Jokar - 29 in Gujarati Classic Stories by Mehul Mer books and stories PDF | જૉકર - સ્ટૉરી એક લુઝરની - 29

જૉકર - સ્ટૉરી એક લુઝરની - 29

જોકર – સ્ટૉરી એક લુઝરની
ભાગ – 29
લેખક – મેર મેહુલ
મને સમાજ સેવા કરવાનો બિલકુલ શોખ નહોતો છતાં નિધુના કહેવાથી મેં કૉલેજમાં ચાલતાં કાંડનું સ્કેમ કરવાનું બીડું ઉપાડી લીધું હતું.મને એક વાત હજી નહોતી સમજાતી, કૉલેજનો પ્રોફેસર મારાં જેવાં મામુલી છોકરાને કોલેજમાંથી કાઢીને કરવાં શું માંગતો હતો! મેં તો તેનાં કામમાં કોઈ દિવસ દખલગીરી નહોતી કરી.અરે મને તો નિધિએ કહ્યું ત્યારે આ બધી વાતની ખબર પડી હતી.તેણે આવું શા માટે કર્યું એ વાત જાણવા હું પણ હવે બેચેન થઈ રહ્યો હતો.એટલે જ મેં બકુલને પોતાની જાળમાં ફસાવી લીધો હતો.
હું તેને સિગરેટના બહાને કોલેજ બહાર લઈ આવ્યો હતો.
“તારાં કારણે શેફાલી બદનામ થઈ છે એ વાત તારે સ્વીકારવી પડશે”મેં બે સિગરેટ સળગાવી એક તેનાં હાથમાં આપતાં કહ્યું, “અને તારે એ બદનામીનું વળતર આપવું પડશે”
તેણે સિગરેટનો કશ ખેંચ્યો.વિચારવા માટે એ દસેક સેકન્ડ અટક્યો.
“કેવી રીતે?,મેં તો કોઈ દિવસ તેની સાથે વાત પણ નથી કરી અને હવે એ મારી સાથે વાત કરવા થોડી રાજી થાય?”
“તું બસ એકવાર તેની નજરમાં હીરો બની જા”મેં કહ્યું, “પછી સામે ચાલીને એ તારી સાથે વાત કરશે”
“પણ એવું તો હું શું કરું?”તેણે પૂછ્યું.
“એક્સપોઝ”મેં કહ્યું, “આ બધાં હરામીઓને એક્સપોઝ કરીશ તો શેફાલી સાથે ઘણીબધી છોકરીઓ બચી જશે”
બકુલે સિગરેટનો કશ ખેંચ્યો હતો.મારી વાત સાંભળી તેને દમ ચડી ગયો.
“શું બકવાસ કરે છે તું?,એ લોકોને એક્સપોઝ કરવા એટલે આગમાં હાથ નાંખવા જેવું થયું”બકુલે તાડુકીને કહ્યું.
“એ લોકોને ખબર પડશે તો ને?”મેં કહ્યું, “આપણે એવો પ્લાન બનાવીશું જેથી એ લોકો ખુલ્લાં પડી જાય અને આપણું નામ પણ ના આવે.મારી ઈજ્જતને ધૂળમાં મેળવી છે આ લોકોએ,તેઓના પર માછલાં ના ધોવરાવું તો મારું નામ પણ જૈનીત જોષી નહિ”
“મારું નામ બહાર આવેને,તેનું શું?હું તો વાંક વગરનો ફસાઈ જાઉં”બકુલે કહ્યું.
“તારી જવાબદારી હું લઉં છું,તારાં પર આંગળી ઉઠાવતાં પહેલાં તેઓને મારો સામનો કરવો પડશે”બકુલને વિશ્વાસમાં લેવાં માટે મેં વાત પર વધુ માખણ લગાવીને કહ્યું.
“જો મારું નામ ન આવતું હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી”આખરે એ મારી વાત સાથે સહમત થયો.મેં હળવી મુસ્કાન કરી.
“તારો નંબર આપી દે,હું વિચારીને તને કૉલ કરું”મેં કહ્યું.
અમે બંનેએ નંબરની આપ-લે કરી.કોઈ અમને સાથે જોઈ જાય તો મુશ્કેલી પડે,એ માટે બધી ચર્ચા કૉલેજ બહાર કરવાનું નક્કી કરી અમે બંને છુટા પડ્યા.
જોશમાંને જોશમાં મેં એક જંગ તો છેડી દીધી હતી પણ તેનાં પરિણામ માઠાં આવવાના હતા કે મીઠાં એનાથી હું બેખબર હતો.
*
અમે ડેરી-ડોનમાં આવ્યા હતા.આજે નિધિ સાથે શેફાલી પણ હતી.દિવસ ડૂબવાની તૈયારીમાં હતો.બહાર ઘીમાં છાંટે વરસાદ વરસતો હતો.હું છેલ્લી પાંચ મિનિટથી બારણાં તરફ નજર કરી વિચારોમાં મગ્ન થઈ બેઠો હતો.
