Guhilot Dynasty and Maharana Pratap in Indian History - 48 books and stories free download online pdf in Gujarati

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 48

મોગલ દરબારમાં શક્તિસિંહ

          કુંવર શક્તિસિંહ આયડના જંગલ માંથી વિખૂટો પડ્યો. પછી પોતાના અંગરક્ષકો અને પરિવાર સાથે તેણે મેવાડ છોડ્યું.

       મહારાણાએ મને ઘાસના તણખલાની માફક ઉખાડીને ફેંકી દીધો. રાજપૂતનાના લોકો પર મહારાણાનું એટલું ઘેલું છે કે, તેઓનો મિત્ર સૌનો મિત્ર બની જાય છે. અને તેઓનો દુશ્મન સૌનો દુશ્મન બની જાય છે. રાજપૂતાનાની ધરતીમાં મારા માટે ટીપુંય પ્રેમ ન રહ્યો. હવે શક્તિની કદર રાજપૂતાનાનાકોઈ રાજ્યમાં થાય જ નહિ. હવે હું કયાં જઈશ ?

       શક્તિસિંહ દ્વિધામાં પડી ગયો. પોતાના ધર્મની, માનની, મર્યાદાની રક્ષા થાય અને પોતે યોગ્ય મોભો મેળવે એવું સ્થાન ક્યાં ? રાજપૂતાનામાં અંબર, જોધપુર ખરાં પરંતુ એ મોગલ સત્તાના પ્યાદાં.

      ભગવાન એકલિંગજી ના દર્શન કરી આ પરિવાર પુષ્કરતીર્થ ગયા. બ્રહ્માજીના દર્શન કરી, પુષ્કરમાં સ્નાન કરી અને અજમેર પરત આવ્યા.

      સાંજનો સમય હતો. મોગલસેના આગ્રાથી આવી હતી. અને અજમેર રોકાઈ ગુજરાત તરફ જવાની હતી. અજમેરમાં બે દિવસ માટે સેના રોકાઈ હતી. છાવણીઓની બહાર , સૈનિકો શસ્ત્રોના વિવિધ પ્રયોગ કરતાં હતા. અજમેરવાસીઓ , આવતા જતાં આ નિહાળી મનોરંજન મેળવતા હતા.

     મોંગલ સેના નો પડાવ ઘણો મોટો હતો. એક નગર વસ્યું હોય. એમ લાગતું. પાયદળના સિપાહીઓ, ઘોડેસવારો, તીરંદાજો તોપચીઓ આમતેમ ઘૂમતા નજરે પડતા હતા. સેનામાં હાથીઓ નું પ્રમાણ પુષ્કળ હતું. જે વિવિધ કામોમાં આવતા હતા. સેનાની ગતિ આવી વિશાળતાને લીધે કુંઠિત થઈ જાય એમ જણાતું હતું.

  આલમખાનની તલવારબાજી જોઈને અજમેરવાસીઓ દંગ રહી ગયા. લોકોની ઠઠ જામી હતી. સેનાના નામી-અનામી તલવારબાજોને ઝબ્બે કર્યા પછી, જ્યારે કોઈ પ્રતિસ્પર્ધી મેદાનમાં ન દેખાયો ત્યારે એને પોરસ ચઢાવવા.

     “છે કોઈ તલવારનો ધની ,જે મારો મુકાબલો કરે, હું પડકાર આપું છું કે , જો કોઈ મને તલવાર બાજીમાં હરાવશે તેને સવાસો અશરફી ઈનામ આપીશ. “

કૌતુહલવશ ત્યાંથી પસાર થઈ રહેલા શક્તિસિંહના કાને આ પડકાર સંભળાયો.

“યે યવન ચુનૌતી દે રહા હૈ જોરવરસિંહજી.”

“ફિર ભી પરાયે મુલક મી ખામોશ રહના ચાહીએ.”

“નહીં, હમ ચુનૌતી સ્વીકાર કરેંગે.”

પળવારમાં ટોળામાંથી માર્ગ કરતો શક્તિસિંહ આલમખાનની સામે ખડો થઈ ગયો.

“ખાન, શમશેરબાજી કા થોડા ખેલ ખેલોગે ?”

         “ક્યોં નહિ સંભાલો અપને આપ કો .”

બને કુશળ ખેલાડી તો હતા જ શક્તિ પણ સાવધ હતો. એની ચતુર નજરે આલમખાન નો ઘા કળાઈ ગયો હતો.   

