autograph books and stories free download online pdf in Gujarati

ઓટોગ્રાફ - Richa

"Autograph "

આ સ્ટોરી ના મુખ્ય પાત્રમાં સોનિયા જે એક ખૂબ મોટી અભિનેત્રી છે. અને વિવેક જે એક બિઝનેસમેન છે . શરૂઆત માં સોનિયા પોતાના ઘરમાં બેસી ને પોતાના લાખો ફેન ના પત્ર વાંચી રહી હતી , ત્યારે એક પત્ર વાંચે છે, ત્યારે તે ખૂબ રડી પડે છે અને અંદર અંદર પોતાની સાથે લડે છે .  અને ફક્ત એક વિવેક રોય નુ નામ વારંવાર રજૂઆત કરે છે. અને કદાચ આ વાત દર મહિને થાય છે જયારે આ પત્ર આવે ત્યારે  , આ પત્ર દર મહિને એક સરખો આવે છે.અને બે વર્ષ થી આ પત્ર આવે છે. અને તે વાંચીને તે ખૂબ રડી પડે છે. તેમાં ફક્ત એક શાયરી હોય છે.

પત્ર

(✪⇶पगली दिल? की किताब ? के पन्ने पे तेरे ? इश्क़ ? का नाम ☞ लिखा हैं ••

अब बस ⇶इसपे तेरे ? Autograph ? की ज़रूरत
☑hai
                                                        -----કોઈ ખાસ )

આ વાંચીને ને સોનિયા તેમણા મેનેજર ને બુમ પાડે છે.

                       
સોનિયા =મેનેજર દિનેશ ત્રિવેદી જી

મેનેજર =હા મેડમ ,

સોનિયા =આ કોણ છે. જેની તમે તપાસ કરો જે દર મહીને એક જ શાયરી મોકલે છે. મને ખબર છે કે મારા આ દુનિયામાં લાખો લોકો ફેન છે. પણ આ તો કેવો ફેન છે.  જે સામે જ નથી આવતો અને છેલ્લા બે વર્ષથી સતત દર મહિને એક જ શાયરી મોકલે છે. અરે હું થાકી ગઈ બસ હવે, મારે મળવુ છે.

મેનેજર =શાંતિ જાળવો , હશે કોઈ તમારા તો કેટલાક ચાહકો આતુરતાથી તમને પત્ર લખે છે.

સોનિયા = હા પણ આ કોઈ અલગ છે, મારે મળવુ છે. કદાચ તે વિવેક લખે છે, વિવેક તુ કયાં છે. ❤❤મને ખબર છે તુ હવે ખુબ દૂર છે. અને કદાચ નારાજ પણ છે. પણ તુ મને ભુલી ગયો. પણ મે કશું ઓછુ નથી કયું, આ ઉપરાંત આપણા છુટાછેડા નુ કારણ પણ હું છું. તારા થી દુર થયા બાદ હવે મને ખબર પડે છે કે આટલો કિંમતી તારો પ્યાર મેં ગુમાવી દીધો છે, આ અભિનેત્રી તરીકે ચમકવા માં કદાચ તારો સાથ ખૂબ દૂર છૂટી ગયો છે, તારી પાસે એક અલગ પ્રકાર નુ સુકુન મળતુ હતુ.જે હવે નથી. આ દિલ માં લાખો ચમક છે પણ એ ચમક પાછળ એક અંધારુ છે તારી યાદ નુ ,એક ખાલી પડેલી જગ્યા પર તારી યાદો ની ઘૂળ પથરાયેલી છે.

     કેમેરા ની સ્માઈલ છે પણ તારી સ્માઈલ નથી ❤
     લાખો ની દુઆ છે પણ તારો સાથ નથી❤                          બસ તું જ સાથે નથી,,,,,,,,,,,,    

સોનિયા આમ મનમાં વિચારી ને ખૂબ દુઃખી થાય છે અને ખુબ રડે છે .

મેનેજર = કોણ વિવેક,અને તમારી આંખ માં આંસુ ?

સોનિયા = કોઈ નથી ,તમે જાવ મારે અહી એકલા રહેવુ છે. 

