Laghu Kathao - 1 in Gujarati Short Stories by Saumil Kikani books and stories PDF | લઘુ કથાઓ - 1 - અનામિકા

લઘુ કથાઓ - 1 - અનામિકા

પ્રિય વાચક મિત્રો,
હું સૌમિલ કિકાણી, આજ રોજ થી લઘુ કથાઓ આપ સમક્ષ મુકવા જઈ રહ્યો છું. મારી પહેલી નવલકથા ચેક મેટ જેવૉજ આપ નો સહકાર આમાં પણ મળશે એવી પ્રાર્થના સહ મારી પહેલી લઘુકથા "અનામિકા" પ્રારંભ કરું છું.

"અનામિકા"

લગભગ 26 વર્ષ ની વયે પહોંચેલી, યૌવન થી તરબતર, પહેલી જ નજરે કોઈ પણ છોકરા ની આંખો માં વસી જાય એવી , માંજરી આંખો અને રાતા ગુલાબી હોઠ સાથે એક ઉત્કૃષ્ટ નાક નકશો ધરાવતી છોકરી , કહો કે પરી, અત્યારે પોતાના બેડરૂમ માં ગોઠવાયેલ writing table પર બેઠી બેઠી કાંઈક લખી રહી હતી.
લગભગ એક ફુલસકેપ પાનું ભરી ને એને લખવા નું અટકાવ્યું.. પછી તરત જ એ બાથરૂમ માં ગઈ ત્યારે wall clock માં રાત ના 11 વાગ્યા હતા. એ બાથરૂમ માં ગઈ અને બાથરૂમ માજ એટેચ ટોવેલ કબોર્ડ હતો એમાં થી પોતાનું ટોવેલ લઇ ને ટોવેલ રોડ પર લટકાવ્યો. પછી તરત જ એને હોટ શાવર લેવાનું સ્ટાર્ટ કર્યું.

આ બાજુ ઘર ના નીચે ના ભાગે આવેલા કિચન માંથી રતના બેન દૂધ નો ગ્લાસ લઈ ને ઉપર બેડરૂમ મા આવ્યા અને writing table પર દૂધ નો ગ્લાસ મુક્યો અને ત્યાન્જ... "ધડામ" ... એક વિસ્ફોટ ...નાનો પણ અસરકારક... અને એ વિસ્ફોટ થી બાથરૂમ નો દરવાજો ઉખડી ને બહાર બાજુ ફેકાણો , જે સીધો રત્ન બેન પર આવી પડ્યો અને રતના બેન એની નીચે દબાઈ ને બેભાન થઈ ગયા.

બાથરૂમ માં એક બે આગ ની લપટ સળગી રહી હતી અને એ સુંદર યુવતી કાળી મેષ , બળી ગયેલ ચામડી સાથે અર્ધ મુરછીત અવસ્થા માં પડી હતી, નગ્ન..
આ ધડાકા ના અવાજ થી અડોશ પડોશ માં થી 8-10 લોકો દોડતા દોડતા આવી પહોંચ્યા.
એમા થી એક જણે તરત જ એમ્બ્યુલન્સ બોલાવી તો બીજા એ પ્રકાશ ભાઈ ને ફોન કર્યો અને જે ઘટ્યું એની જાણ કરી.

આ તરફ જાણ થતાં ની સાથે જ પ્રકાશ ભાઈ પોતાની ઓફીસ માં થી સીધા હોસ્પિટલ માટે નીકળ્યા કારણ કે ફોન પર કઈ હોસ્પિટલ માં દાખલ કરવાના છે એ જણાવી દીધું હતું. પ્રકાશભાઈ લગભગ 12 વાગ્યા સુધી પોતાની ઓફીસ માં બિઝનઝ રિલેટેડ કામ કરતા રહેતા હોય છે. અને અત્યારે પણ એજ કરી રહ્યા હતા.

