Jokar - 59 in Gujarati Classic Stories by Mehul Mer books and stories PDF | જોકર – સ્ટૉરી એક લુઝરની – 59

જોકર – સ્ટૉરી એક લુઝરની – 59

જોકર – સ્ટૉરી એક લુઝરની

ભાગ – 59

લેખક – મેર મેહુલ

“તમે તો ડરાવી જ દીધા અમને જુવાનસિંહ”ખુશાલે હાશકારો અનુભવ્યો.

“કામ જ એવું હતું ખુશાલ”જુવાનસિંહ ઓરડીમાં પ્રવેશતાં કહ્યું.

“ફોન કરીને આવ્યાં હોત તો”ખુશાલે કહ્યું, “તમારો અણસાર ના આવ્યો હોત તો હું ગોળી ચાલવવાનો હતો”

“તો શું થાત,હું જમીન પર જ સૂતો હોતને”જુવાનસિંહે હસીને કહ્યું, “ઉતાવળમાં ફોન કરતાં ભૂલી ગયો”

“આવો અંદર”ખુશાલે ચાર ફૂટીયા દરવાજા તરફ ઈશારો કરીને કહ્યું.બંને અંદર ગયા એટલે બાકીના લોકોએ પણ હાશકરો અનુભવ્યો.

“તને ફરી જંગના મેદાનમાં જોઈને ખુશી થઈ દોસ્ત”જુવાનસિંહે જૈનીત સાથે હાથ મેળવીને કહ્યું, “તે દિવસે હું એક કેસના સિલસિલામાં બહાર ગયો હતો એટલે તે મોકલ્યું હતું એ એડ્રેસ પર ના આવી શક્યો”

“કોઈ વાંધો નહિ સાહેબ,તમે અત્યારે અહીં છો એટલું ઘણું છે અમારા માટે”જૈનીતે શેકહેન્ડ કરીને કહ્યું.

“તમારાં માટે ખુશખબર લઈને આવ્યો છું દોસ્તો”જુવાનસિંહ ઉત્સાહિત થઈને કહ્યું, “અને એ પણ મિશન જોકરને સંબંધિત”

“જલ્દી કહો જુવાનસિંહ”ખુશાલે કહ્યું, “કેટલાં દિવસથી કોઇ ખુશખબર સાંભળવા કાન તરસી ગયાં છે”

“તમે લોકોએ આ ફાઈલમાં જે સ્થળોનાં નામ આપ્યાં હતાં ત્યાં મેં તપાસ કરી હતી અને તમારી માહિતી સાચી છે.હવે આપણે ટિમો બનાવીને એક સાથે ત્યાંથી તેઓને રેસ્ક્યુ કરવાના છે”જુવાનસિંહે કહ્યું.

“અમે એનાં વિશે જ ચર્ચા કરી રહ્યા હતા”જૈનીતે કહ્યું, “અમે ટિમ બનાવવા માટે કરમવીર કૃષ્ણન પાસે મદદ માંગવાનાં છીએ”

“એની પાસેથી તો મદદ મળશે જ પણ તારી મદદ માટે બીજાં સો લોકો આવશે જેને મેં પસંદ કર્યા છે”

“તમે આટલાં લોકોને ક્યાંથી શોધ્યા?”જૈનીતે પૂછ્યું.

“મી.મહેતાં કરીને એક ભલો માણસ છે.આમ તો એ વિક્રમ દેસાઈનો હરીફ કહી શકાય પણ તેનાથી તદ્દન વિપરીત સ્વભાવનો છે.એ કાળા ધંધા કરે છે પણ લોકોના હિતને પહેલાં ધ્યાનમાં લે છે.એનાં સુધી તારી વાત પહોંચી ગઈ છે અને તેણે સામેથી તને મદદ કરવાની વાત કરી છે.”

“અને બીજી વાત વિક્રમ દેસાઈ તમને શોધી રહ્યો છે.એ કોઈપણ સમયે તમારા સુધી પહોંચી શકશે માટે તમારે આ જગ્યા છોડવી પડશે”જુવાનસિંહે કહ્યું.

“અમે લોકો બીજે ક્યાં જશું?”જૈનીતે પૂછ્યું.

“મી.મહેતાનાં બંગલા પર,તેઓએ મહેમાન નવાજી માટે તમને આમંત્રણ આપ્યું છે અને તમે ત્યાં સુરક્ષિત પણ રહેશો એની ખાતરી આપી છે”

“અમે આમ જ કોઈ વ્યક્તિ પર ભરોસો ના કરી શકીએ જુવાનસિંહ”જૈનીતે કહ્યું.

“મી.મહેતાને એકવાર મળી લો પછી તમે જ નક્કી કરો લેજો”જુવાનસિંહે કહ્યું, “તમને મારાં પર તો ભરોસો છે ને?”

