Dil ka rishta - a love story - 47 in Gujarati Love Stories by તેજલ અલગારી books and stories PDF | દિલ કા રિશ્તા A LOVE STORY - 47

દિલ કા રિશ્તા A LOVE STORY - 47

ભાગ - 47


(આગળ જોયું કે રોહન અને તેજલ એકબીજા ને જણાવે છે કે કઈ રીતે બન્ને ને એકબીજા સાથે પ્રેમ થયો અને પોતાના ભવિષ્ય ના અને લગ્ન ના સપનાઓ જોવા માં મશગુલ છે પણ રશ્મિ એ પોતાના મન માં બનેલા પ્લાન ને અંજામ આપવાની તૈયારી કરી લીધી છે હવે જોઈએ આગળ )


રશ્મિ એ પોતાના પ્લાન ને અંજામ આપવા વિચાર્યું હતું પોતે જ પોતાના કપડાં ખરાબ કરી જાણી જોઈ અને ટુવાલ અને કપડાં બહાર છોડી ને જાય છે જેથી એ એ કપડાં અને ટુવાલ આપવા ના બહાને રોહન ને બોલાવી શકે અને ....

રોહન તેજલ સાથે વાત કરી રહ્યો છે ત્યાં રશ્મિ બૂમ પાડે છે

રોહન....

રોહન....

રોહન....

પણ રોહન જવાબ નથી આપી રહ્યો રશ્મિ એ ફરી 4 5 વાર જોર થી બૂમ પાડી પણ રોહન નો કઈ પ્રત્યુત્તર નથી રશ્મિ ને આશ્ચર્ય થયું કે કેમ રોહન જવાબ નથી આપી રહ્યો પછી એને યાદ આવ્યું કે રોહન હેન્ડ્સફ્રી લગાવી અને વાત કરી રહ્યો છે એટલે એને ના જ સંભળાય એને લાગ્યું હવે કોશિશ કરવી બેકાર છે એને વિચાર્યું કે હવે શું કરું ?? એ આજુબાજુ નજર ફેરવે છે ત્યાં રોહન નો ટુવાલ હોઈ છે એ લપેટી અને બહાર આવે છે એ બહાર રોહન બેઠો હોય ત્યાં જાય છે પણ બહાર જવા જતા એનું ધ્યાન પડે છે કે સામે ની બિલ્ડીંગ ની બાલ્કની માં 4 5 છોકરાઓ બેઠા છે એને ટુવાલ માં બહાર જવું હિતાવહ ના લાગ્યું પણ એ પાછી ફરવા જાય ત્યાં રોહન શુ વાત કરે છે એ સાંભળે છે

રોહન - ઓય હરામી , વાત કરતા કરતા પોતે જ સુઈ ગઈ ...હેલ્લો.... ગુડનાઈટ કહ્યા વિના જ નીંદર આવી ગઈ ....ઓયય તેજુ....

રશ્મિ ને રોહન ની વાતો પર થી લાગ્યું કે તેજલ શાયદ વાત કરતા કરતા જ સુઈ ગઈ હશે.

એ ટોવલ વિટાડી અને આવી હતી તો એ કપડાં પહેરવા મારે જાય છે કપડાં બેગ માંથી કાઢવા જાય છે ત્યાં જ બેગ નીચે પડી જાય છે અને એ ફરી ગોઠવવા લાગે છે કપડાં ફરી બેગ માં મૂકી એ કપડાં પહેરે છે અને રોહન પાસે જાય છે પણ ત્યાં રોહન બિન બેગ પર જ ઊંઘી ગયો હોઈ છે એ જોઈ રશ્મિ બન્ને હાથ ની મુઠીઓ પછાડે છે કેમ કે પોતાના મનસૂબા માં કામયાબ થવામાં આજ માટે એ નિષ્ફળ રહી હતી. રશ્મિ રોહન ની નજીક જાય છે એના ચહેરા ની માસૂમિયત ને એ નિહાડે છે પ્રેમ થી એના વાળ અને ચહેરા પર હાથ ફેરવે છે અને વિચારે છે કે આજ આખો દિવસ નો થાક લાગ્યો હશે એટલે સુઈ ગયો હશે પણ એ જુવે છે તો રોહન નો ફોન હજી ચાલુ જ હતો એ ધીમે થી ફોન લઈ અને ફોન કટ કરે છે કારણ કે બન્ને વાતો કરતા કરતા જ સુઈ ગયા હતા પણ કટ કરતા એનું ધ્યાન પડે છે કે એ ફોન રેકોર્ડ થઈ ગયો હતો.. રશ્મિ વિચારે છે કે સાંભળું તો ખરા કે બન્ને આટલી બધી શુ વાતો કરતા હોય છે એ રોહન ને શાલ ઓઢાડી અને રોહન નો ફોન લઈ રૂમ માં આવે છે અને હેન્ડફ્રી લગાવી અને સાંભળવાનું ચાલુ કરે છે..

