Zamkudi - 15 books and stories free download online pdf in Gujarati

ઝમકુડી - પ્રકરણ 15

ઝમકુડી @ 15

ઝમકુડી ઓછુ ભણેલી ને ગામડા ની હતી તોય વધૂ ભણેલી આશા વહુ એની જેઠાણી કરતા ઘણી હોશિયાર હતી ,ને લગ્ન ને એક વરસ થયું પણ ઘરમાં જાણે વરસોથી રહેતી હોય એમ ભળી ગયી હતી ,ઘર માં આશા કરતાં ઝમકુડી નુ માન વધારે હતું ,......કિશનલાલ ને કચંનગૌરી બધા ની સામે ઝમકુડી ના વખાણ કરતાં થાકતા નહી બસ આખો દિવસ અમારી ઝમકુ ,અમારી ઝમકુ કરતાં ને આશા વહુ ઈરષાળુ હતી એટલે બળી જતી ,ને સમીર ને કાન ભરતી ,તમારા ઘર મા મારી તો કોઈ કદર જ નથી ,પાચ વરસ થી પરણી ને આવી છુ પણ તમારા મમ્મી પપ્પા એ કદી મારા વખાણ નથી કરયા ,આજ કલ ની નવાઈ ની વહુ બસ ઝમકુડી જ ,.....મે તો વરસ માં ખાનદાન નો એક વારસદાર આપ્યો ,છતાં મારી કોઈ કિમત નહી ,હવે તો હુ પણ શોરુમ માં જયી મહેનત કરુ છુ .......બસ હવે ચુપ થયીશ ,કયાર ની બક બક કરે છે ,તારે વખાણ કરાવી શુ પદ લેવુ છે ,.....ને.આશા સમીર થી રિસાઈ ને સાડીઓ ની ગડી વારવા માં લાગી ગયી , આજે પણ ઝમકુડી ના શોરુમ પર બહુ ભીડ હતી ,લગ્ન ની સિજન ચાલતી હતી એટલે ભીડ હતી ,ત્યા એક સ્ત્રી ઝમકુ પાસે આવે છે ને બનારસી સેલા બતાવો એમ કહે છે , ને ઝમકુ પુછે છે મેડમ કેટલી રેન્જ ચાલશે ? મીડીયમ.....ઓકે ને ઝમકુડી ખુશી ને અંદર થી નવા આવેલા સેલા મંગાવે છે , ને ઝમકુડી ખોલી ને બતાવે છે ને એની વિશેષસતા ઓ સમજાવે છે ,દુકાન ના ચાર કસ્ટમર નુ કામ પત્યુ એટલે બીલ ચુકવી ને નીકળે છે ,દુકાન માં ભીડ ઓછી થયી એટલે આવેલી સ્ત્રી શોરુમ માં બધે નજર નાખે છે ,ને કાઉન્ટર પર સુકેતુ ને જોઈને સુકેતુ એમ જોર થી બુમ પાડે છે ,ને સુકેતુ પણ હીના .....તુ અંહી ? કયાથી ? સુકેતુ એટલો બધો ઉત્સુક થયી ગયો હતો કે એ કાઉન્ટર પર થી બહાર જયા હીના સાડીઓ જોતી હતી તયા આવી ગયો ,.......ને તુ કયા હતી ? કયા ખોવાઈ ગયી હતી ચાલુ કોલેજ એ ના કોઈ ફોન કે ના તારા કોઇ સમાચાર ,હુ તને શોધવા તારાં ઘરે ગયો હતો તો પડોશી એ કીધુ કે એ બધા યુરોપ શિફ્ટ થયાં ,......ને તે મને એક વાર કહેવું પણ યાદ ના આવ્યુ ,? બન્ને ની વાત ચીત પર થી ઝમકુડી ને લાગયુ કે આ સુકેતુ ની ખાસ મિત્ર લાગે છે ,ને સુકેતુ હીના ને કહે છે જો હીના તને મારી વાઈફ ની ઓળખાણ કરાવુ .....