vithava books and stories free download online pdf in Gujarati

વિધવા

વિધવા

કીંજલ આજ ખુશ હતી કે તેના લગ્ન એક એવા પુરુષ સાથે થયા હતા કે તે કીંજલને હમેશા ખુશ રાખતો હતો. તેની સાથે રાત્ર દિવસ વાતો કરતી. કીંજલ અને રાજેશ એકબીજાને ખુબ જ પ્રેમ કરતા.એકબીજા વગર રહી શકવું હવે મુશ્કેલ હતું.

જ્યારે રાજેશ રાત્રે ઓફીસેથી ઘરે આવતો ત્યારે કીંજલ દોડીને તેના પર ચુંબનનો વરસાદ કરતી.રાજેશ કીંજલને તેની બાહોમા લઈ લેતો. જોતામાં લગ્નના બે વષઁ થઈ ગયા.

આજ વાર મંગળવાર હતો.રાત્રીના આઠ વાગ્યે રાજેશ દરરોજ ઘરે આવી જાય,પણ આજ રાત્રીના અગિયાર વાગી ગયા હતા, તો પણ રાજેશ ઘરે આવ્યો ન હતો.થોડીવાર રહી કીંજલ ડેલીએ જોયાવે તો થોડીવાર અગાશી પરથી જોવે.પણ રાજેશ કહી દેખાતો ન હતો.ત્યાં જ ફોનમાં રીંગ વાગી ફોન રાજેશનો જ હતો.તે ખુશ થઈ તરત જ દોડીને હાફતા કીંજલ ફોન ઉપાડ્યો ..!!

હેલો...!!!
કેમ અત્યાર સુધી આવ્યા નથી...!!
તમારે ફોન તો કરાય ને.....!!!
જમવાનું પણ ઠરી ગયું છે...!!!

બહેનજી હું આષીશ બોલું છું આપ રાજેશના શું થાવ..?
થોડીવાર તો કીંજલના પગ થરથરી ગયા.
હું તેમની પત્ની ...!!!કેમ રાજેશ કયા છે?
તેમનો અકસ્માત થયો છે 
કયા ? કઈ જગ્યા પર?
હેલો તેમને કઈ વાગ્યું તો નથી ને..??

બેહનેજી તેમને હોસ્પીટલમા લઈ ગયા છે.
તમે ભગવતી હોસ્પીટલ આવો.
હા ,હું આવુ છું પણ મારા રાજેશને કઈ થયું તો નથીને ..ના બેહનજી.. તમે અત્યારે હોસ્પીટલ આવી જાવ.

કીંજલ થોડી જ વારમાં ભગવતી હોસ્પીટલમા પહોંચી ગઈ.રાજેશનું મુત્યુ તો અકસ્માત વખતે જ થઈ ગયું હતું ફક્ત ડોકટરને વાત જ કરવાની હતી કીંજલને કે રાજેશ હવે આ દુનીયામા નથી રહ્યા.ડોકટરના શબ્દ પુરા થતા જ કીંજલ મોટેથી રાડ નાંખી રાજેશ..!!!!!!!!!!!!!!!!!!હોસ્પીટલના બધા જ લોકો દોડી આવ્યા.
ના મારા રાજેશને કહી નથી થયું.રાજેશ મને છોડીને નહી જઈ શકે.

રાજેશના દુ:ખ માને દુ:ખ એક વષઁ કીંજલનુ વીતી ગયું.પણ કીંજલની આંખથી રાજેશનો ચેહરો દુર થતો ન હતો.કીંજલના ઘરમા નિયમ હતો એકવાર પતિનું મુત્યું થાય તો તે બીજા લગ્ન ન કરી શકે.તેને વિધવા થઈને જ રહેવાનું.

પણ,કીંજલને થયું મારી આ સરસ મજાની જીંદગી ભુતકાળમા બનેલી એક ઘટના હું રાજેશ પાછળ રડી રડીને જ કાઢું કે પછી ભુતકાળને ભુલી વર્તમાનસમયમાં હું જીવું.

નહી,હું મારી નવી જિંદગીની શરુવાત કરીશ
હા,રાજેશને હું ખુબ જ પ્રેમ કરતી પણ એ જિંદગી ભુલીને હું મારી નવી જિંદગી શરુ કરીશ.લોક કહેશે તું આવી છે.તું કોઈની પત્ની બનવાને લાયક નથી.નહી હું કોઈ નાથી નહી ડરું મારી જીંદગી છે.મારી જિંદગીનો હું જ નિણઁય લઈશ.કેમકે મારા ઘઢપણમાં મને કોઈ સાથ નહી આપે જો કોઈ આપવા વાળુ હશે તો એ મારો પતિ જ હશે.

થોડાક દિવસોમાં જ કિંજલે રવિ સાથે લગ્ન કરી લીધા.રવિ પણ રાજેશની જેમ જ કીંજલને પ્રેમ કરતો હતો.રવિ અને કિંજલના લગ્ન થયા એક વષઁ થઈ ગયું.આજ કિંજલ ખુશ હતી.તે હસતી હતી તે રવિ સાથે ખુશ હતી.

કિંજલના ઘરેથી તેના મા-બાપ અને સામેની સાઇડમાં  તેના સસરાને જરા પણ ગમ્યું ન હતું.તેમેણ લગ્નની મંજુરી પણ કિંજલને નોહતી આપી.પણ કિંજલે લગ્ન કર્યા.

પણ,અકસ્માતમાં મુત્યું પામેલ રાજેશનો આત્મા આજ ખુશ હતો,કેમકે રાજેશ કિંજલનો ચેહરો હંમેશા હસતો જોવો માંગતો હતો.


               લેખક -કલ્પેશ દિયોરા


આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કૉલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ ,સંકટ..માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)

મારા વોટ્સપ નંબર પર પણ મેસેજ તમે મેકલી શકો છો..


ફેસબુક એકાઉન્ટ - કલ્પેશ દિયોરા
Kalpeshdiyora999@gmail.com પર તમે મેઈલ કરી શકો છો...



આપનો ખુબ ખુબ આભાર...