                 થોડા મહિના  સુધી આ પત્ર ચાલુ રહે છે. આમ ને આમ પત્ર આવ્યા કરે છે .આ જોઈ ને સોનિયા ને કોઈ ની યાદ આવે છે, અને તેને યાદ માં ખૂબ રડે છે, તે કોઈ નહી પણ કોઈ વિવેક છે. આટલી મોટી અભિનેત્રી થઈ ને એ કોઈ એક માટે રડે છે તો તે ખાસ હશે. અને આ વાત અંગે કોઈ ને ખાસ ખબર નથી. એક દિવસ સોનિયા એ જાણવા નો પ્રયત્ન કરે છે કે આ પત્ર કોણ લખે છે એટલે એક ખૂબ મોટો નિર્ણય કરે છે અને એક અભિનેત્રી તરીકે સોનિયા લોકો ની વચ્ચે આવે છે એ ઉમ્મીદ થી કે તે પત્ર લખનાર પણ અહીં આવે. જ્યારે અભિનેત્રી સોનિયા એ લોકો વચ્ચે આવે છે ત્યારે થોડી વાર સુધી કોઈ મળતુ નથી.સોનિયા ની નજર ફક્ત એક જ વ્યકિત ને શોધતી હતી પણ તેને નિષ્ફળતા મળી અને  છેલ્લે તે જાય છે ત્યારે એક માણસ વચ્ચે આવે છે તે એમ તો ખુબ સરસ દેખાતો હતો તે કોઈ કંપની નો માલિક હોય તેમ લાગતું હતું, એના ચહેરા પરથી લાગતુ ન હતુ કે તે કોઇ ફેન હોય તેની આંખ માં અે પ્રેમ  દેખાતો હતો અને એક એવો દદૅ જે ખૂબ ખાસ વ્યકિત ની વર્ષો સુધી રાહ જોઈ હોય, અને આજે કદાચ એને આસમાન ની એજ ઊંચાઈ મળી હોય, જે ઊંચાઈ પર સોનિયા છે. અને તેને જોઈ ને કોઈ કહી ના શકે કે તે કોઇ શાયરી બોલી શકે, પણ અને તે પેલી શાયરી સંભળાવવા લાગ્યો .

(✪⇶पगली दिल ? की किताब ? के पन्ने पे तेरे ? इश्क़ ? का नाम ☞ लिखा हैं ••

अब बस ⇶इसपे तेरे ?  Autograph ? की ज़रूरत
☑hai

                                                       

બસ ત્યારે સોનિયા ને ખાતરી થાય છે. આજ વ્યકિત છે.  સોનિયા તેને જોઈ ને  હેરાન થાય છે. પણ અચાનક તેને જોઈ ને સોનિયા એ ખૂબ ખુશ થઈ જાય છે અને તેના મોઢામાંથી નીકળે છે. (વિવુ) ,તે પણ બોલે છે (સોનું) પછી એક બીજા સામે જુએ છે અને તરત hug કરે છે.  પછી સોનિયા તરત લોકો વચ્ચે થી નિકળી જાય છે અને ત્યારે ન્યુઝ ચેનલ વાળા પાછળ પડે છે પણ તરત જવાબ આપ્યા વગર નિકળી જાય છે. અને તરત સોનિયા અને વિવેક બંને સોનિયા ના ઘરે મળે છે. સોનિયા અને વિવેક એક બીજા ને પહેલે થી ઓળખે છે.

વિવેક = હજુ પણ તુ મને ઓળખે છે.

સોનિયા = આવુ કેમ બોલે છે,

વિવેક =  તો તુ બોલ હું શું બોલું, કદાચ આ સંબંધ માં હજુ સુધી કોઈ ખાસ વાત રહી નથી, હવે તો તુ એક અભિનેત્રી અને હું તારો ફેન , સોનિયા મારી જીંદગી નથી ભૂલ કંઈ  છે ખબર છે તને , અરે તને યાદ હશે કદાચ આ સંબંધ ની ભુલ, એક અભિનેત્રી સાથે પ્રેમ ક્યો અને કદાચ એક અંધારો ભરોસો પણ, જ્યારે જ્યારે તુએ જે માગણી કરી એ મે આપી, કદાચ તને આપણી વચ્ચે પ્રેમ લાગ્યો હતો તો તે લગ્ન કર્યા પછી પણ દિવસે આ સંબંધ નિભાવી ના શકી તો છુટાછેડા લઇ લીધી એક પછી એક ફરિયાદ માં કદાચ આપણો પ્રેમ ખોવાઇ ગયો કેમ ?

