Guhilot dynasty and Maharana Pratap in Indian history - 43 in Gujarati Short Stories by Sisodiya Ranjitsinh S. books and stories PDF | ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 43

Featured Books
Share

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 43

 

બાદશાહ અકબર અને કુંવર જગમાલ

                               

  સિરોહીના  રાવ સુરતાણસિંહ ને દબાવવા ;

-----૧ -------

            અશ્વ પર જગમાલ આવ્યો ચાલ્યો જાય છે.

મહારાણાજી, જગમાલ મેવાડ છોડી આગ્રા તરફ જઈ રહ્યો છે રાજ્યના ગુપ્તચરે સંદેશો આપ્યો.

           ક્ષણવારમાં મહારાણા પ્રતાપસિંહએ કંઈક વિચારી લીધું.  

સાગર, મારી સાથે ચાલ.’

 મોડી રાતે,  બે અશ્વારોહી ગોગુન્દાથી બહાર પડ્યા. અડધી રાત્રે બંને જગમાલને આંતર્યો.

બને બાજુથી જય એકલિંગજીનો નાદ સંભળાયો.

   “ જગમાલ, ભાઇ ઊભો રહે.

  જગમાલે પાછળથી આવેલા અવાજને ઓળખ્યો. 

‘સાગર, તું આવી પહોંચ્યો.” કહી જગમાલ ઘોડા પરથી ઉતર્યો.

“ભાઈ, તમે મેવાડ છોડી રહ્યા છો.”

“ હા, મેવાડમાં રહયે શો લાભ ? અને આપ મહારાણા શા માટે તસ્દી લઈ રહ્યા છો.? આપણા પથ ન્યારા છે.

           “ જગમાલ, હું આંતર-વિગ્રહ કે આંતર-કલહ નથી ઈચ્છતો.  તેં કૃષણસિંહજી રાવતનું ઘોર અપમાન કર્યું તેનું પરિણામ શું આવ્યું? મોડેથી તેઓ મને એકાંતમાં મળ્યા. તેમણે પોતાની તલવાર અને મને સોંપીને, સલુમ્બર છોડીને જવાનો વિચાર મૂક્યો. આ કેવી કમનસીબી છે ! આવા વડીલો દુભાય તો મેવાડનું શું થાય ?   “ ભાઈ જગમાલ સલુમ્બરાધિપતિને જ્યારે એમ કહ્યું કે જગમાલે આપનું અપમાંન કર્યું છે તેથી સદગત મહારાણાએ આપેલી તલવારનું અપમાન શા માટે કરો છો ?  અમે બધાં આપ વડે રૂડા છીએ ત્યારે શાંત પડ્યા.”

            “જગમાલ, ચાલ ફરી ગોગુન્દા, હું એકલિંગજીના શપત ખાઈને કહું છું કે, તું થોડા સમયમાં તારી યોગ્યતા સાબિત કરી આપ. હું મારા હસ્તે તને મેવાડપતિ બનાવીશ.”

     ક્ષણભર તો જગમાલ મધુર સપનામાં ખોવાઈ ગયો પરંતુ શંકાનો કીડો પાછો સળવળ્યો.  શું આ એક ચાલ ન હોય ?  મહારાણા હાલ મને થાબડીને લઈ જાય. અને એમના ગોઠિયા એક દહાડો મારી કતલ કરે.”  

           “સાગર, હવે એ ન બને. મહારાણાજી, હું તમને જંપવા નહીં દઉં.”

 “રાજમુકુટ માટે આટલો કલહ, મને આ નથી ગમતું.” મહારાણા બોલ્યા

હું હવે અકબર પાસે જઈશ.  હવે એ દિવસો દૂર નથી કે પિતાની અંતિમ ઈચ્છા પૂરી કરવા અમારી સેના મેવાડ પર ચડી આવશે.”

          

આ સાંભળતા જ  મહારાણા ની આંખો ના ભવા ઊંચા ચઢી ગયા.

એ વિચાર જ અસહ્ય છે.  તારા આ વિચારથી તે મારી સમૂળગી હમદર્દી ગુમાવી દીધી છે.  હવે કોઈ પણ હિસાબે તું મેવાડમાં નહીં રહી શકે.”

           આપ સમજી લો.  જે રક્ત આપની રગોમાં વહે છે તે જ રક્ત મારી રગોમાં વહે છે.  જે રાજ મને હસતા હસતા નથી મળ્યું તે હું છીનવીને લઈ લઈશ.”

           ‘ હવે આ મુલાકાતનો કોઈ અર્થ જ ન રહ્યો’ બોલી સાગરે લમણે હાથ મુક્યો.  

