Kunwaro Jeth - Part 9 in Gujarati Comedy stories by Vir jadeja books and stories PDF | કુંવારો જેઠ - ભાગ 9

Featured Books
  • राहें - 12

    नया घरकई दिनों से अंकित के घर की सजावट हो रही थी। सुन्दरभवन...

  • ​बिन माँ की रसोई

    घर में मेहमानों का ताँता लगा हुआ था और रसोई की पूरी कमान पड़ो...

  • आसमान छूने की हिम्मत

    कोटड़ा गाँव की सुबह हमेशा से ही अलग रही थी। यहाँ सूरज उगने स...

  • शापित मुहर - 3

    Aiden Cross पूरी ताकत से दौड़ रहा था।उसकी आंखें सड़क पर नहीं...

  • Shakti ke Shiv - 10

    सुबह के ठीक आठ बजे...उसी समय मुख्य प्रवेश द्वार से शक्ति अंद...

Categories
Share

કુંવારો જેઠ - ભાગ 9

"એક લાખ રૂપિયા? જગા,

તું ચોરી કરવાનો છો કે શું?" નાથુજીએ અવિશ્વાસથી દીકરા સામે જોયું. ભગો અને દિલો પણ મોઢું ફાડીને મોટાભાઈને જોઈ રહ્યા હતા.

જગાભાઈએ વટથી માવો મોઢામાં સરકાવ્યો, "બાપુજી, ચોરી એ તો નબળા માણસોનું કામ છે. આ જગો તો પોતાની બુદ્ધિ અને સોશિયલ મીડિયાના પાવરથી કમાશે. આજકાલ દુનિયામાં એક નવો ટ્રેન્ડ આવ્યો છે– જેને 'ડિજિટલ મોકિંગ' (Digital Mocking) કહેવાય. લોકો ઇન્ટરનેટ પર વિડીયો બનાવીને લાખો કમાય છે. મેં નક્કી કર્યું છે કે હું સુરજપર ગામની પંચાત અને રમુજી કિસ્સાઓ પર ઓનલાઇન બ્લોગ અને ટૂંકી વાર્તાઓ લખીશ!

વાસ્તવમાં, જગાભાઈએ ગામના પાદરે કાળુના ગલ્લા પર બેસીને ડિજિટલ કન્ટેન્ટ ડિસ્ટ્રિબ્યુશન અને પબ્લિશિંગ પ્લેટફોર્મ્સ જેવા કે માતૃભારતી, પ્રતિલિપિ, રિલ્સ અને ઇન્સ્ટાગ્રામ વિશે પૂરી માહિતી મેળવી લીધી હતી. એમને ખબર હતી કે સમાજમાં વહેતા ખોટા નેરેટિવ સેટિંગ અને વ્યંગાત્મક કિસ્સાઓ લોકોને વાંચવા બહુ ગમે છે.

ગીતા રસોડામાંથી હસતા હસતા બહાર આવી, "અરે જેઠજી! આખો દિવસ ચોરે બેસીને ગપ્પાં મારવા અને ફોનમાં વાર્તાઓ લખી અને બતાવીને એક લાખ રૂપિયા કમાવા એ કાંઈ ખાવાના ખેલ નથી!

જો તમે એક મહિનામાં એક લાખ રૂપિયા ન લાવ્યા ને, તો લગનમાં વરઘોડો નહિ, પણ તમારી આબરૂનું સરઘસ નીકળશે!"

"મંજૂર છે વહુબેટા! જો હું એક લાખ ન લાવું, તો હું આખી જિંદગી કુંવારો રહીને આ ઘરમાં વાસણ માંજીશ , કુંવારા જેઠ નો પાળિયો થઈ ને પૂજાઈશ!" જગાભાઈએ સામો પડકાર ફેંક્યો.

