Dil ka rishta - a love story - 39 books and stories free download online pdf in Gujarati

દિલ કા રિશ્તા A LOVE STORY - 39

ભાગ - 39

( આગળ જોયું કે તેજલ નો વિડીઓ કોલ આવે છે પણ હોસ્પિટલ જવાનું હોવા થી એ વધુ વાત નથી કરી શકતી રોહન પણ પૂજા ના લગ્ન ના બધા પેયમેન્ટ ચૂકવવા માં હોઈ છે રાતે એ તેજલ ને મેસેજ કરે છે તેજલ કહે છે કે કામ માં છું 10 પછી વાત કરીયે 10 વાગી ગયા રોહન તેજલ ને મેસેજ કરે છે હવે આગળ )

રોહન - hi

તેજલ ઓનલાઇન આવે છે અને મેસેજ વાંચે છે

typing

અને રોહન નું દિલ જોર થી ધડકવા લાગે છે

તેજલ - hi

રોહન - મેડમ હવે તો ફ્રી છો ને

તેજલ - ટોન્ટ ના માર

રોહન - લે ટોન્ટ ની ક્યાં વાત છે હું પૂછું છું કે હવે તમે ફ્રી છો મિસ વર્લ્ડ આ નાચીઝ સાથે વાત કરવા

તેજલ - હા નાચીઝ હવે સવાર સુધી હું ફ્રી જ છુ

બન્ને હસી પડે છે

રોહન - તે જમ્યું ??

તેજલ - હા બસ જસ્ટ જમી ને આવી ગઈ ફટાફટ તું રાહ જોતો હશે એ મને ખબર હતી

રોહન - ઓહ આટલી બધી મારી ફિકર કરે છે?? મને સપનું તો નથી આવતું ને ??

તેજલ હસી પડે છે

તેજલ - ડ્રામા કિંગ ડ્રામા બંધ કર તો તું

રોહન - અચ્છા સારું શુ કરે છે કેમ છે આંટી ની તબિયત ???

તેજલ - સારું છે પણ .....

રોહન - પણ શું

તેજલ ને આંખ માં આસું આવી જાય છે

એ એના મમ્મી વિશે અને આજ ડૉક્ટરે કહેલી વાત પર વિચારે છે અને રોહન પણ.. નો જવાબ ન મળતા બેબાકળો થઈ મેસેજ પર મેસેજ કરે છે પણ તેજલ નું વિચારો માં ધ્યાન હોવા થી એનું મેસેજ પર ધ્યાન નથી પડતું ત્યાં તેજલ ના ફોન ની રિંગ વાગે છે એનું ધ્યાન ભંગ થાય છે જુવે તો રોહન નો કોલ હતો એ ઉઠાવે છે

રોહન - અરે શુ કરે છે ??? ક્યાર નો મેસેજ કરું

તેજલ જવાબ આપવા ને બદલે રડી પડે છે

તેજલ ના રડવાનો અવાજ સાંભળી રોહન બેબાકળો થઈ ગયો

રોહન - તેજલ શુ થયું કેમ રડે છે જે હોઇ એ મને કે

તેજલ - રોહન.... તેજલ આગળ બોલી નથી શકતી એ ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે

રોહન - ઓય તેજુ... પેલા રડવા નું બંદ કર મિસ વર્લ્ડ જરાય સારી નહીં લાગતી હોય તું તો મારી શેરની છે શેરની રડે એવું તે જોયું ક્યાંય ચાલ સાવ ચૂપ... શાંત થઈ જા અને શું થયું કે મને

રોહન ના શબ્દો થી તેજલ થોડી શાંત થઈ

તેજલ - રોહન આજ ડોકટર એ કહ્યું કે મમ્મી સજા તો થઈ જશે પણ... ફરી એની આંખ માં આંસુ આવે છે

રોહન - પણ શું ?? અને તેજુ તું રડવાનું બંધ કર યાર પ્લીઝ હું તને રડતી ના જોઈ શકું

તેજલ - પણ એ ક્યારેય ચાલી નહિ શકે એનું અડધું શરીર ખોટું પડી ગયું છે તો હવે લાઈફ ટાઈમ એ વ્હીલ ચેર પર જ રહેશે

રોહન - ઓહ ગોડ ... તું ચિંતા ના કર એવું કંઈ ન હોઈ આંટી જરૂર સજા થશે આપણે બનતી કોશિશ કરીશું તેજુ હું તારી સાથે જ છું

