Kaka ni bekri books and stories free download online pdf in Gujarati

કાકા ની બેકરી

                       ☞કાકા ની બેકરી



   o==[]::::::::::::::::>                     નરેન્દ્ર ફળિયામાં આવેલા પચ્ચીસ ઘર ની વચ્ચે એક મંદિર અને મસ્જિદ બંને આવેલા છે. પણ ત્યા લોકો ખૂબ હળીમળીને રહે છે કેમકે કોઈ ને પણ કોઈ ની સાથે કોઈ મતભેદ નથી અને લડાઈ પણ નથી. લોકો એક બીજાના ઘર ને પણ પોતાના ઘર જેવુ ગણે છે અને એક બીજા ના ઘર માં કોઈ પણ રોકટોક વિના જમે છે. ઘણા સમય પહેલા અહી પણ મંદિર અને મસ્જિદ માં બ્લાસ્ટ થયો હતો ત્યારે બઘા એ એક બીજા નો ઘમૅ ભુલી ને એક બીજા ની મદદ કરી હતી. ત્યાર પછી આ ફળિયા એ એક અલગ ઓળખ ઊભી કરી હતી અને એકતા માટે પણ ખૂબ લોકપ્રિય બની ગયું હતું.

  ☞                   મંદિર અને મસ્જિદ બંને ની સામે એક ખૂબ જુની અને જાણીતી એક બેકરી છે. અને તે  બેકરી ના માલિક ખૂબ સરસ મજા ના માણસ છે, અને તેમનું  નામ કિશોર કાકા છે. અને ફળિયામાં બઘા કેક વાળા કાકા કહી ને બોલાવે છે, અને અને તેની પાછળ પણ તેઓ ના સારુ કામ છે. તેઓ છેલ્લા દસ વર્ષથી અહી બેકરી ચલાવે છે અને અત્યાર સુધીમાં કોઈ અેમણી બેકરી પર થી ભુખુ નથી ગયુ. પૈસા હોય કે ના હોય કોઈ ખાવાનું માગે એટલે મળે. તે ઉપરાંત દરરોજ સવારે બેકરી ખોલે એટલે સામે મંદિર અને મસ્જિદ ની બહાર કોઈ ભિખારી બેસે તો તેને પાંઉ અને કેક આપે અને એટલે તેઓ ને ઘણા લોકો ઓળખે અને કોઈ ભુખુ હોય તો તે અહી જ આવી જાય ખબર છે બઘા ને કે અહીં થી કંઈક ખવાનું મળી જ રહેશે .  પછી જ બેકરી ખોલે આ તેઓ નો નિત્ય ક્રમ છે . અને પછી બઘા કામદારો એ નવી કેક અને પાંઉ બનાવવા ની તૈયારી કરે  અને કિશોર કાકા એ પોતાની એક અલગ પ્રકારની ખુરશી ઉપર બેસે છે તેઓ ની અલગ ખુરશી છે કારણકે તે એકદમ જૂની પરંપરા ગત ખુરશી છે. પરંતુ હવે તે જુની થઇ ગઇ છે. અને પછી સમાચાર વાંચે છે અને પછી નવ વાગ્યે પછી આખો દિવસ રેડીયો પર ગીત ચાલુ રહે છે . એક પછી એક ગ્રાહક આવે છે અને રેડિયો પર સમાચારને અને ગીત સાંભળતા સાંભળતા જાય છે.

☞                    એક દિવસ નિત્ય ક્રમ પતાવી ને લગભગ દસ વાગ્યે ખુરશી પર બેઠા હતા અને ત્યારે તેઓ ની નજર બે બાળકો પર પડે છે. બાળકો મંદિર ની બહાર બેઠા હતા.   ખુરશી ની એક તરફ કાચ ની પેટી હતી જેમાં બધી કેક અને પાઉં બઘુજ હતું અને બીજી તરફ કાચ ની બંઘ દિવાલ હતી અને તેની બહાર તેમનું બે બાળકો તરફ ધ્યાન જાય છે
કિશોર કાકા એ તેમણા ચશ્મા થોડા આંખ પર થી નીચા કયાં અને તે કાચ પર હાથ મૂકી ને અને માઠું ટેકવી ને તે બાળક ને જોઈ છે .તેઓ ભીખ માંગી રહ્યા હતા અને તેઓ ઘણા સમયથી ભુખા હોય તેમ લાગતું હતું. ઘણા સમયથી ભીખ માંગતા હોય છે પરંતુ કોઈ ખાવાનું કે ભીખ આપતુ નથી .

કિશોર કાકા ( કેક વાળા કાકા) = રમેશ, ઓ રમેશ કયાં છે તું? અહી આવ,

રમેશ ( બેકરી માં કામ કરનાર)  = હા, કાકા બોલો

કાકા = પાંઉ કે  કેક તૈયાર છે?  જો હોય તો તે સામે  બાળક છે તેમણે આપી આવ,

રમેશ = ના, કાકા  થોડી વાર લાગશે,

કાકા = જલદી કરો!

