Engineering Girl - 12 in Gujarati Love Stories by Hiren Kavad books and stories PDF | એન્જિનિયરિંગ ગર્લ - 12

એન્જિનિયરિંગ ગર્લ - 12

એન્જિનિયરિંગ ગર્લ

~ હિરેન કવાડ ~

પ્રકરણ – ૧૨

વેરવિખેર

એક વર્ષ પહેલાં

એક જૂની કહેવત છે, Sometimes what we see may not be truth and sometimes we can’t see what is truth. સત્યને જોવા માટે હંમેશા વિવેકી આંખો જોઈએ. મારાં અને વિવાનના મોબાઈલમાં આવેલ ઇમેજની સ્ટોરી હું મ્યૂઝિક ક્લાસમાં જતી એ વખતની છે. ખરેખર તો એ કોઈ સ્ટોરી છે જ નહીં. બટ જ્યારે વિવાનની સામે આ ઇમેજ આવી ત્યારે મને નાની વાત ખૂબ મોટી દુર્ઘટના લાગી.

દરેકને પોતાના સત્યો હોય છે, પરંતુ આ સત્ય બનાવવામાં આવ્યું હતું. આ સત્ય ફેન્સીએ બનાવ્યું હતું.

***

મને ઇનરઆર્ટમાં ખૂબ જ ફાવી ગયું હતું. ત્યાં જે પણ ટીચર્સ આવતા એમની સાથે મને ખૂબ જ મજા પડતી. ત્યાં હું બધાંની માનીતી થઈ ગઈ હતી. ત્યાં કોઈને કોઈ સેલિબ્રિટીઝ આવતા રહેતા. ક્યારેક તો મને એમની સાથે પર્સનલી વાતો કરવા અને એમની સામે ઇન્ટ્રુમેન્ટ વગાડવાનો મોકો મળતો. હું ખૂબ જ સારું ફીલ કરતી હતી. ઇનરઆર્ટમાં હતી ત્યારે ઘણા સારા વ્યક્તિઓ સાથે મુલાકાત થઈ. ત્યાંનું એન્વાયર્નમેન્ટ એવું ઑપન હતું કે હું વધારે ને વધારે બ્રોડ માઇન્ડેડ બનતી ગઈ.

ધર્મેશ સર ત્યાંના સર નહોતા, એ અમદાવાદમાં કોઈ મ્યૂઝિક ક્લાસ ચલાવતા. એમની એજ પણ મારાંથી ચારેક વર્ષ જ વધારે હશે. જ્યારે પણ કોઈ ગેસ્ટ મ્યૂઝિક સેલિબ્રિટી આવવાની હોય ત્યારે એ અહીં આવતા. ઘણીવાર એ સ્ટુડન્ટ્સ સાથે બેસીને શીખતા, નવા રાગો વગાડતા અને અમે બધાં એ સાંભળતા. મારું ધર્મેશસર સાથે ઇન્ટ્રોડક્શન ફેન્સીએ જ કરાવેલુ. ધીરે ધીરે ધર્મેશસર સાથેની ફ્રૅન્ડશીપ સ્ટ્રોંગ બનતી ગઈ. અમે લોકો ક્યારેક ક્યારેક ઇનરઆર્ટમાંથી છૂટીને નાસ્તો કરતા, સાથે ગપ્પા લડાવતા. હું એકલી ક્યારેય એમની સાથે ના જતી. જો ફેન્સી સાથે હોય તો જ અમે લોકો આજુબાજુમાં નાસ્તો કરવા જતા. મેં વિવાનને પણ ધર્મેશસર વિશે વાત કરેલી જ. હું વિવાનને રોજે રોજ ક્લાસ અને રૂમનો રીપોર્ટ ફોન પર આપતી જ. બટ હું એટલી ડીટેઇલમાં તો નહોતી જ જતી. ધર્મેશસરનો મારી પ્રત્યેનો બિહેવીઅર ખૂબ જ સોફ્ટ હતો. એ મને લગભગ બધી જ બાબતે હૅલ્પ કરતા. કોઈ નવા રાગ શીખવાથી માંડીને કોઈ નવા ઇન્ટ્રુમેન્ટની ઇનફોર્મેશન મેળવવી હોય તો હું એમની જ હૅલ્પ લેતી. મારાં અને એમના વિચારો પણ ઘણા મળી આવતા. બટ આ એક કોઈન્સીડન્ટ જ હતો. એના સિવાય મને એમના તરફ કોઈ જ અટ્રેક્શન નહોતું.

એ દિવસે ફેન્સી પાસે પ્લેના એક્સ્ટ્રા પાસીસ હતાં. એનો મૅસેજ આવ્યો ‘વોન્ટુ ટુ કમ ફોર “મિઝરેબલ લાઈફ” ’ એણે મને ખૂબ જ ઇનસીસ્ટ કર્યુ હતું. પ્લે પણ ખૂબ ફેમસ હતું. એમ પણ ફેન્સી ઉપર મને ઓછો જ વિશ્વાસ હતો. બટ જ્યારે ધર્મેશસરે ઇનસીસ્ટ કર્યુ ત્યારે હું ‘ના’ ના કહી શકી. પ્લે ખૂબ જ સરસ હતું. દસ વાગ્યે તો પ્લે પતી ગયું. પછી અમે બધાં ગેસ્ટ્સ અને ફ્રૅન્ડ્સને મળ્યા. બધાં ફ્રૅન્ડ્સ પૃથ્વી કાફે પર ભેગા થયા હતાં. મને પ્લે બહુ જ ગમ્યું હતું એટલે મારો મૂડ ખૂબ જ સારો હતો. બટ ફેન્સી ખબર નહીં શા માટે ટેન્સ હતી? એ કાફેની બહાર નીકળીને સિગારેટ ફૂંકી રહી હતી. થોડી વાર પછી એ અંદર આવી. તૃષ્ણાએ કહ્યું કે ‘ચાલો ડમ્બ સેઇડ અસ રમીએ’. બધાં મોજ કરવા માંગતો હતાં. એટલે કોઈએ ‘ના’ માટે ડોકુ ના હલાવ્યું. હું પણ પળોને માણી લેવા માટે રાજી થઈ ગઈ. અચાનક ફેન્સીના ચહેરા પરના એક્સપ્રેશન્સતો બદલાઇ જ ગયા હતાં, બટ એ મને ત્યારે ના સમજાયુ. મારી એક તરફ ધર્મેશ સર બેઠા હતાં અને બીજી બાજુ ફેન્સી. કોઈ કોકની બોટલ લઈ આવ્યું. બધાં રાઉન્ડમાં ગોઠવાઇ ગયા અને ગેમને શરૂ કરવા માટે તૃષ્ણાએ બોટલ ફેરવી.