તેજલ ને આ બધા શબ્દો ગમવા લાગ્યા રોહન ની હૂંફ જાણે મહેસુસ કરાવતી હતી કે આ એજ હૂંફ છે જે એક છોકરી પોતાના જીવન માં કોઈ પોતાના પાસે થી ઇચ્છતી હોઈ તેજલ ના મન માં રોહન નું માન વધી ગયું અને એના દિલ માં હવે રોહન પોતાનું વર્ચસ્વ જમાવી રહ્યો હતો

રોહન - ચાલ તું ચૂપ થઈ જા ઈશ્વર જે કરે એમાં આપણું કંઈક સારું જ હોઈ એ ક્યારેય કોઈ સાથે અન્યાય નથી કરતો આંટી સાથે પણ નહીં કરે અને એ જલ્દી સારા થઈ જશે ઓકે

તેજલ - હમ્મ

રોહન - સારું ચાલ તારો મૂડ ચેન્જ કરીયે

ત્યાં તેજલ ના આંટી જે આજ એની સાથે સુવાના હતા એ આવે છે તેજલ એ કહ્યું બાય મેસેજ માં વાત કરીયે

રોહન - ઓકે

રોહન અને તેજલ વોટ્સએપ માં ઓનલાઈન આવે છે

રોહન - hi

તેજલ - hi

રોહન - ચાલ તારો મૂડ ચેન્જ કરીયે ચલ આપણે ક્યાંક ફરવા જઈએ હમ્મ... ક્યાં જઈશું ??? એક કામ કર તને દરિયા કિનારો બહુ ગમે ને તો ચાલ દરિયા કિનારે જ ફરવા જઈએ

તેજલ હસવા લાગે છે

તેજલ - અત્યારે દરિયા કિનારે ??? અને તું પોરબંદર અને હું મુંબઈ છું એતો ખબર છે ને ???

રોહન - હા ખબર છે પણ સાચ્ચે જ નહીં સપના ની દુનિયા માં આજ આપણે એક આપણી સપના ની દુનિયા બનાવીએ જ્યાં આપણે 2 જ હોઈ બીજું કોઈ નહિ

તેજલ - હમ્મ ઓકે

રોહન - ચાલ તો તૈયાર છે સપના ની દુનિયા માં જવા માટે

તેજલ - (હસી ને ) યસ

રોહન - ઠીક હે તો આપકી કુર્શી કી પેટી બાંધ લિજીયે હમ ઉડાન ભરને કો તૈયાર હે

તેજલ ને હસવું આવે છે

તેજલ - બાંધ લી

રોહન - એક કામ કર હાથ પકડ વરી ક્યાંક અલગ અલગ જગ્યા એ લેન્ડિંગ થઈ જશું તો એ કરતા હાથ પકડી રાખ

રોહન ની વાતો સાંભળી તેજલ ના ચહેરા પર ફરી મુસ્કાન ફરી વળે છે

રોહન - ઓય ક્યાં ગઈ હાથ પકડ ચાલ

તેજલ - ઓકે પકડી લીધો

રોહન - એક કામ કર તું રેવા દે હું પકડું વરી તારા થી મુકાઈ જશે

રોહન સ્ટુપીડિટી કર્યે જતો હતો તેજલ ખળખડાટ હસી પડી

તેજલ - ચિંતા ના કર નહિ મુકું

રોહન - રિયલી ????

તેજલ - હા , હવે આગળ શું કરશુ

રોહન - કઈ નહિ બસ પકડી રાખ હાથ ને ચાલ આપણી દુનિયા કે જે ફક્ત આપણી છે

તેજલ - ચાલ

રોહન - બસ પહોચી જ ગયા છે ..... અને આ આવી ગયા આપણે સપના ની દુનિયા માં....

