનો દરેક પર્વત , ગુફા , જંગલ  આપણું કુરુક્ષેત્ર અને રાજભવન બની રહો.

           સોનગિરાજી ઉભા થયા. એમનો પડછંદ અવાજ ચારે કોર છવાઈ ગયો. “મેવાડના સિંહાસન નીચે રક્તની ગંગા વહે છે. આ  સિંહાસન પર બેસનારે કાંટાની વાડમાં ચાલવાનું છે. બે ધારી તલવાર ચલાવવાની છે. મેવાડે કેવા કેવા મહાન દેશભક્તો આપ્યા છે એનું સ્મરણ કરીએ તો હૈયું ભીનું થઈ જાય. જયસિંહ આ  નામ પણ એવું જ છે મહારાણા વનવીરે જયસિંહને સેનાપતિપદની ઓફર કરી. આ યુવાને મહારાણાને સંભળાવી દીધું.  “મેવાડના મહારાણા એક કસાઈની માફક મારાં પિતાની હત્યા કરે અને હું એ હત્યારાની ચાકરીમાં રહું, એ કદાપિ ન  બને. એ યુવાન ત્યાંથી ચાલ્યો ગયો. મેવાડના ગામડે ગામડે એણે વનવીરના કાળા કામોની કથની સંભળાવી જેના પરિણામે ઈ. સ ૧૫૪૦ માં મહારાણા ઉદયસિંહને જબરી લોકસહાયતા મળી. આ યુવાન જયસિંહ તે જ આપણા સેનાપતિ અજયસિંહના પિતા. આ  રાજ્યમાં વફાદારી પેઢીઓથી ચાલી આવે છે. આવા મહાન દેશભક્તોની પેઢીઓ જ્યાં સુધી મેવાડની સ્વતંત્રતા માટે પ્રાણ પાથરતી રહેશે. ત્યાં સુધી મેવાડ અણનમ રહે છે. ભલે ને દિલ્હીની મોગલસેના હોય એને પરાજિત થવું પડશે.”

                 

      મેવાડના રાજપુરોહિત ઉભા થયા. તેઓ ક્યારેક બોલતા પરંતુ બોલતા ત્યારે સાંભળનારના હૈયાને ભેટી જતાં. “ માનવીને બાહ્ય દુશ્મનો કરતાં આંતરિક દુશ્મનોનો ભય વધારે હોય છે રામને રાવંણ  સાથે યુદ્ધ થયું. સ્પષ્ટ હતું કે , આ  યુદ્ધ અનીતિ સામે નીતિનું , અન્યાય સામે ન્યાયનું , ભોગ સામે યોગનું , દાનવતા વિરુદ્ધ માનવતાનું હતું. આ  યુદ્ધ સંસ્કારિતા સામે બર્બરતાનું હતું. દુશ્મન પોતાના સાચા સ્વરૂપમાં સામે આવ્યો હતો. આ યુદ્ધ સહેલું હતું. પરંતુ કૃષ્ણ અને અર્જુન માટે મહાભારતનું યુદ્ધ કઠિન હતું. કારણકે દુશ્મન પારકાં નહિ પોતીકાં હતાં, એમાંથી તો અર્જુનનો આખો વિષાદયોગ સર્જાયો અને ભગવાન શ્રીકૃષ્ણે સર્વ શાસ્ત્રોના સારરૂપે ગીતા ગાઈ સંભળાવી. કર્મયોગ પર ભાર મૂક્યો, મહારાજા વિક્રમાદિત્ય , ચંદ્રગુપ્ત, સમ્રાટ અશોક કે સ્કંધગુપ્ત સામે બર્બર દુશ્મનો હતા જેમને ખતમ કરવાનું સ્પષ્ટ ધ્યેય હતું, આ  સમયે કોઈ પ્રચ્છન્ન દુશ્મનો હતા જ નહિ. પરંતુ ખરી મુશ્કેલી તો આ  દેશના આંભિ , હાહુલીરાય કે તોમર રાજા શિલાદિત્ય જેઓ આ  દેશની ધરતીમાં આલોટેલા , પારકાંની સોડમાં ભરાય છે ત્યારે ઊભી થાય છે. મહારાણા પ્રતાપસિંહજી માટે પણ આ સમસ્યા ઊભી જ છે, આવતા વર્ષોમાં રાજનીતિનું એકએક કદમ ફુંકી ફુંકીને મૂકવું પડશે. પ્રજાએ  જે રાજમુકુટ પહેરાવ્યો છે. એની લાજ રાખવા સર્વસ્વ અર્પણ કરવું પડશે. રાહ કઠિન છે. સૌ ના હૈયાની કામના એવી છે કે આપની મંઝીલ સફળતાના સોપાનો સર કરે. મેવાડની આન માટે, શાન માટે, આશા માટે અમે સૌ પ્રાણોની બલિ આપતાં ક્ષણવારનો પણ વિલંબ નહીં કરીએ. આ  માત્ર બોલાયેલા શબ્દો નથી, બોલેલું પાલવાની જવાબદારી સમજીને હું ખાતરી આપું છું. “

