criminal dev - 30 books and stories free download online pdf in Gujarati

અપરાધી દેવ - 30

ભાગ-30

રાત્રે ૯-૩૦ વાગે દેવ અને તેના સાથીઓ Kuala Lumpur પહોંચે છે, પછી ટેક્સી કરી એક હોટેલ માં રોકાય છે. યોગાનુયોગ આ એ જ હોટેલ છે, જેમાં રિતેશ રોકાયેલો છે. પણ અત્યારે તે નાઈટ ક્લબ મા છે. હોટેલ ના ત્રીજા માળ પર તેનો રૂમ છે, અને બીજા માળ પર દેવ નો રૂમ હોય છે, જેમાં ૧ extra બેડ મુકાવીને દેવ,રઘુ અને જગુ ૧ જ રૂમ મા રોકાયેલ છે. ત્રણે અત્યારે જેટ લેગ ઉતારતા બેઠા હોય છે, ત્યાં દેવ ના મોબાઈલ પર મિતાલી નો ફોન આવે છે. મિતાલી દેવ ને ખીજાય છે કે બધી જ વાત જે મનન અને નયને કરી, તે વાત પહેલા કેમ દેવે મિતાલી ને ન કરી? દેવ કહે મને પણ થોડા દિવસો પહેલા જ, ભાઈ ની મોત પછી ખબર પડી. જયારે મને ખબર પડી ત્યારે હું પણ હતપ્રભ રહી ગયો હતો. મિતાલી કહે, મોટા લોકો એ તો અંધારી આલમ નો સાથ લઇ તારી દુનિયા ઉજાડી. દેવ કહે જે થવાનું હતું એ થઇ ગયુ,પણ આપણે તો એક એવી દુનિયા બનાવીએ. જ્યાં નફરત નું કોઈ સ્થાન ન હોય. તો મિતાલી કહે, મનન અને નયન ના પપ્પાઓ ને જેલ માં થી છોડાવ. દેવ જવાબ દે છે કે ૧૫ દિવસ માટે હું મલેશિયા મા છુ. પછી પાછો આવીને ચોક્કસ છોડાવીશ. તો મિતાલી પૂછે? મલેશિયા મા શું કામ? દેવ કહે ૧ વ્યાપારિક કામ માટે આવેલો છુ, તે પતાવીને તરત પાછો આવી જઈશ. પછી બંને જણ ફોન મૂકે છે, અને સુઈ જાય છે.

*************************************************************

બીજે દિવસે સવારે મિતાલી તૈયાર થઇ કોલેજ પર જતી હોય છે. ત્યારે પ્રકાશ નામ નો એક માણસ તેનો પીછો કરે છે. પ્રકાશ ૧ અપહરણ કરતી ગેંગ નો સભ્ય હોય છે. પ્રકાશ નું મુખ્ય કામ શિકાર ને શોધવાનું, તેને લગતી તમામ માહિતી એકત્ર કરવાનું, અને, તેના રેગ્યુલર આવન-જાવન ના મુખ્ય રસ્તાઓ નું આકલન કરવાનું છે. આજે તેણે મિતાલી ને પ્રથમ વખત જોઈ હતી. તે મોંઘી કાર મા કોલેજ જતી હતી. પ્રકાશે બાઈક પર તેનો પીછો કર્યો. પ્રકાશ નો દેખાવ એક સામાન્ય ઓફિસ ક્લાર્ક જેવો છે. તેણે ઠેઠ કોલેજ સુધી તેનો પીછો કર્યો. પછી કોલેજ બપોરે 4 વાગે પુરી થઇ,ત્યાં સુધી તેણે કોલેજ ની બહાર જ આંટા માર્યા. જેવી કોલેજ પુરી થઇ કે મિતાલી કોલેજ માં થી બહાર નીકળી ઘર તરફ રવાના થઇ, પ્રકાશે તેનો પીછો કર્યો. તેના ઘર સુધી,તેને ખ્યાલ આવ્યો કે, મિતાલી ૧ ઉધોગપતિ ની દીકરી છે. પછી વધુ માહિતી માટે પ્રકાશ સોસાયટી ના પાન ના ગલ્લા સુધી પહોંચ્યો.

*************************************************************

સાંજે ૫ વાગે રઘુ,દેવ અને જગુ તૈયાર થઇ ને બહાર નીકળ્યા. જોગાનુજોગ રિતેશ તે દિવસે રૂમ પર જ હતો. તે આગલે રાત્રે ખુબ મોડો પાછો આવેલો,અને તેના શરીર મા કળતર જેવું થયેલું. તેથી આજે તેણે રૂમ પર આરામ કરવાનું નક્કી કરેલ.ફરી તેઓ ૧ નાઈટ ક્લબ મા ગયા,જ્યાં તેઓ એ રિતેશ ની પૂછપરછ કરી. એક ક્લબ મેનેજરે કહ્યું કે ૨ દિવસ પહેલા આવો ૧ માણસ ક્લબ મા આવ્યો હતો ખરો, પણ છેલ્લા ૨ દિવસ થી નથી આવ્યો. દેવે મેનેજર ને થોડા રૂપિયા આપ્યા, અને કહ્યું કે, હવે આવે તો મને આ નંબર પર જાણ કરજો. અને આ માણસ ને બિલકુલ ખબર ન પડવી જોઈએ. આવું જે તેણે બીજી ૨ નાઈટ ક્લબ મા કર્યું. રાત્રે ૩ વાગે તેઓ પાછા આવ્યા. પણ પછી દેવ ને ઊંઘ ન આવી. તેને સતત અહેસાસ થતો હતો કે રિતેશ ક્યાંક આજુબાજુમાં છે. પણ નજરો થી ઓઝલ છે. અંતે પરોઢિયે ૪ વાગે તેણે બેડ પર લંબાવ્યું.

ક્રમશ:

Share

NEW REALESED