પછી તો  જનમેદનીને અદભુત પટ્ટાબાજી જોવા મળી, સ્ફુર્તિમાં દાવો એકબીજાથી કોઈ ગાંજ્યાં જાય તેવા ન હતા. છાવણીના સિપાહીઓ જમા થઈ ગયા. ઘડીમાં તેઓ આણંદમાં આવી શોર મચાવતા તો ઘડીમાં  જનમેદની આનંદનો શોર મચાવતી. સેનામાં સન્નાટો છવાઈ ગયો કે, સેનાની બહારનો કોઈ આદમી આલમખાન સાથે આટલી સરસ તલવારબાજી ખેલી રહ્યો છે.

આલમખાન મશહુર સેનાપતિ  ‘રાજા મસ્જીદ ‘ નો માનીતો શિષ્ય હતો. સાડા છ ફૂટ ઊંચા. પડછંદ ‘રાજા મસ્જીદ’ ને યુધ્ધમાં લડતો જોવો એ પણ એક લ્હાવો હતો.

થોડા કટક સાથે દૂર થી ત્રણ પડછંદ ઘોડેસવારો આવી પહોંચ્યા.

       એ ત્રણ માં પહેલો ઘોડેસવાર હતો અઝીઝકોકા. શહેનશાહ અકબર નો સાવકો ભાઈ, બીજો હતો મર્હૂમ  સેનાપતિ બહેરામખાનનો પુત્ર અને શહેનશાહ અકબરનો ફુફેરો ભાઈ સેનાપતિ અબ્દુલરહીમ  ખાનખાનાન અને ત્રીજો હતો ’રાજા મસ્જીદ’ ઉર્ફે  -----ખાન -

          હવે તો શક્તિ અને આલમ નું દ્વંદ્વ યુદ્ધ સેના અને જનમેદની બની ગયું. આલમખાન ને સેના પાનો ચડાવી રહી હતી જ્યારે શક્તિસિંહ ને જનતા પાનો ચડાવી રહી હતી.

     આગંતુક ત્રણ મોગલ સેનાપતિઓ પણ આ વિરલ તલવારબાજી જોઈને, આવો મુકાબલો જોઈને દંગ થઈ ગયા. એક તબક્કે, આલમખાન ને લથડતો જોઈ અજીજીકોકા પેલા અજાણ હિંદુ યુવાનપર વાર કરવા તૈયાર થઈ ગયા. 

    “નહીં મુકાબલા હોને દો. કયા ગજબકી શમશેર ચલાતા હૈ વો જવાન .”

થોડીવારમાં , એક દાવ સાધી શક્તિસિંહે એક કરારો વાર કર્યો. આલમખાનના હાથમાંથી તલવાર છટકીને દૂર પડી ગઈ. ચિત્તાની ઝડપે શક્તિસિંહ કૂદયો. આલમખાન ને જમીનપર ગબડાવી, ચિત્ત કરી, તેની છાતી આગળ પોતાની શમશેર ની અણી અડાવી ઊભો થઈ ગયો.

“ કયા નતીજા હૈ આપકી ચુનૌતી કા ?”

“જવાન તુમ મુઝ સે બઢકર નિકલે , મૈ તુમસે હાર ગયા.

શક્તિસિંહે તલવાર હટાવી લીધી , આલમખાન ઊભો થઈ ગયો. બંને એ હાથ મિલાવ્યા.

“કૌન જાતિ કે હો ?” પાછળથી આવતા આવતા રહીમખાને  પૂછ્યું.

“મૈ રાજપૂત હું .”

“અચ્છા ! આગ્રા જાના ચાહતે હો ? તકદીર પલટ જાએગી તુમ્હારી.બડે સરદાર બના લિયે જાઓગે.”

“ જાને કે લિયે તો આગ્રા તો કયા, કહીં ભી જા સકતા હું લેકિન મેરા ધર્મ ઔર ઈમાન મેરા હી રહના ચાહીએ .” શક્તિસિંહે કહ્યુ.

રહીમખાનખાના ને આ યુવાનને બાજુમાં બોલાવ્યો.           

 “ જુવાન તમે કોઇ રાજવંશી લાગો છો તમારો પરિચય મને આપશો ?”

કોણ જાણે કેમ પણ શક્તિસિંહને આ વ્યક્તિ પર શ્રધ્ધા જાગી.

“ ખાનસાહેબ, હું મેવાડનો રાજકુમાર  શક્તિસિંહ છું. મારે લાયક જગ્યા આગ્રામાં હશે ? મારુ માન અને ધર્મ સચવાશે તો આ શમશેર સામ્રાજ્ય માટે હું ચલાવીશ. “

“તમે મારી છાવણીમાં ચાલો.”