જૈનીતે થોડીવાર વિચાર કર્યો.સૌની સહમતી જણાતા જૈનીતે જુવાનસિંહની વાત માની મી.મહેતાને મળવાનું નક્કી કર્યું.

*

વિક્રમ દેસાઈ સુવાની કોશિશ કરતો હતો પણ ઊંઘ તેનાંથી કૉસો દૂર જઈને તેનાં પર હસતી હતી.એક વ્યક્તિ, માત્ર એક વ્યક્તિ કારણે તેનું પૂરું સામ્રાજ્ય ધૂળમાં મળવાની અણી પર હતું.તેણે પોતાની બધી તાકાત એ વ્યક્તિને ખતમ કરવા પર લગાવી દીધી હતી પણ એ વ્યક્તિ હંમેશા તેને હાથતાળી આપી છટકી ગયો હતો.

વિક્રમ દેસાઈને અત્યારે એક જ વાત પિંજવી રહી હતી.તેણે જ્યારે તેનાં પિતાને માર્યા ત્યારે મરતી વેળાએ તેનાં પિતાએ તેને થોડાં શબ્દો કહ્યા હતા,જે અત્યારે શ્રાપ બનીને વિક્રમ દેસાઈને બરબાદ કરી રહ્યા હતા.વિક્રમ દેસાઈએ એ ઘટનાને યાદ કરી જ્યારે એણે તેનાં પિતાને મારવાનું કાવતરું ઘડ્યું હતું.

વિક્રમ દેસાઈના પિતા મોહન દેસાઈ ત્યારે જિંદગીના સૌથી શ્રેષ્ઠ કહી શકાય એવા તબક્કામાં હતા.તેઓ ગેરકાયદેસર રીતે જુદા જુદા દેશોમાંથી સોનું,ચાંદી અને કિંમતી ચીજો ઈમ્પોર્ટ કરતાં અને ગેરકાયદેસર રીતે તેને વેચતાં હતા.વિક્રમ દેસાઈથી તદ્દન જુદી માનસિકતા ધરાવતાં મોહન દેસાઈ પોતાનાં કારણે કોઈ વ્યક્તિને તકલીફ ના પડે એ વાતનું પહેલાં ધ્યાન રાખતાં અને એ એવાં વ્યક્તિ સાથે જ ડીલ કરતાં જે અઢળક સંપતિઓનો માલિક હોય.તેનો એક નિયમ કાયમ હતો,બિઝનેસ કરવો અને રૂપિયા કમાવવા.

કારણ વિના એ કોઈની સાથે દુશ્મની પણ ના વ્હોરતાં અને એવી પરિસ્થિતિમાં એ સમાધાનનો રસ્તો પહેલાં પસંદ કરતાં.

વિક્રમ દેસાઈ બાળપણથી પોતાનું કામ કઢાવી લેવાની વૃત્તિ રાખતો હતો.મોહન દેસાઈ તેને ઘણીવાર ટોકતાં તો એ બે દિવસ ચૂપ રહી જે સે થેની સ્થિતિમાં આવી જતો.સમય જતાં મોહન દેસાઈની જાણ બહાર વિક્રમ દેસાઈએ એ બધાં કામો કરવાનું શરૂ કરી દીધું જેનાથી એ દૂર ભાગતા હતા.

વિક્રમ દેસાઈ ધીમે ધીમે પોતાનાં પિતાના માણસોને પણ પોતાની ગેંગમાં શામેલ કરી લીધાં. ઓછી મહેનતે વધુ રૂપિયા મળતાં હોવાથી એ લોકો પણ ખુશી ખુશી વિક્રમ દેસાઈનો સાથ આપવા લાગ્યાં.

શરૂઆત અમીર લોકો પાસેથી રોકડ પડાવવી,નાના બાળકોને કિડનેપ કરી ફિરોતી મેળવવી અને તેઓ પાસે ભીખ મંગાવવી જેવા કામો વિક્રમ દેસાઈ કરતો.ધીમે ધીમે એ સેક્સ રેકેટમાં ઘૂસ્યો અને એક સમય એવો આવી ગયો કે એ તેનો બાદશાહ બની ગયો.

જ્યારે તેનાં પિતાને આ વાતની ખબર પડી ત્યારે તેણે વિક્રમ દેસાઈને રોકવાના પ્રયત્નો કર્યા.વિક્રમ દેસાઈએ તેને પોતાનાં રસ્તામાંથી હટાવવાનું નક્કી કરી લીધું.

તેણે મોહન દેસાઈના જમવામાં ઝેર ભેળવી દીધું.જ્યારે તેઓએ દમ છોડ્યો ત્યારે તેણે વિક્રમ દેસાઈને કહ્યું હતું, ‘તું પણ આવી મૌતે મરીશ.તું લાખ કોશિશ કરીશ તો પણ પોતાને બચાવી નહિ શકે”

હાલ વિક્રમ દેસાઈ સાથે એવું જ બની રહ્યું હતું.એ જેટલી કોશિશ કરતો હતો એટલો જ મુસીબતોને ગળે લગાવતો જતો હતો.

