Dil ka rishta - a love story - 46 in Gujarati Love Stories by તેજલ અલગારી books and stories PDF | દિલ કા રિશ્તા A LOVE STORY - 46

દિલ કા રિશ્તા A LOVE STORY - 46

ભાગ - 46
(આગળ જોયું કે તેજલ અને રોહન પોતાના પ્રેમ ની દુનિયા માં રાચે છે પણ રશ્મિ ના માથા પર પ્રેમ નું ભૂત સવાર છે એ કોઈ પણ ભોગે રોહન ને ગુમાવવા તૈયાર નથી અને એ માટે એ કઈ પણ કરશે એવું એને મન થી વિચારી લીધું છે હવે જોઈએ આગળ )

રોહન અને તેજલ ની વાતો ચાલુ જ છે રોહન એની બાલ્કની માં બિન બેગ પર બેસી વાતો કરી રહ્યો છે તેજલ નું એના વાતોડિયા સ્વભાવ પ્રમાણે બકબક ચાલુ જ છે પણ રોહન માટે તો એનું કારણ વિના નું બકબક પણ દુનિયા નું સૌ થી શ્રેષ્ઠ સંગીત હોઈ એમ માણી રહ્યો છે

તેજલ - ઓય હરામી , એતો કહે તને ક્યારે એવું લાગ્યું કે તું મને પ્રેમ કરવા લાગ્યો છે??

રોહન હસવા લાગે છે

તેજલ- એમાં હસવું કેમ આવે છે તને ???

રોહન - એ હું તને પછી કહીશ પેલા તું કે તને ક્યારે એવું લાગ્યું કે તું મને પ્રેમ કરવા લાગી છે ???

તેજલ - ઓકે !!! તો પેલે થી કહું તો જ્યારે આપણે બેય પહેલીવાર અથડાયા ત્યારે બીજું તો કઈ નહિ પણ પેલી નજર માં ઈમ્પ્રેસ જરૂર થઈ હતી કેમકે તું બહુ જ હેન્ડસમ લાગતો હતો 😜😜😜

રોહન- ઓહ રિયલી???

તેજલ - યસ અને પછી વાતો અને મજાક મસ્તી માં થોડી કમ્ફર્ટેબલ મહેસુસ થયું અને સૌ થી વધુ ઈમ્પ્રેસ થઈ જ્યારે મહેંદી ના ટાસ્ક માં તે પ્રોપોઝ કર્યું.. ઓહ ગોડ!! કેટલું સચ્ચાઈ થી કર્યું જાણે સાચ્ચે જ કેમ કરતો હોય

રોહન ફરી હસવા લાગે છે

તેજલ ચિડાઈ છે

તેજલ - તું વાત વાત મા કેમ હસે છે ??? તું મારી મજાક ઉડાવે છે ???

રોહન - અરે ના મારા મીઠુંડા હું શું કામ હસું છું એ બધું હમણાં તને કહું છું દિકા😘😘 હમ્મ પછી???

તેજલ - ઓકે તો ત્યારે પ્રોપોઝ કર્યું તો હું તો ત્યાં જ 50% ઈમ્પ્રેસ થઈ ગઈ હતી એ પછી મારો પગ લપસ્તા જ તે કેર કરી મને ઉઠાવી ને લઈ ગયો અને પેલીવાર કોઈ સ્પર્શ ગમતો હોઈ એવું લાગ્યું. એ સ્પર્શ માં ફ્લર્ટ કે એવું કંઈ નહીં પણ પોતાનાપણા નો અહેસાસ થયો પછી ઘણો ખરો ભાગ ભજવ્યો ગરબા કોમ્પિટિશન એ છતાં હું સ્યોર નહોતી થતી કારણ કે મને સમજાતું નહોતું કે આ ફીલિંગ ને પ્રેમ કહેવાય કે નહીં પણ જે પણ હતું ખૂબ સરસ હતું પછી અચાનક મારે જવું પડ્યું અને ત્યાં આટલી મેન્ટલી તકલીફ માં હોવા છતાં સૌ થી પેલા તારો વિચાર આવવો અને તારી સાથે વાત કરી બધી તકલીફ એક મિનિટ માં ગાયબ થઈ ગઈ હસી મજાક ગરબા કોમ્પિટિશન એ બધું તો આકર્ષણ માટે નિમિત્ત હતું પણ જ્યારે હું તકલીફ માં હતી અને તારી સાથે વાત કરી ત્યારે તારું મારા માટે આટલી ચિંતા કરવી, તારી વાતો માં મને કોઈ મારુ વ્યક્તિ હોવા નો અહેસાસ થયો એમ લાગ્યું જાણે તું જ એ વ્યક્તિ છે જે મારા દરેક પ્રકાર ના મૂડ ને હેન્ડલ કરી શકે. હસવા માટે આખી દુનિયા પડી છે પણ તું જ એ વ્યક્તિ છે જેની પાસે હું રડી પણ શકું અને તું જ એ વ્યક્તિ છે જેની સાથે હું મારી જિંદગી વિતાવી શકું એ પણ કંટાળ્યા વિના.

