criminal dev - 31 in Gujarati Fiction Stories by chetan dave books and stories PDF | અપરાધી દેવ - 31

Featured Books
  • അമീറ - 6

      മകളുടെ അവസ്ഥ കണ്ട അലവിക്ക് തോന്നി അവൾ ഒന്ന് ഫ്രഷ് ആവട്ടെ എ...

  • അമീറ - 5

    ഇന്നലെ രാത്രി ആമി റൂമിൽ നിന്നും കേട്ടത് ഇവരുടെ മൂന്ന് പേരുടെ...

  • അമീറ - 4

    പിറ്റേന്ന് രാവിലെ ആമി നേരത്തെ എണീറ്റിരുന്നു.അവൾക്കുള്ള ഭക്ഷണ...

  • MUHABBAT..... - 9

                     MUHABBAT......ഭാഗം - 8" Excuse me...."പെട്ട...

  • അമീറ - 3

    സുബഹി ബാങ്കിന്റെ ഈരടികൾ കാതിലേക്ക് അലയടിച്ചപ്പോൾതന്നെ ആമി എഴ...

Categories
Share

અપરાધી દેવ - 31

અપરાધી દેવ-૩૧

સવારે ૯ વાગે દેવ ઉઠી ગયો અને નીચે હોટેલ ની રેસ્ટોરા મા ચા-નાસ્તો કરવા આવ્યો. તો દૂર તેણે રિતેશ ને ટેબલ પર નાસ્તો કરતો જોયો. તે દાદરા આગળ જ અટકી ગયો. તેને થયું કે તેની ૬ઠ્ઠી ઇન્દ્રિય તેને જે કહી રહી હતી, કે રિતેશ આજુબાજુ માં છે, તે સાચું પડ્યું, પણ રિતેશ ની નજર હજી દેવ પર નહોતી પડી. દેવ દાદરા ની પાછળ સંતાઈ ગયો,કે જેથી રિતેશ દાદરા તરફ આવે તો પણ તેની નજર દેવ પર ન પડે. થોડી વાર પછી રિતેશ દાદરા તરફ આવ્યો. અને દાદરા ની બાજુની લિફ્ટ માં ઘુસી ગયો. એજ પળે દેવે રૂમાલ મોઢા પર બુકાની સ્વરૂપે બાંધી દીધો, અને ઝપાટાભેર દાદર ચડવા મંડ્યો. લિફ્ટ ની સાથે તે દાદર ચડતો ગયો. અંતે ત્રીજા માળે તેણે અનુભવ્યું કે લિફ્ટ ત્રીજા માળ પર ઉભી રહી છે. તો તે ત્રીજા માળે જ્યાં દાદર પૂરો થતો હતો, ત્યાં ૨ પગથિયાં પાછળ ઉભો રહ્યો. જેવી લિફ્ટ ઉભી રહી,રિતેશ લિફ્ટ મા થી બહાર નીકળી ડાબી સાઈડ ના પેસેજ મા ચાલવા મંડ્યો. દેવ ખાલી ડાબી સાઈડ ના પેસેજ માં નજર નાખી ને ઉભો રહ્યો. જેવો રિતેશ રૂમ મા ગયો, દેવ ચોરપગલે રૂમ સુધી આવ્યો, અને રૂમ નંબર નોંધી લીધો. તે હતો ૩૧૧. પછી તે ચોરપગલે દાદર સુધી આવી, એકદમ ચોરપગલે દાદર ઉતરી બીજા માળે આવી ગયો.

*************************************************************

પ્રકાશ ને પાન ના ગલ્લેથી થી જાણકારી મળે છે કે, મિતાલી એક ઉધોગપતિ ની દીકરી છે. અને તેનો ફિયાન્સ, બિહાર ના મંત્રી નો ભાઈ છે. પ્રકાશ ને થયું કે પાર્ટી તગડી છે. તેણે મિતાલી ના પપ્પા ની ઓફિસ નું એડ્રેસ મેળવીને ૧ આંટો ઓફિસે પણ માર્યો. ઓફિસ ની આજુબાજુથી તેણે મિતાલી ના પપ્પા વિષે જાણકારી મેળવી. મિતાલી ના પપ્પા ના ઉધોગ નું ટર્નઓવર ,એક અબજ રૂપિયા છે, તેવી પ્રકાશ ને જાણકારી મળી. પ્રકાશ ને થયું, ઓછામાં ઓછું, ૨૫ કરોડ તો મળશે જ. તે તરત તેની ગેંગ ના મુખ્ય મથક પર ગયો.

*************************************************************દેવે પોતાની રૂમ પર આવીને તરત રઘુ અને જગુ ને જગાડ્યા. તેણે રઘુ અને જગુ ને વાત કરી કે રિતેશ તો ત્રીજા માળે રૂમ નંબર ૩૧૧ માં રોકાણો છે. દેવ ને ખબર હતી કે ૧૧ વાગે હોટેલ ના રૂમ સર્વિસ વાળા માણસો દરેક રૂમ મા જાય છે. તેણે ફટાફટ પોતાનો પ્લાન રઘુ અને જગુ ને સમજાવ્યો. અને તે મુજબ તેઓને તૈયારી કરવાનું કહ્યું. બરાબર ૧૧ વાગે રિતેશ ના રૂમ નો ડોરબેલ વગાડવામાં આવ્યો. આ ડોરબેલ જગુએ વગાડી હતી. તે હોટેલ ના રૂમસર્વિસ વાળા માણસ ના મેકઅપ મા છે . દેવ અને રઘુ તેની ડાબી અને જમણી બાજુ ૫-૫ ફૂટ દૂર ઉભા છે. જગું રૂમ મા ઘુસ્યો, અને જેવો રિતેશ બેડ તરફ ફર્યો કે તરત જગુએ તેને તીવ્ર ક્લોરોફોર્મ વાળો રૂમાલ સૂંઘાડયો. રિતેશ બેભાન થઇ નીચે પડ્યો, કે તરત જગુએ હળવી સીટી મારી, એટલે દેવ અને રઘુ રૂમ મા ધસી આવ્યા. દેવ તેની સાથે એક મોટી સૂટકેસ લાવેલો, ત્રણેએ ભેગા થઇ ને રિતેશ ને સૂટકેસ મા સમાવી દીધો,અને સૂટકેસ લઈને બીજા માળે પોતાના રૂમ પર આવી ગયા. તેમણે રિતેશ ને સૂટકેસ માંથી બહાર કાઢી ખુરશી પર બેસાડ્યો. તેને દોરડા થી મુશ્કેરાટ બાંધી દીધો. તેના મોઢા પર પટ્ટી ચોંટાડી દેવામાં આવી. પછી તેને ખુરશી સહીત બાથરૂમ મા પુરી દીધો અને ત્રણે જણે લંચ રૂમ પર મગાવીને ખાધું.

*************************************************************પ્રકાશે જેવી મિતાલી ના કેસ ની બધી માહિતી તેના ગેંગલિડર ને આપી,તેનો ગેંગલિડર તરત મિતાલી ના અપહરણ માટે તૈયાર થઇ ગયો. તેણે પોતાના સાથીઓને તે માટેની તમામ તૈયારીઓ કરવા આદેશ આપી દીધો.

ક્રમશ: