Street No.69 - 115 - Last part books and stories free download online pdf in Gujarati

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ : 115 - છેલ્લો ભાગ


નૈનતારા તો પોતાનાં પિશાચી બાપને આવી હાલતમાં જોઈને થરથરી ગઈ એને તિરસ્કાર અને શરમ આવી ગઈ પણ ત્યાં ગુરુ સદાનંદજીએ હાથથી જોરથી તાળીઓ પાડી અટ્ટહાસ્ય કરતાં કહ્યું " સાંઠે બુધ્ધી નાઠી ... આટલો પ્રખર અઘોરી થઇ એક મૃત શરીરની વાસનામાં કેદ થયો ? તારું અઘોરીપણું તેં દાવે લગાવ્યું... સારાં માટેજ થયું.”
સદાનંદજીએ તાત્કાલિક ત્યાં પડેલું કમંડળ લઈને એમાંથી હાથમાં જળ લીધું અને તંત્રમંત્ર ભણવાં શરૂ કર્યા અને જડ પિશાચ ભેરુનાથ પર છાંટ્યું. ભેરુનાથતો એલોકોની હાજરી જોઈને હતપ્રભ થયો એ એટલો નાસીપાસ થઇ ગયો કે બધુંજ જાણે ભૂલવા માંડ્યો... એણે ક્રોધ કરી સદાનંદજીને પડકાર્યા પણ એ જાણે ભૂલવા માંડ્યો. એ વાસંતીને છોડી... હવનયજ્ઞમાં રહેલું સળગતું લાકડું લઈને સદાનંદજીને મારવા ઉભો થયો... એની જીભ પર કોઈ મંત્ર નહોતાં આવી રહ્યાં.
સદાનંદજીએ ફરીથી મંત્રોચ્ચાર કરી ફરીથી એનાં પર જળ છાંટ્યું... ભેરુનાથ નિષ્ફ્ળ અઘોરીની જેમ બૂમો પાડવા લાગ્યો એ ઉછળીને સીધો હવનકુંડમાં પડ્યો એનાં શરીરની ચારેબાજુ અગ્નિજ્વાળાઓ ફરી વળી અને ભડભડ શરીર સળગી ગયું ત્યાં હાજર રહેલી કાળી શક્તિઓ પલાયન થઇ ગઈ.
નૈનતારાએ કહ્યું “હાંશ એ પિશાચી બાપ મારો સળગી મૂઓ આજે મને હાંશ થઇ. મારું અને મારી માં નું મૌત આજે ઉજળું થઇ ગયું”.
સદાનંદજીએ ત્યાં મંત્રોચ્ચાર કરી સાવીને હાજર કરી સોહમને ભાનમાં આણ્યો. સોહમ હાથ જોડી ઉભો થઇ ગયો. સદાનંદજીએ હસીને કહ્યું “સોહમ તું નિશ્ચિંન્ત રહેજે સંપૂર્ણ સલામત છું અહીં સાવી અને નૈનતારા બંન્ને સૂક્ષ્મ સ્વરૂપે હાજર છે”.
સોહમ એમનાં પગમાં પડી ગયો એણે કહ્યું “ગુરુજી મને આશિષ આપો. મારે તમારી કૃપાથી ગુરુ આદેશગીરીનાં શરણમાં જવું છે.”
સદાનંદજીએ કહ્યું "બધાં અંતરાય દૂર થયાં છે હવે પહેલાં આપણે બધાં ગંગા તટે જઈશું ત્યાં બધી વિધી કરીશું વાસંતીનું શબ અભડાતાં બચી ગયું છે એ નરપિશાચ વાસના સંતોષે પહેલાં અમે અહીં આવી ગયાં. સાવી તું વાસંતીનું શરીર ધારણ કરી લે હું આજ્ઞા આપું છું મારી સાથે નૈનતારા પણ છે બધાં ગંગા તટે માં નાં શરણે જઈએ પછી ગુરુ આદેશ પ્રમાણે આગળ કાર્ય વિધી કરીશું.”