સોનિયા = બસ હવે હું છેલ્લા ત્રણ વર્ષથી આજ અફસોસ માં જીવુ છું કે આવુ મે કેમ કયું. આપણે જયારે આપણી મનપસંદ વ્યકિત કે આપણા પ્રેમ થી દુર જંઈએ ત્યારે તેની કિંમત સમજાય અને તારી મારા જીવનમાં શું કિંમત છે જે મને આ છેલ્લા ત્રણ વર્ષમાં ખબર પડી ગઈ છે, એક દિલ નો ટુકડો પડી ગયો હોય એમ લાગતું હતું, છેલ્લા બે વર્ષથી તો તારી  શોધખોળ અને શાયરી એ મારુ જીવવુ મુશ્કેલ કરી નાખ્યું હતું,
મને હજુ પણ યાદ છે તે મને પ્રપોઝ કરવા આ શાયરી સંભળાવી હતી.
                        

✪⇶पगली दिल ? की किताब ? के पन्ने पे तेरे ? इश्क़ ? का नाम ☞ लिखा हैं ••

अब बस ⇶इसपे तेरे ?  Autograph ? की ज़रूरत
☑hai
                                                          

મને એ પણ યાદ છે, તુ મારો પહેલો ફેન બન્યો હતો કે જેને મારા માટે ખૂબ મહેનત થી શાયરી મોકલી  હતી.

વિવેક = હા એ પણ ચાર વાર પ્રપોઝ કયાં પછી એક વાર આ વાત નો સ્વીકાર કર્યો, મે તારી હંમેશાં રાહ જોઈ છે. અને જોવ પણ છું, અને કદાચ હંમેશા જોવા પણ તૈયાર છું,

સોનિયા = શું, પહેલા જેવુ ના થાય?  હવે આ સાથ જીંદગીભર  રહેશે , મને મારી ભૂલ સુધારવા માટે એક તક આપ ને,
-ચાલ ને પેલા રમેશ કાકા ની ચા પીવી છે, તે પણ રાત્રે દસેક વાગ્યે,
-ચાલ ને તારી સાથે આખા બાગ ની વોક કરવી છે ,
- શિયાળામાં તારી સાથે  એક નારિયેળ માંથી પાણી પીવું છે,
- તારા ખભા પર સૂઈ જવુ છે,

આ બઘુ સાંભળી ને વિવેક હસે છે, અને કહે છે તને યાદ છે આ બઘુ, હા જે થયુ તે ભુલી જઈએ, અને નવેસર થી જિંદગી શરૂ કરીએ.

સોનિયા = હા, વિવેક પણ તે ખરુ કયું બે વર્ષ સુધી એક જ શાયરી મોકલે છે.  તને વિશ્વાસ હતો કે હું પાછી આવા,

વિવેક =  ખરુ કહુ તો મને ભરોસો છે કે તુ મને પ્રેમ કરે છે કારણ કે આપણા છુટાછેડા થાયા છે તેમ છતાં તુ તારા બઘી નયુઝચેનલ સાથે ની વાતચીત માં હંમેશા મારો સમાવેશ કર્યો છે, તને યાદ છે પેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે કે વિવુ મારો ખૂબ સારો મિત્ર છે, ત્યારે મે સમજી ગયો .ભલે તુ ના પાડે પણ તુ પ્રેમ તો મને જ કરે છે તમને જો હઠ અમને ભુલવાની, તો અમારી પણ ઍક હઠ છે તમને અમારી યાદ અપાવવાની.!!!i love you forever

સોનિયા = હા, I love you too

સોનિયા અને વિવેક એક બીજા ને જોઈ ને તરત એવી રીતે  hug કરે છે કે આખી દુનિયા ની બધી વાત ભૂલી જઈને આજે બસ એક બીજા ના થઈ ને રહેવુ છે આજે લાગે છે કે એક ચાંદ શરમાઈ ને તેની ચાંદની ને મળે છે. આ રાત ના અંધારા માં દોડતી એક સપના ની લહેર,  અને એક પ્રેમ ની લહેર વાતાવરણ માં ફેલાઈ ગઈ હતી, એક બીજા ના હાથ પર હાથ અને  ભીની ભીની આંખે દેખાતું એકબીજા ના પ્રેમ નુ  હૈયુ

વિવેક =આંખો મા છે તારાજ સપના , અને આ દિલને છે તારીજ તમન્ના , હંમેશા તૂ આમાજ સાથે રેહજે , બસ આટલી જ છે મારી ગુજારીશ.
મારી હસી નો પાસવર્ડ છે તુ!
મારા ફોન નુ વોલપેપર છે તુ !
મારા દિલ ની ધડકન છે તુ!
હવે બીજી વખત નો પૂછતી કે મારી કોણ છે તૂ!!!!