           રાજતિલકનો વિધિ શરૂ થયો, છેવટે મેરપુરના ઠાકોર પૂંજાજી ભીલે પોતાની કટારી વડે અંગૂઠામાં છેદ કર્યો અને જે લાલ રક્ત વહયું એનાથી મહારાણાનું રક્ત વડે તિલક કરી.

      ગુહિલોત વંશના પ્રથમ મહારાણા બાપ્પાદિત્યનું ભીલો પ્રત્યેનું ઋણની આ કાયમી નિશાની હતી. તે બોલી ઉઠ્યો, “ મહારાણા પ્રતાપસિંહ વીરોના આદર્શ છે. રાજપૂતાનાની શાન છે. મેવાડી વીરોનો સુર્ય છે. “

           સેનાપતિ અજયસિંહે ઉભા થઈ જાહેરાત કરી , “સંજોગોને વશ થઈ મહારાણા પ્રતાપસિંહજી નો રાજતિલક વિધિ આપણે અહીં ગોગુંન્દામાં ઝડપથી પતાવ્યો છે. પરંતુ થોડા દિવસ પછી કુંભલગઢમાં આ પરંપરાગત રીતે વિધિ રાજ્યસ્તરે  ઉજવવામાં આવશે. આખા રાજ્યના પ્રજાજનોને ઉત્સવનું આયોજન કરવાની અમૂલ્ય તક આપણે ઝડપી લઈશું.

           માનસિંહજી સોનગિરા ઉભા થયા. તેમની વાણી વહેવા લાગી.  “આજે મેવાડની પ્રજાનું ભાગ્ય  જાગી ઉઠ્યું છે. પ્રતાપસિંહના પરાક્રમો , ગુણો અને વીરતાથી સમસ્ત રાજપુતાના  પરિચિત છે. આજે સૌના મનની અભિલાષાનો પડઘો પડી રહ્યો છે. પ્રજાએ સેવેલ મનોરથો પાર પડયા છે. સમગ્ર રાજપૂતાના મહારાણા પાસે મોટી અપેક્ષા રાખે છે. મોગલોના પડકારને ઝીલી લેવાનું , આક્રમણનો સામનો કરવાનું , સ્વાતંત્ર્યની જ્યોત જલતી રાખવાની , આપની વહુ-બેટીઓ મોગલ જનાનામાં ન જાયએ જોવાનું. આ બહુ મોટી અને કપરી અપેક્ષાઓ છે પરંતુ પ્રતાપસિંહમાં તે પૂરી પાડવાની ક્ષમતા છે જ. રાજપૂતાનાનો એકએક વીર પ્રતાપના તેજપર ન્યોછાવર થઈ જવા તૈયાર છે. માતૃભૂમિ માટે મરી ફિટવાની તમન્ના કયા મેવાડી વીરમાં નથી ? રાજગાદી તો પ્રજાની અમાનત છે. રાજમુકુત પહેરીને પ્રજાને ભૂલી જનારા કાળના ચક્રમાં પિલાઈ ગયા. આજે તેમને યાદ કરવા પણ કોઈ નવરું નથી. પ્રતાપસિંહજી પ્રજાને પળપળ યાદ રાખવા રાજમુકુત ધારણ કરશે.

                         

હું આશા રાખું છું કે , આપ જનતા જનાર્દનના હ્રદય સમ્રાટ બનો.

