Short stories - 2 - Seeding books and stories free download online pdf in Gujarati

લઘુ કથાઓ - 2 - બીજદાન

લઘુકથા 2: બીજદાન

કૃતિકા એક મોર્ડન છોકરી હતી. આશરે 28 એક વર્ષ ની ઉંમર. સુઘડ શરીર, કોઈ પણ પરફ્યુમ વગર સુવાસિત થયેલ શરીર, નમણી આંખો અને ખિલખિલાટ હસી એની ડિપ્લોમા હતી.
એ દર મંગળવારે ટિકટોક પર પોતાના વિડિઓઝ મૂકી ને એને લગભગ 8 મહિનાઓ માં 2 લાખ ફોલૉઅર્સ બનાવી દીધા હતા.જોકે એના વિડિઓઝ સંદેશત્મક હતા.

પણ આજે સવારે આવેલ એક ફોને એની નીંદર ઉડાડી દીધી હતી. એના વિશેજ એ પોતાના ભાડા ના ઘર ના હોલ માં બેઠી બેઠી વિચારી રહી હતી. એ હાલ મુંબઇ ના માટૂંગા એરિયા માં એક ફ્લેટ માં ભાડે રહેતી હતી.

એને પોતાનો ફોન ઊંચક્યો અને એક નંબર ડાયલ કર્યો, બે એક રિંગ વાગ્યા પછી સામે થી ફોન રિસીવ થયો અને અવાજ આવયો," what happen darling, કેમ સવાર 11 વાગ્યા માં હું યાદ આવયો. હું તો રાતે 11 વાગ્યે કોલ પર આવા વાળો છું તારી માટે"

" ખોટા લવારા બન્ધ કર અને મને કહે કે તારા ધ્યાન માં કોઈ સારો વકીલ છે જે મારી માટે કેસ લડી શકે?" કૃતિકા એ પોઇન્ટ પર આવતા પૂછ્યું.

" કેમ શુ થયું.? ,થોડું ડિટેલ માં કહે તો હું વ્યવસ્થિત વ્યક્તિ ને શોધી શકું" સામે થી અવાજ આવયો.

"એક કામ કર , હમણાંજ નિકળ અને 20મિનિટ માં મારા ઘર નજીક એક પાર્ક છે ત્યાં મળ. અત્યારે ચાલુ દિવસ છે કોઈ નહીં હોય એટલે શાંતિ થી વાત કરું" કૃતિકા એ જણાવ્યું.

"ઓકે 11:30 શાર્પ. હું ત્યાં મળીશ. ચાલ બાય" સામેથી કોલ કટ થયો. ફોન પર કેવિન નામ વંચાતું હતું.

*સવારે 11:35 વાગ્યે માટૂંગા માં આવેલ પાર્ક માં:*

પાર્ક ના છેવાડે આવેલ બેન્ચ પર કૃતિકા અને કેવિન બેઠા હતા , બે એક મિનિટ ના મૌન બાદ કેવિન થોડોક અકળાતા, " અહીંયા મારા બેસણા માં આવ્યા છીએ?"

કૃતિકા એ કરડાકી નજરે કેવિન તરફ જોયું અને થોડીક ગુસ્સે થઈ ને કોઈ ટપોરી છોકરા ની માફક બોલી " અહીંયા મારી ગા#@ મરાઈ ગઈ છે ને તને ટોન્ટ મારવા ના સુજે છે"

"હા તો કેમ મરાઈ છે એજ જાણવા બોલાવ્યો છે ને તો બોલ ને , ક્યાં શું અને કેવી રીતે અને કેટલી વાગી છે?" સામે વધુ ગુસ્સે થતા કેવિન બોલ્યો.

આ જોઈ ને કૃતિકા સહેજ નરમ પડી અને કહ્યું " મારા ઉપર કવિરાજ જાડેજા એન્ડ ફેમેલી, ગૌતમ મહેતા એન્ડ ફેમિલી અને મયંક નાણાવટી એન્ડ ફેમેલી એ બ્લેકમેલિંગ અને સંપત્તિ પડાવા અંગે નો કેસ ઠોકયો છે".

આ સાંભળી ને કેવિન નો પારો સાતમા આસમાને પહોંચી ગયો અને બેન્ચ પર થી ઉઠી ને બોલ્યો " ના પાડી હતી ને તને .. હે.. ના પાડી હતી ને મેં કે આ ધંધા ના કર? ના માની તે નજ માની" જરા અટકી ને પાછો " હજી હક જતાવો તમારા બીજદાન નો "...

