Engineering Girl - 11 - 2 in Gujarati Love Stories by Hiren Kavad books and stories PDF | એન્જિનિયરિંગ ગર્લ - 11 - 2

એન્જિનિયરિંગ ગર્લ - 11 - 2

એન્જિનિયરિંગ ગર્લ

~ હિરેન કવાડ ~

પ્રકરણ – ૧૧ – ભાગ - ૨

રોમેન્ટિક એક્ઝામ્સ

આ ભાગ પ્રકરણનોં બીજો ભાગ છે, હું ઇચ્છુ કે આ ભાગ વાંચતા પહેલા ફરીએકવાર તમે આ પ્રકરણનો પહેલો ભાગ વાંચશો તો તમને વધારે મજા આવશે. પ્રકરણો લાંબા હોવાને લીધે બે ભાગ કર્યા છે એટલે ક્યારેક એવું થાય કે પ્રકરણ અચાનક પૂરૂ થઈ ગયું. એટલે વિનંતી કે પહેલો ભાગ ફરીથી વાંચીને બીજો વાંચો આભાર.

***

ADCN ના પેપરને બે દિવસ આડે હતાં. રાતે મોડે સુધી વાંચ્યુ હતું એટલે સવારે મોડું જ ઊઠાણું. મોબાઈલમાં વિવાનનો મૅસેજ આવ્યો હતો. ‘કૉલ મી વેન યુ વેક અપ.’, સવારના અગિયાર વાગી ચુક્યા હતાં. મેં બ્રશ કરીને વિવાનને કૉલ કર્યો.

‘વોટ માય વિવુ બેબી ઇઝ ડુઇંગ?’, એણે કૉલ રીસિવ કર્યો એટલે મેં કાલાઘેલા અવાજે કહ્યું.

‘યોર બેબી ઇઝ ઇન લીટલ ટ્રબલ.’, વિવાન થોડો સિરિયસ થઈને બોલ્યો.

‘હવે તો પ્રોબ્લેમ્સથી ટેવાઈ ગઈ છું, જલદી કે શું થયું?’, હું થોડી ટેન્સ થઈ.

‘ઇટ્સ આવર કૉલ.’

‘બટ શું થયું?’

‘સવારે પપ્પા એમના કોઈ NRI ફ્રૅન્ડ્સ સાથે વાત કરી રહ્યા હતાં. વાત એમની છોકરીની મારી સાથે સગાઈની હતી. ફેન્સી સવારમાં બ્રૅકફાસ્ટમાં કંઈક બનાવ્યું હતું એ આપવા આવી હતી. મેં પપ્પાને ફોન પૂરો થયો એટલે તરત જ ગુસ્સામાં કહ્યું, કે ‘હું મેરેજ કરીશ તો અંકિતા સાથે. તમારે મારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મારે કોઈ NRI સાથે મેરેજ નથી કરવા.’

‘NRI સાથે નહીં તો આ ફેન્સી પણ સારી છોકરી છે. તને પસંદ પણ કરે છે.’, પપ્પા ઊંચા અવાજે બોલ્યા.

‘ગો ટુ હેલ ડેડ.’, હું મારો ગુસ્સો ઠાલવતા પપ્પા સામે થઈ ગયો.

પપ્પાએ ગુસ્સામાં આવીને મને એક તમાચો મારી દીધો. બટ એના પછી જે થયું એ આના કરતા પણ સિરિયસ છે. ખબર નહીં તારા પપ્પાનો નંબર એમની પાસે ક્યાંથી આવી ગયો હશે? એમણે એમની સાથે ખૂબ જ રૂડલી વાત કરી. પપ્પાએ સ્પીકર ઓન રાખ્યું હતું એટલે હું પણ સાંભળી શકતો હતો.’, હું ખૂબજ પેશન્ટલી વિવાનને સિરિયસલી સાંભળતી રહી.

‘શું વાત થઈ? મારાં પપ્પા શું બોલ્યા?’, મેં આતુરતાથી અકળાઇને પૂછ્યું.

‘મારાં પપ્પાએ તારા પપ્પાને બેડ વર્ડઝ કહ્યું, તારી છોકરીને સંભાળ. એક વાર તો મારી લાઈફ બરબાદ કરી નાખી. હવે બીજી વાર મારાં છોકરાની લાઈફ બરબાદ કરવા નહીં દઉં. પપ્પા ગુસ્સામાં હતાં એટલે ખૂબ ગાળો બોલી રહ્યા હતાં. પછી તારા પપ્પાએ પણ શરૂ કર્યુ. એક વાર મારી પત્નીને છીનવવાનો હતો, હવે મારી છોકરીને, આ બધી તમારી ચાલ છે, રમત છે. હવે તો હું પણ જોઉં છું. તારો છોકરો મારી છોકરીને કઈ રીતે મેળવે છે? બંને વચ્ચે ખૂબ રાડારાડી ચાલી. ગાળા ગાળી ચાલી. ગુસ્સામાં એક ને એક વાક્યો જ રીપિટ થયા. અંકુ સિચ્યુએશન ઇઝ ગેટિંગ વર્સ. વી હેવ ટુ ડુ સમથિંગ.’, મારી આંખમાં આ સાંભળીને આંસુ હતાં.

‘વિવુ, વી વિલ સૉલ્વ ઇટ. નોટ ટુમોરો ઓર ધ ડે આફ્ટર ટુમોરો. બટ ટુડે.’, મેં વિવાનને હિંમત આપતા કહ્યું.

‘બટ હાઉ, આઈ ડૉન્ટ નો વોટ ટુ ડુ.’, વિવાનના અવાજ પરથી લાગી રહ્યું હતું કે એની આંખોમાં આંસુ હતાં.

‘હેય હેય વિવુ, ડૉન્ટ ક્રાય. લીસન ટુ મી. આપણે આમ તો ગીવ અપ નહીં જ કરી દઈએ. અને યાદ કર તે જ મને કહ્યું હતું, આપણે પ્રેમથી કામ કરવાનું છે. બધાંને પ્રેમથી મનાવવાના છે. એટલે પહેલાં તું તારા પપ્પાને સૉરી કહી દે. આપણે એક્ઝામ પછી નહીં, આજે જ આપણા મમ્મી પપ્પાને મનાવીશુ.’

‘બટ કઈ રીતે? આઈ ડૉન્ટ નો.’, વિવાન ખૂબ નીરાશાથી બોલ્યો.

‘વિવાન, એમ કહે તું મને પ્રેમ કરે છે?’

‘મોર ધેન માય સેલ્ફ.’

‘તુ મારાં વિના રહી શકીશ?’

‘નેવર.’

‘હું પણ તને એટલો જ પ્રેમ કરું છું. આપણે બંને માનીએ છીએ કે આપણે બધાંને ખુશ રાખીને જ આ રિલેશન રાખવો છે. તો આપડી પાસે હવે છેલ્લો ચાન્સ છે. ચાલ એ યુઝ કરી લઈએ. બંને એકબીજાના પપ્પાને મળીએ. તું મારાં પપ્પાને મળ. હું તારા પપ્પાને. બંને એકલા મળીએ. તું એકલો મારાં પપ્પાને મળ અને હું તારા પપ્પાને. મને ખબર નથી કે હું તારા પપ્પાને મળીને શું કહીશ. કદાચ તને પણ ખબર નહીં હોય. મારે કોઈ પ્લાન પણ નથી બનાવવો. બસ એકવાર એમને મળીએ અને કહીએ કે આપણે બંને એકબીજાને કેટલો પ્રેમ કરીએ છીએ. જે દિલમાં આવે એ કહીએ. કોઈ લોજીક નહીં, બસ લવ. ચાલ એમને સમજાવીએ કે ચાહવુ અને પામવુ અલગ છે. વિવાન આપણી પાસે પ્રેમ સિવાય કોઈ રસ્તો નથી. લવ સિવાય કોઈ કેડી નથી. ચાલ એકવાર આ લવનો ઉપયોગ કરીએ.’, મેં વિવાનને ખૂબ નરમાઇથી સમજાવતા કહ્યું.

‘ઓકે, હું પપ્પાને સૉરી કહું છું. પણ એ લોકો નહીં માને તો?’

‘એવું બનશે જ નહીં.’

‘બટ કદાચ એવું બન્યું તો?’, વિવાને ટેન્સ થતા પૂછ્યું.

‘એવું ત્યારે જ બનશે, જો આપણે એકબીજાને પ્રેમ નહીં કરતા હોઈએ. આ માત્ર ઍટ્રેક્શન હશે.’, મેં થોડું કઠોર થઈને કહ્યું.

‘આઈ લવ યુ અંકુ, યુ નો.’

‘આઈ લવ યુ ટુ, અને એ લોકો નહીં માને તો આજ પછી આપણે બંને એકબીજા સાથે ક્યારેય વાતો નહીં કરીએ. ધેટ્સ ઇટ. ચાહવું અને પામવું અલગ છે. આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ. પ્રેમમાં પામવાની જરૂર નથી. ’, મેં અલ્ટીમૅટ ડીસીઝન લેતા કહ્યું.

‘વી વિલ ડુ ઇટ.’

‘પેપર પરમ દિવસ છે, એટલે આપણી પાસે આજનો દિવસ છે, તું રાજકોટ નીકળ અને આજે હું તારા પપ્પાને મળીશ.’, મેં કહ્યું.

‘લવ યુ અંકુ.’, એણે ફરી ભીના અવાજે કહ્યું.

‘લવ યુ ટુ માય વિવુ, લવ યુ ટુ. ચાલ હવે આંસુ પોંછ અને સ્માઈલ કર.’, મેં એના ચહેરા પર સ્મિત લાવવા કહ્યું. પહેલીવાર વિવાન આટલો ઢીલો થયો હતો. પહેલીવાર એની આંખોમાં આંસુ આવ્યાં હતાં. મને વિશ્વાસ હતો કે વિવાન કરી શકશે. સાથે ડર પણ હતો કે મારાં પપ્પા એમની જીદ નહીં છોડે તો?

‘લુંછાઇ ગયા, બોલ હવે.’, વિવાન બોલ્યો.

‘સ્માઈલ? સ્માઈલ તો કર.’,

‘બસ?’, એ ધીમેથી બોલ્યો.

‘ના મોટી સ્માઈલ.’, મેં એનો જ ડાયલોગ માર્યો. એ હસી પડ્યો.

‘હવે બરાબર, સો લેટ્સ સ્ટાર્ટ. તું રાજકોટ નીકળ. હું તારા ઘરે જાવ છું.’, મેં કહ્યું.

‘ઓકે. લવ યુ અંકુ.’

‘લવ યુ બેબી..’, મેં કહ્યું અને કૉલ કટ કર્યો.

***

I was now relaxed. I gave everything to god. I told him, ‘Do whatever you want. I am doing this last time…! I will do it with love, I will do it with my full strength. I will do it with joy. No matter what happens I will do it with soft heart with full of heart.’