સોહમ નૈનતારાને ઉદ્દેશીને બોલ્યો "નૈન તેં મારી સાથે ઘણો સમય વિતાવ્યો છે પણ હું નહોતો જાણતો કે તું ભેરુનાથની દીકરી અને એક પ્રેત અઘોરણ છે. મારી સખી પ્રિયતમા પત્ની જે કહે એ માત્ર સાવી છે અને હતી... મારાંથી કોઈ ભૂલ થઇ હોય માફ કરજે.”
નૈનતારાએ કહ્યું “સોહમ એવું ના બોલો હું મારાં સ્વાર્થમાં આંધળી થઇ હતી પણ સાવી અને તમારો પ્રેમ -ત્યાગ -અને એક ઓરા જોયો મને ગુરુકૃપાથી જ્ઞાન થયું મારી બધીજ શુભકામના મારી શક્તિઓ તમને અર્પણ કરું છું સાવી મારી બહેન મારી સખી છે.”
સાવીએ કહ્યું “હુંજ અઘોરણ બનવા નીકળી હતી ગુરુકૃપાથી સોહમનો ભેટો થયેલો અમારું ભાગ્ય એકજ હતું સોહમ મારાં હતાં એ પ્રથમવારમાં એહસાસ થયેલો મારી આખી જીંદગી સાહસ અને સંઘર્ષમાં વીતી છે પણ હું માત્ર સોહમને બધીજ રીતે સમર્પિત છ સોહમની છેલ્લી ઈચ્છા વાસના સંતૃપ્ત કરવી છે અને મારી પત્રતા અંગે પહેલાં જવાબ માંગવો છે. ભલે ગુરુજીનાં આશિષ છે અમે આદેશગીરીજીનાં શરણમાં જવાં માંગીએ છીએ પણ…”
સદાનંદજીએ કહ્યું “હું જાણું છું..આટલો પવિત્ર ઓરા…અને શરીરની વાસના? કયા શરીર માટે? સાવીનું શરીર નથી..તું એક ઉચ્ચ પ્રયાણ તરફ જઈ રહ્યો છે છતાંય?
સોહમ કંઈ બોલે પહેલાં નૈનતારાએ કહ્યું” ગુરુજી હું સોહમ અને સાવીને એ તક આપવા શક્તિમાન છું હું શરીર ધારણ કરવાની સિદ્ધિ ધરાવું છું હું સાવીને સુંદર શરીર આપીશ..વાસંતીનું શરીર ધારણ નહીં કરે..સોહમને સારી રીતે ઓળખું છું..વસંતીની ગતિ થઈ જાય એનું ઋણ ચૂકવાઈ જાય.”
“ગુરુજી તમે આદેશ આપો તો સાવી સુંદર શરીર ધારણ કરે..એલોકો અહીં ગંગામાં સ્નાન કરી પ્રણયરતી માણી લે..કોઈ અધૂરી વાસના નહીં રહે..”
સાવીએ કહ્યું” સોહમ માટે હું કંઈ પણ કરીશ પણ..એણે મને માફ કરી છે? પેલા પિશાચે મારી લાજ લૂંટી હું અભાગણ સોહમને લાયક નથી રહી..સોહમ સ્વીકારશે?”
ગુરુજીએ સોહમ સામે જોયું…સોહમેં કહ્યું “ જે શરીર અભડાયું હતું એ નશ્વર નાશ પામ્યું..હું ખૂબ દુઃખી થયેલો..પણ મારો સબંધ તારા આત્મા સાથે છે શરીર સાથે નહીં..”
સાવીએ કહ્યું “તોય હજી વાસના બાકી છે? “ સોહમેં કીધું હું મનુષ્ય છું પ્રેત નહીં.. પ્રેમમાં મને મૈથુન કરવા મન થયેલું જે કદી શક્ય ન બન્યું..તું તારી જીંદગી અને તારા કામોમાં રહી મને એકવાર તેં….?”
