Preet kari Pachhtay - 40 books and stories free download online pdf in Gujarati

પ્રિત કરી પછતાય - 40

. પ્રિત કરી પછતાય*

40

પણ તું ધીરજ રાખજે સરિતા. આપણી ક્રૂર પરીક્ષા પછી.આપણું મિલન જરૂર થશે.આજે તો આપણે લાખ ઈચ્છવા છતાં નથી મળી શકતા.

મળવું છે પણ નથી મળી શકતો.

જીવવું છે પણ નથી જીવી શકતો.

તે જાદુ કર્યો શુ એવો મારી ઉપર.

કે મરવું છે પણ નથી મરી શકતો.

તારા ગુલાબની કળીયો જેવા.મધથી પણ મીઠા હોઠોને ચુમવાની ઘણી ઈચ્છા થઈ આવે છે.પણ જ્યારે ખયાલ આવે છે કે તુ તો મારાથી ઘણી જ દૂર છે.ત્યારે દિલની એ ઈચ્છાઓને દિલમાં જ દબાવી દેવી પડે છે.અથવા અરીસામા જોઈને હું મારાજ હોઠો પર.મારા હોઠ દબાવી દઉં છું.તારા હોઠ સમજીને.પણ પછી મને જ મારા એ પાગલ પણા ઉપર હસવુ આવે છે.

તો ઘણીવાર એમ પણ થાય છે કે તું અને હું ભલે તનથી દૂર છીએ.પણ મનથી આપણે જરાય અળગા નથી.તું જ મારું શરીર છો.મારું જીવન પણ તું જ છો.અને.અને.મારું હૃદય પણ તું જ છો.ભલે હું તને નથી જોઈ શકતો.પણ મારા દિલમાં તો તારી મૂર્તિ હંમેશા સ્થપાયેલી જ રહેશે.હું તને ક્યારેય નહીં ભૂલી શકું.મારા હોઠો ઉપર હંમેશા તારું જ નામ રહેશે.જીંદગીના આખરી શ્વાસ સુધી મારા હોઠ.તારું જ નામ રટતા રહેશે.

તારું નામ રટતા રટતા હું મરીશ.

તારા વિના આ જીવન.

હું પૂરું કેમ કરીશ.?

તુ અહીંથી ગઈ ત્યારે તે મને પ્રોમિસ આપ્યું હતું.કે હું તમને ક્યારેય નહીં ભૂલુ. અને હંમેશા હું તમને લેટર લખતી રહીશ.પણ આ આખા વર્ષ દરમિયાન તારો ફક્ત એક જ લેટર મને મળ્યો છે. તો મારે શું સમજવું? લેટર લખતા તને આળસ આવે છે.યા તુ મને ભૂલી ગઈ છે.આખર શુ કારણ છે? હુ તો હર ઘડીને.તારા લેટરની ઇન્તેઝારીમાં ગુજારી રહ્યો છુ.જ્યાં સુધી તું મારી નજીક નથી.અને જ્યાં સુધી આપણું મિલન નથી થતુ.ત્યાં સુધી હું તારા લેટરોથી મારા દિલને બહેલાવવા ઇચ્છતો હતો.પણ તારા પત્રો નથી આવતા.તો હું બેચેન બની જાઉં છું.આ દિલને.આ દુનિયામાં.તારા વગર.અને તારા લેટરો વગર.ક્યાંય કરતાં ક્યાંય ગમતું નથી.

મને તારા વગર ક્યાંય ગમતું નથી.

તું જો મારી પાસે નથી તો.

મને કંઈ પણ.જચતું નથી.

મને તારા વગર ક્યાંય ગમતું નથી.

હવે જ્યારે ઝરણા ત્યાં આવી રહી છે. ત્યારે હું તને એક રિક્વેસ્ટ કરી રહ્યો છુ. કે તુ.ઝરણા જ્યારે અહીં પાછી આવે. ત્યારે ઝરણા સાથે તું પણ જરૂર અને જરૂર આવજે.તને જોવા.તને નિરખવા. મારું મન તલપાપડ થયું છે.તારા ફુલ જેવા કોમળ હોઠોને ચૂમવા.મારા હોઠ પ્યાસ થી સુકાઈ રહ્યા છે.તારા માસુમ હૃદય સાથે વાતો કરવા.મારું હૃદય ટહુકા કરી રહ્યું છે.તારા ચંદ્ર જેવા સુંદર ચહેરા ને જોવા.મારી આંખો તરસી રહી છે.

મારી તરસી આંખો કરે છે પોકાર.

તરસી રહ્યો છું હુ.તુ દઈજા દીદાર.

અને જો તું ન આવી શકે.અથવા ઝરણા તને અહીં લાવવા ન ઈચ્છતી હોય.તો તું તારો એક ફોટો પડાવીને જરૂર મોકલજે.તું નહી ના સહી.તારા ફોટોને જોઈને હું મારી આંખોની પ્યાસ બુઝાવી લઈશ.તારી કમી તારી તસવીર થી પૂરી કરવાની હું કોશિષ કરી લઈશ.હું એમ સમજી કે...