*****************************************
આજ થી 3 વર્ષ પહેલાં:

કૃતિકા ફેસબુક પર સર્ફ કરી રહી હતી ત્યાં એક fb page નો એક વિડિઓ આવ્યો જે એની નજરે પડ્યો પણ ધ્યાન ત્યારે ગયું જ્યારે એમા ઉપર લખાયું હતું કે " THE LADY BECOME REACH IN JUST 6 MONTHS BY RENTING HER EGG".

આ લાઇન માં એને કંઈક નવું લાગ્યું એટલે એને એ આખો વિડિઓ જોયો અને એના અંતે કૃતિકા ને ખ્યાલ આવી ગયો કે ભારત માં પોતાનું અંડ કોષ અથવા એગ રેન્ટ પર આપ લે કરવા નું બિઝનેસ ખાસુ મોટું છે (લગભગ 1.6 બિલિયન rs) અને એ હજી વિશાળ થશે. અને આ આખો વિડિઓ જોઈ ને એણે પોતાના મિત્ર કેવિન ને પોતાના કોન્ટેક્ટ્સ થ્રુ આ વિશે ની જાણકારી મેળવવા માટે દોડાવ્યો સાથે સાથેપોતે પણ ગૂગલ પર પોતાની રીતે embrylogist અને ગાયનેક ના emial શોધી ને જાણકારી મેળવવા માંડી.

મહિના ના અંતે એણે આ સંબધિત ઠીક ઠીક માહિતી મેળવી લીધી અને એણે એ કામ કોણ કોણ ડોઝટર્સ અને ક્લિનિક કરે છે એ પણ જાણી લીધુ અને એ પહોંચી ગઈ "સંવર્ધન IVF " ક્લિનિક માં ડોકટર અનુજા ગોસ્વામી પાસે.

" મેં ઈન્ટરનેટ માં અમુક સ્પેશિલાઇસ્ટ ના વિડિઓઝ અને આર્ટિકલ વાંચી ને ડીસીઝન લીધું છે કે I want to preserve my eggs for Renting the needy couples. મારી ઉંમર 25 છે , so can I Do It?" ગોસ્વામી મેમ ની સામે direct point ની જ વાત કરી.

" એજ ના આધારે યસ બટ એ પહેલાં તમારું ફૂલ બોડી ચેક અપ કરવું પડશે ખાસ કરી ને તમારા સેક્સયુલ હોર્મોન્સ માટેના. આ પ્રોસીઝર માટે એની માટે ના તમામ ટેસ્ટ કરાવવા પડશે અને એમાં બધું પરફેક્ટ રહ્યું તો .. યસ. યુ આર ફ્રી ટુ રેન્ટ યોર એગ."

તમામ પ્રકાર ના ટેસ્ટ આગલા 4 દિવસો માં થયા અને બધુંજ નોર્મલ હોવા થી પ્રોસીજર કરી ને કૃતિકા ના એગ ને પ્રિસર્વ કરી દેવા મા આવ્યા.

હવે એના પ્રિસર્વડ એગસ 3 ફેમેલી ને આશીર્વાદ સમાં મળવાના હતા કારણ કે આ ત્રણે ફેમિલી પૈસે ટકે સુખી હોવા છતાં સંતાન સુખ નહોતા પામી શક્યા અને તેથીજ એમને સંવર્ધન ivf માં પોતાનું નામ રજીસ્ટર કરાવી રાખ્યું હતું અને એ માટે પર ફેમિલી સંવર્ધન ivf કૃતિકા ને 1 લાખ રૂપિયા જેટલી કિંમત ચુકવવાની હતી જેના એગ્રીમેન્ટ્સ પણ સહી થઈ ચૂક્યા હતા , હાલાકી લૉ ઓફ કોન્ફિડેનશીએલિટી ના અંતર્ગત કૃતિકા ને અને આ ત્રણે ફેમેલી ને એક બીજા વિશે ની ખબર નહોતી.

1 લાખ જેટલી કિંમત કૃતિકા ના સુપરલી ફરટાઇલ એગ ના કારણે સંવર્ધન ક્લિનિક કૃતિકા ને દઈ રહી હતી, અને એટલીસ્ટ બીજા 50 હજાર સક્સેસફૂલ ડિલિવરી પછી ચુકવવાની હતી.

આ પ્રોસીજર બીજી ત્રણ ફેમેલી ને વધુ માં વધુ મળી શકશે એમ ક્લિનિક માં થી કૃતિકા ને જણાવા માં આવ્યું હતું કારણ કે ટેકનિકલી અને વૈજ્ઞાઈક ધારાધોરણ મુજબ એક એગ વધુ માં વધુ 6 વાર જ પ્રિસર્વ કરી ને ivf ટ્રીટમેન્ટ કરી શકાય.