તેજલ - ઓહકે સપના ની દુનિયા માં શુ છે

રોહન - અત્યારે પૂનમ ની રાત છે સામે અપાર દરિયો છે તું અને હું જ બીજું કોઈ કોઈ જ નહીં આપણે બેય અત્યારે એની ભીની રેતી પર ઉભા છે ખૂબ જ સરસ દરિયા કિનારો છે અત્યારે રાત છે પણ ચન્દ્રમાં ના પ્રકાશ થી આખી ધરતી ઝળહળી ઉઠી છે ઓય તેજુ ડર તો નથી લાગતો ને

તેજલ - ના , તું મારી સાથે છે ને પછી ડર શેનો

રોહન - ઓહ માય સ્વીટ ગર્લ પણ હાથ પકડી રાખજે હો નહિ તો અંધારું રાક્ષસ તને ઉપાડી જશે 😜😜😜

તેજલ - એ હાથ છોડવા માટે નથી પકડ્યો

આ શબ્દ રોહન ના દિલ ને ખુશ કરી ગયા

રોહન ને પણ હવે તેજલ ની લાગણી ઓ ની ભનક લાગી ગઈ હતી

રોહન એ કઈક મન માં વિચાર્યું

તેજલ - એય ક્યાં ખોવાઈ ગયો

રોહન - ક્યાંય નહીં અહીંયા જ તો છું

તેજલ - તો આવી તો ગયા હવે શું કરવાનું

રોહન - તું કે તું શું કરે જો આવી જગ્યા એ તું હોઈ તો

તેજલ - મને તો દરિયા કિનારો ખૂબ જ ગમે હું તો એની ભીની રેતી માં ચાલ્યા કરું દોડ્યા કરું દરિયા ના મોજા આવી મારા પગ ભીંજાવતા રહે

રોહન - હા તો રાહ શેની જુવે છે ચાલ પકડ હાથ આપણે પણ ચાલીએ

બન્ને જાણે સાચે જ સપના ની દુનિયા માં હોઈ એવું અનુભવી રહ્યા હતા

રોહન - મજા આવે છે ને

તેજલ - હા એકદમ, પણ એક વાત મને નથી ગમતી

રોહન - કઈ વાત ???

તેજલ - એજ કે આ દરિયો આવી મારા ભીની રેતી પર પડેલા પગલાં ભૂંસી જાય છે

રોહન - ઓહો લાગે છે એને પણ તારા થી પ્રેમ થઈ ગયો એટલે તારા પગલાં ના નિશાન ને પણ પોતા માં સમાવી લે છે અને કેમ ના થાય મારી તેજુ છે જ એટલી ખુબસુરત કે કોઈ પણ એના પ્રેમ માં પડી જાય

તેજલ ના ગાલે શરમ ના શેરડા પડ્યા તેજલ લજામની ના છોડ માફક શરમાઈ ગઈ એક સ્ત્રી માટે પોતાના મનગમતા પાત્ર તરફ થી થતા વખાણ જેટલી ખુશી બીજી કઈ હોઈ શકે

રોહન - ઓયય તું ક્યાં ખોવાય ગઈ છે

તેજલ - કઈ જ નહીં હું માણુ છું આપણી સપના ની દુનિયા ના સૌંદર્ય ને કેટલી સરસ રાત છે દરિયો ધીમે ધીમે પોતાની જ મોજ માં એના મોજા આવી જ્યારે પગ ને ભીંજવે એ કેટલું આહલાદક!!! અને એમાં ય તારો સાથ

રોહન - હા યાર સાચે જ એમ થાય કે બસ દુનિયા થંભી જાય અહિયા જ અને.....

તેજલ - ત્યાં તો હું તને દરિયા ના મોજા નું પાણી ઉડાડું છું આલે.... આ લે.....

રોહન - ઓહ બદમાશ ઉભી રે તો તું હું પણ સામે તને ઉડાડું છું પાણી

તેજલ - હા પણ હું દોડી ને ભાગુ છું આવ.... આવ...

રોહન - અચ્છા બચ્ચું ઉભ તું હવે તને કોણ બચાવે હું પણ જોવ ઉભ તો તું....ઓયય.... હરામી ....ઉભ......

અને રોહન તેજલ ને પકડી લે છે તેજલ છોડાવવાની કોશિશ કરે પણ રોહન ની મજબૂત પકડ એ એને પોતાની બાહો માં જકડી લીધી છે જે કોશિશ કરવા છતાંય ના છૂટતા એ હાર માંની લે છે અને બન્ને જોર જોર થી હસી પડે છે

બન્ને હકીકત માં પણ એટલા ખુશખુશાલ થઈ જાય છે જાણે આ બધું સાચે જ થતું હોય એવું અનુભવે છે

