Ye Rishta tera-mera - 18 in Gujarati Love Stories by VANDE MATARAM books and stories PDF | યે રિશ્તા તેરા મેરા-18

યે રિશ્તા તેરા મેરા-18

 

સાંજ પડવા લાગી.વાદળોની ગતિ વધીને સૂરજ તેની જગ્યા એ આથમવા જવા લાગ્યો.રાજાસાહેબના માણસો બંને બાજુ તેનાત છે.અંશે ઘેર જઇને કહ્યુ;

‘’મહેકને કંપનીમાંથી રજા નથી મળી.બીજુ તે સુવર્ણનગરના પૂરમાંથી બચીને આવી એટલે પરિવારને મહિનો સુધી નહી મળવાનુ ને મહિનો વાત નહી કરવાનુ વ્રત લીધુ છે.એટલે હુ એકલો જ આવ્યો છુ.’’

અંશે પોતાના પરિવારને આવુ બહાનુ આપ્યુને એ ચાલ્યુ પણ ખરુ.ગામડાના લોકોને ઈશ્વર,મન્નતમાં ખૂબ જ વિશ્વાસ. આથી એ પ્રેમપૂર્વકને શ્રધ્ધાથી માની ગયા.

સવિતાબેન સહજભાવે બોલ્યા અંશ....આ અઘરુ થયુ.

રમણભાઇ વિરોધ કરતા બોલ્યા હા બેટા!!! આવુ વ્રત ન લેવાય.

રેખાબેન પોતાની દીકરીના વ્રતથી ખુશ થયા એ બોલ્યા જે કર્યુ તે સારુ કર્યુ.

નરેશભાઇ પણ બોલ્યા એ બચી ગઇ. ભલે બે મહિના ન મળે ને વાત પણ ન કરે.

સવિતાબેન પણ મો મલકાવતા બોલ્યાજી એ વાત સાચી.

રમણભાઇ બોલ્યા જી મહેક ઓકે છે એ જ સારી વાત છે.

અંશે ફટાફટ જમવાનુ બનાવવા માટે કહ્યુ.સલીમને કોલ કરવા માટે બહાર આવ્યો.

સલીમ

સલીમ બોલ્યો જી ભાઇજાન,આજે બે વાગે નીકળવાનુ છે.

ના

કેમ?

અંશ પૂરો પ્લાન કરી બોલ્યો 9 વાગે જવુ છે. 2 વાગે ઘરના લોકો પુછે ક્યા જાવ છો, તો જવાબ શુ આપવાનો?

એ વાત સાચી

સવિતાબેન બોલ્યા ક્યા જવુ છે 9 વાગે?

અંશ બોલ્યો મમ્મી!!! હુ ડૉકટર છુ.મારા કામની વાતમા ને કોલ શરુ હોય ત્યારે ન બોલ.મારે ગમે ત્યારે ગમે ત્યા જવાનુ થાય.!

સવિતાબેન બોલ્યા;બોવ સારુ મો ફુલાવી ને જતા રહ્યા.

અંશે એક ઉંડૉ શ્વાસ લીધો,તેના મમ્મી એ કોઇ વાત સાંભળી ન હતી એટલે !!!

અંશ બોલ્યો સલીમ આ વાત સીક્રેટ જ રહેવી જોઇએ.

ભાઇજાન તમે ચિંતા ન કરો,એ મારા દોસ્તો છે.સલીમના દોસ્તો છે.

અંશ બોલ્યો જી.

સલીમ બોલ્યો તમે 9 વાગે આવી જાવ.

અંશ બોલ્યો જી.

અંશ અંદર આવીને; મમ્મી જમવાનુ બની ગયુ?

ઓહો.....મને એમ થાય કે "તુ આવે તો થાય મારો દિકરો આવ્યો,પણ તુ એટલો કંટાળૉ લાવી દે કે થાય તુ ન આવતો હોય તો સારુ!!!" અંશના મમ્મી બોલ્યા.

મમ્મા,બોલ્યા વગર જમવાનુ આપીશ?

