Patanni Prabhuta - 8 in Gujarati Fiction Stories by Kanaiyalal Munshi books and stories PDF | પાટણની પ્રભુતા - ભાગ 8

Featured Books
Categories
Share

પાટણની પ્રભુતા - ભાગ 8

૮. બાપ અને દીકરો

દેવપ્રસાદ ભારે હૈયે ઘેર આવ્યો. તે ઘડીભર રાજ્યખટપટ ભૂલી ગયો. તેના મગજમાં ત્રણ જ શબ્દો અથડાયા કર્યા: હંસા જીવે છે. ઊંડો વિચાર કરવાની શક્તિ તેનામાં ઝાઝી હતી નહિ, છતાં અત્યારે તો પૂરેપૂરી જ મારી ગઈ હતી. અત્યારે શું કરવું તે તેને સૂઝ્યું નહિ. તેના મનમાં અનેક વિચારો થયા. કાંઈ કાંઈ જૂની આશાઓ અને સંકલ્પો ફરી પ્રકટ્યા. પહેલાં તો પોતાની આંખને અને રાજાના શબ્દોને માનવા કે નહિ, તેનો વિચાર આવ્યો. એક રીતે રાજ્યખટપટની અણીને પ્રસંગે હંસાના હૃદયભેદક વિચારોએ તેની હિંમત ઓછી કરી; અને બુદ્ધિની તીક્ષ્ણતા કાંઈક બુઠ્ઠી થઈ.

એ પાટણમાં ખાનગી રીતે આવ્યા હતો, એટલે તે છાનોમાનો પોતાને પાછલે બારણે ગયો.

'જોરાવર ! ભાઈ ક્યાં છે ?'

'ઉપર ફરે છે, બાપુ !'

'ઊંઘી નથી ગયો ? આખા દિવસનો થાકી ગયો હશે.'

'ના, નથી ઊંઘી ગયા.'

'ઠીક, કોઈને કહેતો નહિ. પણ જો વલ્લભ આવે તો ઉપર મોકલજે.'

'જેવી બાપુની આજ્ઞા.'

મંડલેશ્વર ઉપર ગયો, તેના હૃદયરૂપી અરણ્યમાં ત્રિભુવન જ વિશ્રામસ્યાન હતો. તેણે જોયું, કે છોકરો પણ ઉદાસ દેખાતો હતો.

'કેમ, બેટા ! ઊંઘી નથી ગયો ?'

'ના, કાંઈ ઊંઘ નહિ આવી.'

'ત્રિભુવન ! હજુ તને ચિંતા કરવા માંડવાની ૫૨ હાથ મૂકી મંડલેશ્વરે સ્નેહથી કહ્યું.

‘બાપુ ! એ કાંઈ આપણા હાથમાં છે? પણ એ વાત જવા દો. તમે જઈ આવ્યા, તે શું થયું ?”

'શું કહું ?' એક નિસાસો નાખી મંડલેશ્વરે કહ્યું :-મારી પીડાઓ ઘણી ભારે છે.' કહેતાં કહેતાં તેની આંખમાં પાણી આવ્યું.

ત્રિભુવને અત્યંત ભાવથી બાપની સામે જોયું.

'બાપુ ! બાપુ ! તમે મને હજુ બાળક ગણી કાંઈ પણ કહેતા નથી, હો ! ઘણીયે વખત તમારું દુઃખ સાંભળવા, તેમ જ તે સાંભળી મારાથી બનતી મદદ કરવા મન તલસે છે, પણ તમને હજુ વિશ્વાસ નથી.'

'વિશ્વાસની વાત નથી, ભાઈ ! પણ તારા કોમળ મન પર કેટલો બોજો મૂકું ?’

‘તમને ખબર નથી, બાપુ ! કે સોળ વર્ષનો સોલંકી બધી દુનિયાને ભારે છે.'

'બેટા ! હું જાણું છું. મારી નજર આગળ તું ઊછર્યો છે અને મારા બધા કોડ તેં પૂર્યાં છે,' ગર્વથી મંડલેશ્વરે કહ્યું.

'ત્યારે શા માટે મને તમારા દુઃખમાં ભાગિયો નથી કરતા ?'

'કરું ? થશે ? શો ફાયદો ? ઠીક. તું આ રાજ્યની પંચાત જાણે છે ?'

'થોડી જાણું છું, પણ કારણ બરોબર સમજાતાં નથી.’