એક પછી એક બોટલનું મોં બધાંની બાજુ આવતું. થોડો ડર પણ હતો કે કોઈ ડેરિંગમાં એવી વસ્તુ ના કરાવે કે જે ટફ હોય. બોટલ ધીમી પડવા લાગી. મારી સામે બેસેલી તૃષ્ણા, બોટલ ખૂબ ધીમી પડી ગઈ હતી, પછી દિશા, વહિદા, આદિ, રશિદા, બટ બોટલ રશિદાની ડાબી બાજુમાં બેસેલા ધર્મેશસર સામે મોં રાખીને થોભી ગઈ. બધાંએ ચીંચીયારી બોલાવી. ધર્મેશસરનો કુલ એટીટ્યુડ ખોવાઇ ગયો.

‘ટ્રુથ કે ડેર?’, ફેન્સીએ પૂછ્યું.

‘ડેર.’, ધર્મેશ સર બોલ્યા.

‘ઓહ્હ્હ’, બધાં બોલ્યા.

‘તો બોલો, સર પાસે શું કરાવીશુ?’, રાઉન્ડમાં બેસેલ આદિ બોલ્યો.

‘કોઈને લાફો મારવાનું કહીએ.’, રશિદા બોલી. બટ ધર્મેશસરનો ચહેરા પર કંઈ ફરક પડ્યો નહોતો. એમના ચહેરા પર તો જાણે એવી સ્માઈલ હતી કે જાણે એમને મજા આવવાની હોય.

‘અરે આપણે લોકો તો લવના માણસો, લાફો મારીને હિંસા તો ના જ કરાય.’, તૃષ્ણા હસતા હસતા બોલી.

‘તો?’, તૃષ્ણાની બાજુમાં બેસેલી વહિદા બોલી.

‘લાફો મારવા કરતા સર કોઈને કિસ કરે તો કેમ રહેશે?’, તૃષ્ણા બોલી.

‘ઓહ્હો.. વન્ડરફૂલ આઈડીયા !’, ફેન્સી એક્સાઇટમેન્ટમાં બોલી.

‘નો નો નો.. આઈ કાન્ટ ડુ ધીઝ.’, સર ઊભા થઈને બોલ્યા. અમે બધાં ઊભા થઈ ગયા જાણે પહેલાં જ દાવમાં ગેમ પૂરી થઈ ગઈ હોય. હું પણ સરની જે હાલત થવાની હતી એ જોવા માટે એક્સાઇટેડ હતી.

‘પણ સર તમારે કોઈ સ્ટ્રેન્જને કિસ નથી કરવાની અને ગાલ પર કિસ કરવાની. આટલી છૂટ બસ.’, તૃષ્ણા બોલી.

‘તો કોને કિસ કરવાની છે?’, ધર્મેશસર વિચાર કરતા બોલ્યા.

‘તમારી જ એક સોર્ટ ઑફ સ્ટુડન્ટ.’, તૃષ્ણાએ મારી સામે જોઈને કહ્યું. મેં તરત જ ધર્મેશ સર સામે જોયું.

‘આઈ કાન્ટ ડુ ધિઝ’, મેં તરત જ સર સામે જોઈને કહ્યું.

‘વિચારી લો સર. તમને કોઈ ઉપનામ મળી જશે, ફટ્ટુ…! કે કોઈ એનાથી પણ ભયંકર. મનાવો ઠાકોરજીને મનાવો.’, તૃષ્ણા મારી સામે જોઈને બોલી. ધર્મેશ સરે મારી સામે જોયું.

‘અંકિતા, ચીલ, ધીઝ ઇઝ જસ્ટ જોક. તારી ના સાંભળીને હું આ નહીં જ કરું.’, ધર્મેશસરે મારાં ખભા પર હાથ મુકીને કહ્યું. મને ધર્મેશસરનો ઉદાસ ચહેરો જોઈને થોડી દયા આવી. મેં વિચાર્યુ કે માત્ર એક ટચની જ વાત છે ને. એમ પણ ફિલીંગ્સ વિનાના ટચનું કોઈ મુલ્ય નથી હોતુ.

‘ડૉન્ટ ટેક ઇટ ડિફરન્ટલી, ધીઝ ઇઝ જસ્ટ ટચ.’, મેં ધર્મેશસર સામે જોઈને કહ્યું. બધાં લોકો ચીસો પાડવા લાગ્યા.

