Ye Rishta tera-mera - 20 books and stories free download online pdf in Gujarati

યે રિશ્તા તેરા મેરા-20

 

અહીંયા કોઇ ભુતપ્રેત કે આત્મા નથી.અહીં આ જ લોકો દ્વારા ઉપજવેલી નાટિકા છે.લોકો પાસેથી પૈસા પડાવવા માટે ને ધનસંપતિ ભેગી કરવા માટે.

મોટાબાપુ વધારે ગુસ્સે થતા બોલ્યા હુ ખજાનાનો પતો નહી જ બતાવુ.

સેજલ બોલી પૂજા,તારી પૂજાને આરતી કરી દઇશુ.

ઝરણા બોલી આ વખતે ડોકટર ફસાવ્યો છે.

સેજલ બોલી 3 કરોડ માંગ્યા.

નહીં...નહીં...... બોલતા મહેક જબકીને જાગી...

દાદીમા મહેકના માથા પર હાથ મુકતા બોલ્યા શુ થયુ દિકરી?

મહેક ધરબાયેલા અવાજમાં બોલી દાદીમા....દાદીમા....આલોકો આ લોકો મોટારાજાસાહેબને રાણીસાહિબાને કેદ કરી રાખ્યા છે.

દાદીમા બોલ્યા ચુ......પ.....ધીમેથી...કોઇ સાંભળી...જશે...તો મારી નાખશે બેટા.

મને...મ...ને અહીંથી છુટી કરવા માટે... માટે અંશ પાસે 3કરોડ માંગ્યા છે.

અંશ..આટલા રુપિયા ક્યાથી લાવશેને મને કેમ છોડાવશે.?

[એ એકદમ ડરી ગયેલી રડમસ અવાજમા બોલી રહી]

દાદીમા મહેક સામે જોઈ બોલ્યા જો નહી આપે તો મારી જેમ કેદ રહીશને તારા ભાગ્યમા આઝાદી હશે તો....

નહી....ન....હી... હુ એકલી છુટી નહી થાઉ દાદીમા.હુ તમને અને તમામ ગામ લોકોને આઝાદ કરાવીશ.

‘’ઓહો....મારો મોબાઇલ સ્વીચ ઓફ થઇ જશેને એક પણ સ્વીચ શરુ થતી નથી.તમે બધા કરો છો શુ?

તે આવુ બધુ મહેલમા નહી, રાજમહેલમા થવા લાગ્યુ.તમારા બધાની શિકાયત બાપુ આગળ કરીશને એકે-એકને દંડ અપાવીશ કાજલબા ખીજાતા-ખીજાતા ઉંચા સ્વરમા બોલ્યા.’’

સેવક ગભરાઈને બોલ્યો કુંવરી,હુ જોઇ લવ છુ કોઇ ઇલેક્ટીકલ પ્રોબ્લમ હોય તો.

સેવક કાજલબાના હાથમાંથી મોબાઇલ લઇને બે-ત્રણ જગ્યા એ ચેક કરે છે પણ ક્યાય પાવર સ્પ્લાય થતી ન હતી.

પછી બોલ્યો કુંવરી હુ નીચે મેઇન સ્વીચ ચેક કરુ છુ આપ થોડીવાર રાહ જુઓ.

કાજલબા ગુસ્સે થતા બોલ્યા જી,જલ્દી કરો.

સેવક નીચે જઇને વાયરીંગ જોવા જાય છે કે એક પણ છેડૉ છુટી નથી ગયોને કેમ ઉપર પાવર સ્પલાય થતો બંદ થઇ ગયેલો છે.

સેવકને આવતા 30 મિનિટ થઇ જાય છેને રાજકુંવરી જતા રહ્યા હોય છે.

મહેમાન ગૃહમા કાજલબા જાય છે.

સલીમ બોલ્યો કાજલબા

અંશ પણ તરત જ બોલ્યો કાજલ

કાજલબા ખુશ થતા બોલ્યા;ચિંતા ન કરો. કામ થઇ ગયુ.

બાપુ પાછળથી બોલ્યા ક્યુ કામ થઇ ગયુ કોઇ કહેશો?

કાજલબા બોલ્યા એ જ કે અંશે 3 કરોડ માટે ઇંતઝામાત કરી દીધા છે.બસ,હવે બીજો કોલ આવે એટલે કામ થઇ ગયુ એમ!!!

