કાળકલંક - 15

આગળના ભાગોમાં આપણે જોયું કે મહા પ્રપંચ રચીને અઘોરી શૈલીને રહેસી નાખે છે

અને શૈલીના શરીરનો ઉપયોગ કરી આતંક મચાવવા

 હોસ્પિટલ માં પ્રવેશ કરે છે જ્યાં સુનીતા સિસ્ટર પર કબજો કરી ડોક્ટરોના ઈ અમને પડકારે છે હવે આગળ)

 

ડોક્ટર અનંગ ટીકી-ટીકીને જોઇ રહ્યો છે એ વાતનો ખ્યાલ આવતાં જ સુનિતાએ ખુલાસો કર્યો " ડોક્ટર સાહેબ હું તો ક્યાંય જઈ ન હોતી પેલી બાઈ નું ઓપરેશન એટેન્ડ કરી ન શકી હું દિલગીર છું પેટમાં દુખતું હતું ચાર-પાંચ વાર થઈ ટોયલેટ જઈ આવી.
એમ કહી સુનીતા મારાકણુ હસી.
સુનીતા જુઠું બોલતી હતી એનું હાસ્ય પણ ડોક્ટરને બનાવટી જ લાગ્યું અને [
ની અસર છે હળવો હળવો ઈલેક્ટ્રીક આપવો ઉચિત રહેશે.
શિથિલ થયેલાં અસ્થિ અંગો ઝડપી ઠીક થઈ જશે ઓકે આપ સારવાર માટેની તૈયારી કરો..
હું મારા એક બે પેશન્ટ ચેક કરી આવુ.
ડોક્ટરે માથું હલાવી સંમતિ દર્શાવી.
ડોક્ટર અનંગ બહાર નીકળ્યા.
બહાર ઊભેલા નથુને પોતાની સાથે આવવા કહી ડોક્ટર અનંગ લાંબી માં ઉતાવળા પગલે ચાલવા લાગ્યા.
ઝડપથી લાંબી વટાવી આગળ આવ્યા એટલી જ ત્વરાએ દરવાજો ખોલી ભીતર સરી ગયા.
દરવાજો આડો કરી ડોક્ટરે ટ્યુબલાઈટ ઓન કરી.
"કોઈ પેશન્ટ છે સાહેબ?"
વોર્ડ બોય નથ્થુએ વિસ્મય વ્યક્ત કર્યું.
નહિ નથ્થુ અહીં પેલી શૈલી બેબીની લાશ છે.
ધીમા છતાં શાંત સ્વરે ડોક્ટરે કહ્યું.
વોર્ડમાં લાશ કેમ મૂકી રાખી હશે ?
એવો પ્રશ્ન નથુના મનમાં જન્મ્યો પરંતુ ડોક્ટર કરે એ ઠીક જ હોય એવા વિચાર સાથે મનનું સમાધાન એણે સાધી લીધું.
ડોક્ટર અનંગ એક કોર્નર પર રહેલા પલંગમાં મૂકેલી શૈલીની લાશ જોડે આવ્યા લાશ પર સફેદ વસ્ત્ર ઢંકાયેલું હતું.
નથુ આ લાશના ચહેરા પર થી કપડું હટાવી લે..!
મારે તપાસ કરવી છે.
નથુ ઘડીક વાર માટે દિગ્મૂઢ બની ગયો સાહેબ મૃતદેહમાં શુ તપાસ કરવા માગતા હશે? પરંતુ વારંવાર જન્મતા સવાલો પૂછવાનું એને ગમતું નહીં.
સાહેબને આવું ન પુછાય.
સફેદ વસ્ત્ર એને મોઢા પર થી હટાવી લીધું લાલ ચોળ ભરાવદાર ચહેરો અને એ ચહેરા પરનુ તેજ જોઈ ડૉક્ટરને પારાવાર આશ્ચર્ય થયું મૃતદેહના ચહેરે આવું તેજ..?
ડોક્ટર ને વિશ્વાસ ના બેઠો.
રાત્રે બે વાગ્યે મૃત થયેલી શૈલી અત્યાર સુધી તરોતાજા છે કેવી રીતે રહી શકે?
જો વિલિયમ ની વાત સાચી પડે તો..? તો તો ગજબ થઈ જાય!
સાહેબ નથી લાગતું બેન જાણે હમણા બોલે હમણાં બોલે..?
નથ્થુ ની વાત સાચી હતી શૈલી ના ચહેરે કુમાશ પાંગરી હતી.
સ્ટેથોસ્કોપ વડે ડોક્ટરે શૈલીના મૃતદેહની છાતી તપાસી .
એનું પેટ જોયું.
હાથ જોયા.
"તાજ્જુબ છે પરિભ્રમિત જીવંત શરીરની જેમ શૈલીનો મૃતદેહ ગરમ છે આવું કેવી રીતે બને??"
પોતાના ઈલમને પડકારરૂપ આંચકા એક પછી એક લાગી રહ્યા હતા.
ડોક્ટરનો બડબડાટ વોર્ડબોય નથ્થુની સમજમાં આવતો ન હતો રૂની પૂણી જેમ સફેદ પડી ગયેલી ચહેરાની ક્રાંતિ જોઈ કશું અસાધારણ બન્યું હોવાની વાત નથ્થુના ગળે ઉતરી ગઈ હતી.
"નથ્થુ ડેડ બોડીના ચહેરા ઉપર વસ્ત્ર ઢાંકી નાખ..!"
ડોક્ટર ના અવાજમાં નથ્થુએ કંપ અનુભવ્યો.
ભલે સર..!
નથ્થુએ છૂપા ફડફડાટ સાથે ચહેરો ઢાંક્યો.