           હવે સૌ મહારાણા તરફ જોવા લાગ્યા , તેમની વાણી સાંભળવાની સૌને ઉત્સુકતા હતી. ઝરણું વહે તેમ તેમની વાણીનો સ્તોત્ર વહેવા માંડયો,

           “ભગવાન એકલિંગજીની મહાકૃપા છે. છેલ્લા ચોવીસ કલાકમાં ભજવાયેલા મહાનાટકનો અંત આંતરિક રક્ત વહેવડાવ્યા વગર આવ્યો છે. કોઈને હુકમ છોડવામાં નથી આવ્યો. સૌએ પોતપોતાની રીતે તનમનથી સેવા આપી છે. પૂજનીય અક્ષયરાજ સોનગિરાજી , બંધુવર માનસિંહ સોનગિરાજી,ભાઈ ભાણ તથા કુંવર શક્તિસિંહ, મારા અન્ય બંધુઓ , મોટાબંધુ કૃષ્ણસિંહજી રાવતજી , સાંગાજી ચૂડાવતજી  , પૂજનીય રાજપુરોહિતજી , બંધુ સમ સેનાપતિ અજયસિંહજી , ભારમલ કાવડિયા તેમના પુત્રો ભામાશા અને તારાચંદ , રામશાહ તંવરજી તથા માન્ય અતિથિ અને નગરજનો , આજના પ્રસંગે હું આપણે શું કહું ? તમે સૌ આજના પ્રસંગના યશભાગી છો. પ્યારા રાજપૂત વીરો. હું મેવાડનો સિપાહી પ્રથમ છું પછી મહારાણા. રાજગાદીનો મને જરાયે મોહ નથી. પ્રજાની ઈચ્છા આગળ મારો નિર્ધાર પણ મારે બદલવો પડ્યો છે. રાજાનો પ્રભુ જનતા છે. હું જાણું છું, મેવાડનું રાજ ચલાવવું એ  વિષનો પ્યાલો પીવા સમાન છે. હું જનતાની અભિલાષાને મસ્તકે ચઢાવી એ માટે પણ તૈયાર છું. મને ખબર છે કે રાજમુકુત કંટાળો છે, કંટકની શૈયા છે. ન્યાયની બેધારી તલવાર છે. રાજમુકુટ માત્ર મહારાણાના  ગૌરવનું પ્રતિક નથી , નહિ તો મને અહંકાર આવશે. હું તો એણે સેવાનું પ્રતિક માનું છું, મારી ભવાનીના સોગંદ  ખાઈને હું પ્રણ લઉં છું કે, ગમે તે થાય પરંતુ જયા સુધી ચિત્તોડને સ્વતંત્ર ન કરું ત્યાં સુધી ઝૂંપડીમાં રહીશ , પતરાળામાં ખાઈશ અને ઘાસની પથારીમા સુઈશ. ચિત્તોડનો ઉધ્ધાર  ન થાય ત્યાં સુધી પૃથ્વી તો શું સ્વર્ગમાં પણ આપણને શાંતિ નહિ મળે. મારી ટેક , સાગરની મર્યાદા જેવી બનો. હિમાલયના ગૌરવ જેવી ધવલ બનો. સૂર્યના તેજ જેવી બનો. વાયુના વેગજેવી વેગીલી બનો. હું માતાનું દૂધ કદી કલંકિત નહિ થવા દઉ. ગોહિલોત કુળના કોઈપણ રાજવીએ , કોઈપણ વખતે શત્રુ આગળ , કોઈપણ પળે પોતાનું શિર ઝુકાવ્યું નથી. ભીષણ વિપત્તિઓ શિરપર આવી પડવા છતાં પણ સિસોદિયાકુળના કોઈ રાજાએ શત્રુના શરણનો સ્વીકાર કર્યો નથી.

