Jokar - 24 in Gujarati Classic Stories by Mehul Mer books and stories PDF | જૉકર - સ્ટૉરી એક લુઝરની - 24

જૉકર - સ્ટૉરી એક લુઝરની - 24

જૉકર – સ્ટૉરી એક લુઝરની
ભાગ – 24
લેખક – મેર મેહુલ
શેફાલીને કારણે અમારી વચ્ચે જે ગેરસમજ થઈ હતી એ બાબતે સુલેહ થઈ ગયો હતો.તે દિવસ પછી હું શેફાલીને મળતો તો પણ નિધિને કોઈ પ્રૉબ્લેમ ના થતી.શેફાલી હવે મારી પણ એવી જ ફ્રેન્ડ થઈ ગઈ હતી.ત્રીજું સેમ પૂરું થયું ત્યાં સુધીમાં અમારું ત્રણનું એક ગ્રૂપ જ બની ગયું હતું.શેફાલી ક્લાસમાં પણ મારી બાજુમાં બેસવા લાગી હતી.હું શેફાલી સામે પણ નિધિને વહાલ કરતો.કદાચ નિધિને પસંદ પણ હતું.
એ ચોમાસાનો સમય હતો.એક દિવસ હું અને નિધિ વરસાદમાં ભીંજાય હતા એટલે તે બીમાર પડી ગઈ.મેં તેને એક દિવસ કૉલેજ ન આવવા કહ્યું.મારી ભૂલ હતીએ.મારે તેને નહોતું કહેવાનું.
કૉલેજ પુરી કરી હું અને શેફાલી કેન્ટીનમાં નાસ્તો કરતાં હતાં.એટલામાં જ વરસાદ શરૂ થઈ ગયો.આજે નિધિ સાથે નહોતી એટલે હું શેફાલી સાથે મોકળા મને વાતો કરી શકતો હતો.
“શેફાલી તું એટલી હોટ છે,તો પણ કેમ કોઈ બોયફ્રેન્ડ નથી?”મેં વાત છેડતાં પુછ્યું.
“હતોને એક,બ્રેકઅપ થયું પછી રિલેશનમાં ખાસ રસ રહ્યો નથી.હું દોસ્તો જોડે ખુશ છું”તેણે નિસ્પૃહ ભાવે કહ્યું.
“બ્રેકઅપનું કારણ?” મેં પૂછ્યું.
“એ જ વીસમી સદીનો ઘસાઈ ગયેલો ડાયલોગ,હું ઘણાબધાને ચીટ કરું છું.”શેફાલીએ વાળમાં આંગળીઓ પરોવી, “યાર કોઈ કેમ સમજતું નથી કે જેને તમે પ્રેમ કરો છો તેના પર વિશ્વાસ પણ રાખવો જોઈએ,હું બીજા છોકરા સાથે ફ્રેન્ડલી વાતો કરું છું તેનો મતલબ એવો તો નથીને કે મને એ બધાના ગમે છે”
“હોવ..હોવ..કૂલ યાર…તું કારણ વિના ગુસ્સો કરે છે.હું તો અમસ્તા જ પૂછતો હતો”
“તું જ મને કહે કોઈ તને આવીને એમ કહે કે નિધિ બીજા છોકરા સાથે કિસ કરતી હતી તો માની લે?”
“ના,હું પહેલાં નિધિને પૂછું.હકીકત શું છે એ જાણ્યા પછી જ હું કોઈ કદમ ઉઠાવું”મેં કહ્યું, “આમ પણ નિધિ પર મને વિશ્વાસ છે”
“એ ગધેડાને ક્યાં ખબર હતી?,તેના કોઈ દોસ્તે કહ્યું અને તેણે સીધું મારી જોડે બ્રેકઅપ કરી લીધું”
“બની શકેને તારો પીછો છોડાવવા તેને કોઈ કારણ જોઈતું હોય”મેં તર્ક કાઢ્યો.
“વૉટ ઍવર,તેને બ્રેકઅપ કરવું હતું મેં કરી લીધું વાત ખતમ”