બાપુ ચિંતા મુક્ત થઈ બોલ્યા ઓહ!!! સાચુ અંશ?

અંશ પણ વાતમાં જોડાયોને બોલ્યો જી બાપુ!!! થોડા પૈસાની ઘટ હતી; મે વાત કરી મારા દોસ્તોને તેણે હાલ તો હા પાડી છે.એ જ હુ કાજલબાને કેહતો હતો કે કામ થઇ ગયુ તો કાજલબા કહે કામ થઇ ગયુ ડન!!!

સેવક બીલયો બાપુ,તમને મહારાણીબા બોલાવે છે.

બાપુ બોલ્યા જી આવુ છુ તે જતા રહે છે.

સલીમ પછી બોલ્યો  કઇ રીતે કર્યુ?

કાજલબા બોલ્યા ;ચુપ! રાજ મહેલમા દીવાલોને પણ કાન હોય છે.

અંશ બોલ્યો સાચી વાત.,બાપુનો સિપાઇ જો સામે તેનાત છે.

કાજલબા ધીરેથી બોલ્યા જી,એ મારી દેખરેખ આજ સવારથી જ રાખે છે. હુ પણ રાજકુંવરી છુ.બાપુની દિકરી તેને કેમ પહોચવા દઉં.?

અંશ હસીને બોલ્યો કાજલ તું પણ.

કાજલબા બોલ્યા ઓકે,હાલ વાત નહી કરાય હુ જાવ છુ,બીજુ તમે પણ ધ્યાન રાખજો. બાપુ તમારી પાછળ પણ માણસો લગાવી શકે છે.

સલીમ બોલ્યો તમે ચિંતા ન કરો,અમે બધુ જોઇ લઇશુ.

કાજલબા જતા રહે છે.

[આમ કરતા રાત્રી થઇ જાય છે,આજે રાત્રી કોઇ આયોજન ન હતુ કેમ કે રેકોર્ડેર મુકાય ગયુ.હવે કાલે સાંજ સુધીમા જ મામલો શુ છે? એ ખબર પડે એમ છે.એટલે સલીમને અંશ ઘેર સુઇ જાય છે.

અંશ મહેક સાથે વિતાવેલા પલને યાદ કરી રહ્યો.એ મિહિરનુ ઓપનિંગ,વરસાદમા ફરવા જવુ,પુરમા મહેક ન મળવી તેનુ ફસાવુ,મહેક મળી જવી,વૃંદાવન આવવા માટે તૈયાર થવુ,મહેકને બાહોમા લેવી,ચુમવી,ટ્રેનમા તેની સાથે કરેલી મસ્તી બધુ જ....અંશ ગભરાઈને ઉભો થઇ ગયો....બોલ્યો.

‘’મહેક,આઇ લવ યુ’’

’’ હુ તારી સાથે એ 500 લોકોને પણ છોડાવીશ જે 25 વર્ષથી કેદ છે.આમા કોનો હાથ છે ને કોનુ કાવતરુ ? એ વિચારવા હુ સક્ષમ નથી.આવી રીતે મારુને સલીમનુ ખુબ જ રાજાસાહેબ દ્વારા ધ્યાન રાખવુ,મારા માટે મારી સલામતી માટે રાજાસાહેબ સતત તૈયાર રહે છે.

કાજલબા ને પણ અમારા જોડે વારંવાર આવવા દેવાને કશુ ન કહેવુ, આ બધુ; રાજાસાહેબ પર શક ન કરવા માટે કહે છે જ્યારે વાત ટેલિફોનની આવે છે ત્યારે રાજાસાહેબ નાટક કરતા હોય એવુ જ લાગે છે.’’

 

‘’કશુ સમજાતુ નથી,બસ એટલુ જ કે કાલ સાંજ સુધીમા જે સચ્ચાઇ હશે તે પકડાય જશે’’

આ બધુ વિચારતા અંશની આંખ લાગી જાય છે.

આજે રાત્રે જ સુવર્ણનગર પર આત્મા,ભુતપ્રેત,જીન દ્વારા હુમલો થયો.આખા ગામમા હાહાકાર મચાવ્યો.સફેદ વસ્ત્રધારી,મોટા કાન,નાક,નખવાળા,લાંબા વાળ વાળા,માથે બે શિંગડાધારી ગામમા જપાજપી કરવા લાગ્યા,

કેટલાયને ઘાયલ કર્યા,કેટલાયને લોહીલુહાણ,કેટલાયના હાથ-પગ ભાગ્યા તો કેટલાયના ઘર સળગાવ્યા,કેટલાયને બાંધીને ઢોર માર માર્યો.આખા ગામને પરેશાન કરી મુક્યુને ગામમા અફડા-તફડી મચી ગઇ.