સાવી કંઈ બોલી નહીં.. ગુરુજીએ નૈનતારાને આદેશ આપ્યો…નૈંનતારાએ આંખ બંધ કરી ધ્યાન ધર્યું અને ખૂબ પ્રસન્નચિત્તે સાવીને રૂપસુંદર શરીર આપ્યું જે માત્ર માયા હતી…તનની માયામાં સોહમેં એ માયામાં પોતાની જાત જકડી…સંતૃપ્ત થયાં…
સોહમ હાથ જોડીને ઉભો રહ્યો. બોલ્યો” મારી અતૃપ્તિએ માયામાં કેદ કરેલો..મારી પ્રિયતમાને મેળવી પ્રેમ કરી સંતૃપ્ત છું..મને…અમને આદેશ આપો.”
સદાનંદજીએ કહ્યું “ચાલો એકબીજાનાં લેણદેણ અને ઋણાનુબંધ સમજાઈ ગયાં ચૂકવાઈ ગયાં હવે આ વાસંતીનાં જીવને તથા નૈનતારાને સદ્દગતિ વિધી આપણે કરીએ નૈનતારાને એની મંઝીલ મળી જાય એની સિધ્ધી શક્તિઓ સોહમને સમર્પિત કરી પણ એ નવો જન્મ લઇ નવા ઋણાનુબંધમાં બંધાશે.”
સદાનંદજીની દોરવણી નીચે બધાં ગંગાતટે ગયાં ત્યાં વાસંતીનાં શરીરની પૂજા કરી એનાં દેહને ગંગાજીમાં વહાવ્યો... એની પાછળ વિઘી કરીને સદ્દગતિ અપાવી. સોહમ અને સાવીએ વાસંતીનો ખુબ ખુબ આભાર માન્યો કે જીવ આપીને પણ એણે સાથ આપ્યો.
નૈનતારાનો જીવ હજી ગતિ નહોતો કરી રહ્યો. વિધી ચાલુ હતી અને સદાનંદજીએ સોહમને આગળ કર્યો સોહમે વિધી કરી હાથમાં જળ લઇ સંકલ્પ કર્યો અને જળ ગંગામાં અર્પિત કરતાંજ મોટો વીજળીનો કડાકો થયો નૈનતારાનો જીવ અવકાશમાં ભળી ગયો. સદાનંદજીએ કહ્યું “સોહમ તું જીવંત છે અને સાવી પ્રેત પણ એ તારામાં સમાઈ જશે તમે બંન્ને જીવ એક ઓરા બની જશો ઈશ્વરનાં તથા ગુરૂનાં આશિષ સાથે તમે સદાય સાથે રહેશો.”
“ગુરુ આદેશગીરીનો આદેશ હું માથે ચઢાવું છું તમને હું કામરુંદેશમાં કામાખ્યા કામાક્ષીનાં સાનિધ્યમાં મોકલું છું. ત્યાં ગુરુ આદેશગીરીનાં ચરણમાં રહીને ગુરૂઆજ્ઞા પ્રમાણે કામ કરજો”.
સદાનંદજીએ આંખો બંધ કરી સ્તવન કર્યું અને સોહમ સાવી એક થયા એક ઑરાનું તેજ સોહમનાં ચહેરાં પર પ્રકાશિત હતું એમણે સોહમનાં માથે હાથ મુક્યો... સોહમ ત્યાંથી માં કામાક્ષી કામાખ્યાનાં શરણમાં ગુરુ આદેશગીરી પાસે પહોંચી ગયો.
******
ગુરુ આદેશગીરીનાં સાનિધ્યમાં સોહમ પહોંચી ગયો એમનાં ચરણમાં બેસી એણે પ્રાર્થના કરવાં માંડી ગુરુ આદેશગીરીએ મંદ મંદ હાસ્ય કરતાં કહ્યું "તારું આજ ભાગ્ય હતું ગત જન્મમાં મારાં સુધી નહોતો આવી શક્યો પણ આ જન્મે જીવંત બે જીવ એક ઓરા બની મારી પાસે છું હવે માં કામાખ્યા અને કામાક્ષી સ્વરૂપની સેવા કર અહીં આશ્રમમાં રહે અને સાધના કર તું એક દિવસ મહાઅઘોરી બની જઈશ એ નિશ્ચિત છે.”
સોહમ અને સાવીનો એક ઓરા હાથ જોડીને એમને પ્રાર્થી રહ્યો.

********સમાપ્ત********