ઘર meki ne avel lila books and stories free download online pdf in Gujarati

ઘર છોડીને આવેલ લીલા..

ઘર છોડીને આવેલ લીલા...

લીલા જ્યારે ઘરે તેના નાનકડા બે વષઁના છોકરાને લઈ આવી તો લીલાના બા કહ્યું  તને તો જન્મ જ નો આપ્યો હોત તો સારુ હતું.જા જતી રેહ તારા સાસરે સ્ત્રીઓને તો ચહન કરવાની આદત પાડવી પડે.અહીયા કેટલા દિવસ રહીશ.અમારુ પણ ગામમાં નાક કપાશે...

લીલા ઘરની બહાર નીકળે તો બહાર લોકો તેને ઊભી રાખીને કહે લીલા તું તો હજી દિવાળી પર એક મહિનો ઘરે આવી હતી ને કેમ દિવાળી પછી પણ આવી છો  બધુ બરાબર તો છે ને...!!

લીલા પાસે કોઈ જવાબ ન હતો...
કેમકે જે ઘરમાં તેને દરરોજ માર પડતો હતો તેના કરતા તો કોઈ કઈ કહી જાય તે વધુ સારુ હતું.પતિ દરરોજ દારુ પીને લીલાની મારપીટ કરતો હતો.દરરોજ ઘરના લોકોની ગાળો સાંભળવી તે હવે લીલાથી ચહન નોહતુ થતું. તે ઘર છોડીને તેના બાપુજીના ઘરે આવી રહી હતી.

પણ ત્યાં કેટલા દિવસ રહે તેના બાપુજીના ઘરે જેવો ત્રાસ સાસુનો હતો તેવો જ તેના પોતાના ઘરે એની માં નો હતો.લીલાને સમજાતુ નોહતું તે શું કરે.

આજ વાર રવિવાર હતો લીલા એ શનિવારની  રાત્રી એ  જ નક્કી કરી લીધું કે સવારે વહેલા હું મયંકને લઈ અગાશી પરથી કુદી જશ કેમકે હવે લીલાને જીવવું મુશ્કેલ હતું.
સવારમાં જાગી તે મયંકને લઈ અગાશી પર ગઈ લીલા જેવી કુદવા જાય છે ત્યાં પાછળથી કોઈ તેનો હાથ પકડે છે.
શું કરો છો દીદી...
આમ કઈ મરી જવાતું હશે તે કોઈ બીજું નહી 
કોલેજ કરતી તેના જ ફલેટમાં રહેતી હીના હતી.

લીલા ધુસકે ધુસકે રડી પડી હું શું કરુ મારુ કોઈ નથી.હું કઈ કરી પણ શકુ તેમ નથી.
મરવા શિવાય મારી પાસે કોઈ ઉપાય નથી.
કોઈ વાંધો નહી દીદી હું તારી સાથે છું.
મે બે દિવસ પહેલા જ હજુ કોમ્પુયટરના કલાસીસ જોઈને કર્યું છે તમે મારી સાથે શીખવા આવો તમને નોકરી પણ મળી જાશે.
પણ મારી પાસે એટલા પૈસા નથી હિના.
કોઈ વાંધો નહી હું નોકરી છોડી દશ બાપુજીને કહીશ કે મને નથી ફાવતું બાપુજી ને મનાવી લઈશ અને મારી જગ્યા એ તમારે જવાનું.લીલા હિનાને ભેટી પડી.

બે  મહીનામાં જ લીલાની શીખવાની ધગશથી 
તેને એક NGO માં નવ હજાર પગારની નોકરી મળી ગઈ.લીલા તે જ દિવસે જ તેના બાપુજીના ઘરેથી વિદાય લીધી અને એક નાનકડા ફલેટમા રહેવા ચાલી ગઈ.

એક વષઁ પછી લીલા હીનાના ઘરે આવે છે
લીલાને હસતી જોઈને હિના ખુશ થાય છે.
લીલાની સામે જ હિનાના પિતાજી બેઠા હોય છે.અંકલ મારે તમને એક વાત કહેવી છે.

બોલને બેટા...!!!
તમારી છોકરી હિના એ મારી મદદ ન કરી હોત તો હું આ દુનિયામાં નો હોત હું મરવા જઈ રહી હતી પણ તેમણે મને રોકી.

હિના એ તારી શું મદદ કરી..????

લીલા એ કલાસીસ જોઈન કરયાની બધી વાત કરી.અને કહ્યું લો આ બાર હજાર રુપીયા તે વખતે મારા માટે હીના એ કલાસીસ જોઈન નોહતુ કર્યું અને તેણે મને જોઈન કરાવ્યું .તમે તેને કોમ્પુયટર કલાસીસ ફરી વાર જોઈન કરાવો કદાસ મારા જેવી મુશ્કેલી હીનાને આવી પડે તો તેની જીંદગીમાં ક્યારેય ડરે નહી.તેના પગ પર ઊભી રહે.

કહેવાનું એટલું જ છે કે કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય તો તેની મદદ કરો નહી કે તેને હેરાન કરો.કોઈને જીંદગીમા કઈ આપો નહી તો કહી નહી પણ તેના મુશ્કેલ ભરા જીવનમાં તેની મજાક ન કરો...કેમકે કયારેય કોઈને ખબર નથી કે કાલનો દિવસ મારો કેવો હશે.

લેખક -કલ્પેશ દિયોરા


આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કૉલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ  માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)

વોટ્સપ કરી શકો....


ફેસબુક એકાઉન્ટ - કલ્પેશ દિયોરા


આપનો ખુબ ખુબ આભાર...