           પોતપોતાના પંથે આ ત્રણે અશ્વારોહી ચાલ્યા ગયા.  મહારાણા પ્રતાપના આ પ્રયાસની ખબર સાગર  સિવાય કોઈને ન પડી.

----2----

 

         રાજા માનસિંહ શહેનશાહ અકબરના જમણો હાથ, માત્ર ૨૨ વર્ષનો યુવાન પરંતુ તેજસ્વી જુવાન.  રાજા ભગવાનદાસનો દીકરો, જોધાબાઈનો ભાણેજ આગ્રામાં એની ચારે બાજુ બોલબાલા હતી.

           કુવાર જગમાલ આગ્રામાં પહોંચ્યો.  સૌથી પહેલા એ રાજા માનસિંહ ને મળ્યો.  પ્રથમ તો  મેવાડી રાજકુમારને જોઈને રાજા માનસિંહ ને નવાઈ લાગી. જગમાલ પોતાના હૈયાનો ઉભરો ઠાલવ્યો, રાજા માનસિંહે જગમાલને સમજાવ્યો.

           કુંવર સાહેબ, મહારાણા પ્રતાપ મતભેદો ભૂલી જાવ.  આ ભૂમિ તમારા કટ્ટર શત્રુની ભૂમિ છે.  તમે તમામ મતભેદો ભૂલીને પ્રતાપને સાથ આપો.  અમે તો કાદવમાં પડ્યા છીએ તમે ન આવો.  અમારું મન રાજપુતાનામાં છે જ્યારે શરીર આગ્રામાં.  દુનિયામાં ક્યાંય તમને સહારો મળવાની આશા ન હોય અને નીચી ગરદનને જીવવું હોય તો જ બાદશાહ સમક્ષ હાજર થાઓ.”

 

           જગમાલ બાદશાહ સમક્ષ હાજર થવાનું પસંદ કર્યું.

           એ મોગલ દરબારમાં પહોંચ્યો.  તેણે જોયું કે આ દરબારમાં જેટલું માન મુસલમાન સરદારોનું છે  એટલું જ માન હિંદુ સરદારોનું  છે અકબરની એક બાજુ નવરત્નોં બિરાજમાન છે, બીજી બાજુ નાનકડો રાજકુમાર સલીમ શેખ બાબા બિરાજે છે. એ દિવસે અકબરે હિંદુ વેશભૂષા ધારણ કરેલી હતી.  જગમાલની સાથેના સરદારે  બાદશાહ ને કુર્નીશ બજાવી.  અનાયાસે જગમાલથી પણ બાદશાહને કુરનીશ બજાવાઈ ગઈ.

 બાદશાહ ને મસ્તક નમાવતા સંકોચ થયો. એના મુખપર રક્ત ધસી આવ્યું

       એના મનમાં પોતાના પ્રત્યે ધિક્કારની ભાવના જાગી.

 જગમાલ તને લજ્જા નથી આવતી તારી જાતને જે ગોહિલોત વંશે શાહ ને મસ્તક નહિ નમાવવા અસંખ્ય બલિદાનો આપ્યાં.  એ ઉજ્જવળ વંશમાં જન્મીને તે કેવળ પેટની ભૂખ ખાતર શીશ નમાવી.

 બદલાની આગ આટલી બધી તીવ્ર હોય છે ? હજુ પણ મોકો છે ભાગી છૂટ આ ગુલામીમાંથી. પરંતુ વૈરાગ્નિએ જગમાલના આંતરિક ભાવોને કચડી નાખ્યા.

 મીઠાશથી અકબરે પૂછયુ ,”મેવાડી કુંવર, કહો કેમ આવું થયું ?

 ગરીબનવાજ ,આપને શરણે આવ્યો છું.”

 ‘ કેમ ?

જગમાલે તમામ વાત વિગતે કહી સંભળાવી

“તો તમારે બદલો લેવો છે ? મેવાડને પ્રાપ્ત કરવા માટે તમારી સહાયતાની તમારે જરૂર છે ?

           “જો આપ સહાયતા કરો તો પ્રતાપ પાસેથી મેવાડ છીનવી લઉં.   બસ વીરો એવું જ વિચારે છે રાજ્યો ગુમાવવા એ કાંઈ હતાશ થવાની ચીજ નથી અમારા પિતા એ પણ એક જમાનામાં હિંદનું રાજ્ય ગુમાવ્યું હતું.  અને ઇરાનના શાહની સહાયતા વડે ફરી પ્રાપ્ત કર્યું હતું.  અમે તમને સહાયતા આપીશું.

