Guhilot dynasty and Maharana Pratap in Indian history - 44 books and stories free download online pdf in Gujarati

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 44

જલાલુદીન કોરચી મેવાડમાં

            શહેનશાહ અકબર આગ્રા શહેરમાં પોતાની રાજધાની બનાવીને રહેતા હતા. મેવાડ સામ્રાજ્યની જાહોજલાલી એની ચરમ સીમાએ પહોંચી હતી.  સંગીત, કાવ્ય. સાહિત્ય, શિલ્પ હર એક ક્ષેત્રમાં ભારતે અદ્વિતીય પુરુષો આપ્યા હતા.  સંગીતકાર તાનસેન અજોડ હતો.  આગ્રા શહેરની હદમાં એના સિવાય બીજા કોઇનું સંગીત સંભળાતું ન હતું. કોઈ ગવૈયાની મગદૂર ન હતી, કે સંગીતના સૂરો છેડી શકે જો છેડે તો મુકાબલો કરવો પડે. અને આ મુકાબલા નું પરિણામ એક જ આવે પરાજય.  પરાજય એટલે મોત. આવા નવ રત્નો અકબરશાહ ના દરબાર માં બિરાજતા હતા.

           એક દિવસે ચર્ચા નીકળી,” બાદશાહ અકબર સામ્રાજ્યવાદી છે કે માનવતાવાદી રાજા ટોડરમલે  કહ્યું બેશક, બાદશાહ સામ્રાજ્યવાદી જ હોઈ શકે. બીજા કોઈવાદના દર્શન કરવા એ ચાપલૂસીની નિશાની છે.”
           બાદશાહે એક દિવસે ટોડરમલ ને પૂછ્યું રાજા ટોડરમલ, આ દેશમાં માત્ર એક જ ધર્મ પળાતો  હોય તો ? ધર્મના ઝઘડાઓ મટી જાય.
            રાજા ટોડરમલ હસ્યા, “ બાદશાહ સલામત આ ભારતને એક ધર્મી દેશ બનાવવા માંગો છો? ”
એ મહાન ભૂલ હશે ધર્મ અને રાજસત્તા બંને અલગ વસ્તુ છે મુસ્લિમ શાસકોએ સાડા ત્રણસો વર્ષ સુધી લાખો હિંદુઓને મુસલમાન બનાવ્યા છે, હજારો મંદિરો જમીનદોસ્ત કર્યા. પરંતુ એથી કાંઇ સમસ્ત ભારત મુસ્લિમ દેશ ઓછો બની ગયો.
          પતઝડ લાખ કોશિશ કરે ,
                      પર ઉપવન ઉઝડ નહીં સકતા.
બાદશાહ અકબરને આવા નિર્ભીક  ઉત્તરોથી ક્રોધ ઉત્પન્ન થતો પરંતુ તે ક્રોધ કરવાને બદલે બીજી ચાલ ચાલતો કે જેમાં હિંદુઓ ને નીચું જોવું પડે એવી વાત હોય પરંતુ બીરબલ એનો જવાબ પણ કુશળતાથી આપતો.
           ભગવાન વારંવાર સ્વયં અવતાર કેમ લે છે ?  આનો ઉત્તર જે દક્ષતાથી બિરબલે આપ્યો હતો એથી તો બાદશાહ તેની પર વારી ગયા હતા. ભાવનાઓની ભરતી અને ઓટ આવતી અને જતી પરંતુ પોતાની ઈમાનદારીમાં સર્વે માહીર હતા.
  “ સલ્તનતતો આતી હૈ ઔર જાતી હૈ લેકીન રહ જાતા હૈ કેવલ ઈમાન ઉસી કે આધારપર હમ ઈતિહાસ મેં સ્થાન પાતે હૈ.” બાદશાહ માનતા હતા.   આવા જ એક પ્રસંગે દરબારમાં બેઠેલા દરબારીઓને બાદશાહે પ્રશ્ન કર્યો, બતાવો, આ કમળમાં પાંખડીઓ કેટલી છે ? કોણ મને આનો ઉત્તર  આપશે ?

         સમસ્ત મોગલ દરબાર મૌન.