રોહન - આય હાય મારુ મીઠુંડુ😘😘😘😘😘😘😘😘 રોહન ફોન માં જ કિસ ના ઢગલા કરે છે

તેજલ - બસ તો ત્યાર થી લાગ્યું કે હા, હું તને પ્રેમ કરવા લાગી છું. હવે તું કહે કે તને ક્યારે એવું લાગ્યું કે તું મને પ્રેમ કરે છે

રોહન - મને ...

તેજલ - એક મિનિટ હું કહું??? ગરબા કોમ્પિટિશન થી રાઈટ???

રોહન - ના.

તેજલ - શુ?? ના???? તો???

રોહન - તને એમ છે કે પૂજા ના લગ્ન માં આપણે મળ્યા અને હસી મજાક કરતા કરતા ત્યાં પ્રેમ થયો હશે પણ એ ખોટું છે

તેજલ તો આશ્ચર્યચકિત થઈ ગઈ

તેજલ - કેમ ખોટું ??? મતલબ ?? કઈક સમજાય એમ બોલ ને હરામી ત્યારે નથી થયો તો ક્યારે થયો??

રોહન - હું તને કહીશ તો તને વિશ્વાસ નહિ આવે પણ એ એકદમ સાચું છે હું તને આપણે મળ્યા પણ ના હતા એ પેલા થી અઢળક પ્રેમ કરતો હતો.

તેજલ - શુ ??? મળ્યા પેલા મતલબ ??? હું કઈ સમજી નહિ??

રોહન - હા , મળ્યા પેલા જ પછી રોહન એને બધી વાત કરે છે કે એ રશ્મિ ને ડ્રોપ કરવા જાય અને એને કઈ રીતે તેજલ ને પેલી વાર જોઈ અને એને પેલી નજર માં જ પ્રેમ થઇ ગયો પછી એને કેટલી ગોતવાની કોશિશ કરી કારણકે એ કોણ હતી ક્યાં રહે છે એ કઈ જ એ જાણતો નહોતો એ પછી એને ઓફિસે થી જોઈ અને એના સુધી પહોંચે એ પેલા જ ફરી પાછી ચાલી ગઈ ઘણી ગોતવા ની કોશિશ કરી પણ નામ કે એડ્રેસ વિના બસ આવી રીતે જ મળેલી છોકરી ને ગોતવું સહેલુ નહોતું એને તો આશા જ મૂકી દીધી કે તેજલ ક્યારેય એને મળશે અને પછી પોરબંદર આવવા નું થયું અને પૂજા બાથરૂમ માં હોવા થી એની ફ્રેન્ડ નો ફોન રિસીવ કરવો નામ લખ્યું હતું વાવાજોડું પણ ફોન ઉપાડતા જ થયું કે ખરેખર વા વાવાજોડું જ હતું કઈ પણ બોલવાનો મોકો જ ન આપ્યો દિલ માં તો એ વરસાદી રાત વાળી છોકરી રાજ કરી ને બેઠી હતી પણ આ વાવાજોડા નો અવાજ સાંભળી કઈક અલગ ફીલિંગ આવી ખબર નહિ કેમ આવું થયું પણ થયું ખરા અને પછી એની જોડે ભટકાયો ત્યારે ખબર પડી કે એ વાવાઝોડુ બીજું કોઈ નહીં પણ એ વરસાદી રાત એ જોયેલી છોકરી એટલે કે એની પેલી નજર નો પ્રેમ હતો

તેજલ તો ખુલ્લા મોઢે એની વાત સાંભળી રહી.

