Jokar - 46 in Gujarati Classic Stories by Mehul Mer books and stories PDF | જોકર – સ્ટૉરી એક લુઝરની – 46

જોકર – સ્ટૉરી એક લુઝરની – 46

જોકર – સ્ટૉરી એક લુઝરની
ભાગ – 46
લેખક – મેર મેહુલ
આબુમાં મને ક્રિશા નામની એક છોકરી મળી હતી. હું હંમેશા જ્યાં બેસી મારો ભૂતકાળ યાદ કરતો ત્યાં આવી એ મારી સાથે બેસવા લાગી.તેના માતા-પિતા આ દુનિયામાં નહોતાં.એ વાત જાણી મને દુઃખ થયું.મેં તેને પછીના દિવસે મારી દુકાન પર આવવા કહ્યું.
સવારના પાંચ થયાં હતાં.આદત મુજબ હું મારી દુકાન તરફ ચાલતો થયો.મારી દુકાન હું રહેતો ત્યાંથી પાંચ કિલોમીટર જેટલી દૂર થતી.હું રોજ આ સફર ચાલીને કાપતો.અહીં સવારે 0° સુધી તાપમાન નીચે ચાલ્યું જતું.અહીં સવારે ચાલવાની મજા જ કંઈક અલગ હોય છે.પંચાવન મિનિટમાં હું મારી દુકાને પહોંચી ગયો.
ક્રિશા મારી પહેલાં આવી રસ્તા પર ઉભી હતી.
“ગુડ મૉર્નિંગ”તેણે કહ્યું.
“શુભ સવાર”મેં હાથની હથેળી ઘસતાં જવાબ આપ્યો.
“ક્યાં છે મારું સરપ્રાઈ?”તેણે આતુરતાથી પૂછ્યું.
“આટલી બધી ઉતાવળ ના કર”મેં કહ્યું,“ચાલ મારી સાથે.તને તારું સરપ્રાઈઝ મળી જશે”
અમે બંને ચાલતાં થયા.ક્રિશા તેનાં અંકલ વિશે વાત કરી રહી હતી.ક્રિશા અને તેના અંકલ પણ સવારે વોકિંગ માટે જતાં.તેનાં અંકલ નામ પ્રમાણે જ સ્વભાવે પણ હસમુખ હતા.ક્રિશા તેઓને અંકલ કમ ફ્રેન્ડ વધુ સમજતી.
હું ક્રિશાને એક એવી જગ્યા પર લઈ જઈ રહ્યો હતો જ્યાં કોઈ ટુરરિસ્ટ જઈ ના શકતું.અચલગઢથી થોડાં કિલોમીટર આગળ શૂટિંગ પોઇન્ટથી એક સાંકડી કેડી પડતી હતી.હું ક્રિશાને એ તરફ લઈ ગયો.
“જૈનીત”ક્રિશાએ કહ્યું, “આટલાં અંધારામાં તું મને ક્યાં લઈ જાય છે?”
“તું બસ ચાલતી રહે”મેં કહ્યું, “થોડીવારમાં તે કોઈ દિવસ નહી જોયો હોય એવો નજારો તારી સામે હશે”
“તું મને એકાંતમાં લઈ જઈને…..?”ક્રિશાએ હસીને કહ્યું.
મને નિધિ યાદ આવી ગઈ. તેણે પણ મને એકવાર આવું કહ્યું હતું.
“વિશ્વાસ રાખ”મેં કહ્યું, “તું અહીં મારી જવાબદારી છો”
“અરે હું તો મજાક કરતી હતી”ક્રિશા ફરી હસવા લાગી.
લગભગ એક કલાક પછી અમે બંને એ જગ્યા પર પહોંચી ગયા.સાત વાગી ગયાં હતાં,સૂરજ નિકળવાની તૈયારી કરી રહ્યો હતો.મેં ક્રિશાને આંખો બંધ કરવા કહ્યું.ક્રિશાએ મારી સુચનાનું અમલ કરીને આંખો બંધ કરી.થોડીવારમાં સૂરજનું પહેલું કિરણ તેનાં ચહેરા પર પડ્યું એટલે મેં તેને આંખો ખોલવા કહ્યું.
“વૉવ..ઓહ માય ગોડ જૈનીત”ક્રિશાની સામે જે નજારો હતો એ જોઈને એ મંત્રમુગ્ધ થઈ ગઈ હતી.
સનસેટ પોઇન્ટ પરથી ડૂબતો સૂરજ જોઈ શકાતો તો અહીંથી ઉગતો સૂરજ જોઈ શકાતો હતો.આ જગ્યાની એક ખાસ વાત હતી.આ ટેકરીને જ સમકક્ષ વાદળો હતા.તેથી નીચે નજર કરતાં સુંદર ઘાટી જોઈ શકાતી હતી અને ઉપર નજર કરતાં ઉગતો સૂરજ નજરે ચડતો હતો.