સવિતાબેન, જમવાનુ મુકવા લાગ્યાને બડબડતા ગયા,ગુસ્સો કરતા ગયાને અંશ ચુપ જ રહ્યો કશુ જ ન બોલ્યો.

અંશે ફટાફટ જમવાનુ પતાવ્યુ,હાથ ધોયાને પાણી પી ને જતા-જતા બોલ્યો;

‘’મમ્મા હુ લેટ આવીશ,મારી રાહ ન જોતા’’

પણ આવીશ ક્યારે?

[અંશ જવાબ આપ્યા વગર જ જતો રહ્યો]

અંશ સ્ટેન્ડે આવી જાય છે,ઉભો હોય છે.

ચંપકકાકા દૂરથી આવતા હોય છે નજીક આવીને બોલ્યા ;કેમ અંશ અહીંયા?

અંશનું ધ્યાન નહોતું અચાનક કાકા આવી જતા એ બોલ્યો ઓહ, કાકા તમે? એમ જ જમીને ચાલવા નીકળ્યો તો અહીં ઉભો રહી ગયો.

ચંપકકાકા હસીને બોલ્યા ઓહ, તમારે ડૉકટરને પણ આવુ બધું બોવ ખાવુને પછી ચાલવુ.

અંશ વાતમાં રસ લીધા વગર જ બોલ્યા જી કાકા.

અંશ રાહ જ જોતો હોય છે.ઉંચા-નીચી થતો હોય છે.સલીમનો કોલ આવ્યો.

જી બોલ!

ભાઇજાન 10 જ મિનિટમા નીકળીયે છીએ.

જી

[ત્યા જ કિરીટકાકા નીકળે છે]

કિરીટકાકા બોલ્યા કેમ અંશ? વોકીંગ કરવા કે?

જી કાકા.

કિરીટ બોલ્યા સારુ બેટા સારુ.ઘેર આવજે હો!

જી કાકા

[ત્યા જ થોડીવારમા સલીમને તેના મિત્રો આવતા દેખાય છે,બધા મિત્રો સલીમની રીક્ષામા બેસી ગયાને સુવર્ણનગરના અડધે રસ્તે જઇને બેઠા.બેઠા-બેઠા વાતો કરવા લાગ્યા.આગળની રાતના જાગેલાને દિવસના હેરાન થયેલા, બધાને નીંદર આવી ગઇ.ત્યા જ મહેકના પાપા નરેશભાઇ આંટો મારવા આવેલા સલીમની રીક્ષા જોઇ નજીક આવ્યા...]

નરેશભાઇ બોલ્યા ;કેમ સલીમ અત્યારે 10 વાગે અહીં? કોઇ આવે છે કે શુ સીટીમાંથી?

સલીમ આંખો ચોળતા-ચોળતા બોલ્યો; ‘’એમ જ ફરવા આવ્યા...’’

[મહેકના પાપા એ રીક્ષામા જોયુ અંશે ઇરફાન પાછળ મોં છુંપાવ્યુ]

નરેશભાઇ આશ્ચર્યથી બોલ્યા "તમે બધા તો ઉંઘો છો! ! ! ફરવા આવ્યા કે ઉંઘવા?"

નવશાદ નિંદરમાં જ બોલ્યો કાકા....સફર હવે, 2 વાગે શરુ થશે.

[અંશે પાછળથી ચુટલો ભર્યો,નવશાદ હલબલાયો]

નરેશભાઇ બોલ્યા શુ થયુ?

ઇરફાન હડબડીમાં બોલ્યો મચ્છર!!! મચ્છર બોવ છે કાકા

.[ઉંઘમા જ બોલ્યો]

આદમ બોલ્યો કાકા, તમે જાવ આ બધા તો કીધા એટલા બસ,ઉંઘમા જ છે.

હુસેન ગુસ્સો કરતા બોલ્યો એય....આદમ.

આદમ બોલ્યો શુ છે?

નરેશભાઇને આ રમત ન સમજાય..ઓહો,,,,આરામ કરો હુ જાવ છુ.

અંશ મનમાં બોલ્યો હાશ !!!

સલીમ; હે ખુદા !!! તારા દરબારમા કસોટીની પ્રથા લાંબી છે.