રોહન - અને પછી વાત આવી મહેંદી ના ટાસ્ક ની તો નસીબજોગે એમાં તારું જ નામ નીકળ્યું અને તને મારી સામે ઉભેલી જોઈ અને ખબર નહિ શબ્દો એની મેળે નીકળવા લાગ્યા અને ત્યારે કહેલી વાતો ગોખેલી કે એક્ટિંગ નહોતી એ ખરેખર તને સામે જોઈ અને મારા દિલ ની લાગણી મને પૂછ્યા વિના જ વરસી પડી.

તેજલ - ખરેખર ??? મતલબ તું આપણે મળ્યા એ પેલા થી જ મને પ્રેમ કરતો હતો અને ત્યારે કરેલું પ્રોપોઝ એ સાચું હતું ??

રોહન - જી હા, અને હરામી હું એટલે જ હસતો હતો કે તું કે છો કે ક્યારે પ્રેમ થયો ?? તો સ્ટુપીડ પ્રેમ તો એ રાતે તને પહેલીવાર જોઈ પેલી નજર એ ત્યાર થી થઈ ગયો હતો

તેજલ - ઓકે એટલે જ તે ત્યારે વરસાદી રાત નો પણ ઉલ્લેખ કર્યો હતો

રોહન - હા , અને પછી ગરબા કોમ્પિટિશન થઈ એમાં પણ મારો મુખ્ય હેતુ જીતવાનો હતો જ નહીં એક તો તારી સાથે ગરબા રમવા મળશે એ જ મોટી વાત હતી અને કોમ્પિટિશન તો જીતવી હતી કોને અહીંયા ?? હું તો તને જીતવા માંગતો હતો અને એવું થયું પણ ખરા ગરબા કોમ્પિટિશન થી આપણે ઘણા નજીક આવ્યા એ બધું બહુ જ સરસ ચાલતું હતું પણ પછી તારું અચાનક ગાયબ થઈ જવું. ઓહ ગોડ !!! તને ખબર છે મારી શુ હાલત થઈ હતી ? પૂજા ના લગ્ન હતા પણ મારું જરા પણ ધ્યાન એમાં નહોતું કેટલા ટેન્સન માં કાઢ્યો દિવસ એ મને જ ખબર છે બસ એક જ વાત કે કેમ ટેરો ફોન બંધ છે અને તું હજી કેમ ના આવી હું તો ત્યારે જ તારા ઘરે આવવા નો હતો પણ વિધિ માં પણ હાજર રહેવું પડે પણ પૂજા ની વિદાય થતા હું લગભગ ભાગી ને ગયો તને શોધવા અને તારા ઘરે પણ તું નહોતી અને ક્યાં ગઈ એ કોઈ ને ખબર નહિ એ જાણી ને તો મારા શ્વાસ જ રોકાઈ ગયા😓😓😓

તેજલ - ઓય પાગલ એવું ના બોલ ઓકે તને મારી ઉંમર લાગી જાય😘😘😘

રોહન - સાચ્ચે જ તેજુ તું પૂછજે રશ્મિ ને એને ખબર છે કે મારી શુ હાલત હતી અમે લોકો ચોપાટી ગયા હતા ત્યાં રશ્મિ એ મને ઘણી સમજાવા ની કોશિશ કરી પણ મારા મન માં એક જ વાત હતી કે તું કોઈ મુસીબત માં હશે તો અને દિલ માં એક ડર કે મેં ફરી તને ગુમાવી તો નથી દીધી ને 😓😓 સવાર થી જમવનું તો દૂર પાણી પણ નહોતું પીધું પૂજા એ પરાણે થોડું ખવડાવ્યું પણ એ એનું મન રાખવા માટે. બધા શુ કહેતા હોઈ ખબર કે મારું માઈન્ડ બહુ ચાલે છે કોઈ પણ પ્રોબ્લેમ હોઈ એ હું એક મિનિટ માં સોલ્વ કરી દઉં પણ તને ખબર આ પરિસ્થિતિ માં મારુ તો માઈન્ડ જ કામ કરવાનું બંદ કરી દીધું હતું ( તેજલ ની ટાંગખીચાઈ કરતા) ખબર નહીં શુ વાઇરસ છે તું તો કે જ્યારે થી મળી છે મારુ તો મગજ હેંગ થઈ ગયું છે હરામી😘😘

તેજલ - ઓહ એમ ??

રોહન - હા મેડમ એમ.