☞                    અને પછી કાકા ની આંખો બસ તેજ બાળક ને જોયા કરે છે . અને ખુરશી ની બાજુમાં જે કાચ હતો તેના પર તેઓ એ માઠું ટેકવુ હતુ જેથી કાચ તેમનાં આસું થી ભાનો થઇ રહ્યો હતો. ત્યારે તેમાંથી એક બાળક જે થોડુ મોટું હતું જે એક માણસ ના પાકીટ ની ચોરી કરે છે . અને પકડાઇ જાય છે અને ત્યારે બઘા મારવા લાગે છે અને તે કાકા થી જોવાતુ નથી અને ત્યારે તૈયાર થયેલા પાઉં લઇ ને દોડે છે અને બઘા ને રોકે છે.

કાકા = બસ આ શું કરો છો, મને ખબર છે કે તેને ભુલ કરી છે પણ એ તો જુઓ તે બાળક સવાર નું ભીખ માગે છે . કેમકે તે ભુખુ છે. ત્યારે કોઈ ને યાદ ન આવ્યુ કે તે ભુખુ છે.  અને ચોરી કરી તો બઘા ને દેખાયુ કે તેને ચોરી કરી.

કેતન જોશી ( એક સભ્ય) =હા પણ કાકા તેને મારુ પાકીટ લઇ લીધું હતું.

કાકા = એક વાત મને કોઈ કહેશે તમારા બાળક કોઈ દિવસ ચોરી કરી છે.

કેતન જોશી = ના આ શું બોલો છો?

કાકા = એજ કે તેમની તમે બઘી ઇચ્છા વ્યક્ત થતા પહેલા પુરી કરો છો અને જમણા નુ ટાઈમસર મળે છે.  અને આવા બાળક જે ભુખા રહે તેજ ચોરી કરીને પેટ ભરવા ની કોશિશ કરે છે.

કેતન જોશી  =હા, સોરી કાકા

કાકા = અને કેતન એ જો તારા પાકીટ માં તેને ફક્ત દસ રૂપિયા લીધા હતા કે જેઓ દસ ના બે પાઉં ખરીદી શકે. કેમ બેટા સાચુ ને?

બાળક = હા કાકા? મને અને મારી નાની બહેન ને ખુબ ભુખ લાગી છે અને અમે શું કરીએ.

☞                       બંને બાળકો ડૂસકાં ભરી ને રડે છે અને ત્યારે કાકા બંને ને પાઉં આપે છે અને ત્યારે તેઓ ના ચેહરા પર જે ખુશી બહાર આવે છે તે જોઈ ને ત્યા ઉભેલા માણસો આખો માંથી આંસુ બહાર આવે છે.  અને પછી કાકા તેમની બેકરી પર લઈ જાય છે. ત્યા  કાકા બેકરી માં બેસાડે છે અને ત્યા તે મોટુ બાળક આમતેમ થોડી વાર જોય છે અને પછી કાકા ને કંઈક કેહવા જાય છે.

બાળક =કાકા હું એક વાત કહું મને અહી કંઈક કામ આપો કેમકે મારી નાની બહેન ને હું ભૂખી નથી રાખી શકતો . મને કોઇ કામ આપો, મેહબાની કરીને.

કાકા = તારુ નામ શું છે? 

બાળક=  નથી ખબર કારણ કે  મારા  માં - બાપ નથી અમે ભીખ માંગી ને જીવીએ છીએ.

કાકા = પણ બાળક કામ ના કરે બેટા,

બાળક = આપો ને કાકા,

કાકા = સારુ, તો તારુ નામ લાલુ અને તારી બહેન છુટકી અને રાતે તમે કયાં રહો છો,

લાલુ= ખબર નથી, કશે પણ રેહશું.

કાકા = આ સામે મંદિર માં રહેશો તો સારું પડશે તેઓ મંદિર માં બઘા ને રેહવા ની જગ્યા આપે છે

o==[]::::::::::::::::>           લાલ કાકા ની બેકરી માં કામ કરે છે અને તેની બહેન નુ પણ ધ્યાન રાખે છે. થોડા દિવસ એ કાકા બેકરી આવતા નથી અને તેઓ ની જગ્યા પર કોઈ બીજુ આવે છે.  લાલુ વિચારે છે કે કાકા કયાં છે. ત્યારે એક દિવસ કામ કરતા કરતા એક વૃધ્ધ માણસ ભીખ માંગવા આવે છે. પણ અને કોઈ કશું આપતા નથી . આજે પહેલી વખત એવું થયું કે કોઈ ભૂખ્યું ગયુ હોય એમ લાગ્યુ . લાલુ એ થોડી વાર તે વૃધ્ધ ને જોયા પછી કોઈ એ પણ તેમણે ખવાનું ન આપ્યુ અને તેમને બેકરી માંથી કાઢી નાખવામાં આવ્યા ત્યારે પછી રડતા રડતા મંદિર પાસે જંઈ ને બેઠા .લાલુ એક ધારુ તેમણે જોયા કરે છે .અને તે માણસ બઘા પાસે ભીખ માગે છે.