રાજાસાહેબે લોકોને બચાવવા તેના રાજમહેલમાં આશ્રય આપ્યો પણ કેટલાય બહાર રહી ગયાને કેટલાય ભુતપ્રેત આત્માની ઝપટમા આવી ગયા.લોકો ચિત્કાર પામી ગયાને રાજાસાહેબને હવે,આ મુશ્કેલીમાંથી હંમેશા બહાર નીકાલવા કેહવા લગ્યા.

એકમાણસ બોલ્યો બાપુ,હવે આ મુશ્કેલી સામે અમે હારી ગયા.

બીજો બોલ્યો બાપુ જો આવુ જ રહ્યુ તો હવે,અમે શહેરમા જતા રહીશુ.

ત્રિજો વાતમાં સાથ દેતો બોલ્યો ઝુપડી બાંધીને  રહીશુ, ભુખ્યા રહીશુ પણ આવુ સહન નહી કરીએ.

ચોથો પણ બોલ્યો  આ વખતે હદ કરી.

પાંચમો તો જુસ્સામાં આવી બોલ્યો  હા, બાપુ!!! બાળકોને પણ બક્ષ ન આપ્યા.મુસલમાન ભાઈ બોલ્યો.

ત્યાં જ વચ્ચે હમારે બચ્ચોકો ભી બક્ષા નહી બીજો મુસલમાન ભાઈ બોલ્યો.

એક સ્ત્રી બોલી ;હુ મારા શોહરને કહુ જ છુ બસ,હવે...

બીજી બોલી શહેરમા જતુ રહેવુ છે.

ત્રીજી પણ સાથ પુરાવતા બોલી હા,એમ જ કરવુ જોઇએ.

સવારના સુર્યના કિરણો મહેકી રહ્યા છે.ફૂલ પર સોનેરી તડકો લુપા છુપી રમી રહ્યો છે.અંશના ચહેરા પર એક તેજને ચમક આવી ગયા.આજે એક સચ્ચાઇ સામે આવશે ‘’આખિર માઝરા ક્યા હૈ’’.સલીમના ચહેરા પર પણ એક નૂર છે,આખરે તેની મહેનત રંગ લાવશે.ઘણાય વિચારોમા ઘેરાયેલા અંશને સલીમની પ્રતિક્ષાનો અંત આવશે ને જિંદગીમા એક સારુ કામ કર્યાનો ભાવ થશે.

10 વાગી ગયા.આખી રાત હેરાન થયેલા સુવર્ણનગરવાસીના મોંમા પાણીનુ ટીંપુ ગળા નીચે ઉતરવુ દુશ્કર છે.લોકો એકબીજાની સેવામાં લાગી ગયા છે.ડૉકટરી સારવાર માટે એક ટીમ પણ આવી ગયેલી છે.લોકોને જેટલી વધારે સારવાર મળે એવી વધુને વધુ રાજાસાહેબની કોશીશ થઇ રહી છે.

કાજલબાને આરતીબા ભગીરથસિંહ પણ કામે લાગી ગયા.જ્યારે પણ આ કહેર આવી પડે આ પરિવાર લોકોની સેવામા ઉભો રહે છે.

11 વાગ્યા.અંશને સલીમ રાજદરબારમા આવતા જોયુ કે કેટલાય લોકોને ઇજા થયેલી છે.બધાને કંઇકને કંઇક સારવાર આપવામા આવી રહી છે.સલીમને અંશ હેબતાઇ જાય છે.

આખરે આ બધુ શુ છે?

રાજમહેલ તરફ કેમ ઘાયલ લોકોના ટૉળેટોળા ઉમટી રહ્યા છે.?

આખરે એક રાતમા એવી શી આફત આવી પડી કે આટલા બધા લોકો ઘાયલ પડ્યા છે.?

અંશ ગભરાઈને બોલ્યો આ બધુ શુ છે?

સલીમ પણ બોલ્યો શુ થયુ?

એક માણસ ઉભો રહ્યો એ બોલ્યો ભાઇ, આજે રાત્રે આત્માઓ એ ઉતપાત્ત મચાવ્યો.