આ જાણી ને એક તરફ કૃતિકા ને આવનાર સમય માં દોઢ લાખ ગુણીયા 6 ફેમેલી દેખાઈ રહી હતી પણ એટ અ સેમ ટાઈમ એ 6 ફેમેલી માત્ર છ ફેમેલી લાગવા માંડી હતી.

એનું ગર્ભ નું ઈંડુ કૃતિકા ને સોના પેદા કરવાનું ઈંડુ લાગવા માંડ્યું હતું. એટલે એના મગજ માં કાંઈક રંધાઈ રહ્યું હતું.

*****************************************

કૃતિકા એ મોહન તાંબલે નામક મરાઠી યુવક જે ડેટા મેનેજર હતો ડૉ ગોસ્વામી ની ક્લિનિક માં એને પોતાની આવક માંથી 10 ટકા હિસ્સો અને ગેરેન્ટી તરીકે પોતાનું શરીર સોંપી ને કોન્ફિડન્સ માં લઇ ને એ 3 ફેમેલી ની બધી જાણકારી મેળવી લીધી.

પછી દરેક ફેમેલી પર્સન ને કોલ કરી ને માત્ર એક વાત કરી, " મારા બીજ થકી તમારા ઘર માં ફૂલ જન્મ લેશે , ક્લિનિકે તો પોતાની કમાણી માંથી નાનકડો હિસ્સો મને મારુ બીજ એમને પ્રિસર્વ કરવા બદલ આપયો છે અને આગળ પણ આપશે, પણ જેને આનો મુખ્ય ફાયદો થાય છે , આજીવન સુખ આનંદ ની પળ જે કારણ સર મળી રહી છે એને તમે તમારી આવક માંથી હિસ્સો નાનો તો નાનો નહીં આપો?"

પહેલા તો 3 એ ફેમેલી એ આ વાત ને નોર્મલ જાણી ને ગ્રેટીટ્યુટ તરીકે સ્વીકારી ને કૃતિકા ને 2-2 લાખ ના ચેક મોકલ્યા પણ ધીરે ધીરે કૃતિકા ની માંગ ફ્રિકવન્ટ થવા માંડી,લાલચ માં એ નિયમ અને કાયદા ભૂલવા માંડી અને તેથીજ ત્રણે ફેમેલી એ આ બાબત સર પહેલા સંવર્ધન ક્લિનિક ઉપર ફરિયાદ નોંધાવી અને પછી કૃતિકા ઉપર બ્લેકમેલિંગ તેમજ સંપત્તિ માં બિનકાયદેસર માંગણી નો કેસ નોંધાવ્યો અને એટલેજ આજે કેવિન ને મળવું જરૂરી હતું.

કેવિન મુંબઇ ના બિલ્ડર બાપ ની એક ની એક સંતાન હતો અને એના પિતા ના ઘણા ઊંચા કોન્ટેક્ટ્સ વિશે એ જાણતો હતો. તેથીજ કૃતિકા એ એને બોયફ્રેન્ડ બનાવી રાખ્યો હતો.

કેવિન એ પાર્ક ની મિટિંગ પછી ના બીજા દિવસે જ પોતાના ફાધર ને વાત કરી અને એમને સમજાવી ને મુંબઇ ના બેસ્ટ લોયર હિમાંશુ પ્રજાપતિ ને હાયર કર્યા અને તમામ વિગતો થી અવગત કર્યા..

*****************************************

3 મહિના ની કાયદાકીય બેટલ પછી , મજબૂત વકીલ પાસે તગડી ફીસ ની સાથે નબળો કેસ વધુ ના ચાલી શક્યો અને કૃતિકા એ કેસ હારી ગઈ.

3 ફેમેલી ના પક્ષે રહેલ વકીલ ચૈતન્ય બુચ એ કૃતિકા વિરુદ્ધ મેન્ટલ હેરસમેન્ટ નો દાવા માંડવા માટે પણ ત્રણે પરિવાર ને જણાવ્યું અને ત્રણે પરિવાર એની માટે સમતી આપી અને સામે વળતર ની પણ માંગણી કરી જે અદાલત એ મંજુર રાખી.

હવે , કૃતિકા ક્લિનિક અને પરિવાર પાસે થી કમાયેલી આવક એ વળતર રૂપે આપી ચુકી છે અને હાલ માં જ સંવર્ધન ક્લિનિક એ એગ્રીમેન્ટ ના ઉલ્લંઘન બાબત કૃતિકા ઉપર કેસ ચલાવ્યો છે.

*****************************************

પ્રિય વાચક મિત્રો, આ વાર્તા ને અનુલક્ષી ને અને કૃતિકા ના કૃત્ય ને અનુલક્ષી ને આપના રીવ્યુ તેમજ રેટિંગ્સ આપશો.