Rekha baa books and stories free download online pdf in Gujarati

રેખા બા


                             



"રેખા બા"



                               ગામડાનું એક જુના જમાના નું એક સુંદર ઘર અને ગામ ની નજીક આવેલુ આ ઘર ,અને તેમમાં રેહતા "રેખા બા" આ તેમણૂ ઘર ગામ ના પાદર ની નજીક છે. રેખા બા એ ખુબ જ મજા ના બા છે. તેઓ ને સમોસા તૈયાર કરવા નું ખૂબ ગમતું એટલે તેઓ તેમના ઘર ના આંગણ માં દરરોજ સમોસા વેચતા, અને તેમનાં ઘર ને નજીકમાં એક શાળા આવેલી છે એટલે આ  બાળકો ને તેમણે બનાવેલા સમોસા અને રેખા બા ખૂબ ગમતા. અને તે ઉપરાંત ગામ ના બઘા માણસો ને આ સમોસા ખૂબ પસંદ આવતા, કોઈ પ્રસંગ હોય કે કોઈ અન્ય કેટલાક કારણ હોય આ સમોસા તૈયાર જ હોય એને દરરોજ તેમણા ઘર આંગણે ઉજાણી હોય એમ લોકો ની ભીડ જામી જાય. 


                                   તેમણાં ઘર માં ચાર રૂમ અને એક રસોડું અને ઘર માં પ્રવેશ કરતા જ એક ઓટલો છે .અને આ ઓટલા પર હંમેશા એક પોપટ અને એક હિચંકો હોય જ છે. દરરોજ ગામ ના અને શાળા ના બાળકો અહિં હિચંકા પર બેસવા આવે છે.  અને  તે પણ ખૂબ બોલે છે, કોઈ આવે એટલે બસ ચાલુ જ થઈ જાય. પહેલા તો બોલે આવો! આવો! પછી બોલે કોણું કામ છે. અને પછી બા હોય તો બોલાવે રેખા.....ઓ રેખા......  પણ આ પોપટ પણ ખૂબ પ્રિય મિત્ર છે બા નો એમ તો આખા ગામ ના પ્રિય છે આ રેખા બા અને બઘા મુશ્કેલીમાં સાથ આપે છે જ પણ કોઈ સૌથી નજીકના અને બા ની બઘી અંગત વાત કોઈ જાણતું હોય તો એ છે બા ના છોટું, બા પ્રેમ થી છોટું બોલાવે છે અરે આશ્ચય તો ત્યારે થાય છે કે આ છોટું ને પણ સમોસા ખુબ ભાવે છે.

                          અને તેની પછી એક લાંબુ આંગણુ છે. અને તે આંગણા માં રેખા બા સમોસા વેચતા હોય છે અને આજઆંગણા માં આખો દિવસ ઉજાણી જેવુ માહોલ સર્જાય છે. તેમણે ત્યા ત્રણ રૂમ છે અને તેમાં એક રૂમ એ ભાડે થી આપવા માં આવેલો છે અને તે ભાડૂઆત પણ ખૂબ સારા માણસ છે. તે શહેર થી, બાજુ માં આવેલી શાળા માં ભણાવવા માટે આવ્યા છે. તે ઉપરાંત ટાઈમ મળે તો તેઓ પણ બા ની મદદ કરે છે. ગામડાનું  આ વાતાવરણ જોયા પછી તેઓ ખૂબ પ્રભાવિત થઈ જાય છે અને તેમાં ફક્ત બા અને તેમણાં સમોસા પછી તો તેઓ ને શહેર ના વડાપાઉં પણ ભાવતા નથી. અને તેમણું  નામ આનંદ શર્મા છે. અને રેખાબા આનંદ ભાઈ ને પોતાના દિકરા ની જેમ ગણે છે. કદાચ કોઈ દિવસ સમોસા ખાય ને થાકી જાય તો બા એમણે બીજુ કંઈક અલગ ખવડાવે છે. અને રાત્રે કોઈ પણ ટાઈમ પર આનંદ ને ખાવાનું બનાવી ને પોતાના હાથ થી ખવડાવે છે. દિવસે તો તેઓ ને ટાઈમ ના  મળે પણ રાત્રે તો તેઓ આનંદ ને બેસીને ખવડાવે છે. તેઓ આનંદ  નો ખૂબ ખ્યાલ રાખે છે. આ પ્રેમ ને જોઈ ને આનંદ ને પોતાના મમ્મી સાથે પપ્પા ની પણ યાદ આવતી નથી . અને આ ઘર ની બાજું માં એક ખેતર જેવું છે જે મોટું નથી પણ તેમાં બાળકો માટે  નાના - નાના ફળ અને શાકભાજી ઊગવે છે અને બાળકો માટે બોર, જમરૂખ  ,કેરી વગેરે ખાવા માટે કોઈ પણ સમય એ ખુલ્લુ મુકાયું છે.  અને અેટલે તો દરરોજ આંગણુ અે સમોસા ની ઉજાણી થી અને ખેતર એ બાળકો સાથે હમેશાં ભરેલુ રહેતુ .


