Guhilot Dynasty and Maharana Pratap in Indian History - 93 in Gujarati Short Stories by Sisodiya Ranjitsinh S. books and stories PDF | ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 93

Featured Books
Categories
Share

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 93

(૯૩) મંદસૌરમાં તારાચંદ ઘાયલ

         ફતેહપુર સિકરીના રાજમહેલમાં શહેનશાહ અકબર ગુસ્સામાં આંટા મારી રહ્યા હતા. મેવાડનો રાણો પ્રતાપ શરણે આવતો નથી. હલ્દીઘાટીની આવડી મોટી લડાઈ લડ્યા પછી પણ એનો જુસ્સો નરમ પડ્યો નથી. કોઇપણ સામ્રાજ્ય માટે એની આર્થિક પરિસ્થિતિ મહત્વની વસ્તુ છે. મેવાડમાંથી ગુજરાતમાં જવાના રસ્તે એવી પરિસ્થિતિ મહારાણાએ નિર્માણ કરી છે કે, વેપારીઓ પ્રવાસ ખેડતા ગભરાય છે. ગુજરાત જેવા સમૃદ્ધ પ્રદેશનો સંપર્ક વ્યાપારી ક્ષેત્રે ટૂટી જાય તો સામ્રાજ્ય માટે ખતરનાક સ્થિતિ ઉત્પન્ન થાય.

         એણે શાહબાઝખાનને હાજર થવાનો હુકમ કર્યો. ખાન મનમાં ખુશ થયો. રાજા માનસિંહ, રાજા ભગવાનદાસ અને એમના રાજપૂતો પ્રત્યે બાદશાહ નિરાશ થયા એજ એને માટે પોતાની નીતિની મોટી મૂડી લાગતી હતી.

         “ખાન, મેવાડ પ્રયાણ કરો. યાદ રાખો. બગાવતી પ્રત્યે રજ માત્ર રહેમ દર્શાવવાની નથી.”

         “જહાઁપનાહ, હજુ સુધી મેવાડની પ્રજાને જુલ્મ એટલે શું એની ખબર નથી લાગતી. હું એમને એનો પરિચય કરાવી આપીશ.”

         ૧૫મી ડિસેમ્બર ૧૫૭૮ ના રોજ ખાન મોટી સેના સાથે ફતેહપુર સિકરીથી રવાના થયો.

         ગુપ્તચરોએ મહારાણા પ્રતાપને સમાચાર આપ્યા.

         “શાહબાઝખાને મોટી સેના સાથે મેવાડમાં જુલ્મ વરસાવવા આવી રહ્યો છે. એની સાથે મોગલસેનાના પ્રસિદ્ધ યુદ્ધ વિશારદો તૈમૂર બક્શ, મહમ્મદહુસેન અને મીરજાદા અલીખાન પણ છે.”

         “આપણે દુશ્મનની ધારણા પર જ ઘા કરવો છે. આ વખતે આપણે ભિડાવું નથી. અરવલ્લીની પહાડીઓમાં આપણી ફોજ સાથે પ્રયાણ કરી જઈએ.” મહારાણા બોલ્યા.

         “મહારાણાજી, મોગલસેના પાસે ભારે ખજાનો છે માળવાનો સૂબો મોગલ શહેનશાહને ખુશ કરવા તે ખજાનો મોકલી રહ્યો છે.” વીર પૂંજાજીએ તાજા સમાચાર કહ્યા.

         યુદ્ધનો વ્યૂહ ગોઠવાયો.

         “વીર ભામાશા તમે માળવા તરફ રવાના થાઓ. બીજી ટુકડી લઈને પાછળ તારાચંદ આવશે. હું અરવલ્લીની પહાડીઓમાં જાઉં છું. તમે બન્ને મંદસૌર તરફ રહી આક્રમણ કરો અને તક મળે હું પણ મોગલોને બીજી બાજુથી ઘેરી લઈશ.”

         યોજના મુજબ ભામાશા ટુકડી લઈને મંદસૌર તરફ આગળ વધી ગયા. તારાચંદ પોતાની ટુકડી સાથે જેવા રવાના થયા કે, એનો પીછો શાહબાઝખાને પકડાયો.

         શાહબાઝખાનને મોગલ ગુપ્તચરોએ મહારાણાની આ યોજનાના સમાચાર આપી દીધા હતા.

         ચંબલનદીને કાંઠે આવેલા વસી ગામ આગળ શાહબાઝખાને તારાચંદને પડકાર આપ્યો.

         “ઉભા રહો, આગળ વઘશો નહિ.”

         તારાચંદ વીર હતા. એમણે સામનો કરવાનું પસંદ કર્યું. ધિંગાણું મચી ગયું. ખાન અને તારાચંદ સામસામે આવી ગયા. ખાનની તલવારથી તારાચંદ ઘાયલ થઈ, બેહોશ થઈ ઘોડાપરથી ગબડી પડ્યા.

         મેવાડી સિપાહિઓએ પીછેહઠ કરવા માંડી. રૂણીજાના રાજા વીર સાંઈદાસ દેવડાએ ઘાયલ તારાચંદને ઉઠાવ્યા અને સડસડાટ અશ્વ દોડાવીને રૂણીજાના ગઢમાં પહોંચી ગયો.

         રૂણીજા પહોંચીને તારાચંદની સારવાર કરી.

         તારાચંદના ઘાયલ થવાના સમાચાર સાંભળતા મહારાણા ક્રોધથી રાતાપીળા થઈ ગયા.

         તારાચંદને ઘાયલ કરનાર શાહબાઝખાન સામે બદલો લેવામાં આવશે.

         આ દરમિયાન શાહબાઝખાનની જરૂર રાજ્યના અન્ય ભાગમાં પડતા બાદશાહનું ફરમાન આવ્યું કે, “શીઘ્ર શાહીદરબારમાં ફતેહપુર સીકરી હાજર થઈ જાવ.”

         ખાન ૬ એપ્રિલ ૧૫૭૯ માં ફતેહપુર સીકરી હાજર થયો. આ બાજુ માળવામાં મેવાડીસેનાએ મોગલ ખજાનાને લૂંટીને મોગલ સામ્રાજ્યને જબરો આઘાત આપ્યો. મોગલ થાણેદારના સ્થળો પર લૂંટ કરીને ભારે દંડ વસુલ કરવામાં આવ્યો. મોગલાઈના સમર્થકોમાં ગભરાટ ફેલાયો.