અંશ સલીમ સામે જોઈ પછી એ ભાઈ સામે જોઈ બોલ્યો હે!!!

માણસ બોલ્યો જી

સલીમ હજુય વિચારોમાં જ બોલ્યો એટલે?

બીજો એક માણસ બોલ્યો ભાઇ, તમારી વ્યક્તિ તો હમણા ગુમ થઇને તમને ખબર પડી કે સુવર્ણનગરમા આવુ બધુ છે.

ત્રીજો માણસ સાથ પુરાવતા બોલ્યો ; મારે તો રોજનુ થયુ!!!

સલીમ બોલ્યો અરે!!! યાર શુ કહેવા માંગો છો? સાફ સાફ જ કહો ને?

એક વૃધ્ધ માણસ બોલ્યો  દિકરા, કાલે રાત્રે ભુતપ્રેતે આખા સુવર્ણનગર પર હુમલો કર્યો, આખા ગામની તુ અહીંયા જુએ એવી જ પરિસ્થિતિ છે.

બેટા!!! અમારા ગામના 500 માણસો ગુમ થયા.કોઇએ ધ્યાન આપ્યુ નહી. જ્યારે તુ અહીંયા કેટલાય ધક્કા કરે પણ તને કોઇ જવાબ મળતો નથી.

સલીમ બોલ્યો દાદા, પણ તમે તો વૃધ્ધ છો,અહીની હકીકતથી વાકેફ પણ.

વૃધ્ધ માણસ બોલ્યા  જી, બેટા!!! ભુતપ્રેત જ આવુ કરે છે,પણ ક્યારેક કોઇથી ભૂલથી ભુલ પડી જાય એટલે એ અમારા લોકોને ઉપાડી જાય છે.

માણસ બોલ્યો ચલો દાદા આપણે જઇએ.

[સામેથી કાજલબા આવતા દેખાયા........બંને તેની સામે જાય છે]

કાજલબા આવતાની સાથે બોલ્યા રેકોર્ડેર મારી પાસે છે.મહેમાનગૃહમા છે.ચલો,હુ તમને સોંપી દઉ.

અંશ એક ઉંડો શ્વાસ લઈ બોલ્યો જી.

અંશનું હદય ઘાયલ થય ગયુ.આખરે આ બધું શુ ચાલે છે.? લોકોની કફોડી સ્થિતિ એ અંશને ઘાયલ કરી દીધો.આ લોકો કેટલાય વર્ષોથી હેરાન થાય છે ને હું તો નવો નવો...કદાચ ઈશ્વરે મહેકને ભૂતપ્રેત આગળ આ લોકોને છોડાવવા જ મોકલી હશે....?

[ત્રણેય મહેમાનગૃહમા જાય છે.કાજલબા રેકોર્ડેર લેવા જાય છે કબાટમાં પણ મળતુ નથી]

કાજલબા હડબડીમાં બોલ્યા અહીંયા તો રાખ્યુતુ!! કેમ મળતુ નથી?

સલીમ પણ ગભરાતા બોલ્યો વોટ?

કાજલબા બોલ્યા જી,મે અહીં જ અહીં જ...

અંશ પણ નજીક ગાયોને બોલ્યો ઓહો!!! કાજલ કોઇના હાથમા તો નથી આવી ગયુને?

સલીમ બોલ્યો શી...ટ...કાજલબા, જીતેલી બાજી હારી જઇશુ હો?

કાજલબા બોલ્યા પણ ભાઇ ભાઇ....

અંશ બોલ્યો શાંતિથી યાદ કર તે અહીંયા જ...

કાજલબા યાદ કરે છે અંશભાઇ હુ ઉપરથી દોડીને નીચે રેકોર્ડેર લઇને આવી,કબાટ ખોલ્યોને અહીંયા મુક્યુ. પછી હુ જતી રહીને પછી કોઇ આવ્યુ કે નહી મને યાદ નથી.

સલીમ બોલ્યો તમારી પાછળ કોઇ સૈનિક તમારો પીછો કરતુ હોયને તેણે.......

અંશ બોલ્યો જી,કાલે બાપુ એ જ...

કાજલબા ગભરાઈને બોલ્યા મને કશી જ ખબર નથી બસ અહીંયા જ...નો....હે ઇશ્વર !!!!!

રવિકાકા ત્યાં આવી જાય છે શુ થયુ બેટા?