“ આપની કૃપા”

“તો પછી કુંવર જગમાલજી.  આજે આરામ કરો કાલે હું તમને જણાવીશ કે, કેવા સ્વરૂપમાં અમે તમને મદદ કરી શકીશું.”

“જી,  જહાંપનાહ ,”

અક્બરશાહના ઈશારા થી કુંવર જગમાલને અતિથિશાળામાં લઈ જવામાં આવ્યો.  દરબાર બરખાસ્ત કરવામાં આવ્યો.

           મંત્રણાંગૃહમાં બાદશાહે બિરબલ સાથે મંત્રણા શરૂ કરી.

“બિરબલ, આજે મારી ખુશીનો પાર નથી.  તું તો જાણે છે મેવાડના રાજકુમારને શરણ આપીને મેં અડધુ મેવાડ જીતી લીધું છે.”

           “જહાંપનાહ,  જગમાલ આપણી સાથે જોડાયા એથી આપ ખૂબ આશાવાદી બનો એ કવેળા નું છે.  કારણ,  જગમાલ સાથે મેવાડમાં કોઈ નથી. આખરે જગમાલએ કાંઈ મેવાડ નથી.”

           “બિરબલ , મારી સિદ્ધિ તને ડંખતી લાગે છે ?  તમે હિંદુઓ ભાંગી જાઓ પરંતુ ભગવાનને છોડવાના  નહીં. મારા હાથમાં શતરંજની ચાલ ખેલવા માટે એક પ્યાદો આવી ગયો છે. હવે દાવ ખેલી નાખીએ અને મેવાડને જીતી લઈએ.”

           “જહાંપનાહ ,  આપનો વિચાર કાબિલે દાદ છે.” હસતા હસતા બિરબલ બોલ્યો,

           “ હું વિચારું છું કે, મેવાડમાં આપણે  જગમાલને થોડી જાગીર આપી પ્રતાપની વિરુદ્ધ એના જ ભાઈ  દ્વારા એક મોરચો ખોલી દઇએ. 

                      “ઉપાય તો ઘણો સચોટ છે.”

        ” શિરોહીનો રાજા આપણી મરજી પ્રમાણે ચાલતો નથી. જહાજપુરાનો તાલુકો, જે આપણા તાબામાં છે.  તે જગમાલને આપી દઈએ.  ધીરે ધીરે તે શિરોહી મેળવી લે અને પછી મેવાડ.

           ” ઉત્તમ, આપની યુક્તિ ઘણી સરસ છે.”

           “તો પછી તમે મેવાડના રાજા જગમાલના હૈયામાં ઈર્ષાની પ્રચંડ આગ ભડકાવો. એ અગ્નિજ્વાળાઓમાં પ્રતાપ બળીને ભસ્મ થઈ જાય.  બિરબલ, અમે સામ્રાજ્યવાદીઓ એક એવી લતમાં  સપડાયા છીએ કે, જગતમાં બીજા કોઈને માથું ઊંચું કરીને જીવતા જોઈ શકતા જ નથી. જો કોઈ માથું ઊંચકે  તો અમે સદાયે,  એને કચડી નાખવામાં જ માનીએ છીએ.  જ્યાં સુધી મેવાડ મોગલસત્તાનું  અંગ નહીં બને ત્યાં સુધી મને આરામ નહીં મળે.”

           ” જહાંપનાહ, આપનું ભાગ્ય ઘણું બુલંદ છે. હિંદુસ્તાનમાં બધા ઝૂક્યા છે. અને જે નથી ઝુકયા તેમને પણ સમય સાથે ઝુકવું જ પડશે.  બીરબલે કહ્યું.

           રહીમખાનખાના ને કહ્યું, “અસલ વાત એ છે કે, જગમાલને વેર લેવા માટે ભડકાવો.”

           બિરબલ અકબરનો માત્ર દરબારી જ ન હતો.  અંતરંગ મિત્ર પણ હતો.  અકબરના સ્વભાવથી તે સંપૂર્ણ પરિચિત હતો. છતાં બિરબલ હિંદુ હતો. ચિત્રકૂટના રાજા રામચંદ્રના દરબારમાં ‘કવિરાજ’ તરીકે વર્ષો સુધી તે રહી ચૂક્યો હતો.  એ દરમિયાન રાજપુતાનાની પરમ વિદુષી ભક્ત કવિયત્રી મીરાંબાઈ સાથે એનો પરિચય થઈ ચૂક્યો હતો,  હિંદુ ધર્મના સંરક્ષક તરીકે એના હૈયામાં મેવાડી મહારાણાઓની આગવી ઈજ્જત હતી. મેવાડ સ્વતંત્ર રહે એવી એની દિલી તમન્ના હતી.  આગ્રાના દરબારમાં હોવા છતાં એણે મહારાણા પ્રતાપસિંહની કીર્તિ સાંભળી હતી.  એ ઇચ્છતા હતા કે, જગમાલ મેવાડ પાછો જાય, મહારાણા સાથે સમાધાન કરી લે.

