Jaldhi na patro - 3 books and stories free download online pdf in Gujarati

જલધિના પત્રો - 3 - પ્રકૃતિને પત્ર

પ્રિય પ્રકૃતિ ,

તારા માટે શું સંબોધન કરું? તને કેવી રીતે સંબોધું કે તારૂ બહુમાન જાળવી શકાય ? વ્હાલી, પ્રિય, લાડલી, પ્યારી ,માનીતી જેવા અનેક સંબોધનો સુઝ્યા. પણ, દરેકની સામે તારી મહ્તાનું પલ્લું જ અગ્રેસર લાગ્યું. છતાં પ્રિય સંબોધન કરી , તને આજે પત્ર લખું છું.

તારું અસ્તિત્વ એ કોઈ વ્યાપનું મોહતાજ નથી. તું તો સહૃદય માણવાની અનુભૂતિ છો. સમગ્ર જીવસૃષ્ટિને મળેલું બહુમૂલ્ય વરદાન છો. જમીન, વૃક્ષો, પવન, પાણી, પર્વતો, પશુ-પક્ષી ,ખનીજ, નદી ,સરોવર, ઝરણાં, આકાશ આ બધામાં અદૃશ્ય રુપે તું જતો બિરાજમાન છે. છતાં તારું એક અલગ આગવું સૌંદર્યમય અસ્તિત્વ છે. જે માનવજાતની કલ્પનાથી પણ પર છે.

ये पौधे ये पत्ते ये फूल ये हवाए,
दिल को चुराए मुझको लुभाए ,
हाय मन कहे मै झूमु मै गाऊ |
कल कल बहती झरनों की धरा |
हौले से चलती हवाओ की ठंडक ,
दिल को एक मीठी मस्ती सी देती |
दिल को एक मीठी मस्ती सी देती |
मस्ती सी देती सुकून सा देती,
हो मन कहे मै झूमु मै गाऊ |

સૂર્યના પહેલા કિરણથી માંડીને ચંદ્રની કળાઓ, ખુલ્લા મેદાનો, જંગલો ,પહાડો અને ઝરણાનાં ખળ-ખળ વહેતા મધુર સંગીત, સમુદ્રની લહેરો, પક્ષીઓનો કલરવ, ક્યાંક પવનના સૂસવાટા આ બધું જ માનવજાતને અનુભવાતું તારું જ એક સોંદર્યમયી રૂપ છે. જેને દરેક મનુષ્ય મન ભરીને માણે છે.

તુજ તો માનવજાતના જીવનનો આધાર છે. દરેક મનુષ્ય માટે સમાન ઉપયોગી છે. છતાંય આ માનવજાત તને નષ્ટ કરવામાં ક્યારેય વિચાર સુદ્ધાં કરતી નથી. પોતાના નીજી સ્વાર્થ માટે એ તારા વિનાશને પણ સહજ માને છે.તો પણ તું તારા સ્વભાવથી ચલિત થતી નથી.

રોજિંદા થાક અને કંટાળાને નાથવા કે મનોરંજન માટે પણ આ માનવજાત તારો જ આશ્રય લે છે . એ તારા સૌંદર્યને ભરપૂર માણે છે. પ્રાકૃતિક વસ્તુઓનો ચાહક આ માનવી પ્રકૃતિને જાળવવા કેટલો સમર્થ છે એ તું ક્યાં નથી જાણતી ! છતાંય , એ બેફામ તારો દુરુપયોગ કર્યે જ જાય છે.

કોઈ ચિત્રકાર ,લેખક ,કવિ, કલાકારનાં ભાવોને પણ ત્યારે જ કલાનું સાચું સ્વરૂપ મળે છે,જ્યારે એ તારા સાનિધ્યમાં હોય. દરેક ઋતુમાં બદલાતાં તારા સ્વરૂપને તો કેમ ભૂલી શકાય?ઉનાળામાં તડકા પછીની શીતળ સાંજ, શિયાળાની સુમધુર સવાર અને ગુલાબી ઠંડીનો અહેસાસ, ચોમાસામાં ઝરમર વર્ષા સાથે આકાશમાં સૌંદર્યમયી મેઘધનુષ્ય. જેના થકી હરખાતી અને નર્તન કરતી આ સૃષ્ટિ તારા અસ્તિત્વને જ આભારી છે.