તેજલ - અચ્છા પછી મેં કોલ કર્યો ત્યારે કેવું ફિલ થયું??

રોહન - અરે ત્યારે તો વાત જ ન પૂછ જાણે દુનિયા લૂંટાઈ ગઈ હોય એમ ઉદાસ થઈ બેઠો હતો અને તારો કોલ આવ્યો પેલા તો હું ઉઠાવતો પણ નહોતો પણ જરૂરી કામ હશે કોઈ ને એટલે ખિસ્સા માંથી બહાર કાઢ્યો પણ ખાલી નામ વાંચ્યું ને "તેજલ" ત્યાં તો બધું દુઃખ ગાયબ અને રોહન માં જાણે જીવ આવી ગયો અને એ પછી તો તું જાણે જ છે આપની વાતો કરવી મારુ પ્રોપોઝ કરવું અને તે હા પાડી અને બસ દુનિયા મળી ગઈ.

તેજલ - મને તો હજી પણ વિશ્વાસ નથી આવતો કે તું મને પેલે થી પ્રેમ કરતો હતો અને હું સ્ટુપીડ એ જ વિચારતી રહી કે જ્યાં સુધી તું કાઈ ના કહે ત્યાં સુધી હું કઈ જ નહીં કહું કદાચ તું રશ્મિ ને પ્રેમ કરતો હોઈશ અથવા મારી સાથે જસ્ટ એમ જ મજાક મસ્તી કરતો હોઈશ.

રોહન - ના એવું નહોતું હું ધારત તો પેલા પણ કરી દીધું હોત પ્રોપોઝ પણ મારી ઈચ્છા હતી કે હું તને ત્યારે પ્રોપોઝ કરું જ્યારે તારા દિલ માં પણ મારા માટે પ્રેમ મહેસુસ કરું અને બસ જ્યારે મને લાગ્યું કે હવે કંઈક તો છે લોહા ગરમ હે બોસ મારદે હથોડા અને જો આજ તું મારી થઈ ગઈ

તેજલ - યસ ફાઇનલી કલેવર મેન... પણ તને એવું નથી લાગતું કે આપણી લવ સ્ટોરી ભગવાને એકદમ યુનિક બનાવી છે નહીં ?? એકદમ અલગ જ

રોહન - યસ એકફમ ફિલ્મી જો કે ફિલ્મ નું પણ કઈ ના આવે 😃😃 બસ હવે એક વસ્તુ બાકી છે

તેજલ - એ શું ???

રોહન - જલ્દી થી તારા મમ્મી ની તબિયત સારી થઈ જાય અને હું મારી તેજુ ને દુલ્હન બનાવી લઈ જાવ પછી તું ફક્ત મારી મારી અને મારી જ.. by the way તેજુ બહુ જ મસ્ત લાગી રહી છો દુલ્હન ના જોડા માં

તેજલ - તે એ પણ જોઈ લીધું ???

રોહન - યસ..

તેજલ - હાય મેરા સ્વીટ બચ્ચા😘😘😘 તને ખબર મેં તો આપણા મેરેજ નું પ્લાનિંગ પણ કરી લીધું શુ મેચિંગ કરશું , ક્યાં કપડાં ક્યાં ફંકશન માં પેરીશું કઈ રીતે બધા ફંકશન કરીશું બધું જ.. એમ કહી તેજલ પોતે કરેલા બધા પ્લાન રોહન ને જણાવે છે

******

આ બાજુ રશ્મિ પોતાની મેલી મુરાદ ને કામયાબ બનાવવા ની તૈયારી કરે છે એને જોયું તો રોહન વાતો કરી રહ્યો છે એ રસોડા માં આવી આજુબાજુ જોયું જમી અને મુકેલા વાસણ લઈ એ રીતે પોતાના કપડાં પર ઊંધા વાળે છે કે કપડાં ખરાબ થાય અને એ જાણી જોઈ અને પોતાના કપડાં અને ટુવાલ બધું જ બહાર છોડી ને બાથરૂમ માં ચાલી જાય છે

******

તેજલ - તો આ છે બધા મારા પ્લાન કેવા લાગ્યા???

રોહન - મારી પસંદ ની પસંદ નબળી હોઈ શકે? બહુ જ મસ્ત તે તો ઓલમોસ્ટ તૈયારી કરી લીધી છે તો હવે મારે તો ખાલી જાન લઈ ને આવવા નું જ રહ્યું ને ???