હું મૂર્તિની જેમ સીધ્ધી ટટ્ટાર ઊભી રહી ગઈ. મારાં ચહેરા પર કોઈ એક્સપ્રેશન્સ નહોતા. ધર્મેશસર મારી નજીક આવ્યાં અને એમણે એમના હોઠોને મારાં ગાલ સાથે સ્પર્શાવ્યા. એક જ ક્ષણે મારે સામે લાઈટના ફ્લૅશ પડ્યા. કોઈએ ધર્મેશસરને પાછળથી ધીમો ધક્કો માર્યો. એમણે એ પડે નહીં એ માટે મને જકડી લીધી. હજુ એમના હોઠ મારાં ગાલ પર જ હતાં અને મને હસવુ આવી ગયું. એ દરમ્યાન ફરી કેમેરાના ફ્લૅશની લાઈટ થઈ. મોમેન્ટ વોઝ ઓવર. સરે મને સૉરી કહ્યું. ગેમ ફરી શરૂ થઈ. ત્યારે મને આ બધું જ કેઝ્યુઅલ લાગ્યું હતું. આ કેઝ્યુઅલ જ હતું. બટ કોઈએ આ ઘટનાને કોમ્પ્લીકેટેડ બનાવી દીધી હતી. મેં ફેન્સી સામે જોયું, એ મીઠુ મીઠુ હસી રહી હતી. બટ ત્યારે મને એ નહોતું સમજાણુ. પછી તો ગેમ ઘણી લાંબી ચાલી. બોટલ મારી સામે આવીને એક પણ વાર થોભી નહીં, જે એક રીતે સારું હતું. બટ જે ફ્લૅશ લાઈટ થઈ હતી, એ મારાં જીવનમાં અંધારૂ લાવવાની હતી.

***

‘ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડમી વિવાન ધીઝ વોઝ જોક. તું ફેન્સીને જ પૂછી જો. એ ત્યાં જ હતી.’, મેં વિવાનને સમજાવતા કહ્યું.

‘આઈ ડૉન્ટ કૅર ફેન્સી ત્યાં હતી કે નહીં, બટ તે મને કહ્યું શા માટે નહીં. કદાચ એ દિવસે ફેન્સી ત્યાં ના હોત તો?’, વિવાન ગુસ્સામાં બોલ્યો. મેં એને બહુ ઓછી વાર ગુસ્સામાં જોયો હતો. ધીઝ વોઝ સેકન્ડ ટાઈમ.

‘વિવાન ટ્રસ્ટ મી. ઇટ ઇઝ નથિંગ લાઈક ધેટ.’, મેં વિવાનને સમજાવતા કહ્યું. વિવાને મને એનો મોબાઈલ દેખાડ્યો. એમાં વૉટ્સએપ પર આવેલી અલગ અલગ ઇમેજીસ હતી. ધર્મેશ સર મને ગાલ પર કિસ કરી રહ્યા હતાં એ ઇમેજ. એના સિવાય એ મારો હાથ પકડીને ગિટાર શીખવાડી રહ્યા હતાં એ ઇમેજ. નાસ્તો કરતી વખતે એમની ચમચીથી મને ભેળ ખવરાવી રહ્યા હતાં એ ઇમેજ.

‘અંકુ ભૂલ એકવાર થાય. કોઈન્સિડન્ટ એક વાર હોય અંકુ. યુ ડીડ બ્રૅક માય ટ્રસ્ટ. મેં તારા માટે શું નથી કર્યુ.’, વિવાનની આંખો ભીની થવા લાગી. એની આંખો ભીની થતી જોઈને મારી આંખોમાં પણ આંસુ આવી ગયા.

‘વિવાન આ બધું ફેન્સી.’, હું બોલવા ગઈ ત્યાંજ હાથ આડો કરીને મને વિવાને રોકી લીધી.

‘ડૉન્ટ સે અ વર્ડ અબાઉટ ફેન્સી, જો એ ના હોત તો મને આજે આ કંઈ ખબર જ ના પડી હોત.’, વિવાને કહ્યું.

‘વિવાન ડૉન્ટ યુ ટ્રસ્ટ મી? આપણે સાથે રહેવા માટે શું શું નથી કર્યુ. અને એક પળમાં બધું વિખેરાઇ જશે?’, મારી આંખોના ખુણા ભીંજવતા હું બોલી.

‘મારે સમય જોઈએ છે. લીવ મી. હું બધું ફેન્સી પાસેથી જાણીને જ તારી સાથે વાત કરીશ. તારે આવવુ હોય તો ચાલ તને ડ્રોપ કરતો જાવ.’, વિવાન બહારની તરફ ચાલતો થયો. વિવાન એક જ ક્ષણમાં બદલાઇ ગયો હતો.

‘વિવાન ટ્રસ્ટમી આ બધું ફેન્સીને કારણે જ થયું છે. એણે જ આ ફોટા ખેંચ્યા છે. શી લવ્સ યુ, એટલે જ એ આપણુ બ્રૅક અપ કરાવવા માંગે છે.’, હું વિવાન પાછળ ઉતાવળે ચાલતા ચાલતા બોલી.

‘એટલીસ્ટ એ મારાંથી કંઈ છૂપાવતી તો નથી.’, વિવાન ગુસ્સામાં જ બોલ્યો.

‘વિવાન અત્યાર સુધી મેં તને ક્યારેય તારી ફ્રૅન્ડ્સ વિશે પૂછ્યું છે? તું કોની સાથે ફરે છે? કોની સાથે રહે છે?’, મારાંથી મનના કોઈ ખુણામાં પડેલી ભડાંસ બહાર નીકળી ગઈ. બટ મારી આંખો ભીની જ હતી.

‘અંકુ હવે તો એમ લાગે છે, વિશ્વાસ તો તને પણ નથી મારાં પર. ફેન્સી સાચું કહે છે. તું મને હૅન્ડલ નહીં કરી શકે, મારી ટેવોને હૅન્ડલ નહીં કરી શકે.’, વિવાને પાર્કિગમાંથી એની બાઈક બહાર કાઢી.

‘વિવાન મારો મતલબ એવો નથી. ટ્રસ્ટ મી. આઈ ડીડન્ટ મીન ઇટ.’, મારી આંખોમાં આંસુ આવી ગયા હતાં.

‘સીટ.’, એણે ગુસ્સાથી મને બેસવાનું કહ્યું.