                                     એક દિવસ બા સવારે પહેલા ખેતરમાં ગયા અને ત્યાં થોડું કામ પતાવીને પછી તેઓ ઘર આંગણુ સાફ કરવા લાગ્યા હતા અને પછી બા સમોસા તરવા લાગ્યા   હતા .ત્યારે બાળકો નો અવાજ શાળા માંથી આવ્યો. અને બહાર પોપટ મહારાજ બોલ્યા કરતા હતા. જો રેખા તારા સમોસા માટે તો છોકરા ભણતા નથી. એ સમોસા ખાવા શાળા માં તોફાન કરી રહ્યા છે. બા કહે શાંતિ રાખો છોટું મહરાજ  અને બહાર  ગામ ના સરપંચ સમોસા ખાવા આવી ગયા અને હિચંકા પર બેઠા અને તરત  પૂછયું કે 

સરપંચ =કેવું છે છોટું મહરાજ ને 

બા = આવો ભાઈ 

છોટું = બસ અમારે શું, શાંતિ છે અને જુઓ શાળા માંથી છોકરા નિકળ્યા .

સરપંચ = અને હા હમણાંજ બા ના સમોસા પણ તરાપ મારશે. 

(અને બા તેઓ ને સમોસા આપવા લાગ્યા .અને તેમાં આનંદ ભાઈ પણ આવી ને બેઠા .)

સરપંચ = આવો.. આવો.... આનંદ ભાઈ ,બેસો અહી  હિચકા પર,

આનંદ ભાઈ = અરે કેવું છે સરપંચ મહેશ કાકા અને અમારા છોટું મહરાજ,અને  બા ના સમોસા ખાવા આવ્યા તમે, 

સરપંચ = અરે ભાઈ બા તો  બા છે અને તેમાં તેમણાં સમોસા ખાવા માટે આવવું જ પડે. અને હા તમને અમારા ગામમાં ફાવી ગયું છે કે પછી કોઈ તફલીક, તમે તો શહેર ના માણસ છો, 

આનંદ ભાઈ = અરે ના કાકા, મને તો અહીં ગામ માં ખૂબ ગમે છે અને તેમાં બા અને તેમનાં સમોસા ખાવા માટે તો હંમેશા તૈયાર. 

સરપંચ = હા ભાઇ અમારા ગામમાં બા ના સમોસા ખૂબ લોકપ્રિય બની ગયા છે લોકો દુર દુરથી આવે છે. આજ માહોલ દરરોજ થાય છે, 

છોટું = અરે રેખા બા સમોસા એવા તૈયાર કરે છે, શું વાત કરાય .

આનંદ ભાઈ = હા અને બા ખૂબ ખુશ લાગે છે કે આ સમોસા આપી ને  પણ આજે બા બઘા બાળકો ને એક પણ રૂપિયા વગર કેમ આપે છે. 

(આ સાંભળીને પોપટ ( છોટું)  કંઈ ના બોલ્યા અને મોઢું ફેરવી નાંખ્યું. )

સરપંચ= તમને અહી આવીને કેટલો સમય થયો છે. 