“શું થયું જૈનીત”નિધિએ ચપટી વગાડી મારું ધ્યાન ભંગ કરીને પૂછ્યું.
“કામ થઈ ગયું,બકુલ આવે છે અહીં.મેં તેને બોલાવ્યો છે”મેં બનાવટી સ્મિત સાથે કહ્યું.
“હા તો એમાં તારો ચહેરો કેમ કરમાઇ ગયો?”નિધિએ મારા હાથ પર હાથ રાખી વહાલથી પૂછ્યું.
આંખોની પાંપણ ઝુકાવી મેં તેને નિશ્ચિત રહેવા કહ્યું.તેણે પણ સ્મિત વેર્યું.આવા સંજોગોમાં એ મારી માનસિક પરિસ્થિતિ સમજી ગઈ એ જાણી મને ખુશી થઈ.ખરેખર મારો ચહેરો કરમાઇ ગયેલો હતો.કોઈપણ પ્રકારના અભ્યાસ વિના મેં મોટું સાહસ ખેડી લીધું હતું.ગનીમત એ રહી હતી કે હજી બધું બરોબર ચાલતું હતું.
“કૉલ કરને બકુલને,કેટલી વાર લાગશે”કાંડા ઘડિયાળ તરફ નજર કરીને નિધિએ કહ્યું.
“લો આવી ગયો”દરવાજા તરફ ઈશારો કરતાં મેં હાથ ઊંચો કર્યો.બકુલ સંકોચ સાથે મારી પાસે આવીને બેસી ગયો. એ પણ થોડો ભીંજાઈ ગયો હતો.
મેં નજાકતથી કામ લીધું.શેફાલી અને બકુલ આમને-સામને હતા એટલે વાત વણસવાની સંભાવના વધુ હતી.જો કે નિધિએ પહેલેથી જ શેફાલીને સમજાવી દીધી હતી પણ હાલ તેને જોતાં મને શેફાલી પર શંકા જતી હતી.
“ઓર્ડર આપીએ?”મેં પૂછ્યું.
“સ્યોર,આપણાં બંનેની સ્પેશિયલ કૉફી વિથ કમ શુગર.શેફાલી તારે શું ચાલશે?”નિધિએ કહ્યું.
“મારા માટે પણ કૉફી મંગાવી લે”શેફાલીએ મૂછમાં હસીને કહ્યું, “સ્પેશ્યલ બંને માટે”
“હાહાહા”હું હસી પડ્યો.શેફાલી અત્યારે સાથ આપતી હતી એ વાત મારા માટે સારી હતી.ઓર્ડર આપી મેં મુદ્દાની વાત છેડી.
“બકુલ,આપણે બંનેને એક કામ કરવાનું છે”મેં કહ્યું, “બી.સી.પટેલના લેપટોપમાંથી બધા વીડિયો લઈ નિધી અને શેફાલીને આપવાના છે.કંઈ કંઈ છોકરીને તેણે બ્લૅક મેઈલ કરી છે એ આ લોકો જોઈ લેશે.પછી આપણે એ લોકોને વિશ્વાસમાં લઈને પોલીસ ફરિયાદ કરીશું”
“એને કહેજે,કોઈ વીડિયો જુએ નહિ”શેફાલીએ વચ્ચે ટપકું મુક્યું.
“એટલો પણ ખરાબ નથી હું”બકુલે કહ્યું, “ અને હું તારો ગુન્હેગાર છું.તું જે સજા આપે એ કબૂલ છે મને”
એટલામાં કૉફી આવી ગઈ.
શેફાલીએ કપ હાથમાં લઈ એક ઘૂંટ ભર્યો અને કહ્યું“તને સજા આપીને શું મળશે મને?,જે બેઇજતી થઈ છે અમારી એ બદલી શકે તું?”
“તેણે ભૂલ સ્વીકાર લીધી એ મહત્વનું છે શેફાલી ”મેં કહ્યું, “આપણે તેને પ્રાશ્ચિત કરવાનો એક મોકો આપવો જોઈએ”
“હા શેફાલી,એક ભૂલ તો બધાને માફ હોય છે”નિધીએ પણ શેફાલીને સમજાવતાં કહ્યું.
“આપણે ટિમ બનીને કામ કરવાનું છે,તમે બંને વાત કરી લો અમે બંને બહાર ટહેલીએ છીએ”નીધિને ઈશારો કરી મેં બહાર આવવા ઈશારો કર્યો.
બારણે પહોંચી હું પાછળ ફર્યો.બકુલ મારી સામે જ જોતો હતો.મેં આંખ મારી અંગુઠો બતાવ્યો અને બહાર નીકળી ગયો.અમે બહાર આવ્યા ત્યારે આછું અંધારું થઈ ગયું હતું.વરસાદની મોસમ હતી અને હજી થોડાં સમય પહેલાં જ મેહુલો વરસી ગયો હતો એટલે ભીડ પણ સાવ ઓછી હતી.વરસાદની ખુશ્બુ હજી વાતવરણમાં મહેસુસ થતી હતી.રસ્તાના કાંઠે રહેલા વૃક્ષોના પર્ણો પરથી પાણીની બુંદો ટપકતી હતી.