1 કલાક થી વધારે નું ફોન રેકોર્ડિંગ હતું રશ્મિ સાંભળે છે પણ જેમ જેમ એ સાંભળતી જાય છે એમ એની આંખો માંથી અશ્રુધારા થાય છે અને એ આંસુ સાથે જાણે આ નવી રશ્મિ ધોવાતી જાય છે આખું રેકોર્ડિંગ સાંભળી અને રશ્મિ તકિયા માં મોઢું રાખી જોર જોર થી રડી પડે છે એને પોતાની જાત પર અને પોતાના વિચારો પર અફસોસ થાય છે કે એ પ્રેમ ને પામવા કેટલી લાલચુ થઈ ગઈ હતી અને પોતાની જાત ને કેટલી નીચી કરી લીધી હતી અને એ બન્ને ની વાતો સાંભળી અને રશ્મિ ને લાગ્યું કે રોહન અને તેજલ એકબીજા થી એટલી હદે એટેચ હતા કે પોતે કઈ પણ કરે એ રોહન ને ક્યારેય ન પામી શકે કદાચ કોઈ પણ કાવતરું કરી ને પણ રોહન ના શરીર ને પામી પણ લેત પણ રોહન મન થી એનો ક્યારેય ના થઇ શક્યો હોત અને એ પોતાના રોહન સાથે કેવું છલ કરવા જઈ રહી હતી હા, રશ્મિ દુઃખી પણ ઘણી હતી જે સપના તેજલ અને રોહન જોઈ રહ્યા હતા એ પોતે પણ એના અને રોહન માટે જોયેલા પણ એ બન્ને સપના માં એટલો ફરક કે એ સપના પોતે એકલી એ જોયા હતા અને આ સપના રોહન અને તેજલ સાથે મળી ને જોઈ રહ્યા હતા એ બહુ રડે છે રોહન અને તેજલ ની વાતો સાંભળી એને થઈ ગયુ હતું કે કઈ પણ થઈ જાય પણ રોહન હવે આ જન્મમાં એનો ક્યારેય નહીં થાય અને એને પોતાના વિચારો પર પણ અફસોસ હતો પણ હવે રોહન ક્યારેય એનો થશે જ નહીં એ જાણી એને અપાર દુઃખ હતું હવે કઈ પણ કરવાનો કઈ જ મતલબ નહોતો એને પોતાના મન માં બનાવેલો પ્લાન હવે ક્યારેય રોહન પર નહિ આજમાવા નું મન માં નક્કી કરે છે અને બન્ને ની વાતો અને પોતાના બદનસીબ પર રડતા રડતા એ ક્યારે સુઈ જાય છે એ રશ્મિ ને પણ ખબર નથી હોતી

*******

સવારે ઓફીસ એ જવાનું હોવા થી રશ્મિ એ 6 વાગ્યા નો એલાર્મ રાખ્યો હતો.