‘ડેમ ઇટ.’, બાજુની બાઈકનું સ્ટેન્ડ વાગતા એ બોલ્યો હું પૂછું કે વાગ્યું તો નથી ને? એ પહેલાં જ એણે બાઈક ચલાવી મુકી. એને મેં આટલો ગુસ્સામાં ક્યારેય નહોતો જોયો. બાઈક ટોપ સ્પીડ પર જઈ રહી હતી.

હું એને કહેવા ઇચ્છતી હતી કે પ્લીઝ ધીમી ચલાવ બટ હું કહી ના શકી. હું મુંગી બેસી રહી. બાઈક ટ્રાફીકમાં પણ ટોપ સ્પીડ પર જઈ રહી હતી. મને એની બાઈક પર બેસી હતી એનાથી ડર નહોતો લાગતો. બટ મને વિવાન જે સ્પીડમાં અવિશ્વાસ તરફ જઈ રહ્યો હતો એનાથી ડર લાગી રહ્યો હતો. થોડી જ વારમાં એણે મને મારી સોસાયટી બહાર ઉતારી દીધી.

‘વિવાન પ્લીઝ મારી વાત તો સાંભળ.’, મેં ઉતરીને રડતાં રડતાં કહ્યું.

‘જ્યારે કહેવાનું હતું ત્યારે તે ના કહ્યું, હવે શું સાંભળુ?’, એણે આટલું કહીને ગુસ્સામાં જ બાઈક ભગાવી મુકી.

‘વિવાન…..’, મેં રડતાં રડતાં જ પાછળથી બૂમ મારી.

***

નિશા સિવાય મારી વાત કોણ સાંભળવાવાળું હોય? આખરે તો હું એ ફ્રૅન્ડ પાસે જ જતી, જેના કારણે મારાં ચહેરા પર સ્માઈલ આવતી. હેપ્પીનેસ હોય કે સેડનેસ એ મારી બધી જ મોમેન્ટ્સની વીટનેસ રહી છે. મેં એને જે બન્યું હતું એ કહ્યું. એણે જ મારી આંખોના આંસુઓ પોછ્યા. ઇટ વોઝ ગુડ, ‘આઈ હેડ નિશા !’ જો એ ના હોત તો ખબર નહીં હું કોને મારી વાત સંભળાવત. એણે મને શાંત રહેવા કહ્યું, એ એટલી મેચ્યોર લાગી રહી હતી કે જાણે એને વર્ષોનો અનુભવ હોય. અનુભવ તો હતો જ ચોક્કસપણે.

બે કલાક વીતી ચુક્યા હતાં, નિશાએ વિવાનને કૉલ કર્યો, નિશાએ વિવાનને મળવા માટે મનાવ્યો, સાંજે છ વાગે કૉલેજના કેમ્પ્સમાં મળવાનું નક્કી થયું.

‘ઓય્ય બધું ઠીક થઈ જશે.’, નિશાએ મારો ચહેરો એની છાતી સરસો ભીંસતા કહ્યું.

‘નિશા, મારાં અને ધર્મેશ સર વચ્ચે કંઈજ નથી. આ બધું ફેન્સી….’, હું બોલતા બોલતા ડુસકા ભરવા લાગી.

‘મને ખબર છે બકા, મને ખબર છે, ફેન્સી ઇઝ અ બીચ.’, નિશાએ પણ એનો ગુસ્સો કાઢતા કહ્યું.

‘તારે વિવાનને ફેન્સી અને નિશા વિશે જે થયું એ પહેલાં જ કહી દેવાની જરૂર હતી.’, કૃપાએ મારાં ખભા પર હાથ મુકતા કહ્યું. હું કંઈ ના બોલી.

‘કૃપા સાચુ કહે છે, તે આ છૂપાવીને એક ભૂલ તો કરી જ છે.’, નિશાએ પણ કહ્યું.

‘મેં નક્કી કર્યુ છે, હું વિવાનને નહીં મનાવુ.’, મેં સ્ટ્રોંગ થતા કહ્યું.

‘કેમ?’, સોનુ અને નિશા બંને સાથે બોલ્યા. એ લોકોની આંખો પહોળી થઈ ગઈ.

‘બસ જો એ મને લવ કરતો હશે તો એને મારાં પર ટ્રસ્ટ હશે જ. બેટર છે કે આ રિલેશન ટુકડે ટુકડે જીવવા કરતા મરી જાય.’, મેં દિવાલના એક ખૂણામાં નજર ખોડતા કહ્યું, મારાં આંસુ સુકાઇ ગયા.

‘તુ શું બોલી રહી છો એનું તને ભાન છે? ફેન્સી આ જ ચાહે છે.’, નિશાએ મારાં પર હળવો ગુસ્સો કર્યો.

‘ટ્રસ્ટ !’, હું એ જ દશામાં બોલી.

‘ડૉન્ટ ગીવ અપ અંકુ.’, નિશાએ મારી આંખોમાં જોઈને કહ્યું.

‘કદાચ હું વિવાનને ડીઝર્વ નથી કરતી.’, મેં નિશાની આંખોમાં જોઈને જ કહ્યું.

‘એ તું વિવાનને કહેજે. મારી સામે આવી વાત કરમાં. જો વિવાને તને કંઈ પણ કહ્યું તો ફેન્સીની ખેર નથી.’, નિશા ગુસ્સામાં બોલી. આખા રૂમમાં શાંતિ છવાઇ ગઈ. કૃપા અને સોનુ તો ચુપ જ હતાં, એ પછી મારાં અને નિશા વચ્ચે પણ કોઈ વાત ના થઈ.

***

હું અને નિશા કૉલેજના કેમ્પસમાં બેઠા હતાં. હું ઇગોને પાળીને બેઠી હતી. નિશાએ જ વિવાનને કૉલ કર્યો હતો. થોડી જ ક્ષણોમાં મારાં અને વિવાન વચ્ચે જાણે ઘણું બધું ડિસ્ટન્સ બની ગયું હોય એવું લાગી રહ્યું હતું, જાણે હું વિવાનને ઓળખતી જ ના હોવ. જાણે અમે બંને અજાણ્યા વ્યક્તિ હોઈએ, બંને વચ્ચે ડિસકનેક્શન થઈ ગયું હોય, એવું લાગી રહ્યું હતું.