બધા થોડી જ વારમા પાછા ઘસઘસાટ ઉંઘી જાય છે.ત્યા જ 2;30 થઇ ગયા.

હુસેન ભડકીને ઉઠ્યોને બધાને જગડ્યા.પેલા તો બધા ડરી ગયાને એકબીજાને પકડવા લાગ્યા.બધા વ્યવસ્થિત આંખો ખોલીને જાગ્યાને "જુની હવેલી" તરફ ભાગ્યા.

રીક્ષા લઇને ત્યા પહોચી ગયાને ત્યા તેનાત 8 માણસોની ટુકડીથી બચતા છુપાતા અંદર ઘુસ્યા.બિલ્લી પગે અંદર ઘુસ્યાને કોઇ ભુતપ્રેત તો ન મળ્યુ પણ એક માણસ જોઇ ગયો ઇરફાનને.બીજો માણસ આવ્યો ત્યાં જ આદમ અને હુસેન તે બે ને ઘાયલ કર્યા.

બે માણસને ઘાયલ કર્યાને કોઇ બીજા જુએ એ પેલા ભાગ્યાને વૃંદાવન તરફ રીક્ષા લઇને.પેલા 6 એ ઘાયલ બે વ્યક્તિને ઉઠાવ્યાને તેની લઇ ગયા ત્યા આ લોકો વૃંદાવન ઘેર પહોચી ગયાને સુઇ પણ ગયા .....

આજે મહેકનો સંપર્ક એક દાદીમા જોડે થઇ ગયો.આત્માઓ એ આગળની રાતની જેમ પાછુ ડરાવવાનુ શરુ કર્યુ........

દાદીમાની કંપની મળી જતા મહેકનો ડર ઓછો થઇ ગયો.તે બીજી જ રાત્રે આત્માઓનો સામનો કરવાની હિંમત ભેગી કરી લીધી. તેમ છતાય ડરી ગઈને બેભાન થઇને પડી ગઇ.

બીજી બાજું....

જયદીપને નિરવા સગાઇ માટે સાથે શોપીંગ કરવા માટે જવા લાગ્યા.બંનેનો પરિવાર પણ સાથે છે.ખુશી-ખુશી સગાઇની તૈયરી કરવા લાગ્યા.

જયદીપ પૈસાવાળૉને નિરવાના પાપા પણ..... આયોજનમા કમી ન હોય....

નિરવાના કહેવાથી સગાઇ પહેલા તેના પરિવારને મિત્રો એ ડાંસ ગૃપમા જઇને બધા અલગ-અલગ સોંગ પર ડાંસ શીખવા લાગ્યા.જયદીપને નિરવા પણ ડાંસની તૈયારી કરવા લાગ્યા.

ભવ્ય આયોજન કરવામા આવ્યુ.જયદીપે મહેકને કોલ કર્યો.પણ મહેકનો મોબાઇલ "નોટ રીઝેબલ" બોલવા લાગ્યો.સવારથી સાંજ સુધી જયદીપ ટ્રાય કરી.પણ ન લાગ્યો તે ન જ લાગ્યો.પછી કંટાળીને તેણે અંશને કોલ કર્યો.

અંશ બોલ્યો હલ્લો જયદીપ..

જયદીપ બોલ્યો "મારી સગાઇ કાલે છે તો આપ બંનેને ઈનવાઈટ કરું છું"

અંશ બોલ્યો ઓહ કોંગ્રેચ્યુલેશન્સ! ! ! !

જયદીપ બોલ્યો જી, હુ મહેકની કંપની પર ગયો હતો પણ મહેક રજા પર છે

[અંશને મહેકનો ચહેરો દેખાવા લાગ્યો]

બીજુ હોસ્પિટલ ગયો તો તુ રજા પર છે.

અંશ બોલ્યો જી, અમે વૃંદાવન છીએ.

જયદીપ બોલ્યો તો આપ કાલે સમયસર આવી જશો. પાક્કુ,હુ તમારી રાહ જોઇશ.

અંશ જયદીપને સારું લગાવવા બોલ્યો જયદીપ ઓકે પાક્કુ, હુ ને મહેક વૃંદાવનથી પાક્કુ આવીશુ જ.....