એલાર્મ વાગતા જ રશ્મિ ની આંખો ખુલે છે ગઈ કાલ આખો દિવસ મુસાફરી અને મોડીરાત સુધી રડતા હોવાથી થોડું માથું ભારે ભારે લાગે છે અને ઊંઘ પણ પુરી નથી થઈ એ એની આંખો ચાડી ખાય છે પણ આજ તો કામ પર જવું જરૂરી જ હતું એટલે એ ઉઠે છે એને જોયું તો રોહન બેડ પર નહોતો એને બાલ્કની માં જોયું તો રોહન ત્યાં જ સૂતો હતો મતલબ રોહન આખી રાત બાલ્કની માં જ સૂતો રહ્યો એને થયું ભલે થોડીવાર આરામ કરે રશ્મિ ફ્રેશ થઈ અને રોહન ને ઉઠાડે છે રોહન ને પણ ઉઠતા જ યાદ આવ્યું કે આજ તો ઓફીસ એ જવાનું એટલે ફટાફટ રેડી થવા જાય છે અને રશ્મિ નાસ્તો બનાવે છે બન્ને નાસ્તો કરી રેડી થઈ જાય છે આજ રશ્મિ ના આંટી આવી જવાના હોવા થી એ પોતાની બેગ પણ સાથે લઈ લે છે. બન્ને રોહન ની બાઇક માં ઓફીસ એ પહોંચે છે અને પોતાના કામ પર લાગે છે.

********

આજ રજા પછી પેલો દિવસ હોવા થી વર્ક લોડ પણ ઘણો હતો રોહન એ તેજલ ને મેસેજ કર્યો કે આજ એકદમ કામ માં છું તો રાત્રે જ વાત થશે એટલો મેસેજ કરી એ કામ માં લાગી જાય છે. તેજલ મેસેજ વાંચી ને જવાબ આપે છે કે આજ એક ખુશખબર તને આપવા ની છે ફ્રી થઈ કૉલ કરજે.

1 વાગે લંચ બ્રેક પડે છે અને રોહન ફ્રી થાય છે એને સૌ થી પેલું કામ મેસેજ ચેક કરવાનું કરે છે એને હતું જ કે તેજલ ના મેસેજ ના ઢગલા હશે એને જોયું તો મેસેજ તો હતો પણ એક જ એને આશ્ચર્ય થયું કે કેમ મેડમ નો એક જ મેસેજ??? એને ઓપન કર્યો અને મેસેજ વાંચતા જ એ ઉત્સુકતા થી તેજલ ને કૉલ કરે છે રિંગ જઇ રહી હતી અને રોહન ના મન માં વિચારવા લાગ્યો કે શું ખુશખબર હશે ??

તેજલ ફોન રિસીવ કરે છે

રોહન - હાય હરામી , શુ કરે છે ??

તેજલ - તું વિચાર ?

રોહન - મને કેમ ખબર યાર અચ્છા એતો કહે શુ છે ગુડ ન્યૂઝ??

તેજલ - તું થોડું તો વિચાર કે શું હશે??

રોહન - તેજુ , અત્યારે એવો ટાઈમ નથી એટલે જલ્દી કહી દે નહીં તો લંચ ટાઈમ પૂરો થઈ જશે અને મારે ભુખું રહેવું પડશે

તેજલ - ઓહ ઓકે ઓકે.. તો ગુડ ન્યૂઝ એ છે કે મારા મમ્મીને આજે રજા આપી દીધી છે અને અમે લોકો અત્યારે પોરબંદર જઇ રહ્યા છે

રોહન - ઓહ સાચ્ચે જ ??? પણ આટલી જલ્દી રજા આપી દીધી ??

