મહેલ - The Haunted Fort (Part-15) (133) 1k 1.5k 8 પ્રસ્તાવના :-આ વાર્તા લખવા પાછળનો મારો મુખ્ય હેતુ વાચક મિત્રો ને મનોરંજન મળી રહે એ જ છે, આ વાર્તા ના તમામ પાત્રો અને ઘટનાક્રમ કે સ્થળ કાલ્પનિક છે જેનું કોઈ જ વસ્તુ કે વાસ્તવિકતા સાથે લેવાદેવા નથી. મનુષ્ય જ્યારે જન્મે ત્યારથી જ્યાં સુધી મરે ત્યાં સુધી તેનામાં ડર જ એક એવી વસ્તુ છે જે મનુષ્ય ને સૌથી વધુ હેરાન કરે છે. દરેક ને અલગ અલગ વસ્તુ થી ડર લાગે છે, જેમાંથી એક છે શૈતાન, ભુત કે ચુડેલ. અને મારી આ વાર્તા પણ એક ભુત પ્રેત પર આધારિત છે.લિ. કલ્પેશ પ્રજાપતિ મહેલ - The Haunted Fort (Part-15) " તો હવે શું કરીશું? ક્યાં શોધીશું તે વ્યક્તિને?" રિયા એ નિરાશ થતાં કહ્યું. " આમ હીંમત હારવાથી કઈ નહી થાય આપણે એને શોધવાનો પ્રયત્ન કરવો પડશે." રિયા ની વાત સાંભળી પ્રિયા બોલી. " કંઈ જરૂર નથી શોધવાની." કુણાલ બોલ્યો કૃણાલની વાત સાંભળી બધા જ તેની સામે એકીટશે જોઈ રહ્યા. " શું? તું શું કહેવા માંગે છે?" કૃણાલ ની વાત સાંભળી રિયા એ તેને પૂછ્યું. " એ જ જે તમે સાંભળ્યું." રિયા ની વાત સાંભળી કુણાલ બોલ્યો. " તો શું તું તે આત્માને... " રિયા એ કૃણાલ ને પૂછ્યું અને આગળ બોલતા અટકી. " હા હું જ એ આત્માને મારા વશમાં કરીશ." કુણાલે જવાબ આપતા કહ્યું. " ના હું તને એ નહીં કરવા દઉં." રિયા એ કુણાલ નો હાથ પકડી ના પાડતા કહ્યું. " છે તમારી પાસે કોઈ રસ્તો? મને નથી લાગતું કે આમાં તમારી કોઈ મદદ કરી શકે એમ છે." રિયા નો હાથ છોડાવતા કુણાલે બધાને કહ્યું. " પણ અમારા માટે તું તારા જીવનું જોખમ શું કરવા લે છે?" રિયાએ કુણાલ ની વાત ન માનતા ફરીથી કહ્યું. વાતો કરતા કરતા તેઓ ઘરે આવી પહોંચે છે, બપોરનો સમય થતો હોય છે બધાને કકડીને ભૂખ લાગી હોવાથી તેઓ પોતપોતાના ઘરે જાય છે. રિયા પૂર્વી અને કુણાલ રિયાના ઘરે જાય છે ત્રણેય જણા જમીને હોલમાં બેસે છે, પણ ત્રણેમાંથી કોઈ કંઈ બોલતું નથી. " કેમ રિયા ચુપ બેસી છે કંઈ બોલતી નથી? શું થયું તને? " પૂર્વી એ મૌન તોડતા કહ્યું. " કઈ નહિ બસ એમ જ, શું બોલું? મારી પાસે કઈ જ નથી બોલવા માટે." રિયા એ પોતાનું મોં ફેરવી પૂર્વી ને જવાબ આપ્યો. તેના અવાજમાં ગુસ્સો સ્પષ્ટ વર્તાઈ રહ્યો હતો કદાચ તેને કુણાલના ફેંસલાથી ગુસ્સો આવતો હતો. " કંઈ નથી મતલબ?, આમ તો કેટલું બધું બોલે છે, તો પછી આજે શું થયું?" પૂર્વી એ તેને પોતાની સામે ફેરવતા પૂછ્યું " એતો હોય તો બોલું ને, ના હોય તો ક્યાંથી લાવું? અને લોકોને આપણી વાત ના ગમતી હોય તો બોલીને શું ફાયદો!" હવે રિયા