મેં તનું દીદીને કૉલ કર્યો. એ ક્લિનીક પર હતાં. મેં એમને બધી વાત કરી. મેં એમને પપ્પા સાથેની મીટિંગ ફિક્સ કરવા કહ્યું. એમણે પપ્પાને ખૂબ જ સમજાવ્યા અને એક વાર મને મળવા માટે ઇનસીસ્ટ કર્યુ. અખિલેશ અંકલ તનુદીદીની કોઈ વાત ન ટાળતા, આ વખતે પણ એમણે ન ટાળી. એમણે મને મળવા માટે ટાઈમ આપ્યો. મારે બે વાગે વિવાનના ઘરે જ મળવાનું હતું. વિવાન રાજકોટ જવા માટે નીકળી ચુક્યો હતો. મેં મમ્મીને ફોન કરીને કહી દીધું હતું કે વિવાન આવી રહ્યો છે. મેં પપ્પાને ખૂબ જ રીક્વેસ્ટ કરી. એ કોઈ રીતે માનવા તૈયાર નહોતા. છેલ્લે મેં એમને કહ્યું, ‘પપ્પા વિવાન ત્યાં આવી રહ્યો છે, જો તમને ઠીક લાગે તો એને મળજો, એક વાર તમારી દીકરીનું માનજો. નહીંતર ઘરનો દરવાજો બંધ કરી દેજો.’ મેં બધું જ ઇશ્વર પર છોડી દીધું હતું. મેં બધું અમારાં પ્રેમ પર છોડી દીધું હતું. મને ‘હા કે ના’ ની કોઈ પડી નહોતી. બસ મને એટલી ખબર હતી કે, ‘હું વિવાનને હૈયા ફાટ પ્રેમ કરું છું.’

હું એક્ઝેક્ટ બે વાગે વિવાનના ઘરે પહોંચી ગઈ. ભાવના આંટી ક્યાંક બહાર ગયા હતાં. તનું દીદી મારાં કારણે ક્લિનીકેથી વહેલા આવી ગયા હતાં. અખિલેશ અંકલ ગંભીર ચહેરો કરીને ટી.વી જોઈ રહ્યા હતાં. એમના ખોળામાં મોંટુ હતો, એ એના શરીર પર હાથ ફેરવી રહ્યા હતાં. તનું દીદીએ મને બેસાડી. અખિલેશ અંકલ મને જોયા વિના ટી.વી તરફ જોતા રહ્યા.

‘પપ્પા, અંકિતા તમને મળવા આવી છે.’, તનું દીદી બોલ્યા. અખિલેશ અંકલે મારી સામે જોયું.

‘બોલો શું કામ હતું?’, એ એમના ગંભીર ચહેરે મારી સામે જોઈને બોલ્યા. આજે મને કોઈ ડર નહોતો. ડર શેનો.? પ્રેમ ગુમાવવાનો ડર? પ્રેમતો આપણી અંદર હોય છે. પ્રેમ થોડો ગુમાવી શકાય.

‘તનું દીદી હું અંકલ સાથે એકાંતમાં વાત કરી શકું?’, મેં તનું દીદીને રીકવેસ્ટ કરી.

‘સ્યોર સ્યોર, હું ઉપર.’, તનું દીદીની વાત કાપતા મેં કહ્યું, ‘અમે જ ઉપર ચાલ્યા જઈએ.’ હું સીડીઓ ચડી. મારી પાછળ પાછળ અખિલેશ અંકલ પણ ચડ્યા. મેં તનું દીદીનો આર્ટીસ્ટિક રૂમ ખોલ્યો. એ અંદર આવ્યાં. મોન્ટુ પણ અંદર આવી ગયો. મેં બે ચેઇર ગોઠવી દીધી. અમે બંને બેસ્યા. સાચુ કહું? એ સમયે મને સ્હેજેય ખયાલ નહોતો કે હું શું બોલુ. આઈ વોઝ ફિલિંગ લાઈક બ્લેંક.

‘બોલો.’, અમે બંને ચુપચાપ હતાં, શરૂઆત એમણે કરી હતી. પહેલો જ વિચાર મને આવ્યો, તે એ હતો કે આ બધી સમસ્યાઓનું કારણ ઇગો છે. સીડ ઓર રૂટ ઑફ એવરી પ્રોબ્લેમ ઇઝ ઇગો. એવરી મીન્સ એવરી પ્રોબ્લેમ. અખિલેશ અંકલ પહેલાં બોલ્યા હતાં એટલે એમણે ઇગો ભાંગવાની શરૂઆત કરી હતી. હવે મને થોડોક આઈડીયા આવી ગયો હતો કે શું બોલુ?

‘પપ્પા, સૉરી હવેથી હું તમને પપ્પા જ કહીશ. આઈ ડૉન્ટ નો તમારાં મનમાં શુ ચાલે છે? હું જાણવા પણ નથી માંગતી. સાચુ કહું તો હું તમને અહીં સમજાવવા પણ નથી આવી. આજે સવારે જે બન્યું એના પછી મેં અને વિવાને નક્કી કર્યુ કે એવો રિલેશન શું કામનો જે પ્રોબ્લેમ્સ જ ઊભી કરે. વી હેવ ટુ બી હેપ્પી. વી આર હીઅર ટુ બી હેપ્પી. બટ જો કોઈ રિલેશનને કારણે હેપ્પીનેસ ના મળતી હોય તો એ હેપ્પીનેસ શું કામની? ઓબવીઅસલી અત્યારે તો આ રિલેશનને કારણે ઘણા બધાંને હર્ટ થઈ રહ્યું છે. આજે મેં અને વિવાને નક્કી કર્યુ, છેલ્લી વાર એકબીજાના પપ્પાને મળીએ. કંઈજ સમજાવવાનું નહીં. બસ કહેવાનું કે અમે એકબીજાને કેટલો પ્રેમ કરીએ છીએ. એકબીજાના ફેમેલીને કેટલો પ્રેમ કરીએ છીએ. કારણ કે અમે જો અમારું જ વિચારતા હોત તો અમે અહીં આવ્યાં જ ના હોત. અમે ક્યારનાંય કોર્ટ મેરેજ કરી નાખ્યા હોત. ’, પપ્પા ધ્યાનથી સાંભળવા લાગ્યા. પરંતુ એમના ચહેરા પર સ્માઈલનું કોઈ નીશાન પણ નહોતું.

‘અમે એકબીજાને લવ કરીએ છીએ, બટ આ ફૅમિલીને પણ પ્રેમ કરી છીએ. અમે તમને પ્રેમ કરીએ છીએ. અમે મમ્મીને પ્રેમ કરીએ છીએ. હું આ ઘરના દરેક સભ્યને પ્રેમ કરું છું. આ અબોલ પ્રાણી. હું આ મોન્ટુને પણ પ્રેમ કરું છું. તમે જ વિચારો જો મારું બ્રૅક અપ થશે તો કોની કોની સાથે થશે. લોકોનું એક વ્યકિત સાથે બ્રૅક અપ થાય તો ભાંગી પડે છે. મારું તો આ ઘરના દરેક સભ્ય સાથે બ્રૅકઅપ થશે. હું આ કહેવા ખાતર નથી કહેતી. હું જે જાણુ છું, એજ માનું છું. એટલે એ જ બોલું છું.’ હું આગળ બોલતા પહેલાં થોભી.

‘તુ આ ફૅમિલીને પ્રેમ કરે છે. પરંતુ શું તારા પપ્પા આ ફેમેલીને થોડો પણ પ્રેમ કરે છે? એને પૂછ્યું છે એને મારાં પ્રત્યે કેટલી નફરત છે?’, પપ્પાએ ખૂબ જ ગંભીર રહેતા કહ્યું. મેં જવાબ વિચારવાની કોશીષ કરી. બટ બીજી જ ક્ષણે મેં વિચાર્યુ, ‘હું અહીં સમજાવવા નથી આવી. હું પ્રેમ વહેંચવા આવી છું.’

‘પપ્પા, પ્લીઝ તમે એમ નહીં માનતા કે હું તમને ઓફેન્ડ કરું છું. એમ માનજો કે હું તમારી દીકરી વિશાખા છું. મારાં પપ્પા તમને નફરત કરે છે એનું કોઈ કારણ છે. મારે એ કારણોમાં જઈને કેઓઝ પેદા નથી કરવા. બટ તમે જ વિચારો જે મારાં પપ્પા સાથે બન્યું હતું એ અત્યારે તમારી સાથે બને તો? અત્યારે પરિસ્થિતીઓ બદલાઇ ગઈ છે. તમે સેટલ છો, મારાં મમ્મી પપ્પા સેટલ છે. બધાં જ પોતપોતાની દુનિયામાં ખુશ છે. ભલે મારાં પપ્પા એના પાસ્ટને ભુલ્યા ના હોય. બટ નફરત જિંદગીભર તો નહીં જ રહે? આપણે લોકો પ્રેમથી ટેવાયેલા છીએ. નફરત થી નહીં. આપણી નસોમાં પ્રેમ વહે છે. નફરત નહીં. પ્રેમને કારણે આ દુનિયાનું સર્જન થયું છે. નફરતને કારણે નહીં. તો શા માટે આપણે નફરતને એક ખૂણામાં બેસાડી રાખીએ. હું જ્યાં સુધી માનું છું, ત્યાં સુધી બધી પ્રોબ્લેમ્સનું કારણ ઇગો જ છે. એ ઇગો જ છે, જે બધાંને અલગ કરવા માંગે છે. પરંતુ હું દ્રઢપણે માનું છું, એ ઇગો તમારાંમાં નથી. અત્યારે જ્યારે તમે મારી સાથે વાત શરૂ કરી એના પરથી જ મને લાગ્યું કે તમારામાં ઇગો નથી. બાકી ગુસ્સે થયેલો માણસ કોઈ દિવસ પહેલાં બોલે જ નહીં. તમે જ વિચારો, જો તમારામાં ઇગો હોય તો આવો સુંદર કલાત્મક રૂમ આ બંગલામાં બની શકે? તમે આ બનવા દો? ઇગો હોય એના ઘરમાં કલા કોઈ દિવસ પગ પણ મુકી ના શકે. તમે તનુદીદીને એનું ગમતુ કામ કરવાની છૂટ આપી, વિશાખાને એની જિંદગી જીવવાની છૂટ આપી, વિવાનના રેસિંગના શોંખ પાછળ પણ તમને કોઈ વાંધો નથી. શું આ ઇગો હોય ત્યાં શક્ય છે?’

પપ્પા, પાસ્ટમાં જે બન્યું એ ભુલો નહીં તો કંઈ નહીં, બટ શું આપણે પ્રેઝન્ટને એક્સેપ્ટ ના કરી શકીએ?’, મેં પપ્પાના હાથ પર હાથ મુકીને પૂછ્યું. એ કંઈ ના બોલ્યા.

‘ભૂલ મારાં પપ્પાની છે, એ વર્તમાનને સ્વીકારી નથી શક્યા. ઇગો એમનામાં છે. અને મને વિશ્વાસ છે, વિવાન મારાં પપ્પાની એ નફરતને ભગાવી મુકશે. એ તમારાં પ્રત્યેના પ્રેમના છોડને રોપીને આવશે. બટ તમારાં અને મારાં હાથમાં શુ છે? આપણા હાથમાં બે જ વસ્તુ છે, નફરત અને પ્રેમ. સીધી ભાષામાં કહું તો, નફરત કરીને આપણે બે માણસને દુખી કરવા છે કે પછી પ્રેમ કરીને કોઈકના ચહેરા પર સ્માઈલ લાવવી છે? તમે તો બાપ છો, તમને તો ખબર હશે, જ્યારે દીકરી ઘરેથી વિદાય લેતી હોય ત્યારે કેવુ ફીલ થતું હશે. હું બધું છોડીને તમારાં ઘરે આવવા માંગુ છું. તમને બધાંને પ્રેમ કરવા માંગુ છું, તમારાં બધાંના ચહેરા પર સ્માઈલ લાવવા માંગુ છું. તમને બધાંને ખુશ જોવા માંગુ છું, અને સાથે હું વિવાનની સાથે રહેવા માંગુ છું. હું વિવાનનો હાથ પકડીને એની દરેક સુખ અને દુખની પળોમાં સાથ આપવા માંગુ છું. મને વિશ્વાસ છે, આ ઘરમાં બધાંને પ્રેમ કરવાનો અધિકાર છે. હું મને આ ઘરથી અલગ નથી માનતી. મને વિશ્વાસ છે, મને પણ આ ઘરનો પ્રેમ મળશે.’