‘વિવાન આવી રહ્યો છે.’, નિશાએ મને કહ્યું, મેં મારો ચહેરો ના ફેરવ્યો.

‘નિશા તું આ રિલેશન રાખવા માંગતી હોય તો પ્લીઝ તારો ઇગો સાઇડમાં મુકી દે. આ ઇગો જ બધું વેરવિખેર કરે છે.’, નિશાએ મને ખૂબ પ્રેમથી કહ્યું.

‘ઇગો એણે પણ સાઇડમાં મૂકવો પડશે.’, મેં નિશા સામે આંખો ફાડીને કહ્યું. હું ભયંકર ગુસ્સામાં હતી.

‘અને એના માટે શરૂઆત તારે જ કરવી પડશે.’, નિશાએ કહ્યું.

વિવાનની બાઈક અમારી સામે આવીને ઊભી રહી ગઈ. જીન્સ અને ટી શર્ટ પહેરેલ ફેન્સી પાછળથી નીચે ઉતરી. એના ચહેરા પર છૂપાયેલી ખુશી હતી જે હું અને નિશા બંને જોઈ શકતા હતાં. વિવાને બાઈકનું સ્ટેન્ડ લગાવ્યું. ઘણા દિવસો પછી એ પોતાનો એટીટ્યુડ દેખાડી રહ્યો હોય એવું લાગી રહ્યું હતું. એના ચહેરા પર સ્માઈલ જેવું તો મને ક્યાંય ના દેખાયું એ લોકો અમારી સામે આવીને બેસ્યા.

અમારી સામે બેસ્યા હોવા છતાં મારી અને વિવાન વચ્ચે ખૂબ જ વધારે ડિસ્ટન્સ હતું એવું મને લાગી રહ્યું હતું.

‘વિવાન મારે તને અમુક વાતો કહેવી છે જે ખરેખર તો તને અંકુએ કહેવી જોઈતી હતી.’, નિશા બોલી. ફેન્સી નિશાની સામે આંખો ફાડીને જોતી રહી.

‘એણે તને કહેવાની પરમિશન તો આપી છે ને?’, વિવાન મારી સામે જોઈને કટાક્ષમાં બોલ્યા. એની આંખો લાલઘુમ હતી. એ જોઈને મારું આખુ શરીર ધ્રૂજવા લાગ્યું. માણસમાં આટલો અવિશ્વાસ કઈ રીતે આવી શકે, જે માણસ તમને અખુટ પ્રેમ કરતો હતો, એ માણસ અમુક કલાકોમાં કઈ રીતે આટલો બદલાઇ જઈ શકે?

‘વિવાન ધીઝ ઇઝ નોટ ઓનલી અબાઉટ અંકુ. આ આપણા ચારેય વિશે છે.’, નિશા બોલી.

‘ઓહ્હ, આઈ એમ ક્યુરિઅસ.’, વિવાન બોલ્યો, ફેન્સીના ચહેરા પર વીકેડ સ્માઈલ આવી. નિશાના ચહેરા પર હું ચોખ્ખો ગુસ્સો જોઈ રહી હતી.

‘વિવાન તને યાદ છે? નવરાત્રિમાં મારાં અને ફેન્સી વચ્ચે બબાલ થઈ હતી?’, નિશાએ વિવાન સામે જોઈને કહ્યું. વિવાન જસ્ટ સાંભળતો રહ્યો.

‘એ દિવસે ઝઘડાની શરૂઆત તારી આ ફ્રેન્ડે જ કરી હતી.’, નિશાએ ફેન્સી સામે જોઈને કહ્યું.

‘એ તો હું પહેલાં પણ સાંભળી ચુક્યો છું, કંઈક નવુ કહે.’, વિવાન ગુસ્સામાં બોલ્યો.

‘મને ખબર છે તું વિશ્વાસ તો નહીં કરે, એ દિવસે ફેન્સી એવું બોલી હતી કે ‘મારો બોયફ્રૅન્ડ ચોરાઇ ગયો.’ એ જ દિવસે તે અંકુને પ્રપોઝ કર્યુ હતું. એણે જાણી જોઈને મારાં પર કીચડ ઉછાળ્યું જેથી મારો એની સાથે ઝઘડો થાય. ફેન્સી તારા કોન્ફિડેન્ટને સલામ. તું જેવુ ઇચ્છતી હતી એવું જ થયું, તે મારાં અને અંકુ વચ્ચે ઝઘડો કરાવ્યો. પછી તે અંકુ સાથેની તારી ફ્રૅન્ડશીપ મજબૂત બનાવી.

હું પણ પાગલ હતી કે મેં અંકુને આટલી આગળ વધવા દીધી, એ ખબર હોવા છતાં કે તું આ દુનિયાની સૌથી મોટી હલકટ છોકરી છે. દિવસો જતા ગયા, વિવાન તું અને અંકુ ખૂબજ નજીક આવતા ગયા. તમારાં બંનેના ઘરેથી પણ લગભગ બધાં માની જ ગયા હતાં. તારા તો ગુસ્સાનો કોઈ પાર નહીં રહ્યો હોય, નહીં ફેન્સી ? ગુસ્સામાં ને ગુસ્સામાં જ તે એ દિવસે અંકુને મારવા માટે પથ્થર ફેંક્યો.’, ફેન્સી અને વિવાન બંને સાંભળતા રહ્યા. ફેન્સીના ચહેરા પર ગુસ્સો ચોખ્ખો જોઈ શકાતો હતો. એનો ગોરો ચહેરો લાલ ઘુમ થઈ રહ્યો હતો.