*

જુવાનસિંહ જૈનીત અને તેનાં સાથીદારોને મહેતાનાં બંગલે લઈ આવ્યો હતો.મહેતાએ તેઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.હાલ તેઓ મહેતાનાં બેઠક રૂમમાં બેસીને ચર્ચા કરી રહ્યા હતાં.

“મી.મહેતાં,તમે કહ્યું હતું એ મુજન હું જૈનીતને તમારાં સુધી લઈ આવ્યો છું,હવે આગળ શું કરવાનું છે કહો”જુવાનસિંહે વાત શરૂ કરી.

“જૈનીત તું જે કામ કરી રહ્યો છે એ સરાહનીય છે.તારાં મિશનની મને બધી જાણકારી છે અને હવે તારાં મિશનને અંજામ સુધી પહોંચાડવાનો સમય આવી ગયો છે”

“તમે સાચું કહી રહ્યા છો મી.મહેતાં પણ હજી આપણી પાસે માણસો અને જરૂરી સામગ્રી નથી તો મારું માનવું છે આપણે યોગ્ય તકની રાહ જોવી જોઈએ”જૈનીતે કહ્યું.

“તક નામની રૂપસુંદરીને પાછળ તાલ હોય છે જૈનીત”મહેતાએ કહ્યું, “તક સામે હોય છે ત્યારે તેનાં માથામાં ઘણાબધાં વાળ હોય છે.જ્યારે એ જતી રહે છે અને આપણે તેને પાછળથી જોઈએ ત્યારે તાલ દેખાય છે માટે એ સામે હોય ત્યારે તેનાં વાળ પકડીને પછાડી દેવી જોઈએ,સમય જતો રહેશે તો તાલમાં હાથ જ ફેરવતાં રહી જશું.આમ પણ આપણી પાસે હજી દસ દિવસ છે અને એટલાં દિવસમાં આપણે બધી તૈયારી કરી લઈશું”

“દસ દિવસ મતલબ?”જૈનીતે પૂછ્યું.

“આજે 26 ફેબ્રુઆરી છે.દસ દિવસ પછી એટલે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે.આપણે 7 માર્ચે રાત્રે આપણું મિશન પૂરું કરીશું અને તેઓને મહિલા દિવસની શુભકામનાઓ પાઠવીશું”

“એ માટે કરમવીર કૃષ્ણનનો સાથ મળવો આવશ્યક છે”જૈનીતે કહ્યું, “એનાં સાથ વિના આપણે કશું નથી કરી શકવાના”

“એની જવાબદારી મારાં પર છોડી દો”મહેતાએ કહ્યું, “તમે બસ મિશન પૂરું કરો”

“એક વાત પૂછું મી.મહેતાં”જૈનીતે કહ્યું, “તમે આ બધું શા માટે કરી રહ્યા છો?”

“આમાં મારો સ્વાર્થ છુપાયેલો છે,હું તને આ મિશન પૂરું કરવામાં મદદ કરીશ,બદલામાં તારે વિક્રમ દેસાઈને ખતમ કરવાનો છે જે તારું પણ એક મિશન જ છે”

“તમારે વિક્રમ દેસાઈ સાથે શું દુશ્મની છે?”જૈનીતે પૂછ્યું.

“એ બધું પછી કહીશ,અત્યારે બસ એટલું સમજી લે કે આપણું બનેનું મિશન એક જ છે”

“તો 8 માર્ચ વિક્રમ દેસાઈનો છેલ્લો દિવસ હશે મી.મહેતા”જૈનીતે કહ્યું.

“હા,હવે એ નરધામને જીવવાનો કોઈ અધિકાર નથી”મહેતાએ કહ્યું, “તમે લોકો હવે આરામ કરો.કાલે આપણે ઘણુંબધું કામ છે”

(ક્રમશઃ)

મહેતાં આખરે શું કરવા જઈ રહ્યો હતો?,તેઓ ક્યાં મિશનને અંજામ આપવાની વાત કરી રહ્યા હતા?,મિશનમાં કોઈ અડચણ આવશે કે પછી જૈનીત પોતાનાં મકસદમાં સફળ થશે એ જાણવા વાંચતા રહો, જોકર – સ્ટૉરી એક લુઝરની.

-મેર મેહુલ

Contact - 9624755226

Rate & Review

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 years ago

yogesh

yogesh 2 years ago

Zankhana Patel

Zankhana Patel 2 years ago

Ketan Suthar

Ketan Suthar 2 years ago

Krishna Thobhani

Krishna Thobhani 2 years ago