Kunwaro Jeth - Part 6 in Gujarati Comedy stories by Vir jadeja books and stories PDF | કુંવારો જેઠ - ભાગ 6

Featured Books
Categories
Share

કુંવારો જેઠ - ભાગ 6

ગીતા અને કવિતાએ બપોરે જ રસોડાની બારી બંધ કરીને મિટિંગ ગોઠવી. ગીતાએ કીધું,

"જો કવિતા, આ સોનલ જો આ ઘરમાં જેઠાણી બનીને આવી, તો આપણી આઝાદી

ઢૂમ….ઢૂમ…..તેણાંઉઉ…..!

જમીનદારની બહેન છે એટલે આપણી પાસે નોકરાણીની જેમ કામ કરાવશે. વ્હાલી ગમે તેમ કરીને ગિજુભાઈ સુધી મોટા જેઠની આળસ અને માવાની આદતોની વાત પહોંચાડવી પડશે.

"કવિતાએ નવો આઈડિયા આપ્યો, "એક કામ કરીએ, ગિજુભાઈના ગામમાં મારી એક બહેનપણી રહે છે. એના દ્વારા જ સોનલ સુધી એવા સમાચાર પહોંચાડીએ કે જગો દેખાવમાં હીરો છે પણ વાસ્તવમાં સાવ ઝીરો છે! બપોર સુધી નસકોરાં બોલાવે છે.

"હજી તો વહુઓ કાવતરું ઘડે એ પહેલાં જ, બીજા જ દિવસે સવારે નાથુજીના ડેલામાં ફરીથી ગિજુભાઈની લક્ઝરી ગાડી આવીને ઊભી રહી. પણ આ વખતે ગાડીમાંથી માત્ર ગિજુભાઈ જ નહોતા ઉતર્યા, એમની સાથે એક ભારે દબદબાવાળી, આધુનિક કપડાં પહેરેલી અને ચશ્મા ચડાવેલી કન્યા પણ ઉતરી. એ જ સોનલ!

સોનલને અચાનક આવેલી જોઈને આખું ઘર દોડતું બહાર આવ્યું. જગાભાઈ તો એ વખતે માંડ બ્રશ કરીને ઓસરીમાં બેઠા હતા. સોનલને જોઈને એમણે ઝટપટ પોતાની બંડી સરખી કરી માથે હાથ ફેરવ્યો,અને મૂછ પર હાથ ફેરવ્યો.

ગિજુભાઈએ આવીને નાથુજીને કીધું, "નાથુજી, સગાઈ પાકી કરતા પહેલાં સોનલે કીધું કે મારે એકવાર જગાભાઈ સાથે રૂબરૂ વાત કરવી છે. આજના જમાનાની છોકરી છે, એટલે એને બધી ચોખવટ ગમે.

"નાથુજીએ જગાભાઈ સામે ડોળા કાઢ્યા, "હા.. હા.. કેમ નહિ! જગા, જા દીકરા, સોનલ  સાથે ઓસરીના ઓલા ખૂણામાં બેસીને વાત કરી લે.

"ગીતા અને કવિતાના જીવ અધ્ધર થઈ ગયા. એ બંને ઓસરીની પાછળ દીવાલને અડીને કાન માંડીને ઊભી રહી ગઈ, જેથી ખબર પડે કે સોનલ શું પૂછે છે.સોનલે ચશ્મા ઉતાર્યા અને તીખી નજરે જગાભાઈ સામે જોયું,

"તો જગાજી! મારા ભાઈ તો તમારા બહુ વખાણ કરતા હતા કે તમે સોશિયલ થિંકર છો. પણ મને ગામમાંથી ખબર પડી છે કે તમે સવારે અગિયાર વાગ્યા સુધી ઊંઘો છો ?અને આખો દિવસ માવા ઘસો છો! શું આ વાત સાચી છે?