           મેવાડીઓના હ્રદય સમો ચિત્તોડગઢ વેરણ થઈ ગયો છે. સામ્રાજ્યવાદી તાકાત વડે ત્યાંનાં એકેએક ઘરોના દિપક બુઝાઈ ગયા છે. મે પાંચ વર્ષ પૂર્વે જ ચિત્તોડગઢની બેહાલી જોઈ છે. મોગલસેનાએ નિર્દોષ પ્રજાની કરેલી કારમી કતલેઆમના વિચારથી મારાં રુવેરુંવે અગ્નિ વ્યાપી જાય છે. લોહીમાં ભરતી આવે છે. હવે તો ચિત્તોડગઢના ખંડિયેરો મેવાડના પ્રત્યેક વીરને સાદ પાડીને બોલાવે છે. આપણી વીરતાને પડકાર આપી રહ્યો છે. પાંચ પાંચ વર્ષની ઘોર કુંભકર્ણીય નિદ્રાપર એ ખંડેરો હાંસી ઉડાવે છે. ફરી એકવાર વિશ્વને બતાવી દઈએ કે , ગમે તેટલી પ્રચંડ શક્તિ ઠલવાય , ચિત્તોડને મુક્ત કરાવવાનું આપણામાં બળ છે. ચિત્તોડગઢ , કોટા અને શિવગઢને મુક્ત કરવાનું આપણું સપનું હશે. અને એની સિધ્ધિ અર્થે આપણે બલિદાનથી માર્ગ પૂરવો પડશે. બોલો તૈયાર છો ?

           સમગ્ર જનમેદની આભને ચીરે એવા પ્રચંડ નાદથી ગર્જી ઉઠી. “અમે તૈયાર છે , અમે તૈયાર છે. તન ,મન અને ધનથી અમારો આપણે સાથ છે. આપણા આદેશપર બલિદાનોની હારમાળા રચી દઈશું. આપ આગળ વધો. અમે આપની પાછળ જ છીએ.

તો પછી ગગનભેદી અવાજે બોલો.  “જય ચિત્તોડ , જય ચિત્તોડ , જય ચિત્તોડ , જય એકલિંગજી ,જય એકલિંગજી , જય એકલિંગજી અને જનમેદનીએ પ્રચંડ અવાજે ગગનભેદી પ્રતિઘોષ પડ્યો. અત્યાર સઉદી રણવાઘો સેનાના અગ્રભાગે વાગતા હતા પરંતુ હવે જ્યાં સુધી ચિત્તોડ સ્વતંત્ર ન  થાય ત્યાં સુધી રણવાઘો સેનાના પાછલા ભાગમાં વાગશે.”

           એક અનોખી લહેરખી સૌના બદનમાં પ્રસરી ગઈ. ધીરે ધીરે જનમેદની વિખરવા લાગી.

           સૂર્ય મધ્યાહ્ન તરફ ઢળતો થયો. સવારે જે સ્મશાન-વૈરાગ્ય જામ્યો હતો તે હવે વિખરાઈ ગયો. લોકનાયક ભક્તરાજ પ્રહલાદ્ ને  અગ્નિદેવનો આહાર હોલિકા ,પ્રાચીન સમયમાં બળીને ભસ્મ થઈ ગઈ હતી. એણે પ્રહલાદ્  હેમખેમ અગ્નિચિતાએથી પાછો ફર્યો હતો. આજે જગમાલનું પણ પ્રતાપનો અધિકાર છીનવી લેવાની ચાલમાં ‘રાજકીય મોત ‘ થયું અને ભટિયાની રાણી ધીરબાઈ પોતાનું સૌભાગ્ય પણ ગુમાવી બેઠી.

           રાજકુમાર જગમાલની તો ભયંકર અવદશા થઈ.

           રાજતિલક પ્રસંગે સૌ ભેગા થયા. કુંવર જગમાલ  અને રાવત કૃષ્ણસિંહજી સામસામેના  આસને બેઠા હતા. બનેની આંખોમાં અંગારા ધગધગતા હતા. “ રાવત કૃષ્ણસિંહ , જે મહારાણાનું લઉં ખાધુ , એની ઈચ્છાને અવગણી ,એના દીકરાને બેવફા થનાર તમે, મારે તમને શું કહેવું ? તમે તો પશુથીયે બદત્તર બન્યા. તમારા કામોથી તો મહાન ચૂડાજીની કીર્તિ પણ કલંકની કલીમામાં ફેરવાઈ ગઈ. એક કૂતરો પણ પોતાના માલિકને બેવફા થતો નથી. તમે લાગ જોઈ મને ઘા કર્યો છે પરંતુ યાદ રાખજો. મારી શમશેર એનો બદલો લેવાનું સારી રીતે જાણે છે. “