તેજલ- હા કારણ કે એને એકદમ સારું તો ધીમે ધીમે જ થશે અને એક ખૂબ જ સારા ડોકટર ડો.કોટેચા એ ત્યાં પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી છે તો પપ્પા એ ડોક્ટર ને રિકવેસ્ટ કરી કે જો શક્ય હોય તો હવે પછી નો ઈલાજ પોરબંદર માં જ થાય તો અને પપ્પા ની ઓળખાણ અને ડો. કોટેચા ત્યાં હોવા થી હોસ્પિટલ એ થી પરમિશન મળી છે પપ્પા એ કાલ વાત કરી હતી અને સવારે પરમિશન આપી તો અત્યારે ડિસ્ચાર્જ કરી અમે ફ્લાઇટ માં પોરબંદર જવા માટે નીકળવા ના છે અને અત્યારે હું એરપોર્ટ એ જ છું

રોહન - ઑહકે ગ્રેટ યાર જો કે હું હજી કાલે જ આવ્યો અમદાવાદ અને તું આજે પોરબંદર જા છો

તેજલ - હા પણ પપ્પા એ મને પણ સવારે જ કહ્યું

રોહન - ઈટ્સ ઓકે ચલ ને સારું એ ખુશી ની જ વાત છે ને યાર તું પોરબંદર પહોંચી જા અને તારા મમ્મી ની તબિયત માં સુધારો આવે અને હું પણ ઘણી રજા પછી ઓફીસ જોઈન કરી છે તો થોડું સેટિંગ કરી અને જલ્દી જ પોરબંદર આવું છું ઓકે

તેજલ - ઓકે , ચાલ હવે તું જમી લે અમારો ફ્લાઇટ નો ટાઈમ થઈ ગયો છે રાત્રે વાત કરીએ

રોહન - ઓકે સ્વીટહાર્ટ ટેક કેર

તેજલ - યુ ટૂ see you soon

રોહન - yup

ફોન કટ કરે છે ત્યાં જ રશ્મિ આવતી દેખાય છે

રોહન એકદમ ખુશ થઈ અને રશ્મિ ને ગળે મળે છે

રોહન - રશ્મિ આજ હું એકદમ ખુશ છું

રશ્મિ - હા એતો દેખાય છે પણ થયું છે શું??

રોહન - આજ તેજલ ના મમ્મી ને ડિસ્ચાર્જ કરી દીધા છે અને તેજલ ને એના મોમ ડેડ રાત્રે પોરબંદર પહોંચી જશે

રશ્મિ - ઓહહ વાહ આતો સાચે જ ખુશી ની વાત છે

રોહન- યસ !! અને હું થોડું અહિયા કંઈક સેટિંગ કરી અને પોરબંદર જઇશ પછી અમારા ફેમિલી ને વાત કરીશું અને પછી..

રશ્મિ - કોંગ્રેચ્યુલેસન્સ રોહન (રશ્મિ કમને વિશ કરે છે)