         હવે બાદશાહે બિરબલ તરફ દ્રષ્ટિ કરી, “ બિરબલ, તમે જવાબ આપી શકશો. બિરબલ પલક વારમાં ઊભો થઈ ગયો. એણે કહ્યુ,” જહાંપનાહ , આ કમળ પાંખડીઓમાં એક પાંખડી ઓછી છે.”

         “ કેવી રીતે ?” બાદશાહે નવાઈ પામી પૂછ્યું.

         “ ગરીબપરવર , મેં આપને એ જણાવ્યું કે, આ કમળમાં એક  પાંખડી ઓછી છે. કંઈ પાંખડી ઓછી છે. એ ખોળવાનું કામ મારુ નથી. એ તો આપ અથવા કોઈ સમર્થ શોધી શકશે,”

         બાદશાહ વિચારમાં પડયા. બિરબલે તો જવાબને કોયડામાં પલટાવી દીધો. બાદશાહ પોતાની જ ચાલમાં ફસાયા હોય એમ અનુભવવા લાગ્યા.

         એજ પળે રાજા ટોડરમલે ઉભા થઈને કહ્યુ.

       “ બાદશાહ સલામત, આપની આજ્ઞા હોય તો હું આ કોયડા વિષે કંઈક  નિવેદન કરું.”

બાદશાહે સંમતિ સૂચક મસ્તક હલાવ્યું.

         ટોડરમલે કહ્યુ .” મોગલ સલ્તનત રૂપી કમળમાં હિંદના રાજવીઓ રૂપી બધી જ પાંખડીઓ સમાઈ ગઈ છે. ખૂટે છે માત્ર મેવાડરૂપી એક પાંખડી જ્યાં સુધી એ પાંખડી ન મળે ત્યાં સુધી આ કમળ અધુરું જ ગણાય.”

         બાદશાહ જલાલુદીન અકબર ને આ સાંભળી ગુસ્સો ચઢ્યો. પરંતુ મનનો ભાવ કળાવા દે તો એ મહાન અકબર શાના ? બનાવટી હાસ્ય વેરતા તેઓ બોલ્યા ,” આ કમળ શીઘ્રતા થી સંપૂર્ણ બનશે. હમારી કોશિશ કભી નાકામયાબ નહીં હોતી, તુમ જાનતે હો, કામયાબી હમારે કદમ ચૂમતી હૈ.

          ખરું જોતા આ બાદશાહ અકબરના મર્મસ્થાન પર આ સીધો ઘા હતો અને વાસ્તવિક હકીકત પણ હતી. બીજા દિવસે , એમણે જલાલુદીન કોરચી ને મેવાડ જવા રવાના થવાનો આદેશ મોકલ્યો. દૂત આદેશ લઈને ઝડપથી શિરોહી પહોંચ્યો. જયાં મોગલ સેના એ ગુજરાત પર આક્રમણ કરવા પડાવ નાંખ્યો હતો.

જલાલુદ્દીન કોરચી મેવાડમાં    

         મેવાડમાં સૂર્યોદય થઈ ચૂક્યો હતો. એના કિરણો દીંન –પ્રતિદિન પ્રખર થતા જતાં હતા. બાદશાહ અકબર આ તથ્ય થી બેખબર ન હતા. તેઓ મહારાણા પ્રતાપ ને સાવ અલગ, મિત્રવિહીન કરી દેવા માંગતો હતો.

         મેવાડમાં મોગલસેના પ્રત્યે નફરતનું વાતાવરણ હતું. મોગલો ખૂંખાર હતા. તેઓ બેફામ શરાબપાન કરતાં. મોગલ સેનાપતિઓ દુશ્મન પ્રદેશોની સ્ત્રીઓ સાથે બૂરો વ્યવહાર કરતાં. સેનામાં હોવી જોઈએ તેના કરતાં વિપરીત ચારીત્ર્ય ની શિથિલતા. આ બધાં તથ્યો સાંભળીને મેવાડીઓ પોતાની સ્વતંત્રતા જાળવવા વધુ  મક્ક્મ બન્યા હતા.

