Kaal Kalank - 13 books and stories free download online pdf in Gujarati

કાલ કલંક-13

ભૈરવીએ પોતાની પૂર્વજન્મની રજૂઆત આગળ વધારી અભિમંત્રિત જળથી પવિત્ર આ હોલ માં આખા મહેલમાં એનું સામ્રાજ્ય હોવા છતાં એ પ્રવેશ કરી શકશે નહીં અંતિમ સમયે અણીની ઘડીએ નવા જન્મેલા મલ્લિકા કુમાર ની હું ઢાલ બની રહીશ મારા ખુલાસાથી મલ્લિકાને સંતોષ થયો એ સાથે જ મેં મારા હાથમાં ની ખડક મારી ગરદન પર ફેરવી લીધી મારા મૃત્યુના બે દિવસ પછી વિનાશક ભૂકંપ થયો જેમાં આખે આખો મહેલ ધરતીમાં ગરકાવ થઈ ગયો

તમો ભૈરવી હોવ તો પછી મલ્લિકા અત્યારે ક્યાં છે..?

અને તમારી ભાષા તો હિન્દી નહોતી..?

તેની આંખમાં મલ્લિકા વિશે જાણવાની તાલાવેલી જોઇને ભૈરવીએ કહ્યું.

"હું ગુર્જર બાળા જ છું ટેન્સી..!

હિન્દી ભાષાની તો મે ઓથ લીધેલી, અને હવે ટેન્સી.. એટલે કે (કુમાર વનરાજ) પ્રેતાત્મા કબજામાં હોય તો મલ્લિકા એટલે કે સિસ્ટર રોજી પ્રેતાત્માના હાથવેતમાં છે. ભૈરવીએ ધડાકો કર્યો.

"What ?" ટેન્સીની આંખો પહોળી થઈ ગઈ.

ટેન્સી નો આ બીજો આંચકો પીડાજનક હતો.

"વિશ્વાસ ના થતો હોય તો જોઈ લેજે એના આગમનની ઘડીઓ ગણાઇ રહી છે..!"

ઓહ નો ટેન્સીના ચહેરા પર પીડા ઉપસી આવી.

ગેબી લાગતી આ ભયાનક જગ્યાએથી શૈલી ગુમ થઈ હતી.

ભૈરવીના કહ્યા પ્રમાણે પ્રેતાત્મા એને ભરખી ગયેલો.

ટેન્સીએ તે નજરોનજર જોયેલુ.

આ જગ્યા અનેક અનિષ્ટો અને મલિન આત્માઓથી ખદબદતી છે. અહીં આવ્યા પછી રોઝીની કેવી હાલત થાય..? કહેવું મુશ્કેલ હતું.

તેને આ ભૈરવી માયાવી લાગી.

ટેન્સી એનું મન પામી ગયેલી. ભૈરવીએ નિર્દોષભાવે કહ્યું.

"મેં પહેલા પણ તમારૂં અહિત કર્યું નથી.

કરીશ પણ નહીં..!" અપરિચિત હોવાને લીધે તું ભૈરવીથી ડરી ના જાય, જાતને સલામત સમજી પ્રેતાત્મા સાથે સંકળાયેલી ઘટના પૂર્વજન્મની કથા સાંભળે એટલા માટે મારે મલ્લિકા બનવું પડયું.

જે પાછળ મારો ઈરાદો ખોટો નહોતો.

હું તો તમને બધાને આ ક્રૂર મલિન આત્માના સકંજામાંથી મુક્ત કરાવવા માગું છું.

જેમાં તારી અને રોજી બંનેની મારે મદદ જોઈશે.

તમારી સંયુક્તા એને પરાસ્ત કરવામાં અસરકારક સાબિત થશે કિરતારની ગોઠવણમાં ગાબડું પાડવા નો જોર મલિન આત્મામાં હોઈ જ ન શકે...!

***

પીપ.. પીપ... પીપ... પીપ...