જે પ્રેમ મારી મમ્મી નથી મેળવી શકી. એ હું મેળવીશ.’, આ વાક્ય સાંભળીને પપ્પાએ મારી સામે જોયું. એમની આંખોમાં દર્દ હતું. જાણે એમની સામે એમની જુવાનીના દ્રશ્યો તાજા થઈ ગયા હોય. એમની આંખો ચમકવા લાગી હતી.

‘પપ્પા વિવાન તમારો દી કરો છે. હું તમારાં ભૂતકાળની દીકરી છું. જે ભૂતકાળ વર્તમાન ના બની શક્યો એનો તમારાં પાસે એક મોકો છે. આઈ લવ વિવાન. આઈ લવ વિવાન મોર ધેન એનીવન. મોર ધેન એની વન…!’, મારી આંખો ભીની થઈ ગઈ. પપ્પા મારી સામે જોતા રહ્યા.

‘પપ્પા શા માટે આપણે ઇગોને જીતવા દઈએ? આપણો સ્વભાવ પ્રેમ છે. એકવાર તો યાદ કરો એ પીડા કે જ્યારે તમારાં ઘરેથી તમને મારાં મમ્મી સાથે મેરેજ કરવાની ના પાડવામાં આવી હતી. બસ એ પીડામાંથી જ અત્યારે હું અને વિવાન પસાર થઈ રહ્યા છીએ. શું તમે નથી ઇચ્છતા કે અમારાં દિલમાં ટાઢક વળે ? શું તમે નથી ઇચ્છતા કે તમાર દિલને ટાઢક મળે?’, પપ્પાની આંખો ભીની થઈ ચુકી હતી. મારી આંખોમાંથી આંસુઓ ગાલ પર આવી ચુક્યા હતાં.

‘નાની હતી ત્યારે મારે ઢીંગલી જોઈતી હતી, એ પપ્પાએ લઈ દીધી. સ્કૂલે જવા માટે બાર્બીડોલ બેગ લેવું હતું એ લઈ દીધું, થોડીક મોટી થઈ તો ઇચ્છાઓ પણ મોટી થઈ. સ્કૂલે જવા માટે સાઇકલ જોઈતી હતી, પપ્પાએ એ ખ્વાહિશ પણ પૂરી કરી, બારમાં ધોરણમાં હતી ત્યારે સ્કૂલે સાઇકલ લઈને જતા મોડુ થતું તો પપ્પાએ સ્કૂટર ખરીદી લીધું. એમણે મારી દરેક ઇચ્છાઓ પૂરી કરી છે. જ્યારે મેં એમને કહ્યું કે હું કોઈ છોકરાને પ્રેમ કરું છું તો એમણે કોઈ જ આનાકાની ના કરી. એ એમ જ માનતા કે એમની દીકરી ખુશ તો એ ખુશ. મને જેટલો સ્નેહ મારાં પપ્પા પાસેથી મળ્યો એટલો મમ્મી પાસેથી નથી મળ્યો. વર્ષો પછી મને મારી મમ્મીનો પ્રેમ મળ્યો છે. મને મારી સાચી મમ્મી મળી છે. રહસ્યો વિનાની મમ્મી મળી છે. હું મારી મમ્મીને પ્રેમ કરું છું. વિવાન પણ તમને એટલો જ પ્રેમ કરે છે. બટ સવાલ એ છે કે શું તમે ભૂતકાળને રીપિટ કરવા માંગો છો.? એક વાર તો યાદ કરો તમારો પાગલ પ્રેમ. શું તમે તમારાં પપ્પાએ જે કર્યુ હતું એ કરવા માંગો છો?’, મારાંથી હવે બોલવાનું ભારે થઈ ગયું હતું. હું ભારે હૈયે બોલી રહી હતી.

‘એક વડીલ સામે આટલું બોલવું મને શોભતું પણ નથી. બટ મારે આજે મારું દિલ ખાલી કરી નાખવુ છે. પપ્પા એક સવાલ પૂછવો છે, શું તમે મારાં મમ્મીને પ્રેમ કર્યો હતો? ખરેખર એવો પ્રેમ કર્યો હતો જેણે તમારી ધડકનો વધારી દીધી હોય? શું તમે એવો પ્રેમ કર્યો હતો જેણે તમને તમારી લાઈફના હસીન દિવસો દેખાડ્યા હોય? શું તમે એવો પ્રેમ કર્યો હતો કે ક્યારેક માત્ર એકબીજાની આંખોમાં જોઈ રહેવું જ ગમે? શું તમે એવો પ્રેમ કર્યો હતો કે તમને એવું લાગ્યું હોય કે પ્રેમ સિવાય આ દુનિયામાં કંઈ છે જ નહીં? મેં તો વિવાનને એવો પ્રેમ કર્યો છે. મેં તમારાં દીકરાને એવો પ્રેમ કર્યો છે. બસ મારે એ પ્રેમને નિભાવવો છે. મારે તમારાં બધાની લાઈફમાં નવા રંગો પૂરવા છે.’ ત્યાંજ પપ્પા બોલ્યા. એમની આંખોમાં આંસુ હતાં. એમનો અવાજ પણ ભારે હતો.

‘હા મે પ્રેમ કર્યો છે. મારી ધડકનો પણ વધી હતી, અમે પણ વડલા નીચે બેસીને કલાકો કાઢ્યા છે.’, પપ્પાના આંસુ ગાલ પર આવી ગયા.

‘તો પપ્પા ચાલો નફરત છોડીને પ્રેમ અપનાવીએ. ચાલો એકબીજાને સ્વીકારીએ. શું તમે મને આ ઘરની દીકરી તરીકે અપનાવશો? શું તમે મને વિવાનની પત્ની તરીકે સ્વીકારશો? શું તમે મને આ ઘરની સુખ દુખની ભાગીદાર બનાવશો?’, મેં ઘૂંટણ પર બેસીને પપ્પા પાસે માંગણી કરી. એમણે મને ઊભી કરીને એમના ગળે લગાવી લીધી. આઈ વોઝ ક્રાઇંગ. આઈ વોન્ટેડ ટુ ક્રાય. મારે રડવું હતું. જોરજોરથી રડવું હતું. અને હું રડી રહી હતી. પપ્પાની આંખોમાં પણ આંસુ હતાં.

‘છાની રહી જા બેટા, છાની રહી જા.’, પપ્પા મારાં માથામાં હાથ ફેરવતા ફેરવતા કહી રહ્યા હતાં. બટ હું એટલી આનંદીત હતી કે મારી આંખોના આંસુ બંધ નહોતા થતા. હું આટલી ખુશ ક્યારેય નહોતી. હું પપ્પાને વારંવાર ‘થેંક્યુ અને આઈ લવ યુ પપ્પા’ કહેતી રહી. હું રડી રહી હતી. ક્રાઇંગ લાઈક અ મેડ, આઈ વોઝ મેડ. આઈ વોઝ મેડ ઇન લવ વિથ માય વિવાન. આઈ વોઝ મેડ ઇન લવ વિથ માય વિવુ.

***

મારું રડવાનું સાંભળીને તનું દીદી ઉપર આવી ગયા. પપ્પાને અને મને ગળે મળેલા જોઈને એ પણ અમને વીંટાઇ ગયા. એમણે મને છાની રાખી. હું તનું દીદીને ગળે વળગી પડી. કાશ વિવાન એ સમયે ત્યાં હોત હું એને કસીને બાહોંમાં લેવા માંગતી હતી. એને મારી એવી બાહોંમાં ભીંસી લેવા માંગતી હતી કે એ ક્યારેય એમાંથી બહાર ના નીકળી શકે. અમે લોકો નીચે ઉતર્યા. હું થોડી રિલેક્સ થઈ. મેં પપ્પાને ફરી થેંક્યુ કહ્યું. એમણે મારાં માથા પર હાથ મુકીને આશીર્વાદ આપ્યા. હું પણ એમને પગે લાગી. પપ્પાએ મને કહ્યું કે એ હમણા જ મારાં પપ્પાને કૉલ કરશે અને એમને સૉરી કહેશે. મેં પપ્પાને ના પાડી અને કહ્યું કે ‘જો એ ખરેખર મને પ્રેમ કરતા હશે તો એ હા જ પાડશે. એમને પણ એમનો ઇગો સાઇડમાં મુકવો પડશે. એમને પણ એમની નફરતને બાળવી પડશે. એમને પણ પ્રેમમાં ડૂબવું પડશે.’ તનું દીદીએ સાંભળીને મને જકડી લીધી. હું ખૂબ ખુશ હતી, મેં વિવાને ખુશખબર આપી. એ બસ રાજકોટ પહોંચવાનો જ હતો. એની આંખોમાં પણ સાંભળીને આંસુ આવી ગયા. અમે એક સ્ટેપ પાર કરી લીધું હતું. હવે વિવાનનો વારો હતો. મેં વિવાનને ચિંતા ન કરવા કહ્યું, બસ જે મનમાં હોય એ કહી દેવા કહ્યું. મેં એને કહ્યું હતું કે ‘ઘરે પહોંચે એટલે એ મને કૉલ કરે’, મેં એને એનો ચાલું ફોન ખિસ્સામાં જ રાખવા કહ્યું હતું. હું વિવાનની પપ્પા સાથેની બધી વાતો સાંભળવા માંગતી હતી. અમે બંનેએ એકબીજાને આઈ લવ યુ કહ્યું અને વિવાને કૉલ કટ કર્યો.

***

‘બેસ બેટા, એ બાથરૂમમાં છે. હમણાં આવશે.’, મમ્મી બોલ્યા. વિવાને મેં કહ્યા પ્રમાણે મને કૉલ કરીને ફોન એના ખિસ્સામાં મુકી દીધો હતો.

‘સૃષ્ટિ નથી?’, વિવાન બોલ્યો. મમ્મીએ ‘સૃષ્ટિ……..’, એવી લાંબી બૂમ મારી.

‘હા મમ્મી.’ સૃષ્ટિ રૂમની બહાર આવીને બોલી હોય એવું લાગ્યું.

‘અહીં આવ.’, વિવાન બોલ્યો.

‘લે આ તારા માટે.’, વિવાને સૃષ્ટિને કંઈક આપ્યુ.

‘ટી શર્ટ? વાવ..! થેંક્સ.’, વિવાને આપેલું ગીફ્ટ જોઈને સૃષ્ટિ બોલી. ખોંખારાના અવાજ પરથી લાગ્યું કે પપ્પા આવ્યાં.

‘ચાલો સૃષ્ટિ હોમવર્ક કરવાનું બાકી છે. રૂમમાં.’, મમ્મી બોલી.