☞                          થોડી વાર પછી લાલુ તે વૃધ્ધ માણસ પાસે જાય છે. અને તરત જ તેઓ ને ભેટી પડે છે. અને ખુબ રડે છે. અને લાલુ સામે  હાથ ફેલાવે છે. અને એક બાજુ તેઓ ડૂસકાં ભરી ને રડે છે. ત્યારે લાલુ તરત તેના પહેરેલા કપડાં થી તેમના આંસુ લુછે છે.

વૃધ્ધ માણસ = ( હાથ ફેલાવીને) દીકરા કંઈ આપને ભુખ લાગી છે. 

લાલુ = આમ હાથ ના જોડો " કેક વાળા કાકા " તમારી આવી હાલત કેવી રીતે થઈ. તમે બઘા ને ખવડાવો છો અને તમને આજે ખાવાના ફાફા પડે છે. થોડા દિવસો માં આ શું  થઈ ગયુ .

વૃધ્ધ માણસ = કોઇ મને ઓળખી ના શકયા તુ મને ઓળખી ગયો.  અરે મારો દીકરો પણ મને ઓળખવા ની ના પાડે છે.

લાલુ =  તમારો દિકરો, આ નવા માલિક તમારો દિકરો છે. પણ તમારી આવી હાલત કેવી રીતે થઈ શકે, તમે તો ભલા માણસ છો અને તમને કેવી રીતે ભુલુ કાકા, આજે જે કંઈ છે તે તમારે કારણે છે . અમારી  ભુખ પણ તમે જ દૂર કરી હતી.

કાકા = ( રડતા રડતા)  મારા દિકરો  મને ઘર માંથી બહાર કાઢી મને ઓળખવા ની પણ ના પાડે છે. આજે મારી પાસે ઘર શું, ખવાનું પણ નથી.

લાલુ = તમે આ ખાઈ લો પહેલા

કાકા = હા આપ દિકરા ભુખ લાગી છે.

☞         કાકા ભુખ ને કારણે પાગલ ની જેમ ખાઈ છે. તેઓ પાઉં ખાતા નથી ,પણ મો માં એક પછી એક તરત દબાવે છે. થોડી વાર માં બેકરી ના માલિક આવે છે . અને ગુસ્સો કરે છે.

▄︻̷̿┻̿═━一 બેકરી ના માલિક = આ કોણ છે અને લાલુ તુ કોણે પુછી ને આ ગરીબ ને પાઉં આપવા આવ્યો .

લાલુ = ( ગુસ્સા માં)  અરે ગરીબ તો તમે થઈ ગયા છો. અને આ કોણ છે, માલિક તમારી યાદદાસ્ત ખૂબ ખરાબ છે ને કેમ, બેકરી ના નવા માલિક થઇ ને જુના માલિક ને ભુલી ગયા,  હા આ કાકા છે આ નરેન્દ્ર ફળિયા ના કેક વાળા કાકા
અને  તમારા ઉપકાર થી બધા લોકો ના કાકા મંદિર ની બહાર ઘૂળ ખાઈ છે. ખુબ સરસ માલિક ,હવે તો તમે માલિક થઈ ગયા, હવે આખા નરેન્દ્ર ફળિયામાં મીઠાઇ વહેંચો .

☞ લાલુ = ભાઈ ઓ સાભળો આ છે  આ બેકરી ના નવા માલિક અને એક ગરીબ દિકરો, ગરીબ માલિક,

▄︻̷̿┻̿═━一   આ સાંભળીને ને બેકરી ના માલિક ( કાકા નો દિકરો)  કંઈ બોલી ન શક્યો અને ત્યા ઊભેલા લોકો વચ્ચે હસી નુ પાત્ર બને છે. અને શરમ થી માઠું ઝુકી જાય છે. અને તેના પપ્પા ની હાલત જોઈને તે રડી પડે છે. અને કદાચ પોતાની ભૂલો સમજાય છે અને સુઘારે છે

( પછી તેઓ ને ન્યાય મળે છે, તેમના સારા કામો ને કારણે આજે તેઓ પોતાની બેકરી પર પરત ફરે છે અને લાલુ ને કાકા બીજો દિકરો ગણે છે અને લાલુ ના સારા કામો થી  પપ્પા મળે છે)

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ
અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહિ
ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ
પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું
એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહિ
ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ
કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા
અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉભૂલો ભલે
બીજું બધું, મા બાપને ભૂલશો નહિ