dulabhai cha vala books and stories free download online pdf in Gujarati

દુલાભાઈ ચા વાળા

દુલાભાઈ ચા વાળા

તા-૧૯-૦૪-૧૮ની આ વાત છે.
હું અઠવાડિયામાં ચાર દિવસે તે દુકાન પર ચા પીવા જતો.એ ૬૦-૬૫વષઁના દાદા હસતા હસતા હમેંશા ચા આપતા.તે દાદા સાથે વાત કરવાની પણ મજા આવતી.હમેશા આનંદમાં જ હોય.મારા મિત્ર પણ ત્યાં જ ચા પીવા આવતા.થોડી વાર બેસી વાતો કરી ત્યાથી વિદાય લેતા.

૨૧તારીખે અચાનક હું ત્યાં ચા પીવા ગયો.દાદાની દુકાન પર, હું ઘડી પર જોઈ રહીયો ,હું ગમે ત્યારે જાવ ત્યારે દાદાને ત્યાં ગિરદી જ હોય.મે તે દિવસે દાદાને કઈ સવાલ કરો નહી.બીજા દિવસે ગયો ચા પીવા ત્યારે પણ દાદાને ત્યાં કોઈ હતું જ નહી.
મારાથી રહેવાણું નહી મે તરત જ દાદાને પુછી લીધું દાદા કેમ કોઈ અહી દેખાતું નથી.
હું પહેલા આવતો ત્યારે તો અહી બોવ બધા લોકો ચા પીવા આવતા.

દાદાએ મને કહ્યું સામે જો નવી ચા વાળની દુકાન બની છે.તે એક ચા ના છ રુપીયા લે છે .અને હું સાત એટલા માટે મારી પાસે ચા પીવા નથી આવતા, એ લોકો ત્યાં જવા મંડયા.એક રુપીયા માટે બધાએ ચાની દુકાન ફેરવી નાંખી.

મે દાદાને કીધું દાદા તમે પણ છ રુપિયા કરી નાખોને,દાદા એ મને કહ્યું આજનાદૂધના ભાવમાં ન પોહચાય છ રુપિયા.એ તો એનો ધંધો ચેટ કરવા માટે કરે છે.બાકી ત્રણ ચાર મહીનામાં એ પણ સાત-આઢ રુપિયા પર આવી જશે.

પણ, દાદા કસ્ટમર તમારા અત્યારે વહી જાય
એનું શું.એ તો ભગવાનની દયા આવે ને જાય.
ઘરનો ખચઁ ઓછો કરી દેશુ થોડો.
આમ પણઅમે બે જ છીયે...

ચા પીતા પીતા દાદાને મે કહ્યું  દાદા એક વાત કહુ ..!!
કે ને..!!!
તમે ચાનો ભાવ છ રુપિયા કરી દો.
અલા તને કીધું નહી નથી પોહચાય તેમ.શું કરવા મારી જોડે માથા કુટ કરે છે...!!
પણ, દાદા મારી વાત તો સાંભળો તમે સાતને બદલે છ લો.અને તમારી જે ગંડેરી છે તેમાં ચા તમે આખી ભરો છે તે થોડી અધુરી રાખો છેક સુધીનો ભરો.લોકોને ચા સાથે લેવા દેવા નથી પૈસા સાથે છે.ચા તો તમે સારી બનાવો છો તેમા કોઈ શંકા નથી.
દાદા થોડીવાર મારી સામે જોઈ રહ્યા.
અલા તારુ મગજ જબરું છે હો,
કાલથી છ કરી નાંખ્યા જોઈએ ફરક પડે છે કે નહી.હું તે દિવસે ત્યાથી નિકળી ગયો.

કાલ ૨૪-૦૪-૧૮એ હું દાદાની દુકાને ગયો ચા પીવા,મને વિશ્વાસ નોહતો આવતો દાદાની દુકાને પહેલા જેટલા જ લોકો ચા પી રહ્યા હતા.

દાદા મને દુરથી જોઈ ગયા.આવો આવો તમારો તે દિવસનો આઈડયા કામ કરી ગયો હો.રાકેશ આમને એક ચા આપ.દાદા કસ્ટમરના વખાણ કરી રહ્યા હતા.દાદા ની સામે જ હસતા હસતા મે ચા પીધી.
મે ચા પીધા પછી દરરોજની ટેવ મુજબ દાદાની સામે પાકીટ માંથી પૈસા બહાર કાઢ્યા 

દાદા એટલુ જ બોલ્યા આજ પછી ક્યારેય પાકીટ માંથી પૈસા કાઢ્યા તો મારા સમ છે.
હું જતા જતા ફરી એક વાર ભાવનગરના દુલાભાઈ ચા વાળાની દુકાન સામું જોઈ રહ્યો.


હતી નાનકડી એવી વાત પણ કાલનો દિવસે હમેંશા માટે મને યાદ રહેશે.કારણ કે કસ્ટમર જોઈને મને જે આનંદ થયો તે આનંદ અત્યારે સુધીના જીવનમાં ક્યારેય નથી થયો.
દુનિયામાં ક્યાંક અલગ કરવાની રીત હોઈ છે.મેં દુલાભાઈને મારો આઈડિયા કહીયો તમે પણ કોઈનું જીવનમાં આવતી તકલીફને બદલી શકો...
હા,તમે જ બદલી શકો....બીજું કોઈ નહીં..
                              
        

લેખક -કલ્પેશ દિયોરા


આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કૉલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ  માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)

વોટ્સપ કરી શકો....


ફેસબુક એકાઉન્ટ - કલ્પેશ દિયોરા


આપનો ખુબ ખુબ આભાર...