***

‘મમ્મી, પપ્પા. મારે તમારાં બંને સાથે વાત કરવી છે.’, વિવાન ખૂબજ સોફ્ટ અવાજે બોલ્યો.

‘પહેલાં હું એક વાત ક્લીઅર કરી દઉં. આરોહીની જીદને લીધે તને સાંભળી રહ્યો છું, અને તારે મમ્મી પપ્પા કહેવાની જરૂર નથી. અંકલ આંટી સુધી ચાલશે.’, પપ્પાએ ખૂબ જ ગંભીરતાથી કહ્યું. હું ફીલ કરી શકતી હતી, વિવાન કેટલું હાર્ડ ફીલ રહ્યો હશે, કેટલું નર્વસ ફીલ કરી રહ્યો હશે.

‘અંકલ આંટી, પ્લીઝ મને તમારો થોડોક ટાઈમ આપો. હું તમને બધું પહેલેથી કહેવા માંગુ છું. જો તમે મને થોડો ટાઈમ આપો તો અને તો જ. પહેલાં હું અને અંકિતા વિચારતા હતાં કે તમને કન્વીન્સ કરીશું. બટ હવે અમે એ માંડી વાળ્યુ છે. હું તમને એ કહેવા આવ્યો છું કે હું અંકિતા પ્રત્યે કેવુ ફીલ કરું છું. અમે ડિસાઇડ કર્યુ છે, કે જો બંનેના પેરેન્ટ્સને એક નાની પ્રોબ્લેમ પણ ના હોય તો જ અમે આગળ વધીશુ. અધરવાઇઝ અમે બંનેને ક્યારેય નહીં મળીએ. ક્યારેય નહીં.’ વિવાન ભલે ત્યાં એકલો હતો, બટ મને એવું લાગી રહ્યું હતું કે હું પણ વિવાનની સાથે હોવ. હું એની બાજુમાં બેસી હોવ. આટલું સાંભળ્યા પછી મમ્મીએ ડોકુ હલાવ્યું હશે. પપ્પાનો કોઈ રીસ્પોન્સ નહોતો. પપ્પા પહાડ જેવા કઠોર બની ગયા હતાં. હું ખૂબ નર્વસ હતી. પથ્થરમાં રૂપાંતરિત થઈ ગયેલ કઠોર પપ્પાને વિવાન કઈ રીતે પીગળાવી શકશે? ફરી વિવાને બોલવાનું શરૂ કર્યુ. આટલો સિરિયસ મેં વિવાનને એક જ વાર જોયો હતો, જ્યારે મમ્મી પપ્પા વિવાનના ઘરે આવ્યાં હતાં.

‘આજે હું જે કહીશ એ કદાચ અંકિતાને પણ નહીં ખબર હોય. અંકિતા મારી લાઈફમાં આવી એ પહેલાંની વાત છે. મને એના એક મહિના પહેલાં સ્ટ્રોક અટેક આવ્યો હતો. ડૉક્ટરે કહ્યું મને કાર્ડીઓ વાસ્ક્યુલર ડીસિસ છે. એ સમયે હું રોજના ત્રણ ડનહીલ સિગારેટના પેકેટ પી જતો હતો. હું એવું માનતો હતો કે પપ્પા જે કમાય છે એ મારાં માટે જ કમાય છે ને. ડૉક્ટરના કહેવા છતાં મેં સિગારેટ પીવાનું શરૂ જ રાખ્યું હતું. બાઈકનો તો પહેલેથી જ શોખ છે, પરંતુ મોડી રાતે રેસ લગાવીને અમુક વાર લોકોને પણ હેરાન કરવા, રૂડ બીહેવીઅર, અને હા ક્યારેક આલ્કોહોલ પણ. કૉલેજના લેક્ચર્સ તો મેં ખૂબ જ ઓછા અટેન્ડ કર્યા છે. હજુ પણ હું ખૂબ ઓછા જ અટેન્ડ કરું છું. એક્ઝામમાં પણ હું ખૂબ જ કૅરલેસ હતો. મને એક્ઝામના દિવસે જ ખબર પડતી કે ક્યુ પેપર છે. પરંતુ મને એ ક્લિઅરલી યાદ છે. કમ્પ્યુટર ગ્રાફિક્સનું પેપર હતું. કંઈ વાંચ્યુ તો હતું જ નહીં. એટલે પ્રશ્ન શું કહેવા માંગે છે એ પણ ખબર નહોતી. મારી આગળ વ્હાઇટ ડ્રેસ પહેરેલી એક છોકરી બેસેલી હતી. હું પાછળથી એને જોઈ રહ્યો હતો, પેપર લખવામાં પૂરેપૂરી ડુબેલી હતી. મેં એક્સપેક્ટ કર્યુ કે એ મને પેપર લખવામાં હૅલ્પ કરશે. એટલામાં એ થોડી હલી અને એની સપ્લીમેન્ટ્રી નીચે પડી ગઈ. પેન આપવાના બહાને મેં એને સીસકારો કર્યો. બટ એણે મને ઇગ્નોર કર્યો. મેં ફરી સીસકારો કર્યો. એ સહન ના કરી શકી. એણે મારી સામે જોયું. બધું જ વ્હાઇટ મેંચિંગ માત્ર કપાળ વચ્ચેની નાની બીંદી જ કાળી, આંખોમાંનું કાજળ કાળું અને એના વાળ કાળા. થોડીવાર માટે હું મંત્રમુગ્ધ થઈ ગયો. એણે સુપરવાઇઝરને બોલાવીને કહ્યું કે હું એને ડિસ્ટર્બ કરું છું. મને સુપર વાઇઝરે બહાર નીકળી જવા કહ્યું. મને થોડું ના ગમ્યું, મેં એક ચીઠ્ઠી એને આપી. એમા લખ્યુ કે, તારી સપ્લીમેન્ટ્રી નીચે પડી ગઈ છે. હું એને એવું ફીલ કરાવવા માંગતો હતો કે હું એને હૅલ્પ કરવા માંગતો હતો. એ છોકરીએ પણ થોડું ઓવર રિએક્ટ તો કર્યુ જ હતું.

કૉલેજમાંથી બહાર નીકળતી વખતે મેં ફરી એને જોઈ. એ જ ખૂબસૂરતી, એ જ વ્હાઇટ ડ્રેસ, વ્હાઇટ મેચિંગ અને સૌથી સુંદર કપાળ વચ્ચેની કાળી બીંદી, આંખોમાંનું કાળું કાજળ અને લહેરાતી કાળી જુલ્ફો. મેં એની સામે જોયું પરંતુ થોડું ગુસ્સાથી. એના ઓવર રિએક્શનને કારણે મને પણ થોડો ગુસ્સે હતો. એ એની રહસ્યમય આંખોથી મને જોતી રહી.

હું પાગલ નથી થઈ ગયો કે એ જ છોકરીના પપ્પાને મારી લવ સ્ટોરી સંભળાવું છું. બટ અંકિતાને હું કઈ નજરથી જોઉં છું, મને અંકિતા કેવી ખૂબસૂરત દેખાય છે, એ નજર હું તમને આપવા માંગુ છું. પ્લીઝ સમજવાની ટ્રાય કરજો.

રોજની ત્રીસ ત્રીસ સિગારેટ ચુસી જતા છોકરા પર એ છોકરીએ કેવો પડઘો પાડ્યો કે એ દિવસે મેં એક પણ સિગારેટ ના પીધી. મને આખો દિવસ અંદર અંદર એવું લાગ્યું કરતુ હતું કે એનો કૉલ આવશે. સૉરી કહેવા તો એનો કૉલ આવશે જ. મને વિશ્વાસ હતો એ ગમે ત્યાંથી મારો મોબાઈલ નંબર શોધશે, કારણ કે એની આંખમાં મેં એક દર્દ જોયું હતું, એની આંખમાં મેં પીડા જોઈ હતી, એની આંખમાં મેં કૅર જોઈ હતી.

પછી એ દિવસે અમારાં બંનેની ફર્સ્ટ મીટિંગ થઈ. અમારાં બંનેનો એ સૌથી મેમોરેબલ ડે છે. અમે બંનેને એકબીજા સાથે પ્રેમ થયો. અમે બંનેએ એકબીજાની વાતો શેર કરી અને સમજી. બટ અત્યારે જો હું જોઉં છું તો મારાંમાં કેટલો બદલાવ આવી ગયો છે. મારી અંકુ સાથે ફ્રૅન્ડશીપ થઈ એ દિવસ પછી એણે કહ્યું એટલે મેં સિગારેટ છોડી દીધી. એણે કહ્યું નથી છતાં મેં અઢી વર્ષથી ડ્રીંક નથી કર્યુ. મારો બીહેવીઅર અને નેચર ઘણો સોફ્ટ થઈ ગયો છે. અંકુએ મને ઘણો બદલી નાખ્યો છે. તમારી દીકરીએ મને ઘણો બદલી નાખ્યો છે. ’, એક તરફ વિવાન બોલી રહ્યો હતો અને બીજી તરફ મારી આંખોમાંથી દડદડ આંસુઓ પડી રહ્યા હતાં. હું જસ્ટ એમ્યુઝ્ડ હતી. આટલો પ્રેમ કોઈ કઈ રીતે કરી શકે?

‘કમ ટુ ધ પોઇંટ.’, પપ્પા એના કઠોર અવાજથી બોલ્યા.

‘અંકલ આપણે બધાં જાણીએ છીએ. એક વર્ષ પહેલાં જે થયું એ બરાબર નથી થયું. બટ એ પાસ્ટ છે. પાસ્ટનો ભાર લઈને કેટલા દિવસ જીવી શકાય? એને સ્વીકારીશુ તો આપણે વર્તમાનમાં ખુશ રહીશુ?’, વિવાને કદાચ ભૂલથી લોજીક આપી દીધી.

‘એ પાસ્ટ છે, બટ આ પ્રેઝન્ટ છે.’, પપ્પા ઉજ્જ્ડાઇથી બોલ્યા. મને તો એ પણ આશ્ચર્ય હતું કે પપ્પા આટલા કઠોર કઈ રીતે થઈ શકે. પપ્પાને આટલો ઇગો કઈ રીતે આવી શકે?

‘અંકલ પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ મી. હું અહીં કોઈને કન્વિન્સ કરવા નથી આવ્યો. નથી હું કોઈ દલીલ કરવા આવ્યો. હું જસ્ટ મારું હાર્ટ ખોલવા આવ્યો છું. આંટી ઓનેસ્ટલી કહેજો. તમને અંકુના સમ છે. તમને મારાં પપ્પા પ્રત્યે હજુ કોઈ ફિલીંગ્સ છે?’, વિવાને એક એવો સવાલ પૂછ્યો હતો જાણે બળતા ઉપર ઘી હોમાયું હોય. હું ખરાબ પરિસ્થિતિઓ એક્સપેક્ટ કરી રહી હતી.

‘ના બેટા. હું મારાં પાસ્ટને ક્યારનીય ભૂલી ચુકી છું. પ્રફૂલ, મારી સામે જુઓ. હું તમને પ્રેમ કરું છું. મારાં મનમાં હવે તમારાં સિવાય કોઈ કઈ રીતે આવી શકે. એ હું વિચારી પણ નથી શકતી. તમને તો ખબર છે, હું અંકુના ફેવરમાં છું. કારણ કે આપણે એની ચોઇસ એને જ આપવી જોઈએ. એની લાઈફના ડિસિઝન્સ આપણે કઈ રીતે લઈ શકીએ.’