કાજલબા બોલ્યા કાકા,અહીંથી કપડા ક્યા મુક્યા?

રવિકાકા બોલ્યા બેટા,એ કબાટ સાફ કર્યો તો અહીંયા મુક્યા.

બીજા કબાટમા શોધવા લાગે છે પણ કશુ મળતુ નથી.

ત્રણેય વિચારવા લાગ્યા આખરે કોણ હોઇ શકે?

જે કાજલબાનો પીછો કરતુ હોયને આમ...આખી બાજી એંડ ટાઇમમા ફેરવી દે.

કાજલબા રવિકાકા ને નમનને બોલાવવા કહે છે.

રવિકાકા નમનને તરત હાજર કરે છે.

નમન બોલ્યો જી કુંવરી શુ કામ છે?

કાજલબા ગુસ્સામાં બોલ્યા તમે કાલે.....કેમ મારી પાછળ પાછળ ફરી રહ્યા હતા?

નમન બોલ્યો ના કુંવરી,એવુ કશુ નથી.

કાજલબા ગુસ્સામાં બોલ્યા નાં મને સાચુ કહો નહીંતર? પછી

એક્દમ ગુસ્સો કરી એ બોલ્યા; હુ બાપુને એમ કહીશ હુ મહેમાનગૃહમા એકલી હતી ત્યા તમે મારી પાછળ....

નમન કાજલબાના પગમા પડીને બોલવા લાગ્યો કેમકે કાજલબાનાં ગુસ્સાનો નમન પુરેપુરો જાણકાર એ ગમે તે કરી શકે!!

નમન બોલ્યો રાજાસાહેબનો હુકુમ હતો કે તમે ત્રણેય શુ કરો તેની પુરી બાતમી રાજાસાહેબને પહોચાડવામા આવે.

કાજલબા બોલ્યા ઠીક છે.,ઉભા થાઓ.એક આખરી સવાલ.

નમન બોલ્યો જી બોલો.

કાજલબા હવે સાચું જ બોલ્યા અહીં રાખેલુ રેકોર્ડેર ક્યા છે?

નમન બોલ્યો હે!!!

અંશ પણ ગુસ્સામાં બોલ્યો અનજાન ના બનો.

નમન બોલ્યો ગભરાઈને પણ મને ખબર જ નથી.

સલીમે નમનને ગળચી પકડે છેને બોલ્યો

બોલ નહીંતર, મારા જેટલુ ખતરનાક કોઇ નથી.

[ત્યા જ રાજાસાહેબ આવતા દેખાયા સલીમે નમનને છોડ્યો,રાજાસાહેબ પહોચી ગયા]

રાજાસાહેબ બોલ્યા અરે તમે બધા? મને થયુ નમન અહીં શુ કરે છે? જોતો આવુ!!!

કાજલબા ગભરાઈને બોલ્યા પાપા, મારે થોડુ કામ હતુ તો નમનભાઇ નીકળ્યા તો બોલાવ્યા.

કાજલબા એ નમન સામે ઇશારો કર્યોને કશુ જ કેહવાની ના કહી.

નમન બોલ્યો  જી,બાપુ.તેમને આ તેમનુ ફ્રેંડ જોઇતુ હતુ!!!

[ટેડીબીઅર બતાવીને બોલ્યો]

રાજાસાહેબ વાતને ઉંડે પહોંચવા બોલ્યા પણ એ તો અંશને સલીમ પણ તને આપી શકે છે.

કાજલબા બોલ્યા પાપા,એ લોકો આવ્યા જ છે.હુ એકલી જ અહીં લેવા આવેલી તો........નમનભાઇને જોયા તો મે એમને બોલાવ્યા.

બાપુ બોલ્યા નમન, કેટલીવાર કહ્યુ કાજલ એકલી હોય ત્યા,,,,નહી જવાનુ.

નમન બોલ્યો  બાપુ પણ......

બાપુ બોલ્યા મારો હુકુમ આખરી હોય છે,તને ખબર તો છે.

નમન હાથ જોડી બોલ્યો બાપુ, ને કુંવરીનુ કામ ન કરીએ તો એ ઉતપાત મચાવેને તો પણ તમે જ અમને ...

બાપુ બોલ્યા નમન,સાચુ કહે છે.કેટલી બધી સેવિકા છે,તુ તેને કામ સોપતી હોય તો શા માટે આમ સેવકોને હેરાન કરે છે?