આનંદ ભાઈ = નવ મહિના થયા છે કે શું થયું? 

સરપંચ = અરે આ બા નું એક સુંદર પરિવાર હતું . એક છોકરો અને છોકરા ની પત્ની અને એક બાળક પણ અચાનક એક અકસ્માતમાં મૃત્યુ થાય છે.અને તેમનું નામ કેતન અને જયા હતું.  પણ આ વાત કોઈ ને ખાસ ખબર નથી અને રેખા બા કોઈ ને કહેતા પણ નથી અને અને આજ ના દિવસે જ મોત થયું હતું એટલે તેમણી યાદ માં સમોસા વેહચે છે. કદાચ બા અંદરથી ખૂબ ખુશ રહેવા નો પ્રયત્ન કરે છે. અને જુઓ આ વાત આ છોટું ને પણ ખબર છે, અને તેને મોઢું ફેરવી નાંખ્યું છે, તે એક પંખી થઈ ને પણ બા નો કોઈ દિવસ સાથ છોડ્યો નથી, તે આ પીંજરા માં બેસી ને રાત દિવસ બસ બા ની સેવા કરે છે અને બા ના બઘા દુઃખ ના સાથી છે, મને ખબર છે ત્યા સુધી આ પોપટ માં જ બા ની જાન છે. 

છોટું = આજ ના દિવસે જ રેખા બા પોતાને ખુબ એકલા માને છે, આનંદ ભાઈ આજે તો બા ને સાચવવા પડશે તેઓ ની બઘી શકિતઓ આજે કદાચ મરી જાય છે. 

આનંદ ભાઈ = અરે  સાચવી શું, એ મારા પણ  બા છે. 
અને પોતાની મુશ્કેલીઓ છુપાવે છે. અને કદાચ આજ કારણ છે કે તેઓ ખૂબ કામ કરી ને દરરોજ આ વાત ભુલવા નો પ્રયત્ન કરે છે. 

સરપંચ = હા બેટા,

આનંદ ભાઈ =જોઓ સરપંચ કાકા,  બા બાળકો સાથે કેટલા ખુશ છે. 

(થોડી વાર પછી બા સમોસા લઇ ને આવે છે. અને સરપંચ અને આનંદ ભાઈ ને આપે છે. )

બા = હવે તુ છોટું શાંત થઈ જાય છે કે મારા આનંદ ને ખાવા દે. 

છોટું = અરે વા,,,, મને આપ્યુ નથી સમોસુ અને આનંદ ભાઈ ખૂબ જ વહાલા લાગે છે. 

બા = અરે રિસાઈ ના જાઓ તમે પણ ખાઈ લો, 

(ત્યારે આનંદ ભાઈ એ ખુબ આશ્ચય થી બા તરફ જોઈ રહ્યા હતા. અને અચાનક બા ને આનંદ ભાઈ ખૂબ આશ્ચય જોઈ ને ભેટી પડ્યા અને પછી રડવા માંડ્યા ,)

બા = શું થયું બેટા? 

અાનંદ = કંઈ નહીં પણ મારા મમ્મી અને પપ્પા ની યાદ આવી ગઈ? 

બા = અરે હું છું ને બેટા 

રાત્રે લગભગ આઠ વાગ્યે બા હિચકા ઝૂલતા હતા .અને રાત નો શાંત માહોલ હતો. અને આનંદ ભાઈ તેમણા રૂમ માં કામ કરી રહ્યાં હતા. એમ તો દરરોજ રાત્રે બંને સાથે જ બેસીને વાતો કરે પણ આજે કામકાજ થયું વઘુ હતુ. પણ તેમ છતાં આનંદ ભાઈ એવુ વિચારે છે કે થોડું કામ પતાવીને પછી બા પાસે જશે, ગામડાનું વાતાવરણ અે અંધારામાં એકદમ શાંત થઈ ગયુ હોતુ અને આ શાંતિ માં છોટું મહરાજ બોલ્યા 

છોટું= બા આજે તમે ખુબ શાંત છો, 

બા = કંઈ નથી ,છોટું બસ શાંતિ છે. 