આ ઝમકુડી મારી પત્ની ,ને ઝમકુ આ છે મારી બેસ્ટ ફ્રેન્ડ હીના.......ઝમકુ નમસ્તે કહે છે ને હીના હાય ઝમકુ કહે છે ,ને સુકેતુ ને પુછે છે આ વળી કેવુ નામ ઝમકુડી .....? સુકેતુ બોલ્યો ઝમકુ નુ ગામ ભીનમાલ ,.....ઓહ પણ દેખાવ થી ગામડા ની લાગતી નથી ,....... ચાલ સુકેતુ મારે સાડી પસંદ કરવાની છે તુ જ મદદ કર હવે ,કોલેજ ટાઈમ યાદ છે ને તને મારી બધી જ વસ્તુ ,કપડાં ,ચપ્પલ ,કટલરી ,જવેલરી બધુ જ તારી પસંદગી નુ લહેતુ ,હા યાર હીના એ દિવસો તો હુ કેમ કરી ભુલી શકુ ? ને સુકેતુ હીના નો હાથ પકડી સાડીઓ ના ઢગલા પાસે બેસી જાય છે ,.... ને ઘણી સાડીઓ ફેદયા પછી સુકેતુ બે સાડી પસંદ કરે છે ને હીના ઓકે કહી સાડી પેક કરાવા આપે છે ,ને હીના પેમેન્ટ માટે પરશ ખોલે છે તો સુકેતુ પરશ બંધ કરી હીના ને પકડાવી દે છે ,મુનીમજી બોલ્યા બીલ ના પૈસા ? સાજે શેઠ હિસાબ માગશે તો ? ઝમકુડી બોલી સુકેતુ તમારા પાકીટ મા થી એક લાખ વીસ હજાર મુનીમજી ને ચુકવી દો ,દોસ્તી ને શોપ ના હિસાબ માં પપ્પા ને આપવા પડશે ,એટલે સુકેતુ એ એના એકાઉન્ટ માથી પૈસા કપાવી દીધા ,....હીના એક કામ કર સાડી ના બ્લાઉઝ પણ અંહી આપી દે ઝમકુ ડીજાઈનર છે ,ઓહ ....ઝમકુ લાવ તો તારિ ડીજાઈન નુ કેટલોગ ......ઝમકુડી એ સુકેતુ ને આપ્યું ને હીના ને ડીજાઈન બતાવા લાગ્યો ,ને હીના એ પસંદ કરી ને સુકેતુ એ ના ગમી એટલે સુકેતુ એ કહયુ એ પસંદ કરી ,ને પછી હીના તયા થી ઉભી થયી ને એનો કોનટેક નંબર આપતી ગયી ને સુકેતુ એ શોપ નુ કારડ ને એનો પરસનલ નંબર પણ આપ્યો ને હીના ને શોરુમ ની બહાર સુધી મુકવા ગયો ,મુનીમજી ની અનુભવી આખો એ સુકેતુ ને હીના નુ પહેલા પ્રેમ પ્રકરણ ચાલતુ હશે એમ સમજી ગયા ,ને ઝમકુડી પણ ઉદાસ થયી ગયી ,આજ સુધી સુકેતુ એ પોતાના માટે કોઈ સાડી પસંદ નથી કરી કે નથી બ્લાઉઝ ની ડીજાઈન પસંદ કરી , હુ જે પણ પુછુ કે આ કેવુ છે તો સરસ છે બસ ,કદી નથી સારૂ એમ નથી બોલ્યો ,ને આજે કોલેજ ની ફ્રેન્ડ પત્ની થી પણ વધારે ,........થોડી વાર માં સુકેતુ શોપ માં આવ્યો ને કાઉન્ટર પર બેસી ગયો ,ઝમકુડી એ જોયું કે સુકેતુ નો ચહેરો એકદમ ખુશ હતો , આટલો ખુશ એણે સુકેતુ ને કદી જોયો નહોતો ,........સાજ પડીને શોરુમ બંધ કરી સુકેતુ ને ઝમકુડી ગાડી લયી ઘેર જવા નીકળ્યા ,ને આખા રસ્તે સુકેતુ એ બસ હીના ની જ વાતો કરી ,....