વહેલી સવારે મોબાઇલની રીંગ બજી ઉઠતાં વિલિયમ જાગી ગયો તેની પડખે રોઝી નહોતી એટલે એ બાથરૂમમાં હોવાનું કલ્પી વિલિયમે ચિંતિત દશામા મોબાઇલ કાને ધર્યો.

હેલ્લો... વિલિયમ સ્પિકીંગ..!"

હા.. વિલિયમ.. હુ ઈસ્પે. અનુરાગ બોલુ છું..!

ગુડમોર્નિંગ..!

બેડમોર્નિંગ યાર.. એક બેડ મોર્નિંગ યાર.. એક બેડ ન્યૂઝ છે..!

"શૈલી મૃત્યુ પામી છે એમ જ ને..?"

વિલિયમે અવાજમાં ભારોભાર દર્દ લાવી પૂછ્યું.

"વિલિયમ તમે..?" અનુરાગને શૈલીના મૃત્યુથી આઘાત લાગેલો ને અને વિલિયમની વાતે એને બીજો આંચકો આપ્યો.

યસ સર...! વિલિયમે સ્વસ્થતા જાળવી રાખતાં કહ્યુ.

"બેડ ન્યૂજ બીજા શુ હોય..? શૈલી નહી બચે એમ મારી રોજીએ મને અડધી રાત્રે કહેલુ.

રોઝીને અમંગળ ધટનાઓની અગાઉથી સ્વપ્ન ઝાંખી થાય છે. .!

બે પળ માટે મૌન રહ્યા પછી ઈસ્પેકટર અનુરાગે કહ્યુ અમારી વાતમાં વજૂદ જણાય છે પણ ડોકટરના કહેવા પ્રમાણે અડધી રાત્રે થયું હોવાનું મનાય છે ડોક્ટર સાહેબે ફોન પર વધુ માહિતી આપતાં કહ્યુ કે "મરતાં પહેલા શૈલીના મુખમાંથી કાળુ રક્ત નીકળેલું. મૃત્યુ વેળા ની પીડા શૈલી એ લખાણ કર્યું છે. તમે લોકો ઝડપી હોસ્પિટલે પહોંચી વધુ વિગત ત્યાંથી જ જાણવા મળશે.

ઇન્સ્પેક્ટર અનુરાગે ફોન ડિસકનેક્ટ કરી નાખ્યો.

શૈલીના મૃત્યુની વાત જાણી વિલિયમને દુઃખ થયું હતું તો મરતાં પહેલા શૈલી એ કાગળમાં લખાણ કર્યાની વાત જાણી તેની સુધી પહોંચવાનું પગેરું મળવાની આશા પણ બંધાઈ.

ખરેખર શૈલી વિષે જ લખ્યું હશે? એવી શંકાથી દુર્બળ થતા મનને ધરપત દેતાં વિલિયમ સ્વગત બબડ્યો 80 વિશે જ કોઈ સંકેત હોવો જોઈએ..!

થેન્ક્સ.. શૈલી થેન્ક્સ..!"

વિલિયમ એ wall clock માં જોયુ.

માત્ર છ થતા હતા.

પથારીમાંથી એ બેઠો થયો ટુવાલ વડે માથું લુછતી રોઝી બાથ લઈ બહાર આવેલી.

"રોઝી..!" રોઝીને જોતાં જ વિલિયમે કહ્યું. "ઝડપી તૈયાર થઇ જા અબગડી હોસ્પિટલે પહોંચવું છે.. હુ ફટાફટ બાથ લઇ લઉં..!

રોઝીને કંઈપણ પૂછવાની તક આપ્યા વિના વિલિયમ બાથરૂમમાં સરી ગયો.

વિલિયમ ની વર્તણૂક જ કશું છુપાવતો હોવાની વાત રોઝીને કહી દેતી હતી. વિલિયમ ના કહે તો પણ વાત શું હોઈ શકે? એ રોઝીથી કંઈ છૂપું નહોતું.