"આયુષ", હોસ્પિટલ માં રત્ના બેન અને એ સુંદર યુવતી ને દાખલ કરવામાં આવી હતી પણ છોકરી નો 75% બર્ન કેસ હતો જે ઘણો જટિલ હતો. પ્રકાશ ભાઈ બને જણા ની તબિયત વિશે જાણકારી ડોકટર અવિનાશ પારેખ પાસે થી લીધી જેમાં એમની પત્ની નું જીવન સુરક્ષિત હતું પણ એની દીકરી સમવયિ યુવતી નું જીવન લગભગ અશક્યજ હતું.

પ્રકાશભાઈ સ્થિર અને અચેતન સમાં બેસી ગયા. થોડી વાર પછી એ આંખ બંધ કરી ને બેઠા રહ્યા.. એ ભૂતકાળ માં ગરકાવ થઈ ગયા.

*****************************************

6 મહિના પહેલા..1
અનામિકા ગોંડલ થી વડોદરા BA in English કરવા માટે આવી હતી અને પ્રકાશ ભાઈ અનામિકા ના પિતા ચંદ્રેશ ભાઈ ગોહિલ ના બાળપણ ના મિત્ર હતા જેથી અનામિકા ની રહેવા ખાવા માટે ની વ્યવસ્થા હોસ્ટેલ ની જગ્યા એ પ્રકાશ ભાઈ ના " અર્પણ" મેનશન માં જ થઈ ગઈ અને તેથી અનામિકા અને એના માતા પિતા ની અર્ધોઅર્ધ ચિંતા દૂર થઈ ગઈ.

અનામિકા નેચર માં ખૂબ જ મળતાવડી તેમજ હસમુખી હતી અને સહુ થી ઇમ્પોર્ટન્ટ એ આખા બોલી અને ઓપન માઇન્ડેડ હતી , જેથી કોલેજ માં એના ઘણા મિત્રો પણ બન્યા , ઘણા સંકુચિત વિચારકો એના દુષમન પણ બન્યા પણ જોકે એના થી અનામિકા ને ખાસ કોઈ ફેર નહોતો પડતો.

ઘર માં પણ પ્રકાશ અંકલ અને રત્ના આંટી સાથે ઘણું ફાવી ગયું હતું, પણ પ્રકાશ ભાઈ ને જરા અલગ રીતે ફાવ્યું હતું. 42 ની વયે પહોંચેલા પ્રકાશભાઈ અનામિકા તરફ એક અદ્રશ્ય અને વણ સમજાતું આકર્ષણ અનુભવી રહ્યા હતા અને ધીમે ધીમે એ આકર્ષણ એમની દિનચર્યા અને વાણી વર્તન માં ક્યાંક ક્યાંક જલકાવા મંડ્યા હતા અને એ અનામિકા અને રત્ના બેન બને ની નજરે ચડી ચૂક્યું હતું..

ઘટના ના 3 મહિના અગાઉ...

રતના બેન અને પ્રકાશ ભાઈ પોતાના બેડ પર સુતા હતા, સદેહે હતા પણ સહ મને નહતા. એમને પડખું ફરી ને પ્રકાશ ભાઈ ની છાતી ઉપર હાથ મૂકી સહેલાવ્યું અને ધીમે થી કહ્યું..
" મને વાંધો નથી જો તમે અનામિકા સાથે..." કહેતા ગળા માં ડૂમો ભરાઈ ગયો , અને પ્રકાશ ભાઈ સમજી ગયા કે રતના શુ કેહવા માંગે છે . પ્રકાશ ભાઈ ને અંદર થી આનંદ ની છોળો ઉડવા માંડી , એ આજ દિવસ ની રાહ જોતા હતા, પણ ક મને ના ગમતું હોય એમ ડોળ કરતા પ્રકાશ ભાઈ એ કહ્યું" વાત એ નથી કે મને શું લાગે છે. ઉંમર ના આ પડાવ ઉપર પણ આવી સંવેદના થાય એજ નથી ખબર પડતી"
" સંવેદના તો શરીર નું અવિભાજ્ય અંગ છે અને એમ પણ મારા થી ક્યાં તમને આ બાબત માં સંપૂર્ણ સંતોષ થયો છે કે મારા થી અપાયો છે? હું પ્રેક્ટિકલ છું. મને વાંધો નથી. પણ અનામિકા .." એમ કહેતા રત્ના બેન અટકી પડ્યા..
અને એજ સવાલ પ્રકાશ ભાઈ ના મગજ માં પણ અટક્યો..

