quotHyaaaa Beat books and stories free download online pdf in Gujarati

હૈયાના ધબકારા


                          " હૈયા ના ધબકારા "

                             પ્રકરણ 3 


કરણ = કિરણ ઓ,,, કિરણ કયાં છે એક ખૂબ ખુશ ખબર છે. જલદી આવ,,,,, 

કિરણ =હા,,, આવુ છું પણ શું છે?  આવી ગઈ બોલો.  

કરણ = અમને એક   આટિઁકલ  લખવા માટે ખૂબ સરસ ઓફર આપવામાં આવી છે  અને તે આટિઁકલ માટે  મારી  પસંદગી કરવામાં આવી છે. અને તે માટે આપણે બન્ને  ઓસ્ટ્રેલિયા જઈશું, હવે તારુ ઓસ્ટ્રેલિયા ફરવા જવાનું સપનું સાકાર થઇ ગયું છે, કિરણ,, આઈ એમ હેપી,,,, હવે આપને બંને  ઓસ્ટ્રેલિયા મુસાફરી પર  જઈએ .

કિરણ = સાચી વાત છે ને, તું મઝાક નથી કરતો ને, 

કરણ = ના હવે, એક party આપણા બધા ફેમિલી સાથે કરીએ 

કિરણ = હા, કરીએ હું બધા ને ફોન કરીને જાણ કરુ છું અને તું  બધી તૈયારી કર, અને સાંજે કરીએ .

કરણ = હા સારુ અને પછી તુ પણ તૈયાર થઇ જજે 

કિરણ  = હા 

-

(સાંજે ચાર વાગ્યે )

-

કરણ  =બધી તૈયારી કરવામાં હું ભુલી ગયો કે મારી કિરણ કેવી તૈયાર થઈ છે . ચાલ ને હું જોઈને આવુ,  પહેલાં તો મે  બુમ પાડી ને પછી  અમારા રૂમ માં ગયો. કારણછે કે કિરણ ને તરત આમ કોઈ રૂમ માં  આવી જાય છે તે ગમતુ નથી એટલે મારે ખાસ ખ્યાલ રાખવો પડે છે. કે બૂમ પાડીને જવુ

***( આમ બોલતા બોલતા તે રૂમ માં ત્યાં જઈ ને કરણ શું જોઈ છે.  ગુલાબી ઠંડીની તીવ્રતા ઓછી થઈ હોય તેમ લાગે છે અને ગરમી નો અનુભવ થાય છે ઘરમાં એક ગુલાબી પરી એ આગમન કયું હોય તેમ લાગે છે.આજે   એકદમ અલગ મેેેેહેક ફેલાઈ રહી હતી. કરણ તો તે જોઈ ધાયલ થઇ ગયો હતો. અને બસ એને જ જોયા કરે.  અને એના સુંદર વાળ અને તેમાં પણ ગાલ પર લટકતા વાળ અને તલવાર જેવી આંખ અને ગુલાબ ની પંખુડી જેવો ચેહરો, બસ કરણ ની તો નજર થંભી ગઈ.

કરણ  =આજે કોને ઘાયલ કરવા નો ઈરાદો છે.

કિરણ =જેને ઘાયલ કરવા નો ઈરાદો હતો તે થઇ ગયો.

***(પછી શું સવાર માં બંને નું રોમાન્સ  નું મૂડ થઇ ગયુ. જ્યારે આદિ એક સુંદર ગુલાબ ચાંદની ના માથા માં નાખે તો ચાંદની એવી શરમાઈ કે એક ચાંદ શરમાઈ છે જ્યારે તે તેની ચાંદની ને મળે છે. તેઓ ની એક બીજા તરફ નો પ્રેમ અને કાળજી એજ સાચો પ્રેમ બતાવે છે. કરણ  કિરણ એક બીજા ને hug કરે છે. અને એમ જ બસ એક બીજા સાથે હસી મજાક કરે છે. અને કિરણ શરમાઇ જાય છે. અને એકદમ મન મૂકીને કરણ ને hug કરે છે. કદાચ અાજે કિરણ વિચાર કરે છે કે આ પળ અહી જ થંભી જાય અને  હું અહીં જ રહી જાવ. બસ આ પળ અહી જ થંભી જાય,આ રોમાંચક રોમાન્સ નો સફળ ચાલતો રહે .)