સોનિયા = મને ખબર છે કે તારી લાઇફ માં હું કોણ છું અને મારી શું વેલ્યુ છે પણ આ વેલ્યુ હું સમજી ના શકી,
sorry please forgive me but this time i forever love you

સવારે  તેઓ કોફી પીવા બેઠા હતા ત્યારે ટીવી ચેનલ પર એક ગીત વાગ્યુ

मैं  दुनिया भर की तारीफें

तेरे सजदे में लाया हूँ

मैं  तुमसे  इश्क़  करने की

इजाज़त  रब से लाया हूँ

रब्ब से लाया हूँ

વિવેક =આપણે આપણા સબંધ ની શરૂઆત ત્યા થી કરીએ જયારે તને મે પ્રપોઝ કરી હતી. તેવુ કંઇક અલગ કરીએ .

સોનિયા =સારુ એવુ કરીએ તો આપણે અલગ અલગ તૈયાર થઈએ .

વિવેક =તો આપણે ત્યાં મળી એ જયાં પહેલી વખત તને પ્રપોઝ કરી હતી .

સોનિયા.= ના આપણે સાથે જઈએ,હવે મારી તારા થી દુર જવુ નથી, જીવશું સાથે,,,,

વિવેક = અને મળશું સાથે,,,

સોનિયા = આવુ ના બોલ, હમણા તો મળ્યા છે. થોડુ સાથે જીવવું છે .આમ ના બોલ please ,તને ખબર છે હવે તારા વગર રેહવુ નથી, તુ સાથે હોય તે પલ કોઈ જન્નત થી ઓછો નથી, કદાચ એ સમજતા ખુબ વાર લાગી, ઘણા સમયથી એક ઝલક જોવા માટે તરસુ છું. તારા વિના તો શું જીવવું અને શું મરવુ? હવે જો મળ્યા છો તો દુર ના જતા આ દિલ કશે પણ લાગતું નથી ?

વિવેક = બસ હવે ,આ પ્રેમ કોઈ દિવસ પૂરો ના થાય, કદાચ હવે મૌત પણ આવી જાય તો કોઈ અફસોસ ના રહે, મને એ તો ખબર પડી કે જેને મે પ્યાર કર્યો છે તે મારા માટે હજુ જીવે છે કે હું તને ખૂબ પ્રેમ કરુ છું અને કરતો રહીશ, મારા પછી પણ


બસ આટલુ બોલતા તો સોનિયા તેના મોઢા પર હાથ મુકે છે અને કહે છે બસ હવે,, ચાલો


પછી સોનિયા અને વિવેક કાર લઈને નીકળ્યા અને રસ્તા માં વિવેક કાર ઊભી રાખે છે અને તેને તેના ઘરમાં લઈ ને જાય છે તો ઘર માં જતા જ સોનિયા પોતાને સંભાળી શકતી નથી એ જોઈ છે કે જયારે તેઓ ના લગ્ન કર્યા બાદ જેમ ઘર ની સજાવત કરી હતી તેમ ની તેમ હતી, ત્યાં જ સોનિયા નો ફોટો અને અન્ય ચીજો પણ કોઈ વસ્તુ અલગ ન હતી પરંતુ ઘર મોટુ બનાવ્યુ હતુ, એ પણ અમે નક્કી કર્યું હતું એમ જ ડિઝાઇન હતી અને અમારા રૂમ માટે પણ ખૂબ સરસ રીતે સજાવત કરી હતી ત્યારે  સોનિયા કહે છે


સોનિયા = તે તારો વાયદો હંમેશા પુરો કરે છે, હંમેશા હું ભૂલી જાવ છું,


વિવેક= બસ ચાલ જઈઅે પછી પાછુ અહીં અવવા નું છું .અહીં જ રહેવા નુ છે.


