Short stories - 5 - Prisoner in Gujarati Short Stories by Saumil Kikani books and stories PDF | લઘુ કથાઓ - 5 - પ્રિઝનર

લઘુ કથાઓ - 5 - પ્રિઝનર

લઘુ કથા 5 : પ્રિઝનર

પુણે ની યરવડા જેલ ના મોટા ગેટ પાસે પોલીસ ની બ્લુ વેન આવી ને ઉભી રહે છે. જેમાં થી લગભગ 10 એક વ્યક્તિઓ ઉતરે છે અને વેન માં થી ચાર અને ગેટ પાસે ને બીજા બે એમ છ ઓફિસર્સ એ દસે ને લોકોને લાઇન માં ઉભા રાખે છે. એક પછી એક ગેટ માં બધા અંદર પ્રવેશ કરે છે અને અંદર કેબીન જેવી જગ્યા માં એક ઓફિસર બેઠો છે જે દરેક ના નામ અને ઉંમર પૂછે છે સાથે સાથે કયા ગુના હેઠળ આવયા એની નોંધ કરે છે.
એમા પાંચમા નમ્બરે એક વ્યક્તિ આવે છે, અને એને ઓફિસર નામ અને ઉમર પૂછે છે, જવાબ માં એ વ્યક્તિ જવાબ આપે છે, " મનોહર પ્રસાદ શર્મા, ઉંમર 28".

એની પાસે નો સામાન લઇ ને જેલ ના કપડાં અને પાથરણું આપે છે અને બેરેક નમ્બર 8 માં લઇ જવાય છે.

એ બેરેક માં લગભગ બિજા 18 કેદી ઓ પોત પોતાની જગ્યા પકડી ને ગોઠવાયેલ છે, કોઈ આડું પડ્યું છે, કોઈ બેઠા છે, કોઈ બેરેક માં ટહેલે છે, એમ મનોહર અને એની સાથે બીજા 5 જણ ને અંદર મુકવા માં આવે છે..

અને એજ રાત્રે કંઈક ઘટે છે.

રાત્રે બેરેક માં ઘોર અંધકાર હતું. અમુક કેદીઓ નસકોરા બોલાવતા સુતા હતા, તો અમુક પડખા વળિયે રાખતા હતા. એમા જ એક ખૂણામાં સૂતા મનોહર ઉપર ત્રણ જોડી હાથ અનુક્રમે મોઢા, હાથ અને પગ પર પડ્યા અને મોઢું દબાવી ને એને ઉચકી લીધો. અણધાર્યા હુમલા થી મનોહર રઘવાઈ ગ્યો અને અનુચિત થવા ની બીકે ઊંચો નીચો થવા માંડ્યો અને હાથ પગ ઉછાળવા માંડ્યો પણ એ ત્રણે જણ ખમતીધર હતા અને આ ઉછળ કુદ નો કોઈ ખાસ ફરક પડ્યો નહીં.

5 મિનિટ ના અંતરે એ એક મોટા બીજા બેરેક માં પહોંચ્યા જ્યાં એક 6 ફૂટ નો ખડતલ માણસ ખુરશી નાખી ને બેઠો હતો.

મનોહર ને નીચે ઉતારી ને ત્રણ માંથી એક માણસ બોલ્યો, " ચિકના મુરગા હે ભાઈ"..

" જેસા ભી હો લઝીઝ હોના ચાહિયે, ઉતાર.."
તરત જ ત્રણ માંથી બે જણ એ મનોહર ને પેટ ના બલ જમીન પર દબાવી ને સુવડાવ્યો, બીજા એ એનું પેન્ટ ખેંચી લીધુ ત્યાન્જ બેરેક ના સળિયા ઉપર જોર થી એક પ્રહાર થયો અને બેરેક નું દરવાજો અધકચરો તૂટી ને ખૂલી ગયો અને બીજા 5 માણસો અંદર આવયા જેમાં એક ચશ્માં પહેરેલો વ્યક્તિ પણ અંદર હતો.

એને જોઈ ને પેલો પઠો બોલ્યો, " યે મેરા મુરગા હૈ પ્રોફેસર, તેરી છુરી બીચ મેં મત ડાલ"

"આદમી કબ સે મુરગા હો ગયા તેરે લિયે સાલે. હરેક કો તેરે સાલે કી નઝર સે દેખતા હૈ ક્યાં?" અને એ સાંભળી ને એ પાંચ લોકો ખડ ખડાટ હસવા મંડ્યા અને પછી પ્રોફેસર બોલ્યા , " લડકો , ઇસ બચે કો અપને સાથ લેલો. અબ સે અપને સાથ રહેગા". અને પઠા બાજુ જોઈ ને કહ્યું " અબ એ મેરી સિક્યુરિટી મેં હૈ, કોઈ ઊંચ નીચ કી તો તેરી "બટર નાઈફ " કો અપની છુરી સે કાટૂંગા." કહી ને પાંચે લોકો મનોહર ને લઇ ને બેરેક માં પહોંચી ગયા. પ્રોફેસર ના બીજા માણસો મનોહર ના બેરેક માં જઈ ને એનો સમાન લઈ આવયા.