અનુરાગ સાહેબ સક્સેસફૂલ કેસ અણધાર્યો ફેલ થઈ જાય ત્યારે ડોક્ટર ને કેટલો આઘાત લાગે એ તમે નહીં સમજી શકો..

હોસ્પિટલના એક વોર્ડમાં શૈલીની લાશ સામે એક બાજુ ડૉ. અનંગ અને ઇસ્પેક્ટર અનુરાગ ઉભા હતા.

તો બીજીબાજુ વિલિયમ ને ભેટી ને રોઝી સિસકતી હતી.

વ્યથિત સ્વરે ડોક્ટરે વધુ વિગત આપતા કહ્યું એ જીવિત હોત તો અત્યાર સુધી એને હોશ આવી જતો સાહેબ..!

મધરાતે નાઈટ ડ્યુટી પર રહેતી સિસ્ટર સુનીતા એક પછી એક પ્રત્યેક દરદીને તપાસતાં શૈલીની બેડ જોડે પહોંચી શૈલીના મોઢેથી નીકળેલ આ ફીણ જેવા કાળા ઘેરા રક્તને જોઈને સુનીતા ગભરાઈ ગઈ હતી એણે તરત જ મારા કોર્ટે દસ્તક દઈ મને જગાડ્યો મને ઘટનાની જાણ કરતાં હું બેબીના વોર્ડમાં દોડી આવ્યો.

મેં બેબીને તપાસી જોઈ બેબી નો શ્વાસ થંભી ગયો હતો હ્રદય બંધ હતું.

પણ શરીર અત્યંત નરમ હતું.

હેરતની વાત એ હતી કે બેબીના શરીરનું રક્ત થીજ્યુ નહોતુ. છતાં એનો દેહ નિશ્ચેતન હતો. હૃદયને ચાલુ કરવા મેં મારું તમામ ઈલમ અજમાવ્યું.

પણ બધું વ્યર્થ "sister she is dead.. હું મોટેથી બોલી ગયેલો.

આઘાત મૂઢ દશામાં વોર્ડમાંથી બહાર નીકળી જવા મેં જેવુ પહેલુ કદમ ઉપાડ્યુ ત્યાં જ સિસ્ટર સુનિતાએ મને રોક્યો.

"સર..! બેબીએ આ કાગળમાં કંઈક લખ્યું છે.!

કે તરત હુ જિજ્ઞાસાવશ અટકી ગયો.

સુનીતાના હાથમાંથી કાગળ લઇ એમનું લખાણ મેં વાંચ્યું એ દરમિયાન મારા ચહેરા પરના ફેરફાર જોઈ સુનીતા ની ગંભીરતા હું સમજી શક્યો કાગળ ગડી વાળીને મારા ગજવામાં મૂકી દીધો આ રહ્યો એ કાગળ અનંગે ગડી વાળેલો કાગળ ગજવામાંથી બહાર કાઢી ઈસ્પેક્ટરના હાથમાં મૂકી દીધો. અનુરાગે એ લખાણ મોટેથી વાંચ્યુ.

ડોક્ટર સાહેબ મારી સખી ટેન્સી જુના મંદિરમાં એક પાશવી પ્રેતાત્મા ના કબજામાં છે.

અમાસની રાત્રે ટેન્સીનો બલિ ચઢાવી પ્રેતાત્મા આતંકખોર બનવા માંગે છે. ટેન્સી ને ના છોડાવો ત્યાં લગી મારા મૃત શરીરને અગ્નિદાહ આપવો નહીં. હું જીવિત જ છું એમ માનજો. મને મૃત માનજો નહીં. જેને મારું રક્ષણ કર્યું એ તમારું રક્ષણ કરશે..!"

ચિઠ્ઠી વાંચી ઈસ્પેક્ટર વિચારમાં પડ્યા.

હવે વેઈટ કરવાનો પણ કોઈ મતલબ નહોતો. આક્રમણ કરવુ અનિવાર્ય બની ગયેલુ.

(ક્રમશ:)

-sabirkhan pathan

આપના અભિપ્રાયો આવકાર્ય...

Wtsp 9870063267