થી ના રહેવાતા રિયા એ પૂર્વી ને કહ્યું અત્યારે તે વધારે ગુસ્સે હતી હજુ પણ તે પોતાની નજર પૂર્વી તરફ નહોતી. " ઠીક છે જેવી તારી મરજી." પૂર્વી રિયા ને કહ્યું. કુણાલ બધું જ સાંભળી રહ્યો હતો પણ તે ચૂપચાપ બેસી ને બધું જોવે છે તેને બંનેની વચ્ચે બોલવું યોગ્ય લાગ્યું નહીં. " કુણાલ તું તો કંઈક બોલ મને આમ કંટાળો આવે છે." " હું શું બોલું?" કુણાલે પૂર્વી ને કહ્યું પછી ત્રણેય ત્યાંથી નીકળીને લાઈબ્રેરી તરફ જઈ ત્યાં બધા ભેગા થાય છે. કુણાલ કાલે સવારે ત્યાં હવેલીમાં જઈ અને તે આત્મા ને બોલાવી પછી તેને વશમાં કરી હંમેશા માટે આ દુનિયા માંથી મુક્ત કરી દેશે એવું કહે છે. બધા તેની સાથે આવશે એવું નક્કી કરે છે. સાંજ પડતા બધા ત્યાંથી પોતાના ઘરે જાય છે રિયા બપોરની ચૂપ જ હોય છે કંઈ જ બોલતી નથી. તેઓ ઘરે પહોંચી જમવા બેસે છે જમીને તેઓ તેમના રૂમમાં સુવા માટે જાય છે. રિયા ને ઊંઘ આવતી નથી તે તેના ફોનમાં જુએ છે તો 12 વાગ્યા હોય છે બાજુમાં જુએ છે તો પૂર્વી સૂઈ ગઈ હોય છે રિયા ઊઠીને કુણાલ ના રૂમમાં જાય છે. " અહીં શું કરે છે રિયા?" દરવાજો ખુલતા કુણાલ ની આંખ ખુલી જવાથી રિયા ને પોતાના રૂમ માં આવતા જોઈ કુણાલ એ રિયાને પૂછ્યું. રિયા કઈ બોલતી નથી તે સીધી જ કુણાલ પાસે જાય છે અને તેને ભેટીને રડવા લાગે છે. કુણાલ તેને થોડીવાર રડવા દે છે પછી તેને ફરીથી પૂછે છે. " શું થયું રિયા કેમ રડે છે એ તો કહે." કૃણાલે તેના રૂમાલથી રિયાના આંખમાંથી નીકળતા આંસુ લૂછ્યા. પણ રિયા હજુ પણ રડી રહી હતી. " કંઈક બોલીશ તો ખબર પડશે આમ રડવાથી મને થોડી ખબર પડશે કે તને શું થયું છે." રિયા ને ચુપ કરાવતા કુણાલ બોલ્યો " તો શું કરું તને તો કોઈ ફરક જ નથી પડતો હું જે કહું છું એનાથી." કુણાલ ની સામે જોતા રિયા બોલી. " રિયા પણ હું જે કરું છું તમારા માટે કરું છું. " " પણ હું નથી ઈચ્છતી કે તું કરે. " રિયા કુણાલ ની આંખો માં આંખ મિલાવતાં કહ્યું. " પણ શું કરવા? " " કેમકે હું તને પ્રેમ કરું છું." રિયા કુણાલને કહ્યું અને પછી પોતાના રૂમમાં ચાલી ગઈ. સવાર પડતાં તેઓ તૈયાર થઈ ચા નાસ્તો કરી બધા લાઇબ્રેરીમાં ભેગા થાય છે. આજે રિયા ખુશ હોય છે એ જોઈ બધાને આનંદ થાય છે. થોડીવાર પછી બધા જરૂરી સામાન લઈ મહેલ તરફ આગળ વધે છે. આજે જંગલ વધારે ભયાનક લાગતું હતું તેઓ જંગલમાં પ્રવેશ્યા જ છે ત્યાં જ વાતાવરણ ભયંકર બનવા લાગ્યું. " મને તો ડર લાગી રહ્યો છે." આગળ વધતા ખ્યાતિ બોલી. " તો ઘરે તો ઘરે રહેવું હતું ને." ખ્યાતિ ની વાત સાંભળી બ્રિજેશ બોલ્યો. જંગલમાં વિવિધ અવાજો