આવું બને જ કેવી રીતે ડોક્ટર જરા ઉતાવળ બોલી ગયા નથુ ની હાજરી નું ભાન થતા તેઓ ઝડપથી વોર્ડ માં થી બહાર નીકળી એમના મનમાં ધમાલ મચી ગઈ હતી હારેલા યોદ્ધાની જેમ તેઓ લાંબી ઢીલા પગલા માંડી રહ્યા હતા કંઈ નો કેસ એમના માથાનો દુખાવો સાબિત થયો હતો ક્રમશઃ અમંગળ ઘટનાઓ બની રહી હતી વરવું રૂપ ધરી વાસ્તવિકતા જ્યારે માણસ સામે આવે છે ત્યારે માણસ વિશ્વાસ અંધશ્રદ્ધાને બાજુ પર મુકી જીવ બચાવવાનું કામ પહેલું કરે છે એના મનમાં એક વિચાર પ્રકટી ગયો.
પ્રેતાત્મા એ શૈલીને માધ્યમ બનાવી ને હોસ્પિટલમાં પગપેસારો કર્યો હોય તો..?
પછી ની કલ્પના ડોક્ટરથી ના થઈ શકી.. ઇસ્પેક્ટર, રોજી અને વિલિયમ સાથે ઘાયલ શૈલીને લઈ હોસ્પિટલમાં પ્રવેશે છે ત્યારે ટેન્સી ગુમ હોય છે.
શૈલીના ચૂંથાયેલા બંને પગની સફળ ઓપરેશન થાય છે અડધી રાત્રે હોશમાં આવેલી કાગળમાં લખાણ કરી તેનું પગેરૂ બતાવે છે ત્યાર પછી મૃત્યુ પામે છે..
ઓહ માય ગોડ આવું શક્ય છે. મારા ભેજામાં આ વાત પહેલા કેમ ના આવી..?
હકીકતમાં આ સીધેસીધુ છળ લાગે છે.
હોસ્પિટલના સ્ટાફની આંખો પર પડદો નાખી પ્રપંચ આચર્યો છે પ્રેતાત્માએ.
ડોક્ટર ના કપાળ પર પરસેવો વળી ગયો.
લેબોરેટરીનો રિપોર્ટ બહુ સાફ છે શૈલીના પગમાં મળેલા રક્ત કણો જીર્ણ-શીર્ણ સડેલા શરીરના જ હોઈ શકે ,જેમાં પ્રેતાત્મા રહેતો હશે.
પેલો ચપટો ચપટો ચીકણો પદાર્થ પણ સડેલા શરીરનો જ હોઈ શકે. પ્રેતાત્માઓ શૈલીના પગે મોઢુ મારી રક્ત પીધું હશે.
શૈલી નું મૃત્યુ મેળા નું લખાણ અને પૂર્વનિયોજિત લાગ્યું શૈલીની લાશને સાચવી રાખવાનો પ્રેતાત્મા માટે ચોક્કસ પણ હોઈ શકે અને રોજની સાથે કેટલાય નિર્દોષ લોકોને મંદિરમાં ખેંચી જઈ શૈલીના જેવો જ ઘાતકી અત્યાચાર આચરવાની પ્રેતાત્માની ભયંકર યોજના હોવી જોઈએ ડોક્ટરના મગજ માં ધડ બેસી ગઈ.
ડોક્ટર અનંગ લાંબીમાં ભાગ્યા.
સિસ્ટર જુદી એ શું જોયું હશે..?
જુલીને શું થયું છે?
અને સુનીતાના શરીરમાં આવેલો બદલાવ પણ હવે ડોક્ટરની સમજમાં આવી ગયો. હતો તત્કાળ તો સુનીતાને પકડી કોઈ ખાલી વોર્ડમાં પુરી દેવા સિવાય કોઈ ઉપાય નહોતો.
સુનીતા પ્રેતાત્મા ની અસરમાં હતી.
એ હવે ડોક્ટરની ધ્યાન બહાર નહોતું.
તેની પાછળ ગયેલા ઇસ્પેક્ટર અનુરાગ અને રોઝીને સતર્ક કરવાં જરુરી હતા.
ડોક્ટર અનંગ પાછળ નથ્થુ ભાગતો હતો.
જુલી ની સારવાર થઈ રહી હતી એ વોર્ડ આગળ આવી ગયા.
તેઓ કમરાની ભીતર પગ મૂકે એ પહેલાં શરીરના રુંવાડા ઉભા કરી નાખતી સિસ્ટર સુનીતાની ચીસ ડોક્ટરને સંભળાઈ.
"સાહેબ સુનીતા સિસ્ટરની ચિસ..?ભયભીત નથ્થુ બોલ્યો.
કંઈક બન્યું લાગે છે..!
જરૂર કંઇક અમંગળ બન્યું હતું.
એ વાત ડૉક્ટરની પરેશાની પરથી નથ્થુ સમજી ગયો.
ડોક્ટર જુલીને ઈલેક્ટ્રીક શોર્ટની સારવાર આપી રહ્યા હતા.
સુનીતા હેલ્પ કરી રહી હતી.
એના શરીર પર પ્રેતાત્માનો કબજો હતો આખરે શું થયું હશે પ્રેતાત્મા સુનીતા નો ભોગ..?
એક અમંગળ વિચાર ના મનનો કબ્જો લઈ રહ્યો હતો એમનો હ્રદય બમણા વેગે ધડકવા લાગ્યું ઝડપથી વોર્ડમાં પ્રવેશ્યા.

***

Rate & Review

Vasu Patel 1 month ago

Dhara Patel 2 months ago

Jayshree Patel 2 months ago

Navnit Gorasiya 2 months ago

Nita Mehta 2 months ago