કોલેજમાં અમે બહુ ફેમસ હતા ને બસ બહુ જલસા કરયા ને સાથે જ રહેતાં ,ઝમકુડી ચુપચાપ સાભળી રહી હતી ,ને ઘર આવ્યુ ખબર જ ના પડી , ને ઝમકુડી પરસ લયી સુકેતુ ની રાહ જોયા વીના જ ઘરમાં આવી સાસુ સસરા સાથે સોફામાં બેસી ગયી ,ને કિશનલાલ સાથે શોપ ની વાતો ,નવા માલ ની ને નફા ની વાતો માં લાગી ગયી ,સમીર ને આશા પણ આવી ગયા એ પણ તયા બેઠા ,ને કંચનબેન બોલ્યા ચલો બધા હાથ ધોઈ આવો જમવાનું પીરસાઈ ગયુ છે,ટેબલ પર આવી જાઓ ,ને બધા ફેમીલી સાથે જમવા બેસે છે ,ને શોપ ની વાતો ,બસ કિશનલાલ સાચા મારવાડી હતા એમને કામ ધંધો ને નફા નુકશાન સિવાય કોઈ ચર્ચા જ ના હોય ,બારેમાસ શોરુમ ચાલુ રહેતો ,એક પણ રજા નહી ,હા ઘર માં સુખ સમૃદ્ધિ બધી જ ,નોકર ,ચાકર ,કામવાળા ,રસોઈ વાળા ,ડ્ડરાઈવર સુધી સગવડ હતી ,ને ધંધા માં મહેનત જાતે પણ કરતાં ને દિકરા વહુ ઓ ને પણ કરાવતાં ,કંચનગૌરી પણ જયારે પરણી ને સાસરે આવ્યા તયારે એમને પણ ફરજિયાત શોરુમ પર જવુ પડતુ ,વીસ વરસ તો એમણે પણ ભોગ આપ્યો હતો ,કિશનલાલ નો સ્વભાવ આમ કડક પણ દીલ ના સાફ ,બધા જમી ને ઉભા થયા ને ઝમકુ વોશબેઝીન પાસે હાથ ધોતા ચકકર આવ્યા ને એ નીચે પડી ને બેભાન થયી ગયા ,ઘર ના બધા ભેગા થયી ગયા ને સુકેતુ ને સમીરે ઝમકુ ને ઉચંકીને સોફા માં સુવાડી ને કિશનલાલ એ ફેમીલી ડોક્ટર ને ફોન કરયો ,સુકેતુ બોલ્યો આખો દિવસ તો ઓકે હતી ને આમ અચાનક શુ થયુ ? કંચનબેન બોલ્યા કદાચ થાક ના લીધે અશકિત આવી હોય ,........દશ મીનીટ માં ડોક્ટર પુરોહિત આવી ગયા ,વરસોથી કિશનલાલ ના ફેમીલી ડોક્ટર છે ,આવી ને ઝમકુડી ની નાડી તપાસી ને એક ઈનકજેશન આપયુ ,.....ને બોલયા ટેનસન ની વાત નથી પણ ખુશખબરી છે ,કિશનલાલ......તમે દાદા બનવાના છો ,ઝમકુ વહુ ને સારા દિવસો જાય છે ,પ્રેગનેટ છે ઝમકુડી ,.....સુકેતુ ખુશ થયી ગયો ને કંચનબેન પણ ખુશ થયી ગયા , ને કિશનલાલ ને ઓછુ ગમયુ ,ઝમકુડી આટલી જલ્દીથી માં બનશે તો ધંધા મા ધયાન નહી આપે ,કાલે એકલા મા ઝમકુ સાથે વાત કરીશ ,પંદર મીનીટ પછી ઝમકુ ભાન માં આવી ,બધાને પોતાની આજુબાજુ જોઈ ગભરાઈ ગયી ,ને બોલકી આશા વહુ બોલી સુકેતુ ભાઈ પેડા ખવડાવો હવે તમે પણ પપ્પા બનવાના ,ઝમકુડી આશાની વાત સાભળી ને શરમાઈ જાય છે ને ખુશી ની મારી કંચનબેન ને ગળે વળગી પડે છે ,.....આગળ ની વાત માટે વાચો ભાગ @16

નયના બા દિલીપ સિંહ વાધેલા .....
્્્્્્્્્્્્્