Preet kari Pachhtay - 39 books and stories free download online pdf in Gujarati

પ્રિત કરી પછતાય - 39

પ્રિત કરી પછતાય*

39

સાતમા દિવસની સવારે વહેલા નાહવાની ઝરણાને ઈચ્છા થઈ આવી. આથી એણે સરિતાને કહ્યું.

"સરિતા આજે મારે વહેલાસર નાહવા ની ઈચ્છા છે.તો હું બાથરૂમમાં જાઉં છુ.તું જરા મારી બેગ માંથી મારા કપડાં તો કાઢી રાખ."

આમ કહીને એ બાથરૂમમાં નહાવા માટે ચાલી ગઈ.સરિતાએ ઝરણાના કપડાં કાઢવા માટે ઝરણાની બેગ ખોલી ઝરણાનો પેટીકોટ અને સાડી તો એને સહેલાઈ થી મળી આવ્યા.પણ બ્લાઉઝ મળતું ન હતું આથી એણે આખી બેગ ખાલી કરી નાખી ત્યારે માંડ માંડ બ્લાઉઝ મળ્યુ.પણ બ્લાઉઝ ની સાથે નીચે તળિયેથી એને સાગરના હાથે લખાયેલો એ પ્રેમ પત્ર પણ મળ્યો જે સાગરે સરિતા ને આપવા માટે ઝરણાને આપ્યો હતો.પણ ઝરણાએ એ લેટર સરિતાને આપ્યો ન હતો.એણે તો સાગરનું ફક્ત મન રાખવા એ લેટર સાગર પાસેથી લીધો જરૂર હતો.પણ સરિતા સુધી એ લેટર પહોંચાડવા ઇચ્છતી ન હતી.પણ આજે અનાયાસે જ એ લેટર સરિતા સુધી પહોંચી ગયો.સાગરનો આ લેટર જોઈને સરિતાનું હૈયુ ધબકવા લાગ્યું.ન જાણે એના હૃદયમાં કેવી ય હલચલ મચી ગઈ.સાગરના હાથે લખાયેલો પોતાના માટેનો આ પહેલો જ પ્રેમપત્ર હતો.

એણે એ પત્રને પહેલા ચૂમ્યો.અને પછી વાંચવા માટે ખોલ્યો.એનું હૃદય કોઈ અજબ રોમાંચ થી ધડકતુ હતુ.એની છાતીમાં કુદા કુદ કરતુ હતુ.

શરૂઆતમાં જ એને ઉદ્દેશીને લખાયેલા શબ્દો વાંચીને.એનું હૈયુ થનગનાટ કરવા લાગ્યુ હતુ.

એ ઉતાવળે ઉતાવળે પત્ર વાંચવા લાગી

૫/૪/૭૯

"પ્રિય સરિતા.

તારી અને મારી જુદાઈ ને આજે બરાબર એક વર્ષ પૂરું થયું છે.અને આ કારમાં એક વર્ષના ત્રણસો ને પાસંઠ દિવસ દરમિયાન.મેં તને પાંચ લાખ પચ્ચીસ હજાર ને છસો વખત યાદ કરી છે.દિવસની એક પણ મિનિટ એવી નથી ગુજરી કે જ્યારે મેં તને યાદ ન કરી હોય યા તું મને યાદ ન આવી હોય.જ્યારે જ્યારે પણ મે તારી યાદને હૃદયથી દૂર હડસેલવા ની કોશિશ કરી છે.જ્યારે જ્યારે પણ મેં વિચાર્યું કે મારે તને યાદ ન કરવી જોઈએ ત્યારે તો તું બે હિસાબ મને યાદ આવી છો.

*જેમ જેમ કરું છું કોશિશ.

તને ભૂલવાની રે.

એમ એમ યાદ તારી.

વધુ સતાવે છે મને.*

જમતી વખતે યા સુતી વખતે.ઉઠતી વખતે યા બેસતી વખતે.અથવા કોઈ પણ કામ કરતી વખતે.તારો ચહેરો સતત મારી નજર સામે જ તરવરીયા કરે છે.મારા દિલો દિમાગ ઉપર મારો નહીં પણ તારો કાબુ છે.હું તારા વગર જીવી રહ્યો છું એ જ એક બહુ મોટુ આશ્ચર્ય છે.તારા વિના નો મારો શ્વાસ કઈ રીતે ચાલે છે તે જ મને સમજાતું નથી.હું ખરું કહું છું સરિતા.હું તને ક્યારેય નહીં ભૂલી શકું.હાલતા અને ચાલતા.ડગલે ને પગલે.હરદમ.હર ઘડી. તું મને યાદ આવે છે.

ડગલે ને પગલે

તારી યાદ સતાવે છે.

તારી જુદાઈ મારા

દિલને જલાવે છે.

