ગીતા અને કવિતાએ જગાભાઈના બ્લોગ 'કુંવારા જેઠની કલમે' ની લિંક સીધી સોનલના ઇન્સ્ટાગ્રામ ઇનબોક્સમાં શેર કરી દીધી.
ગીતાએ નીચે એક નાનકડો મેસેજ પણ લખી નાખ્યો— "સોનલબા, તમારા થનારા વરરાજની અસલી સોશિયલ ખોપડી જોવી હોય, તો આ વાર્તાઓ વાંચી લેજો. આમાં બીજું કાંઈ નથી, પણ આપણા જ ઘરના ડખા અને વહુઓની બદનામી કરીને રૂપિયા કમાવવાનો આખો ખેલ છે!
બીજી તરફ, ડેલામાં જગાભાઈ પોતાની નવી જીતની ખુશીમાં મોજથી ખાટલે બેઠા બેઠા માવો ચોળતા હતા. નાથુજી ગામમાં લગનનું સીધું (કરિયાણું) લેવા ગયા હતા અને ભગો-દિલો જાનની બગી અને બેન્ડવાળા નક્કી કરવા તાલુકે ગયા હતા. આખું ઘર લગનના રંગમાં રંગાયેલું હતું.બરાબર બપોરના બે વાગ્યા અને ડેલાની બહાર એક જોરદાર બ્રેક મારવાનો અવાજ આવ્યો— ચિર્રર્રર્ર!
ગિજુભાઈની લક્ઝરી ગાડીમાંથી સોનલ ઉતરી. પણ આ વખતે એના ચહેરા પર સગાઈ જેવી નમ્રતા નહોતી, એની આંખોમાંથી જાણે અંગારા વરસી રહ્યા હતા! એના હાથમાં સ્માર્ટફોન હતો, જેમાં જગાભાઈનો બ્લોગ ખુલ્લો હતો.સોનલને ગુસ્સામાં આવતી જોઈને ગીતા અને કવિતા રસોડાના દરવાજે આવીને ઊભી રહી ગઈ. ગીતાએ કવિતાને કોણી મારી,
"જોયું કવિતા? બરાબર નિશાન પર તીર વાગ્યું છે. હવે મોટા જેઠના વરઘોડાની જગ્યાએ એમનું સરઘસ નીકળશે!"સોનલ સીધી ઓસરીમાં જગાભાઈ સામે આવીને ઊભી રહી ગઈ અને ફોન એમના મોઢા સામે ધરતા બોલી,
"જગા! આ શું માંડ્યું છે તમે? આ તમારો ઓનલાઇન બ્લોગ છે?
"જગાભાઈએ મૂછ પર હાથ ફેરવતા વટથી કીધું, "હા સોનલજી! આ જ કલમની કમાણીથી તો મેં લગન માટે એક લાખ રૂપિયા રોકડા કાઢ્યા છે. આને કહેવાય ડિજિટલ પાવર!"
"ડિજિટલ પાવરના દીકરા!" સોનલ ત્રાડી, "આ વાર્તાઓમાં તમે ઘરની વહુઓને 'બિલાડી', 'કાનની કાચી' અને 'ડબ્બા વગાડવા વાળી ચોર' કહીને આખા સમાજમાં હાસ્યસ્પદ પાત્રો બનાવી દીધા છે! જે માણસ પોતાના ઘરની સ્ત્રીઓની મજાક ઉડાવીને ઇન્ટરનેટ પર પૈસા કમાતો હોય, એ લગન પછી મારી આબરૂના ધજાગરા નહિ ઉડાવે એની શું ગેરંટી? મને આવી ડિજિટલ પંચાત કરનારો વર નથી જોઈતો!
"જગાભાઈના હાથમાંથી માવાની પડીકી હેઠી પડી ગઈ. એમની સોશિયલ ખોપડી એક સેકન્ડ માટે સાવ બંધ થઈ ગઈ.ગીતા બહાર આવીને સોનલના આસું લૂછવાનો નાટક કરવા લાગી,
"હા સોનલબૂન. , તમારી વાત સાચી છે. મોટા જેઠ તો આખા ગામની પંચાત ઓનલાઇન કરે છે. અમે તો ઘરની વહુઓ છીએ એટલે કાંઈ બોલી ન શક્યા, પણ તમે જમીનદારની બહેન થઈને આ સહન ન કરતા!