‘તુ હવે એના ડિસિઝન્સની વાત કરે છે, પહેલાં તો તું જ એને જલદી પરણાવવા માંગતી હતી. શું આ પાસ્ટ ઇફ્ફેક્ટ નથી?’, પપ્પાએ ફરી ગુસ્સામાં નક્કોર તર્ક રજુ કર્યો.

‘હું આંધળી હતી પ્રફૂલ. હું જડ બની ગઈ હતી. મારી જડતાએ બધાંની સ્થિતીસ્થાપકતા છીનવી લીધી હતી. એ જ ભૂતકાળ જેને તમે વખોડી રહ્યા છો એણે મને ફરી ઋજુ બનાવી છે. મને સમજણ આપી છે. તમે જ કહો હું પહેલાં જેવી જડ લાગુ છું?’, મમ્મીની વાતમાં ખરેખર સમજણ અને સચ્ચાઇ હોય એવું લાગ્યું. પપ્પા કંઈ ન બોલ્યા.

‘અંકલ મારાં પપ્પા તો આ બધું ક્યારનુંય ભૂલી ચુક્યા છે. એ તો તમને સૉરી કહેવા પણ રેડી છે. અંકલ અકુ મારી લાઈફનો એવો પાર્ટ છે. જેના વિના હું નહીં રહી શકું. એના આવ્યાં પછી હું જીવતા શીખ્યો છું. મને વિશ્વાસ છે, આપણે બધાં ખૂબ ખુશ રહેશુ. બધાં રાજી છે. બસ તમે હા કહો. આપણે એક એવું ફૅમિલી હશું જ્યાં હંમેશા ખુશીઓનો વરસાદ હશે.’, વિવાન ફરી એજ વીનવણી કરતા બોલ્યો.

‘એક વાત કહું?’, પપ્પા બોલ્યા.

‘ગેટ લોસ્ટ.’, પપ્પાએ વિવાનને ધીક્કારતા કહ્યું. આઈ વોઝ અબાઉટ ટુ ક્રાય. મારાં હાર્ટ પર કોઈકે જોરથી પથ્થર માર્યો હોય એવું લાગ્યું. હું કદાચ બે ભાન થઈ જાત. બટ તરત જ મને વિચાર આવ્યો વિવાનની શું હાલત હશે.

‘ડુ વોટેવર યુ વોન્ટ, અંકુ એ ઘરમાં ક્યારેય નહીં આવે.’, ફરી પપ્પા એના ગુસ્સાના વશમાં આવીને બોલ્યા. કાશ હું ત્યાં હોતે તો હું પપ્પાને સમજાવી શકત. વિવાનના ખભા પર હાથ મુકી શકત અને કહેત કે, ‘વિવુ, આપણે કરી બતાવીશુ.’ બટ હું ત્યાં નહોતી.

‘અંકલ પ્લીઝ, અંકુ ઇઝ માય લાઈફ. હું તમારાં પગે પડુ છું.’, વિવાન ભાંગી પડ્યો. એના રડતાં રડતાં બોલાતો અવાજ આજે પણ હું સાંભળી શકું છું.

‘પ્રફૂલ એકવાર સાંભળો તો ખરા.’, મમ્મી મોટા અવાજે નરમાઇથી બોલ્યા.

‘મેં વિચારી લીધું છે, અંકુ ત્યાં નહીં જાય છે એટલે નહીં જાય. તમે જઈ શકો છો.’, પપ્પા ઉજ્જડતાથી બોલ્યા. મારાં ભાગે રડવા સિવાય કંઈ નહોતું. અમે નક્કી કર્યુ હતું જો બંનેના પપ્પામાંથી કોઈ એક પણ નહીં માને તો અમે ફરી ક્યારેય નહીં મળીએ. બટ કહેવુ સહેલું હોય છે, સહેવુ ખૂબ અઘરું હોય છે.

‘પ્લીઝ અંકલ, મારી લાઈફ વિખેરાઇ જશે. હું અંકુ વિના નહીં જીવી શકું. હું એને પ્રેમ કરું છું.’, વિવાન લિટરલી રડી રહ્યો હતો. એની સાથે હું પણ વીંછદંશી પીડાથી પીડાઇ રહી હતી. મમ્મી વિવાનને સાંત્વના આપવાના પ્રયાસ કરી રહી હોય એવું લાગી રહ્યું હતું.

‘ટાઇમ્સ અપ, મારે જવાનું છે. નાઉ ગેટ લોસ્ટ.’, પપ્પા ચિલ્લાયા.

‘અંકલ પ્લીઝ. પ્લીઝ. પ્લીઝ અંકલ. એકવાર તો સમજો. હું અંકુને પ્રેમ કરું છું.’, વિવાન કરગર્યો.

‘ગેટ લોસ્ટ’, પપ્પાનો પ્રચંડ અવાજ આવ્યો.

અચાનક ફોન કટ થઈ ગયો. આઈ વોઝ નાઉ બ્લાઇંડ. ફોનમાંથી અવાજ આવતો બંધ થઈ ગયો અને મારી અકળામણો વધી ગઈ. હું સતત રડી રહી હતી. મેં વિવાનને કૉલ લગાવ્યો બટ એણે કટ કરી નાખ્યો. હું એવા દર્દથી પીડાઇ રહી હતી જેની દવા વિવાન હતો. હું જાણવા માંગતી હતી કે ત્યાં શું બની રહ્યું હતું. મેં પહેલીવાર એ દિવસે થોડોક થાક મહેસૂસ કર્યો. મેં મારી એકાંત રૂમનો ખુણો પકડી લીધો હતો. હું બસ ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી હતી. મારાં હોઠ પર એક જ નામ હતું. ‘વિવાન… વિવાન….’, હું લીટરલી રડતી રડતી બૂમો પાડી રહી હતી. ‘વિવાન…. વિવાન… લવ યુ… વિવાન….’, મારી આંખોએ ધારો વહેતી કરી હતી. એટલું દર્દ મેં અત્યાર સુધી ક્યારેય ફીલ નહોતું કર્યુ. રડતાં રડતાં મને ખબર નહોતી હું શું કરી રહી હતી. મેં બાજુમાં પડેલા કપ રકાબીનો ઘા કર્યો, એ તોડી નાખ્યા, કાચની બરણીનો પણ મેં ઘા કર્યો. જ્યારે હૃદય તુટે ત્યારે એ ખૂબ સ્વાર્થી થઈ જતુ હોય છે, કદાચ એ પણ કહેતુ હોય છે ‘હું તૂટું છું, તો તમે શાને સાજા રહો.’, મેં ઓશીકાને ફાડી નાખ્યા. ગાદલાને ફાડીને રૂમમાં ચારે તરફ રૂ ફેંક્યુ. હું મારાં કાબુમાં નહોતી. ગુસ્સો, દર્દ, પાગલપન, પ્રેમ, નફરત બધું એકસમયે બહાર નીકળી રહ્યું હતું. મેં મારાં હાથ દિવાલ સાથે ભટકાવ્યા. મારું માથુ દિવાલ સાથે ભટકાવ્યું. હું બસ વિવાન સાથે વાત કરવા ચાહતી હતી. બટ એ મારો કૉલ રીસિવ નહોતો કરતો. મને ખબર હતી. અમે હવે ક્યારેય નહોતા મળવાના. થોડીવાર માટે મેં સુસાઇડ કરવાનું વિચાર્યુ. બટ ફરી વિવાન યાદ આવ્યો. ‘આપણે બંને પહેલો કોળિયો એકબીજાને ખવરાવીશું. ચાહે ગમે તે બન્યું હોય.’ હું સતત રડી રહી હતી.

ફરી મારાં ગળે ડૂમો ભરાઇ આવ્યો. ફરી મેં વિવાન નામની બૂમ પાડી. નિશા, સોનુ અને કૃપા બહારથી બારણું ખખડાવવા લાગ્યા અને પૂછવા લાગ્યા ‘શું થયું?’, બટ હું એકલી રહેવા માંગતી હતી. મેં રૂમની બધી જ વસ્તુઓ તોડી નાખી હતી. ગાદલા, કપ, બોટલ, પોસ્ટર્સ. બુક્સના તો ચીથડે ચીથડા કરી નાખ્યા હતાં. મારે બસ રડવું હતું, રડવું હતું અને રડવું હતું.

‘ઍન્જિનિયરિંગ આ તારા કામ છે. આઈ હેટ યુ.’, હું બુકને ફાડતા ફાડતા બબડી રહી હતી. મારાં મનમાં જો એક વિચાર હતો તો એ હતો કે, ‘વિવાનની શું હાલત હશે.’ મને એ સમયે વિવાન સિવાય કોઈની નહોતી પડી. બીજી તરફ નિશા લોકો દરવાજો ખોલવાનું કહી રહ્યા હતાં. બટ મારે વિવાન સિવાય કોઈ સાથે નહોતું રહેવુ. મારે વિવાનને બાહોંમાં લેવો હતો. મારે વિવાનના હોઠને ચૂમાચૂમ કરવા હતાં. મારે એના વાળને વીખી નાખવા હતાં. મારે એને એવી બાહોપાશમાં લેવો હતો કે જેથી એને કોઈ મારી પાસેથી છોડાવી ના શકે. બટ એ રૂમમાં કોઈ હતું તો એ હતું નીર્જન એકાંત અને દર્દ. ખબર નહીં કેટલી મિનિટ મારી આ હાલત રહી હશે. બટ જ્યારે મારાં આંસુઓ ખાલી થયા, આંખોએ આંસુ ઉલેચવાનું બંધ કર્યુ, ગળાએ રડવા સાથ ના આપ્યો, હૃદય હીબકા લઈને થાકી ગયું, શરીરમાં જરાંય તાકાત ના રહી ત્યારે હું રૂમની વચ્ચે ટૂંટિયુ વળીને પડી ગઈ. ધ્રૂસકા લેતી. વિવાનને પળે પળે યાદ કરતી, દર્દ ભરેલા હૃદય યુક્ત અંકિતા. જેની પાસે જીવવાનું કોઈ કારણ નહોતું.

એક ખુણામાં પડેલો ફોન વાગી રહ્યો હતો, પણ એ ફોનની કોને પડી હતી. હવે મારી પાસે એ ફોન ઉપાડવાનું કોઈ કારણ નહોતું. એક.. બે… ત્રણ… રીંગ વાગી, ફરી એક આશા જાગી કદાચ વિવાનનો ફોન હોય તો. અચાનક મારાંમાં તાકાત આવી ગઈ હું ગાંડાની જેમ ઊભી થઈ અને ફોન પાસે પહોંચી. નિશા કૉલ કરી રહી હતી. મેં ફોન કટ કરી નાખ્યો અને બાજુમાં મુકી દીધો. હું વિવાન સિવાય કંઈ જ નહોતી વિચારી રહી. નિશા કૉલ કરી રહી હતી, પણ મેં ધ્યાન જ ના આપ્યુ. મારાં માટે વિવાન સિવાય હવે કંઈ એક્ઝિસ્ટ જ નહોતું. થોડી વારમાં એના કૉલ બંધ થઈ ગયા. થોડી વાર પછી ફરી મારો મોબાઈલ વાગવાનું શરૂ થયું. મેં મોબાઈલ સામે નજર નાખી. પપ્પાનો કૉલ હતો. પપ્પા પર મને એવો ગુસ્સો હતો જાણે હું એમને સળગાવી દવ. હું એમને એ કહેવા માંગતી હતી કે ‘કોઈને તમારાં જેવા પપ્પા ના મળે…’ મેં કૉલ રીસિવ કર્યો.