***(પણ અચાનક કિરણ ને ચક્કર આવી ગયા અને તે બેહોશ થઇ ગઈ અને તરત કરણ ડોક્ટર ને ફોન કર્યો અને ડોક્ટર આવે ત્યાં સુધીમાં કરણ તેને જગાડવા નો પ્રયત્ન કરે છે અને ત્યારે અચાનક કરણ કિરણ ના હદય પર હાથ મુકે છે અને ત્યારે કિરણ ના ધબકારા જોર જોરથી સભરાઈ છે અને તે સાંભરી  કરણ ના હૈયે ઘબકારા વધે છે અને ત્યારે કરણ ને ખૂબ ખોટા ખોટા વિચાર આવે છે. 


એ ગમ નો સું મતલબ જેમાં તારી કમી હોય 

એ ખુસી નો સું મતલબ જેમાં તારી કમી હોય…

હું તો એ વિચારી ને મોત થી મહોબત્ત કરી બેઠો કે 

એ જિંદગી નો સું મતલબ જેમાં તારી કમી હોય...

(વિચારતા વિચારતા ડોક્ટર આવે છે.) 

કરણ=  બોલો, ડોક્ટર કારણ શું થયું છે , કિરણનું આવી રીતે બેહોશ થવાનું કારણ શું છે. 

ડોકટર = કંઈ નથી થયું પણ કિરણ ની ગઈ બિમારી પછી ગમે ત્યારે તે ફરી આવી શકે છે પણ એવું ના પણ હોય, પણ તમારે ખાસ દેખરેખ રાખવી પડશે. તમે છતાં હું રિપોર્ટ કાલે બતાવી  આપું તેમાં ખબર પડી જશે કે શું છે. 

કરણ = પણ કંઈ ખોટું ના થાય ને, 

ડોક્ટર = ના થાય but take care 

પછી કરણ party રદ કરે છે અને એક નિર્ણય પણ કરે છે. થોડી વાર પછી કિરણ જાગે છે અને કરણ બઘુ કહે છે 

કરણ = જો કિરણ હવે તારી તબિયત બગડી ગઇ છે એટલે હવે આપણે બન્ને ઓસ્ટ્રેલિયા જવાના નથી મને માફ કરજે. 

કિરણ = પણ તુ તો જા પ્લીઝ મારી ચિંતા ના કર પ્લીઝ 

કરણ  = ના હૂં નથી જવાનો તારાથી વધારે મહત્વનું કંઈ પણ નથી. 

કિરણ = પણ પ્લીઝ સમજ આપણે પછી જઈશું પણ હમણાં મારા કારણે તુ કામ ના બગાડ, જો  આવા મોકો વધુ ન મળે, આવી તક જો સામે થી આવી છે તો જા, 

કરણ = પણ તુ? 

કિરણ = તુ મારી ચિંતા ના કર, મારી પાસે મારા મમ્મી જેવા શાંતિ માસી તો છે ને પ્લીઝ જા અને જો આજે રાત્રે આઠ વાગ્યા ની ફ્લાઈટ છે એટલે તુ તૈયાર થઇ જા અને આ ફાઈનલ છે. તમે જ કંઈક કહો માસી 

શાંતિ માસી (કરણ ના માસી) = હા બેટા જા હું છું અહી તુ તારુ કામ કર, જો  મારી કિરણ કેટલી હોશિયાર છે. 

કિરણ = જો 

કરણ = પણ???  

કિરણ = પણ?  શું  ફાઈનલ અને હા એક શોપિંગ લીસ્ટ તૈયાર છે લઈ આવજે .