"જગાભાઈ એક સેકન્ડ માટે ગભરાયા, પણ એમની ખોપડી રાજકારણી હતી. એમણે ગંભીર થઈને કીધું, "સોનલજી! જે લોકો સવારે વહેલા જાગે છે ને, એ ફક્ત પોતાના પેટ માટે દોડે છે. પણ હું સવારે મોડો જાગું છું કારણ કે હું મોડી રાત સુધી આખા પંથકના ગરીબો અને ખેડૂતોના પ્રશ્નોનું ચિંતન કરું છું! રહી વાત માવાની... તો માવો એ વ્યસન નથી, એ તો જ્યારે મોટા નેતાઓ સાથે ગંભીર ચર્ચા ચાલતી હોય ,અને લાખો લોકો ની જવાબદારી માથે હોય ત્યારે મગજને 'એક્ટિવ' રાખવાનું સાધન છે!, બાકી એવું હરૂભરું નહીં કે માવો ખાવો ને ખાવો....

"દીવાલ પાછળ ઊભેલી ગીતાએ કપાળ પર હાથ માર્યો, "બાપ રે! મોટા જેઠજી તો જુઠાણું પણ કેવું વટથી વેચે છે!

"સોનલ જગાભાઈના આ આત્મવિશ્વાસથી થોડી પ્રભાવિત થઈ. એણે બીજો સવાલ કર્યો, "અચ્છા, એ તો ઠીક. પણ લગન પછી આ ઘરમાં મારું સ્થાન શું રહેશે,તમારે તો નાનાભાઈ ની વહુ એ છે તો? ને તમારી આ બંને નાની વહુઓ તો બહુ ચપળ લાગે છે, એ મારું માન રાખશે?

"જગાભાઈએ મોકો જોઈને ચોકો માર્યો, "સોનલજી, આ ઘરમાં નાની વહુઓ ગમે એટલા ફાંફા મારે, પણ તાળાની ચાવી તો તારા હાથમાં જ રહેશે,આ ઘર નો જવાબદાર માણસ કોણ? એક માત્ર હું પોતે જ.

ગીતા અને કવિતા તો હજુ હમણાં આવી છે, એમને તો ઘર ચલાવતાય નથી આવડતું. તું આવીશ એટલે એ બંને તારી નીચે જ કામ કરશે, એની ગેરંટી મારી!

"આ સાંભળતાં જ દીવાલ પાછળ કવિતાનો પગ એક ખાલી ડબ્બા પર પડ્યો અને મોટો અવાજ થયો— ખડખડાટ!સોનલે પાછળ જોયું,

"ત્યાં કોણ છે?

જગાભાઈ હસ્યા, "કાઈ નથી, ઓલી બિલાડીઓ દૂધની લાલચે ફરે છે ને, એ જ હશે! તું ચિંતા ન કર."સોનલ ઊભી થઈ અને ગિજુભાઈ પાસે જઈને બોલી,

"ભાઈ, માણસમાં વટ છે અને વાતો સાચી કરે છે. મને સગાઈ મંજૂર છે!

ડેલામાં પેંડા વહેંચાવાના શરૂ થઈ ગયા. નાથુજીના હરખનો પાર નહોતો.ગિજુભાઈ અને સોનલ સગાઈ પાકી કરીને ગયા, એટલે ગીતા અને કવિતા રસોડામાંથી બહાર આવી. બંનેની આંખોમાં અંગારા હતા.ગીતા જગાભાઈ સામે આવીને બોલી,

"જેઠજી! તમે અમને બિલાડી કીધી એમ ને? અને આ સોનલ સામે અમારા વિશે ખોટી વાતો કરી? હવે જુઓ, સગાઈ ભલે થઈ ગઈ, પણ જો અમે આ જાન ન રોકીએ તો અમે એ કુંવારા જેઠ ની વહુઓ નહિ!

જગાભાઈએ પેંડો મોઢામાં મૂકતા કીધું, "જોઈએ વહુબેટા, હવે તો મારી પાછળ જમીનદારનો પાવર છે!

પણ ગીતા અને કવિતાએ હવે એક એવો મોહરો શોધવાનું નક્કી કર્યું, જે સીધો સોનલના ભૂતકાળ સાથે જોડાયેલો હતો અને જે જગાભાઈની આખી સગાઈને તોડી પાડવા માટે કાફી હતો!

વહુઓ કયો નવો ધડાકો કરવાની હતી? અને સોનલનો એવો કયો સાચો ગુપ્ત સામાજિક કિસ્સો હતો જે જગાભાઈને ભારે પડવાનો હતો?

મળીએ ભાગ-૭ માં......