Short stories - 4 - cage in Gujarati Short Stories by Saumil Kikani books and stories PDF | લઘુ કથાઓ - 4 - પીંજર

લઘુ કથાઓ - 4 - પીંજર

લઘુકથા 4: પિંજર

અમદાવાદ ના ગીતામંદિર એરિયા માં , લોટસ પેલેસ સોસાયટી ના B wing માં 8 ટોપ ફ્લોર પર આવેલ પેન્ટહાઉસ ના આલીશાન બેડરૂમ માં પોતાના બેડ પર એક વ્યક્તિ ભર ઊંઘ માં થી ઉઠ્યો. સવાર ના 8 વાગ્યા હતા. એને ઉઠી ને તરત જ સામે ની દીવાલ ઉપર ફિક્સ કરેલી ડિજિટલ ઘડિયાળ માં જોયું અને ભાન થયું કે એ પૂરો 20 મિનિટ મોડો ઉઠ્યો છે. એણે 9 વાગયે પોતાના એક અસીલ સાથે મિટિંગ કરવાની હતી. એટલે વધુ કાઈ ન કરતા હાથ મોઢું વ્યવસ્થિત ધોઈ , પરફ્યુમ કરી ને એ વ્યક્તિ પ્રોપર ડ્રેસ અપ થઈ ને પોતાની કાર અને ઘર ની ચાવી લઇ ને બહાર નીકળ્યો અને દરવાજો લોક કર્યો, દરવાજા ઉપર ફ્લેટ ઓનર એટલે કે એ વ્યક્તિ નું નામ મેનશન હતું, હર્ષવર્ધન મહેતા. LLM , ગુજરાત હાઈકોર્ટ.

પાર્કિંગ માં ઉભેલી સિલ્વર મરસિડિસ બેનસ કલાસ B નું ઓટો અનલોક ઓપન થયું અને દરવાજો અનલોક થયો , અંદર બેસી અને બીજી 5 મિનિટ માં એને પોતાની ગાડી , લોટસ પેલેસ ના પરિસર માંથી બહાર કાઢી અને પોતાની ઓફીસ તરફ જે પાલડી માં સ્થિત હતી ત્યાં જાવા નીકળી પડ્યો..

માંડ 10 મિનિટ નો રસ્તો પસાર કર્યો હશે ત્યાં એક એસ ટી બસ અચાનક ચાર રસ્તા ના એક ખૂણે થી આવી અને સામે તરફ ધસી આવી, સમય સુચકતા વાપરતા હર્ષવર્ધન એ પોતાની કાર ને પોતાની તરફ , રાઈટ સાઈડ વાળી પણ બસ ની સ્પીડ વધુ હોવા થી બસ નો ફ્રન્ટ લેફ્ટ હિસ્સો કાર ની બેક લેફ્ટ હિસ્સા પર ભટકાણી અને કાર drift મારી ને પલટાઈ જઈ ને રસ્તા ની છેડે આવેલ સલૂન ના કાચ ના દરવાજા માં જઈ ને ઘુસી ગઈ. કાચ નો કચ્ચરઘાણ નીકળી ગયો અને તેમજ અંદર બેઠેલ બે કસ્ટમર અને બે વાળંદ ને પણ થોડા ઘસરકા પડ્યા.

પણ અદ્યતન મરસિડિસ માં બેઠેલ હર્ષવર્ધન ને ગાડી ડ્રિફ્ટ અને પલટી ખાતા માથું કાર રૂફ માં ભટકાતા એ ત્યાન્જ બેભાન થઈ ગયો.

આજુ બાજુ માંથી લોકો એ દરવાજો ખોલોયો , તો એક જણ એ 108 માં કોલ કરી દીધો, અને બે ત્રણ જણ એ હર્ષ ને કાર માંથી સીટબેલ્ટ ખોલી ને બહાર કાઢ્યો અને બાજુમાંજ આવેલી ફર્નિચર ની દુકાન માં શોકેસ માં મૂકેલ સોફા ઉપર સુવડાવ્યો.