'એ ઇતિહાસ ઘણો જૂનો છે; અને તારો જીવ દુભાય નહિ, માટે મેં સવિસ્તર કહ્યો નથી. તે અત્યારે કહું છું, સાંભળ. તું જાણે છે, કે ભીમદેવને ત્રણ સ્ત્રીઓ હતી. પહેલાં સ્ત્રી' નાનાં મરી ગયાં, અને તેના પુત્ર મૂલરાજદેવના મૃત્યુની વાત પણ તું જાણે છે. બીજાં બકુલાદેવી, વણિક કન્યા, પિતાજીની મા; અને ત્રીજાં ઉદયામતિ તે કાકાજીનાં મા.' મંડલેશ્વર જરા થોભ્યો. હા, પણ તને ખબર નહિ હોય, કે પિતાજી ક્ષેમરાજ' મોટા પુત્ર છતાં રાજ્ય છોડી દાદીજી જોડે કેમ વાનપ્રસ્થ થયા ? વૈરાગ્યબુદ્ધિ કરતાં તેમનામાં વ્યવહારકુશળતા ઘણી હતી. તેણે જોયું, કે જો

 

૧. ભીમદેવ + પહેલી સ્ત્રી ।

મૂલરાજ

૨. ભીમદેવ + બીજી સ્ત્રી બકુલાદેવી (વણિક કન્યા)।

ક્ષેમરાજ ધનપાળ નગરશેઠ

। ।---------।

દેવપ્રસાદ + હંસા મુંજાલ  ।।

ત્રિભુવનપાળ + પ્રસન્ન

૩. ભીમદેવ + ત્રીજી સ્ત્રી ઉદયામતિ (રાજપૂત કન્યા)

।--------------------------------------------।

કર્ણદેવ + મીનળ મીનળનો ભાઈ

। પ્રસન્ન + ત્રિભુવન

જયદેવ (સિદ્ધરાજ જયસિંહ)

૪. ભીમદેવ (૧૦૨૨-૧૦૭૨)

।-------------------------।------------------------।

મૂલરાજ ક્ષેમરાજ કર્ણદેવ (૧૦૭૨-૧૦૯૪)

। સિદ્ધરાજ જયસિંહ

દેવપ્રસાદ (૧૦૯૪-૧૧૪૩)।

ત્રિભુવનપાળ

તે ગાદી લેશે તો ગુજરાતના સામંતો માંહ્યોમાંહ્ય કપાઈ મરવાના.'

'તે મને ખબર છે.'

'તે ખબર છે ? ત્રિભુવન ! જ્યારે યવન બાદશાહે પાટણ પર સવારી કરી, અને થોડા મહિના પોતાની સત્તા અહીંયાં જમાવી, ત્યારે દેશની પાયમાલી થઈ ગઈ હતી. દરેક સામંત છુપાતો ફરતો, દરેક શેઠિયો ધન અને સ્ત્રી સંતાડી મૂકતો. આખરે ભીમદેવ કંથકોટ (કચ્છ)થી આવ્યા; તેમણે ધ્રૂજતા સામંતોમાં હિંમત પ્રેરી તેઓને એકઠા કર્યાં. શ્રાવકો પણ પરદેશીના જુલમથી કંટાળી દાદાજી ત૨ફ વળ્યા. દાદાજીનું લશ્કર પાટણને પાદરે આવ્યું. અને પાપી યવનના મદદગારો ભાગ્યા અને પાટણમાં પાછો સોલંકીનો ડંકો વગાડ્યો; પણ આપણા હીણભાગ્યે સાપે છછુંદર ગળી.'

'કેમ ?'

'પાટણના નગરશેઠ વિમલશાહ', આ મુંજાલના માસાનું માથું ફરી ગયું. તે પોતાની જાતને દાદાજી કરતાંય મોટો યોદ્ધો માનવા લાગ્યો.'

'વિમલ મંત્રીની વીરતા વિષે મેં ઘણું સાંભળ્યું છે. ચંદ્રાવતી એણે જ વસાવ્યુંને ?‘

'હા, પણ તેનું મૂળ કારણ એ હતું, કે એ સ્વાર્થપટુ વેપારીઓને આપણું રાજ્ય નહિ ગમ્યું. તેમને તો જ્યાં અને ત્યાં મહાજન જ જોઈએ.'

'પણ દાદાજી તે કેમ સાંખી શક્યા ?'

'શું કરે ? રાજ્યનું ઠેકાણું નહોતું, અને શ્રાવકો વિના પૈસો મળે એમ પણ હતું નહિ..

'ત્યારે સામંતો શું કરતા હતા ?'