રોહન રશ્મિ ને ફરી થી ગળે મળે છે

રોહન - થેન્ક્સ દોસ્ત

રશ્મિ ગળે મળી પોતાની આંખ માં ના ચાહવા છતાં ઘસી આવેલા આંસુ ને લૂછે છે

રોહન - ચાલ જલ્દી જમી લઈએ લંચ બ્રેક પૂરો થવા માં થોડી જ વાર રહી છે

રોહન રશ્મિ બન્ને જમવા જાય છે જમી અને ફરી બન્ને પોતપોતાના કામ માં લાગે છે

સાંજે ઓફીસ એ થી છૂટી અને બન્ને ઘરે જવા માટે નીકળે છે રોહન માર્ક કરે છે કે રશ્મિ આજ આખો દિવસ ચૂપચાપ જ હતી સવારે પણ એકદમ ચૂપચાપ પણ એને એમ લાગ્યું કે મુસાફરી અને સરખી ઊંઘ ન થઈ એટલે અને અત્યારે એને લાગ્યું કે આરામ નથી થયો અને ઓફીસ માં વર્કલોડ પણ ઘણો હતો એટલે કદાચ એટલે એ બહુ એ બાબતે વિચારતો નથી પણ રશ્મિ કાલ રાત એ સાંભળેલી બન્ને ની વાતો એના મગજ માં જ ફરે છે અને પોતાને પણ ગિલટી ફિલ થાય છે એટલે પોતાના વિચારો માં જ છે રોહન અને રશ્મિ રોહન ની બાઇક માં હોઈ છે રશ્મિ પોતાના વિચારો માં જ ખોવાયેલી છે રશ્મિ નું ઘર આવતા રોહન બ્રેક મારે છે રશ્મિ ની તંદ્રા તૂટે છે રશ્મિ બાઇક માંથી ઉતરે છે એના આંટી આવી ગયા હતા રશ્મિ એ રોહન ને કહ્યું અંદર તો આવ રોહન કઇ બોલવા જાય પેલા જ રશ્મિ ના આંટી બન્ને ને જોઈ જાય છે અને બન્ને ને અંદર બોલાવે છે એના આંટી ને જોતા જ રશ્મિ દોડી અને એના આંટી ને વળગી પડે છે અને ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે અત્યાર સુધી કન્ટ્રોલ કરેલી લાગણીઓ એકસાથે એની આંખ માં આંસુ રૂપે ધસી આવે છે કારણ કે એના માં બાપ ના મૃત્યુ પછી એના આંટી એ જ એને દીકરી ની જેમ મોટી કરી હતી અને રશ્મિ અત્યારે માનસિક રીતે એટલી ભાંગી ગઈ હતી કે એ એના આંટી ને જોઈ વળગી પડી અને રડવા લાગી એના આંટી ને નવાઈ લાગી એને રશ્મિ ને પૂછ્યું - કેમ શુ થયું ?? કેમ રડે છે ???

રશ્મિ એ પોતાની તકલીફ ન જણાવા દેતા કહ્યું - બસ તમને બહુ મિસ કરતી હતી એટલે

એના આંટી વ્હાલ થી માથું ચૂમે છે અને કહે છે - અરે મારી પાગલ દીકરી એમા કઈ રડવાનું હોઈ ???

ત્યાં જ રોહન અંદર આવી અને એને પગે લાગે છે એના આંટી રોહન અને રશ્મિ ને એકસાથે ગળે મળે છે અને રશ્મિ ને કહે છે
"હવે મને યાદ કરી ને રડીસ તે કેમ ચાલશે હવે તો મારી ઢીંગલી ને દુલ્હન બનાવી અને એના રાજકુમાર સાથે વળાવવા ની છે ત્યાં હું થોડી સાથે આવીશ "
રોહન ને આ સાંભળી થોડું અજુગતું લાગે છે એ રશ્મિ ને ઈશારા થઈ પૂછે છે કે આંટી શુ કહે છે રશ્મિ એ ઈશારા થી ચૂપ રહેવા જણાવ્યું પછી એને થયું કે કદાચ રશ્મિ એ એના આંટી ને જણાવ્યું નથી કે અમારા લગ્ન નથી થવાના એમ..

રશ્મિ ના આંટી એ કહ્યું કે બન્ને ફ્રેશ થઈ જાઓ મેં તમારા બન્ને માટે જમવાનું તૈયાર રાખ્યું છે રોહન આનાકાની કરે છે કે ના આંટી બીજીવાર વાત અત્યારે હું નીકળું

રશ્મિ ના આંટી - અરે એમ કઈ ચાલે હવે તમેં અમારા જમાઈ થાવ છો અને હું તમારી સાસુ માં અને સાસુ માં ની વાત તો માનવી જ પડશે.

રોહન ને જમવા થી પણ કઈ વાંધો નહોતો પણ એને આ વાતો થોડી અજીબ લાગતી હતી પણ રશ્મિ એ પણ ફોર્સ કર્યો એટલે એ બન્ને નું દિલ રાખવા માટે જમવા ની હા પાડે છે

રશ્મિ ના આંટી એ બન્ને માટે ખૂબ જ સરસ વ્યંજનો બનાવી રાખ્યા હતા અને રોહન ને ભાવતો શિરો પણ ખાસ બનાવ્યો હતો

