Zamkudi - 19 in Gujarati Classic Stories by નયના બા વાઘેલા books and stories PDF | ઝમકુડી - પ્રકરણ 19

Featured Books
Categories
Share

ઝમકુડી - પ્રકરણ 19

ઝમકૂડી ભાગ @19

બનારસ થી નીકળેલી ટ્રેન સવારે સીરોહી પહોચી ,ને જમનાશંકર એ તયાં થી રીક્ષા કરી ને ભીનમાલ પોતાના ઘેલ આવી ગયાં ,શંભૂ ને રીમી મમ્મી પપ્પા ને જોઈને ખુશ ખુશ થયી જાય છે ,ને મમ્મી અમારા માટે શુ શુ લાવી એમ કહી શંભુ એ મંગળા બા પાસે થી થેલી લયી ને ફેદવા માડયો ,અંદર થી કાજુ કતરી ,ને બરફી ,હલવો ,ને બિસ્કીટ ના પેકેટો ને ચોકલેટો જોઈને બન્ને ભાઇ બેન બહુ ખુશ થયી ગયા ,મંગળાગૌરી ને યાદ આવ્યુ કે ઝમકુડી પલાસ્ટીક ની બેગ માં કયીક મુકતી હતી ,એ કાઢી ને ખોલી જોયૂ તો એમાં નોટો ના બંડલ હતાં ,આટલા બધા રૂપિયા ગોર ને ગોરાણી એ જીદગી માં પહેલીવાર જોયા ,જમનશંકર એ ગોરાણી ને પુછયુ કે તમે માગયા હતા પૈસા ? ના ના હુ શુ કામ માગુ દીકરી ના ઘરે પૈસા .......આતો એ થેલી માં કયી મુકતી હતી એ ખબર છે ને પાછુ સ્ટેશન મુકવા આવી તયારે કીધુ હતુ કે થેલી સાચવી ને લયી જજો,.....પણ ગોરાણી દીકરી ના ઘર નુ પાણી હરામ છે ,તોય આપડે તો મીઠાઈ ને મોઘા કપડાં સ્વીકારયા ,પણ પૈસા આપડી દીકરી એ જમાઈ ને સાસુ સસરા થી ખાનગી મા આપણ ને મદદરુપ થવા મુકયા ,પણ આપણાં થી કેમ લેવાય ,શંભુ એ થેલી ખાલી કરી એક કાગળ ગોર ને આપ્યો ,ગોર એ ગડી ખોલી ને કાગળ વાચ્યો ,.....વહાલા મમ્મી પપ્પા આ પૈસા મારી બચત ના છે ,મારી મહેનત ના છે ,હુ પરણી ને સાસરે આવી એ દિવસ થી શોરુમ માં બાર કલાક કામ કરયુ છે ને બ્લાઉઝ ની ડીજાઈનો જાતે બનાવી વુ છુ ને હુ ડીજાઈનર બની ગયી છુ ,આ પૈસા મારા છે .....મારા સસરા ના કે તમારા જમાઈ ના નથી ને મારે અંહી પૈસાની કયી જરુર નથી એટલે પપ્પાને દોડધામ ઓછી કરવી પડે એટલાં માટે મોકલુ છુ શંભુ ને રીમી ને હવે સરકારી શાળામાં થી ઉઠાવી લો ને સીરોહી પ્રાઈવેટ સ્કૂલ માં ભણવા મુકી દેજો ,ને પપ્પા તમે હવે વધારે કામ ના કરશો ને શાંતિ થી આરામ કરો ,......ને આ પૈસામાંથી શંભુ ને ફોન લયી આપજો ને રીમી ને ટેબલેટ લયી આપજો ,......બસ એજ લિખીતંગ તમારી ઝમકુડી ના જય માતાજી ...........ને ગોરાણી પુછે છે શુ થયુ ગોર શુ લખે છે ઝમકુ ? ને શેના પૈસા મોકલયા છે ? અરે મંગળા શુ કહેવુ આપડી ઝમકુડી ને ,.....