તેજલ - રોહન આ સપનું છે છતાં મારી જિંદગી ની યાદગાર ક્ષણ બની ગઈ છે

રોહન ને કઈક વિચાર્યું એને થયું કે આ એકદમ સાચો સમય છે

એને તેજલ ને કહ્યું

રોહન - તેજુ ચલ પછી ત્યાં જ મારે એક વાત કેવી છે

તેજલ - ઓકે પણ શું વાત કેવી છે

રોહન - એ તું ત્યાં જ ચાલ ત્યાં જ કહીશ

તેજલ - hahaha ok ચાલ આવી ગઈ

રોહન - તેજુ અહીંયા ઉભ અને આંખો બંદ કર

તેજલ - હા પણ શું કેવું છે ?? ઓયય એક મિનિટ તું એમ કરી મને પાણી માં ધક્કો તો નથી મારવા નો ને

રોહન - હા હા એવું જ કઈક કરીશ બસ હવે વાતો ના કર ચૂપચાપ આંખો બંધ કર

તેજલ - હા ઓકે કરી બસ

રોહન - તેજુ હવે આંખો ખોલ

પછી તું આંખો ખોલે તો શું હશે ખબર આંખો ખોલ એટલે હું એક ઘૂંટણ ભર નીચે બેઠો છું અને મારા હાથ માં ડાયમન્ડ રિંગ છે

અને હવે જે મારે વાત કેવી છે એ કહી દઉં????

હવે તેજલ ના ધબકારા વધી ગયા કારણ કે આગળ શું થવાનું હતું એની ભનક આવી ગઈ તી

તેજુ હું આજ આપણી સપના ની દુનિયા માં રહેલા ચંદ્ર તારા આ ધરતી આ દરિયો અને ઈશ્વર ની સાક્ષી એ તને એજ કેવા માંગુ છું કે

તેજુ I LOVE YOU WILL YOU MERRY ME??????

તેજલ તો અવાચક થઈ ગઈ એની આંખો ખુલી જ રહી ગઈ એને વિશ્વાસ નહોતો આવતો કે આ સપનું છું કે સત્ય??????

રોહન હવે તેજલ ના જવાબ ની રાહ જોઈ રહ્યો હતો

રોહન - પ્લીઝ જવાબ આપ will you merry me????

મેસેજ રીડ થયો પણ જવાબ નહોતો આવી રહ્યોંજો કે રોહન સમજતો હતો કે તેજલ માટે આ ખરેખર આશ્ચર્યજનક હશે એટલે એ તરત જવાબ આપી જ નહીં શકે એને થોડી રાહ જોવાનું નક્કી કર્યું એ બસ સ્ક્રીન પર નજર જમાવી બેઠો હતો

ત્યાં થોડીવાર થઈ અને typing થયું

હવે જે typing થઈ રહ્યો હતો એ જવાબ આજ બન્ને ની જિંદગી નો ફેંસલો કરવા નો હતો રોહન નું દિલ 4 ગણી ગતિ એ ધડકવા લાગ્યું એને પૂછી તો લીધું પણ તેજલ નો જવાબ શુ હશે ?? તેજલ ના દિલ માં એના માટે લાગણી તો છે પણ સવાલ ખોટા સમય એ અથવા સમય પેલા તો નથી પુછાય ગયો ને ?? હવે જે થાય એ હવે તો પુછાય જ ગયું છે.

ફરી એજ પલ

typing......

ધકધક.... ધકધક.....

typing......

ધકધક....ધકધક.....


TO BE CONTINUE........

( રોહન એ હિંમત કરી પ્રોપોઝ તો કરી દીધું પણ શું તેજલ આ વાત માટે તૈયાર હશે ??? રોહન નો શક સાચો તો નહીં હોઈ કે સમય પેલા તો નથી પુછાય ગયું ને ??? શુ હશે તેજલ નો જવાબ સકારાત્મક કે નકારાત્મક ???? તેજલ ના કોઈ પણ જવાબ થી શુ બદલાવ આવશે બન્ને જિંદગી માં ????? આજ એ ક્ષણ છે કે એ રશ્મિ રોહન અને તેજલ નું ભવિષ્ય નક્કી કરવાની છે અને બધું તેજલ ના જવાબ પર આધારિત છે પણ શું હશે તેજલ નો જવાબ ???? તેજલ અને રોહન કાયમ માટે એક થઇ જશે ????? એ ભવિષ્ય ના ગર્ભ માં છે તો શું થશે આગળ એ જાણવા વાંચતા રહો દિલ ક રિશ્તા ....

આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂર આપશો ધન્યવાદ😊😊😊