mari laghukatha books and stories free download online pdf in Gujarati

મારી લઘુકથા

*મારી લઘુકથા*. ૨૨-૫-૨૦૨૦
૧). *એ પ્રેમની કબૂલાત* લઘુકથા...
૨૨-૫-૨૦૨૦

એક નાનાં કસબામાં ચંપા ખાટલામાં પડી પડી કણસતી હતી એની આ હાલત જોઈ નાનો દિકરો ભીમો રડતો હતો ત્યાંથી નિકળેલો છત્રપતિ એ અવાજ સાંભળી ને ઉભો રહ્યો અને એણે ઝુંપડી નજીક જઈ પુછ્યું શું થયું???
અંદરથી રડવાનો અવાજ વધારે મોટો થયો એ ઝુંપડીમાં ગયો અને જોયું તો એક સ્ત્રી કણસતી હતી એણે માથે હાથ મૂકયો તો તાવ થી શરીર ધગધગતું હતું એણે ભીમા ને પુછ્યું અને માટલામાં થી પાણીમાં મીઠું નાખીને પોતા મૂકવા નાં ચાલુ કર્યા...
એક કલાક પછી ચંપા ને તાવ ઉતર્યો પણ અશક્તિ હતી એટલે એ ઉભી થઈ શકતી નહોતી એટલે છત્રપતિ ચાલતો ગામમાં ગયો પણ અહીં આ આદીવાસી ગામમાં તો ત્રણ ચાર ખેતર પછી એક ઝુંપડી હોય એણે એક ઘરે જઈને માંગણી કરી રોટલાની અને એ દયાળુ વ્યક્તિએ આપ્યો રોટલો અને ડૂંગળી લઈને ચંપાની ઝૂંપડીમાં આવ્યો અને અડધો રોટલો ભીમાને અને અડધો ચંપાને ખાવા આપ્યો અને પછી પાછો વનમાં ગયો અને થોડાક ઈંધણ અને ફળો લઈને આવ્યો અને ચંપાને આપ્યાં અને એ એનાં મિત્રને ગામમાં જઈ મળ્યો અને પાછો પોતાના ગામ જવા વનમાં થઈ ચાલતો ગયો...
આ બે ગામ વચ્ચે એક વન આવતું એ પસાર થાય પછી જ બીજા ગામમાં જવાતું...
છત્રપતિ ઉર્ફ છત્રો એ ચંપા ને ભૂલી શકયો નહીં આખી રાત પડખાં ફેરવતો રહ્યો અને વહેલી સવારે એ પાછો ચંપાને ગામ ફળફળાદી લઈને પહોંચ્યો...
આજે ચંપાને સારું હતું એણે છત્રાનો આભાર માન્યો...
છત્રાએ પૂછ્યું આ નાં પિતા ક્યાં છે???
ચંપા એ તો આ ભીમો પેટમાં હતો ત્યારે જ મને એકલી મૂકીને જતો રહ્યો છે...
આમ રોજ વન ( જંગલ ) પસાર કરીને છત્રો ચંપાને મળતો અને રોજ કંઈ ને કંઈ લઈ જતો...
છત્રા એ ચંપા પાસે પોતાના પ્રેમની કબૂલાત કરી...
ચંપા એ શર્ત મૂકી કે બન્ને ગામ વચ્ચે જે જંગલ છે એમાં રસ્તો બનાવી દે તો તારી સાથે લગ્ન કરું...
અને છત્રા એ શર્ત સ્વીકારી અને જંગલ માં ઝાડ ને કાપીને એક રસ્તો બનાવ્યો અને ચંપાને ખુબ ખુશી થઈ અને બન્ને ગામોમાં આ રસ્તા થી આવનજાવન માટે સવલત થઈ....
છત્રાએ ચંપા સાથે લગ્ન કર્યા અને ભીમા ને લઈને પોતાના ગામ આવ્યો...
ભાવના ભટ્ટ અમદાવાદ....

૨) *એક બૂંદ અર્પણ* લઘુકથા... ૨૨-૫-૨૦૨૦

મંછી બા સવારે એક દ્રઢ નિશ્ચય સાથે ઉઠ્યા અને માટીના નાનાં ખોરડાં ને સાંકળ વાસી લાકડી નાં ટેકે ટેકે સરપંચ નાં ઘરે પહોંચ્યા અને બૂમો પાડી ને વેલજીભાઈ ને બહાર બોલાવ્યા..
સવાર સવારમાં બૂમો સાંભળી ને વેલજીભાઈ બહાર આવ્યા અને મંછી બા ને જોઈ ને કહ્યું કે બોલો માજી શું કામ પડ્યું...
મંછી બા સાડલાના છેડે બાધેલી બે સોનાની બંગડી અને થોડી ચોળાયેલી નોટો કાઢી અને ખોરડાં નો દસ્તાવેજ ( કાગળ ) વેલજીભાઈ નાં પગ પાસે મૂકીને કહ્યું કે આ મારી પાસે આટલી મૂડી છે એ દેશની સેવામાં મદદરૂપ થવા સરકાર ને એક બૂંદ અર્પણ કરું છું એ તમે પહોંચાડી દો એવું ઈચ્છું છું...
આ સાંભળીને વેલજીભાઈ ...
માજી.. આ તમારી જીંદગી ભરની મરણમૂડી છે એ પણ આપી દેશો તો જીવશો કઈ રીતે???
તમારો છોકરો તો પરણીને શહેરમાં ગયો એ વાત ને વીસ વર્ષ થયા કોઈ દિ' સામું જોવાં નથી આવ્યો.
તમે જીવશો ત્યાં સુધી એક ટંકનું ખાવાનું તો જોઈએ ને ..???
તમે આ ઉંમરે બસસ્ટેન્ડમાં બેસીને પાણીનાં પાઉચ અને બોટલ વેચી ગુજરાન ચલાવતા એ પણ બંધ છે..
મંછી બા મારે હવે કેટલું જીવવું...!!!
હું તો કોઈ મંદિર નાં ઓટલે પડી રહીશ પણ આવડાં મોટાં દરિયા જેવડાં સેવા યજ્ઞ માં મારી એક બૂંદ થી કોઈ એક નું જીવન બચશે તો મારો આ મનખો દેહ સફળ થશે...
આ સાંભળીને વેલજીભાઈ મંછી બા નાં ચરણોમાં ઝૂકી પડ્યા...
ભાવના ભટ્ટ અમદાવાદ....