Jokar - 21 in Gujarati Classic Stories by Mehul Mer books and stories PDF | જૉકર - સ્ટૉરી એક લુઝરની - 21

જૉકર - સ્ટૉરી એક લુઝરની - 21

જૉકર – સ્ટૉરી એક લુઝરની
ભાગ – 21
લેખક – મેર મેહુલ
અમે બંને લોનમાં જઈ બેઠાં.નિધિએ બેગમાંથી પાણીની બોટલ કાઢી મને આપી.હું પાણી પી રહ્યો હતો ત્યારે નિધિ મને તાંકી રહી હતી સાથે મરક મરક હસતી હતી.
“શું થયું?”મેં પુછ્યું, “કેમ હસવું આવે છે?”
“ના કંઈ નહીં”તેણે હસતાં હસતાં વાત ટાળી.
“ના બોલને,તારી સાથે હું પણ થોડું હસી લઉં”
“તું આ શર્ટમાં જોકર જેવો લાગે છે,હાહાહા”નિધિ મોટેથી હસવા લાગી.
“હાહાહા”હું પણ હસવા લાગ્યો, “કૃતિની ચોઇસ છે આ”
“ના એમ તો સારો જ લાગે છે”તેણે સફાઈ આપતાં કહ્યું, “મને પસંદ છે”
“મને ખબર જ હતી”મેં કહ્યું, “આમ પણ કોઈક મજનુંએ કહ્યું છે, તમે જેને પસંદ કરો છો તેની બધી વાતો તમને પસંદ આવે છે”
“સારું જ છે બાબા”નિધિએ કહ્યું, “હું તો બસ તારી ખેંચતી હતી”
“આ બાબા,બાબુ,શોના ઓડ નથી લાગતું?”મોં ફુલાવીને મેં પુછ્યું.
“તો શું કહું?”નિધિએ પુછ્યું.
મેં ખભા ઉછાળ્યા.
“જોકર કેવું રહેશે તો?”નિધિએ પુછ્યું.
“નોટ બેડ,પણ જોકર જ શા માટે?”મેં પુછ્યું.
“જોકર પણ સૌને હસાવે છે અને તું પણ મને હંમેશા હસાવતો રહે છે એટલે મારા માટે તો તું એક જોકર જ છે”
મેં નિધિનો હાથ પકડી પોતાનાં તરફ ખેંચી.તેણે સરકીને મારા ખભે માથું ટેકાવી દીધું.મેં તેને ફોરહેડ કિસ કરી,“તારે જે કહેવું હોય એ કહી શકે છે.”
“હું તો હવે જોકર જ કહીશ”નિધિએ કહ્યું.
“જૈની પણ કહી શકે”મેં કહ્યું,”મારી બડી,આઈ મીન મારી મમ્મી મને જૈની કહીને જ બોલાવે છે”
“જૈની કહું કે જોકર?”
“તને જે યાદ આવે એ કહેજે મારી માં,હવે એ ટોપિક છોડ બસ”
“તને ગામની યાદ નથી આવતી?”નિધિનો ટોન બદલાયો, “કયારેક આ બધું જ ભ્રમ લાગે મને.ક્યારેક બધું છોડીને ભાગી જવાનું મન થાય”
“ઘણીવાર રડવું પણ આવી જાય મને”નિધિ ભાવુક થતી જતી હતી.મેં તેને વધુ કસીને પકડી.
“હું છું ને તારી સાથે,જ્યારે પણ એવું ફિલ થાય ત્યારે મારી સાથે વાત કરજે.હું ગામનાં કિસ્સા કહીશ”મેં વહાલથી તેના માથાં પર હાથ ફેરવીને કહ્યું.નિધિએ મને વધુ ટાઈટ હગ કર્યો.
“તારા નામનો અર્થ શું થાય?”નિધિએ પુછ્યું.
“ગોડ ગિફ્ટ,હું મારા મમ્મી-પપ્પાને ભેટ સ્વરૂપે મળ્યો હતોને”મેં હસીને કહ્યું.
“મને નહિ?”નિધિએ પુછ્યું.
“એ તો તું જાણે, ગિફ્ટ સ્વરૂપે મળ્યો હતો કે પછી જબરદસ્તી ભરાઈ ગયો”
“તમે છોકરાઓ જ છુપી રીતે પ્રેમ કરી શકો?,છોકરીઓને શું અધિકાર નથી?”નિધિએ પુછ્યું, “અમે પણ ચોરીછૂપે તમારા પર નજર રાખીએ”
“તે તારું સિક્રેટ કહી દીધું.” મેં ઉછળીને કહ્યું, “જલ્દી બોલ હવે મારી કઈ કઈ વાત પર તે નજર રાખેલી?”
“તને યાદ છે, બારમાં ધોરણમાં આપણે પગપાળા પેલી વાવે ગયા હતા,ત્યાં એક છોકરાને કાંટો વાગ્યો હતો અને પૂરો દિવસ એ છોકરાને તું તેડીને ફર્યો હતો.મને તારી એ વાત ખૂબ જ પસંદ આવી હતી.”