એના સાત દિવસ પછી...

પ્રકાશ ભાઈ હવે થોડા ઓફીસે થી વહેલા આવા મંડ્યા હતા ,કારણ અનામિકા હતું. એ અનામિકા સાથે બેસી ને વાતો કરતા કરતા પોતાની દિલ ની વાત કહી એને પોતાની તરફ વાળ વા નો પ્રયાસ કરવા માંગતા હતા અને તેથીજ એ આજે થોડા જલ્દી આવી ગયા હતા..

એ હોલ થી ઉપર બેડરૂમ તરફ આવા માટે પગથિયાં ચડ્યા અને અનામિકા ના રૂમ તરફ આગળ વધ્યા , એમના મન માં અલગ જ રોમાંચ હતો, ઘભરાટ પણ હતો પણ હિંમત પણ ભેગી કરી હતી અને એ દરવાજા પાસે પહોંચ્યા કે એમને કાંઈક સંભળાયું.. એ સાંભળી ને એમના પગ નીચે થી જમીન સરકી ગઈ.. દુઃખ, ગુસ્સો, જુનુંન બધી મિશ્રિત લાગણીઓ માથા પર ભમવા માંડી..

એમને દરવાજા બહાર ઉભા ઉભા અંદર પ્રણાયફાગ નો ઉનહકાર સંભળાતો હતો અને એ અવાજ પરથી એ ભાળી ગયા કે એ કોઈ નહીં પણ રતના અને અનામિકા ના ઉનહકાર હતા.

ગુસ્સામાં આવી ને પ્રકાશ ભાઈ એ જોર થી દરવાજા ને લાત મારી અને દરવાજો નકુચા માંથી નીકળી ને તૂટી ને ખુલી ગયો અને પ્રકાશ ની સામે 40 વર્ષીય રત્ના અને 26 વર્ષીય અનામિકા પ્રણાયફાગ ની સ્થિતિ માં અનાવૃત અવસ્થા માં નજરે પડ્યા , પ્રકાશ ભાઈ ને જોઈ ને રતના બેન ની હાલત એવી હતી કે જાણે સાપ જોઈ લીધો હતો પણ અનામિકા ને કોઈ ભય કે અપરાધભાવ નહોતો. અને એ કેમ નહોતો એ પ્રકાશ ભાઈ ની નજરે ચડી ચૂક્યું હતું..

અનામિકા પૂર્ણ સ્ત્રી હતી સિવાય એક .. એનો એક અંગ પુરુષ નો હતો.she was born as "true hermaphrodites" અથવા કહી શકાય કે એ ઇન્ટરસેક્સ લેડી હતી એક એવી યુવતી જેણે પુરુષ અંગ સાથે જન્મ લીધો હતો. જેના વિશે અનામિકા અને એના માતા પિતા એ દુનિયા થી આ વાત છુપાવી હતી ..

ઉપરોક્ત ઘટના ની અઠવાડિયા પહેલા:

અનામિકા પોતાના બાથરૂમ માં નાહવા ગઈ હતી રાત્રે 11 વાગ્યે ત્યારે રોજ ના નિયમ મુજબ રત્ના બેન દૂધ લઈ ને રૂમ માં આવ્યા અને ત્યાન્જ અનામિકા છાતી પર ટુવાલ બાંધી ને બહાર આવી , અને પોતાની આદત મુજબ તરત જ એને દૂધ નો ગ્લાસ લીધો પણ હાથ થોડા ભીના રહી જવાને લીધે ગ્લાસ હાથ માં થી છટક્યો અને કાચ નો ચૂરો થઈ ગયો અને એ કટકા થી બચવા અનામિકા એ પાછળ કૂદકો માર્યો અને છાતી પર હાથ જતો રહ્યો પણ એના થી ઓચિંતી કોઈક કારણ સર ટુવાલ છૂટી ગયો અને રત્ના બેન સમક્ષ એક અનઅપેક્ષિત સત્ય બહાર આવ્યું.