‘તમારાં માટે અંકિતા મરી ગઈ છે.’, મેં કૉલ રીસિવ કરીને કહ્યું.

***

‘બેટા, મને માફ કરી દે… આઈ એમ સૉરી બેટા હું આંધળો થઈ ગયો હતો.’, પપ્પા રડી રહ્યા હતાં. વોટ? પપ્પા રડી રહ્યા હતાં? મને કંઈ સમજાણુ નહીં.

‘પપ્પા વિવાન ક્યાં છે? એને કંઈ થયું તો નથી ને?’, મેં રડતાં રડતાં પૂછ્યું.

‘બેટા મને માફ કરી દે.’, મમ્મી પપ્પાને છાના રહેવાનું કહી રહ્યા હતાં એ હું સાંભળી રહી હતી બટ મારે વિવાન વિશે સાંભળવુ હતું.

‘પપ્પા શું થયું? જલદી કહો.’, મેં ધ્રૂસકા લેતા લેતા જ કહ્યું.

‘જીવી લે બેટા તારી જિંદગી. જીવીલે, બસ મને માફ કરી દે. હું તને નફરત નથી કરતો. આઈ લવ યુ.’, પપ્પા રડતાં રડતાં બોલ્યા. મમ્મી પાછળથી ‘છાના રહી જાવ..’ એવું બોલી.

***

‘અંકુ આપણો પ્રેમ જીવશે, હું અને તું જીવીશું. તારો વ્હાઇડ ડ્રેસ, કાળી બીંદી, કાજળ કરેલી આંખો અને લહેરાતી ઝુલ્ફો સાથે હું રમી શકીશ. આઈ લવ યુ અંકુ, આઈ લવ યુ.’, વિવાન રડતો રડતો બોલ્યો. અચાનક આ સાંભળીને મારું મગજ ચાસકા લેવા માંડ્યુ. એ સમયે એટલી ખુશી થઈ કે જો તલભાર પણ વધુ ખુશી આવશે તો મારું હાર્ટ ખુશીને કારણે ફાટી જશે. અચાનક આટલો ચૅન્જ મારાંથી જીલ્યો નહોતો જીલાતો. વિવાને પપ્પાને મનાવી લીધા હતાં. પણ શું કહીને? થોડી વાર પછી આ સવાલ થવા લાગ્યો.

‘આઈ લવ યુ વિવાન. કમ હીઅર એન્ડ હગ મી. પ્લીઝ.’, ફરી મારી આંખે આંસુઓનો કૂવો ખોદી નાખ્યો હતો. આ વખતે હું ખુશીઓથી રડવા લાગી.

‘પપ્પા માની ગયા, અંકુ. પપ્પા માની ગયા.’, વિવાન ધ્રૂસકા લેતા લેતા બોલ્યો. વિવાને એવું તે શું કહ્યું હતું કે પપ્પા રડવા લાગ્યા હતાં. એવું તે શું કહ્યું હતું? કે પથ્થર જેવા પપ્પા પીગળી ગયા હતાં.

‘આઈ નો વિવુ. આઈ નો. પ્લીઝ જલદીથી અહીં આવી જા. હવે હું તારાથી દૂર નહીં રહી શકું. પ્લીઝ કમ.’, હું વિવાનને જકડી લેવા ડેસ્પરેટ બની ગઈ હતી.

‘હું પણ અંકુ, આવું છું. લવ યુ અંકુ. આઈ જસ્ટ લવ યુ.’, વિવાને કહ્યું.

‘લવ યુ ટુ વિવુ.’, એણે ફોન કટ કર્યો ત્યારે પણ પપ્પાનો રડવાનો અવાજ આવી રહ્યો હતો. હું બસ એ જાણવા માંગતી હતી કે વિવાને પપ્પાને શું કહ્યું હતું કે પપ્પા માની ગયા હતાં. ટાઈમ ઇઝ નોનસેન્સ. પહેલાં હૈયા ફાટ રડાવે અને પછી એટલી ખુશીઓ આપે કે તમે જીરવી ના શકો. એન્ડ ધીઝ સાયકલ ગોઝ ઓન.

***

થોડી જ વારમાં શું શું થઈ ગયું હતું. મારી ખુશી ટોચ પર હતી. હવે મને અને વિવુને કોઈ અલગ કરી શકે એમ નહોતું. મેં રૂમનો દરવાજો ખોલ્યો. બહાર નિશા, સોનુ અને કૃપા ત્રણેય ચિંતાતુર ચહેરે બેઠા હતાં. જેવી હું બહાર નીકળી એવી નિશાએ મને ગળે લગાડી લીધી. એણે મને જકડી લીધી.

‘તને કંઈ થયું તો નથી.? બધું બરાબર તો છે? શું થયું?’, એની જીભેથી સવાલો લપસવા લાગ્યા. એની આંખો પણ ભરાયેલી હતી. એ સમયે મને ખબર પડી કે નિશા મને કેટલો પ્રેમ કરતી હતી. મારી સાથે એ પણ રડી હતી. આવી ફ્રૅન્ડ ભાગ્યે જ કોઈને મળતી હોય છે. લાખોમાંની હું એક છું જેને આવી ફ્રૅન્ડ મળી છે. કૃપા અને સોનુ પણ મને ગળે વળગી પડ્યા. એ લોકોએ રૂમમાં નજર નાખી. મારી નજર પણ રૂમમાં ગઈ. મને પણ આશ્ચર્ય થયું કે ‘મેં રૂમની આવી હાલત કરી હતી?’ ચારે તરફ કાચ, રૂ, કાગળ, કપડા, ફાટેલા પોસ્ટર્સ અને પાણી. પણ એ લોકો મને સલામત જોઈને ખુશ હતાં. એ પાગલની જેમ મારી કૅર કરી રહ્યા હતાં. એન્ડ ધીઝ ઇઝ ફ્રૅન્ડશીપ. જ્યાં ફ્રૅન્ડને જેવો હોય એવો જ એક્સપેટ કરવામાં આવે. નિશાએ મારાં આંસુઓ લૂછ્યાં. આઈ ટુ વાઇપ્ડ હર ટીઅર્સ.

નિશાએ મને મારાં બેડ પર બેસાડી, અને કહ્યું, ‘હવે બોલ શું થયું?’, મેં એના ગાલ પર હાથ મુક્યો અને એની આંખોમાં જોઈને કહ્યું. ‘પપ્પા માની ગયા.’, મારી આંખો ફરી ભીની થઈ ગઈ.

‘વાઉ…. ઓહ માય ગોડ થેંક્યુ… થેંક્યુ સો મચ ભગવાન.’, એ મને ગળે ભેટી પડી. મારાં કરતા વધારે એણે ઇશ્વરનો આભાર માન્યો. સોનુ અને કૃપા મને વળગી પડ્યા. એ લોકોની આંખો પણ ભરાઇ આવી. મેં એમને થોડીક વાત કરી. બટ પૂરી તો હું પણ ના કહી શકી. મારી ખુશીઓનો કોઈ છેડો નહોતો. એ દિવસે રૂમમાં મ્યૂઝિક શરૂ કરીને અમે નાચ્યા. મેં અને નિશાએ કપલ ડાન્સ કર્યો. પાગલની જેમ અમે જુમ્યા. હું ખુશીઓના અનંતમાં આસમાને હતી. મને મારો વિવાન મળી ચુક્યો હતો. હું જેટલું હસી રહી હતી, એટલું જ ખુશીઓના કારણે રડી રહી હતી. આ આંસુનું પણ જબરું છે. ખુશીઓમાં પણ આવે અને દુખમાં પણ આવે. રોકી તો તમે ના જ શકો. બસ હવે મારે કંઈ જ નહોતું જોઈતુ. હું વિવાનને મળવાની પળે પળ ગણતી રહી. એ આવે એટલે તરત જ હું એને મળવાની હતી. બસ અમુક કલાકો જ કાઢવાની હતી. મારી સામેથી વિવાનનો ચહેરો દૂર નહોતો થઈ રહ્યો. બસ થોડાક કલાકો માટે જ અમે બંને એકબીજાથી દૂર હતાં. એ ટાઈમ ખૂબ ધીમો હતો, પહેલી વાર હું વિવાનને મળવા ગઈ ત્યારે એના માટે વેઇટ કરતી એ વખતે ધીમો હતો એટલો ધીમો. એટલો ધીમો કે મને ઘડીયાળના સેકન્ડ કાંટાનો અવાજ સંભળાતો હતો.

***

વેઇટ વોઝ અબાઉટ ટુ ઓવર. વિવાન નહેરૂનગર ઉતરવાનો હતો. હું અને નિશા એની વાટ જોઈ રહ્યા હતાં. ખબર નહીં વિવાને પપ્પાને શું કહ્યું હતું બટ અમે સફળ રહ્યા હતાં. અમારાં બંનેના પ્રેમની તાકાત જ હતી જેના કારણે આ બધું પૉસિબલ થયું હતું. મારું મન વિવાનમય થઈ ગયું હતું. મને થોડી થોડી વારે એ પપ્પા સાથે વાત કરી રહ્યો હતો એ યાદ આવી રહ્યું હતું. જ્યારે પણ મને 'પપ્પા હું તમારે પગે પડુ... પ્લીઝ', એ યાદ આવતુ ત્યારે હું રડવાનું રોકી ના શકતી. મને વિશ્વાસ હતો વિવાન સિવાય આટલો પ્રેમ મને કોઈ ના કરી શકે. વિવાનનો મૅસેજ આવ્યો હતો કે એ ‘શીવરંજની પહોંચી ગયો છે બસ થોડી વારમાં એ આવી જશે.’ ધર્મેશ સરનો મૅસેજ પણ આવ્યો હતો, એ દિવસે રાતે કોઈ પ્લેનો પ્રીમીયર શો હતો એમની પાસે એક્સ્ટ્રા પાસીસ હતાં. મેં એમને એક્ઝામનું કહીને ના પાડી. એમણે મને ખૂબ જ ઇનસીસ્ટ કર્યુ. બટ મારે વિવાન સિવાય આજનો દિવસ કોઈની સાથે નહોતો વિતાવવો. હું એને મારી બાહોંમાં જકડી લેવા માંગતી હતી.