રોમાંસ માટે એકદમ સાનુકૂળ વાતવરણ હતું.આ સમયે જે વ્યક્તિની જરૂર હતી એ બાજુમાં જ હતી.મેં તેની સામે જોયું.એ પણ મારી સામે જ જોતી હતી.હવે તો ઈશારો કરવાની પણ જરૂર નહોતી.અમે બંને કેફેથી થોડે દૂર ગયાં.કોર્નર શોધ્યો અને હોઠોના રસપાનમાં વ્યસ્ત થઈ ગયા.
થોડીવાર પછી મેં તેને ફોરહેડ કિસ કરી અને બાંહોમાં સમેટી લીધી.હું તેનાં માથાં પર હાથ રાખી વાળ પસવારતો હતો.એ મારાં શર્ટની કોલરને ઝકડીને ઉભી હતી.
સારો સમય મુઠીમાં રહેલી રેતી જેવો હોય છે. મુઠીમાં રહેલી રેતને મુઠીમાં જેટલી બચાવવાની કોશિશ કરો છો એ એટલી જ ઝડપથી સરકતી જાય છે. સારા સમયનું પણ એવું જ હોય છે. તેમાં ગમે એટલી સારી યાદો કેદ કરવાની કોશિશ કરો છતાં સમય જલ્દી પસાર થઈ ગયો એવો અહેસાસ થાય છે.
નિધિ અને હું હજી બે મિનિટ જ એ અવસ્થામાં ઉભા રહ્યા હશું ત્યાં નિધીનો ફોન રણક્યો.તેણે ડિસ્પ્લે પર નજર કરી. મારી સામે જોઈ મને ચૂપ રહેવા ઈશારો કર્યો.
“બોલો પપ્પા”નિધીએ કહ્યું.
“શેફાલી સાથે છું ” “દસ મિનિટમાં પહોંચી”
“ઠીક છે પપ્પા,હું આવી જાઉં છું”
નિધીએ ફોન કટ કર્યો.
“શું કહ્યું અંકલે?”મેં પૂછ્યું.
“જલ્દી ઘરે પહોંચવા કહ્યું છે. કામ હશે કંઈક. હું નીકળું છું.તું બંનેને સંભાળી લેજે”ઉતાવળમાં તેણે મને હગ કર્યો,કિસ કરીને એ ઓટો સ્ટેન્ડ તરફ ચાલી ગઈ.
હું કેફે બહાર ઉભો રહ્યો.બકુલ અને શેફાલી હજી અંદર વાત કરતાં હતાં.નિધીએ શેફાલીને બધું સમજાવી દીધું હતું. બંનેને એકાંતમાં વાત કરાવવી એ અમારાં પ્લાનનો જ હિસ્સો હતો.નિધિના કહેવા મુજબ કોઈ છોકરાં સાથે જો છોકરી વાત કરે તો તેની અસર વધુ પડે છે.શેફાલીને કોઈ વાત નહોતી કઢાવવાની.તેને તો માત્ર બકુલને સાચવવાનો હતો. હું એ બંનેને જોઈને હસી રહ્યો હતો.જબરદસ્ત સીન હતો એ.
થોડીવાર પછી બંને બહાર આવ્યા.
“નિધિ ક્યાં ગઈ?” શેફાલીએ પૂછ્યું.
“એનાં પપ્પાનો કૉલ આવ્યો હતો એટલે એ નીકળી ગઈ છે”મેં કહ્યું.
“મને હવે બકુલ સાથે કોઈ પ્રૉબ્લેમ નથી”શેફાલીએ બકુલ સામે જોઈ સ્મિત સાથે કહ્યું,“તમે લોકો તમારું કામ બની શકે એટલી ઝડપથી પતાવી દો”
“હા બની શકે એટલી જલ્દી,થોડાં દિવસથી પ્રોફેસર રોજ નવા શિકાર કરે છે”બકુલે કહ્યું.
“બસ હવે નહિ” મેં દાંત ભીસ્યાં અને મુઠ્ઠી વાળી, “હવે પછી એ નરાધમ કોઈ છોકરીની લાઈફ બરબાદ નહિ કરી શકે”
(ક્રમશઃ)
જૈનીતના મગજમાં શું ચાલતું હતું?, શું જૈનીત અને બકુલ પ્રોફેસરને એક્સપોઝ કરી શકશે? કોઈ દિવસ નહીને આજે કેમ નિધીને ઘરે બોલાવવામાં આવી હતી?
સ્ટોરી કેવી લાગી એ જરૂર જણાવજો.કોઈ પણ જગ્યાએ ભૂલ હોય અથવા સ્ટૉરીની પકડ ઢીલી પડતી હોય તો પણ જણાવશો.મારી અન્ય સ્ટૉરી પ્રોફાઈલમાં છે જ.એ પણ જરૂર વાંચશો.અને આખરે વાંચતા રહો, જોકર – સ્ટૉરી એક લુઝરની.
-મેર મેહુલ
Contact - 9624755226

Rate & Review

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 years ago

Krishna Thobhani

Krishna Thobhani 2 years ago

Pragnesh Desai

Pragnesh Desai 2 years ago

Minal Patel

Minal Patel 2 years ago

Hina

Hina 2 years ago