હુ તને છેલ્લીવાર કહુ છુ જો હવે કોઇ ગડબડ કરી તો....?

કાજલબા બોલ્યા હવે એવુ નહી થાય બાપુ.

(ભગીરથસિંહ આવ્યો તેના હાથમા વસ્તુ છે)

ભગીરથસિંહ બોલ્યા તારી વસ્તુ તુ સાચવીને રાખ નહીંતર છેલ્લે તુ ને બાપુ આ સેવકો,સેવિકાને હુ, આટલા પર જ ગુસ્સો કરો છો.

બાપુ બોલ્યા આ શુ છે તારા હાથમા?

હવે, એ વસ્તુ પર બધાનુ ધ્યાન જાય છે અંશ,સલીમને કાજલબા ડરી જાય છે.કાજલબાના મનમા વિચાર આવે છે કે ભાઇ એ ક્યાક શરુ...ના...ના....જો શરુ કર્યુ હોય તો એ...કશુક..અજુગતુ...બોલે જ....

અંશ પણ વિચારવા લાગ્યો હે ઇશ્વર!!!!!ભગીરથસિંહ ક્યાક કોઇ ગોટાળૉ ન કરે પ્લીઝ...

સલીમ ખુદાને કહેવા લાગ્યો હે ખુદા!! અમારા નેક કામનો અંજામ પણ ક્રુર નહી લાવતા હે ખુદા.અગર મે મહેક સાથે જાતિ ભેદ રાખ્યા વગર મારી બેન માની આટલી હેલ્પ કરી તો હે ખુદા મારી હેલ્પ કરજો.

ભગીરથસિંહ બોલ્યા બાપુ, બીજુ શુ હોય? કાજલબા પાસે બોલિવૂડ સ્ટાર અજયના સોંગ. એ લિસન કરતી હોય.

બાપુ બોલ્યા ઓહ!!! હા,હા, તે કશુ કર્યુ તો નથીને?

ભગીરથસિંહ બોલ્યા અરે!!! બાપુ શુ તમેય તે? હુ સ્ટાર્ટ જ કરવા જઇ રહ્યો (ત્રણેયના શ્વાસ ફુલી ગયા)

ત્યા મને  યાદ આવ્યુ આજથી બે મહિના પેલા...

આમ તેનો મોબાઇલ ભુલી ગયેલી સોંગ લિસન કરતા કરતાને હુ મોબાઇલ લઇને આવ્યોને શરુ કર્યોને મે થોડુ સોંગ લિસન કર્યુ તો.....

બાપુ બોલ્યા હા, અંશ!! એ દિવસે તો આખો રાજમહેલ ઉંચો કર્યો તો ને એ તો ન જમી પણ આખા રાજમહેલને ભુખ્યો રાખેલો.

ભગીરથસિંહ બોલ્યા તુ ઉપરથી નીચે આવી એ મને ખબર.ત્યારે તારા હાથમા ""પોર્ટ" હતુ તુ અહીંયા આવીને જતી રહી પછી થોડીવારે રવિકાકા આવ્યા ભગીરથે આ બધુ યાદ કર્યુ કે કઇ રીતે એ પોર્ટ તેની પાસે આવ્યુ.

રવિકાકા બોલ્યા  કુંવર!!! આ વસ્તુ કબાટમાંથી નીકળી. હુ સાફ કરુ છુ તો....

ભગીરથસિંહ બોલ્યા; કાકા, આ તો કાજલનુ છે તેને આપી આવો!!!

કાકા ડરીને બોલ્યા  ના, કાજલબાનો ગુસ્સો!!! હુ ન જાવ!!!

એટલે એ મારી પાસે આવ્યુ લે...

(ભગીરથસિંહના હાથમાંથી એ બાપુના હાથમાં આવે છે.

પાછી બીક લાગે છે કે કયાક બાપુ.....

પણ એ તરત જ કાજલાના હાથમા આપી દે છે.)

બધા પોત-પોતાના કામમા લાગી જાય છે કાજલ,અંશને સલીમ હવે રેકોર્ડીંગ સાંભળવા માટે મહેમાનગૃહની પાછળ જ્યા રૂમ છે ત્યા જ્યા છે.ચોરીછુપીથી ત્યા પહોચે છે.

ત્યા લતાબાઇ રૂમની સફાઇ કરતી હોય છે. તે આગળ જતી રહે ત્યારે ત્રણેય એક રૂમમા ખબર વગર પહોચી જાય છે.