બીજા પાંચ દિવસો માં મનોહર જેલ ના વાતાવરણ થી અનુકૂળ થઈ ગયો અને પ્રોફેસર સાથે સારી દોસ્તી થઈ ગઈ. ત્યારે પ્રોફેસર ને સતત 6 દિવસો થી " માર્ટિન લ્યુથર કિંગ 1" ની બુક વાંચતા જોઈ ને મનોહર એ પ્રશ્ન કર્યો "આપ હિસ્ટ્રી કે પ્રોફેસર થે?"

" થે નહીં હૂં, આજ ભી, વન્સ અ પ્રોફેસર ઓલવેઝ અ પ્રોફેસર, યુ નો?" જવાબ આપ્યો.

"હા , લેકિન અબ તો વન્સ અ ક્રિમિનલ ઓલવેઝ અ ક્રિમિનલ કહે જાયેંગે ના".

આ સાંભળી પેજ નો ઉપલો ભાગ વાળી ને બુક બન્ધ કરી અને જવાબ આપતા કહ્યું, " તેરે લિયે ક્રાઈમ ક્યાં હે"?

સવાલ સાંભળી ને થોડોક કન્ફ્યુઝ થયો અને પછી મનોહરે પૂછ્યું, "મતલબ"?

જવાબ માં પ્રોફેસર બોલ્યા "મતલબ તુમ ક્રાઈમ કો કેસે જસ્ટિફાઈ કરતે હો? અચ્છા બતાઓ તુમ કિસ ચાર્જ મેં આયે હો"?

"ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ મેં ગલતી સે ગાડી ડિવાઈડર પર ચડ ગઈ તો પલટી ખાકે સામને ખડી દુકાન મેં ઘૂસ ગઈ. રાત કે 11 બજે થે ઇસલિયે જાન માલ કા કોઈ નુકસાન નહીં હુઆ લેકિન cctv માં આગયા ઇસ લિએ મેં યહાઁ આગયા 3 મહિને કે લિયે. "
"તો તુમ ઇસે ક્રાઈમ કહોગે યા રુલઝ તૂટને કી ગલતી"? પ્રોફેસર એ કાઉન્ટર સવાલ કર્યો અને તરત જ એને કહ્યું, " મેને એક નેતા કે લડકે કો થપ્પડ મારદીયા કયો કિ વો મુજે મેરી ઔકાત મુજે બતા રહા થા, તો ઉસકા બાપ અપની ઔકાત બતાને કે લિયે સ્કુલ મેં એકે મેરા કોલર પકડ કે અન શન બોલને લગા તો જો હાથમે આયા વો ઉઠા કે સર પે માર દીયા, ખૂન કી ધારા બેહ ને લગી તો હોસ્પિટલ મેં બેઠે બેઠે ઉસને અપની પોઝિશન કા ફાયદા ઉઠાકર ઉસને સ્કુલ કે વિટનેસ કો અપના એલેબાય બનાકર મુજપે "હત્યા કી કોશિશ " કા ચાર્જ ઠોક દિયા. " સાત કી લગ ગઈ. એ ચોથા ચલ રહા હૈ. તો ઇસે તુમ ક્યાં કહોગે . ક્રાઈમ યા નેચરલ રેફલેક્સ બાય બોડી"?..

આવીજ ઘણી બધી વાતો થઈ જેમાં મનોહર એ જાણ્યું જે ડેલિબ્રેટ ક્રાઈમ , સ્ટીમયુલેટિંગ ક્રાઈમ, અને નેચરલ રીફલેક્સ થી થતી ઘટના માં ઘણા અંતર છે અને એમાં સંડોવાયેલા લોકો માં પણ.. અને એ પાંચ માણસો સાથે હતા એ બધા નેચરલ રીફલેક્સ થી થતી ઘટના નો ભોગ બન્યા હતા અને કાયદા મુજબ જેલ થઈ હતી જ્યારે એ પોતે માત્ર એક રૂલ્સ તૂટયા ના ભોગે જેલ માં હતો.. અને આ 15 દિવસ માં એટલું જાણી ગયો કે જેલ માં રહેતા દરેક કેદી "આરોપી " નથી હોતા.

