Guhilot dynasty and Maharana Pratap in Indian history - 74 books and stories free download online pdf in Gujarati

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 74

(૭૪) રાજા ભગવાનદાસ અને કુતુબદીનની નાકામિયાબી.

          શહેનશાહ અકબરને રાજપૂતાનાનો મામલો શીઘ્ર પતાવવો હતો. હજુ તો બાદશાહને કાશ્મીર અને દક્ષિણ ભારતના રાજ્યોને, પોતાના સામ્રાજ્યમાં ભેળવવાની તમન્ના હતી.

ઇ.સ. ૧૫૭૬ ના જૂન માસના હલદીઘાટીના યુદ્ધથી એને, મેવાડી મહારાણો સહીસલામત છટકી ગયાનો ભારે અફસોસ હતો.

એ સ્વયં આગ્રાથી અજમેર અને અજમેરથી ઉદયપુર થઈ ગોગુન્દા પહોંચ્યા. તેઓએ જોયું કે રાજા ભગવાનદાસ અને કુતુબુદીન ગોગુન્દાથી આગળ વધવાની હિંમત કરી શક્તા નથી.

આપસમાં મંત્રણાઓ કર્યે જતા હતા.

રાજા ભગવાનદાસ: આપણી ફોજ ખુંખાર છે પરંતુ મેદાની જંગમાં. આ પહાડી, નિર્જન પ્રદેશમાં આ સેના મેવાડીઓથી થાપ ખાઈ જાય. આ સૈનિકો પહાડી જીવન કે પર્વતીય યુદ્ધથી સાવ અજાણ છે. પ્રદેશ તદ્‍ન અપરિચિત છે. સ્થાનિક ભીલોની સહાનુભૂતિ પણ આપણી સાથે નહિ હોય. જ્યા એ લોકો મહારાણાને દેવાંશી માને છે, રૂદ્રનો અવતાર માને છે ત્યાં બેવફાઇ કરવાનો સવાલ જ નથી.

કુતુબુદીન – “થોડા દિવસની ટૂંકી તાલીમ અને સ્થળના પરિચય પછી આક્રમણ કરીએ.”

આમ આક્રમણનો સમય લંબાયો.

અને એજ સમયે અપ્રત્યાશિત રીતે સ્વયં બાદશાહ ગોગુન્દા આવી પહોંચ્યા.

ગોગુન્દામાં વિનાકારણે રોકાયેલી સેના જોઇને બાદશાહનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચ્યો.

તુર્ક સેનાપતિ કુતુબુદીન પર તેઓ બધુ ક્રોધે ભરાયા. “કુતુબુદીન તમને શિકાર ખેલવા કે મોઝમઝા કરવા અહીં મોકલ્યા નથી. સેના સાથે અહીં મોઝમઝા કરવાની નથી. પ્રતાપને જીવતો કે મરેલો મારી સમક્ષ હાજર કરો. એક એક ટેકરી ખુંદી વળો. મારા હુકમનું પાલન કરો, અન્યથા...

રાજા ભગવાનદાસ વૃદ્ધત્વથી ઘેરાયા હતા. તેઓ કેટલાયે યુદ્ધોમાં બાદશાહના સાથી અને સલાહકાર રહી ચૂક્યા હતા. છતાં બાદશાહના કોપની જવાળા એમને પણ સ્પર્શી ગઈ.

“ખાન, થોડા વધુ દિવસો રોકાઈશું તો ખબર આપવા કોઇ જીવતો નહિ બચ્યો હોત. પ્રતાપની સેના કરતાં અહીંની કાતિલ ઠંડી વધારે ડંખે છે.” રાજા ભગવાનદાસ બોલ્યા.

નિરૂપાયે શેષ સેના સાથે બંને સિપેહસાલાર પાછા ફર્યા.

બાદશાહ ગુસ્સાથી સળગી ઉઠ્યા.

અરે, બહાદુર સેનાપતિઓ, મારી શ્રેષ્ઠ મોગલસેનાની તમે આ કેવી અવદશા કરી?

બંને મહાવીર ધરતી નિહાળવા લાગ્યા.

બાદશાહના બદનમાં, પગના તળિયાથી માથા સુધી આગ લાગી ગઈ.