એ બન્ને ને ખૂબ જ આગ્રહ કરી જમાડે છે રશ્મિ વિચારે છે કે બિચારા આંટી જમાઈ જમાઈ કરી અને હરખાઈ છે પણ એને એતો ખબર જ નથી કે રોહન એનો જમાઈ હવે ક્યારેય નહીં થાય અને હું બદનસીબ મારી બરબાદી ને પકવાન અને વ્યંજનો ખાઈ સેલિબ્રેટ કરી રહી છું રશ્મિ ના આંટી ખૂબ જ ખુશ લાગી રહ્યા હતા બધા એ જમી લીધું અને રોહન રશ્મિ ના આંટી ને કહે છે આંટી જમવાનું તમારી જેમ જ બહુ જ મસ્ત હતું થેન્ક યુ🤗🤗 ચલો હવે હું નીકળું ??? મારે થોડું જરૂરી કામ છે એટલે

રશ્મિ ના આંટી - હા બેટા , ઠીક છે જરૂરી કામ છે તો ફોર્સ નહિ કરું પણ પછી તારા મમ્મી પણ પૂજા ના લગ્ન માં બીઝી હતા તો પછી વાત થઈ શકી નહોતી તો મૂરત ક્યાર નું કઢાવ્યું છે સગાઈ નું???

રોહન- (અસમંજસમાં) જી આંટી કોની સગાઈ ???

રશ્મિ ના આંટી - અરે તમારી અને રશ્મિ ની બીજા કોની ? બહુ મજાકિયા છો જમાઇરાજ તમે પણ એમ કહી હસવા લાગે છે

રોહન શુ જવાબ આપવો એ મૂંઝવણ માં છે

એને પરાણે હસતા હસતા કહ્યું કે એ તમને રશ્મિ બધું કહેશે થોડો ઉતાવળ માં છું તો હું નીકળું ??

રશ્મિ ના આંટી - ઓકે બેટા હું રશ્મિ જોડે વાત કરી લઈશ ધ્યાન રાખી ને જજે ઓકે

રશ્મિ રોહન ને ગેટ સુધી મુકવા આવે છે

રોહન - અરે યાર આ બધું શુ છે?? તે આંટી ને કીધું નથી કે હવે આપના મેરેજ નથી થવાના એમ?? હું તો એજ વિચારતો હતો કે મારે જવાબ શુ આપવો

રશ્મિ ચૂપચાપ સાંભળી રહી હતી

રોહન - અરે બોલ તો ખરા??

રશ્મિ - આંટી ને કઈ ખબર નથી હું એને કહી દઈશ ડોન્ટવરી

રોહન - હા અને ગોળગોળ નહિ એકદમ વાત ક્લિયર જ કરી નાખજે કે આ કારણ છે અને આપના મેરેજ ની વાત થઈ હતી પણ હવે આ વાત છે એટલે આપના મેરેજ શક્ય નથી

રશ્મિ ના કાનમાં એ શબ્દ જેટલી વાર પડતા કે મેરેજ શક્ય નથી એને અજીબ બેચેની થતી એ રડવા જેવી થઈ ગઈ

છતાં એને હિંમત રાખી અને કહ્યું કે હું આંટી ને સમજાવી દઈશ

રોહન - ઓકે

ત્યાં જ તેજલ નો ફોન આવે છે અને રોહન દરવખતે ની જેમ ખીલી ઉઠે છે

રોહન ફોન રિસીવ કરતા કરતા કહ્યું ચાલ બાય
અને ફોન રિસીવ કરી કહ્યું હા બોલ ને મારા જીવ
રશ્મિ એ કહ્યું બાય રોહન ધ્યાન રાખીને...
પણ રોહન તો સાંભળ્યું ના સાંભળ્યું અને બાઇક હંકારી મૂક્યું રશ્મિ એ કન્ટ્રોલ કરેલી લાગણીઓ નો ધોધ છૂટી ગયો એ ફરી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી અને દોડતી ઘર માં આવી ગઈ
રશ્મિ ના આંટી બધું સાફ કરી અને રશ્મિ પાસે વાત કરવા આવતા હોય છે રશ્મિ રૂમ માં આવતા જ

રશ્મિ ના આંટી - તો હા બેટા હવે કહે કે તારી અને રોહન ની સગાઈ નું મુરત ક્યારે .....