‘તેમાં દાદાજીની ભૂલ હતી. તે સામંતો પર સત્તા બેસાડવા મથતા, એટલે તેઓ ખીજવાયેલા રહેતા. સામંતોનું જોર હતું, અને મહામહેનતે તેઓ ધનાઢ્યોને થોડાઘણા કાબૂમાં રાખતા. પિતાજીએ તેથી ધાર્યું, કે જો તે ગાદી લેશે તો સામંતો બધા કાકાજીનો પક્ષ લેશે અને ગુજરાતમાં લડાઈ પેદા થશે. તેમ થવા દેવા કરતાં તેમણે વાનપ્રસ્થાશ્રમ વધારે પસંદ કર્યો. પણ કાકાજી કર્ણદેવ તેથી પણ ભૂંડા નીકળ્યા. લહેરમાં ને લહેરમાં શ્રાવક મંત્રીઓના હાથમાં તેઓ રમકડું થઈ રહ્યા.

-------------------------

।-------------------।

+ ધનપાળ નગરશેઠ +વિમલશાહ

।---------------। દેહસ્યલીના મંડલેશ્વર દેવપ્રસાદ + હંસા + મુંજાલ

। (શ્રાવક વાણિયા)

ત્રિભુવનપાળ

છતાં જ્યાં સુધી મીનળદેવી કાકાજી સાથે પરણ્યાં નહોતાં ત્યાં સુધી બધા મારા દાબમાં રહેતા હતા. અને શૂરવીર સામંતો ધારે તે કરતા. પણ પાટણને હીણભાગ્યે મીનળકાકી આવ્યાં. મુંજાલ નગરશેઠ કાકાજીનો માનીતો હતા. તેમાં નવાં રાણીનો પણ તે માનીતો થયો : અને સામંતીની સત્તા તોડવાના પ્રયાસો શરૂ થયા. આજે હું જ તેમાં આડખીલી છું. આપણું મંડળ બધાંથી મોટું છે અને સ્વતંત્ર છે. જ્યાં સુધી તે સ્વતંત્ર છે, ત્યાં સુધી બીજા કોઈ મંડળને છેડાય એમ નથી. સામંતોનું સ્વાતંત્ર્ય આજે મારા વડે છે. હવે આ બધા મને રાજનો એક ગુલામ કરવા મથે છે. પણ આ બધાને ખબર નથી, કે એમની ખાતર જમા કરી આપીશ. જ્યાં સુધી મંડલેશ્વર છે, ત્યાં સુધી કોઈની મગદૂર નથી કે મારા દેહસ્થલીને કે સામંતોને કોઈ છેડે, જે રાજા ભીમદેવે નથી કર્યું તે આ વાણિયાઓ કરનાર કોણ ?' 'પણ ત્યારે આ બધા શું કરવા માંગે છે ?'

'કાકાજી વિદેહ થાય ત્યારે જોવાનું છે. આ બધા શી રમત રમે છે તે ત્યારે સમજાશે. આટલાં વર્ષ હું આપણા દેહસ્થલીમાં જ પડ્યો રહ્યો, તેનું કારણ કાકાજી જ. જ્યાં સુધી તે છે, ત્યાં સુધી પાટણનો પતિ તે મારો પરમેશ્વર.'

'પણ બાપુ ! એમાં દુઃખ શું ? તમે અેહસ્થલીમાં વલ્લભસેનને કહી આવ્યા છો, કે આપણું દળ મેરળને પાદરે લાવી રાખે, પછી શી ફિકર છે ? તમારો શબ્દ પડતાં ગુજરાતના વીરો ઊભા થઈ જશે, એટલે મીનળકાકી એની મેળે સીધાં થશે.' બોલતાં બોલતાં મંડલેશ્વરને પરસેવો વળ્યો હતો તે લૂછતાં તેણે કહ્યું : તે તો હું જાણું છું. તે હિસાબ ગણીને જ હું આવ્યો છું, પણ અહીંયાં બીજું દુઃખ સામું નડ્યું.'

‘તે શું ?” આતુરતાથી છોકરાએ પૂછ્યું.

‘એ દુઃખ અંતરનું છે,’ ભારે હૃદયે દેવપ્રસાદે કહ્યું, લશ્કરોથી કે કોઈ બાહુબળથી દૂર થાય એમ નથી, છોકરા !' દેવપ્રસાદે ફરીથી પોતાનો હાથ ત્રિભુવનના ખભા પર મૂક્યો. ‘શું કહું ? ક્યાંથી શરૂ કરું ? તને ખબર તો છે કે તારી મા કોણ હતી ?

'હા, મુંજાલ નગરશેઠની બહેન, નહિ ?'