         ઈ. સ ૧૫૭૩ માં અક્બરશાહ ના આદેશથી પ્રથમ આક્રમણ ગુજરાત પર કરવામાં આવ્યું. મોગલસેના હાલતું ચાલતું નગર લાગતી. એણે શિરોહી રાજ્યના જહાજપુરા તાલુકામાં પોતાનો પડાવ નાખ્યો.

         જલાલુદીન કોરચી મોગલ સેનાનો બાહોશ સેનાપતિ હતો. અઝીઝ કોકાએ એને ફરમાન આપ્યું. આ ફરમાન સિક્રી થી બાદશાહે મોકલ્યું હતું. જેમાં જલાલુદીન કોરચીને ઉદયપૂર જઈ મહારાણા પ્રતાપને સંધિ માટે સમજાવવા પ્રયત્ન કરવાનો આદેશ હતો.

         બાદશાહ મહારાણા નું મન જાણવા માંગતા હતા. કે, તેઓ શું ચાહે છે ? સંધિ કે સંઘર્ષ ?

         ચાલાક અકબરે બાદશાહ વિચારતા હતા કે, રાજપૂતોને ચિત્તોડગઢનું જબરું આકર્ષણ છે, જો ચિત્તોડગઢ મેવાડીઓ જીતી લે તો મહારાણાની પ્રતિઠામાં વધારો થાય અને પોતાની પ્રતિઠામાં ગાબડું પડે. આ માટે મોગલોનું એક ચુંનદુ લશ્કર કાયમ માટે, ભારે ખર્ચે ત્યાં ગોઠવી દીધું. ચિત્તોડગઢ ક્યારેય મેવાડીઓના હાથમાં ન આવવું જોઈએ એવી બાદશાહની મનોકામના હતી.

         જલાલુદીન કોરચી ઉદયપુર થઈ ગોગુન્દા પહોચ્યો. એનું રાજોચિત સ્વાગત કરવામાં આવ્યું. જલાલુદીન કોરચી,” મહારાણાંજી , આપ ખેલદિલ દુશ્મન છો પરંતુ શહેનશાહ આપની દોસ્તીની દિલાવરી ઝંખે છે.”

         મહારાણા પ્રતાપ , ” કોરચીજી , તમે મોગલ સેનામાં અગ્રગણ્ય સ્થાન ધરાવો છો. હું જાણું છું ગુજરાત પર ધસી ગયેલી સેનાના ચાર મહત્વના સેનાપતિઓમાં આપ એક છો. આપના યુદ્ધ કૌશલ્યનો જાદુ પણ મારા માણસો એ મને જણાવ્યો છે. એક બહાદુર સેનાપતિને આવકારતા મને આનંદ થાય છે, એક સાચા ક્ષત્રિયથી દોસ્તીનો હાથ પાછો થેલાય. પરંતુ એ હાથ દોસ્તો નો હોવો જોઈએ. તમારા શહેનશાહ દોસ્તીનો સ્વાંગ રચી  અમને ગુલામીની જંજીરોમાં જકડવા માંગે તો અમે શી રીતે છેતરાઈએ ?

         “ આપ એ કેમ ભૂલી જાઓ છો કે શહેનશાહે પોતાના દરબારમાં હિંદુઓ ને મોટા મોટા હોદાઓ આપ્યા છે.  તેઓ હવે આ ભૂમિમાં રક્તપાત નથી ઈચ્છતા, હિંદુઓ સાથે દોસ્તી વધારી આ મુલ્કના અમનને વધારવા માંગે છે.”

         શાંતિની તમારી વ્યાખ્યા કેટલી ભ્રામક છે ? એક બાજુ સામ્રાજ્યમાં એક પછી એક પ્રાંતો વધારતા જાઓ છો અને વિજયને દોસ્તીનું પ્રતિક બનાવવા નીકળ્યા છો. દોસ્તીમાં સમાનતા હોય છે. માલિક ગુલામનો ભાવ નહિ.”

         “ આપ જો દોસ્તી સ્વીકારો તો રાજપૂતાનાં અન્ય રાજપૂત રાજાઓ કરતાં વિશેષ છૂટછાટ આપવા શહેનશાહ વિચારે.”