કાજલ બોલી અંશભાઇ સલીમભાઇ મે મારો રાજધર્મ નિભાવ્યોને મારી પ્રોમીઝ પણ.

અંશ બોલ્યો થેંક્સ

સલીમ બોલ્યો તમારો આભાર.એક કુંવરી થઇને....

કાજલબા બોલ્યા; મારા બાપુને બચાવવા હુ પણ ઇચ્છુ છુ.મારો પણ સ્વાર્થ છે. મારા બાપુને આત્મા બનીને હેરાન કરતા માણસોને પકડવાનો.તમારા સહારે જ હુ એ કડી સુધી પહોચીશને બાપુને મુક્ત કરાવીશ.

અંશ ખુશ થઈને બોલ્યો  હમમ

સલીમ બોલ્યો પણ તમે આ મુક્યુ કેમ?

કાજલબા યાદ કરે છે.

મે પહેલા મારા રૂમ બાજુ વિજળીનો તાર ખેચીને બહાર કર્યો પછી મોબાઇલ સ્વીચ ઓફ થઇ જશે એવુ કહીને હુ બાપુના રૂમ સુધી પહોચી જ્યા ટેલિફોન છે.

હુ એટલા ગુસ્સામ હતી કે સેવકે મને પહેલા રૂમમા જતા ન અટકાવી પણ કહ્યુ... અંદર ન જતા બાપુ અમને બોલશે કે ટેલિફોનવાળા રૂમમા કોઇને ન જવા દેવા.

મે હા કહ્યુ પછી મે મોબાઇલ ચાર્જમા રાખ્યો એક સેવક મારી સામે જ ઉભો એટલે અંદર જવાય તેમ ન હતુ એટલે મે મારા કપડામા કશુક અંદર છે એવુ નાટક કર્યું સેવકને બહાર મોકલ્યોને

હુ પે’લા રૂમનો દરવાજો બંદ કરી અંદર રેકોર્ડેર મુકી આવી પછી બહાર આવી એટલે

હુ બોલી સોરી, તમે આ વાત જ બાપુને ન કરતા.એટલે નહી ખીજાય કેમ કે મારા વિભાગમા લાઇટ જતી રહી તો બાપુ બીજા સેવકો પર ગુસ્સો કરશેને તમે અંદર જવા હા પાડી તો તમારા પર.

 

હુ નથી ચાહતી કે તમારી કોઇ ભૂલ વગર બાપુ તમને કશુ કહે બાપુને વાત જ ન કરતા. સેવકો સહમત થયાને કામ થઇ ગયુ.

એ જ રાત્રે આત્માઓનો હુમલો.એટલે ફરી એકવાર અંદર જવાનો મોકો મળ્યોને લઇને આવતી રહી...

અંશ ધીમેથી તાળી વગાડી વાહ....

અંશે રેકોર્ડેર શરુ કર્યુ............ધીમા વોલ્યુમા....

‘’આયોજન મુજબ કામ થવુ જોઇ જવુ જોઇએ.નહીંતર તમારી ખેર નથી’’

કાજલબા વચ્ચે જ બોલ્યા અંશભાઈ આ તો બાપુ બોલે છે.

અંશ બોલ્યો હમમ

‘’આજે રાત્રે ગામમા હાહાકાર મચાવીદો’’

ત્રણેય ચોકી ગયા

સલીમ બોલ્યો આતો બાપુ....બોલ્યા ....

‘’લોકોને મારી-મારીને લોહીલુહાણ કરીદો, જલિયાવાલા બાગ કરતા પણ વધારે લોહિયાળ ક્રાંતિ થવી જોઇએ.’’

‘’મને લાગે છે હવે આ ગામની આ દશા કર્યા વગર બીજો કોઇ ઉપાય નથી’’

જી બાપુ એમ જ થશેને આ મહેક , મહેકનુ શુ કરવાનુ છે?

તે સહિસલામત પાછી આવવી જોઇએ પણ...પ..ણ પૈસા મળે પછી જ

જી બાપુ તમે ચિંતા ન કરો.

’’બીજુ, કોઇ ભુત-આત્મા કે જીન નથી તો આપણા છ

માણસોને ઘાયલ કોણે કર્યા.?

હજુય એ પ્રશ્ન છે એટલે સાવધાન!!!’’

જી બાપુ,બધુ અમે સંભાળી લઇશુ પણ...