'હા, પણ અમે વિચિત્ર રીતે પરણ્યાં હતાં. એનો ભાઈ અને મા અમારાં લગ્નની વિરુદ્ધ હતાં.

---------------------

ધનપાળ નગરશેઠ (શ્રાવક વાણિયા)

।------------------।

મુંજાલ હંસા + દેવપ્રસાદ (દેહસ્થલીનો મંડલેશ્વ૨)।

ત્રિભુવનપાળ

કોઈની સંમતિ વિના હું તેને દેહસ્થલી લઈ ગયો. અમે પરણ્યાં. અમારા સુખની સીમા કાંઈ રહી નહોતી.' હ્રદય ચિરાઈ જતું હોય એવે અવાજે તેણે કહેવા માંડ્યું. છોકરો પણ મૂંગો રહ્યો.

'પણ મારા પર બધા શ્રાવકો બળતા. મેં એમને બહુ દુઃખ દીધું હતું. તેનું વેર વાળવા તેઓ તલપી રહ્યા હતા. એક વખત હું શિકારેથી આવ્યો. ઘેર આવ્યો તો મારી હંસા નહિ મળે.'

'હેં? શું થયું ?” બાવરે ડોળે ત્રિભુવને પૂછ્યું.

'કોણ જાણે શું થયું ? મારા ઘરમાં દુશ્મનો ફાવ્યા. મારી લક્ષ્મી લૂંટી ગયા.' નિરાશામાં તબિયત વાળી માથું હલાવી મંડલેશ્વરે કહ્યું.

'ત્યારે તમે તપાસ કેમ નહિ કરી ? એમ ક્યાં લઈ જાય ?'

' બેટા ! એમ હું બેસી રહું એવો નથી. કાકાજીને મળ્યો; તારા મામાને મળ્યો; બધા નામક્કર ગયા. હું હાથપગ પછાડતો રહ્યો. ધીમે ધીમે વાતો ઊડવા માંડી કે ‘હંસા મરી ગઈ’ કે ચંડાલોએ તેને મારી નાખી. મારી નિર્દોષ સુકુમાર પ્રિયતમા એમના દ્વેષનો ભોગ થઈ પડી.

'પણ એમાં વાંધો શો હતો ? બકુલાદેવી દાદાજીને પરણ્યાં જ હતાં ને ?'

'દીકરા ! તે વખતે વાત જુદી હતી. શ્રાવકો સબળ નહોતા. હવે તેઓ અભિમાની અને સત્તાવાળા થયા છે, અને આ તો પાછો હું રહ્યો તેમનો કટ્ટો શત્રુ.'

'પણ બાપુ ! મને શું ખબર કે આ લોકોએ આવો કેર વર્તાવ્યો છે ? ઘણીયે વખત બાળપણમાં દીઠેલી માતાને સંભારવા પ્રયત્ન કરું છું. હું તો એમ જ સમજતો કે દૈવકોપે જ તેને લઈ લીધી.'

‘ના, દૈવનો ભાવ તો તારા મુંજાલમામાએ ભજવ્યો,' નિઃશ્વાસ નાખી દેવપ્રસાદે કહ્યું.

'પણ બાપુ ! તેમાં નિરાશ શા માટે થાઓ છો? મામાનું દૈવ તે આપણે. આપણો કોપ તેને ભારે પડશે.'

'હા, ભાઈ ! પણ વાત આટલેથી અધૂરી નથી.'

'કેમ?'

'બેટા ! તારી મા જીવે છે,' રડતે ઘાંટે દેવપ્રસાદ બોલ્યો.

'હેં ! શું કહો છો ?' વીજળી પડી હોય તેમ ચમકતાં ત્રિભુવને કહ્યું. હોઠ પીસી, ડોળા ફાડી, તે બાપ સામે જોઈ રહ્યો. તેના હૃદયમાં મરેલી મા માટે સંઘરી રાખેલી ઊર્મિઓ ઊછળી રહી.

'સાચું, કાલે રાતે મેં બે વખત જોઈ; એક આપણે વિમલના અપાસરા આગળથી આવતા હતા, ત્યારે...'

'ઘોડો ભડક્યો ત્યારે કે ?'

‘હા, અને બીજી વખતે અત્યારે રાજગઢના છજામાં ઊભો હતો ત્યારે મેં પળવાર તેની સ્વર્ગીય છબી જોઈ. ક્ષણમાં તે અંતર્ધાન થઈ ગઈ.' જાણે તે છબી મન આગળ લાવવા પ્રયત્ન કરતો હોય તેમ આંખ બારી બહાર ઠેરવતાં તેણે કહ્યું.