છોટું = કેતન અને જયા ની યાદ આવે છે 

બા = હા છોટું, અરે કેમ યાદ ના આવે અરે મારા છોકરા હતા. આજ થી પાંચ વર્ષ પહેલાં તેઓનું જે અકસ્માત માં મોત નીપજ્યું હતું તેમા કદાચ મારુ પણ મોત થઈ ગયું 
હતું.દિવસ તો બઘા વચ્ચે નિકળ જાય છે પણ આ રાત ની એકલતા મને ખાઈ જાય છે. 

છોટુ = અરે એમ શું બોલો છો 

(પછી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને સામે એક  ધર હતું અને તેની બાજુમાં એક ઝાડ હતું અને અચાનક બા જુએ છે કે એક ગાડી ઝાડ સાથે અથડાઈ છે અને તેમાંથી બચાવ બચાવ બુમો સંભળાય છે અને બા ભાગે છે.બા ખૂબ જોરથી ભાગે છે.  અને બોલે છે . )

બા = અરે મારા છોકરાઓ છે ત્યા હું જયા અને કેતન ને બચાવવા જાય છું, અરે મારા જયા અને કેતન નું અકસ્માત થયુ છે.

છોટું= અરે પણ બા,,, ત્યા જયા અને કેતન નથી. અરે,,,,,,, આનંદ ભાઈ,,,,,, આવો,,,,,,, આવો,,,,,, જલદી,,,,, જુઓ બા કયાં ચાલ્યાં. 

(આનંદ ભાઈ દોડતા દોડતા આવી જાય છે.)

આનંદ ભાઈ = કયાં છે બા, છોટુ ભાઈ 

છોટું= પેલા ભાગે છે. 

(અને આનંદ ભાઈ બા ને દોડતા રોકે છે. અને હિચકાં પર બેસાડે છે. )

આનંદ ભાઈ = આ શું કરો છો બા, 

બા = મારા દિકરા ને બચાવવા જવુ પડશે મારે, તેનું અકસ્માત થયુ છે અને મને જવા દો,, 
 આનંદ ભાઈ =અરે બા!  ત્યાં કોઈ પણ નથી અને ત્યા કોઈનું પણ અકસ્માત થયું નથી .જુઓ ધ્યાન થી, તમને કોઈ ભ્રમ થાય છે. 

(.બા જુએ છે તો ત્યાં  કોઈ પણ નથી) 
છોટું = બા  શાતિં રાખો ત્યાં કોઈ નથી તમણે ફક્ત જયા અને કેતન યાદ આવે છે. 

આનંદ ભાઈ = હા બા, શાંત થઈ જાય, હવે તમારે શાંતિ  રાખવી પડશે, તમે આખો દિવસ ના ભાગ દોડ પછી  થાકી ગયા છો. ચાલો બા હું તમારો દિકરો છું ને તો શાતં થઈ જાય. 

(પછી બા આનંદ ભાઈ ના ખોળા માં  સૂઈ જાય છે અને બોલે છે મારો કેતન,, મારો કેતન,,,, અને  મારી જયા,,,,,,  તમે કયાં છો, કયાં છો . અને કદાચ આજ દિન નિમિત્તે દિકરા ની તલાસ માં આનંદ ભાઈ ના ખોળા માં બા હંમેશા માટે  સૂઈ જાય છે અને રેખા બા દેવલોક પામે છે. અને આનંદ ભાઈ ને,પોપટ( છોટું ), અને ગામ ના લોકો ખૂબ  આધાત  લાગે છે, કદાચ આજે બા તેમના દિકરા ની મોત ના આઘાત માં દેવલોક થાય છે. અને આંખુ ગામ તેમણી આત્મા ને શાંતિ માટે પ્રાર્થના કરે છે. અને આનંદ ભાઈ આ ગામ છોડી ને જાય છે અને સાથે સાથે છોટુ ને પણ, બા ની યાદ સહિત લઈ જાય છે. 




-Richa modi