બીજા જ દિવસથી જગાભાઈ કામે વળગ્યા. એમણે પોતાનો સ્માર્ટફોન લીધો અને 'કુંવારા જેઠની કલમે' નામથી એક ઓનલાઇન બ્લોગ શરૂ કર્યો. એમણે વાર્તાઓમાં બીજું કાંઈ નહીં, પણ પોતાના જ ઘરમાં બનેલા કિસ્સાઓ–

જેમ કે 'નવી વહુઓનું મધરાતનું ચોર-નાટક', 'ધોતિયું ફાટવાનો કિસ્સો' અને 'ટ્રેક્ટરથી વૈજ્ઞાનિક પદ્ધતિથી ઘાસ દબાવવાનો જુગાડ'

આ બધું સહેજ નામ બદલીને એવા મજેદાર વ્યંગ સાથે લખવાનું શરૂ કર્યું કે વાંચનારા હસી-હસીને લોથપોથ થઈ ગયા!ગામડાના સાચા સામાજિક કટાક્ષ અને હાસ્યના કારણે જગાભાઈનો બ્લોગ ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગયો. બે જ અઠવાડિયામાં લાખો લોકો એમની વાર્તાઓ વાંચવા લાગ્યા. અલગ-અલગ સાહિત્યિક પ્લેટફોર્મ્સ પરથી એમને રોયલ્ટી અને એડવર્ટાઈઝમેન્ટના પૈસા મળવાના શરૂ થઈ ગયા. જગાભાઈ રાત-દિવસ ફોનમાં ટાઈપિંગ કરતા અને મૂછોને વળ દેતા.ગીતા અને કવિતા મૂંઝવણમાં પડી ગઈ. એમને એમ કે જેઠ આખો દિવસ ફોનમાં ગેમ રમે છે, પણ જગાભાઈની લોકપ્રિયતા તો આખા પંથકમાં વધી રહી હતી.

બરાબર સગાઈના ૨૫મા દિવસે, જગાભાઈ બપોરે વટથી ડેલામાં આવ્યા. એમની પાછળ કાળુ પણ હતો. જગાભાઈએ ઓસરીમાં બેઠેલા નાથુજી પાસે જઈને ખિસ્સામાંથી કડકડીતી નોટોનું આખું બંડલ કાઢ્યું અને નાથુજીના હાથમાં મૂક્યું.

"લ્યો બાપુજી! આ રોકડા એક લાખ રૂપિયા! તમારા મોટા દીકરાની પવિત્ર બેદાગી કમાણી!"

જગાભાઈએ ગર્વથી કીધું.નાથુજીની આંખોમાં હરખના આંસુ આવી ગયા, "વાહ મારા દીકરા જગદીશ! તેં તો ખરેખર નામ રોશન કરી દીધું.દીકરો હોય તો આવો

" ભગો અને દિલો તો મોટાભાઈના પગે પડી ગયા.ગીતા અને કવિતાના ચહેરા સાવ ફિક્કા પડી ગયા. એમનો છેલ્લો આર્થિક પાસો પણ ઊંધો પડ્યો હતો. જગાભાઈ હવે માત્ર સોશિયલ થિંકર નહોતા રહ્યા, પણ કમાતા-ધમાતા લેખક બની ગયા હતા.

જગાભાઈએ વહુઓ સામે જોઈને હસતા હસતા કીધું, "કેમ ગીતા વહુ? કવિતા વહુ? લાડવા ખાવા છે ને? હવે જાનની તૈયારી કરો. જમીનદારની બહેન સોનલ હવે આ ઘરમાં જેઠાણી બનીને આવવાની જ છે!

"પણ ગીતા અને કવિતા હજુ સાવ શાંત બેસે એમ નહોતી. એમણે જગાભાઈના આ ઓનલાઇન બ્લોગમાં એક મોટો લોચો શોધી કાઢ્યો હતો. જગાભાઈએ જે વાર્તાઓ લખી હતી, એમાં વહુઓના જે પાત્રો હતા, એ આબેહૂબ ગીતા અને કવિતા જેવા જ હતા!ગીતાએ કવિતાના કાનમાં કીધું,

"કવિતા, આ જેઠે આપણી જ ઘરની વાતો ઇન્ટરનેટ પર મૂકીને પૈસા કમાયા છે. કાલ સવારે સોનલ આ વાંચશે એટલે એને ખબર પડી જશે કે આ ઘરમાં કેવા ડખા હાલે છે! આપણે આ વાર્તાઓ સોનલ સુધી પહોંચાડવી પડશે, પછી જો લગન કેમ થાય છે!"વહુઓ હવે જગાભાઈના જ હથિયાર (વાર્તા)થી એમનો શિકાર કરવા નીકળી હતી!

શું સોનલ પોતાના સાસરા પક્ષ ના આ ડખા વાંચીને લગનની ના પાડી દેશે?

જુઓ આગળનો ભાગ - ભાગ ૧૦!