“એ તો જગજણીતો કિસ્સો છે,એવી કોઈ વાત બોલને જે તારા સિવાય કોઈએ નોટિસ ના કરી હોય”
“તું જ્યારે કોઈના પર ગુસ્સો કરે ત્યારે તારું આ કડું ઊંચું કરીને જે કૉલર ઊંચી કરે એ વાત પર પણ હું ફિદા છું”
“તો તારી જાણકારી માટે કહી દઉં કે તારા ડાબા કાનની નીચે જે તિલ છે અને તું જ્યારે ગાલ પર આવેલી લટ કાન પાછળ ધકેલે અને એ તિલ દેખાય ત્યારે હું પણ પાણીપાણી થઈ જઉં છું”મેં કહ્યું.
આવી રીતે?તેણે એક્શન કરી બતાવી.
“અત્યારે નહીં,તું કોઈ ધ્યાનમાં મગ્ન હોય અને આપોઆપ જ્યારે હાથ લટને કાન પાછળ ધકેલે ત્યારે”
“તારો બર્થડે આવતા મહિનામાં છે ને?”નિધિએ પુછ્યું, “શું જોઈએ બોલ તારે?”
ખબર નહિ આજે નિધિ વારંવાર ટોપિક બદલી રહી હતી.
“અમમ…તે દિવસે મારી સાથે તું જોઈએ બસ”મેં કહ્યું.
“મતલબ બેડ પર?”નિધિએ મારા ગુડદામાં કોણી મારી.
“ઇટ્સ ઑકે, તું ના આવી શકે તો હું કોઈ બીજીની વ્યવસ્થા કરી લઈશ”
તે મારાથી અળગી થઈ ગઈ.આંખો મોટી કરી મને ઘુરકવા લાગી.
“હું પણ જોઉં…કંઈ ચુડેલ તારી નજીક આવે છે”તેણે ગાલ ફુલાવી બંને હાથ કમર પર રાખ્યા.
“હેલ્લો, માન્યું કે હું બીજી છોકરી સામે જોતો નથી.તેનો મતલબ એવો નથી કે મારામાં કંઈ ટેલેન્ટ નથી. હું ધારું તો લાઇન લગાવી શકું હો”રુઆબ સાથે મેં કહ્યું.ઈજ્જતનો સવાલ હતો.
નિધિએ ગુસ્સે થતા કહ્યું,“તો એ જ કરને,મારી સાથે કેમ બેઠો છે?”
હું જાણતો હતો મારી વાત સાંભળી એ ગુસ્સે થશે એટલે જ તેના ઈલાજ રૂપી રામબાણ મારી પાસે પહેલેથી જ હતું.
મેં તેનો હાથ પકડ્યો,પોતાનાં તરફ ખેંચી અને કહ્યું, “જ્યારે ગુલાબનું ફૂલ તમારી પાસે હોય તો શા માટે ચંપા-ચમેલી પાછળ ઘુમવું?”
એ હસવા લાગી.મારા ગાલ પર ટપલી મારતાં તેણે કહ્યું, “બધી વાતમાં હસાવતા આવડે છે તને”
“શું કરું મેડમ,મને આ સેવા ખૂબ જ પસંદ છે”મેં પણ તેનું અનુકરણ કરી તેની હડપચી પકડીને કહ્યું.
નિધિએ મારો હાથ તેનાં હાથમાં લીધો અને કહ્યું“ભલે તું કહે પણ મને ખબર છે મારી સિવાય બીજું કોઈ તને ના શોભે અને ભૂલથી પણ જો કોઈ બીજી છોકરી જોડે તારો ભેટો થઈ ગયો ત્યારે પણ તું મને યાદ કરીશ”
“આપણી વચ્ચે એવું કંઈ જ નથી થયું હો”તેની વાતને જડમૂળથી કાપતાં મેં કહ્યું.
“થઈ જશે આટલી બધી ઉતાવળ શું છે?”નિધિએ કહ્યું, “તે જ કહ્યું હતુંને સમય સમયનું કામ કરે છે”
“ચાલ તો હવે અહીં બેસીને મારાં ટાંટિયા દુઃખે છે”મેં મારા પગ દબાવતા કહ્યું, “તું કહે તો બગીચાનું ચક્કર લગાવીએ”
“નેકી ઔર પૂછપૂછ?”નિધિ મને ટેકો આપી ઉભી થઇ.અમે બંને લોનમાંથી બહાર આવ્યા.
ક્રિકેટના મેદાનની બાઉન્ટ્રીની જેમ મુખ્ય રસ્તો બગીચામાં ગોળ આકારે પથરાયેલો હતો.વચ્ચે નાના સેક્ટરમાં બીજા નાના રસ્તા એકબીજાને મળતા હતા.બધા જ રસ્તાની બાજુએ નાના-મોટા વૃક્ષો હતો.કેટલાક વૃક્ષો રસ્તા તરફ ઢળી ગયા હતા જે આ દ્રશ્યમાં ચાર ચાંદ લગાવતા હતા.