તેજલ - યસ...

રોહન - તેજુ હું જ્યારે જાન લઈ ને આવીશ અને પછી તું દુલ્હન ના જોડા માં સુસજ્જ થઈ અને વરમાળા લઈ મારું સ્વાગત કરવા આવીશ હાય કેટલી આહલાદક હશે એ પલ. હું તને જ્યારે દુલ્હન ના જોડા માં જોઇશ સાચે જ એમ થશે કે એ પલ ત્યાં જ રોકાઈ જાય મારુ સપનું પૂરું થતું જોઈ હું મારી લાગણીઓ પર કોન્ટ્રોલ નહિ કરી શકું સાચ્ચે જ.

તેજલ ઇમોશનલ થઈ જાય છે કારણ કે એ પલ એ બન્ને માટે કેટલી અણમોલ હશે એ એ બે સિવાય કોઈ ના જાણી શકે

તેજલ - હું પણ જ્યારે તને જોઇશ દુલ્હા ના રૂપ માં ખબર નહિ હું તો કદાચ રડી પડીશ પણ ખુશી ના આંસુ થી.

રોહન - હા ખુશ થાજે પણ રડવાનું રેવા દેજે હો હું તને હમેશા હસતી જ જોવા માંગુ છું😘😘😘 રડવા ની એક ટાઈમ જ છૂટ આપીશ તારી વિદાય ટાઈમે કેમકે ત્યારે પણ તું રડીશ નહિ તો લોકો શુ કહેશે 😃😃 રોહન ને ખબર હતી કે તેજલ અત્યારે પણ રડી રહી હતી એટલે એ એનો મૂડ ચેન્જ કરવા મજાક કરે છે રોહન ની વાત સાંભળી તેજલ રડતા રડતા હસી પડે છે

રોહન - હા બસ એમ અને હરામી એક વાત કહે તો મને કે આ રડવું એ તારી ફેવરિટ હોબી છે ??? જો તો અરીસા માં કેવી લાગે છે રડતી ?

તેજલ - કોને કહ્યું કે હું રડુ છું હું તો કઈ નથી રડતી

રોહન - ઓહ મેડમ આવડી મોટી દુનિયા છે ખોટું બોલવા તો મને એક ને છોડી દો

તેજલ - તું મને કેટલી ઓળખવા લાગ્યો છે હરામી તને એ પણ ખબર પડી ગઈ કે હું રડું છું કેમકે મેં તો ઘણી કોશિશ કરી કે તને ના ખબર પડે પણ તું તો તું જ છે અંતર્યામી બાબા એમ કહી હસવા લાગે છે

રોહન - thats like my good girl😘😘બસ આમ હસતી રહે તું તું ખુશ તો હું પણ ખુશ અને હા ખુશ તો હું પણ થઈશ મારી ખુશી ની કોઈ સીમા નહિ હોય જ્યારે તું મારી સામે વરમાળા લઈ અને મારું સ્વાગત કરવા ઉભી હોઈશ હું તો જોતો રહી જઈશ હું વિચારું છું કે પૂજા ના લગ્ન માં એક એક સમયે મારા હોશ ઉડાવતી હતી તો તું ખુદ જ્યારે દુલ્હન બનીશ ત્યારે તો શું થશે મારુ હાય!!!

તેજલ - તું આટલી મોડી રાત એ આટલો કયુટ ના થા ઓકે

રોહન - આય હાય મારુ મીઠુંડુ કયુટ હું નહિ થતો કયુટ તો તું થા છો

તેજલ - અચ્છા ઓકે ઓકે હું થાવ છું બસ!! પછી ???

રોહન - પછી તારા પાપા મમ્મી કન્યાદાન કરતી વખતે તારો હાથ મારા હાથ માં આપશે જે ક્યારેય નહીં છૂટવા માટે એક થશે

તેજલ - હમ્મ પછી???

રોહન - પછી બધા ની સામે હું હક થી તારો હાથ પકડીશ અને આપણે ફેરા ફરીશું બધા ફૂલો નો વરસાદ કરશે અને...

