Vadhela bhat ni idali books and stories free download online pdf in Gujarati

વધેલા ભાતની ઈડલી

*વધેલાં ભાતની ઈડલી* ખાના ખજાના..... ૧૫-૭-૨૦૨૦ બુધવાર....
આપનાં સાથ સહકાર અવિરતપણે મને મળતો રહે છે એ માટે દિલથી ખુબ ખુબ આભાર માનું છું બધાનો... તમારાં સાથ સહકાર થી જ હું નિતનવુ લખી શકું છું...
એટલે જ આપની સમક્ષ વધેલા ભાતની ઈડલીની રેસિપી લઈને આવી છું...
આ રેસિપી મારાં પપ્પા એ મને શિખવાડી હતી...
એક વખત અમારે ઘરે અમદાવાદ થી આણંદ ઉનાળામાં મારાં કાકા,કાકી નો આખો પરિવાર રેહવા આવ્યો તો રસ,પુરી, શાક,દાળ,ભાત બનાવ્યું હતું...
પણ બધાં રસ, પુરી પર જ તૂટી પડ્યા તો દાળ,ભાત પડી રહ્યાં એટલે સાંજે મારાં પપ્પા એ વધેલા ભાતની ઈડલી બનાવી અને દાળમાં ડુંગળી નાખીને સાંભાર બનાવી દીધો...
તો બધાંએ વખાણી ને ખાધું... આટલાં વખતમાં મેં બનાવ્યું નહોતું પણ લોકડાઉન માં મેં વધેલા ભાતની ઈડલી બનાવી ઘરમાં બધાં ને ખુબ ભાવી એટલે મેં આ રેસિપી ગુજ્જુ એપ માં આપી તો એમને પણ પસંદ આવી અને એમણે આ રેસિપી ગુજ્જુ એપ માં મૂકી અને મને ટોકન સ્વરૂપ નાનું ઈનામ પણ મળ્યું તો મને થયું ચલો આ રેસિપી મારાં ખાસ વાંચક વર્ગ સાથે શેર કરું એટલે આ રેસિપી મૂકી છે તો જરૂર થી વાંચજો...

આવો આજે આપણે એક નવી રેસિપી શીખીએ...
આમ જુઓ તો આ રેસિપી વેસ્ટ માંથી બેસ્ટ બનાવવા માટે છે જેથી વધેલી વસ્તુઓનો ઉપયોગ પણ થઈ જાય અને નવીન વાનગી પણ મને અને આવી મોંઘવારીમાં અનાજ નો બગાડ થતો પણ અટકે....
તો આવો આજે આપણે જાણીએ કેવી રીતે વધેલા ભાતનો ઉપયોગ થાય....
દરેક ઘરમાં ચોખા ( ભાત ) બનતાં હોય છે જો સવારનાં વધેલા ભાત હોય તો શું કરવું???
તો એના માટે આવો જાણીએ એક નવી જ રેસિપી...

*સામગ્રી*. :-
ચાર વાડકી ચોખા,
એક ટીસ્પૂન મીઠું ( નમક ).
ચાર થી પાંચ ચમચી તેલ,
ચપટી રાઈ,
એક ટેબલસ્પૂન તલ,
ચપટી હિંગ..
( આ ચાર વ્યક્તિ આરામથી ખાઈ શકે )

*બનાવવાની રીત* :-
સવારનો વધેલો ભાત હોય તો સૌથી સારું તો એનો ઉપયોગ પણ થઈ જાય અને ભાત વપરાઈ જાય અને ઘરનાં હોંશ હોંશ ખાઈ..
પણ જો ના હોય ભાત તો...ગરમ ભાત કૂકરમાં બનાવવો....
પણ ગરમ ભાત બહું ઢીલો કે એકદમ છુટ્ટો નાં હોવો જોઈએ... બહું ઢીલો હોય તો ઈડલી બનાવવા મુશ્કેલી પડે...
અને છુટ્ટો હોય તો મસળવો મુશ્કેલ પડે...
માટે માપસરનો ભાત રાંધેલા હોય તો એકદમ સરસ ઈડલી બને અને સ્વાદિષ્ટ અને પોચી બને...
કૂકરમાં ભાત ને રાંધી ને કૂકર ઠંડુ થાય એટલે કૂકરમાં થી
થાળ કે થાળીમાં ભાત કાઢી ને ઠંડો કરવો પછી એને ખૂબ જ મસળવો અને એમાં સ્વાદ અનુસાર મીઠું નાખવું અને વઘારીયામાં ત્રણ થી ચાર ચમચી તેલ લઈને ગેસ પર મૂકો એમાં રાઈ નાંખો અને રાઈ ફૂટે એટલે તલ નાખીને ચપટી હિંગ નાંખો પછી એને ભાતમાં રેડી દો..
અને ફરીથી એને સારી રીતે મિક્સ કરો અને ભાતને મસળો...
બધું એકદમ મિક્ષ થઈ જાય એટલે એ ભાત નાં ગોળા વાળી ને મોટાં વડા જેવું હાથથી બનાવી લેવાનું અને ઈડલી નાં કૂકરમાં એને ડીસ હોય તો ડીશ માં અને નાં હોય તો ઈડલીની વાડકીમાં સહેજ તેલ ચોપડી ને વારાફરતી વરાળમાં બાફી લો અને પછી ગરમ ગરમ સંભાર કે લાલ ચટણી કે લીલી ચટણી સાથે ખાવ મજેદાર ભાત ની ઈડલી એ એકદમ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે અને પચવામાં પણ સરળતાથી પચી જાય છે અને નાનાં મોટાં સૌને ભાવે છે ...તો તમે પણ બનાવો આવી સ્વાદિષ્ટ ઈડલી અને બીજાને પણ શીખવાડો...


ભાવના ભટ્ટ અમદાવાદ.