જ્યારે જ્યારે તને નિહાળું છું, ત્યારે તું જીવંત લાગે છે. પક્ષીઓના કલરવ અને પવનથી જાણે તું મારી સાથે વાતો કરતી હોય,એવો અનુભવ થયા કરે છે. શું તું મારા જેવા પ્રકૃતિ પ્રેમીની લાગણીને પિછાણી શકવા સમર્થ છે?

हरी भरी वसुंधरा पर नीला नीला ये गगन,
के जिसपे बादलों की पालकी उड़ा रहा पवन|
दिशाएं देखो रंग भरी,
दिशाएं देखो रंग भरी चमक रहीं उमंग भरी,
ये किसने फूल फूल से किया श्रृंगार है|
ये कौन चित्रकार है ये कौन चित्रकार |

ઘણીવાર તારા રોદ્રરૂપને પણ મેં જોયું છે. જાણે, માનવજાતની તારા પ્રત્યેની ભૂલોનો પ્રત્યુત્તર વાળતી હોય તેમ. તારું વિકરાળ સ્વરૂપ હજારો જીવસૃષ્ટિના સ્પંદનને થંભાવી દે તેવું હોય છે. તો કદીક એનો અહેસાસ માત્ર પણ હંફાવી જાય છે. છતાં માનવજાત તારા પ્રત્યેની બેદરકારી છોડતી નથી. કે તને રક્ષવા માટે કોઈ પ્રયત્ન કરતી નથી.

તારા વિશે અને તારા દરેક સ્વરૂપ વિશે તો તું જાણે જ છે. પણ, આજે મારા શબ્દો થકી તને થોડી સાંત્વના થઈ હશે કે, ગૌરવની લાગણી પણ થઈ હશે. અને થવી જ જોઈએ. કેમકે, તું ખરેખર એની હકદાર છે.

ક્યારેક તારા આ રૂપ સાથે તને સ્વીકાર્ય માનવા મજબૂર થવું પડે છે. કેમકે તને એમ છે , કદાચ એના થકી જ લોકોને એની ભૂલો સમજાશે. તારા પરનાં પ્રદુષણ કે નર્યા અખતરા જેવા પ્રયોગો કરવાનું નિયંત્રણ એ તો જ કરશે. છતાં પણ તું તો જીવનદાત્રી જ છો. હજારો જીવ તારા ખોળે રહીને જ, કોઈ ચાહ વિના આખું જીવન જીવી જાણે છે.

તારા દરેક સૌંદર્યમય રૂપને સમજવા અનુભવવાની સમર્થતા વ્યક્તિમાં છે. પરંતુ, તેના માટે માત્ર અને માત્ર તારા પ્રત્યે અનહદ પ્રેમ જરૂરી છે. પછી તો જાણે તું કદી એનાથી દૂર ન જાય તેવો મિત્ર બની જાય છે. અને તારી દરેક વાચાને સમજવાની સમર્થતા આવી જાય છે.ફરીફરીને કહીશ, તું ખરેખર વખાણવાની નહિં, અનુભવવાની અને માણવાની સૌંદર્યની અનુભૂતિ છો. અંતે તો તારા વર્ણન માટે મારા શબ્દો ખૂટી પડ્યા છે. એટલે કવિની આ પંક્તિઓને સહારે તારું બહુમાન કરીશ.અને પછી મારા પત્રને પૂર્ણ કરીશ.

तुझे देख कर जग वाले पर, यकीन नहीं क्यूं कर होगा|
जिसकी रचना इतनी सुन्दर ,वो कितना सुन्दर होगा |
वो कितना सुन्दर होगा |
रूप रंग रस का संगम ,आधार तू प्रेम कहानी का,
मेरे प्यासे मन में यूं उतरी ,ज्यों रेत में झरना पानी का |
ज्यों रेत में झरना पानी का |
रोम रोम तेरा रस की गंगा ...
रोम रोम तेरा रस की गंगा , रूप का वो सागर होगा |
जिसकी रचना इतनी सुन्दर ,वो कितना सुन्दर होगा |

લી.
એક પ્રેકૃતિ પ્રેમી

Share

NEW REALESED