પણ શુ?

બાપુ, મોટાબાપુ ખજાનાનો પતો બતાવવા તૈયાર જ નથી.

તેને મારો, હેરાન કરો જમવાનુ ન આપો ગમે તે કરો પણ જાણૉ ખજાનો ક્યા છે?

પણ..પણ,,,,,ભાભીસાહેબને કશુ નહી કરતા.

ઓકે બાપુ.

બીજુ અંશ પાસે 3કરોડ થઇ ગયા છે એટલે મહેકને સહિસલામત પાછી મોકલી આપજો.

જી,જય સિયારામ.

જય સિયારામ.

કાજલબા જોર-જોરથી રડવા લાગ્યા..’’પાપા...25વર્ષથી નાટક કરે છે.પાપા.....જ’’

પાપા એ જ મહેકને મોટાબાપુને મોટામમ્માને કેદ કરેલા છે

હું બાપુને અત્યારે જ પૂછું છું.આવું શા માટે આખરે શા માટે? પોતાના આંસુ લૂછી એ તૈયાર થયા.

અંશે કાજલબાનો હાથ પકડી જવા ના પાડીને શાંતિ રાખવા હાથ જોડ્યા....

સલીમ બોલ્યો લાગતુ જ ન હતુ કે બાપુ આવુ કરી શકે.

અંશ બોલ્યા કાજલબા,અમે બાપુ પર શક કરેલો પણ તે જે રીતે અમારુ ધ્યાન રાખવા લાગ્યા અમારો શક દૂર થયો પણ ...

પાપા એ જે કર્યુ તે ખોટુ કર્યુ છે,તેણે મોટાબાપુને મારવાને હેરાન કરવા પણ કહ્યુ....

અંશ બોલ્યો બાપુ પ્રજા સામે કેટલુ મોટુ નાટક કરે છે ને

ભોળી પ્રજા બાપુને દેવતાની જેમ પૂજે પણ છે જ.

અંશ બોલ્યો  ચુપ...કોઇ આવે છે....

ત્રેણેય ગુણો (બોરી)પાછળ સંતાય જાય છે, બાપુ અંદર આવે છે ને લતાબાઇને કહે છે ;; અહીંયા કોઇ ન આવવુ જોઇએ.

લતાબાઇ બોલ્યા  જી બાપુ.

બાપુ એ અંદરથી દરવાજો બંદ કર્યો,પછી કોલ કર્યોને પછી કબાટ ખોલ્યો ત્યાથી એક માણસ અંદર આવ્યોને બાપુને તે વાત કરવા લાગ્યા..

મહેક સલામત છે?

જી બાપુ.

3કરોડ મળી જશે. બીજુ મોટાબાપુ કશુ બોલ્યા?

ના,બાપુ...

શુ કહે છે?

મોટામહારાણીને થોડા હેરાન કર્યા તો પણ...

મે ના કહીને...મોટાભાભી ને કશું નહીં કરતા.

બાપુ અમે વિચાર્યુ એમ કરવાથી માની જાય પણ બંને એકના બે નથી થતા.

ઓકે,હુ કાલનો વિડિયો મોકલુ છુ પ્રજાનો એ બાપુને બતાવીને મજબૂર કરજે.

કાજલ ઉભી થવા જાય ત્યા સલીમ તેને પકડી રાખે છે બાપુ જતા રહે છે કામ પતાવીને...

લતાબાઇ આવે છે,દરવાજાને બહારથી લોક કરીને જતી રહી છે.

કાજલબા રડતા  રહે છે સલીમને અંશ સાંત્વન આપે છે.કાજલે કબાટ ખોલ્યો ત્યાથી મહેક દેખાતી હોય છે એ બોલે છે મહેક......

એ જ સમયે મહેકથી ઉપર જોવાય જાય છે ને એ કાજલ એમ બોલે છે ત્યા જ કોઇ આવતુ દેખાતા કાજલબા કબાટને બંદ કરે છે ને મહેક ઉપર નીચે જોવા લગે છે.

એ માણસ પણ ઉપર જુએ છે કશુ ન દેખાતા જતો રહે છે.ધીમેથી અંશ કબાટ ખોલતા મહેક દેખાય છે ને તે હસે છે ને તેની આંખમાંથી આંસુ પણ આવી જાય છે એ ટીપા છેક મહેક પાસે પડે છે.મહેક પણ રડવા લાગે છે ....