કરણ = ઓકે મારી જાન 

***રાત્રે આઠ વાગ્યા સુધીમાં તૈયાર થઈ ને નિકળે છે અને ત્યારે કરણ અને કિરણ એ ખૂબ એકબીજા ને જોયા કરે છે અને કિરણ ની આંખ માથી આંસુ બહાર આવે છે અને ત્યારે કરણ તે સાફ કરે છે. અને શાંતિ માસી ને બઘુ સમજાવે છે કે કંઈ દવા ક્યા ટાઈમ પર લેવી અને કહે છે કે 

કરણ = માસી એક વાત નુ ધ્યાન રાખવું જરૂરી છે કે કિરણ કોફી વઘારે ના પીય.  

માસી  = સારુ બેટા 

***પછી કરણ નીકળે છે અને ઘરમાં એકલી ઉદાસી છવાઇ જાય છે અને કિરણ ને રાત્રે ઊંઘ આવતી નથી અને ત્યારે મૌસમ ખૂબ ખરાબ થઇ જાય છે અને વરસાદ અને વાવાઝોડાના થી તોફાની રાત બની જાય છે અને ત્યારે કિરણ બોલે છે 

કિરણ = માસી કરણ આજે જ ગયો છે અને આજે જ આવુ વાતાવરણ થઈ ગયુ છે. કંઇ ખોટું ના થાય ભગવાન મારા કરણ ની કાળજી રાખજો.  

માસી = કંઈ ના થાય બેટા હવેતું આરામ કર, અને ભગવાન બધું બરાબર કરશે.  

કિરણ = ના નથી આરામ કરવો ચાલો ટીવી જોઈએ.  

***કિરણ અને માસી ટીવી જોઈ રહ્યાં હોય છે ત્યારે અચાનક નયુઝ માં બતાવે છે કે મૌસમ ની ખરાબી ને કારણે ઓસ્ટ્રેલિયા  જનારી  ફ્લાઈટ  નુ એકદમ અકસ્માત થાય છે અને કોઇ ની બચવા ની આશા નથી ત્યારે કિરણ  ના હાલ બેહાલ થઇ જાય છે અને કંઇ સમજ પડતી નથી કે હવે તે શું કરે અને રડી ને હાલ ખરાબ થઇ જાય છે અને માસી તેને શાંત રાખવા નો પ્રયત્ન કરે છે. અચાનક વીજળી જતી રહે છે .તે એેજ ફ્લાઈટ હતી જેમાં કરણ ગયો છે અને અંધારામાં  જ કરણ ને શોઘવા નિકળી જાય છે તે ખુબ દુખી થઈ જાય છે અને રડતા રડતા તે કરણ ની શોઘ માં નિકળે છે અને ત્યારે તેની પાછળ તેના માસી પણ બુમ બરાડા પાડતા પાડતા નિકળી જાય છે પણ કિરણ સાંભળતી નથી.  

( સવાર થાય છે) 

* અચાનક કોઈ દરવાજો થોકે છે અને અચાનક શાંતિ માસી જે ખુરશી ઉપર બેઠા હતા તે ચમકે છે અને વિચારે છે આવી ગઈ મારી કિરણ અને આવી ગઈ બેટા એમ કહેતાં કહેતાં દોડ્યા અને દરવાજો ખોલ્યો અને જોયા વગર બોલ્યા આવી ગઈ બેટા કયાં ગઈ હતી. હું કેટલી ગભરાઈ ગઈ હતી. જ્યારે અચાનક જોય છે તો ત્યા કરણ ઊભો હતો અને તે બોલ્યો 

કરણ =માસી કયાં છે કિરણ અને તમે આટલા ગભરાયા કેમ છો. 

* અચાનક માસી રડે છે અને કરણ વધારે ગભરાય છે.