“અરે! રાજા ભગવાનદાસ, તમે વૃદ્ધ થઈ ગયા. તમે મેવાડીઓ સામે નકામા બની ગયા. હવે યુદ્ધમાં તમારૂં કામ નહિં.”

“કુતુબુદીન તમે તો જુવાન છો. મોંગલ છો, તુર્ક છો. તમને ભાન છે? મોગલો કેવા હોય? ઇતિહાસ વાંચો તૈમૂર, ચંગેઝ અને બાબર બાદશાહનો કમાલ જાણો. મોગલ સમરકંદથી અહીં આવી ધ્રુજાવી શકે છે અને તમે અહીંની આબોહવામાં જાતે ધ્રુજી રહ્યા છો?

કુતુબુદીન નીચુ જોઇ રહ્યા.

તેઓ સમજી ગયા. તેઓની સૌનિક કારકીર્દિ ખતમ થઈ ગઈ છે. સ્વમાન હણાઈ ગયું છે.

“વિજયના સમાચાર આપનારા મારા સેના નાયકો પરાજયની કાલિમાથી ઘેરાઈ રહ્યા છે. છે શું?” બાદશાહ વિચારવા લાગ્યા.

****************

         “રાજા ભગવાનદાસ, પ્રતાપને મેળવવાની મારી તમન્ના તો તમે ચિતોડગઢના આક્રમણથી જ જાણો છો. તમે કુતુબુદીનને સહાયતા કરો.”

         રાજા ભગવાનદાસ બાદશાહ અકબરને વર્ષોથી જાણતા હતા. યુવાનીમાં, શરાબના નશામાં આજ અકબરશાહ રાજપૂતાનાના ભલભલા રાજાઓના, યુવરાજોના અપમાન કર્યા હતા.

         મિત્ર તરીકે બાદશાહ રાજપૂત મનસબદારોને ખ્યાલ કરી દેતો પરંતુ ગુસ્સામાં આવતો ત્યારે, એક રાજા પોતાના ખવાસની કે ગુલામની જે હાલત કરે છે તેના કરતાં યે ભૂંડી હાલત કરતા શહેનશાહ અચકાતો નહિં.

         આવી વાતોથીજ મેવાડ ઉપરાંત ઇડર, ડુંગરપુર બુંદી, આબુ, ઝાલોર વગેરે રાજ્યો સલ્તનત સાથે સંધિ કરવાનો વિચાર સુદ્ધાં કરતા નહિં. ચિતોડગઢની ચઢાઈ વેળા અકબરે પ્રતાપની મોગલ દરબારમાં હાજરી માંગી હતી. મહારાણા ઉદયસિંહ, પોતાના પ્રિય અને યશસ્વી પુત્રના, સ્વમાનના ભોગે કશું કરવા તૈયાર ન હતા.

         “મહારાણાને અરવલ્લીની પહાડીઓ ગમી ગઈ?” કુતુબુદીન બોલ્યો.

         કુંભલમેરમાં મહારાણાને બાદશાહની ગતિવિધિના સમાચાર મળતા રહેતા હતા અને ભીલોના દળે મહારાણાના ભૂગર્ભવાસ માટે પ્રચંડ તૈયારીઓ કરી દીધી હતી.

         રાજા ભગવાનદાસ અને કુતુબુદીન મોગલસેના સાથે ગોગુન્દાથી આગળ વધ્યા.

         અરવલ્લીથી પર્વતમાળામાં, ગોગુન્દા અને કોમલમેરની પહાડીઓમાં સેનાના પ્રવેશ પછી મેવાડી સેનાએ પોતાના હુમલા શરૂ કર્યા. કેટલીક વેળા છાપા મારીને શસ્ત્રો પણ લૂંટી લીધા. ખીણની કાતીલ ઠંડીએ સેનાની કમર તોડી નાખી સૈનિકો ટપોટપ મરવા લાગ્યા.

         “પાછા વળો.”

         “બાદશાહને શો જવાબ આપીશું.”

         “બચેલી સેના પણ થોડા દહાડા, રોકાઈશું તો ખતમ થઈ જશે.”

         “એમ” ડધાઈ કુતુબુદીન બોલ્યો.

Share

NEW REALESED