તને યાદ હોય કે ન હોય.પણ મને તો હજી સુધી બરાબર યાદ છે.તારા અને મારા પહેલા ચુંબનમાં નિમિત બનેલી વિક્સની એ ગોળી.એ વિક્સની ગોળીનો હું ઘણોજ શુક્રગુજાર છુ.કે તેના પ્રતાપે મે તારા જેવી સુંદર.હસીન કમસીન મહેબુબા મેળવી.તુ મારી એવી પ્રેમિકા છો જે કોઈ પણ સુંદરી.કે અપ્સરા થી જરાય ઉતરતી નથી.તારું પ્રત્યેક અંગ.તારી ખૂબસૂરતીની સાક્ષી આપતું રહે છે.તારા ચહેરાની સરખામણી વગર ખચકાટે હું ચાંદ સાથે કરી શકું છું.તારા ચહેરાને જોઈને મારું મન બે કાબુ થઈને નાચી ઊઠે છે.અને હોઠ ગાઈ ઊઠે છે.

હે મેં તો જોયો છે ચૂંદડીમાં ચાંદ.

કે હૈયુ મારા હાથમાં નથી.

બદ કિસ્મત છુ કે એ ગોરી.

આજે મારા સાથમાં નથી.

સરિતા મારી સાથે તારી બહેન જેવી પ્રેમાળ પત્ની હોવા છતાં.તારી બહેનનો મારા ઉપર બેસુમાર પ્યાર હોવા છતા.હું તને કેમેય કરીને નથી ભૂલી શકતો.અને કદાચ જીવનમાં ક્યારેય નહીં ભૂલી શકું. અરે મારે જો તને ભૂલાવવી જ હોત.તો તારી સાથે દિલનો સોદો હું ક્યારેય ન કરત.તારા હોઠોનુ રસ પાન કરીને તને હું મારી દીવાની ન બનાવત.અને તારા પ્યારમાં હું પણ પાગલ ન થાત.મારું દિલ તને સોંપીને.તારા દિલને હું મારી પાસે ન રાખી લેત.અને આમ દિલની અદલા બદલી કરીને.દુનિયાથી હું કદાચ આ શિકાયત ન કરત.

એક સોળ વર્ષની સુંદરીએ.

મારું દિલ છીનવી લીધુ.

મારા દિલની બદલીમાં.

એનું દિલ મને દઈ દીધુ.

મને વિશ્વાસ છે.સો ટકા ખાતરી છે સરિતા.કે જેમ હું તને આજ સુધી નથી ભૂલી શક્યો એમ તું પણ મને.મારા પ્યારને નહીં ભૂલી શકી હો.કારણ કે હું જાણું છું કે કોઈપણ કુંવારી છોકરી ક્યારેય પોતાના પહેલા પ્યારને નથી ભૂલી શકતી.એ ગમે ત્યાં હોય એના જીવનમાં આવેલો પહેલો પુરુષ હંમેશા એની નજર સામે તરવરતો રહે છે.અને ખરેખર હું મારી જાતને ઘણો જ ભાગ્યશાળી સમજુ છુ.કે તે મારા જેવા સાધારણ.અને પાછા પરણેલા પુરુષને તારા જીવનનો રાજા બનાવ્યો.હું આ નથી જાણતો કે તને હુ મારા જીવનની રાણી બનાવી શકીશ યા નહી.પણ હુ તને ખાત્રી આપું છું સરિતા.કે તને હું મારા દિલની રાણી બનાવીને મારા હૃદયના સિંહાસન ઉપર હંમેશા બેસાડી રાખીશ.

તુ છો રાણી મારી

ને હું છું તારો રાજા.

તું કવિતા મારી

ને હું તારો કવિ

તુ છો નીંદર મારી

હું સપનું છું તારું.

તુ છો મારો ચાંદો

ને હું તારો રવી.

હુ તારો રવી.

તારી હાલત હું સમજી શકું છું સરિતા. હુ અનુમાન લગાવી શકું છુ કે.મારા વિરહ મા તારા દિવસો કઈ રીતે ગુજરતા હશે? હું કલ્પી શકું છું સરિતા. કે દિવસ તો તારો કામકાજમાં.ગમે તેમ કરીને વીતી જતો હશે.પણ રાતના એકાંતના વાતાવરણ મા મારી યાદ તારા હૃદયને વલોવી નાખતી હશે.મારી પાસે ઝરણાનું સાનિધ્ય હોવા છતા.ઝરણાનો ભરપૂર પ્યાર મને મળતો હોવા છતા.હું તને નથી ભૂલી શકતો.દિવસમાં બે ચાર વાર ઝરણાના હોઠોનું રસપાન હુ કરતો હોઈશ.છતાં તારા હોઠો ને કરેલું ચુંબન હું વિસરી નથી શકતો.તો પછી તારા દિલ પર શુ વીતતી હશે?હુ અનુમાન લગાડી શકું છુ.કે તારા હોઠોને ચુમનાર પહેલા પુરુષ તરીકેની મારી છબી.વારે ઘડીએ તારી નજર સામે તરવરતી હશે?