‘પરંતુ ક્યારેક સ્ટોરી આપણે નહીં, કોઈક બીજું લખતું હોય છે. એ પથ્થર મને વાગ્યો. મારી અંકુએ એનો મારાં પ્રત્યેનો પ્રેમ ઠલવી દીધો. હું પણ મારી અંદર દબાવી રાખેલું રોકી ના શકી. મેં એને આપડી બંને વચ્ચેના ઝઘડા વિશે કહ્યું. ઇશ્વર કોઈને નથી છોડતો ફેન્સી, તે પથ્થર માર્યો એની થોડી જ ક્ષણોમાં તને પણ સજા મળી ગઈ. તારા સ્કૂટરનું એક્સિડેન્ટ પણ અમારાંથી થોડે દૂર જ થયું હતું એ મારે તને કહેવાની જરૂર નથી. યુ નો વોટ ફેન્સી? મારાં જેટલું તને કોઈ ઓળખતુ નથી.’ નિશાએ એનો ગુસ્સો કાબુમાં કરતા કહ્યું. નિશા વિવાન કંઈ બોલે એ માટે થોભી.

‘વાહ વાહ વાહ… પરફેક્ટ !’, વિવાન તાળીઓ પાડતા બોલ્યો.

‘સેલ્યુટ નિશા, ગ્રાન્ડ સેલ્યુટ. તારે તો લેખક બનવુ જોઈએ.’, વિવાન હસતા હસતા બોલ્યો.

‘થોડાક ડાયલોગ અલગ હતાં બટ સ્ટોરી, ફેન્સી તે કહી એ જ છે. નિશા ફેન્સીએ મને સેમ સ્ટોરી થોડી વાર પહેલાં સંભળાવી છે. અંકુ જો તે ફેન્સીને તારા પ્લાન વિશે ના કહ્યું હોત તો કદાચ આ સ્ટોરી પણ મને ફેન્સી પાસેથી ના સાંભળવા મળત. અંકુ ખરેખર તું માસ્ટર માઇન્ડ છે.’, વિવાન જે રીતે બોલ્યો હતો ત્યાર પછી મેં મારાં ગુસ્સાને ખૂબ જ દબાવીને કાબુમાં રાખ્યો હતો, મેં મારી મુઠ્ઠીઓ વાળી લીધી હતી. ફેન્સી બધું જ પ્રીપેરેશન કરીને આવી હતી.

‘મેં ફેન્સીને મારો પ્લાન કહ્યો? કદાચ પ્લાન હોય તો પણ હું શા માટે કહું? આપણા બંને વચ્ચે ઝઘડો ઊભો કરવા?’, હું વિવાનના અસમજણ ભર્યા વાક્ય સામે બોલી. મેં બોલવાનું શરૂ રાખ્યું.

‘તો તો હું ફેન્સીને એમ પૂછીશ કે એ ઇમેજીસ મેં ધર્મેશસર સાથે મારી મરજીથી ખેંચાવી હતી તો એ “હા” જ કહેશે. એટલે મારે એ સવાલ પુછવાની જરૂર નથી. કારણ કે એણે તને બધાં જવાબો આપી જ દીધા હશે. એણે તને બધી સ્ટોરી સંભળાવી જ દીધી હશે.’, મેં ગુસ્સામાં વિવાનની આંખોમાં આંખો મેળવીને કહ્યું.

‘આ સ્ટોરી બનત જ નહીં, જો તારો કંઈ છૂપાવવાનો ઇરાદો ના હોત. ખબર નહીં, આ ઇમેજીસ તો હું જોઈ શકું એવી છે, કોને ખબર એવી ઇમેજીસ પણ હોય જે બતાવી ના શકાય એવી પણ હોય.’, વિવાન એની લાલ આંખોથી મારી સામે ગુસ્સામાં બોલ્યો. જે બોલ્યો હતો, એ પછી હું મારો ગુસ્સો કાબુ રાખી શકું એમ નહોતી. ફેન્સીએ મારી સામે જોઈને હલકી સ્માઈલ કરી રહી હતી. વિવાન જે બોલ્યો હતો એ મારાંથી પચ્યુ નહોતું. ફેન્સીએ ખબર નહીં વિવાનને શું શું કહ્યું હતું.

હું એજ ક્ષણે ઊભી થઈ, ‘સટાક…’, મારો હાથ ફેન્સીના ગાલ પર પહોંચી ગયો. બે મોમેન્ટ સુધી સન્નાટો છવાઇ ગયો. તરત જ ‘સટાક…’, બીજો અવાજ આવ્યો. આ વખતે ગાલ મારો હતો, હાથ વિવાનનો હતો. મારી આંખોમાંથી આંસુની ધાર થવા લાગી હતી.

‘ડૉન્ટ ટચ હર.’, વિવાને મને ધક્કો મારતા કહ્યું.

‘ડૉન્ટ ટચ હર.’, નિશાએ પણ આંખો બતાવતા વિવાનને કહ્યું.

‘તો વિવાન આ સ્ટોરી પણ સાંભળ જે તને ફેન્સીએ કદાચ નહીં કહી હોય. યસ આઈ ફક્ડ ધર્મેશસર. વધુ રોમાંચિત સ્ટોરી સાંભળવી હોય તો આ માસ્ટર માઇન્ડ ફેન્સીને પૂછજે. એને પણ બહુજ મજા આવી હશે, વિવાન વી હેડ થ્રીસમ.’, મેં મારો બધો જ ગુસ્સો નીચોવતા કહ્યું. મેં વિવાનને રડતાં રડતાં કહ્યું. હું મારાં કાબુમાં નહોતી.