ત્યાન્જ એના પેન્ટ ના ખિસ્સા માં મુકેલ iphon11 ની રિંગ વાગી. એના જાણકાર નો ફોન હશે સમજી ને એક ભાઈ એ ફોન ઉપાડ્યો તો જાણવા મળ્યું કે એના અસીલ નો ફોન છે જેને એ મળવા જઇ રહ્યો હતો , એથી થયેલ ઘટના વિગતવાર અસીલ ને એ ભાઈ એ જણાવી દીધી અને ફોન મુક્યો.

10મિનિટ માં 108 આવી ગઈ અને હર્ષ ને અંદર સ્ટ્રેચર માં સુવડાવી દીધો અને ફર્સ્ટ એઇડ તેમજ પ્રાઇમરી ટ્રીટમેન્ટ્સ આપવા ની ચાલુ કરી દીધી.

થોડી વાર માં 108 એમ્બ્યુલન્સ ન્યુ લાઈફ હોસ્પિટલ એ જઇ પહોંચી. અને કેમ કે હર્ષવર્ધન અમદાવાદ માં જાણીતી વ્યક્તિ હતો, અને બે મહિના અગાઉ જ એક મર્ડર એક્યુસડ ને આબાદ બચાવી ચર્ચા નો વિષય બની ચુક્યો હતો તેથી લગભગ સહુ એને જાણતા હતા અને એમાં પણ ન્યુ લાઈફ હોસ્પિટલ ખાસ.

હર્ષવર્ધન ન્યુ લાઈફ હોસ્પિટલ માટે પે રોલ પર લો એડવાઇઝર હતો. તેથી તરત જ સૂચના મળતા એક સ્યુઈટ રૂમ માં બધી પ્રીપ્રેશન કરી ને એને એડમિટ કરી.
સહુ જાણતા હતા હર્ષ ડિવોરસી હતો. હાલ એ એકલોજ હતો. મા બાપ 2001 ના ભુકમ્પ માં મોક્ષધામ એ સિધાવ્યા હતા. જેથી બધી કાળજી અને સેવા હોસ્પિટલ ના મેલ એન્ડ ફિમેલ નર્સ અને ડોકટર્સ એ જ રાખવાની હતી.

ન્યુ લાઈફ ના સ્ટાફ માટે હર્ષવર્ધન એક મોટી જવાબદારી બની ગયો હતો સાથે ને સાથે કમાવા નું એક સાધન પણ.

સાત દિવસ ના અંતે હર્ષવર્ધન એક દમ ઠીક થઈ ગયો હતો , અને એનું બિલ પણ હોસ્પિટલ જેવુજ અદ્યતન બન્યું હતું. જોકે એ એડવાઇઝર હોવાથી થોડુંક કન્સેશન મળ્યું હતું.

બધું પતયા પછી એ પોતાના ઘરે ગયો અને દરવાજો ખોલ્યો જ હતો ત્યાં એના ફોન પર એના અસીલ નો કોલ આવ્યો જેને એ મળવા જઇ રહ્યો હતો અને એક્સીડન્ટ થયો હતો. એ ખૂબ જ મોટો આસામી હતો. એનો કેસ હર્ષવર્ધન ને ખાતરી હતી કે જીતી જ જશે.
અને એના થી એને મો માંગી કિંમત અને નામના મળવાની હતી ..

હર્ષ એ ફોન ઉપાડ્યો અને સામે થી જવાબ મળ્યો " હર્ષવર્ધન સાહેબ, તમારા એક્સિડન્ટ વિશે જાણી ને ખૂબ દુઃખ થયું , બટ આઈ હોપ નાઉ યુ વિલ બી ફાઇન".