થોડીવાર અમે ચૂપ બેસી રહ્યા.વાતાવરણ તંગ થઈ ગયું હતું.કારણ વિના જ મેં આ ટોપિક ઉઠાવ્યો હતો.
“બહાર જઈએ,મને ગૂંગળામણ થાય છે”શેફાલીએ સામેથી કહ્યું.
“વરસાદ શરૂ છે,બહાર ક્યાં જઈશું?”મેં પૂછ્યું.
“કેમ નિધિ સાથે હોય ત્યારે વરસાદ નથી નડતો?”શેફાલીનું મૂડ હજી ખરાબ હતું.
“તું નિધિ નથીને?”મેં કહ્યું અને ઉભો થયો, “મજાક કરું છું, ચાલ બહાર ઉભા રહીએ”
અમે બંને પાર્કિંગમાં આવીને ઊભા રહ્યા.વાતાવરણ પણ માણવા જેવું હતું.મને નિધિની યાદ આવી ગઈ.મેં શેફાલી સાથે સેલ્ફી લીધી અને નિધીને સેન્ડ કરી.સાથે તેને જેલેસ ફિલ કરાવવા ‘#બીજી_ગર્લફ્રેન્ડ_સાથે’ એવું લખ્યું.તેનાં વળતાં જવાબમાં આંખોમાં હાર્ટ દોરેલાં ત્રણ ઇમોજી આવ્યા.હું નિધિ સાથે મૅસેજમાં વાતો કરવામાં મગ્ન હતો એટલામાં શેફાલીએ બેગમાંથી સિગરેટ કાઢી.
“તું સિગરેટ પીવે છે?”મેં મોટી આંખો કરીને પુછ્યું.
“કેમ ના પીવાય?”તેણે સામે પ્રશ્ન કર્યો.
“નિધિને ખબર છે?”
“એ હોય ત્યારે નથી પીતી”સિગરેટ સળગાવી તેણે કહ્યું, “તું નથી પીતો?”
“ગામડે હતો ત્યારે ટેસ્ટ કરવા માટે બીડીના ઠુંઠા સળગાવેલા.પણ ના મજા આવી એટલે નથી પીતો”હસતાં હસતાં મેં કહ્યું.
“સિગરેટ ટ્રાય કરી જો,કદાચ મજા આવે”તેણે સિગરેટ ધરીને કહ્યું.
“ના”મેં કહ્યું.
તેણે મને સમજાવ્યો,“અરે હું નિધિને નહિ કહું,અને એકવાર સિગરેટ પીવાથી આદત નથી પડી જતી”
મારી ઈચ્છા તો હતી જ અને તેણે ધક્કો માર્યો એટલે મેં સિગરેટ હાથમાં લીધી અને એક કશ ખેંચ્યો.તરત જ મને ઉધરસ આવી.મારી છાતીમાં બળતરા થવા લાગી.મેં સિગરેટ તેના હાથમાં થમાવી દીધી અને કહ્યું, “શું છે યાર આ,શેરડો સીધો છાતીમાં પડ્યો”
“અત્યારે નહિ સમજાય તને,જ્યારે ડગળી ચસકી જશે અને એક કશ ખેચીશ ત્યારે તને આનું મહત્વ સમજાશે. દવા છે આ દવા”
“મારે નહિ જોઈતી આવી દવા,હું તેના વિના કંટ્રોલ કરતો આવ્યો છું અને કરતો આવીશ”મેં છાપરાં પરથી ઝરતાં પાણી તરફ નજર કરીને કહ્યું, “અને તું સિગરેટ ના પીવે એ જ તારા માટે સારું છે”
એ થોડીવાર ચૂપ રહી.મને લાગ્યું એ હમણાં આ સિગરેટ રીલેટેડ કોઈ વાત ઉખાળશે અને થયું પણ એવું.
તેણે કહ્યું, “એ મને એમ કહેતો મેં મને કિસ કરતાં નથી આવડતું”
તેની આ વાત પર હું હસી પડ્યો.રૂમની હોટેસ્ટ છોકરીને કિસ કરતાં ના આવડે એ શક્ય છે?