વહેલી સવારનાં કુણા તડકામાં વૃક્ષોના પર્ણ ચમકી રહ્યા હતા.થોડાં અંતરે લાઈનમાં ઘણાબધા કપલ્સ એકબીજામાં મશગુલ બનીને વાતો કરતાં હતાં.હું અને નિધિ આ દ્રશ્યો માણી રહ્યા હતા.
અડધો બગીચો ફર્યા હશું ત્યાં અમે બંનેની સામે જે દ્રશ્ય હતું તે જોઈને અમારા બંનેના પગ થંભી ગયા.સામે રસ્તાની એકબાજુમાં દીવાલ હતી અને બીજી બાજુએ બે ફુટ જેટલી ઊંચી પાળી.અહીં પણ કપલ્સ જ હતા પણ જુદી અવસ્થામાં.
કોઈ હોઠોનું રસપાન કરતું હતું તો કોઈ દીવાલે ટેકો આપી એકબીજાને હગ કરીને ઉભું હતું.એક નજારો મને ખૂબ જ પસંદ આવ્યો,એક છોકરી દીવાલે ટેકો આપીને ઉભી હતી.તેની સામે છોકરાએ દીવાલ પર હાથ રાખ્યો હતો અને બંને વાતો કરી રહ્યા હતા.
મેં પેલી બે ફૂટવાળી પાળી પર નજર કરી.ત્યાં પણ આ જ હાલ હતા.મેં નિધિ સામે જોયું.તે શરમાઈ રહી હતી.
“આ એ જ ખોપચુ એમને”મારાથી બોલાઈ ગયું.
“શું… શું કહ્યું તે?”નિધિએ પુછ્યું, “શું ખોપચુ?”
“અરે હું તો એમ કહેતો હતો કે આ રસ્તા પર એક બોર્ડ મારવું જોઈએ કે ખોપચા તરફ જવાનો રસ્તો આ બાજુ છે”
“એવું કોઈ બોર્ડ થોડું લાગે?,સમજી જવાનું હોય એ તો”નિધિએ કહ્યું.
“શું સમજી જવાનું હોય?”મેં પુછ્યું, “જરા સમજાવતો મને”
“એમાં શું સમજાવવા જેવું છે?,એકાંતની પળો માણવા માટે આનાથી સારી જગ્યા હોઈ શકે બીજી?”
“જવું આપણે ત્યાં?”મેં પુછ્યું.
“ઓડ ફિલ નહિ થાયને?”નિધિએ સામો પ્રશ્ન કર્યો.
“હું બીજી છોકરી પાસે જાઉં ત્યારે તું યાદ આવે એવી પળો તો માણવી જ પડશે,નહીંતર તું કેમ યાદ આવીશ?”મેં હસીને કહ્યું.
“વાતને ગોળ ગોળ ના ઘુમાવ, મન હોય તો કહી દે ને કે તારી સાથે પેલી દીવાલને ટેકો આપીને ઉભા રહેવું છે”
“એવું જ કંઈક”મેં ટૂંકમાં પતાવ્યું.નિધિનો હાથ પકડી અમે બંને એ દીવાલ તરફ આગળ વધ્યો.થોડાં થોડાં અંતરે કપલ્સ ઉભા હતા.અમે બંને પણ થોડી જગ્યા જોઈને સેટ થઈ ગયા.
મને ઓકવર્ડ ફિલ થવા લાગ્યું.આમ કોઈ સામે હોય અને કેવી રીતે કિસ કરવી?,ઈચ્છા તો ઘણી હતી પણ હિંમત નહોતી ચાલતી.મેં આજુબાજુ નજર કરી.તેના કારણે તો મારી મૂંઝવણ વધી ગઈ.બાજુમાં એક છોકરો તેની માશુકાના અંગો સાથે ગમ્મત કરતો હતો.મેં બીજી તરફ નજર ફેરવી લીધી પણ ત્યાં આ જ સિલસિલો શરૂ હતો.મને ભાન થયું કે મારા વિચારો હજી વીસમી સદીના છે.
(ક્રમશઃ)
જૈનીત અને નિધિ વચ્ચે જ્યારે વાત આગળ વધશે ત્યારે જૈનીતની હાલત કેવી થશે?,જૈનીત આગળ વધી શકશે?,આગળ વધશે તો કેવી રીતે?
સ્ટોરી કેવી લાગી એ જરૂર જણાવજો.કોઈ પણ જગ્યાએ ભૂલ હોય અથવા સ્ટૉરીની પકડ ઢીલી પડતી હોય તો પણ જણાવશો.મારી અન્ય સ્ટૉરી પ્રોફાઈલમાં છે જ.એ પણ જરૂર વાંચશો.અને આખરે વાંચતા રહો, જોકર – સ્ટૉરી એક લુઝરની.
-મેર મેહુલ
Contact - 9624755226



Rate & Review

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 years ago

yogesh

yogesh 2 years ago

Pragnesh Desai

Pragnesh Desai 2 years ago

Khyati Soni ladu

Khyati Soni ladu 2 years ago

Hina

Hina 2 years ago