“સાચે જૈનીત મેં આ નજારો ક્યાંય નથી જોયો”ક્રિશા વાદળોની ઉપર નીચે નજર કરતાં હસી રહી હતી.
“મેં પણ નહોતો જોયો, પછી અહીંના લોકલ બોયે મને આ જગ્યા બતાવી.ક્યારેક વહેલાં આવી હું અહીં બેસું છું”મેં કહ્યું.
“થેંક્યું યું સો મચ મને અહીં લાવવા માટે”તેણે આભાર માનતા કહ્યું.
“તું અહીં ફરવા માટે આવી છે”મેં કહ્યું, “કાલે મારા કારણે તારો મૂડ ખરાબ થયો હોય એવું મને લાગ્યું એટલે મેં વિચાર્યું આ દ્રશ્ય બતાવી તારો મૂડ સારો કરી દઉં”
“એવું કંઈ નથી”ક્રિશાએ હસીને કહ્યું, “ક્યારેક સ્થળ અને સંજોગો મળી જાય તો એવું થાય”
“તું લેખક બનવા માંગે છે ને,મને નથી લાગતું તારા માટે દૃશ્યનું વર્ણન કરવા માટે આનાથી સારો કોઈ નજારો હશે”
“સાચી વાત”ક્રિશાએ કહ્યું, “અત્યારે મન ભરીને આ નજારો જોઈને હું મારી મુસાફરીનો અનુભવ લખીશ”
“તું તે દિવસે કેમ રડતો હતો?”થોડીવાર ચૂપ રહ્યા પછી ક્રિશાએ પૂછ્યું.
હું ઉડતાં વાદળો પર મીટ માંડીને બેઠો હતો.હું ભૂતકાળમાં ફરી જવા નહોતો માંગતો.હું સમાજ સેવા કરી રહ્યો છું એવું જણાવી મારે કોઈની વાહ વાહ નહોતી લૂંટવી.
“હું એકલો રહેવાનું પસંદ કરું છું ક્રિશા”મેં હકીકત છુપાવતાં કહ્યું, “પણ ક્યારેક એકલતાં જ માણસને કોરી ખાય છે”
“તું મેળાવડા સ્વભાવનો જણાય છે”ક્રિશાએ કહ્યું, “તો એક એકલો રહેવાનું પસંદ કરે છે?”
“સમય, સંજોગો અને અનુભવ માણસને બદલી નાંખે છે”મેં કહ્યું, “આની સામે માણસ લાચાર થઈ જાય છે,ઇચ્છવા છતાં કશું નથી કરી શકતો”
“સાચી વાત” ક્રિશાએ કહ્યું.
“આપણે આ વાતવરણની મજા માણવા આવ્યા છીએ”મેં હસીને કહ્યું, “ તું વાતાવરણ તંગ થાય એવી વાતો ના કરે તો વધુ મજા આવશે”
“મારી ભૂલ બસ”ક્રિશાએ હસીને કહ્યું.
અમે બંનેએ અડધી કલાક ત્યાં બેસીને વાતો કરી. પછી હું ક્રિશાને મારી દુકાને લઈ આવ્યો.તેને મેં એક રાજસ્થાની પગરખાં પસંદ કરીને આપ્યા.બદલામાં તેણે પણ પોતાની મનપસંદ એવી રિંગ મને યાદગારી માટે આપી.
સમય જતાં વાર ન લાગી.અઠવાડિયું પલક જપકતાં નિકળી ગયું.આ અઠવાડિયામાં ક્રિશા રોજ મને મળતી,અમે બંને જુદાં જુદાં સ્થળો પર જતાં અને કલાકો સુધી વાતો કરતાં.જતાં સમયે ક્રિશાએ મને કોન્ટેકટમાં રહેવાનું કહી મોબાઇલ નંબર આપ્યો.એ મને પસંદ કરવા લાગી હતી એવું મને લાગ્યું.
ક્રિશા જતી રહી પછી પણ અમે બંને થોડો સમય સંપર્કમાં રહ્યા.મારાં કારણે ક્રિશાને કોઈ પ્રૉબ્લેમ થાય એવું હું નહોતો ઇચ્છતો એટલે મેં ધીમે ધીમે તેની સાથે સંપર્ક તોડી નાંખ્યો.