આવી રહ્યા હતા જેના કારણે તેમનો ડર વધતો હતો જાણે જંગલ અત્યારે જ તેમને ભરખી જશે એવું લાગતું હતું. તેઓ મનમાં ભગવાનનું નામ લઈને આગળ વધી રહ્યા હતા. ડગલેને પગલે તેમને ભયનો સામનો થતો હતો. " રિયા જો ત્યાં કંઈક છે." પ્રિયા એ રિયા નો હાથ પકડી પોતાની તરફ ફેરવી સામેની તરફ આંગળી ચીંધતા કહ્યું. " ક્યાં છે? ત્યાં તો કંઈ નથી, તારા મનનો વહેમ હશે." આંગળી ચીંધેલી દિશા તરફ જોતા રિયા બોલી બધાની નજર ત્યાં જ હતી પણ ત્યાં કંઈ જ દેખાતું નહતું. ફરી તેઓ આગળ વધે છે. " એકબીજાનો હાથ પકડીને આગળ વધજો ગમે ત્યારે ગમે તે થઈ શકે છે." કુણાલે બધાને ચેતવણી આપતા કહ્યું તેની નજર અત્યારે જંગલમાં ચારે તરફ ફરી રહી હતી. અચાનક ખ્યાતિની ચીસ સંભળાય છે. બધા જુએ છે તો ખ્યાતિ તેમનાથી થોડે દૂર ઝાડ પર લટકતી હોય છે તેઓ ફટાફટ તેની નજીક જાય છે. " ખ્યાતિ તું અહીંયા કેવી રીતે પહોંચી?" બ્રિજેશે ખ્યાતિને પૂછ્યું. કુણાલ અને કેતન તેને નીચે ઉતારવાનો પ્રયત્ન કરી રહ્યા હોય છે. " બિજેશ આવી સ્થિતિમાં તને સવાલ સુજે છે? અહી આવ અમારી મદદ કર એને નીચે ઉતારવામાં." બ્રિજેશ પર ગુસ્સે થતા કેતન બોલ્યો. કેતન ની વાત સાંભળી બ્રિજેશ તેમની પાસે જઈ ખ્યાતિ ને ઉતારવા માં તેમની મદદ કરે છે. ખ્યાતિ ને ઉતારી તેઓ મહેલ તરફ આગળ વધે છે. આ વખતે તેઓ એકબીજાનો હાથ પકડીને આગળ વધી રહ્યા હોય છે અચાનક પ્રિયા ઊભી રહી જાય છે. " શું કરે છે પ્રિયા અત્યારે આપણી પાસે ટાઈમ નથી પ્લીઝ." પ્રિયા ને ઉભી રહેતા પૂર્વી બોલી અને પાછળ ફરીને જોયું તો તેના રોમ રોમ માંથી ભયનું લખલખું પસાર થઈ ગયું. પ્રિયા નો પગ અત્યારે જમીન માં ફસાઈ ગયો હતો. પૂર્વી એ સમય ન બગાડતાં બધાને બોલાવી પ્રિયા નો પગ કાઢવાનો પ્રયત્ન કરે છે. કુણાલ, કેતન અને બ્રિજેશ ફટાફટ ખાડો કરી પ્રિયા નો પગ બહાર કાઢે છે અને તેઓ જલ્દી જ મહેલ તરફ આગળ વધે છે. તેઓ અગિયાર વાગ્યાની આસપાસ મહેલમાં પહોંચે છે. " આત્મા આવશે કઈ રીતે અને તારા કાબુમાં એને કેવી રીતે કરીશ?" મહેલ નો ગેટ ખોલતા બ્રિજેશ એ કૃણાલને પૂછ્યું. " તે આત્મા જરૂર આવશે અને એને કાબુમાં કરતા મને આવડે છે." મહેલમાં પ્રવેશ કરતા કુણાલે કહ્યું. મહેલ નું વાતાવરણ એકદમ શાંત હોય છે તેઓ મહેલમાં આમતેમ નજર કરે છે અને આત્મા ના આવવાની રાહ જુએ છે. અચાનક જોર જોરથી પવન ફૂંકાય છે મહેલ ની વસ્તુઓ આમતેમ અથડાવા લાગે છે, બધા જ એકબીજાનો હાથ પકડીને એક્સાઇડ ખૂણામાં જતા રહે છે અને તેમની જાતને સંભાળે છે , શિયાળો ના રોવાનો અવાજ વધી જાય છે. એકદમ શાંત દેખાતું મહેલનું વાતાવરણ એકાએક