સોનલે ગિજુભાઈ તરફ જોયું, "ભાઈ! આ સગાઈ અત્યારે જ તોડી નાખો. કંકોતરીઓ પાછી મોકલાવી દો!
ગિજુભાઈ પણ મૂંઝાયા, "અરે પણ સોનલ..."
બરાબર એ જ કટોકટીની પળે, જગાભાઈ ઊભા થયા. એમની આંખોમાં આ વખતે કોઈ લુચ્ચાઈ નહોતી, પણ એક સાચો અને ગંભીર વ્યંગકાર જાગી ગયો હતો.એમણે ગંભીર અવાજે કીધું,
"સોનલજી! જરા ઊભા રહો. તમે વાર્તાઓ વાંચી, પણ એની પાછળનો સમાજનો સાચો વ્યંગ (Social Proof) ન સમજ્યા!
સોનલ અટકી, "એટલે?
તમે વહુઓની મજાક ઉડાવી એમાં કયો સાચો વ્યંગ છે?
જગાભાઈએ ગીતા અને કવિતા સામે જોયું અને બોલ્યા, "સોનલજી, આ વાર્તાઓ મેં વહુઓની બદનામી કરવા નહોતી લખી. આ વાર્તાઓ મેં એ બતાવવા લખી હતી કે આ ઘરમાં વહુઓ આવ્યા પછી મારો 'કુંવારા જેઠ' તરીકેનો અહંકાર કેવો ઓગળી ગયો! મેં તો મારી પોતાની આળસ, માવાની કુટેવ અને ઊંઘવાની આદત પર હાસ્યસ્પદ કટાક્ષ કર્યો હતો.
મેં સમાજને એ બતાવ્યું કે વહુઓ ધારે તો ગમે તેવા નવરા જેઠને પણ રસ્તે લાવી શકે છે! આ વાર્તાઓ વહુઓનું અપમાન નથી, એમના પાવરની ઉજવણી છે!
જગાભાઈના આ શબ્દો સાંભળીને ડેલામાં એકદમ શાંતિ છવાઈ ગઈ. ગીતા અને કવિતા એકબીજાના મોઢા જોવા લાગી કે જેઠે આખી બાજી ફરીથી કેવી રીતે ફેરવી નાખી!જગાભાઈએ આગળ કીધું, "અને સોનલજી, આ વાર્તાઓની છેલ્લી લીટી તમે કદાચ વાંચવાનું ભૂલી ગયા. મેં એમાં લખ્યું છે કે— 'કુંવારા જેઠના ઘરમાં હવે જમીનદારની દીકરી સોનલ આવી રહી છે, જે આખા ઘરનો કારભાર સંભાળશે અને જેઠની બધી પંચાત બંધ કરાવશે!' આ વાંચીને તો લોકો મારી મજાક ઉડાવે છે, વહુઓની નહિ!
"સોનલે ઝટપટ ફોનમાં વાર્તાનો અંત ચેક કર્યો. જગાભાઈની વાત સાચી હતી. એમણે છેલ્લે સોનલના વટના જ વખાણ કર્યા હતા. સોનલનો ગુસ્સો બરફની જેમ ઓગળી ગયો. એના મોઢા પર એક નાનકડું સ્મિત આવી ગયું.એણે ગીતા અને કવિતા સામે જોયું, જેમના ચહેરા સાવ કાળા પડી ગયા હતા.
સોનલે કીધું, "ગીતાબેન, કવિતાબેન... તમારા જેઠજી ભલે ગમે તે લખતા, પણ લગન પછી આ ઘરની સ્ક્રિપ્ટ હું જ લખવાની છું, એટલે ચિંતા ન કરતા!
જગાભાઈએ મોટેથી હાસ્ય વેર્યું, "વાહ જેઠાણી સાહેબ વાહ! લ્યો પેંડા ખાઓ.
લગનનો રસ્તો હવે સાવ સાફ હતો. પણ ગીતા અને કવિતા સમજી ગઈ હતી કે કુંવારા જેઠ સગાઈમાં જ જો આવા માસ્ટર સ્ટ્રોક મારતા હોય, તો લગન મંડપમાં કેવો નવો વંટોળ લાવશે!હવે જાન જોડાવાની તૈયારી હતી,
પણ શું લગન શાંતિથી પતી જશે?
જુઓ આગળનો ભાગ - ભાગ ૧૧!