જેલ માં જ એને પ્રોફેસર ની સંગાથે દોઢ મહિના માં ગાંધી થી લઈ ને નેલ્સન મનડેલા, સ્વામી વિવેકાનંદ થી માંડી ને રામકૃષ્ણ પરમહંસ, ઓશો થી લઇ ને દલાઈ લામાં ને વાંચ્યા, સાથેજ ભારતીય ઇતિહાસ અને કાયદાકીય ચોપડીઓ નું પણ વાંચન કર્યું , તો બાકી ના પાંચ સાથીદારો ની મદદ થી થેલી ગૂંથવી, કાપડ સિવવા, પથર ની યોગ્ય કટાઈ બધું શીખ્યો અને દરેક વ્યક્તિ ઓ ની જીવન રસ ને માણતો રહ્યો.

આ દોઢ મહિના માં મનોહર બીજો પ્રોફેસર બની ચુક્યો હતો. અને જેલ માં એક સુવ્યવસ્થિત વાતાવરણ બનવા માંડ્યું હતું. એ સહુ બેરેક 6 માં હતા અને જાણે એકદમ ખુશ હતા. જ્યારે જેની રિહાઈ આવતી ત્યારે લાગણીશીલ થઈ જતા. બેરેક 6 ના તમામ 21 કેદી ઓ એક બીજા ના કુટુંબ બની ચુક્યા હતા. બધા એ એક બિજા થી વાયદા લીધા હતા કે બહાર નીકળી ને આપણે બેરેક ના તમામ સાથી ઓ ભેગા થઈ ને કામ કરશું. કારણ એ લોકો જાણતા હતા. સમાજ હવે એક ચોક્કસ ધારાધોરણ બાંધી લેશે, અંતર રાખશે અને સમાજ ની વચ્ચે રહેવા છતાં સમાજ નો કચરો જ કહેવાશે.

બીજો મહિનો વીતી ગયા પછી,

પ્રોફેસર મનોહર ની બાજુ માં આવી ને બેઠા અને હાથ પકડી ને કહ્યું, " અસલી કેદ અબ શુરું હોગી મનુ. કાનૂન કી નઝર સે હમ એકયુઝડ કહે જાયેંગે લેકિન સમાજ મેં હમ અપરાધી હી રહેંગે, લોગ દૂર રહેંગે લેકિન નઝરે હમ પર રહેગી, લેકિન તુને જો મહાત્મા ઓ કી જીવની પેઢી હે ઉસે યાદ રાખનાં, ઉસે જીના, તુને કાનૂન તોડા થા જો હમને હી બનાયા હૈ, તો બિનદાસ રહેના. બિલકુલ અને નામ કી તરહ મનોહર.. સમજા.."

આંસુભરી આંખે હા માં માથું હલાવે છે અને ભેટી પડે છે.

5 મહિના પછી...

જેલ માં બેરેક 6 માં હિન્દી ન્યૂઝ પેપર લઇ ને એક હવાલદાર આવે છે અને પ્રોફેસર ને આપતા કહે છે, " પ્રોફેસર સાબ , આપકે સંગત ને એક બીગડેલ બચ્ચે કો સુધાર દિયા , એ પઢીએ"..

પેપર માં ફ્રન્ટ પેજ પર મનોહર નો ફોટો હતો અને લખ્યું હતું " પ્રીઝનર સે મોટીવેશનલ પ્રોફેસર કી ઓર ઉડાન".
" પીછલે તીન મહિનો મેં 100 સે જ્યાદા પ્રોગ્રામ્સ."

આ વાંચી ને પ્રોફેસર ની આંખો માંથી ખુશી ના આંસુ આવી નીકળ્યા.. અને મન માં બોલ્યા " કીચડ સે એક કમલ ખીલ ઉઠા" ..

પેપર બાજુ માં મૂકી ને એમના બેડિંગ પાસે " શ્રી ભગવત ગીતા" લઈ ને વાંચવા નું શરૂ કર્યું...

*****************************************
વાચક મિત્રો, ઉપરોક્ત વાર્તા ની ઘટના, કિરદાર ને અનુલક્ષી ને આપના રેટ અને રીવ્યુ આપશો..





Rate & Review

JAGDISH.D. JABUANI
Hetal Togadiya

Hetal Togadiya 2 years ago

Anika

Anika Matrubharti Verified 2 years ago

rose

rose 2 years ago

Saumil Kikani

Saumil Kikani Matrubharti Verified 2 years ago