પાછા બંને ગાડી લઈને નીકળે છે, અને કદાચ આ સફળ તોઓ નુ છેલ્લું હતી. તેમની કાર નુ એકદમ અકસ્માત થાય છે, અને એ પણ એવી જગ્યા પર નજર કરીએ તો કોઈ હતુ જ નથી. અને અકસ્માત ખૂબ ભારે હતુ.  તેઓ કાર માંથી બહાર નીકળી ને દૂર ફેકાય છે. અને તેઓ એક બીજા સામે આવવા નો પ્રયત્ન કરે છે. એક તરફ સોનિયા ખૂબ ઝખમી હાલતમાં ઊભી થાય છે કે તરત જમીન પર પતકાય જાય છે. વારંવાર ઊભા થવા નો પ્રયત્ન કરે છે. અને સામે વિવેક બેહોશ હાલતમાં  હોય છે. સોનિયા તેને ખૂબ બૂમો પાડે છે અને ખુબ કોશિશ કરે છે કે તેની પાસે જાય, અને હિંમત કરી ને ત્યાં સુધી જાય છે અને ત્યા જઈ ને તરત હિમંત તૂટે છે અને વિવેક ને ખુબ ઉઠાવવા નો પ્રયત્ન કરે છે પણ ઉઠયો નહીં, અને સોનિયા તેના ખોડા માં વિવેક નુ માથું લે છે.


સોનિયા = હજુ કાલે તો મુલાકાત થઇ છે, અને આટલો જલદી હાથ છોડી દીધો હા પણ તો વાદા નિભાવવા માટે ખૂબ ફેમસ છે, ચાલો ઊભા થઇ જાવ, જલદી ચાલો મારે પેલી શાયરી સંભળાવી છે, please weak up, please


જે દુનિયામાં તમે ના હોવ તો મારે નથી જીવવું, હું પણ આવુ છું .આ વખતે હું પણ સાથ નિભાવવા માટે તૈયાર છું ભલે તે મૌત કેમ ન હોય.


અને ત્યારે સોનિયા ખૂબ ડૂસકાં ભરી ને રડે છે એનુ મોઠુ લાલ થઈ જાય છે અને ત્યારે એક આસું એ વિવેક ની આંખ પર પડે છે અને તે તરત જાગી જાય છે.


સોનિયા = ઓ,,,,,, વિવુ જાગને તુ મારી વાત ના માને ,ઊભો થા please,,


વિવેક = હા એટલે તો જાગ્યો પણ ઘણો લાંબો સમય નથી છેલ્લે હું તને એટલું કહુ છું


   


" મારા દિલ ને તારા પ્યાર નો ઓટોગ્રાફ મળશે. કે પાછો આવતા જન્મ માં પ્રપોઝ કરવા આવીશ, ચાલો પછી મળ્યે ,કદાચ હવે ટાઈમ નથી અને આજ સુધી નો બેસ્ટ સમય કાલ નો હતો, please don't mind but give me a your Love Autograph ♥️


ઓટોગ્રાફ આપી શકે છે મને ,


✪⇶पगली दिल ? की किताब ? के पन्ने पे तेरे ? इश्क़ ? का नाम ☞ लिखा हैं ••


अब बस ⇶इसपे तेरे ?  Autograph ? की ज़रूरत


☑hai "


આ તરફ વાત સાંભળતા તો સોનિયા ની હાલત ખરાબ થાય છે અને ત્યારે તેમણે એક બીજા નો હાથ પકડી ને તરત એક બીજા ને hug કરે છે. અને એક બીજા ને છેલ્લા સમય માં એહશાસ કરાવે છે કે તેઓ એક બીજા માટે કેટલા જરૂરી છે , જ્યારે તેઓ એક બીજા ની ખૂબ પાસે આવે છે ધણા સમય પછી તો તેમની આ કહાની અધૂરી રહી ગઈ, આ જન્નત નો પ્રેમ અહીં જ પુરો થઇ ગયો અને કહાની પુરી થઈ ગઈ, અને છેલ્લે એક બીજા ને i love you અને અલવિદા કહી ને છેલ્લા શ્વાસ છોડે છે. અને કદાચ આ વખતે બંને પોતાનો પ્રેમ નિભાવે છે અને છેલ્લાં શ્વાસ સુધી લડે છે અને હાથ માં હાથ હોય છે,અને એક બીજા નો સાથ અને આ પ્રેમી પંખીડા આ દુનિયામાં છોડી દે છે અને પછી બીજા દિવસે તેઓ ને સાથે કબર સુધી લઇ જવામાં આવ્યા. 


                                  बड़ी इबादत से पुछा था मैंने उस खुदा से जन्नत का पता 

थककर नींद आयी तो खुदा ने हम दोनों को मौत की  बाहों में सुला दिया 



Richa modi ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️