           બિરબલ જાતે બ્રાહ્મણ હતો. તે બુંદેલખંડનો વતની હતો. તેનું મૂળ નામ મહેશદાસ હતું. મોગલ સલ્તનતના ઉદયકાળથી તે આગ્રા નગરમાં વસતો હતો. કાલપીનગર થી પગપાળા આગ્રા આવેલો આ યુવાન મધુર ગળાનો સ્વામી હતો. તે મધુર કવિતાઓ ગાતો રચતો.  આગ્રાની જનતાને તેનું ઘેલું લગાડેલું.  બાદશાહ ખુશ થઈ તેની ‘કવિરાજ’ ની પદવી આપી હતી.  

           ઘણો ખરો સમય બિરબલ બાદશાહ સાથે જ રહેતો.  ઈ. સ. ૧૫૭૩માં બાદશાહે,  અકબરશાહે

ગુજરાતના વિજય પ્રસંગે બિરબલની રણચાતુરી અને બુદ્ધિકૌશલ્ય બરાબર પારખ્યા હતા.  હવે બિરબલ ‘રાજા’ ના ઉપનામે ઓળખતો હતો.  કલિંજરની પાસે એને બાદશાહે જાગીર આપી જાગીદાર બનાવ્યો હતો. એક સહસ્ત્ર માંણસોનો તે નાયક એક હતો.

           એણે ખૂબ પ્રયત્નો કર્યા જગમાલજી, આપ મેવાડ પાછા જાઓ ,’પરંતુ જગમાલ માન્યો નહીં.

            એણે વળતો જવાબ આપ્યો. ”રાજા બિરબલજી ,આપના માટે મારા હૃદયમાં સમ્માન છે. આપની સ્વચ્છ લાગણી માટે હું આપનો ઋણી રહીશ.  પરંતુ તમે જેને મેવાડનો સૂર્ય માનો છો એ પ્રતાપને, મારા હાથે અસ્ત થવું જ પડશે. હું પાકો નિરધાર કરીને આવ્યો છું. હવે તો હું એટલો આગળ વધી ગયો છું કે, પાછા વળવાનો વિચાર સુધ્ધાં મારી મૂર્ખતા ગણાશે.  બધાંએ એક રાહે ચાલવું એવું ક્યાં બને છે ? કૌરવોમાં પણ યુયુત્સુ હતો જ ને ? જે પાંડવોના પક્ષે લડ્યો હતો.”

 બિરબલ સમજી ગયો કે, હવે આ માનવીને નહિ સમજાવી શકાય.

“જહાંપનાહ, જગમાલ તપેલો લોખંડનો ટુકડો છે.  હવે એને તમે જેવો ઘાટ આપશો એવો ઘાટ અપાઈ જશે.”

          બીજા દિવસે દરબારમાં અકબરે જગમાલ ને કહ્યું.  જગમાલ અમે નક્કી કર્યું છે કે, શિરોહી રાજ્ય પાસે આવેલી જહાજપૂરની જાગીર તમને બક્ષિશ આપવામાં આવે.  ત્યાં રહીને તમારી યોગ્યતા બતાવશો તો તમારી બઢતી કરવામાં આવશે.

           “જહાંપનાહ, શીઘ્ર આપ મારી કાબેલિયત જોઈ શકશો, “ જગમાલ બોલ્યો,

“હું આશા રાખું છું કે, તમે ત્યાંની પ્રજાના કલ્યાણનો ખ્યાલ રાખશો અને મોગલ સલ્તનતને વફાદાર રહેશો.

           “જહાંપનાહ, રાજપૂત કદી દગો કરતો નથી.  તે હંમેશા વફાદાર રહે છે.  હિંદુસ્તાનના સુલતાનોના લશ્કરમાં એ ગુણોથી જ તેઓ સિપેહસાલાર બની શક્યા છે. જગમાલ બોલ્યો.

 બિરબલ વિચારવા લાગ્યો. આવો રાજકુમાર પણ ગુમરાહ થઈ ગયો. એ શું દેશની કમનસીબી નથી ?

           “ તો પછી જાઓ જાગીર સંભાળો અને ખુશ રહો.”

આમ , જગમાલ શિરોહિની જહાજપુરા જાગીર માં ચાલ્યો ગયો.