માસી = પણ બેટા તુ અહી કેવી રીતે તુ તો જે ફ્લાઈટ માં ગયો હતો તેનુ અકસ્માત થયુ હતું અને તુ તો સલામત છે અને આ સમાચાર સાંભળીને ને કિરણ ખુબ દુઃખી થઈ જાય છે અને ત્યારે તે રાતો રાત તને શોધવા નીકળે છે. મે એને રોકવા નો પ્રયત્ન કયો  હતો પણ તે સાંભળે તેમ ન હતી. અને મે પણ પાછળ ગઈ પણ તે ના મળી હમણાંજ આવી હવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જવાની હતી.  પણ તુ અહી, 

* આ સાંભળીને કરણ ખુબ ગંભીર હાલતમાં આવી જાય છે અને ત્યારે માસી કહે છે કે તુ શાંતિ રાખ આપણે કિરણ ને શોઘીએ 

કરણ  = ચાલો માસી પહેલાં કિરણ ને શોધી એ પછી બધું  કહું તમણે, અને કાલે તો મૌસમ પણ ખુબ ખરાબ હતુ, ખબર નહી મારી કિરણ કયાં છે, 

માસી =.હા ચાલ 

* ખૂબ શોધે છે અને આમ - તેમ ખૂબ શોધખોળ કરે છે.અને તેઓ એક મંદિર પાસે પહોંચે છે. અને વિચારે છે કિરણ કયાં છે તું?

કરણ = તારી યાદોને હવે રોકી શકતો નથી,તને જોયા વગર હવે રહી શકતો નથી,કોણ જાણે કયું જાદુ કરી બેઠી છે મારા પર.. .તારા વગર આ જિંદગી હવે જીવી શકતો નથી ને તને પામ્યા વગર મરી પણ શકતો નથી.

માસી = બેટા, બેટા, તેમ જો પેલી કિરણ, પેલા ઝાડ નીચે પડી છે.  

*કરણ અને કિરણ ત્યા તપાસ કરવા જાય છે અને ત્યારે જોય છેકે કિરણ બેહોશ હાલતમાં મળી આવે છે .

કરણ = કિરણ ઉઠ ને પ્લીઝ જો તારો કરણ અહી જ છે 

કિરણ = કરણ, કરણ, તુ અહી છે.  

કરણ = તારી જ કારણે હું આજે સહીસલામત છું જયારે હું ઘરે થી નીકળ્યો હતો ત્યારે  મારુ મન ન હતુ કે હું ઓસ્ટ્રેલિયા જાવ એટલે  હું મંદિર ગયો હતો .ત્યારે કિરણ ના ડોક્ટર નો રિપોર્ટ માટે ફોન આવ્યો હતો અને તેને લેવા ભાગતો ભાગતો હોસ્પિટલમાં  ગયો અને આ બઘા માં ફ્લાઈટ છુટી જાય છે અને રાત્રે મૌસમ ની ખરાબી માં ઘરે પરત ફરી આવુ તે શક્ય નહતું .અને મે હોટલ ઓનર્સ માં રહ્યો હતો અને  સવારે આ ન્યુઝ મે જોયા પછી મે ઝડપ થી આવ્યો. અને મેં ફોન પણ ન ક્યો કે કિરણ અને માસી  ને સરપ્રાઈઝ આપુ પણ મને જ સરપ્રાઈઝ મળ્યું .

કિરણ = તુ થીક છે ને 

માસી = હા બેટા, થીક છે ને અને ભગવાન ની કૃપા થી તુ થીક છે .

કરણ = હા મારી કિરણ થી હું બચી ગયો. 

*કરણ અને કિરણ એક બીજા ને hug કરે છે. અને એક બીજા ને જોઈ ને ખૂબ રડે છે .અને કરણ બોલે છે. 

કરણ = તુ મારી દુનિયા છે અને ધડકન પણ છે. 

छोड़ दिया हमने दुनिया की तरफ नजरे रखना, 

जब घर में ही दुनिया मिल गई है तो दुनिया में कोई घर क्यूँ ढूंढू !!


 પ્રકરણ 3 ( હૈયા ના ધબકારા)