રોહન એક એક વાત એકદમ દિલ થી બધું બોલ્યે જતો હતો પણ હવે બોલતા બોલતા પોતે પણ ઇમોશનલ થઈ રહ્યો હતો કારણ કે એ જે વાતો કરી રહ્યા હતા એ ખાલી વાતો નહોતી પણ એની જિંદગી હતી એના જીવન નું ના વર્ણવી શકાય એ સપનું જે એનું જ નહીં દરેક પ્રેમી ઓ નું હોઈ છે બન્ને ખાલી વાતો નહોતા કરતા પણ એ એક એક પળ જાણે માણી રહ્યા હતા જાણે સાચ્ચે જ રોહન દુલ્હા ના પહેરવેશ માં અને તેજલ દુલ્હન ના જોડા માં હોઈ એ બન્ને મહેસુસ કરી રહ્યા હતા જાણે સાચ્ચે જ લગ્ન મંડપ ની વચ્ચે અગ્નિ ની અને આખી દુનિયા સમક્ષ બન્ને ફેરા લઈ રહ્યા છે અને એના પ્રેમ ની રોહન અને તેજલ ના અરમાનો ની જીત થાય છે અને એની સાક્ષી આખી દુનિયા બની છે બન્ને પોતાની જિંદગી ના સપના ને જાણે અત્યારે જીવી રહ્યા હતા રોહન બોલતો જતો હતો તેજલ આખો બંધ કરી એ મહેસુસ કરી રહી છે

अँखियाँ मिलाके चन्ना
पावे ना जुदाई वे
अँखियाँ मिलाके चन्ना
पावे ना जुदाई वे
देवे ना ताने मेनू
सारी खुदाई वे
अँखियाँ मिलाके

तारे है बाराती, चांदनी है ये बारात
सातों फेरे होंगे अब हाथों में लेके हाथ
सातों फेरे होंगे अब हाथों में लेके हाथ
जीवन साथी हम, दिया और बाती हम
रे जीवन साथी हम, दिया और बाती हम

तारे है बाराती, चांदनी है ये बारात
सातों फेरे होंगे अब हाथों में लेके हाथ
सातों फेरे होंगे अब हाथों में लेके हाथ
जीवन साथी हम, दिया और बाती हम
रे जीवन साथी हम, दिया और बाती हम
तारे है बाराती, चांदनी है ये बारात

गंगा जमुना से भी पावन तेरा मेरा बंधन
तेरा प्रेम फुलवारी और मेरा मन है आँगन
जन्मों जन्मों का ही सजनी तेरा मेरा साथ
सातों फेरे होंगे अब हाथों में लेके हाथ
जीवन साथी हम, दिया और बाती हम
जीवन साथी हम, दिया और बाती हम

तू है जीवन में जो प्रीतम
सुख नहीं मांगू दूजा
आरती नैनों से करती हूँ मन से तेरी पूजा
में तो धरम ही समझूँ तेरी कही हुई हर बात
सातों फेरे होंगे अब हाथों में लेके हाथ
जीवन साथी हम, दिया और बाती हम
जीवन साथी हम, दिया और बाती हम
तारे है बाराती, चांदनी है ये बारात

अँखियाँ मिलाके चन्ना पावे ना जुदाई वे
देवे ना ताने मेनू सारी खुदाई वे
अँखियाँ मिलाके आ आ आ आ…

બન્ને પોતાની સુનહરી જિંદગી ના સપના માં મશગુલ હોઈ છે ત્યાં રશ્મિ બૂમ પાડે છે

રોહન......

રોહન.....

રોહન.....


TO BE CONTINUE.....

( શુ હતો રશ્મિ નો પ્લાન???? શુ એ પોતાની મેલી મુરાદ માં કામિયાબ થશે???? તેજલ અને રોહન એ જોયેલા સપનાઓ પુરા થશે???? રશ્મિ સ્વાર્થ માં ભરી રહેલું પગલું કેટલું ઘાતક હશે બધા માટે??? તેજલ અને રોહન એક થઇ શકશે???? શુ વળાંક લેશે તેજલ , રોહન અને રશ્મિ ની જિંદગી????? શુ થશે આગળ એ જાણવા વાંચતા રહો દિલ કા રિશ્તા.......)

અને આપનો અમૂલ્ય પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ🙏🙏🙏


Rate & Review

Priti Patel

Priti Patel 4 months ago

Jalpa Patoliya

Jalpa Patoliya 2 years ago

Hetal Patel

Hetal Patel 3 years ago

Kismis

Kismis 3 years ago

Archana

Archana 3 years ago