'બાપુ ! કાંઈ ભ્રમ તો નહિ હોય ?'

'એ વિચાર કરતાં મેં પણ એમ જ ધાર્યું, પણ કાકાજી–'

‘કાકાજી?'

'તેમણે મરતાં મરતાં મને કહ્યું કે હંસા જીવે છે અને પાછળથી કાકી નહિ આવ્યાં હોત તો વધારે પત્તો મળત.'

'એટલે આટલાં વર્ષ ક્યાંક છુપાવી રાખી છે ?'

'એમ જ, બીજું શું ? આ મારી પીડા ! બેટા ! હવે શું કરવું ?'

'શું કરવું એ તમે પૂછો છો ! હવે કરવાનું એક જ રહ્યું છે. જો આ વાત ખરી હશે, બાને જો જીવતાંજીવત આવું દુઃખ દીધું હશે, તો તેનો જવાબ આપણે લઈશું. હંસાબાને છોડાવીશું અને આ ચંડાલોને શીખવશું કે એને આંગળી અડકાડવી કેટલા શે૨ની થાય છે !'

'એ ખરું, પણ તે ક્યાં છે તે કોને ખબર?'

' ક્યાં તો વિમલના અપાસરામાં કે રાજગઢમાં. તમે બાને ત્યાં જ જોઈને ?'

'હા, પણ રાજગઢમાં તપાસ કરવી, એ કાંઈ સહેલ છે ? મેં મીનળકાકીને પૂછ્યું , પણ તે તો એકનાં બે થતાં નથી,' મંડલેશ્વરે કહ્યું.

'તે શું કહે છે ?'

'એ તો ભ્રમણા જ કહે છે. પણ એ વખત છે ને, નહિ પણ જાણતાં હોય.’

‘ત્યારે કોણ જાણે ?'

'મીનળકાકી આવ્યાં, તે પહેલાં મુંજાલ હંસાને ઉપાડી ગયા હતા, એટલે તેને અણજાણ પણ રાખ્યાં હોય; પણ કાકાજી જાણે ને કાકી ન જાણે તે કેમ બને ?'

'પણ કાકીને કેમ સમજાવાય ?' ત્રિભુવને વિચાર કરતાં કહ્યું : ‘બાપુ ! એક રસ્તો છે. રજા હોય તો તેમ કરું. મુંજાલમામાને હું મળ્યો નથી. હું જઈને તેમને મળી, વીનવું; જોઈએ, માને છે ?'

'દીકરા ! તું એને ઓળખતો નથી. મુંજાલ હાથ કરવો સહેલ નથી.’

'પણ જોઉં તો ખરો. એમાં ગયું શું ? બહુ બહુ તો ના કહેશે.’

'જા ત્યારે, પણ ટેક સંભાળજે. અત્યારે કાકી મને લાંચ આપવા આવ્યાં હતાં, તેમ તને લલચાવે નહિ.

'તે મને નહિ કહેવું પડે. હું હમણાં પાછો આવીશ. જોરાવર ! જોરાવર ! બાપુને અને મારે માટે દાતણપાણી લાવ.'

નોકર દાતણપાણી લાવ્યો, અને ધીમેથી તેણે દેવપ્રસાદને કહ્યું : 'મહારાજ ! વલ્લભસેને માણસ મોકલ્યો છે.'

'શું કહે છે ?'

કહે છે કે વલ્લભસેન મેરળ આવી લાગ્યા છે.’

'જખ મારે છે, બેટા ! એ પણ સારા સમાચાર છે. તું જઈ આવ. પછી જોઈએ શું થાય છે !'

લશ્કર આવ્યાની વાત સાંભળતાં મંડલેશ્વરનું મન નિરાશાથી જરા મુક્ત થયું. તેનો વિચાર મુંજાલની સત્તા નિર્બળ કરી નાંખવાનો હતો. પોતે અહીંયાં રહે, પાટણથી થોડે દૂર મે૨લ વલ્લભ પડી રહે, અને દેહસ્થલીની સ્વતંત્ર ધજા ફરક્યા કરે તો તેને લાગ્યું કે સામા પક્ષનું કાંઈ ચાલશે નહિ. આ વખત તેને દુભાવી છંછેડવાની કોઈ હિંમત કરશે જ નહિ, એમ તેને ખાતરી હતી; એટલે કર્ણદેવના મૃત્યુ પછી ધાંધલનો લાભ લઈને પોતાની સત્તા પાટણમાં પાછી જમાવવાનો ઇરાદો તેણે રાખ્યો હતો.