‘હજુ સાંભળવું હોય તો સાંભળ, આજ સુધી મને એમ લાગતું હતું કે વી આર ઇન લવ. ના વિવાન યુ નેવર લવ્ડ મી. યુ નેવર ટ્રસ્ટેડ મી. તે તો એના પર ટ્રસ્ટ કર્યો જે આપણને બંનેને એક ક્ષણ પણ ભેગા જોવા નથી ઇચ્છતી. ડેમ ઇટ, મેં તને પાગલની જેમ પ્રેમ કર્યો. ખરેખર હું પાગલ જ હતી, કે મેં તને પ્રેમ કર્યો. ’, મેં રડતાં રડતાં જ કહ્યું. વિવાન સાંભળતો રહ્યો, એણે ફેન્સી સામે જોયું. ફેન્સીએ કોઈ એક્સપ્રેશન ના આપ્યા.

‘મોજ કર ફેન્સી, તને જે જોઈતુ હતું એ તો તને મળી ગયું. એન્જોય.’, મેં ફેન્સી સામે જોઈને કહ્યું. એણે મારાં પર હાથ ઊઠાવ્યો, મેં એનું કાંડુ પકડીને પાછળ ધકેલી દીધી. મેં મારાં આંસુ રોકી લીધા હતાં.

‘ટ્રુથ ઇઝ ઑલવેઝ બીટર, યુ બીચ.’, મેં ફેન્સી સામે જોઈને કહ્યું.

‘એન્ડ યુ બાસ્ટર્ડ પ્લીઝ નેવર કૉલ મી. ગેટ લોસ્ટ ફ્રોમ માય લાઈફ.’, હું વિવાન પર ગુસ્સો કરતા બોલી, વિવાને ફરી મારાં તરફ હાથ ઉઠાવ્યો. નિશાએ વચ્ચે આવીને એને રોકી લીધો. હું વિવાનની આંખમાં ગુસ્સાથી જ જોઈ રહી.

‘હવે આખી જિંદગી આની ટ્રુ સ્ટોરીઓ સાંભળતો રહેજે.’, મેં વિવાન સામે જોઈને કહ્યું. એ મારી સામે જ જોતો રહ્યો. હવે બોલવા જેવુ કંઈ નહોતું રહ્યું. મેં નિશાનો હાથ પકડ્યો અને અમે બંને ચાલતા થઈ ગયા. નો ડાઉટ હું ન બોલવાનું બોલી હતી, મેં મનમાં આવ્યું હતું એ બધું જ કહ્યું હતું. મારે એવો રિલેશન નહોતો જોઈતો જ્યાં ટ્રસ્ટ ના હોય, એન્ડ નાઉ ટ્રસ્ટ વોઝ શેટર્ડ. તૂટી ગયેલા અરીસાના ટુકડાને જોડવાથી હતો એવો અરીસો ના બની શકે.

જેમ જેમ અમે અમારી રૂમ તરફ ચાલતા ગયા, એમ એમ મારી આંખોમાંથી વધારે ને વધારે આંસુઓ ઊભરતા ગયા. નિશા મને એના ખભાનો ટેકો આપતી રહી.

***

સવાર પડી ચુકી હતી. રડી રડીને અંકિતાની આંખો સોજી ગઈ હતી, અંકિતાની સાથે કૃતિ પણ રડી હતી. કૃતિએ અંકિતાને પાણી આપ્યુ.

‘વિવાન સાથે પછી ક્યારેય વાત ના થઈ?’, કૃતિએ પાણી પી રહેલી અંકિતાને પૂછ્યું.

‘એ દિવસે જે બન્યું હતું એ પણ મારી લાઈફમાં પહેલી વાર જ બન્યું હતું. એ દિવસે જ એનો કૉલ આવ્યો હતો બટ મેં રીસિવ ના કર્યો. એના પછી ન તો મેં કૉલ કર્યો ન તો એણે.’, અંકિતા થોડી સ્ટ્રોંગ થઈને બોલી.

‘બટ, એક વાર એની વાત તો સાંભળવી હતી તારે.’, કૃતિ બોલી.

‘વિવાન મારો પહેલો અને છેલ્લો લવ હતો. હું નહોતી ચાહતી કે અમારો રિલેશન આ રીતે આગળ વધે, એટલે જ મેં વિચાર્યુ કે બેટર છે કે એ મારાંથી દૂર જ રહે.’, અંકિતાએ આંસુ લૂછતાં લૂછતાં કહ્યું.

‘તે ભૂલ કરી છે અંકુ, અને ફેન્સી?’, કૃતિએ પૂછ્યું.

‘ફેન્સી, એને જે જોઈતુ હતું એ મળી ગયું. ગઈ રાતે એનો જ મૅસેજ આવ્યો હતો, જ્યારે તે મને લેપટોપ બંધ કરવાનું કહ્યું, ત્યારે હું એની સાથે જ ચૅટ કરી રહી હતી. એણે હજુ મારો પીછો નથી છોડ્યો. એના જેવી ક્રૂર છોકરી મેં અત્યાર સુધી નથી જોઈ. વિવાન અને ફેન્સીની ત્રણ દિવસ પછી એન્ગેજમેન્ટ છે.’, આ કહેતા કહેતા અંકિતા ફરી રડી પડી. કૃતિએ એને બાહોમાં ભરી લીધી.

‘હેય હેય, હવે તારે રડવાની જરૂર નથી.’, કૃતિ બોલી.

‘તો શું કરું ? મારાં અને વિવાનનો બ્રૅકઅપનો બધો પ્લાન ધર્મેશસર અને ફેન્સી બંનેનો હતો.’, અંકિતા ડુસકા ભરતા ભરતા બોલી.

‘વોટ?’, કૃતિ અશ્ચર્યચકિત થઈને બોલી.

‘ફેન્સીનો આ બહુ પહેલાંનો પ્લાન હતો, ધર્મેશસરને તો મારાં પ્રત્યે ક્રશ હતો જ. એટલે ફેન્સી અને ધર્મેશસરે જ બધો પ્લાન બનાવ્યો હતો. ’,

‘અંકુ હવે રડવાનો નહીં, રડાવવાનો ટાઈમ છે. સાચું કહું છું.’, કૃતિ ઊંચી થઈ.