“હસ નહિ,એ ગયો પછી રોજે આ સિગરેટને કિસ કરું છું અને મને કોઈ દિવસ તેણે ફરિયાદ નથી કરી”
“તારા માટે તો પેલો ડાયલોગ સ્યુટ કરે છે”મેં તેને ડાયલોગ કહી સંભળાવ્યો, ‘બેવફા સનમ સે તો સિગારેટ અચ્છી,દિલ જલાતી હૈ પર હોઠો સે તો લગતી હૈ”
“હાહા,વેરી ફની,એ સનમ નહોતી સનમો હતો”
અમે બંને હસી પડ્યા.
“સાચે તને કિસ કરતાં નથી આવડતું?”મને તેની વાત જાણવામાં રસ પડ્યો.
“તું જ ચેક કરી લે મને કિસ કરતાં આવડે છે કે નહિ”તેણે
આંખ મારી મારા તરફ ચહેરો ઘુમાવતાં કહ્યું,”આજે તો નિધિ પણ નથી.તને સારો મોકો મળ્યો છે”
“ના બાબા ના,કિસ નહિ હો.હું ભલો અને મારી નિધિ ભલી”હસતાં હસતાં મેં કહ્યું.તે મારી વધુ નજદીક આવી.
“ના,આજે તે જ પૂછ્યું એટલે તારે જ ચેક કરવું પડશે”તે થોડી વધુ નજીક આવી.
“મજાક છોડ,કોઈક જોઈ જશે તો ગલતફેમી થશે”મેં તેને દૂર હડસેલી.એ મજાકના મૂડમાં હતી કે પોતે સરખી કિસ કરી શકે કે નહિ એ જાણવા ઇચ્છતી હતી એ મને ખબર નહિ પણ એ મારી તરફ આગળ વધતી જતી હતી.
“જો પાછળ નિધિ ઉભી”હું જોરથી ચિલ્લાયો.મારો ફોન રણક્યો.એ અટકી ગઈ.તેણે પાછળ ફરીને જોયું.હું હસવા લાગ્યો અને ફોન રિસીવ કરવા પોકેટમાં હાથ નાખ્યો.હું શરૂ વરસાદે પણ બહાર દોડી ગયો.સામે વડનું ઝાડ હતું હું તેના થડ નીચે જઈ ઉભો રહ્યો.એ દોડીને મારી પાછળ આવી.
“અલી તે આજે સવારથી જ કિસ કરવાનું નક્કી કરી લીધું હતું?” તેના બંને હાથ પકડી તેને મારાથી દૂર કરવાની હું કોશિશ કરતો હતો.હું તેને આરામથી દૂર કરી શક્યો હોત પણ તેની આવી હરકતોથી હું પણ એક્સાઇટેડ થઈ રહ્યો હતો.
“બસ શેફાલી,મજાક બંધ કર”મારા પર સંયમ મેળવતા મેં કહ્યું અને તેને ધક્કો દઈને દૂર હડસેલી.
“તું જ મને હોટ કહે છે,હોટ છોકરીને કિસ ના કરાય?”તે મને વધુ ઉત્તેજિત કરતી હતી, “તું છોકરો જ છે ને?”
“મારે ગર્લફ્રેન્ડ છે અને તેને હું રોજ કિસ કરું છું”સફાઈ આપતાં મેં કહ્યું.
“તો શું થયું?,તું એકવીસમી સદીમાં છે બકા.એક છોકરીને જ કિસ કરવી એવું જરૂરી નથી.”એ મને સમજાવવાના નાહક પ્રયત્નો કરતી હતી.તેણે મારા ખભા પર બંને હાથ રાખ્યા.તે જેટલા પ્રયત્નો કરતી હતી મારું મન તેનાથી દૂર થવામાં એટલું જ મજબૂત થતું જતું હતું.