સમય પસાર થતો રહ્યો.હું મારાં મિશનને આગળ કેવી રીતે ધપાવવું એ વિચારતો હતો.મારે કોઈ પણ સંજોગોમાં વિક્રમ દેસાઈ સુધી પહોંચવું હતું.એના માટે હું સામ,દામ,દંડ અને ભેદમાંથી કોઈ પણ રસ્તો અપનાવવા તૈયાર હતો.મારાં મગજમાં થોડો પ્લાન તો બની જ ગયો હતો બસ એ પ્લાનને યોગ્ય સમય આવતાં ઑપ આપવાનો હતો.
મારે ઘણી બધી તૈયારીઓ કરવાની હતી.એકવાર મેં જે ભૂલ કરી હતી એ હું દોહરાવવા નહોતો માંગતો.હવે કોઈ પણ સંજોગોમાં મારો ચહેરો દુનિયા સામે ના આવે એવી તૈયારી કરવાની હતી.એ માટે મેં મારાં વાળ ખભાથી થોડે નીચે સુધી લંબાવ્યા હતા.રોજ કસરત કરી શરીરને કસી લીધું હતું.
હું આબુમાં દોઢ વર્ષ રહ્યો.આટલાં સમયમાં નિધીનો એક પણ કૉલ કે મેસેજ નહોતો આવ્યો એનો મતલબ હતો એ મને ભૂલી ગઈ હતી.હું ફિલ્મી સ્ટોરીમાં બિલિવ નથી કરતો એટલે મેં તેને ફરી પામવાની ઈચ્છા પણ મારી નાંખી હતી. મારું માત્ર એક જ લક્ષ્ય હતું.વિક્રમ દેસાઈ અને માત્ર વિક્રમ દેસાઈ.
દોઢ વર્ષ પછી હું સુરત પરત ફર્યો હતો.બકુલની મદદથી હું વાયા વાયા થઈને સુરત આવ્યો.બકુલ એક જ વ્યક્તિ હતો જેણે મને પૂરેપૂરો સાથ આપ્યો હતો. શેફાલીના લગ્ન થઈ ગયા હતા એટલે સાસરે જતી રહી હતી અને નિધિ તો….
બકુલને હું દોઢ વર્ષ પછી મળ્યો ત્યારે એ મને ભેટી પડ્યો.અમે બંનેએ બેસીને પૂરો દિવસ વાતો કરી.મારાં ગયાં પછી સુરતમાં કંઈ કંઈ ઘટનાઓ બની તેની એણે મને વિગતવાર માહિતી આપી.આ દોઢ વર્ષમાં કેટલીય છોકરીઓની જિંદગી બરબાદ થઈ ગઈ હતી. મારે એ બધાં વતી બદલો લેવાનો હતો.
મેં બકુલને બજારમાં મોકલી થોડી વસ્તુ મંગાવી.આજે હું ફરી દોઢ વર્ષ પહેલાનો જૈનીત બનવા જઈ રહ્યો હતો.આ વખતે પહેલાં કરતાં અનુભવી અને વધુ ચાલાક જૈનીત.
બકુલ મારી વસ્તુ લઈ આવ્યો એટલે હું કાચ સામે જઈ બેઠો.બિયર્ડ દાઢીને મેં ક્લીન શેવ કરી.ચહેરા પર પાઉડર લગાવ્યો.આંખોથી ઉપર કાળાં રંગનું ત્રિકોણ બનાવ્યું,આંખોમાં સુરમો લગાવ્યો.લાલ લિપસ્ટિક લઈ હોઠથી ગાલ સુધી સ્માઈલ લંબાવી.કેસરી શર્ટ પર લાલ સૂટ પહેરી હું જોકરના લિબાસમાં આવી ગયો.
સુરત માટે હું હવે આ જ હતો.એક જૉકર,જે હવે સુરતમાં હાહાકાર મચાવવા થનગનતો હતો.મારો પહેલો શિકાર હતો…
(ક્રમશઃ)
જૈનીત ઇઝ બૅક….જૈનીત પોતાને જોકર બનાવી શું જતાવવા ઇચ્છતો હતો.શું એ પોતાની ઓળખાણ છુપાવી શકશે?,જૈનીતનો પહેલો શિકાર કોણ હતું?,જૈનીત વિક્રમ દેસાઈ સુધી કેવી રીતે પહોંચી શકશે?,આ વિક્રમ દેસાઈ આખરે છે કોણ?
સ્ટોરી કેવી લાગી એ જરૂર જણાવજો.કોઈ પણ જગ્યાએ ભૂલ હોય અથવા સ્ટૉરીની પકડ ઢીલી પડતી હોય તો પણ જણાવશો.મારી અન્ય સ્ટૉરી પ્રોફાઈલમાં છે જ.એ પણ જરૂર વાંચશો.અને આખરે વાંચતા રહો, જોકર – સ્ટૉરી એક લુઝરની.
-મેર મેહુલ
Contact - 9624755226