બિહામણું થઈ જાય છે. " આત્મા અહીં આવી ગઈ લાગે છે." કુણાલે બધાને ચેતવતા કહ્યું. અત્યારે તમામના ચહેરા પર ડર સ્પષ્ટ વર્તાઈ રહ્યો હતો. વાતાવરણ ચેન્જ થતા જ કુણાલ મંત્રો બોલવાનું શરૂ કરે છે, વાતાવરણ પાછું શાંત થઈ જાય છે કૃણાલ મંત્ર બોલવાના ચાલુ જ રાખે છે. " મને લાગે છે કે કુણાલે આત્માને પોતાના કાબુમાં કરી લીધી લાગે છે." વાતાવરણ શાંત થતા કેતન બોલ્યો. અચાનક ફરી પાછો પવન કુંકાવાનો ચાલુ થઈ ગયો આ વખતે પવનની ગતિ વધારે હતી. દરેક પોતાની જાતને સંભાળવા માં પડ્યા હતા અચાનક કુણાલ નું શરીર ધ્રુજવા લાગ્યું તેનું શરીર જમીનથી પાંચ ફૂટ અધ્ધર ઊચકાયું અને હવા માં ગોળ ગોળ ફરવા લાગ્યું ત્યાં હાજર બધા જ ગરી ગયા. " ક્યાંક તે આત્માએ કૃણાલ ને નુકસાન તો નથી પહોંચાડ્યું ને?" કૃણાલ ની આવી હાલત જોઈને રિયા એ પૂછ્યું.To be continued............... મિત્રો આપને મારી આ કહાની પસંદ આવી હોય તો રેટિંગ આપ જો અને કેવી લાગી રહી છે તે કોમેન્ટ પણ કરજો અને આપના મિત્રો કે પરિવારજનોને વાંચવા માટે આગ્રહ કરજો. આપનો અભિપ્રાય આપ મને whatsapp પણ કરી શકો છો "7405647805"આપ મને facebook પર ફોલો પણ કરી શકો છો. Kalpesh Prajapati k.p. *** ‹ Previous Chapter મહેલ - The Haunted Fort (Part-14) › Next Chapter મહેલ - The Haunted Fort (Part-16) Download Our App Rate & Review Send Review Vivek 4 months ago Shitu 5 months ago N M Sumra 5 months ago Kinjal Barfiwala 5 months ago Hetal Thakor 5 months ago More Interesting Options Short Stories Spiritual Stories Novel Episodes Motivational Stories Classic Stories Children Stories Humour stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Social Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Kalpesh Prajapati Follow Shared You May Also Like મહેલ - The Haunted Fort by Kalpesh Prajapati મહેલ - The Haunted Fort-(part - 2) by Kalpesh Prajapati મહેલ - The Haunted Fort (part-3) by Kalpesh Prajapati મહેલ - The Haunted Fort (Part-4) by Kalpesh Prajapati મહેલ - The Haunted Fort (Part-5) by Kalpesh Prajapati મહેલ - The Haunted Fort (Part-6) by Kalpesh Prajapati મહેલ - The Haunted Fort (Part-7) by Kalpesh Prajapati મહેલ - The Haunted Fort (Part-8) by Kalpesh Prajapati મહેલ - The Haunted Fort (Part-9) by Kalpesh Prajapati મહેલ - The Haunted Fort (Part-10) by Kalpesh Prajapati