આ પૈસા એની બચતના છે ને આપડી ઝમકુડી ને ભલે આપણે ભણાવી નથી તોય એ ડીજાઈનર બની ગયી છે ને આખો દિવસ શોપ પર મહેનત જ કરતી હોય છે ,ને બ્લાઉઝ ની ડીજાઈન બનાવે છે ને લખે છે કે આખા બનારસમાં એના જેવા બ્લાઉઝ કોઈ બનાવતુ નથી ,એ પોતે અલગ થી શોરુમ માં પોતાનું કામ કરે છે ને આ પૈસા એની મહેનત ના છે ને શંભુ ને રીમી ને શીરોહી ની મોટી પ્રાઈવેટ સ્કૂલમાં ભણવા મુકવાનુ કહે છે ,ને મને કહે છે કે પપ્પા તમે હવે વધારે કામ ના કરશો આરામ કરજો ,મંગળા ગૌરી ને જમનાશંકર ની આખ માં ખુશી ના આશુ આવી જાય છે ,........સવારે આરામ થી ઉઠી તૈયાર થયી ને ઝમકુડી નીચે આવે છે , ને બધાં સાથે ચા નાસ્તો કરવા બેસે છે ,ને કિશનલાલ કહેછે ઝમકુ તમે શોરુમ જતાં પહેલાં ડોક્ટર પુરોહીત ની હોસ્પિટલમાં જતા આવજો ,એ આપણાં ફેમીલી ડોક્ટર છે વરસોથી ને હવે તો એમનો દિકરો પણ અમેરિકા થી ડોકટર થયી ને આવયો છે એ પણ ગાયનેકોલોજિસ્ટ જ છે .........જી પપ્પા જી .....સુકેતુ ને ઝમકુ શોરુમ જવા નીકળે છે ,ને રસ્તામાં જ હીના નો ફોન આવે છે કે એને અરજન્ટ કામ છે જલદી થી આવી જા ,શુ કામ છે એ કહયા વીના કે સુકેતુ ની વાત સાભળયા વીના ફોન મુકી દે છે ,..........શુ થયુ સુકેતુ ? કોનો ફોન હતો ? હીના નો ફોન હતો બહુ રઘવાટ માં ને ચિંતા બોલતી હતી કયીક મુશકેલી માં હોય એવુ લાગતુ હતુ ,......મારે જવુ પડશે ઝમકુ ,હુ તને હોસ્પિટલ ઉતારી ને જતો આવુ છુ , .......પણ હુ એકલી .....? પ્લીઝ ઝમકુ સમજવાની કોશિશ કર ......એમ કહી સુકેતુ ઝમકુડી ને હોસ્પિટલમાં એકલી મુકી ને ફટાફટ ઝડપથી ગાડી ભગાડી નીકળી ગયો ,ને ઝમકુ કાઉન્ટર પર થી કેશ કઢાવ્યો ,એટલે સિસ્ટર એ કહયૂ તમે ઝમકુ મેડમ ને ? હા તમારા સસરા એ એપોઇન્ટમેન્ટ લખાવેલી જ છે ,આજે ડોકટર મનસુખ પુરોહિત બહાર ગયા છે એમના સન છે ,........આપ ડોક્ટર ની કેબીનમાં જાઓ,....ઓકે થેનકયુ,..... સુકેતુ આમ પારકી સ્ત્રી માટે પોતાની પ્રેગનેટ વાઈફ ને એકલી મુકીને મિત્ર ની મદદ કરવા ચાલ્યો ગયો ,મારા થી પણ વધુ એની હીના જરૂરી છે ,મનમાં વિચારઘ નુ વંટોળ ઉમટી ગયું ને વિચારો માં ને વિચારો માં ડોક્ટર ની કેબીનમાં આવી ને ચેર માં બેસી ને સામે બેઠેલા ડોક્ટર કોઈ ફાઈલ માં જોઈ રહયા હતા ,ને પેશન્ટ આવયુ એટલે ડોક્ટર એ ફાઈલ નીચે મુકી ને એકદમ ખુરશી માં થી ઉભા થયી ગયા .......ઝમકુ તું ? નચીકેત તુ ? બન્ને એક સાથે બોલી ઉઠયા .......નચીકેત એની જગયાએ થી નીકળી ઝમકુ પાસે આવી ગયો .......ઝમકુ તુ કયાં હતી ? મે તને કેટલુ શોધી ને કેટલુ રખડયો ને .....તુ ના મળી એટલે પછી આગળ ભણવા માંટે અમેરિકા જતો રહયો ,.......નચીકેત આ હોસ્પિટલ તો ડોક્ટર મનસુખ પુરોહિત ની છે ને ? એ અમારા ફેમીલી ડોકટર છે .....