તારો સાથ નોતો મારી તકદીર મા.

તને મેળવી મે તારી તસવીર મા.

મારા હોઠોની પ્યાસને.તારા ફોટોને ચૂમીને.હું છીપાવી લઈશ.મારી આંખો ની પ્યાસ ને તારી તસવીર જોઈને હું મિટાવી લઈશ.

જ્યારે થાશે અગન

મારા હોઠો ઉપર

ત્યારે કરીશ ચુંબન.

તારા ફોટો ઉપર.

તો તારો ફોટો તુ જરૂરને જરૂર મોકલજે. અને હિંમત રાખજે.મને તો વિશ્વાસ છે. પૂરી ખાત્રી છે.કે આજે નહીં તો કાલે આપણુ મિલન જરૂર થાશે. ઝરણા આજે આપણી મોહબ્બતથી નારાજ છે.પણ હું જાણું છું.કે એ મને તારી જેમ અથવા તારાથી પણ વધુ ચાહે છે.એટલે એ મારી ખુશીયો ની આડે નહીં આવે. કોઈ સ્ત્રી એવું ક્યારેય નથી ઈચ્છતી કે કોઈ બીજી સ્ત્રી પોતાના સુહાગ માં ભાગીદારી કરે.પણ ઝરણા મારા માટે આટલી બાંધછોડ જરૂર કરશે એવી મને ખાતરી છે.સાથોસાથ ઉપરવાળા ઉપર પણ મને સંપૂર્ણ વિશ્વાસ છે.કે આપણી પવિત્ર મુહોબ્બત ઉપર એ પણ જરૂર રહેમ નજર કરશે.સાચા પ્યાર ની આ દુનિયા.આ સમાજ.અને ખુદ ઈશ્વર પણ હંમેશા પહેલા પરીક્ષા લે છે.સોનાને જ્યાં સુધી ગરમ કરીને તપાવવા માં ન આવે.તપાવ્યા પછી એને ટીપવા માં ન આવે.ત્યાં સુધી એનો ઘાટ ઘડી શકાતો નથી.એ રીતે જ્યાં સુધી આપણા પ્યારની સચ્ચાઈનો અહેસાસ સમાજને નહીં થાય.ત્યાં સુધી આપણું મિલન પણ એની નજરમાં ખટક્યા કરશે.આપણુ મિલન જલ્દી થાય તે માટે તું ઈશ્વરને પ્રાર્થના કરજે.હું તો આપણા મિલન માટે હંમેશા ઈશ્વરના દરબારમાં અચૂક પ્રાર્થના કરું છું.

નથી માંગતો હું લાખ બે લાખ.

નથી માગતો હું હીરા કે ઝવેરાત.

મને મારો પ્રેમ ઓ ઈશ્વર તુ દઈ દે.

દઈ દે.દઈ દે.સરિતા મને દઈ દે.

બસ ઘણુ.ઘણુ.મેં લખ્યું છે.છતાંય એમ લાગે છે કે જાણે મે કાંઈ જ નથી લખ્યુ. તારી સાથે.તારી પાસે બેસીને.ઘણી. ઘણી.ઘણી વાતો કરવાની ઈચ્છા છે. તારી આંખોમાં આંખો પરોવી.તારામા ખોવાઈ જવાની ઈચ્છા છે.તારા હોઠો ઉપર.મારા હોઠ મૂકીને બેહોશ થઈ જવાની ઈચ્છા છે.તારા શ્વાસોમાં મારા શ્વાસોને ઓળઘોળ કરી નાખવાની ઈચ્છા છે.પણ હું નથી જાણતો કે મારી તમામ ઈચ્છાઓ હું આ જનમમાં પૂરી કરી શકીશ.યા આ ઈચ્છાઓને પૂરી કરવા મારે બીજો જન્મ લેવો પડશે.આ પ્રશ્ન ભલે આજે આપણી વચ્ચે.અત્યારે સર્પ બનીને ઉભો હોય.ઝરણાં ભલે આજે આપણા પ્યારથી નારાજ હોય. સમાજ ભલે આજે તારી અને મારી વચ્ચે દીવાલ બનીને ઉભો હોય.પણ આપણું મિલન જરૂર થશે.ચોક્કસ થશે. બસ એ જ તને પામવાની હર વક્ત ઈશ્વરને સીફારીસ કરતો.તને મેળવવાની તમન્ના કરતો.

તારો સાગર.

લેટર પૂરો થતાં સરિતાની આંખો છલકાઈ ગઈ.સાગરે વ્યક્ત કરેલી ભાવના ઓથી એનું હૈયું ભરાઈ ગયુ. પોતાની બંને હથેળીમાં એણે પોતાનો ચહેરો છુપાવી લીધો.અને એ ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડી.અને એ મનોમન બબડી

ઉઠી.

"શું થશે સાગર? આપણા પ્યારનો અંજામ આખરે શું થશે.?"

આનો જવાબ સરિતાને કોણ આપે?