પોતાની છાવણીમાં લઈ જઈ સેનાપતિ રહીમખાને કહ્યુ,”કુંવર શક્તિસિંહજી , હું તમને એક કાગળ લખી આપું છું. તે લઈને રાજા માનસિંહને મળજો. અહી કોઈને તમારો અસલી પરિચય આપશો નહિ. જો સંજોગો અનુકૂળ હશે તો થોડા સમયમાં જ આપણે ફરી આગ્રામાં મળીશું. ત્યારે તમે મોગલસેનામાં મોટા સરદાર હશો. “જય એકલિંગજી .”

      કુંવર શક્તિસિંહને મોગલસેનાના આ સેનાપતિના વર્તનથી થોડી નવાઈ લાગી. પછી થોડીવારમાં તે ચાલતો થયો.

રસ્તામાં એને સેનાપતિ રહીમખાન ના શબ્દો યાદ આવ્યા.

      “જુઓ કુંવર શક્તિસિંહ, તમે મોગલસેનમાં જોડાવા આવ્યા છો ત્યારે હું બીજું કાંઈ કહેતો નથી પરંતુ સજ્જન પુરુષ કોઈ પણ કાર્ય હાથપર લેતાં પહેલાં જે વિચારે છે તે કહું છું. સારા કે નરસા કાર્ય ને હાથ પર લેતાં પહેલાં સુજ્ઞ પુરુષનું કર્તવ્ય છે કે, એના પરિણામ પર ખૂબ વિચાર કરી લે. કારણ કે વગર વિચારે જે કર્મ કરવામાં આવે છે. એ જીવનના અંત સુધી હ્રદયમાં કાંટાની માફક ખટકે છે, દર્દ આપે છે.

        એણે આગ્રા જઈ રાજા માનસિંહને રહીમખાન નો પત્ર આપ્યો. “ઓહ, શક્તિસિંહ, અજમેરમાં પણ તમે ઝળક્યા, બરાબર છે પહેલો ઘા રાણાનો.”

     કુંવર શક્તિસિંહ જેટલો બહાદુર હતો આટલો જ ભોળો હતો. રાજા માનસિહે એને નાણી જોવા કહ્યુ “ કુંવર , મધના ટીપાં સાગરના પાણીમાં ક્યાં સુધી પોતાનું અલગ અસ્તિત્વ જાળવી શકશે. અતલ સાગર માં ડૂબતો માણસ, એના તળીએ છૂપાયેલા કિંમતી મોતીની ઈચ્છા કરતો નથી. એનો હાથ તો સાધારણ સહારા માટે ફાંફાં મારતો હોય છે. ગંગા દેવલોકમાંથી ધરતી પર આવવા નીકળી એટલે ઝડપથી એને પૃથ્વી પર પતનોન્મુખ  થવું પડ્યું, એનો શતમુખી વિનિપાત સર્જાયો. માણસ એકવાર પોતાના સ્થાને થી ભ્રષ્ટ થાય છે એટલે એનું ઝડપથી પતન થાય છે. મોગલ દરબારમાં આવનારની રાષ્ટ્રીયતા અને સ્વાભિમાન, ઉનાળામાં જેમ બર ઓગળે તેમ દરબારમાં ઓગળી જાય છે. હું હજું પણ તમને કહું છું કે, તમારા માદરેવતનમાં મામૂલી ઝૂંપડું બાંધી ને રહેવા જેટલો સહારો હોય તો શીઘ્ર વતન તરફ પ્રસ્થાન કરો, નહિ તો કેવળ અપમાનનો બદલો, બીજી વાત કે વિચારવાનું ન હોય.

        “માનસિંહજી , બદલાની આગમાં એ બધુ વિચારવાનું ન હોય. મને તો દેખાય છે કેવળ પ્રતિશોધ. “કુંવર શક્તિસિંહે જવાબ આપ્યો.

        તો પછી તમે મારી સાથે આવતી કાલે મોગલ દરબારમાં અવશ્ય પધારજો. તમારું બાદશાહ ઉચિત સ્વાગત કરી, પદવી આપી સમ્માન કરશે, “રાજા માનસિંહે કુંવર શક્તિસિંહનો બાવડો થાબડતા કહ્યુ.

         આમ, કુંવર શક્તિસિંહનો મોગલ દરબારમાં પ્રવેશ નિશ્ચિત થઈ ગયો.

          

Share

NEW REALESED