***

એની આંખો ભીની હતી, એની તડપ હું મહેસૂસ કરી શકતી હતી, દૂરથી પણ હું એના હાથ ધ્રૂજતા જોઈ શકતી હતી. એના હોઠ મારું નામ બોલવા ધ્રૂજી રહ્યા હતાં. એનું કૉલેજ બેગ એના હાથમાંથી પડી ગયું. અમને બંનેને એકબીજાની આંખો સિવાય કંઈજ નહોતું દેખાતુ. ઇટવોઝ હાર્ટ થ્રોબીંગ મોમેન્ટ. હી વોઝ જસ્ટ વન હૅન્ડ અવે. એની આંખોમાંથી આંસુઓ એના ગાલ પર આવ્યાં. મારી સાથે પણ એવું જ બન્યું. નિશાએ પાછળથી મને વિવાન તરફ જવા સહેજ ધક્કો માર્યો. વિવાનના હાથ સૌપ્રથમ મારાં ગાલ પર પડ્યા. એણે મારાં ગાલ પર આવેલા આંસુઓ પોછ્યાં. પછી એની આંગળીઓ મારી તરબતર આંખો પાસે પહોંચી, એણે મારી આંખોના આંસુને લુછ્યાં. મેં પણ એના આંસુને લુછ્યાં. એણે મારો હાથ ચુમી લીધો. અમે બંને રડતાં રડતાં એકબીજાને ભેટી પડ્યાં. બંનેના હોઠ પર એકબીજાના નામ હતાં. 'વિવુ...... અંકુ..... વિવુ..... અકું....' હું સૌથી વધારે જો સેફ ફીલ કરતી હતી તો અત્યારે વિવાન સાથે. હું ઇચ્છતી હતી કે આમ જ વિવાનને મારી બાહોંમાં જકડી રાખુ. એ મારી પીઠને થાબડી રહ્યો હતો. હું એના મસ્ક્યુલાઇન બદનમાં ઓગળી ગઈ હતી. અમે બંને એકબીજામાં ડૂબી ગયા હતાં. એ પળે આંસુઓ રોકી શકાય એમ નહોતા. એ પળને હું મારી લાઈફની સૌથી રોમેન્ટિક મોમેન્ટ માનું છું.

'અંકુ, યુ આર નોટ ઇન માય હાર્ટ. યુ આર માય હાર્ટ. તારા ધડક્યા વિના હું નહીં જીવી શકું. વીધાઉટ યુ નથિંગ ઇઝ પૉસિબલ ફોર મી.', એણે મારી ભીની આંખોમાં ભીની આંખોથી જોઈને કહ્યું. એણે ફરી મને ગળે લગાડી લીધી.

'વિવુ. આઈ એમ યુ.', અમે બંને ફરી ભેટી પડ્યા. મારો ચહેરો એના ખભા પર અને એનો ચહેરો મારાં ખભા પર. અમે કેટલીય ઘડીઓ સુધી એકબીજાને હગ કરતા રહ્યા.

થોડી વાર પછી નિશાનો હાથ મારાં ખભા પર પડ્યો. હું અને વિવાન એકબીજાને હગ કરીને છૂટાં પડ્યા. મેં નિશા સામે જોયું. અમને આટલા ખુશ જોઈને એની આંખો પણ ભીની થઈ ગઈ હતી. આઈ હગ્ડ હર ટુ. આસપાસના લોકો અમારી સામે જોઈ રહ્યા હતાં. મને મારો પ્રેમ અને મારી બેસ્ટ ફ્રૅન્ડ બંને મળી ગયા હતાં.

***

‘એ દિવસથી વધારે ખુશ હું ક્યારેય નહોતી. કદાચે ખુશ થઈશ કે નહીં એ વિશે પણ હવે તો ડાઉટ છે.’ ભીની આંખે ડુસકા લેતા લેતા અંકિતાએ કૃતિને કહ્યું. કૃતિએ અંકિતાના ખભા પર હાથ મુક્યો અને એના આંસુ લૂછ્યાં. કૃતિની આંખો પણ અંકિતાની સ્ટોરી સાંભળીને ભરાઇ આવી હતી. ઑલમોસ્ટ સૂર્ય ઉગવાની તૈયારી કરી રહ્યો હતો. બટ કૃતિ હજુ તૃપ્ત નહોતી થઈ. એ ક્યુરીઅસ હતી કે પછી શું થયું? અત્યારે વિવાન ક્યાં છે? અત્યારે નિશા ક્યાં છે? વિવાન અને અંકિતા વચ્ચે શું થયું આ બધી વાતો એને જાણવી હતી. એટલે એણે ફરી અંકિતાને આગળની સ્ટોરી કહેવા કહ્યું. કૃતિ ફરી કૉફી બનાવી લાવી. ફરી પ્રેમની દાસ્તાન શરૂ થઈ.

***

એક્ઝામને એક દિવસ બાકી હતો. જો બીજા દિવસે અમે ના વાંચત તો ફાઇનલમાં ફેઇલ થવામાં કોઈ જ ડાઉટ નહોતો. સોનુ અને કૃપા વાંચવાની વાતો કરીને બધો માહોલ બગાડવા નહોતા માંગતા. બટ બીજા દિવસે અમે જાગ્યા ત્યારે કૃપા અને સોનુએ યાદ અપાવ્યું કે, 'આવતીકાલે એક્ઝામ્સ છે અને આપણી પાસે બુક્સ નથી', મેં જ બધી બુક્સનો કચરો કરી નાખ્યો હતો. હું નહોતી ઇચ્છતી કે મારાં લીધે કોઈને કે.ટી આવે. અમે જાગીને તરત જ ગાંધીરોડ ગયા. ત્યાંથી બુક્સ લઈ આવ્યાં. મેં વિવાનને પણ વાંચવાનું કહ્યું હતું. છેલ્લા બે પેપર માટે જે પણ બુક્સ જોઈતી હતી એ અમે ખરીદી. થોડોક પણ ટાઈમ વેસ્ટ કર્યા વિના અમે ચારેય વાંચવામાં મશગુલ થઈ ગયા. મેં બધાંને જે ટોપીક્સમાં મને સમજ પડતી હતી એ બધાં જ ટોપીક્સ સમજાવ્યા. રૂમનું વાતારણ એકદમ સિરિયસ બની ગયું હતું. હવે લાગી રહ્યું હતું કે એક્ઝામ્સ છે. કલાકો વીતતી ગઈ, પન્ના ફરતા ગયા. કોઈએ બુકમાંથી માથુ ઊંચું કરીને જોવાનું પણ ના વિચાર્યુ. એ દિવસે ન તો બપોરે ભૂખ લાગી ન રાતે. બસ વાંચવુ વાંચવુ અને વાંચવુ. રૅડિયો સરના પેપરમાં અમે ફેઇલ થવા તો નહોતા જ માંગતા.

***

બીજે દિવસે રૅડિયો સરનું પેપર સારું ગયું. લગભગ અમે જે જે વાંચ્યુ હતું એ જ પુછાયુ હતું. વિવાનને મેં અમુક ટોપીક્સ ગોખી નાખવા કહ્યું હતું અને એ જ ટોપિક્સ પૂછાયાં. પાસ તો એ પણ થઈ જશે એવું એણે કહ્યું હતું. બસ હવે એક પેપર બાકી રહ્યું હતું. આ પેપરમાં પણ એક દિવસની રજા હતી. મેં અને વિવાને પહેલાં જ નક્કી કર્યુ હતું એ પ્રમાણે એક્ઝામ્સ વખતે વાતો નહીં કરીએ. એક્ઝામ્સમાં પૂરેપૂરા એફોર્ટ્સ લગાવીશુ. એટલે અમે લોકોએ છેલ્લા પેપર માટે તનતોડ મહેનત કરી. લાસ્ટ પેપર પણ કમ્પ્યુટર આઈ.ટીને સેમ જ હતું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. એટલે અમે લોકો એકબીજાને સમજાવી શક્યા. યાદ રાખવામાં સરળતા રહી. નિશાની હટકે એક્સપ્લેનેશન સ્ટાઇલ તો હતી જ.

***

ઍન્જિનિયરિંગના લાસ્ટ ડેને હું મેમોરેબલ બનાવવા માંગતી હતી. આ એક્ઝામે જ મારી વિવાન સાથે મુલાકાત કરાવી હતી. એ દિવસને હું કઈ રીતે ભૂલી શકું જે દિવસે મેં વિવાન સાથે પહેલો દિવસ વિતાવ્યો હતો. વિવાને આપેલી ચીઠ્ઠી. એનો મારાં પરનો ગુસ્સો, મારી અકળામણો, એનો નંબર શોધવાની કવાયતો અને ફાયનલી અમારી મીટિંગ. એ દિવસે મેં વિવાનને ડેડીકેટ કરવા માટે વ્હાઇટ ડ્રેસ પહેર્યો હતો. વ્હાઇટ તો એમ પણ મારો ફેવરીટ કલર હતો. હું એવી જ તૈયાર થઈ હતી જેવી હું વિવાનને પહેલીવાર એક્ઝામમાં મળી હતી. વ્હાઇટ ડ્રેસ સાથે મેં બધું જ વ્હાઇટ મેચીંગ કર્યુ હતું. સેન્ડલ્સ, બ્રેસલેટ, વોચ, વોલેટ અને ચશ્માની વ્હાઇટ ફ્રેમ. કંઈ કાળુ હતું તો એ હતું મારી આંખોનું કાજળ અને મારાં કપાળ વચ્ચેની નાની કાળી બીંદી. જે વિવાનને ખૂબ જ પસંદ હતું. નિશા, કૃપા અને સોનુ પણ કંઈ ઓછા તૈયાર નહોતા થયા. સોનુ કૃપાને તર્પણનું નામ લઈને ચીડવી રહી હતી અને કૃપા સોનુને મિસ મીકેનીલ કહીને હેરાન કરી રહી હતી. ફરક કંઈ હતો તો એ હતો કે, અમારી ઉમર બે વર્ષ વધી ગઈ હતી, બટ નખરા તો એવાને એવાજ હતાં. અમે લોકો કૉલેજ જવા નીકળ્યા.

'તુ મારાંથી કદી કંઈ નહીં છૂપાવી શકે.', મેં નિશાની સામે કતરાઇને જોયું.

'શું?', એણે આંખો પહોળી કરીને સ્માઈલ કરતા કહ્યું.

'એ પણ મારે જ કહેવુ પડશે?', મેં મીંઠુ મીંઠુ હસતા કહ્યું.

'ઓય્ય અમને તો કહો શું ચાલે છે?', સોનુ બોલી.

'આને જ પુછ ને.', મેં નિશા તરફ ઇશારો કરતા કહ્યું.

'સૉરી, લે બસ? થઈ ગઈ શાંતિ?', એણે મને હાથમાં ચીટ પકડાવતા કહ્યું.

'તુ પાસ થઈ જઈશ, ડૉન્ટ ટેક અ લોડ.', મેં નિશાના ખભા પર હાથ મુકતા કહ્યું.

'હા હું તો થઈ જઈશ. તમે કોઈ ટોપિક્સ ભૂલી ના જતા. ભુલો તો મારું એક્સપ્લેનેશન યાદ કરજો.', નિશાએ હસતા હસતા કહ્યું.

'તુ તારું એક્સપ્લેનેશન ભૂલી ના જતી. મને તો ખબર જ નથી પડતી કે તું અમને સમજાવે છે બટ તું લખી કેમ નથી શકતી.', લાઈફમાં પણ એવું જ નથી હોતુ? બેડ સિચ્યુએશન્સમાં પણ આવું જ નથી હોતુ? આપણે લોકોને સમજાવી શકતા હોઈએ બટ એ જ સિચ્યુએશનમાં આપણે હોઈએ ત્યારે આપણે એ સિચ્યુએશનને હૅન્ડલ ના કરી શકીએ.

'ખબર નહીં યાર પેપર હાથમાં આવે ને બધું ભૂલી જવાય છે.', નિશા મોં બગાડતા બોલી.

'આ વખતે ભુલાય એટલે મને યાદ કરજે. યાદ આવી જશે.', મેં નિશાને કહ્યું.

'હેહેહે… બસ બસ...', નિશા બોલી, અમે બધાં હસ્યા.