           આ સાંભળી રાવત કૃષ્ણસિંહ ગુસ્સાથી રાતાપીળા થઈ ગયા. “ચુપ કર ,હવનમાં હાડકાં નાખનાર શિશુપાળપંથી જગમાલ , તું બધી મર્યાદાઓ વટાવી ગયો છે. મને તો નવાઈ લાગે છે કે , મેવાડનો રાજકુમાર આવું બોલે છે. તારું પુણ્ય પરવારી ગયું છે. આ  તું નથી બોલતો તારો ઘવાયેલો અહંકાર બોલે છે. તું ક્રોધમાં છે એટલે તારી વાણી , વાણી નથી રહી , ભસતા કૂતરાના બરાડા બની ગઈ છે. તું હડકાયો કૂતરો બની ગયો છે. તને તો મેવાડમાં જીવતો રાખવો એ પાપ છે. છતાં આ  પળે .. ..                             

           “મેવાડના નાચીઝ સરદાર , તારી આ  મજલ , સંબલ “કહી શમશેર કાઢી , બીજી પળે રાવત કૃષ્ણસિંહજીએ પણ શમશેર કાઢી. બંને મેવાડના મશહુર તલવારબાજ હતા. તલવારના દાવપેચ રમત રહ્યા. એક પળે રાવત કૃષ્ણસિંહજીની તલવારે , જગમાલની શમશેરના ટુકડા કરી નાખ્યા. ક્ષણવારમાં જગમાલે બાજુમાં બેઠેલા સરદારની મ્યાનમાંથી તલવાર ખેચી. બને એકબીજાના પ્રાણના ભૂખ્યા બની ગયા. છેવટે સેનાપતિ અજયસિંહે પોતાની શમશેર વચ્ચે નાખી. ત્રણેની તલવારો અથડાઈ ત્રણ ટુકડા થઈ ગયા.

           “સબૂર , મહારાણાજી સમક્ષ આ  નાટક બંધ કરો. રાવત કૃષ્ણસિંહજી , આપનો ક્રોધ શાંત કરો. જગમાલ તો આપનું બાળક છે એમના શબ્દો સૌને ક્ટારીના ઘા જેવા લાગ્યાં છે. મને તો એ ક્ષણે એવો વિચર આવ્યો કે, આ  શબ્દો મેવાડના રાજકુમારના ન  હોય , આ  શબ્દો મોગલસેનાના સિપેહસાલારના  હોઈ શકે. જગમાલજી , આવું કરશો તો મેવાડમાં તમારાથી નહીં રહેવાય.” માનસિંહજી સોનગિરા  બોલ્યા.

           “ આવા દરબારીઓ સાથે હું રહેવાય માંગતો નથી. પણ યાદ રાખજો. મારા ગયા પછી તમે મેવાડ નહિ સાચવી શકો. મોગલ શહેનશાહ અકબરનો સામ્રાજ્યવાદી ભરડો તમને ગળી જશે. હું તો આ ચાલ્યો.”

           “કુંવર જગમાલજી , મોગલસેનામાં સિપેહસાલાર બની તમે પણ આવજો. અમે તમારી રાહ જોઈશું,” સરદાર ગુલાબસિંહ બોલ્યા.

           “જગમાલ , તારી પાસે તલવાર ખૂટે તો મને ખબર આપજે. અમારા મિત્ર અને શિરોહીના રાવ પાસેથી હું મંગાવી આપીશ. તારી શમશેરના ઘાની પ્રતિક્ષા કરતો રહીશ. ભાઈ , બહુ વાર લગાડતો નહિ. આ  વૃદ્ધંનો અંતિમ દિવસ વીતી જાય એ પહેલાં તો અવશ્ય આવજે. યુધ્ધના મેદાનમાં તારી મારી સાથે શમશેરબાજી ખેલવાની મુરાદ પૂરી ન કરું તો હું ચૂડવંશનો જાયો નહીં.” રાવત કૃષ્ણસિંહે કહ્યું.

           અને પછી કુંવર જગમાલે જે કાંઈ કહ્યું તે કોલાહલમાં ઓગળી ગયું, તે પગ પછાડતો ચાલ્યો ગયો. એના કૃત્યોની કથા સારા યે રાજપુતાનામાં ફેલાઈ ગઈ.