ઓકે બાય.

અંશ બોલ્યો બાય.

રેખાબેન અંશને જયદીપની વાત સાંભળતા હોય છે એ  બોલ્યા કેમ જુઠ બોલ્યો?

અંશ દબાતા અવાજે ઘબરતા બોલ્યો જી કાકી...કા....કી

મહેક ક્યા છે અહીં? તુ કેમ જુઠ બોલ્યો?

અંશ વાત ઉડાવતા બોલ્યા કાકી.... આવુ બધુ કરવુ પડે!! જુઠ પણ બોલવુ પડે? મહેકના વ્રત માટે.

કાકી બોલ્યા જી !!! હવે એવું પણ શીખી ગયા એમને

અંશ હસ્યો

"★

10 વાગે સલીમને અંશ રાજદરબારમા આવ્યા.બાપુને મળ્યા.

બાપુ બોલ્યા અંશ, મે કહ્યુતુ ને કે ભુતપ્રેત એટેક કરી શકે છે !!!

અંશ સલીમે એકબીજાની સામે જોયુ.

સલીમ બોલ્યો કેમ શુ થયુ?

બાપુ બોલ્યા મારા બે માણસોને ઘાયલ કર્યા.આજે રાત્રે.

અંશ જાણે કશી ખબર જ ન હોય એમ વોટ?

કાજલબા બોલ્યા જી ભાઇ, બાપુ જે ડીસીઝન લે તે સારુ જ હોય, હવે તમને સમજાયુને?

 

સલીમેં હવે બાપુને પોતાની વાતમાં લેવા બોલ્યાં બાપુ...એ...એ બે ઘાયલ થયા ત્યા હુ ને અંશ તેની જગા એ રાત્રે ઉભા રહીએ.

અંશ પણ સલીમની વાતમાં જોડાયો ને બોલ્યો જી બાપુ,અમારે પણ ભુતપ્રેત જોવા છે.

બાપુ ડરી ગયા હડબડાયા એકદમ બોલ્યા ના...નહી...ક્યારેય નહી.....

સલીમ આશ્ચર્યથી બોલ્યો પણ કેમ?

બાપુ બોલ્યા બસ એમ જ !!

અંશ હવે ભારપૂર્વક બોલ્યો  બાપુ, મારી મહેક ગુમ થઇ છે તો મને પુરો હક છે.

બાપુ પણ હવે ગંભીરતાથી બોલ્યા અંશ, હુ તારી સાથે પ્રેમથી રહુ તેનો અર્થ એ બિલકુલ નથી કે તુ નિયમનો ભંગ કરે?

કાજલબા વચ્ચે જ બયા બાપુ,ગુસ્સો ન કરો !!! એ જગ્યા એ હુ હોવ તો શુ આપ પોતે તેનાત ન થઇ જાવ, જંગલમા કહો જોઇએ?

આપ કોઇ પર વિશ્વાસ કરો હું ગમ થાવ તો?

એવુ જ અંશભાઇ ને થાય ને બાપુ !!!

બાપુ હવે ધીરા પડયા.બોલ્યા જી, એ વાત સાચી.અંશ મારા માણસો જ તેનાત રહેશે.

[બાપુ જતા રહ્યા]

મહેકને દાદીમાને સારુ ફાવી ગયુ. આ ભુતપ્રેત-આત્માવાળા ઓરડામા મહેકનો આસાનીથી-સરળતાથી દિવસ વાતોમા નીકળી જાય.દાદીમા આ હવેલીની રહસ્યમયી વાતો કરેને મહેક પ્રેમથી શાંતિથી સાંભળે.

મહેકને આવી વાતો સાંભળવાની મજા આવે ને રસ પણ પડે પછી રાત્રે આત્માઓ આવતા બીક પણ એટલી જ લાગે.આજે તો દાદીમાની વાતો સાંભળીને એટલી ડરી ગયેલી કે થોડો આત્માનો અવાજ આવ્યો કે બેભાન થઇને ઢળી પડી.

જયદીપનો કોલ આવ્યો...

અંશ બોલ્યો આજે નીકળીશુ.બસ જો નીકળીએ જ છીએ.