હર્ષ એ ખુશ થતા જવાબ આપ્યો " યસ , મિસ્ટર ગણાત્રા આઇ એમ એબસોલ્યુટલી ફાઇન નાઉ અને આજે રાત્રે 8 વાગ્યે "ફાઉન્ટન રેસ્ટરોરન્ટ " માં મારા તરફ થી મારા અસીલ ને એક ડિનર ટ્રીટ અને ત્યાં જ તમારા મેટર ની વાત પણ કરી લેશું. "

સામે થી જવાબ આવ્યો " નો નો મિસ્ટર મેહતા, યુ જસ્ટ ટેક રેસ્ટ, અમે અમારો કેસ તમારા જેવાજ ચતુર વકીલ ને રોકી લીધા છે. મિસ નયન પટેલ"

નામ સાંભળી ને હર્ષ જાણે જામી ગયો. એની સક્સેસ અને નામના માં વધારો જે સેવી રહ્યો હતો એ હવે એ નયના ના ફાળે જશે. એની પત્ની ના ફાળે , જેના થી એ આજ થી 3 વર્ષ અગાઉ છૂટો પડી ચુક્યો હતો પણ એના કલાઇન્ટ્સ ખાસ કરી ને મોટા માથા નયના ના હાથ માં ન જાય એની ખાસ તકેદારી રાખતો હતો પણ આ એક્સિડન્ટ એ એક મોટું નુકસાન કરાવી દીધું.

ફોન મૂકી ને એ તરત જ હોટ શાવર લેવા ગયો અને નાહીં ને સીધો બપોરે 3 વાગ્યે એ પોતાના બેડ પર જય ને સુઈ ગયો. એના મગજ માં સતત આજ વિચારો આવતા હતા કે કાશ આ એક્સિડન્ટ ના થયો હોત તો એની ખ્યાતિ, નામના અને સંપત્તિ ના મુગટ માં એક સોનેરી મોરપીંછ ઉમેરાઈ ગયું હોટ ઓન હવે એ પીંછું નયના પાસે જશે. અને વિચારતા વિચારતા એ સુઈ ગયો.

સાંજે 8 વાગ્યા થી લઇ 12 વાગ્યા સુધી એને પોતાના બીજા કેસ પર રેફર કર્યું પણ મન ન ચોટયું પણ કામ તો કામ છે એમ સમજી ને કેસ સ્ટડી પતાવ્યું અને રાયરે 12:30 એ સુઈ ગયો.

*****************************************

બીજા દિવસે એના ફોન પર સવાર ના 9 વાગ્યે જ્યારે હર્ષ બાથરૂમ માં શાવર ચાલુ કરી ને જસ્ટ નાહવાજ ગયો હતો ત્યાં ગણાત્રા સાહેબ નો કોલ આવયો પણ એ મિસ્કોલ થયો હતો એટલે તરત જ એમનો મેસેજ આવ્યો. " મિસ નયના હેડ રિફ્યુઝડ ટુ ટેક અવર કેસ એટ લાસ્ટ મોમેન્ટ, કાઇન્ડલી મીટ એસ એપ.."

અર્ધી કલાક પછી... શાવર અને એમાંથી નીકળતું પાણી ચાલુ હતું, અને હર્ષવર્ધન ના શરીર માં શ્વાસ બંધ થઈ ગયા હતા. ચાલુ શાવર ની નીચે એનો અનાવૃત નિષચેતન દેહ પડ્યો હતો.

હર્ષવર્ધન સોના ના પિંજર માં થી હવે મુક્ત થઈ ચૂક્યો હતો.

*****************************************

પ્રિય વાચક મિત્રો , ઉપરોક્ત વાર્તા આપને કેવી લાગી એ રેટ અને રીવ્યુ આપી ને જણાવશો.

Rate & Review

Jayshree Thaker

Jayshree Thaker 2 years ago

Anika

Anika Matrubharti Verified 2 years ago

couldn't understand the climax.. can anyone explain it?

Khushali kikani

Khushali kikani 2 years ago

Bhayani Alkesh

Bhayani Alkesh Matrubharti Verified 2 years ago

hemchand

hemchand 2 years ago