'બસ અહીંથી ગયા પછી કોઈ ભૂલી ન જતા. ક્યારેક યાદ કરતા રહેજો.', કૃપા થોડી સેન્ટી થઈને બોલી.

'અરે યાર બધાં અહીં જ હોઈશું અમદાવાદમાં, જોબ પણ સાથે જ શોધીશું.', સોનુ બોલી.

'તારે તો મિસ્ટર મિકેનિકલ સાથે નહીં રહેવાનું હોય?', કૃપા સોનુને ચીડવતા બોલી અને પછી રસ્તામાં જ બંને એકબીજાને ભેટી પડ્યા.

'અરે એમ થોડા ભૂલી જઈએ. અમદાવાદમાં હશુ તો મળીશું જ.', નિશા બોલી. અમારી કૉલેજ આવી ગઈ હતી. અમે સીટિંગ અરેન્જમેન્ટ જોયું. બધાંનો નંબર અલગ અલગ જગ્યાએ હતો. મેં બધાંને કહ્યું કે, હું વિવાન સાથે જવાની છું એટલે મારી રાહ ન જુએ. વિવાન મને મમ્મી પપ્પા સાથે થયેલી વાતો કહેવાનો હતો. હું પણ આતુર હતી કે વિવાને પપ્પાને કેવી રીતે મનાવ્યા. અમે બધાંએ એકબીજાને બેસ્ટ ઑફ લક કહ્યું. અમે ઍન્જિનિયરિંગની લાસ્ટ એક્ઝામનું લાસ્ટ પેપર આપવા છૂટાં પડ્યા. આ લાસ્ટ એક્ઝામ અને લાસ્ટ ડે બધાંને અલગ કરી નાખવાનો હતો. અમે બધાં ફ્રૅન્ડ્સ એકબીજાને આ એક્ઝામ પછી બહુ મિસ કરવાના હતાં. બટ જો કોઈ હૅલ્પકરવાનું હતું તો એ હતી મેમરીઝ. ખાટી, મીઠી, કડવી, તુરી મેમરીઝ.

***

આપણે મૂવી જોવા જઈએ ત્યારે ત્રણ ત્રણ કલાક એક સીટ પર બેઠા રહી શકીએ. બટ એક્ઝામ્સની અઢી કલાક ખૂબ લાંબી પડી જતી હોય છે, ખાસ કરીને ત્યારે જ્યારે તમને પેપરમાં ખૂબ જ ઓછું આવડતુ હોય. આ પેપર એક્ઝામનું ટફેસ્ટ પેપર હતું. હું ૭૦ માંથી ૫૦ નું માંડ લખી શકી હતી. પેપર ખૂબ જ લેન્થી હતું. પેપર ટફ પણ હતું અને ટાઈમ પણ ઘટ્યો. બટ કોઈ અફસોસ નહોતો. એક્ઝામ પૂરી થઈ ગઈ હતી. પેપર ભલે બકવાસ ગયા હોય બટ જ્યારે પેપર પુરા થાય ત્યારે અજબની શાંતિ થતી હોય છે. બસ એ જ શાંતિ અને આઝાદીનો એક્સપિરિયન્સ બધાં કરી રહ્યા હતાં. ફાઇનલી એક્ઝામ્સ વેર ઓવર. બટ નોટ લાસ્ટ ડે.

***

હું અને વિવાન સાયન્સ સીટીના ગાર્ડનમાં એકબીજાની બાજુમાં સુતા હતાં. અમે એકબીજાનો હાથ પકડ્યો હતો. ફરી હું સુંદર પળોને માણી રહી હતી. અમે પેપરની વાતો બાઈક પર જ કરી હતી. એનું પેપર ઠીક ગયું હતું બટ એ કહેતો હતો કે પાસ તો થઈ જ જ્શે. બાઈક પર હતી ત્યારે મેં નિશા સાથે પણ વાત કરી હતી. એ પણ કહી રહી હતી કે ‘પાસ થઈ જાય એટલું તો લખ્યુ છે’, સો કૃપા અને સોનુ. મને થોડો અફસોસ થયો કે મેં એની ચીટ ફેંકાવી દીધી હતી. ખરેખર સાચુ ખોટું કોણ જુએ છે? ટ્રુથ એન્ડ ફોલ્સ ઇઝ ઑલસો રિલેટિવ. અમે વિચારી રહ્યા હતાં કે રાતે બધાં જ ફ્રૅન્ડ્સ ભેગા થઈને ડિનર માટે જઈએ. પંતગમાં જવાનો બધાંનો પ્લાન હતો. બટ બધાં પહેલાં હું વિવાન સાથે થોડોક સમય રહેવા માંગતી હતી.

'તે મને કેમ નહોતું કહ્યું કે તને કાર્ડિયો વેસ્ક્યુલર હતો.', મેં વિવાનની સાથે મીઠો ઝઘડો શરૂ કરતા કહ્યું.

'કારણ કે હું તને કારણ વિનાનું ટૅન્શન આપવા નહોતો માંગતો.', એ હળવા અવાજે બોલ્યો. અમે ગાર્ડનના જે વૃક્ષ નીચે સુતા હતાં ત્યાં બેઠા થયા અને થડના ટેકે બેસ્યા. વિવાને મારી કમરમાં હાથ નાખ્યો અને મેં એના ખભા પર માથુ મુક્યું.

'તુ આજે બહુ જ બ્યુટીફૂલ લાગે છે.', એણે મારાં માથામાં હાથ ફેરવતા કહ્યું.

'મને ખબર છે, એટલે જ મેં આજે આ કપડા પહેર્યા છે. મેં જ્યારે તને પહેલીવાર જોયો હતો ત્યારે પણ આજ કલરના કપડા પહેર્યા હતાં.'

'તારા આ કપડાએ પણ મને ખૂબ જ હૅલ્પ કરી છે. તારા પપ્પાને સમજાવવામાં.', વિવાને કહ્યું.

'મને વિશ્વાસ હતો કે તું પપ્પાને મનાવી લઈશ. બટ જ્યારે તારો કૉલ કટ થઈ ગયો ત્યારે હું ખૂબ ડરી ગઈ હતી. મારી રૂમ પાર્ટનરોને પૂછજે મારી હાલત કેવી થઈ ગઈ હતી. થોડી વાર તો સુસાઇડના વિચારો પણ આવ્યાં હતાં. બટ તે જ મને બચાવી છે વિવાન.', હું વિવાનના હાથ મસળતી મસળતી બોલી.

'મારી પણ હાલત કંઈક એવી જ હતી.',

'તો તે શું કહ્યું પપ્પાને? કઈ રીતે સમજાવ્યા? એ બહુ ગુસ્સામાં લાગી રહ્યા હતાં.', મેં વિવાનને પૂછ્યું.

'હા એ ગુસ્સામાં હતાં, ખાસ કરીને મારાં પપ્પા પર.', વિવાને કહ્યું.

'પછી?'

'પછીનું તો હું નહીં કહું.', વિવાન હસતા હસતા બોલ્યો. એણે મારો હાથ ચુમ્યો.

'વિવાન...', મેં એને આંખો બતાવીને ચહેરો ત્રાંસો કર્યો.

'એ હું તને આપણા મેરેજ પછીના પહેલાં દિવસે કહીશ.', એણે મારાં ગાલો પર હાથ મુકીને, આંખોમાં આંખો નાખીને કહ્યું. હુ એને ‘ના’ ના કહી શકી.

'ઓકે હું આપણા મેરેજ સુધી વેઇટ કરીશ.', મેં હળવેથી કહ્યું. એના હોઠ મારાં હોઠ સાથે દોડપકડ રમવા માંડ્યા. દોડપકડની રમત ઘણી ચાલી. અમે બંને અમારી લાઈફની બેસ્ટ અને રોમેન્ટિક મોમેન્ટ્સને એન્જોય કરી રહ્યા હતાં. વિવાન સાથેની એ પહેલી એક્ઝામ અને વિવાન સાથેની એ છેલ્લી એક્ઝામ હું ક્યારેય ભૂલી શકું એમ નથી. એ હતી રોમેન્ટિક એક્ઝામ્સ.. મારી લાઈફની રોમેન્ટિક એક્ઝામ્સ..

‘વિવાન હવે હું તારાથી કંઈ છૂપાવવા નથી માંગતી.’, મેં વિવાન સામે પ્રેમાળ નજરે જોયું.

‘તે મારાંથી કંઈ છૂપાવ્યું પણ છે?’, વિવાને સ્મિત કરતા કરતા પૂછ્યું.

‘હા, અમુક વાતો મેં ઘણા સમયથી તારાથી છૂપાવી છે. હું પરફેક્ટ ટાઈમનો વેઇટ કરતી હતી. કદાચ એ સમય આવી ગયો છે.’, મેં એની આંખોમાં આંખો પરોવીને કહ્યું.

‘હા, બોલ.’, એણે મારો હાથ ચુમતા ચુમતા કહ્યું.

‘યાદ છે જે દિવસે તે મને પ્રપોઝ કર્યુ હતું?’,

‘એ દિવસ તને લાગે છે હું ભૂલી શકું? તારા ભીના વાળ, તારી હુંફાળી ગરમ ડોક. ઝરમર ઝરમર વરસાદ અને પછી નિશાનો થયેલો ઝઘડો.’, એણે મારી આંખોમાં જોઈને કહ્યું. એની આંખો ટોક્સીકેટેડ હતી. અને હું નશો કરી રહી હતી. ત્યાંજ નશામાં ભંગ પડ્યો.

બંનેના મોબાઈલમાં એકસાથે મૅસેજની ટોન વાગી. બંનેએ પોતપોતાનો મોબાઈલ ચેક કર્યો. વૉટ્સએપમાં ફેન્સીનો મૅસેજ હતો. ‘યાદ કીયા ઔર શૈતાન હાજીર’, હું મનમાં જ બબડી. મૅસેજ સાથે એક ઇમેજ હતી. હું એ જોઈને ગભરાઇ ગઈ. વિવાને મૅસેજ જોઈને મારી સામે જોયું. અચાનક વિવાનના ચહેરા પરના ભાવો બદલાણા.

'વિવાન આ સાચું નથી.', હુ અચાનક ટૅન્શનમાં આવી ગઈ, હું થોડી હડબડાઇને બોલી.

‘તે જ એકવાર કહ્યું હતું, જે દેખાય એ જ સાચુ હોય છે.’, વિવાન ઊભો થઈ ગયો. એણે મને એનો મોબાઈલ મારી સામે કરીને ફેન્સીએ સેન્ડ કરેલી ઇમેજ બતાવી.

ધર્મેશસર મારાં ગાલ પર કિસ કરી રહ્યા હતાં અને હું હસી રહી હતી.

***

જો તમને આ પ્રકરણ ગમ્યુ હોય તો, રેટીંગ અને રિવ્યુ આપવાનું ભૂલતા નહીં. આશા રાખુ છું કે જેમ વાર્તા આગળ વધશે એમ તમે ખુબ જ માણશો. આભાર.

Rate & Review

Amit Paghadar

Amit Paghadar 1 month ago

Alpesh Vaghasia

Alpesh Vaghasia 4 months ago

Urmila Patel

Urmila Patel 5 months ago

Shefali

Shefali Matrubharti Verified 3 years ago

Manisha Thakkar

Manisha Thakkar 3 years ago