જયદીપ બોલ્યો જલ્દી હો..

જી કોલ કટ કરીને તરત જ જયદીપનો નંબર બ્લોક લિસ્ટમા એડ કર્યો.અંશનું આવું કરવાનું કારણ એક જ કે જયદીપને ના પાડે તો જીદ કરેને વધારે કોલ કરે એટલે

આજે રાત્રે ફરીવાર મિત્રો સુવર્ણનગર આવ્યાને એ જ ઘટના દોહરાવી. આ વખતે માત્રને માત્ર નવશાદને ઇરફાન ગયા.

કાળોકોટ,કાળી ટૉપી, મો પર કાળુ કપડુ બાંધ્યુ,કાળા બૂટ,કાળા હાથ મોજા.ચોરી કરવા જતા હોય તેમ ઉપડ્યા.બંને હળવા પગે ગયા, એકે મો દબાવ્યુને બીજા એ ચપ્પુ ના ઘા વડે ઘાયલ કર્યુ.

તેનુ મો બંદ કરીને ઉપર પાંદડા નાખ્યા.પછી બંને એ એક સાથે બે ને ઘાયલ કર્યા ને ઉપર પાંદડા નાખ્યા.પછી ધીમેથી એક માણસને ઉપાડ્યોને તેને ઘાયલ કર્યો.પરંતુ ઇરફાન ને બંને વચ્ચે જપાજપી થઇ,એ માણસે ઇરફાનના મો પરથી કપડુ હટાવ્યુ.

એ જ સમયે નવશાદે પાછળથી એ માણસના માથા પર લાકડી મારીને એ બેભાન થતા થતા તેણે એક જોરદાર ચીસ પાડી.બીજા બે આવે ત્યા બંને ભાગી ગયા......

અંધકારમયી રાત્રીમા ઘાયલ થનાર સિવાય સૈનિકોને ક્શુ ન દેખાયુ.

ભોર થઇ.સલીમને અંશ બાપુ પાસે આવ્યા.બાપુ પેલા બે બચેલા સૈનિક પર ગુસ્સો ઉતારી રહ્યા.તમે લોકો કરી શુ રહ્યા કે ચાર-ચારને ઘાયલ કર્યા તો પણ ખબર ન રહી.?

માણસ ડરીને હાથ જોડી નીચું મો કરીને બોલ્યો બાપુ ખબર જ ન પડી.

બાપુ એ તે માણસને એક જાપટ લગાવી.

બીજો માણસ બોલ્યો બાપુ, હવે બીજા માણસોની જરુર પડશે.

સલીમ બોલ્યો અમે છીએ જ! ! !

બાપુ ગુસ્સે થઈ જોરથી બોલ્યા  તમને ના કહી ને!!!

અંશે બીજી તરકીબ શોધી તે બાપુના પગ પકડી બાપુ મારી મહેક નહી મળે તો આજ જગ્યા પર હુ મારો જીવ.......આપીશ.અહીંથી નહીં હલું.

કાજલબા બોલ્યા બાપુ.....મહેકને કશુ થશે તો હુ તમને ક્યારેય માફ નહી કરુ.એ મારી friend છે.

આરતીબા[મહારાણી] બોલ્યા રાજાસાહેબ!!!! આજે અંશે તમારી તાકાત સામે તેનો જીવ મુક્યો છે,તમે કશુ નહી કરી શકો તો રાજઘરાનાની આબરુ પાણીની સાથે ધૂળમા પણ મળી જશે.

રાજાસાહેબ બોલ્યા રાણીસાહિબા,એવુ કશુ નહી થાય, આપ હિંમત રાખો.

અંશ બાપુને વાતે ચડાવવા બોલ્યો બાપુ, બે કરોડ ભેગા થઇ ગયા.

[બાપુ એ માથુ હલાવ્યુ]

Rate & Review

Rajiv

Rajiv 3 years ago

Ahir

Ahir 3 years ago

Vidhi ND.

Vidhi ND. 4 years ago

B DOSHI

B DOSHI 4 years ago

Kajal SENTA

Kajal SENTA 4 years ago