ત્યાં તો રશ્મિ ધ્રુસકે ધ્રુસકે રડતી રડતી પોતાના રૂમ માં જઇ અને દરવાજો બંધ કરી અને પોતાને રૂમ માં બંધ કરી લે છે રશ્મિ ના આંટી ને ફાળ પડી કે શું થઈ ગયું આને કેમ આટલી રડે છે ??

******

રોહન - હા મારા જીવ બોલ ને

તેજલ - શુ કરે છે ક્યાં છો ??? કેમ આટલો પવન નો અવાજ આવે છે ??

રોહન - હું ચાલુ બાઈકે છું એક કામ કર હું ઘરે પહોંચી અને કોલ કરું ઓકે

તેજલ - હા ઓકે..

******


રશ્મિ ના આંટી દરવાજો ખખડાવે છે

રશ્મિ ના આંટી - રશ્મિ.... રશ્મિ... દરવાજો ખોલ બેટા શુ થયું ??? કેમ આટલી રડે છે ??? આજ તો ખુશી નો દિવસ છે તું અને રોહન બન્ને હવે એક થવા ના છો તને જે જોઈતું હતું એતો મળી ગયું ખુશ થવાને બદલે તું આટલું રડે છે શું કામ ???

રશ્મિ પાગલ ની જેમ રડી રહી છે અને રડતા રડતા કહે છે " બધું જ પૂરું થઈ ગયું બધું ખતમ મારી દુનિયા ઉજળી ગઈ બધું ખતમ "

રશ્મિ ના આંટી આટલું સાંભળી અવાચક થઈ જાય છે એને ધ્રાસકો પડ્યો એને કઈ સમજાય રહ્યું નહોતું એને જોર જોર થી દરવાજો ખખડાવવા નું ચાલુ કર્યું

રશ્મિ ના આંટી - આ તું શું બોલે છે રશ્મિ ???દરવાજો ખોલ શુ દુનિયા ઉજળી ગઈ શુ ખતમ થઈ ગયું ??? બેટા પ્લીઝ દરવાજો ખોલ.

રશ્મિ દરવાજો ખોલે છે રડી રડી ને એની હાલત ખરાબ થઈ ગઈ છે રશ્મિ ના આંટી રશ્મિ ની આવી હાલત જોઈ ડરી ગયા
રશ્મિ એના આંટી ને વળગી અને ફરી પાગલ ની જેમ ચીસો નાખી ને રડવા લાગે છે રશ્મિ ના આંટી એનો ચહેરો એના ધ્રુજતા હાથ માં લઇ અને ધ્રુજતા અવાજે પૂછે છે રશ્મિ શુ થયું શુ વાત છે તું કેમ આટલી રડે છે શું થયું

રશ્મિ રડતા રડતા જ - આંટી બધું જ ખતમ થઈ ગયું

રશ્મિ ના આંટી - પણ શું ?? શું ખતમ થઈ ગયું ?? તારા અને રોહન ના લગ્ન..

રશ્મિ - ક્યારેય નહીં થાય આંટી ક્યારેય નહીં થાય મારા અને રોહન ના લગ્ન હવે ક્યારેય નહીં થાય

આટલું સાંભળી રશ્મિ ના આંટી ને ઝટકો લાગ્યો "શુ??????????

TO BE CONTINUE......


( રશ્મિ અને રોહન ના લગ્ન નહિ થાય એનું કારણ જાણી શુ હશે રશ્મિ ના આંટી નું રીએકશન ?????રશ્મિ નું કાવતરું પાર ના પડતા શુ તેજલ અને રોહન ની જિંદગી પર થી સંકટ હટી ગયું છે ???? તેજલ પોરબંદર પહોંચી ગઈ છે એના ફેમિલી ને વાત કરતા શુ બન્ને ના ફેમિલી તેજલને રોહન ના લગ્ન માટે હા પાડશે ????? તેજલ અને રોહને જોયેલા સપના પુરા થશે????? શુ થશે આગળ એ જાણવા વાંચતા રહો દિલ કા રિશ્તા....)

આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂર આપશો.