“હું ભલે એકવીસમી સદીમાં હોઉં,પણ હું હજી વીસમી સદીના જ વિચારો ધરાવું છું”મને તેની મનશા સાફ સાફ દેખાતી હતી.એ કોઈ મજાક નહોતી કરતી.પોતાના એક્સની વાતોની ભાડાસ કાઢવાની કોશિશ કરતી હતી.
મારી વાત સાંભળી તેનો ચહેરો પડી ગયો.મેં ખોટું તો નહોતું જ કહ્યું,વીસમી સદીના વિચારો ઉત્તમ જ હતા.તેણે મારા ખભા પરથી બંને હાથ હટાવી લીધા અને કહ્યું, “તેનો મતલબ એમ થયો એ સાચું કહેતો હતો..
“મારો કહેવાનો મતલબ એવો નથી.તને કિસ કરતાં આવડે છે કે નહીં એ તને ખબર પણ મારી સાથે જબરદસ્તી કરવાનો કોઈ મતલબ…..”
મારી વાત અધૂરી રહી ગઈ.એ ઝડપથી મારી નજીક આવી અને મારા હોઠોને ચૂમવા લાગી.હું સ્તબ્ધ થઈ ગયો.મારા શરીરમાં ફરી એ ઝણઝણાટી પસાર થઈ ગઈ.નિધિ આ બધું જોશે તો શું થશે એ વિચાર પણ આવ્યો.પણ ક્લાસની હોટેસ્ટ છોકરી મને કિસ કરી રહી હતી.જેની પાછળ પૂરા કલાસના છોકરા નહિ પણ લગભગ પુરી કૉલેજના છોકરા લટ્ટુની જેમ ફરતાં હતા એ મારામાં રસ દાખવતી હતી.તેના અંગોના વળાંક વિશે,તેના ઉરોજ વિશે ચર્ચા કરતાં છોકરાઓને મેં સાંભળેલા.તેના ફિગર પાછળ તો હું પણ ઘાયલ હતો.એ છોકરી મને કિસ કરી રહી હતી.
શરૂઆતમાં હું વિચારોમાં ખોવાયેલો હતો એટલે તેને હું દૂર પણ ના કરી શક્યો અને જ્યારે હું ભાનમાં આવ્યો ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું.હું તેના વશમાં આવવા લાગ્યો હતો.હું પણ તેને સહકાર આપવા લાગ્યો.તેણે મારો હાથ પકડી તેના ઉરોજ પર રાખી દીધો.મારી ઉત્તેજના ઔર વધી.હું પૂરેપૂરો તેના વશમાં હતો.
એ જ સમયે….
(ક્રમશઃ)
શું થઈ ગયું જૈનીત સાથે!!, એ નિધિના પ્રેમમાં પાગલ હતો અને અત્યારે બીજી છોકરીના વશમાં.શું થયું હશે આગળ?,નિધિ આવી પહોંચી હશે કે કોઈ બીજું?,શું થશે જ્યારે નિધીને આ વાતની ખબર પડશે.
સ્ટોરી કેવી લાગી એ જરૂર જણાવજો.કોઈ પણ જગ્યાએ ભૂલ હોય અથવા સ્ટૉરીની પકડ ઢીલી પડતી હોય તો પણ જણાવશો.મારી અન્ય સ્ટૉરી પ્રોફાઈલમાં છે જ.એ પણ જરૂર વાંચશો.અને આખરે વાંચતા રહો, જોકર – સ્ટૉરી એક લુઝરની.
-મેર મેહુલ
Contact - 9624755226


Rate & Review

Parul

Parul 2 years ago

Pragnesh Desai

Pragnesh Desai 2 years ago

Khyati Soni ladu

Khyati Soni ladu 2 years ago

Hina

Hina 2 years ago

Asha Dave

Asha Dave 2 years ago