ને નચીકેત તુ અંહી બનારસ શહેરમાં કયાથી ? ઝમકુ ડોક્ટર મનસુખ પુરોહિત જ મારા પપ્પા છે ,.........ને હુ હજી ચાર દિવસ પહેલા જ અમેરિકા થી આવ્યો ,હુ ગાયનેક જ છુ ........ને હા પપ્પા કહેતા હતા કે કિશનલાલ મારવાડી સાડીઓ ના મોટા વેપારી છે એજ તારા સસરા ને ? મને એપોઇન્ટમેન્ટ ની ખબર હતી પણ ઝમકુ નામ કોઈ બીજુ હશે એમ સમજયો ....ને તુ એકલી કેમ આવી છે તારા હસબન્ડ કયાં છે ? આ ફસ્ટ પ્રેગનેસી છે ને ? નચીકેત ની વાત સાભળી ઝમકુડી નુ મન ઉદાશ થયી ગયુ , એની આખો માં થી આશુ આવી ગયા ને નચીકેત નજીક આવ્યો એટલે ઝમકુડી નચીકેત ને વળગી ને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડે છે ,.....વરસો થી એના મનમાં ઘરબાયેલો આશુ ઓ નો બંધ તુટી ગયો ને નચીકેત એ એને રડવા દીધી ,......ને પછી પોતાના રુમાલ થી ઝમકુ ના આશુ લુછયા ને પાણી પીવડાવ્યુ ,........ને ખુરશીમાં બેસાડીને નચીકેત એની ચેર માં બેઠો ,......ઝમકુડી એક વાત પુછુ ? ઝમકુ એ પોતાની જાતને સ્વસ્થ કરી લીધી ને બોલી બોલો ને ........ઝમકુ કિશનલાલ જેવા નામાંકિત માણસ ના દિકરા સાથે તારા લગ્ન થયાં છે ને તુ ચહેરા પર થી ખુશ નથી લાગતી ને આ આશુ ઓ ને શુ સમજુ ? ....મને મળવાની ખુશી કે પતિ નુ કોઈ દુખ ? ...........શુ કહુ નચીકેત તને ખોયા પછી હુ ખુશ કયાથી હોઉ .....મારા લગ્ન મારી મરજી થી થોડા થયા હતા ,હુ તો તને પ્રેમ કરતી હતી ને તારી જ થવા માગતી હતી પણ મારા પપ્પા એ સુસાઇડ કરવાની ધમકી આપી ને મને લગ્ન કરવા મજબુર કરી ,મારે તને એક વાર મળવુ હતુ પણ ઘરમાં થી બહાર નીકળી પણ ના શકી ,......મારા લગ્ન સુકેતુ સાથે થયી ગયા બે વરસ થયાં સાસુ સસરા પતી બધુ સરસ છે ,......સુકેતુ પણ મને સારૂ જ રાખે છે ,.....મારૂ રૂપ જોઈ ને મારા સસરા એ ને સુકેતુ એ મને પસંદ કરી હતી .......ને લગ્ન કરયા એના બીજા દિલસ થી જ મને શોરુમ માં પુતળા ની જેમ ઉપ્યોગ કરયો છે ,હુ એ લોકો માટે વહુ પછી પણ શોભા નુ પુતળુ છુ ......સારી ઓ ના શોરુમ માં હોય છે ને એમ જ ,.....ટુ ઈન થ્રી..... ઘરમાં વહુ ને પત્ની ,શોરુમ માં સેલ્સગલ ને શોરુમ નુ પુતળુ ....આ અમીર ,પૈસાદાર લોકો ના ઘરે બધી જ સુખ સગવડ હોય ,સુવિધાઓ પણ હોય પણ સાચો પ્રેમ ને પોતાના પણુ ને લાગણીઓ ના હોય ,.........નચીકેત ઝમકુ ની વાતો સાભળી રહયો હતો ને મનમાં દુખી થયી રહયો હતો ,ને ઝમકુડી ની વ્યથાને સમજી ગયો........આગળની વાત જાણવા માટે વાચો ભાગ @ 20 ઝમકુડી

નયના બા દિલીપસિહ વાઘેલા