પણ અનામિકા એ વિગતે તમામ વાત કહી અને પોતાના મન ની વાત રત્ના સમક્ષ મૂકી કે એ રત્ના ને ચાહે છે.

રત્ના ને જાણે અફાટ રણ માં એક મૃગજળ દેખાયું અને વર્ષો વર્ષ ની ત્રિષણા પુરી થવાની આરે હોય એમ લાગવા માંડ્યું અને મન એ મગજ પર પોતાનો કાબુ કરી દીધો. હવે રત્ના તન અને મન થી જે પ્રકાશ પાસે થી ન મેળવી શકી એ અનામિકા પાસે થી મેળવી શકી હતી અને અંદરો અંદર રત્ના ને દુઃખ પણ હતુ કે પ્રકાશ ને દગો દઈ રહી છે.

પણ સંવેદના ઓ એ તર્ક ને ઓગળી દીધો હતો. હવે રત્ના અનામિકા ના પ્રેમ સહજ ભાવ થી ફરી અમૂલ્ય સ્ત્રી રતન થઈ ગઈ હતી..

*****************************************

પ્રેમફાગ નિહાળી ચુકેલો પ્રકાશ અંદર થી જવાળામુખી ની જેમ ફાટ ફાટ થતો હતો. એ આ હકીકત સ્વીકારી શકતો નહોતો. અને એણે આનો ઉપાય શોધી કાઢ્યો.

ત્યાં સુધી જાણે બધું નોર્મલ થઈ ગયું હતું. પ્રકાશે એ બને નો સંબંધ સ્વીકારી લેવાનો ડોળ કરી ને બને ને વિશ્વાસ માં લઇ લીધા હતા.

ઘટના નો દિવસ:
અનામિકા કોલેજ ગઈ હતી અને રત્ના શાકભાજી અને અન્ય ઘર વખરી માટે નો સમાન લેવા બજારે ગઈ હતી ત્યારે એ દિવસે ઓફિસે જતા પહેલા અનામિકા ના બાથરૂમ માં જઇ ને ઇલેક્ટ્રિક ગીઝર ના કનેક્શન માં કાંઈક છેડછાડ કરી દીધી. જેથી ધાર્યા મુજબ શોટ સર્કિટ થાય અને એક નાનો ધડાકો અને એની ઈચ્છા મુજબ નું પરિણામ મળે.

પછી એ ઓફીસ જાવા નીકળી ગયો. અને હવે એને ઘરે વહેલા આવા માટે નું કોઈ કારણ નહતું..

ઘટના ના દિવસે અર્ધી રાત્રે હોસ્પિટલ માં:

આંખ મીંચી બેઠેલો પ્રકાશ ભૂતકાળ માંથી વર્તમાન મા આવી ગયો હતો, આંખ હજી બંધ જ હતી અને એમના હોઠો પર હળવુ સ્મિત ઉભરી આવ્યું..

**************** સમાપ્ત*************

દરેક વાચકમિત્રો ને વિનંતી કે આખી વાર્તા વાંચી અને ઘટના અને કેરેકટર ના સનલગ્ન માં વિચારી ને આપનો રીવ્યુ આપશો.. વાર્તા રોજિંદી જીવન માં ઘટતી ઘટના કર્મ કરતા થોડી અલગ છે. જેથી ઉપરોકત વિનંતી કરેલ છે.

Rate & Review

Saumil Kikani

Saumil Kikani Matrubharti Verified 3 years ago

Ina Shah

Ina Shah 2 years ago

Arzoo baraiya

Arzoo baraiya 2 years ago

Vicky Thacker

Vicky Thacker 2 years ago

Ajay Vasavada

Ajay Vasavada 2 years ago