‘હાઉ. વિવાન ઇઝ નો મોર ઇન માય લાઈફ, હવે તો એ મને ભૂલી પણ ચુક્યો હશે.’,

‘મારી સામે જો, તું એને ભૂલી છો? તો એ તને ભૂલી શકે? અંકુ મને એટલી ખબર પડે છે, પ્રેમની આગ બંને તરફ લાગતી હોય છે.’, કૃતિએ આંખોમાં આંખો નાખીને કહ્યું.

‘કૃતિ, એ એન્ગેજમેન્ટ કરી રહ્યો છે.’,

‘કદાચ એ તને ભૂલવા માટે જ કરી રહ્યો છે.’, કૃતિએ અંકુના હાથ પકડી લીધા.

‘વિવાનને બધું કહેવાનો સમય આવી ગયો છે અંકુ.’, કૃતિ અંકિતાના હાથ ભીંસીને બોલી.

‘પણ એ વિશ્વાસ નહીં કરે. હું એકવાર ટ્રાય કરી ચુકી છું.’, અંકિતા ઉદાસ થઈને બોલી.

‘બટ, એ ફેન્સીના શબ્દો પર તો વિશ્વાસ કરશે, એ બીજા કોઈ પર તો વિશ્વાસ કરશે ને?’, કૃતિ એવી રીતે બોલી જાણે એના મનમાં ઘણું બધું ચાલી રહ્યું હોય.

‘આઈ ડૉન્ટ નો વોટ ટુ ડુ.’, અંકિતા ઉદાસ લહેકે બોલી.

‘તે ઘરે આ બધું કહ્યું છે?’, કૃતિએ પૂછ્યું.

‘ના, હજુ મને ખબર નથી પડી કે હું કઈ રીતે કહું. મમ્મી પપ્પાનો વિવાન પરનો ટ્રસ્ટ, એક ક્ષણમાં ભાંગી પડશે. પપ્પાની નફરતનો કોઈ પાર નહીં રહે. મેં કહેવાની ટ્રાય કરી પણ હું ના કહી શકી.’, અંકુ ડુસકા ભરતા ભરતા બોલી.

‘સંડે, હજુ ત્રણ દિવસની વાર છે અંકુ. આજે હજુ થર્સડે થયો છે, આપણે હજુ એને મનાવી શકીએ. ક્યારેક કોઈનો અંધવિશ્વાસ ભાંગવો જરૂરી હોય છે. આપણે કંઈક કરવું જોઈએ.’, કૃતિ બોલી.

‘એનો કોઈ મતલબ નથી. વિવાન ડઝન્ટ લવ મી એનીમોર.’, અંકિતા બોલી.

‘એણે તને કૉન્ટેક્ટ નથી કર્યો, તો તે પણ ટ્રાય નથી કરી અંકુ. આ ઇગો બહુ મોટુ નુકસાન કરશે. હજુ ફેન્સીનો સાચો ચહેરો દેખાડવાનો ટાઈમ છે.’, કૃતિ થોડી જોશમાં આવીને બોલી.

‘પણ કઈ રીતે? ઇટ ઇઝ ઇમ્પોસિબલ.’, અંકિતા બોલી.

‘ઇફ આઈ એમ નોટ રોંગ, વિવાન સ્ટીલ લવ્સ યુ. બટ આ વખતે કંઈક એવું કરવું પડશે જે એના ગળે ઉતરે. પ્રેમમાં પૂરાવાની જરૂર ના હોય, બટ પરિસ્થિતીઓને જરૂર હોય.’, કૃતિની અડધી વાત અંકિતાને ખબર ના પડી.

‘એટલે?’

‘તુ વિવાનને લવ કરે છે?’, કૃતિએ અંકિતાને એકાએક પ્રશ્ન પૂછી લીધો.

‘હા, મોર ધેન એનીવન.’, અંકિતાએ ખૂબજ પ્રેમથી કહ્યું.

‘એના માટે કંઈ પણ કરી શકીશ?’

‘જો મને વિવાન મળતો હોય તો હા’, અંકિતાએ કહ્યું.

‘ધેન આઈ હેવ અ પ્લાન, ફેન્સી યુ આર ગોના ક્રાય અ લોટ.’, કૃતિ જાણે ફેન્સીને પર્સનલી જાણતી હોય એમ બબડી.

‘પણ આપણે શું કરીશું?’, અંકિતાએ પૂછ્યું. આંખોમાં ઊંઘ હતી છતાં કૃતિએ એનો આછો પાકો પ્લાન અંકિતાને સંભળાવ્યો. અંકિતાના ચહેરા પર આછી સ્માઈલ આવી.

‘તો ભેગા કર નિશા, કૃપા અને સોનુ ને, ટેક રેસ્ટ એન્ડ ગેટ રેડી ફોર એક્શન.’, કૃતિએ ઊભા થતા કહ્યું.

‘આ કામ કરશે?’, અંકિતાએ થોડુંક સિરિયસ થઈને પૂછ્યું.

‘જો તું વિવાનને પ્રેમ કરતી હોઈશ તો.’, કૃતિએ અંકિતાના બાવડા પકડતા કહ્યું.

‘થેંક્સ કૃતિ.’, અંકિતાએ કૃતિને ગળે મળતા કહ્યું.

‘ઓય્ય્ય થેંક્સ વાળ, એમ સમજ કે હું નિશાની પ્રોક્સી પુરાવુ છું.’, કૃતિ ફરી અંકિતાને ભેટી પડી.

‘યુ બીચ આઈ એમ કમિંગ ફોર યુ.’, અંકિતા ફેન્સીને યાદ કરીને ગુસ્સામાં બોલી.

***

જો તમને આ પ્રકરણ ગમ્યુ હોય તો, રેટીંગ અને રિવ્યુ આપવાનું ભૂલતા નહીં. આશા રાખુ છું કે જેમ વાર્તા આગળ વધશે એમ તમે ખુબ જ માણશો. આભાર.