         “ તમારા વિચારો મેં સાંભળ્યા. મારે મારા મિત્રો અને પ્રજાની આ બાબતમાં સલાહ લેવી પડે. આવો ગંભીર નિર્ણય કે જેમાં અમારા અસ્તિત્વનો સવાલ છે. ઉતાવળથી જવાબ ન આપે. મેવાડનું આતિથ્ય માણો.                       

યોગ્ય સમયે અમે આપને ઉત્તર મોકલાવીશું.”

જલાલુદીન બીજે દિવસે મહારાણા સમક્ષ ઉપસ્થિત થયો.

“ મહારાણાજી, શહેનશાહ  આપની દોસ્તીના પયગામ માટે આતુર છે. હું ઈચ્છું છું કે ,આપ આ ઘડી ઝડપી લો. ચાંદ અને સૂરજ વડે આસમાન પ્રકાશિત છે. શહેનશાહ અકબર અને મહારાણા ની દોસ્તી થી હિંદુસ્તાન ને ખુશહાલીથી ભરી દેવાનો આ એક ઐતિહાસિક સુઅવસર છે.”

       એને ખાત્રી હતી કે , તીર આબાદ નિશાનપર પડ્યું છે.

મહારાણા હસ્યાં , બોલ્યા, ‘ જુઓ ખાન, રાજપૂત જ્યારે મદદ માટે ગૈરરાજપૂત સામે હાથ ફેલાવે છે ત્યારે તે સમસ્ત જાતિને નિર્બળ બનાવે છે. રાષ્ટ્રને નિર્બળ બનાવે છે. જે જાતિ પારકાના આધારે આગળ વધવાની ઈચ્છા ધરાવે છે એ સમય જતાં પંગુ બની જાય છે.’

“તો શું આપને શહેનશાહ ની મિત્રતા કે સહયોગ જરૂરી નથી લાગતો.

      “ ખાન , સહયોગ આખી દુનિયાનો અમારા માટે કિંમતી છે. આમે આ દેશમાં બધી જ જાતિના શાસકો સાથે પ્રેમથી રહેવા માંગીએ છીએ. અમારી માંગણી માત્ર આટલી જ છે કે , સર્વે એક બીજાના સ્વતંત્ર અસ્તિત્વનો સ્વીકાર કરવો.

   “ પરંતુ સદીઓ જૂના ખખડધજ થયેલા આ દેશના દુર્બળ શાસનને ગતિશીલ બનાવવા માટે જે વિક્રમ પરુષાર્થ શહેનશાહ આદરી રહ્યા છે. તેમનું વડીલપણું સ્વીકારવા આપ શા માટે ઈન્કાર કરો છો ?

         “ અહીં જ અમારો વાંધો છે. જે પ્રજા બીજાના સહારે જીવે છે. એની પંગુતા જ એને ગુલામીની ગર્તામાં ફેંકી દે છે.  જયારે બીજો શાસક સહાયતા આપવાનું બંધ કરી દે. ત્યારે આવી પંગુ પ્રજા લાચાર બની જાય છે. એની અસ્મિતા ગુમાવી બેસે છે. એ મણિ વગરના નાગરાજ જેવી પ્રભાહીન બની જાય છે. હું આપની વાત પર વિચારીશ. 

       જલાલુદ્દીન કોરચી શિરોહી પાછો ફર્યો. એ સમજયો કે તપેલી ધાતુ જલદી ઠંડી પડે છે. હવે થોડા દિવસમાં મહારાણા હારી-થાકીને સંધિનો પ્રસ્તાવ મોકલશે. ભૂતકાળમાં આ જ મેવાડના એક રાણા વિક્રમદિત્યે પણ શેરશાહ સાથે સંધિ કરી હતી ને ?                              

         પોતાના પ્રયત્નો નું પરિણામ શુભ આવશે એ વિચારે તે ખુશ હતો.

         મંત્રણાની તમામ વિગતો એણે શહેનશાહ અકબરને જણાવી. પરંતુ હવે ગુજરાતનો પ્રશ્ન મોગલ શહેનશાહ માટે શિરદર્દ બન્યો હતો. ગુજરાત પર વધુ ધ્યાન આપવા માટે એણે મેવાડના પ્રશ્નને બાજુપર મૂક્યો.